________________
પેલેસ્ટાઈન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે
૧૩૯ જેરૂસલેમના દેવળમાં મૂકવામાં આવી હતી. પછી સોનાચાંદીના શરીરવાળી આ પ્રતિમાઓને બેબિલેનની સરકાર ઉપાડી ગઈ હતી. હવે જેરૂસલેમના દેવળમાં કઈ પ્રતિભા રહી ન હતી. આ દેવળમાં એડેનાઈ કહેવાતા ઈશ્વરને શબ્દ અને મેસેસના કાનના ઉચ્ચાર થયા કરતા હતા.
અહિં ઈઝરાઈલની ધરતીમાં એક અને નિરાકાર એવા એડેનાઈ અથવા ઈશ્વરના નામના મેસેસના કાનૂનનો જાપ જપતા યદીમાનવ સંસ્કૃતિનું મૂલ્ય સાચવવાનું સ્વમ સેવતા હતા. આ અદના માનવનું બધું જેમ ઈઝરાઈલની આસપાસના પ્રદેશો પર સંહાર ખેલતી શહેનશાહ જાણે ચૂસી જતી હતી. શોસાઈ ગયેલ અને થાક્યો પાક યહૂદી માનવ આકાશ સામે ઉડી જતાં સ્વમોના આકારને એકઠા કરી રાખવાની ઘેલછાવાળી ચીસો પાડતો હોય તેમ નિરાકાર એવા એક ઈશ્વરને દેખવા મથતું હતું.
જેરૂસલેમ પર વિશાદની છાયા જેવું આકાર વિનાના એક ઈશ્વરનું દેવળ એ બાંધી શક્યો હતો. પરંતુ જેરૂસલેમ નગર અને જડિયાને પ્રદેશ પર પ્રતિહાસની ભયાનક રાત્રિમાં એક વખત ઈરાનની શહેનશાહતનું રૂપ ધારણ કરીને જેરૂસલેમને પિતાનું ખંડિયું બનાવનાર આક્રમણ આવતું હતું. આ ઇરાની શહેનશાહને ઈતિહાસની રંગભૂમિ પર વિશ્વવિજેતા તરીકે પ્રવેશ કર્યો હતો. આખા જગત પર આક્રમણનું યંત્ર બનેલી પોતાના વિશાળ લશ્કરવાળી ઈરાની શહેનશાહતની આણ તે સમયના આખા જગત પર ફેલાઈ ગઈ હતી.
પરન્તુ તરત જ ઈતિહાસના તખતા પર ગ્રીસની ધરતી પર પહોંચેલી પેલી વિશ્વવિજેતા શહેનશાહત ઠાકર ખાઈને પટકાઈ પડતી દેખાતી હતી. બે સૈકાઓની કાળરાત્રી જેટલા ટૂંકા સમયમાં જ આ ઈરાનીઅન શહેનશાહતને અંતકાળ શરૂ થઈ ગયો હતે.
ત્યારે ગ્રીસની ધરતી પરથી જ લોકશાહીને કચડી નાખીને પ્રાચીન જગતને ચાવત સિકંદરનું નામ ધારણ કરીને જગત જીતવા નીકળતા વિશ્વ વિજયના રસ્તા વચ્ચે એક ઉંબરા જેવા પથરાયેલા પેલેસ્ટાઈનના પ્રદેશ પર ચઢી આવ્યો હતો. પાટનગર જેરૂસલેમના કમાડ સિકંદરના સૈનિકે ખખડાવતા હતા. પેલેસ્ટાઈનના આ પાટનગરમાં મેસેસના કાનૂનના નામમાં ધર્મશાસન ચલાવનાર પુરહિત જેરૂસલેમના કમાડોને બોલવાની આનાકાની કરતા હતા. પણ પછીથી જેરૂસલેમના બધા સાધુઓએ ધોળાં વસ્ત્રો પહેરી લીધાં અને શાંતિપૂર્વક સલાહ કરવા માટે કમાડ ખેલીને બહાર આવ્યા. પેલા વિશ્વવિજે. તાએ જેરૂસલેમને સ્વીકાર કર્યો. આખું ડ્યિા જાણે મોત પામી ગયું. ૪૦ સૈકાઓને પેલેસ્ટાઈનને ઈતિહાસ સેડ તાણીને સુઈ ગયે.