________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
::
ત્યારે પણ સોક્રેટિસના અવાજ એના કાનમાં ગુંજતા હતા. “ આપણે એથેન્સનાં નાગરિકા માનીએ છીએ કે કાઇ સ ંસ્કૃતિની ટોચ પર ચઢી જઈને જગત આખાને વિચાર શીખવનાર મશાલને આપણે ધારણ કરી લીધી છે. પશુ ના ઉતરી ગયા પછી એથેન્સને માલમ પડશે કે શિલાઓમાંથી માનવ રૂપની કણિકાઓ મઢવાથી જ સંસ્કારની પ્રતિમાએ નથી સર્જાતી પણ માનવીના રાજના વ્યવહારમાં માનવ માનવ વચ્ચેના શાંતિમય સબ ંધનું અનુરાગનું મૂલ્ય જ્યારે માનવ કલાકારા ધડવા માંડે છે ત્યારે ન હેાલવાય તેવી સાચા સંસ્કારની જ્યેાત સાંપડતી હાય છે.”
૧૧
ગ્રીસના આ મહાનુભાવ ઇતિહાસના ક્લાકારને કલાનું મૂલ્ય સમજાવતા હતા. ગ્રીક ધરતી પર કલાકારના નૂતન જગતને સ્ટૂડિયા અથવા ચિત્રશાળા રચાતાં હતાં. આ ચિત્રશાળામાં અચલાયતન જેવી સમાધિવાળા જડ મનુષ્યનું રૂપ ચિતરાતું ન હતું પણ હાલતું ચાલતું જીવતર મનુષ્યનું અદનું રૂપ ધારણ કરીને અહિ જ્યોતિર્ધર બનતું હતું. આ સ્વરૂપ ધરવામાં ઇતિહાસની અને સંગીતની દેવીઓ અથવા ‘મ્યુઝ’ બિલ્કુલ મનુષ્યનુ રૂપ ધારણ કરતી હતી. એલિમ્પીક ' પર રચાયેલી મિસની પ્રાંતમા મનુષ્ય પામી શકે તેટલું અને તેવું સૌદર્યાં ધારણ કરતી હતી. એનાં અંગે અંગ મનુષ્યની શરીર રચનાનું વિજ્ઞાન ધારણ કરતાં હતાં. સંસ્કૃતિની આ નતન સૌની ઘટનામાં મનુષ્યને દૈવી બનાવવા માટે કે માનવતાને ભયભીત બનાવવા માટે તેના ચાર હાથ ચિતરવામાં આવતા ન હતા. કારણ આ ધરતી પરના શિક્ષકાએ નાગરિક વ્યહવારા સંસ્કાર ધડવા માટે શીખવ્યું હતું કે સાચુ સૌ'' મનુષ્યના રાજ ખરેાજના વાસ્તવિક એવા જિવન વ્યહવારમાંથી જ ઘડી શકાય છે.
શ્રીક સંસ્કૃતિનાં ક્લા, સંગીત અને શિલ્પ
ગ્રીક કલાના પાયા ઇજીપ્તની કલાસંસ્કૃતિને વારસા પામીને શરૂ થયા. આ વારસા પર ગ્રીસે સૌની રચના માટે પેાતાના હાથ અજમાવ્યેા. જગત ભરમાં અજોડ એવી સૌની સૃષ્ટિ ગ્રીક સમાજે રચવા માંડી. ગ્રીક કલાકૃતિના જમાના જગતભરમાં મશહુર બન્યા. પહેલા જમાના ગ્રીક કલાના આરંભના જમાતા હતા. ખીજા જમાનાએ ગ્રીક કલાકૃતિના વિકાસને સર્વાંગ સુંદર બનાવી દીધું. તથા ત્રીજા હૅલેનિસ્ટીક જમાનાએ સિકંદરની વિજયયાત્રામાં જઈને પેાતાની ક્લાકૃતિને પૂર્વના પ્રદેશના સંસગ વડે સમારવા માંડી. શરૂઆતની ગ્રીક ચિત્રકલા વાસણા પરની ચિત્રકલા હતી. આ આરંભની ચિત્રકલામાં પણ રંગ અને રેખાએની વિશિષ્ટ રચના દેખાઇ આવતી હતી. આ જમાનાના ચિત્રકાર દુરિસ, ઓડીસીસ, વગેરેનાં નામેા જાણીતા છે. પછી ઈ. સ. પૂ. ના