________________
પ્રાચીન ભારતીય સસ્કૃતિનું રેખાચિત્ર
૧૭
શ્રૂતે લખેલા આ વિજ્ઞાન પરના ગ્રંથમાં તેણે શસ્ત્રક્રિયા કરવાના સાધતાને પણ ઉલ્લેખ કર્યો છે. એણે હસ્તગત કરેલા સફળ ઉપચારમાં માતિયા, (લીથેાટામી ) પથરીના રાગ, અને સારણગાંઠને પણ ઉલ્લેખ કર્યો છે. દર્દીમાં શસ્ત્રક્રિયા કરવા માટેનાં ૧૨૧ સાધતાનાં એણે નામ આપ્યાં છે. એ પોતે વૈદકીય જ્ઞાન માટે મનુષ્યનાં શબને વિચ્છેદ કરતા હતા, એવા ઉલ્લેખ ષષ્ણુ છે. ત્યારપછી ઈ. સ. ખીજા સૈકામાં ચરક નામનેા એવા જ મહાન વૈષ્ટીય વૈજ્ઞાનિક ભારતવમાં જન્મ્યા હતા. આ ચરકે વૈછીય ધંધાને વધારે વૈજ્ઞાનિક બનાવ્યા અને એ ધંધાના યશ નૈતિક દ્રષ્ટિએ વધારી મૂકયો. ચરકે લખેલી ચરકસ ંહિતા આજના જમાનામાં પણ અદ્યતન ગણાય એવા વકીય વિજ્ઞાનના તે મહાગ્રંથ છે. આ મહાવદ શસ્ત્રક્રિયા કરતી વેળાએ સમાહન ઔષધી પણ આપતા હતા તેવા ઉલ્લેખ પણ જડે છે,
ભારતીય સંસ્કૃતિનું મૂલ્યાંક
ભારતીય સંસ્કૃતિનું મુખ્ય સ્વરૂપ વૈજ્ઞાનિક ચિંતનનું નહિ પણ આધિ ભૌતિક ચિંતનનુ અને પરલાક માટેની નીતિનું આ મુખ્ય લક્ષણ હિંદુ સંસ્કૃતિનું હાઈ બન્યું. હિંદુ જિંદગીના રાજબરોજના વ્યવહારના સ્વરૂપમાં ચિંતનનું અને નીતિશાસ્ત્રનું આવું ગૂઢરૂપવાળુ સ્વરૂપ મૂખ્ય બન્યું. એ કારણને લીધે સદાચાર નામના સામાજિક નિતિમત્તાના પાયા સામાજિક મૂલ્ય વિનાના બન્યા, તથા વ્યક્તિગત મેક્ષ નામના નિરંકુશ વ્યક્તિવાદના હેતુએ હિંદુ સ ંસ્કૃતિ પર પેાતાના કાબૂ જમાવ્યો. આ રીતે જગતની અંદરના રાજ-મરાજના વમાન જીવનમાં આવી વિચારણાએ જે સદાચારને ફરજીયાત બનાવ્યેા તે સદાચારનું સ્વરૂપ ધર્માંના ક્રિયાકાંડ કરવાનું જ બન્યું. અપવાસ કરવાના ધાર્મિક વહેમા પ્રમાણે મરજાદી ટેવા રાખવાના, દાઢી ચોટલી વધારવાના તથા નાહવા ાવાના એવા અનેક ઉપચારા અને આજની વૈજ્ઞાનિક દૃષ્ટિથી કઢંગા અને ભ્રમિત લાગે તેવા ખીજા ઉપચારાને જ સદાચાર માનવામાં આવ્યા. મનુષ્ય તરફથી સામાજિક રીતે કલ્યાણકારી પ્રવૃત્તિવાળુ, મનુષ્ય મનુષ્યને સમાન ગણનારૂ અને મનુષ્ય મનુષ્ય વચ્ચેના ઈન્સાફી વહેવારને સદાચાર ગણુનારૂ જીવનની ક્રિયાનુ મૂળભુત એવું સદાચારનું રૂપ આ વિચારણા અપનાવી શકી નહિ. પરિણામે સામાજિક સદ્ભાવ અને સહચાર આવી નિષ્ઠુર જીવન-પ્રથામાંથી ઉડી જવા માંડ્યા. સામાજિક અન્યાય! અને જુલ્મી વ્યવહારને મિટાવી શકે તેવા ક્રાઈ પણ ધર્મ વ્યવહાર હિંદુધમ પાસે રહી શકવો નહિ. આ રીતે ધર્મના વ્યક્તિવાદ ક્રિયાકાંડામાં જ ડૂબવા માંડ્યો અને સામાજિક જીવનવ્યવહારની ન્યાય દૃષ્ટિથી વધારેને વધારે વિમૂખ બનતા ગયા. સમાજ-વિરોધી સ્વરૂપમાં ડૂબી