________________
૬૩
પ્રાચીન ઈતિહાસને તિધર
પાણીની અંદર દેખાતું, તું જ, સાચું એક તરુ છે, અને જેને અઢેલીને હું બેઠો છું તે તે તારે પડછાયે છે, મિથ્યા છે.”
કાણ હસે છે એ !” એણે હસવાનો આભાસ સાંભળ્યો. એને ચિશાંતિ જ પસંદ હતી. જરા પણ ઘંઘાટથી દૂર, એટલે તે એણે મહાન એકેડેમસની પ્રતિમાની પડોશમાં, એ વીરનરના, નામમાં જ પિતાની “એકેડેમી નામની નિશાળ બાંધી હતી. સોક્રેટિસની જેમ લોકોનાં ટોળાઓ વચ્ચે બેસીને વાત કરવાની રીત હવે એને પસંદ નહતી. જેને વાત કરવાને ખપ હેય તે અહીં આવતું, અને શાંતિથી શિક્ષણ પામતું.
પિત, સ્વર્ગમાં કપ્યું હતું તે દિવાસ્વપ્નને પડછાયો, આ ધરતી પર જ લાવવા અને દુનિયાને તે આકાર ઘડવા, ચિંતકરાજાઓ જોઈએ. પિતાના મન સાથે સમાધાન કરતો હોય તેમ એ બેલ્યો, “વધારે ચિંતક રાજાઓ ન હોય તે, એક ચિંતક રાજા પણ ચાલે.” એની નજર સામે ગ્રીસ ધરતી પર શાસન કરતા, સાયરેકયુસને સરમુખત્યાર બની બેઠેલે અને જાલીમ તરીકે પંકાઈ ચૂકેલ, ડીએનીશિયસ દેખાય. ટો દિવાસ્વપ્નને ધરતી પર ઉતારવા બે “તું જે ચિંતક રાજા બની જાય છે, તું જે ચિંતક રાજા બની જાય તે!” બોલતે પ્લેટ પેલા જાલીમની છબી તરફ દેખતે બબડ, જે તું, ચિંતક બની જાય છે. રાજા બન્યો હોય તેય ભલે, ભલે...ચિંતક જે રાજા હોય અને રાજા જે ચિંતક હોય તે...” બોલતા પ્લેટોની નજર ગ્રીસની ધરતી પરથી સ્વર્ગને વિચાર કરવા લાગી ગઈ. એની નજર સામે, પેલું દિવા સ્વપ્ન દેખાયું. એ સ્વપ્નમાં જાણે એ દેખતો હતે, “રાજા ચિંતક બની જાય તે..એણે સ્વપ્નમાં ને સ્વપ્નમાં ગ્રીસને તારાજ કરીને સરમુખત્યાર બનેલા જાલીમને કાગળ પિતાના પર આવ્યા હોય તેવી ઈચ્છા કરી, અને સ્વપ્નમાં ડિીઓનીશિયસને આવ્યો હોય તેવો કાગળ વાંચવા માંડ્યો.
મારા વહાલા ચિંતક! આપ અમસ્તા ચિંતાતૂર છે. હવે કોઈ પણ શ્રીમંત, ધારાસભ્યને લાંચ આપીને, કાયદાને કઈ ખરીદી શકશે નહીં કારણ કે બધા કાયદાઓ મેં રદ કર્યા છે. હવે કઈ વક્તા પિતાની બેલવાની ચાતરીથી લેને ખોટે રસ્તે દોરી જઈ શકશે નહીં કારણ કે, સૌનાં મોઢાં પર મેં સીલ મારી દીધી છે. તમારા દિવાસ્વપ્નમાં દેખાય છે તેવું રાજ્ય હવે રચી શકાશે કારણ કે, મારી પાસે મજબુત લશ્કર અને નૌકાદળ છે તથા આપની પાસે, ચિંતન છે, સ્વપ્ન છે. એટલે આ૫, જે, આ દેશપરની નિશાળો હાથમાં લઈ લે, અને દરેકને તેની કક્ષા પ્રમાણે, જાતિ પ્રમાણે અને દરજજા પ્રમાણે આ રાજ્યના જ વિકાસ માટે, તાલીમ મળે તે અભ્યાસક્રમ ગોઠવી દેતે,