________________
વિશ્વ-ઈતિહાસની રૂપરેખા પણ એ જૂઠ છે. પ્રાચીનમાં...જજૂના કાળમાં કંઈ જ સારું રહેતું. ... આપણે ચીન અર્વાચીન બાંધ્યો છે. મોટાં મોટાં મહાલય, નગરે, અને આ મહાન દિવાલ.” એની આંખ આગળ એક શાસન નીચે ચીન દેખાયે, એ બેલ્યોઃ “આપણે પ્રાચીનતાનાં વખાણ કરતાં બધાં પુસ્તકે સળગાવી મૂકવા પડશે અને નવેસરથી લખવું પડશે કે વર્તમાન સારે છે, પ્રાચીન નહિ.' - પછી આખા ચીન પરથી તમામ પ્રાચીન પુસ્તકે સળગાવી નાખવાનું શાહી ફરમાન નીકળ્યું. આખા ચીન પર પ્રાચીનતાની હેળીઓ સળગી. એ આગમાંથી પ્રાચીન પુસ્તકે બચાવી રાખનાર પંડિતનાં માથાં ઉતારી લેવાયાં.
પછી આ શહેનશાહ શી ઘરડો થયો અને એક દિવસ એ મુસાફરીમાં ભરણ પામે. એણે મરણ પામતાં પહેલાં જ એક મોટા ડુંગરને આ કોચી નાખીને કબરે બંધાવી રાખી હતી. ત્યાં સેંકડે સુંદર ગુલામ છોકરીઓને, તથા શહેનશાહને શોભે તેવા સામાનના ઢગલાઓને એ મહાન શહેનશાહના શબ સાથે દફનાવી દેવામાં આવ્યાં.
પછી આ સરમુખત્યાર શહેનશાહના અંત સાથે જ અવ્યવસ્થા વ્યાપી ગઈ. આ અંધેરમાં કાસુએ ચીનનું શાસન પડાવી લીધું અને હાન વંશની શરૂઆત કરી દીધી. સંસ્કૃતિનાં યશસ્વી શાસન સ્વરૂપ.
ચીનના આ હાન વંશને સૌથી મોટો શહેનશાહ ઈ. સ. પૂર્વે ૧૪૭ પછી યુ-ટી નામને થયું. એણે બહારનાં આક્રમણોને પાછાં હટાવ્યાં અને કેરિયા, મંચુરિયા, આનામ, હિંદીચીન અને તુર્કસ્તાન સુધી ચીની શાસનને અધિકાર લાવ્ય.
પણ એણે આ શાસનના અધિકારના સ્વરૂપમાં જમીન પરનાં ઉત્પાદનની તમામ માલીકી રાષ્ટ્રિય બનાવી દીધી તથા જનસમુદાયનું જીવનધોરણ ઊંચું કરી દેવાને પ્રયોગ આદર્યો. એણે તમામ વાહન વ્યવહાર તથા વાણિજ્ય વ્યવહારને રાષ્ટ્રીય બનાવ્યો તથા એ રીતે વસ્તુઓની કિંમત પર કાબુ રાખી શકવાનું અર્થકારણ આરંભ્ય. આ માટે ઠેર ઠેર સરકારી કોઠારે શરૂ કરી દેવામાં આવ્યા. એણે તમામ આવક પર કરવેરા નાખ્યા અને દલિત પર ખાસ અંકુશે વધાર્યા. સરકારી વહીવટે જ બધાં બાંધકામમાં ઈજારા ધારણ કરીને માનવસમુદાયને રોજી અને રોટી દેવાને ન્યાયી પ્રબંધ કર્યો. આ શાસન નીચે અનેક નહેરે, કુવાઓ. પુલ તથા રસ્તાઓ બંધાવા માંડયા. આ શહેનશાહતનું, લે, યાંગ, નામનું પાટનગર સંસ્કૃતિના વૈભવથી ઝળહળી ઊઠયું. એની