________________
૧૯૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ નાટ્યકારોએ સેંકડ નાટક લખ્યાં અને ગ્રીસની રંગભૂમિએ તે ભજવ્યાં. ત્યાર પછી તરત જ ઈ. સ. પૂ. ૪૮૦ માં યુરિપાઈડીસ નામને કવિ અને નાટયકાર એકિલસ અને સેફેકલ્સ કરતાં પણ વધારે મશહૂર બન્યો. યુરિપાઈડિસની કવિતાઓ અને નાટકમાં પાત્ર બનીને ગ્રીક માનવ સમુદાયનું
જબરજનું જીવન આબેહુબ બન્યું. યુરિપાઈડીસે જાહેર કર્યું કે દેવદેવીઓ કરતાં ગ્રીક જીવન વ્યવહારના જીવતા જાગતાં મનુષ્ય વધારે અગત્યનાં અને મૂલ્યવાળાં છે. આ મહાકવિએ દુઃખી અને ગરીબ માનવોને પક્ષ લઈને કવિતાનાં અને નાટકોનાં સર્વોત્તમ સ્વરૂપે રચ્યાં “જનવુમન” નામનું એણે લખેલું એક નાટક યુદ્ધની યાતના ચિતરતું આજે પણ યુદ્ધ વિરોધી નાટક તરીકે પ્રશંસાપાત્ર બન્યું છે. યુરિપાઈડસ પછી તરત જ એરિસટેનિસ નામનો કટાક્ષકાવ્યો લખનારો મહાકવિ ઈ. સ. પૂ ૪૮૮ માં જનમે. એણે તે સમયના ગ્રીકજીવન પર કટાક્ષમય કવિતાઓ અને નાટકે ઉભરાવી દીધાં. આ કવિ પછી મિનેન્ડર નામને એક મશહૂર લેખક ગ્રીકજીવનને સાહિત્યમાં ઉતારવા માંડ્યો. આવું ગ્રીક સંસ્કૃતિનું સાહિત્યરૂપ ત્યારના જગતમાં અને ત્યારના સમયમાં સર્વોપરિ પૂરવાર થયું. ગ્રીક ઇતિહાસ
ગ્રીક સંસ્કૃતિનું વિચાર પ્રેરક રૂપ માનવ ઈતિહાસના લેખનમાં પણ પછાત રહ્યું નહિ. ઈ. સ. પૂ. ૪૮૪ માં હિરેડેટસ નામે ઈતિહાસકાર જનમ્યો. હિરેડિટિસ આજે પણ વિશ્વઈતિહાસના પિતા તરીકે પંકાય છે. જગતને ઇતિહાસ લખવા માટે હિરેડેટસ ત્યારના જગતમાં મુસાફરીએ નીકળ્યો હતો તથા પિતાના પર્યટનની તેણે અતિહાસિક નોંધ કરી. હિરેડેટસે પહેલીવાર ગ્રીસને ઈતિહાસ આલેખ્યો. હિરેડેટસને સાથીદાર હોય તે યુસીડાઈડિસ નામને ગ્રીક ઇતિહાસકાર ઈ. સ. પૂ. ૪૬૦ માં જ . એણે પણ પિતાના સમથના ગ્રીસન તથા પિતાની મુસાફરીને ઈતિહાસ લખ્યો. આ બે ઈતિહાસકારોનું-ઈતિહાસલેખનનું કામ ઝેને ફોન નામના ઈતિહાસકારે આગળ ચલાવ્યું. આ ઈતિહાસકાર ઈ. સ. પૂ. ૪૩૪ માં જન્મે. ત્યાર પછી પિલીબીએસ નામના ઇતિહાસકારે ઈતિહાસ લેખનનું કામ આગળ ચલાવ્યું. વિશ્વ ઈતિહાસના ગ્રીક પિતાએ હિરડોટસ
હિરેડીટસ એ ગ્રીક દેશની પર્શિયા અથવા ઈરાન સામેની પિતાની આઝાદી માટેની લડતને ઇતિહાસકાર છે. હિરેડીટસે આ લડતને દેખી હતી