________________
'
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શાસન કરતું દેખાતું હતું. ભૂમધ્યના સામા કિનારે ટાઈમ્બરના મુખ આગળ જન્મી ચૂકેલા રામનગર પર તે ધ્યાન રાખતું હતું. ભૂમધ્ય પર્ આ બન્ને નગરા હરીફા જેવાં જમા થતાં હતાં.
રાજ
રામના આ કારથેજના સસ્થાનને પ્રીનીશિયન સંસ્થાન નગર તરીકે અને પોતાના વર્વાણજ્યના હરીફ઼ તરીકે પિછાણી ચૂકયા હતા. ફ્રીનીશિયન શબ્દને ઉચ્ચાર રામને પ્યુનીકસ એવા કરતા તથા કારથેજને પણ તેઓ યુનીકસ અથવા યુનીકના નામથી ઓળખતા. આ યુનીકસ અથવા કારથેજની સામે રામ નગરની વાણિજ્ય હરીફાઈની હિલચાલનાં પગલાં શરૂ થઈ ગયાં.
શરૂઆતમાં, પેાતાના વેપારી મથક તરીકે, સિસીલી નામના ટાપુ રામનેાએ ક્રારથેજ પાસેથી પડાવી લીધેા તથા કારસિકા અને સારડીનિયા પર પણ કો મેળવ્યા. કારથેજે વળતાં પગલાં તરીકે સ્પેઈનને પેાતાનું સંસ્થાન બનાવ્યું તથા આજના કારટેજીની નામના નગરની આસપાસ ચાંદીની ખાણા પર પોતાની માલિકી સ્થાપી. આજના આ કારટેજીનાનું નામ તે સમયના કારથેજની હકુમતની યાદ આપે છે. કારથેજે એને નાવા, કારથેગા અથવા નૂતન કારથેજ કહ્યું હતું. સ્પેઇનની ભૂમિ પર ત્યારે આ નગર કાર્થેજની હકુમત નીચે બંધાયું હતું.
હવે રામ અને કારથેજ વચ્ચે વાણિજ્યની હરીફાઇએ શસ્ત્ર ધારણ કરી લીધાં. આ હરીફાઈનું રૂપ હવે વેપારી કદમપાશીથી એક ડગલું આગળ વધીને સંગ્રામ સુધી પહેાંચ્યું. જે ઈ તિહાસમાં પ્યુનીક યુદ્દો તરીકે ઓળખાયાં છે તેવાં રામ અને કારથેજની વચ્ચે યુનીક યુદ્ધ શરુ થયાં. પહેલુ મ્યુનિક યુદ્ધ ઇ. સ. પૂર્વે ૨૪૧ માં થયું અને ખીજું ૨૧૯ માં થયું.
પ્યૂનીક અથવા કાથેજ અને રામન વચ્ચે અડધા સૈકા સુધી ચાલેલાં આ પ્યુનીક યુદ્દો નામના સંગ્રામેામાં કારથેજને પરાજય થયા, રામનેા વિજય થયા. ભૂમધ્યની દુનિયા પર રામન ધ્વજ ગરૂડની ઉડતી ખી બનીને ફરકી ઊઠયા. સિસીલી, કૈારસીકા, સારડીનિયા, કારથેજ, કારટેજીના વગેરે પર રામન લેાકશાહીનું સામ્રાજ્ય શરૂ થયું.
ગ્રીસ ગમન અન્યુ અને રામ ગ્રીકન મન્ચુ
હવે રામનાનાં વાણિજ્ય જહાજોનું રૂપ નૌકાકાફલાનું લશ્કરી રૂપ બની ગયું હતું. રામન લોકશાહી પર હવે ધનનંદાનું સંપૂર્ણ વર્ચસ્વ જામી ગયું હતું. શમન કાનૂને હવે ભૂમધ્યને પોતાના કાનૂની વિહવટનું તળાવડું બનાવી દીધું હતુ. કારથેજને રામ સામે મદ કરનાર મેસિડેાનિયાના રાજવહિવટને