________________
પ્રાચીન ઇતિહાસને તિર
૧૪૩
પર કબજો મેળવ્યો હતે. એપીરસમાં ડેરીઅન આવી પહોંચ્યા હતા અને ઈલીરીઅને એ આટીકના કિનારા પર જમા થતા હતા તથા ગ્રેસી અને ઈજીઅન સમુદ્રના ઉત્તર કિનારે ઉતરતા હતા.
ગ્રીક નામે જાણીતી બનતી આ ભૂમિ ક્રીટન સંસ્કૃતિની અતિ પ્રાચીન વસાહત હતી. આ સંસ્કૃતિનાં સ્વરૂપ આર્યોનાં આ આક્રમણો નીચે ભાંગી પડ્યાં અને રૌકાઓ સુધી આર્યોની જંગલી દશાની પકડ નીચે આવી પડ્યાં. આ પકડમાં જકડાઈ ગએલી ક્રીટન સંસ્કૃતિ સાથે પેલી પછાત દશાને સંબંધ થયો. આ સંબંધમાંથી કીટન સંસ્કૃતિનાં વેરાયેલાં પડેલાં બીજ આસ્તે આસ્તે અંકુરે ધારણ કરીને ઉગવા લાગ્યાં. ઘણું સૈકાઓ સુધી પેલા જંગલી આર્ય માનવ સમુદાયોએ પશુ પાલનની સંસ્કૃતિને ચુંટી રહેવાને રાહ લીધે, પરંતુ મહાન એવી ક્રીટન સંસ્કૃતિની ભૂમિમાંથી તેમણે ખેતીવાડી અને વાણીજ્યનાં સંસ્કાર રૂપને પણ અંગીકાર કરવા માંડયાં. જેમ આર્યાવર્ત પર સિંધુ નગરોની સંસ્કૃતિમાંથી નૂતન આર્ય સંસ્કૃતિ ઉદભવી તેમ આ ભૂમિપર પણ રાજાઓનાં નગરરાજ્ય ઉગવા માંડ્યાં. ગ્રીસ સંસ્કૃતિનું આરંભનું રૂપ
આ ભૂમિપરની ભૌગોલિક રચનામાં ગ્રીક નગર રાજે એકબીજાથી અલિપ્ત રહીને ઉગ્યાં. આ નગરરાને જુદાં અથવા વિખૂટાં રાખતી પર્વતમાળાઓ હતી તથા અખાતેની રચના હતી. આ નગરરાજ્ય એટલા માટે દીપે અને પર્વતની આસપાસ બંધાયાં હતાં. આ નગરરાજ્ય પર્વત અને અખાતેના અંતરા વચ્ચે પિતાપિતાની સરકારે રચતાં હતાં અને કાનને ઘડતાં હતાં. આ જીવનઘટનાની મૂખ્ય ભૂમિના ચાર એવા મોટા વિભાગ હતા. દક્ષિણ તરફને એક વિભાગ પશ્ચિમ સુધી પિતાની આણ વર્તાવતે સ્પાર્ટીના નામથી જાણુતે બન્યો હતે. ઉત્તર તરફન વિભાગ થી બીસની હકુમત નીચે હતે. એટીકા પેનીનયુલા પર એથેન્સની હકુમત હતી. આ બધામાં એથેન્સ અને સ્પાર્ટી આખા ગ્રીસ દેશમાં પ્રખ્યાત પ્રદેશ હતા. આ બે પ્રદેશનાં બે પાટનગર, એક સ્પર્શ અને બીજું એથેન્સ, ગ્રીસના ઈતિહાસના પાટનગર બન્યાં. પેલેપનીઝ પ્રદેશનું પાટનગર સ્પાર્ટી, સ્પાર્ટન જીવનનો નમૂનો ધારણ કરતું હતું તથા ઉત્તર પ્રદેશનું પાટનગર એથેન્સ, પિતાના જીવન વ્યવહારનું નૂતનરૂપ રચતું હતું. પર્વતેથી ઘેરાયેલું સ્પાર્ટીને જીવનનું સ્વરૂપ સ્થિતિ ચૂસ્ત રહ્યું તથા દરિયા પરનું એથેન્સનું જીવનરૂપ ઉદાર અને ઉદાત્ત બનવા માંડ્યું.
આ સમયે પાછળથી ઈતિહાસમાં આવનારે મેસિડોનિયાની ડુંગરમાળ પ્રદેશ હજુ બિલકુલ પછાત હતા.