________________
૧૮૮
વિAવ ઈતિહાસની રૂપરેખા ભૂલથી આ ધરતી પર હેવાનો એકરાર કરી પડતે પ્લેટ નામને ચિંતક કહે હતું, “ગ્રીક ધરતી પર નવ યુઝ અથવા દેવીઓની કલ્પનાની પ્રતિમાઓ આલેખવામાં આવી છે, તેમાં ધરતી પર જિવી ગએલી લેસબોસની સાફા દશમી મ્યુઝ છે.” એવી સંગીતની આ મ્યુઝ સંગીતની માતા બની.
આ યુવતિ જ્યારે ઓગણીસ વર્ષની વયે, હદપાર થઈને પીરહામાં ભાગી આવી ત્યારે ત્યાં જ હદપાર થએલે જુવાન કવિ એલકિઅસ પણ આવ્યો હતા. પિતાના ચહેરા પણ શરમના શેરડા લાવીને આ કવિએ સાફને ચિઠ્ઠી લખી, “સ્મિતભર ચહેરાવાળી સાફ, મારું દિલ તારી સાથે એવી વાત કરવા માગે છે, જે ઉચ્ચારતાં, જીભ શરમાઈ જાય છે”
એને સાફએ કહાવ્યું, “જે તારી ઈચ્છાનું રૂપ સંસ્કાર જેવું ઉદાત્ત જ હોય તે પછી શરમ છેડીને તેને લલકાર્યો કર, કવિ !
પછી પેલા કવિએ, આ સંગીતની દિકરીને પિતાની બનાવવાની મમતા માંડી વાળીને, તેના વખાણનાં ગીત ગાયા કર્યા.
આવી સાફને પીરહા, પણ જીરવી શક્યું નહીં એટલે એને સીસીલીમાં હદપાર કરવામાં આવી. ત્યારે ઈ. સ. પૂર્વેની ૫૯૧ ની સાલમાં, સીસીલીની અંતર યાતના બનેલી ગુલામ માનવતા, આ બળવાખોર યુવતિને આવકારતી હતી.
પણ આ યુવતિ સીસીલીમાં આવીને, કઠોરતાના ભાવાવેશને મુલાયમ દિલમાં ભારી દઈને એક શ્રીમંત માલિકને પરણું. શ્રીમંત માલિક, સાફાને પરણ્યા પછી તરત જ મરણ પામ્યો. માલિકના ફરજંદને પોતાના ઉદરમાં ધારણ કરીને સાફા આનંદ પામી અને પોતે હવે સંસ્કાર પ્રવૃત્તિ જ ચલાવવા માગે છે એમ કહીને, ધન દેલત લઈને લેસબસેમા પાછી આવી પહોંચી.
સંસ્કારના વિશ્વ ઈતિહાસમાં યાદગાર એવી, લલિત કલાઓની પહેલી વિદ્યાપીઠની, સાફા, અધિષ્ઠાત્રી બની. એણે લેસબસમાં, નૃત્ય ગીત અને વાધની શાસ્ત્રીય તાલીલ આપવાની વિદ્યાપીઠ શરૂ કરી.
સાફોએ ઉપજાવેલા સેફીક રાગ ગ્રીક ધરતી પર ગુંજી ઊડ્યા. લેસબસની દિકરીઓના હઠ પર સાફિક વિદ્યાપીઠના લલિત સંસ્કારની સૌરભ વિહરવા માંડી. સાફીકસંગીતના લલકારે ગ્રીક ધરતીને પ્રથમ ગુંજન દીધું.
આ લલકારનાં મેજાંઓ પર વિહરતી હોય તેવી લલિત કલાની વિદ્યા પીઠની અધિષ્ઠાત્રી એક ઉંચા ખડક પર ઉભીને, ટગર ટગર શું દેખતી હતી! એક પાછળ બીજી પછડાટ ખાતા, સાગરનું કેવું સંગીત એ સાંભળી રહી હતી ! પિતાની નજરને અંતરિક્ષમાં પરોવી દઈને, પ્રણયના વ્યામોહમાં, શું શોધવા માટે ગબડી પડતી આ સાફ લય પામી જતી હતી!
લેક વાયકાની દંતકથા કહેતી હતી કે, દૂર દૂરના દરિયા ખેડવા ગયેલા એક ખલાસીના પ્રેમમાં પડેલી આ શબ્દચિત્રની ચિત્રલેખા મહાસાગરના અરિસામાં