________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ચીની સંસ્કૃતિની સ્વસંતુષ્ટતા
બીજી સંસ્કૃતિઓની જેમ ચીની રાષ્ટ્રને જીવનવ્યવહાર હકુમતનું રૂપ ધારણ કરીને અને આક્રમણનું સ્વરૂપ બનીને પિતાનું સામ્રાજ્ય જમાવવા માટે બીજા દેશે પર ચઢાઈ લઈ ગયે નથી. આનું મુખ્ય કારણ આ રાષ્ટ્રનું કદ વિરાટ છે. આખા યુરેપ ખંડ જેટલું વિશાળ આ રાષ્ટ્ર અનેક સકાઓ સુધી પિતાની જ ભૂમિ પર વિકાસ પામ્યા કર્યો. બીજી પ્રજાઓને લાગ્યો તે બહાર નીકળવાને ધક્કો ચીની રાષ્ટ્રના જીવનમાં લાગેલો જણાતું નથી. પિતાની
જબરજની જરૂરિઆત પૂરી પાડતી ધરતીએ આ રાષ્ટ્રના જીવનમાં તેની રોજની હાજતે સંતોષ્યા કરી એટલું જ નહિ પણ સંસ્કૃતિના વિકાસમાં ચીન દેશે કલા, સાહિત્ય, ચિંતન, ધર્મ તથા રોજના જીવનનાં સાધને ઉત્પન્ન કરીને જમાનાઓ સુધી આખાય જગતમાં પિતાનું પ્રથમ પંકિતનું સ્થાન સાચવી રાખ્યું.
છતાં આ વિશાળ ધરતી ઉપરના વિપૂલ એવાં ઉત્પાદન અને સાધન હોવા છતાં ચીનના રાષ્ટ્રજીવનને માટે આગળને આગળ વિકાસ પામવાની એક હદ આવી ગઈ. પૂર્વના આ મહાન રાષ્ટ્રમાં ભારતમાં થયું તેમ બેઠાખાઉ જીવનવ્યવહારની પકડ નીચે આવતા જતા માનવ સમુદાય ઉપર, નિરક્ષરતા, ભૂખમરે, તથા રોગચાળા આવ્યા કર્યા. બેઠાખાઉ જીવનની રજવાડી હકૂમત નીચે ભારતદેશમાં થયું તેમ જીવનના ઉપલા થરમાં નિષ્ક્રિયતા, પ્રમાદ, વિલાસીતા અને ક્રુરતા વધવા માંડી. જીવનની આવી ઘટનાએ ભારતમાં થયું તે જ પ્રમાણે માનવસમુદાયે પર તેમના વિકાસને અટકાવી નાંખે તેવા અનેક અંતરાયે નાખ્યા. પછી આસ્તે આસ્તે ભૂતકાળની ભવ્યતા નીચે માનવસમુદાયના જીવતર પર જુલ્મ કારભારની હકૂમત તથા અજ્ઞાન અને અંધકાર પથરાયાં. ઈ. સ. ના આઠમાં સૈકા પછી યુરેપના ઉત્થાનયુગના આરંભ સુધી આખા જગતની સાથે જ પૂર્વને આ મહાન રાષ્ટ્ર પણ નિબિડ એવા અંધકારમાં ડૂબી ગયે, તથા ત્યારપછી યુરોપ પર ઉદય પામનારી ઔદ્યોગિક શાહીવાહી હકુમત નીચે ગુલામ બનવાની લાયકાત પામવા લાગે. અચલાયતન બનેલે આ વિરાટ દેશ પિતાના રાષ્ટ્રબાંધવ ભારતની જેમ સૌકાઓ સુધી અજ્ઞાન અને અંધકાર નીચે પડ્યો રહે.