________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એંધાણ ગમગીન બનીને પેલાં ધસ્યા આવતા માનવસમુદાયનાં ઘોડાપૂરની આગાહી આપે છે.
શું લઈને, અને સંસ્કૃતિને કે સાજ ધારણ કરીને આ માનનાં ઘોડાપૂર ધસ્યાં આવે છે?
એમની પાસે સંસ્કૃતિને નવાજવાને કશે સાજ નથી મધ્ય એશિયાનું આ માનવકુટુંબ સૈકાઓથી રખડતું રઝળતું, ઠરીને વસવાનું ઠામ શોધતું અહીં ધર્યું આવ છે.
આ આર્યમાનવ સમુદાયે આજ સુધી ઘડાઓ પર ઘરવખરી ધારણ કરી છે. આર્ય માનોએ હવે રથ પણ બનાવવા માંડ્યા છે. આ માનવતાએ ચામડાં અને ઝાડની છાલનાં વસ્ત્રો પરિધાન કર્યા છે. એમનાં આયુધે તિક્ષ્ય છે અને એમની નજર વેધક છે. ઉછળતાં આયુધ જેવા અશ્વો એમની ઝડપ છે.
એ આર્ય ઘરસંસાર ધર્યો આવે છે. આ આર્ય કટુંબને હજુ લખવાની લિપિ પણ નથી આવડતી. આ માનવ સમુદાયનાં જોડાપૂરનો વ્યવસાય, વહ્યા કરવાનું જ રહ્યો હોવાથી એમણે કોઈ ઇમારતે કે સ્મારકે પણ નથી ચણ્યાં.
અગ્નિ એમને દેવ છે. પ્રકાશ એમને મંત્ર છે. વડવાઓના આદેશ એમનાં સૂત્રો છે. પર્વત પર પછડાટ ખાતી વિજળી અને મેઘ એમના ભગવાનની ગર્જનાઓ અને ઝબકાર છે. મુખપાઠ, એમની અહેનિશ વહેતી જીવનઘટનાની વિદ્યાપીઠને અભ્યાસક્રમ છે.
કાસ્પીઅન સમુદ્રના પૂર્વ પ્રદેશમાંથી એમનું આવાગમન થાય છે. ઉષા અને નિશાનાં ગીત લલકારતાં, હવે એ આવી પહોંચ્યાં સમજે. એમનાં ઘડાપૂર પારસિક સમુદ્રના પૂર્વ પ્રદેશ પર વક્ષ નદીનાં મૂળ બનેલી પર્વત ભૂમિપર, સિધુમૈયાને જ્યાં, રાવી, અને ચિનાબ મળે છે અને જ્યાં, જગતની પહેલી નાગરિક સંસ્કૃતિનાં નગરે વિહરે છે ત્યાં એમને ધસારે આવી પહોંચે છે. ઉછળતાં ઘોડાપૂર એકવાર ઉપડ્યાં પછી દેશકાળના ગમે તેવા અંતરાય તેમને શી રીતે રેકી શકે? સમીપ પૂર્વ અને સિંધુની સંસ્કૃતિઓએ શું આપ્યું?
આ બધી સંસ્કૃતિઓએ વિશ્વઈતિહાસના સંસ્કારની રચનામાં આપેલા ફાળાને એક સાથે લઈ શકાય તેમ છે તથા એમ કહી શકાય તેમ છે કે, જગત ઈતિહાસના સંસ્કારને ઉદભવ આ સંસ્કૃતિઓએ દીધું છે. વિશ્વની સંસ્કૃતિને સમગ્ર પાયે આ સંસ્કૃતિઓએ નાખે છે.