________________
૧૫ર
વિશ્વ ઈતિહાસની પરખા એથેન્સ બન્યું. આ વાણિજ્ય હકૂમત નીચે ધીમે ધીમે ગ્રીસનાં બીજા નગરે અને ઈછયન ટાપુઓ આવવા માંડયા. આ નગરમાં બેઠેલી ડેલિયન લીગ નામની સંસ્થા વાણિજ્ય અધિકારવાળી અને એથેન્સની લેકશાહીના સ્વરૂપવાળી સરકારી સંસ્થા બની. આ સરકારી સંસ્થાએ એથેન્સના સામ્રાજ્યનું સ્વરૂપ ધારણ કર્યું. એથેન્સના સામ્રાજ્યવાદે તમામ ગ્રીક નગરે પર પિતાની આણ વર્તાવવા માંડી તથા નગરો અને ટાપુઓની પ્રજાઓને પિતાને આધિન એવી પ્રજા ગણવા માંડી. એક સમયના સ્વાધિન અને લેકશાહીવાળાં એવાં આ નગર અને ટાપુઓ પર એથેન્સે પિતાની રાજકિય દરમ્યાનગીરી શરૂ કરી. એથેન્સનાં નાગરિકોએ આ નગર અને ટાપુઓનાં નાગરિકને સમાન નાગરિક ગણવાની ના પાડી. આ રીતે એથેન્સને રાજકારભાર ચલાવતી અને ડેલિયન લીગ નામે ઓળખાતી એથેન્સની સરકાર સંસ્થાએ સામ્રાજ્યવાદી સંસ્થા જે દેખાવ અને વ્યવહાર ધારણ કર્યો. પરિકલીસને આ સુવર્ણયુગ હતો. - ઈ. સ. પૂર્વેના ૪૬૦ ના સમયને આ સુવર્ણયુગ હતું. સુવર્ણયુગનું આ સ્વરૂ૫ પાયામાં લેકશાહીનું હતું. આ લેકશાહી એથેન્સ નગરના નાગરિકેની બનેલી હતી. આ નાગરિકામાં ટોચ પર બેઠેલે વર્ગ મેટા વેપારીઓ અને જમીનદારને હતા, તથા ધનદેલતથી ઉભરાતે હતે. એથેન્સનાં બુદ્ધિજીવીઓ તથા મધ્યમવર્ગીઓને સમાવેશ પણ આઝાદ નાગરિકમાં થતા હતા અને આ નાગરિકની લેકશાહી પરિકલીસના જમાનામાં સુવર્ણયુગના શિખર પર ચડેલી દેખાતી હતી. આ લેકશાહીના પાયામાંનાં અકિંચને અને ગુલામ નાગરિક ગણાતાં ન હતાં, તથા કેઈ પણ જાતને સામાજિક કે રાજકિય અધિકાર ધરાવતાં ન હતાં. આ લેકશાહીએ હવે તે ગ્રીસની ધરતી પરનાં તમામ નગરરાજ્ય અને દિપરા પર પોતાની સામ્રાજ્યવાદી હકૂમત સ્થાપી દીધી હતી. આ લેકશાહીની આવી આરંભની સામ્રાજ્યવાદી ઘટના સુવર્ણયુગમાં પ્રવેશતી હતી તથા આ યુગનો મહાન આગેવાન પરિકલીસ હતે. સત્તા તથા અધિકાર સાચવનારાં લશ્કરો અને નૌકા કાફલાની તાકાત પર પરિકલીસને આ સુવર્ણયુગ ઈ. સ. પૂર્વે ૪૬ ૦ થી શરૂ થઈને ૪૨૯ સુધી પ્રકાશી ઊઠશે. આ સુવર્ણયુગમાં ગ્રીક ધરતી પર પથરાયેલા એથેન્સના સામ્રાજ્ય ગ્રીક જગત પર પિતાના આણ પાથરી દીધી, તથા હકૂમતને જોર પર ગ્રીસનાં નગરમાં વ્યાપારી સુધારાઓનું સામ્રાજ્ય શરૂ કર્યું. . પેરિકલીસના સુવર્ણયુગને ત્રીસ વરસને સમય ખૂબ યશસ્વી દેખાય. એણે રાજવહિવટ ચલાવવા દર વરસે દશ નિયામકે અથવા સેનાનાયકોની