________________
સંસ્કૃતિને સીમાસ્તંભ ભારત વર્ષ
૧૦૫ રૂપિની મૂતિઓ ઘડી ઘડીને, આ મૂર્તિ ઓને જ જે માનવસમાજ, યાત્રાઓ વડે, પશુઓ અને મનુષ્યોના ભોગ વડે, પ્રાર્થ નાઓ અને દેહદમન વડે, આરાધ્યા કરે અને પછી માનવસમુદાય સાથે ગમે તે અપ્રમાણિક, અને અસામાજિક આંતર કલહને વ્યવહાર કર્યા કરે છે, માનવીના ઈતિહાસની ગતિ કેવા ભયાનક ગર્તામાં ગબડી પડીને સંહારમાં ડૂબી જઈ શકે તેની કલ્પના કરતો સિદ્ધાર્થ શાકના સમુહમાંથી નિષ્ક્રમણ કરી ગયો.
મૂર્તિપૂજાઓના, જાદુઓના અને યજ્ઞ વાગોની મેલી ઉપાસનાના સંસ્કૃતિને ઘાત કરનારા ભંડારિયામાંથી આ મહા
ભિનિષ્ક્રમણ સાથે જ જાણે માનવજાતના ગૌતમ બુદ્ધ અતિહાસિક કદમે પણ બુદ્ધ થવાનું અથવા માનવીને શોભે તેવું ભાન પામવાનું ક્રાંતિકારી પગલું ભર્યું.
પોતે કયાં જ હતો !” એવા ત્યારની દુનિયાના બધા સવાલને એણે એક જવાબ દીધે, “હું સંધને શરણ જાઉં છું. હું ધર્મ અથવા માનવ ધર્મન, અને મનુષ્યના મનુષ્ય સાથેના વર્તનધર્મને શરણે જાઉં છું.”
એવો ગૌતમ, નૂતન પ્રસ્થાન વડે નૂતનભાન અથવા બુદ્ધને શરણે ગયો. સિકંદર અને ચંદ્રગુપ્ત
ઈ. સ. પૂર્વે ૩૨૭ માં જગતને જીતવા નીકળેલો, ગ્રીસને ચક્રવતિ સિકંદર ઈરાનને જીતી લઈને હિંદુકુશને ઓળંગીને હિંદી ભૂમિ પર ઉતરી પડ્યો. એક વરસ
સુધી ઉત્તર પશ્ચિમના સરહદી પ્રદેશને સર કરીને સિકંદરે સિંધુને ઓળંગી. સિકંદરના ધસારા નીચે તક્ષિલ્લાનું વિદ્યાનગર સૌથી પહેલું પતન પામ્યું. આ વિદ્યાનગર
એશિયાનું સૌથી વડું વિદ્યાધામ હતું. આ નગરની
વિશ્વવિદ્યાલક્ષ્યમાં જ ભણીને મગધમાં પાછો ગએલે ચંદ્રગુપ્ત મગધના સિંહાસન પર બેઠો હતો તથા તેને તક્ષિલ્લાને સાથીદાર વિષ્ણુગુપ્ત ચાણક્યનામ ધારણ કરીને અમાત્ય પદે આરૂઢ હતા. હિંદ પર આ મહાનએવું