________________
૧૩૩
પેલેસ્ટાઈન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે ઉંચા ડુંગરાઓ દેખાવા માંડે છે. આ ડુંગરાઓમાં પ્રાચીન સમયથી વસતાં ભાન લાંબાં અને અણુદાર નાકવાળાં છે, ધારધાર નજરની તાકવાળાં છે, તથા લાંબી ફરકતી દાઢીવાળાં ઉંચા, અક્કડ અને મગરૂર દેખાવવાળાં છે. આ ટેળીઓ જુના સમયથી ઈજીપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓની સેવા કરવા હાજર થઈ ગઈ છે. આ લેકે એ ડુંગરાઓમાં શોભે તેવી સંસ્કૃતિ પણ ઘડવા માંડી છે. આ લેકે હિબ્રુ અથવા યહૂદીઓ કહેવાય છે એમની નજદીકમાં જ ફીનીશીયન વસે છે. ફિનીશીયનોએ પણ સંસ્કૃતિની હીલચાલ સાથે ક્યારેય પિતાને સમાગમ સાધી દીધો છે. આ યહુદીઓ અને ઈઝરાઈલ માટે તથા ફિનશિયન, અને ફિનિશિયા માટે વિશ્વસંસ્કૃતિમાં પ્રવેશ કરવા માટે ઐતિહાસિક સમય હવે પાકી ચૂકયો છે. આ રહ્યો પેલેસ્ટાઈન દેશ
બેબીલોનિયા અને એસીરિયા કરતાં વધારે મોટી અને ઇજીત જેટલીજ સંસ્કૃતિના મૂલ્યની અસર મૂકી જનારે, પેલેસ્ટાઈનને પ્રદેશ નાઈલ, તૈગ્રીસ અને યુક્રેટીસનાં પાટનગરના રસ્તાઓની વચ્ચે લાંબી. પટી જેવો પથરાયેલો પડ્યો હતે. એની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર અળ્યો હતો અને પૂર્વને સિમાડે વહેતી જેરડન નદીની પેલે પાર રણ પથરાયેલું પડયું હતું. એની ઉત્તર દિશામાં આવેલા એસીરિયા અને બેબીલેનિયાના પ્રદેશમાં જવાને રાજમાર્ગ પેલેસ્ટાઈનની અંદર થઈને પસાર થતો હતો. એની દક્ષિણે ઈજીપ્તનો પ્રદેશ આવતું હતું.
ઈજીપ્ત અને બેબીલેનિયા અને એસિરીયાનાં સામ્રાજ્યના વેપારના માર્ગે, યુદ્ધના માર્ગો અને રાજવહીવટનાં રોજબરોજના કારભારવાળાં બધાં ચક્રો આ પટ્ટી જેવા પ્રદેશ પર થઈને ફરતાં હતાં. પ્રાચીન સામ્રાજ્યની હીલચાલ નીચે પલટાતી અને કચડાતી આ ધરતી કોઈવાર નસીબવાળી લાગતી તે કઈવાર કમનસીબ દેખાતી. સામ્રાજ્યની આ હીલચાલનાં રૂપ આ ધરતી પર વેપારની વણઝારે જેવાં, તે કોઈવાર યુદ્ધોનાં તાંડવ જેવાં એના પરથી પસાર થતાં. આ હીલચાલે નીચે, દુધ અને મધથી વહેતે આ યહુદીજન પ્રદેશ, હચમચી ઉઠતે. એને કોઈવાર એક તે કોઈવાર બીજા સામ્રાજ્યને પક્ષ લેવાની ફરજ પડતી. એને સામ્રાજ્યના વેપારી કરવેરા ઈચ્છા અનિચ્છાએ ભરવા પડતા, અને લશ્કરી ભરણું અને ભથ્થાં ચૂકવવાં પડતાં. વિશ્વઈતિહાસની પ્રાચીન સંસ્કૃતિના આરંભથી મેસોપોટેમિયા અને ઈજીપ્તના સામ્રાજ્યનાં ફરતાં રેલવેને દેખતા પેલેસ્ટાઈનના જીવનને એ ઈતિહાસ આરંભાતે હતે.