________________
૧૩૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
યમાં પેલેસ્ટાઇન પર એસીરિયાનું આક્રમણ આવી પહેાંચ્યું. એસીરિયાના આક્રમણ નીચે સીરિયાને, અને ઇફ્રાઇમને પ્રદેશ પડ્યો. જેરૂસાલેમને એસીરિયાએ ઘેરા ધાણ્યેા. જેસાલેમ પર સતાની સળગતી વાણીના અંગાર ઝીલતાં જીડિયાનાં માનવાએ મેતસાથે મૂકાબલે કર્યાં. જેસાલેમ પડ્યું નહી. પણ જીડિયા પર જીવતરનાં ખંડિયેરે। સરજાઈ ગયાં હતાં. તેમાંથી બે લાખ જેટલાં નરનારીઓને ગુલામા તરીકે જકડી લઇને તેમને એસીરિયા લઇ જવામાં આવ્યાં. હવે જેસાલે મમાં સંત એકલાની અંગારજેવી વાણી જેરૂસાલેમનાં અણનમ ખડિયરાને ઢઢા ળતી કહેતી હતી, પણ જેરૂસાલેમ પતન પામ્યું નથી, જેસાલેમ પુનઃ વન પામશે.
પૅલેસ્ટાઈનને આ સમય ઇતિહાસની ર ંગભૂમિ પરના એક નૂતન પ્રવેશ જેવા સમય હતા. આ નૂતન પ્રવેશમાં ઇતિહાસના તખતા પર પર્શિયન શહેનશાહત પ્રવેશી ચૂકી હતી. ઈરાનની આ શહેનશાહતે વિશ્વવિજેતા તરીકે એખિલેાનની ધરતી પર પોતાના પદાધાત શરૂ કરી દીધા હતા. ઈરાનની શહેનશાહતના આક્રમણ નીચે એખિલાન પડતુ' હતુ અને ત્યાં ગુલામ બનેલા યહૂદી માનવાના માટા સમુદાયા પેાતાના વતન જેરૂસલેમ તરફ ભાગી શ્ટતા હતા. પેાતાના બાપદાદાઓએ અડધા સૈકા પહેલાં જેસાલેમ નામના પોતાના જે પવિત્ર પાટનગરને ત્યજી દીધુ હતુ તેમાં પહેાંચવા માટે ત્રણ મહિનાની સફર ખેડવા યદી માનવા એખીલેાનથી નીકળતા હતા. તે રીતે ધીમેધીમે જેસાલેમ ફરીવાર યહૂદીઓનું નગર ખનતું હતું, તથા આ પુરાણા પાટનગરમાં ફરીવાર માસેસે પુકારેલા ભગવાન યાહવેહનાં સ્તત્રાના લલકાર સંભળાતા હતા. માસેસનુ કાયદાશાસ્ત્ર
મેાસેસનાં હ્તાત્રા યહૂદીઓને પાળવાના દૃશ કાનૂનનાં બનેલાં હતાં. દેવળમાં આ કાયદાનું વચન થતું હતું. આ જ કાયદા ઉપર યહૂદીઓ પેાતાને જીવન વહિવટ ઘડવા માંગતા હતા. આ કાનૂન સૌથી પ્રથમ કહેતા હતા કે માનવ સમાજની રચના એક ઇશ્વર જે જગતના શાસક છે અને જેના વિના ખીજા કાઈ રાજાનું શાસન યહૂદીઓએ સ્વીકારવુ ન જોઇ એ તેવા એક ઇશ્વરના ખ્યાલ પર અંધાવી જોઇએ. આ ભગવાન નામના શાસક અશ્ય એવા ઇશ્વર છે. આ ઇશ્વરનું શાસન માનનારા લાકા યી એટલે કે ઇજરાઇલ કહેવાયા.
મેાસેસના કાનૂનગ્રંથના ખીજો કાયદો ઇશ્વરની કાઈપણ મૂર્તિ કે પ્રતિમા ઘડવાની ના કહેતા હતા. આ કાનૂન ઈશ્વર સબંધી તમામ વહેમેના નાશ કરવાનું કહેતા હતા, તથા આ કાનૂન પ્રમાણે ઇશ્વરનું સ્વરૂપ નિરાકાર હતું. શહેનશાહ સાલેમનના સમયમાં એ સમયની દુનિયામાં હતી તેવી અનેક પ્રતિમાએ