________________
૧૬૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સોક્રેટિસને દેહાંત દંડની શિક્ષાના ફેંસલા સંભળાવતી અદાલતે, માનવ સંસ્કૃતિ પર કલંકિત મેખ મારી. અને પેલા, મહામાનવ પેાતાની ધીરગંભીર કાયાને સ્મિતભર ઉંચકતા, સંસ્કારના સ્તંભ જેવા ગ્રીસની ધરતી પરથી આખરી જવાખ એાઢ્યા :
એથેન્સની અદાલતના હાર્કમા ! ભગવાનના આદેશથી આ મહાન નગરને મમતાથી વળગી રહેલા મારા જેવા એક અદના માનવના વધ કરવાને સલા આપીને એથેન્સના નગરજનાને જાગતાં રહેવાના અખંડ પડા અજવનારને તમે આ નગરના જીવનવ્યવહારમાંથી બહાર હડસેલી મૂકેા છેા. પણ અત્યારની ઘડી સુધી મેં મારી રજની અવેતન બજવણી કરી છે તથા તેની સાક્ષી મારી ગરીબાઈ છે.
'
6
એથેન્સનાં નગરજતા ! જીવાનેાને બગાડી મૂકવાના મારા પર થયેલા આક્ષેપને પ્રતિકાર કરતા તમારા જીવાન દિકરાના પ્રતિનિધિએ જેવા મારા વિદ્યાર્થી એના પિતાને દેખીને હું આનંદ પામું છું. ક્રીટાના ખપ ક્રિટાડ્યુલસ, એચીનીસના ખાપ લુસાનીઅસ, એપીછનીસના ખાપ એન્ટીફાન, તથા નીકેસ્ટ્રેટસ અને ડીમાડાકસ તથા પ્લેટાના બાપ એાિન અને ભાઈ એડીમેન્ટસ, તથા બીજા અનેકે જે અહીં હાજર છે, તેમને સાક્ષી માટે, અહીં ઉભા થવા દેવામાં આવ્યા હાત તેા તે કહેત કે તેમનાં જુવાન ક્રુજ છે તે મેં બગાડયાં નથી.
• એથેન્સના પુરજના ! હાભરે ગાએલી કવિતામાં કહ્યા પ્રમાણે હું કાઈ પત્થરમાંથી કાતરાયલી પ્રતિમા નથી. આ નગરનું રૂપ મઢતા એક શિલ્પી શ્રમમાનવના ગરીબ ધરમાં મારા જન્મ થયા છે, અને મારે એથેનીયન સ્ત્રી અને ત્રણ દિકરાઓ છે. મેં તેમને અહીં આવવાની મના કરી છે કારણ કે, તેઓ તમારા ફેંસલા સાંભળીને, તમારી યા માગતાં, રડારાડ ન કરી પાડે તેથી એમ કરવામાં મારો ઇરાદો, તમારું અપમાન કરવાનેા નથી, પરંતુ આ વિશ્વનગરનું માન કરવાના છે. એથેન્સનું માન, માગે છે કે તેનું કાપણુ નાગરિક, મોત પાસે યાચના કદિ ન કરે!
"
જેમણે આ ફેંસલા આપ્યા છે, તેમને હું કહેવા માગું છું કે, મને સિત્તેર વરસ થઇ ગયાં છે એટલે હું કુદરતી રીતે થાડાં જ વરસેામાં મરણ પામ્યા હોત, પરંતુ તેટલી ધિરજ દાખવવાની નૈતિક તાકાત ગુમાવેલા, હકૂમતના આજના હાકેમાને, ઈતિહાસ, સુન સેક્રેટિસના
ખૂની
તરીકે
ઓળખશે.’
C
તથા મરણની કિનારી પર ઉભેલા, માનવીને કાઈ વાર દેખાય છે તે
પ્રમાણે, આવતી કાલમાં નજર નાખતાં, મને દેખાય છે કે, જીવનના જે