________________
૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને એ સંસ્કૃતિને ખેળ ખૂદીને આર્ય જીવતરની રેખાઓ વડે વિશ્વ-ઈતિહાસમાં પિતાનાં પ્રકરણો લખવા માંડનારા આર્ય લેકેના સમુદા, વસવા માંડ્યા હતા. પામીર પર્વતમાળની નીચેના આ પ્રદેશો અફગાનિસ્તાન અને પરશિયાને હતા. જગતનું છાપરું બનેલી આ પામીર પર્વતમાળની નીચે જ અરબી સમુદ્રનું માથું અડતું હતું. આ બધાને પેલેપાર પશ્ચિમ તરફ મેસોપેટેમિયા, અરબસ્તાન અને એશિયામાઈનેરના પ્રદેશે આવેલા હતા તથા એશિયા ખંડની દક્ષિણ-પશ્ચિમની હરોળ, એ પ્રદેશે બનતા હતા. આ પ્રદેશ પર સેમીટીક નામે જાણીતા બનેલા માનવસમુદાયો વસતા હતા. આ સેમીટીક લેકે, યહુદીઓ, ફીનીશીયન અને આરબ હતા.
એવો અર્ધચંદ્રાકાર યુક્રેટીસ તૈગ્રીસને હતું. ત્યાં ત્રણ માનવસમુદાય સંપર્ક પામતા હતા. આ ત્રણ સમુદાય, મેંગોલીયન, આર્યન અને સેમીટીક હતા. આ ત્રણ માનવસમુદાયે ત્રણ માનવ કુટુંબે હતાં. આ ત્રણ માનવ મહાકુટુંબેના પિતામહ જેવા મહાન બાંધવ રાષ્ટ્રો હિંદ-અને ચીન હતા. અચલાયતન જેવું જગત-રાષ્ટ્ર-ચીન
આ જગત જે વિશાળ અને નહીં માપી શકાય તે વ્યાપક અને દેખી ન શકાય તેવી સીમાઓની અનંતતા વાળો રાષ્ટ્ર એશિયાના ઉચ્ચ પ્રદેશના પૂર્વીય વિભાગથી પિતાની પવિત્ર પર્વતમાળ (ટીન-શાન) દેહ ધારણ કરે છે અને પ્રશાંત મહાસાગરના સરહદી સમુદ્રો સુધી પહોંચે છે. એને આખો રાષ્ટ્ર વિસ્તાર યાપખંડ કરતાં મટે છે. ઊંચી પર્વતમાળની તથા ઉત્પાદનના ઢગલા નિપજાવતી મેદાન જેવી પાટીની એની કાયાપરથી વાંગ-હો અને વાંગ સીકચાંગ જેવી મહાનદીઓ અનેક નહેરેને આકાર આપતી વહી જાય છે. ચીનની પશ્ચિમ તરફ પર્વતમાળને ઉન્નત દેહ ઉત્તર-પૂર્વ અને દક્ષિણપૂર્વ તરફ બે મેટા હાથ લંબાવે છે. એની રાષ્ટ્ર ભૂગોળ અઢાર પ્રાંતમાં અને તે ઉપરાંત મંચુરીયા, મેંગેલિયા ચીનીતુર્કસ્તાન અને તિબેટના પ્રદેશની બનેલી છે. એનું મધ્યનું મેદાન સમુદ્ર તરફ અંત પામે છે અને ત્રણ બાજુએ પર્વતમાળથી ઢંકાઈ જાય છે, તથા બહારના જગતને એક તરફથી મના ફરમાવતી જગતભરમાં અજોડ એવી ચીની દિવાલ કહે છે, “ અંદર આવવાની મના છે.”
બહારના જગતને અંદર આવવાની મના ફરમાવતું આ અતિપ્રાચીન રાષ્ટ્રજગત, પોતાની ધરતીની પેદાશનાં, ફળફૂલ, ધનધાન્ય, ધાતુઓ અને રેશમ, અને જીવન સુખાકારીનાં સાધનો તથા કલા અને સંગીતતી સુરમ્યતાની વિપુ