________________
૯ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર
[ આર્યોના આરંભ સમયનું સંગઠન રૂપ–રાજાશાહીમાં શ્રેણિનાં ઘટકે–પ્રાચીન હિંદને વૈદિક જમાને–ઉપનિષદુને સંસ્કાર યુગ–બ્રાહ્મણ હકુમતને આરંભ અને સાંખ્યદર્શન–કર્મોને કાયદે અને ન્યાય સમતા–બહુજનહિતવાળો વિચાર પ્રવાહ –માનવબંધુ તાને પહેલો સંઘ-વિધઇતિહાસનું સંસ્કાર સ્મિત-વિધઈતિહાસના ઉદયાચલનું બુદ્ધરૂપ–સામાજિક ઉત્થાનનું માનવધર્મ રૂપ–ધર્મ. નીતિનિરપેક્ષ એવી બુદ્ધની હીલચાલનું સંગઠન–અશોક અને ગુપ્તશાસન વચ્ચેને સંધિ સમય–ભારતીય વિદ્યાકલા, ગણિત અને ખગોળ, અને વૈદકીય વિજ્ઞાન–ભારતીય સંસ્કૃતિનું મૂલ્યાંક ] આર્યોના આરંભ સમયનું સંગઠનરૂપ
આર્યોને આવતા પહેલાં આ ભૂમિ પર સિંધુ અને સમુદ્રના કિનારાઓ પર વાણિજ્ય સંસ્કૃતિને વાસ હતો. આ સંસ્કૃતિનું સ્વરૂપ આપણે પાછલા
પ્રકરણમાં દેખ્યું છે. આ સંસ્કૃતિ પર આક્રમણકારી રૂપને ધારણ કરીને આર્ય ઘટકે હિંદમાં આવ્યાં ત્યારે હિંદનાં મૂળ વતનીઓમાં નાનાંમોટાં રાજ્યો દેખાતાં હતાં. વહાણવટુ વિકસેલું હતું. વ્યાપારી સમાજના એ ઘટકનું વાણિજયરૂપ આગેવાન હતું. એ રૂપ નગર સંસ્કૃતિનું વાણિજ્યરૂપ હતું. પછી જીવનની સામાજિક ઘટના તેમાં સેળભેળ થઈ. આર્યોએ પોતાના અંદરઅંદરના વ્યવહાર જાળવવા જનસમિતિની શાસન પ્રથા જાળવી રાખી. આર્યોના જીવનની ઘટના જેમ સ્થિર થતી ગઈ તેમ આપખુદ રાજાઓ અથવા જનસમિતિઓમાં સંકળાતી ગઈ. એ માટે આર્યોના અંદરઅંદરના અને વતનીઓ સાથેના ખૂનખાર એવા કેટલાય કલહે સળગી ઉઠ્યા. આર્યાવર્ત પર શાસકેની જનસમિતિ મારફત શાસન કરનારાં ઘટકોની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી ગઈ. આ શાસનમંડળો એક જાતિનાં અથવા ગણનાં હતાં. એવાં શાસક ઘટકો અથવા ગણનાં ઘટકો ગ્રીસ અને એમની તથા બીજી જૂની સંસ્કૃતિઓમાં પણ હતાં. એ ઘટકે શાસક વર્ગમાંથી