________________
પ્રાણીને ઈતિહાસને જ્યોતિર્ધર વૈરાજ્યનું હતું. આ બન્ને દુનિયાઓ વિશ્વઈતિહાસના ગ્રીસ ધરતી નામના પ્રાંગણ પર પરસ્પરની ઝપાઝપીમાં આવી ગઈ
ઇ. સ. પૂર્વેના પાંચમા સૈકાના આરંભમાં ગ્રીક લોકશાહીને પડકાર કરતી પૂર્વની પ્રચંડ એવી ઇરાની શહેનશાહતની તાકાત ગ્રીસ પર આક્રમણ કરવા આવી પહોંચી. ઈરાની શહેનશાહતની આ તાકાત પૂર્વના તમામ પ્રદેશો ઉપર કબજો મેળવીને અને એશિયામાયનેરનાં ગ્રીક નગરને તારાજ બનાવીને ગ્રીસને પોતાનું ગુલામ સંસ્થાન બનાવવા એથેન્સ પર આવી પહોંચી હતી. આ શહેનશાહત અને લેકશાહીના પાયા પર ઉભેલી ગ્રીક જીવનધટનાએ મુકાબલે કર્યો. ઈરાની શહેનશાહતના જૂના જગત સામે ગ્રીક આઝાદીની નવી દુનિયાનું યુદ્ધ મંડાયું. મૂઠીભર એવાં આઝાદગ્રીક ભાનોએ ઇરાની શહેનશાહતનાં પ્રચંડ લશ્કરી ધાડાંઓને પાછાં હટાવ્યાં. આ બનાવમાં ઈતિહાસમાં ગ્રીક ભૂમિ પર મારાથન અને થમ્પીલી નામનાં બે સમ્રાંગણે જગતના ઈતિહાસમાં જાણીતાં બન્યાં. આ બે યુદ્ધમાં પરાજય પામીને ઈરાની શહેનશાહત ઈ. સ. પૂર્વે ૪૮૦ માં આખરી પરાજ્ય પામી. પછી ઈરાની નૌકા કાલે પણ નાશ પામ્યો. ત્યાર પછી આ શહેનશાહતના કેઈ પણ લશ્કરે ગ્રીસની ધરતી પર પગ મૂકે નહીં. પણ વિજયી એથેન્સ સામ્રાજ્યવાદી બનવા માંડયું.
ત્રણ ત્રણ વખત ઈરાની શહેનશાહતને પરાજય આપ્યા પછી ગ્રીક ધરતી પર મહાન બનેલા એથેન્સના પાટનગરની આણુ બધાં ગ્રીક નગર ઉપર તથા ઈયન સમુદ્રના બધા ગ્રીક ટાપુઓ ઉપર સ્થપાઈ ચૂકી. સંયુક્ત બચાવ કરવામાંથી જન્મી ચૂકેલી આ એકતાએ એથેન્સની આગેવાની નીચે પ્રોસના હંમેશના સંરક્ષણ માટે ગ્રીક નગર અને ટાપુઓની એક સંરક્ષણ સંસ્થા ઉભી કરી. આ સંસ્થાની આગેવાની એથેન્સનાં નગર રાજ્ય ધારણ કરી તથા ગ્રીસના બચાવ માટેનાં લશ્કરે તથા નૌકા કાફલાની હકૂમત પણ એથેન્સના હાથમાં આવી. સંરક્ષણની આ લશ્કરી સંસ્થાના ખર્ચ માટે મોટું ભંડોળ ભેગું કરવામાં આવ્યું, તથા આ ભંડોળને ડેલોસ નામના ટાપુમાં એપલના મંદિરમાં મૂકવામાં આવ્યું. આ સંરક્ષણની સંસ્થાનું નામ પેલેસ ઉપરથી “ડેલિયન લીગ' પડયું.
ડેલિયન લીગ'ની તમામ સરદારી એથેન્સ ધારણ કર્યા પછીથી એથેન્સે સંરક્ષણ માટેના નૌકા કાફલા માટે ઉપયોગ ઈછયન સમુદ્રમાં તથા ભૂમધ્ય સમુદ્રમાં પિતાની લાગવગને સ્થાપવા માટે શરૂ કર્યો. આ બંને સમુદ્રોમાં ગ્રીસનો વેપાર સર્વોપરિ બને. આ વાણિજ્ય હકૂમતની આગેવાનીનું મથક