________________
૮. સંસ્કૃતિને સીમાસ્તંભ, ભારત વર્ષ [ સિંધુની સંસ્કૃતિનો ખોળો ખૂંદતી આર્ય સંસ્કૃતિ-વૈરા અને રાજાઓનાં રાજ્યો–મહાભિનિષ્ક્રમણને બનાવ–આર્યાવત પરની સંસ્કારી હીલચાલ–વિશ્વ ઈતિહાસનું નૂતન પ્રસ્થાન –ઈ તિહાસનો ફંટાતા રસ્તા–સિકંદર અને ચાણક્ય– અશોક અને અશોકચક–અમર અશોક ચક] સિંધુની સંસ્કૃતિને ખેળે ખૂદતી આર્ય સંસ્કૃતિ
ધીમે ધીમે સિંધુનગર આર્યોના ધસારા નીચે લય પામી ગયાં હતાં. એ અતિપ્રાચીન સંસ્કૃતિનાં બીજાં નગર આર્યોના આક્રમણ નીચે તારાજ બનતાં હતાં. એ સંસ્કૃતિએ બાંધેલા દુર્ગો આર્યોના આધાત નીચે તૂટતા જતા હતા. અતિ પ્રાચીન જીવન ઘટનાના સંસ્કૃતિના જીવન વ્યવહારની સાધન સામગ્રીઓના ભંગારમાંથી આર્ય માન, પોતાના વસવાટ માટે મૂલ્યોને વીણતાં હતાં અને પિતાના સંસારને
- મઢતાં હતાં. આર્યોની જિંદગીનું બાળપણ સિધુની સંસ્કૃતિને વારસો પામીને. હિંદભૂમિ પર વસવા માંડ્યું હતું. આ વસવાટને પ્રદેશ આર્યાવર્તનું નામ ધારણ કરતો હતે.
આર્યોનું આવર્ત અથવા રહેઠાણ વેદના જમાનામાં, આજના કાબુલથી તે ગંગાના ઉપલાણ કિનારા સુધી આરંભમાં પથરાયું અને આ વસવાટે ત્યાં નાનાં નાનાં રાજ્યો બાંધવા માંડ્યાં હતાં. આ રાજ્યો, અનાર્યોના વસવાટથી વિંટળાયેલાં હતાં તથા આર્ય-અનાર્યોની લડાઈઓની વાત આ જમાનામાં
ધાતી હતી. હવે આર્યોનું આક્રમણ આગળને આગળ વધતું હતું. સરહદે પાછી હડતી હતી. આર્યોનાં રાજ્યના સિમાડા મોટા બનતા જતા હતા. અનાર્યો દસ્યઓ બનીને આર્યાવર્તની પૂર્વ અને દક્ષિણમાં વધતી જતી નાકાબંધીઓમાં ઉમેરાતાં જતાં હતાં. હવે આર્યોનાં રાજ્ય જમના, ગંગા અને ગંડકીને આરે સ્થપાઈ ચૂક્યાં હતાં. વિંધ્યની પર્વતમાળ ઓળંગીને ગોદાવરીને ઉત્તર, દક્ષિણપથ પર પણ આર્યોને ધસારા આવી પહોંચ્યા હતા.