________________
પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર
૧૧૯
પડશન શાય લેકેનું નામ ગૌતમ મારફત જાણીતું બન્યું. આ ગૌતમે હવે પિતાને દેખાયું તેવું સત્ય સમજાવવા માંડ્યું. એટલું જ નહિ પણ આ સત્યને વ્યવહાર કરનારે અને તેને સક્રિય પદાર્થપાઠ આપનારે સંઘ પણ સમાજમાંથી ઘડવા માંડ્યો. ઈ. સ. પૂ. ના છઠ્ઠા સૈકાનો આ બનાવ વિશ્વઈતિહાસને નૂતન વળાંક આપનારે સંસ્કૃતિને પદાર્થપાઠ રજુ કરતે હતે. વિશ્વઈતિહાસને સામાજિક વર્તન વ્યવહારને આ એક નૂતન પ્રયોગ હતું. આ પ્રયોગને કોઈ ધર્મ રચવાની એકે ય ઈરછા કે ઈરાદે ગૌતમબુદ્ધને હટે નહિ. જેની એ રચના કરવા માંગતો હતો તે સામાજિક વર્તનના વ્યવહારનું જ એક સ્વરૂપ હતું. એણે એટલા માટે જ પોતાને જે ભાન થયું હતું તે ભાનપુર્વક રોજના વર્તનમાં જે લેકે અમલ કરવાને તૈયાર હોય તેવાં લેકેને પીળાં વસ્ત્રો પહેરેલાં નરનારીઓને સમાન માનને એણે સંધ રો તથા સંધનાં સભ્યો માટે લોકસેવાનું અષ્ટશિલ રચ્યું.
આ સંધના જીવન વ્યવહારનું રૂપ ત્યારે ચાલુ હતા તેવા ધર્મરૂપને નકાર કરતું હતું. આ નકાર સંધના વર્તન વ્યવહારમાં જ વણાઈ ગયા હતા. બુદ્ધના સંઘના રોજના વ્યવહારમાં બ્રાહ્મણ હકૂમતે ઉપજાવી હતી તેવી દેવતાઓની એકેય મૂર્તિ કે પ્રતિમાનું પૂજન કરવાનું અહીં નહતું. કોઈએ પણ એવી મૂર્તિઓની આરાધના માટે એકેય ક્રિયાકાંડ કરવાનું ન હતું. આ સંઘના રોજના જીવન વ્યવહારમાં બ્રાહ્મણ હકૂમતે ઘડ્યા હતા તેવા કોઈ મંત્ર બેલવાના હતા નહીં. અહીં કેઈ પણ મંત્રનો જાપ જપવાનો નહોતે. બ્રાહ્મણ હકૂમતનું આખું મંત્રશાસ્ત્ર નૂતન ભાન પામેલા બુદ્ધવને રદ કરી નાંખ્યું. આ ઉપરાંત બુદ્ધના સંધના રોજબરોજના જીવનમાં કોઈ પણ દેવતાની હસ્તીને સ્વીકારવામાં આવી નહોતી. એટલે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવામાં અથવા દેવતાઓ પાસે પોતાની ઈચ્છાઓની સફળતા મેળવવા કોઈ પણ જાદુ કે મંત્ર કે યજ્ઞ કે ત્યાગ કરવાનું ન હતું. ભારતની ધરતી પર પહેલી વાર ઓપી ઉઠેલા બુદ્ધ જીવતરના સંસ્કારનો વ્યવહાર, પશુઓ અને માણસેના ભોગથી ભયાનક બનેલી, મૂર્તિપૂજાવાળી યજ્ઞ પૂજાને નાબૂદ કરી નાંખતે હતું. આ ઉપરાંત આ નૂતન સંઘ મારફત બુદ્ધ જીવન પર આપને સામાજિક પ્રયોગ પિતાના રોજબરોજના વ્યવહારમાં, દેહદમનની તમામ અંધારી પ્રથાઓને નાબૂદ કરી નાખતા હતા અને કેવળ ચારિત્ર્ય શુદ્ધિ પર જ ભાર મૂકતે હતો. ચારિત્ર્યનું આ નૂતન સ્વરૂપ લેકસેવાનું હતું. સામાજિક ઉત્થાનનું માનવ ધર્મરૂપ
જગતના ઈતિહાસમાં ધર્મ શબ્દનો ઉપયોગ માનવ માનવ વચ્ચેના સહકાર, સહચાર અને સદાચારના વર્તનવ્યવહાર માટે જ કરવાને વિશ્વસંસ્કૃતિને