________________
૧૦૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વરસના શાસન પછી કંટાળી ગયે. આ સમયમાં એનું શાસન સર્વશક્તિમાન દેખાતું છતાં, અનાવૃષ્ટિના દુષ્કાળ નીચે આવી પડયું. ધાનના બધા ભંડાર એણે ખુલ્લા મૂકી દીધા પછી પણ ભૂખ્યાઓની હાજરીની આગ હોલવાઈ નહીં. ચક્રવતિ જેવો ચક્રવર્તિ માનવ સમુદાયને સુકાઈ સુકાઈને મરતો દેખતે, વિરાગી બને. એણે લેકસમુદાયના જીવનનું ધારણ નહીં કરી શકનાર સિંહાસનને ત્યાગ કરી દીધે તથા આમરણાંત ઉપવાસ આદરીને, સંસ્કારની લાગણીની પરાકાષ્ટા અનુભવી. લેહીના ટીપેટીપાને સૂક્વી નાખીને ભૂખની પિડાને જાતઅનુભવ કરીને દુષ્કાળ પિડીત માનવને એણે સ્વેચ્છાથી સાથ સ્વીકારીને આત્મ સમર્પણ કર્યું.
ચંદ્રગુપ્તની ગાદી પર બિંદુસાર આવ્યો. અને બિંદુસાર પછી પેલા મહાન ચક્રવતિને સંસ્કારવારસ હોય તે અશોક ભારતની ભૂમિ પરથી વિશ્વઈતિહાસને એક અને અનન્ય એ સંસ્કાર સમ્રાટ બને. આજ સુધી કોઈનું હતું નહીં એવા વિશાળ રાજ્યનું શાસનચક્ર ઈ. સ. પૂર્વે ૨૭૩માં અશકે ધારણ કર્યું. આ શાસન નીચે અફગાનિસ્તાન, બલુચિસ્તાન તથા સમસ્ત હિંદ પ્રદેશ હ. છતાં અશોકની હકુમત નીચે દક્ષિણને એકલે તામીલ પ્રદેશ હત નહીં. ચંદ્રગુપ્તના પૌત્ર અશકે, પિતાના ચક્રવર્તિ પિતામહની સમશેર ધારણ કરીને, ચાણક્ય જેવા બ્રાહ્મણ અમાત્યના અર્થશાસ્ત્રને ધારણ કરીને સર્વાગી શિસ્ત પર રચાયેલા રાજતંત્રની, ન્યાય સમતાની ધુરા ધારણ કરી. ત્યારે આ ભારતની ધરતી પર પહેલીવાર સ્થપાયેલી રાષ્ટ્રએકતાના વહીવટ સામે બ્રાહ્મણ હકુમતને છુપે બળ ચાલુ હતે. બ્રાહ્મણ હકુમતનું પ્રત્યા ઘાતી રૂપ આ પ્રગતિશિલતાનું દુશ્મન હતું. બ્રાહ્મણની સંકુચિત વિચારસરણીએ આ મહાન સમ્રાટના મહાન વહીવટ સામે પ્રચાર શરૂ કરી દીધો. આ પ્રચારે જ પાટલીપુત્રની ઉત્તરમાં આવેલા કેદખાનાનું નામ “અશકનું નરકાગાર” એવું પાડ્યું હતું તથા એ હકુમતે લખેલા પછીના ઈતિહાસમાં તેનાં કપલકલ્પિત ચિત્ર ચિતરવામાં આવ્યાં હતાં. ચંદ્રગુપ્તના સમયથી જ ગળથુથીમાં, જૈનધર્મના અહિંસા સંધને સંસ્કારને વારસે આ સમ્રાટે મેળવ્યો હતે. આ વારસામાં વણાયેલી એની સંસ્કાર બુદ્ધિની કસોટી કલિંગના યુદ્ધમાં થઈ. આ યુદ્ધને સંહાર દેખતાં આ સમ્રાટે કલિંગની જનતા પરના આક્રમણ માટે, ઇતિહાસમાં જેને જે નથી એવી માફી માગી અને પ્રાયશ્ચિત શરૂ કર્યા. એણે સહન કરનારાં સૌ જનોને શક્ય એટલી બધી રીતે સંતોષવાને, પ્રયત્ન કર્યો. એણે પિતાના રાજ્યભરમાંથી કારાગારે નાબૂદ કરાવ્યાં. એણે ગૌતમબુદ્ધના સંઘમાં સભ્ય બનીને પ્રવેશ કર્યો તથા શિકારખાતાને પિતાના