________________
પ્રાચીન ઈતિહાસને તિર્ધર
૧૫ વરણી કરવાની પ્રથા દાખલ કરી. આ મહાન એનિધ્યેયને ત્રીસ વરસની પિતાની કારકીર્દીના સમયમાં, કવિઓ, લેખકે, વૈજ્ઞાનિક અને ચિંતકેના સહવાસમાં રહીને, વેપાર વાણિજ્યને સર્વોપરિ વિકાસ કરીને વાણિજ્યની સામ્રાજ્યવાદી ઘટનાએ શરૂ કરેલી યાદવાસ્થળીને ટાળી
રાખવાનો પ્રયત્ન કર્યો. એથેન્સની સંસ્કૃતિનું નગર-ઘર
વિદ્યા, કલા, સંગીત અને વિજ્ઞાનના સૌંદર્યથી મઢાયેલું ગ્રીક જીવન ઈરાની શહેનશાહ સાથેનાં યુદ્ધના સમય સુધી આઝાદી અને લોકશાહીનાં જીવતરનાં મૂલ્યોથી પણ શેભતું હતું. ગ્રીસનું સાહિત્ય આ બધાં મૂલ્યોને ધારણ કરીને પી ઊઠયું હતું. આ બધાં મૂલ્યને ધારણ કરીને ગ્રીક આઝાદીને જીવન વહિવટ વેપાર અને ઉદ્યોગમાં સર્વોપરિ બન્યું હતું. આ મૂલ્યોની બધી આગેવાની હવે આખા ગ્રીસનું પાટનગર બની ચૂકેલા એથેન્સ નગરે ધારણ કરી હતી. પરિકલીસના સુવર્ણયુગમાં આ મહાનગર વિદ્યા, કલા અને સંસ્કારનું મહાધામ બની ચૂક્યું હતું.
આ નગરમાં સામાન્ય ઘરબારમાં તેનાં આઝાદ નાગરિકે જીવતાં હતાં. તે સમયનાં નાગરિકનું ઘર ઈટ વડે ચણાયેલું હતું અને સામાન્ય રીતે બારીઓ વિનાનું હતું. દરેક ઘરની આગળ એક દિવાનખાનું હતું તથા થાંભલાઓ ઉપર તેને ટેકવવામાં આવ્યું હતું. આ દિવાનખાનાની સાથે જોડાયેલી દિવાલમાં ઘરમાં પ્રવેશવાનાં જુદા જૂદા ઓરડાઓનાં બારણું ઉઘડતાં હતાં. એથેન્સ નગરમાં નાગરિ. કેનાં આવા ઘરમાં સૂવા, જમવાનો અને અભ્યાસ કરવાના વિગેરે ઓરડાઓ હતા. આઝાદ નાગરિકનાં આવા ઘરમાં સગવડે ઘણું ઓછી હતી.
આ આઝાદ નાગરિકોનું બધું કામકાજ ગુલામ કરતાં હતાં. તેઓ પાસેના ઝરામાંથી કે કુવામાંથી પાણી ભરી લાવતાં હતાં. આ મોટું નગર એક માઈલ પહેલું તથા એકથી વધારે માઈલ લાંબુ હતું. શેરીઓ વાંકીચૂંકી હતી તથા ધૂળ અને કાદવ વાળી હતી. આ નગરનું મુખ્યધામ એક્રોપોલિસ નામનું હતું. આ એક્રોપોલિસ એક મોટી ટેકરી હતી તથા ઈરાની શહેનશાહત પરના વિજ્ય પછી પિરિકલીસે પાથેન નામનું એક જગવિખ્યાત દેવળ એક્રોપેસિલ પર બંધાવ્યું હતું, અને આખા નગરને શણગાર્યું હતું.
૨૦