________________
સંસ્કૃતિને સીમાસ્તંભ ગ્રીસ
૧૭૩ કરતી છબીને એકઠી કરીને અને એવા પ્રકાશરૂપથી ઓપી ઊઠતું હતું. સંસ્કૃતિનું જે મૂલ્ય સેંકડો વરસની જીવનની અનેક ગડમથલે અને કલહમય કાર્યવાહી પછી ઇછતને, ભારતને ચીનને, અને સુમરને આંગણે નિપજ્યું હતું તે જ મૂલ્ય ગ્રીસની ભૂમિ પર નૂતન આકાર શોધતું હતું. સંસ્કૃતિને વાહક પ્રદેશ
- ઈજીપ્ત અને બેબિલેનીયા, ફીનીશીયા અને એસીરીયા, ઈરાન અને ભારત અને ચીન જેવી વિશ્વસંસ્કૃતિઓ, ભવ્ય આકાર, હજારે વરસપર ધારણ કરીને, હવે થાકી ગઈ હતી. આ સંસ્કૃતિઓને પિરામિડેએ આ તમામ દેશ પર મેતના જંગી દેખાવો રચી દીધા હતા. આ મહાન સંસ્કૃતિઓને ઘટાટોપ શહેનશાહ અને રાજ્ય બન્યું હતું. આ ઘટાટોપે જાદુની, અજ્ઞાનની, અને અંધકારની આરાધના નીચે માનવસમુદાય માટે મેત સરજી દીધું હતું. આ જંગી સંસ્કૃતિઓ જ્યારે મરણોન્મુખ બનીને માનવજાતની પ્રગતિને રૂંધી રહી હતી ત્યારે, મત પર અટ્ટહાસ્ય કરતું, સંસ્કૃતિનાં મૂલ્યનું રૂપ ગ્રીક ધરતી પર એકઠું થઈને જીવનની ઉષ્માતરફ અભિમુખ બનતું હતું. સંસ્કૃતિને પ્રાણ આ નાનકડી ભૂમિ પર બે સૈકાઓને પ્રાણ ચૂસતે, ટકી રહેવા અને આગળ વધવા પગભર બનીને, જિંદગીની તાઝગીથી ઉભરાતે રમવા નીકળતા હતા. વિશ્વસંસ્કૃતિનું એણે આવાહન કર્યું હતું. સંસ્કાર મૂલ્ય, ગ્રીકનાગરિક વાહક બનતે હતે. ગ્રીક સંસ્કૃતિનું વહીવટી શરીર
ગ્રીકમાનનાં ક્રિડાંગણ અને કલાનિકેતનમાં રચાતા, ગ્રીક શરીરનું વહીવટી રૂ૫ ગ્રીક નગરના શાસનકારી કાર્યવાહીમાં હતું. જગતની સંસ્કૃતિની શરૂઆત ઈતિહાસ પહેલાંના ઈતિહાસથી થઈ હતી એમ કહી શકાય. ઈતિહાસ પહેલા આ ઈતિહાસ મધ્ય પૂર્વના નગરોમાં અને ઈજીપ્તમાં શરૂ થઈ ચૂક્યો હતો. જ્યારે ભારતમાં આર્યો આવ્યા પણ ન હતા ત્યારે સિંધુનગરની સંસ્કૃતિ મધ્ય પૂર્વની નગરસંસ્કૃતિ સાથે જીવનના સંસ્કારી વ્યવહાર ચલાવતી હતી. સિંધુનગરની સંસ્કૃતિ પછી હજાર વર્ષે ગ્રીકનગરરાજ્યની સંસ્કૃતિ ગ્રીસમાં શરૂ થઈ. સિંધુ નગરના જેવું નગર રાજ્યનું રૂ૫ દિવાલવાળું અને કિલ્લાવાળું બનીને આ ધરતી પર રાજાઓની હસ્તીને મિટાવી દઈને વૈરાજ્યની હકુમતી ઘટનાવાળું બનીને આસપાસના જલપ્રદેશ પર રાજકિય હકૂમત ચલાવતું હતું. આવું દરેક નગર એકએક નગર રાજ્ય હતું. આ નગરરાજ્ય પાસે પિત પિતાનાં દેવ દેવીઓ હતાં, અને પિત પિતાના ધાર્મિક ક્રિયાકાંડ હતા. આ નગરરાજ્ય પાસે પિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વવાળું નાગરિક સ્વરૂપ પણ હતું. આ નગરરાજ્યની