________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન લતા સરજીને ઈતિહાસના આરંભ પહેલાંથી, સમયની અનંતતાનું અક્ય બનીને બેઠું હતું. જગત જેટલા વિશાળ એવા આ રાષ્ટ્રનું કવર, દેશ અને કાળમાં અચાલયતન હોય તેમ સૈકાઓને પિતાની અંદર સમાવી લેતું હતું અને જાણે કશું જ ચલિત નથી કે બદલાતું નથી એવો આભાસ ઉપજાવતું હતું. આ રાષ્ટ્ર પરની મેગેલ નામની મહાપ્રજા એવા અલાયતન રૂપને ધારણ કરીને જાણે સૈકાઓ સુધી બદલાતી જ નહતી. બહારના ગત સાથેનાં માનવ શરીર અને મન સાથેના સંપર્ક વિનાની આ પ્રજા એવું ને એવું એક ધારૂં માનવરૂપ ધારણ કરી રાખતી હતી. જેવું ખગોળનું રૂપ પરિવર્તન પામતું ન હોય તેવું દેખાતું હતું, જેવું ધરતીનું રૂપ બદલાતું ન હોય તેવું રૂતુઓના ચાકડા પર ફર્યા કરતું હતું, તેવુંજ આ માનવરૂપ સમાજના સ્થાપિત નિયમોની ચૂસ્ત રૂઢિઓ પર .. ચેટી જઈને, એ રૂઢિઓને કુદરતના કાનુન જેવી અફર માનીને, રેશમ ઓઢીને, પૂર્વજોને પાલવ ઝાલીને, ગતાનુ ગતિક બનીને વહ્યા કરતું હતું. આ સ્વરૂપને ધર્મ અહીં અચલાયતન નામનો હતો અને સંચલનનું પરિવર્તન પાપ મનાતું હતું. આ સ્વરૂપને રાજ વહીવટ પણ પરિવર્તનની મના કરતે હતે. એવી ખગોળ જેવી અને કુદરત જેવી વિરાટ ગતિવાળો આ જગત-જે જંગી રાષ્ટ્ર, ન દેખાતી છતાં ગતિ કરતો હતો એટલે ગતિમાંથી પ્રગતિને જનમ્યા વિના છૂટકેજ હતો નહીં. વિશ્વ ઈતિહાસને અમર સાક્ષી-ચીન
ઈતિહાસથી ય પ્રાચીન એવા ચીને ઈતિહાસના તખ્તા પર ગ્રીસને જન્મ તથા તેની ચઢતી અને પડતીને દેખી છે. એણે બેબિલેનિયા અને એસિરિયાના સામ્રાજ્યને ઉદય અને અસ્ત દેખ્યાં છે. પર્સીયાનું પસપેલિસ તથા એથેન્સ, રેમ અને વેનિસ જેવાં મહાનગરેના જન્મ અને વિકાસ એણે સિકાઓ સુધી અવલક્યાં છે. યુરેપનામના આખા ખંડ પર જંગલના અંધકાર પછી આસ્તે આસ્તે આવતે પ્રકાશને પગરવ તથા એ આખાય ખંડની જીવન હીલચાલ એણે નિહાળી છે. પૃથ્વી પરના માનવજાતના ઇતિહાસમાં લાખ વર્ષ પરના આદિમાનવને પિકીંગ માનવ તરીકે જન્માવીને માનવ જાતની જિંદગીને ઈતિહાસ જે આ ચિરંતન દેશ આજે પણ ઉત્થાનની ફાળ ભરવા માંડયો છે. એશિયા ખંડમાં જે આપણે રશિયાને સમાવેશ કરી દઈએ તે (જેનો સમાવેશ મહાન પીટરના સામ્રાજ્ય સુધી એશિયામાં જ હતું અને આજે પણ જીવનવ્યવહારની દૃષ્ટિએ થઈ જવાને સંભવ છે.) આખો યુરેપખંડ એશિયાની કિનારી ઉપર જુદી ઉભેલી નાની સરખી ભેખડ જેવો દેખાય અને એશિયાખંડ મેટું