________________
વિથઈતિહાસનાં એવાઈ ગએલાં બે પ્રકરણે દક્ષિણે પહોંચી જઈએ તે હિંદીમહાસાગરમાં દાખલ થવાય છે અને પૂર્વ દિશામાં ઉતરી પડીએ તે ઈરાનના ઉચ્ચ પ્રદેશ પર આવી પહોંચાય છે. ઈરાનના આ ઉચ્ચ પ્રદેશ પર ઈતિહાસને આવવાને હજુ થોડીક હજાર વરસની વાર છે. એટલે આ પ્રદેશ પર ઈરાની શહેનશાહત નામનું વિશ્વઈતિહાસનું પ્રકરણ આલેખાય ત્યાં સુધીમાં આપણે આ ઈરાની અથવા પારસિક સમુદ્રમાં થઈને હિંદીમહાસાગર પર ઉતરી પડીને સિધુના મુખ પર પહોંચી જવું જોઈએ.
આ પારસિક સમુદ્રની પશ્ચિમમાં તે અરબીરણ પથરાયેલું પડયું છે. એટલે હિંદીમહાસાગરને આ વિભાગ અરબી સમુદ્ર કહેવાય છે. અરબીસમુદ્રની હિંદીમહાસાગરની ઈરાનની ઉચ્ચ ભૂમિને અડતી કિનારીએ કિનારીએ આગળ હંકારી જવ તે પૂર્વ દિશામાં એક બીજી મહાસરિતા હિંદીમહાસાગરમાં પિતાનું પાણી ઠાલવતી માલમ પડે છે. આ મહાસરિતા પેલી યુટીસ અને તિગ્રીસ જેવી જ વિશ્વ સરિતા છે. પારસિક સમુદ્રની પૂર્વ દક્ષિણે ઢળતી કિનારીએ કિનારીએ પૂર્વમાં આ મહાસરિતા, સિધુનું મુખ છે. આ સિબ્ધ નદી અથવા આ સિધુ મૈયા, સમયની વિશ્વસરિતા છે. ઈતિહાસનો આરંભ એના પ્રવાહ પરથી શરૂ થયે છે ! કાળની માતા જેવી આ વિશ્વસરિતા યુફેટીસ અને તૈગ્રીસની સમવડી છે. દુનિયાનાં આરંભનાં નાગરિકે, જેવાં બેબીલેન અને નીનેહ નગરનાં નાગરિક હતાં તેવાં જ જગતનાં એ આદિ નાગરિકનાં સમકાલીન આ સિધુમૈયા પરનાં નગરજનો હતાં, અને સંસારને જીવન વ્યવહાર ચલાવતી વાણિજ્ય સંસ્કૃતિવાળાં હતાં. ત્યારે ઈસવીસન પૂર્વેનાં ત્રણ હજાર વરસનો સમય હતે. એ સમય પરની જીવનકથા દેખવા સિધુના મુખ આગળથી આપણે સમયની સફર કરીએ સિધુને આરે આરે સંસ્કૃતિને વસવાટ
સિન્ધના મુખ આગળથી આપણી હેડી સમજો કે ઉપડે છે અને ઉપલાણ કિનારે આગળ ને આગળ વધે છે.
કેવી સુરમ્ય એવી સંસ્કૃતિની સફર પાંચ હજાર વરસને સમયમાં આપણને લઈ જાય છે! ત્યારના જગતની નાગરિકોની ઉષા અહીં ઉગી ચૂકી છે. સિધુમૈયાને આરે આરે આપણે પાંચ હજાર વરસ પરની અતિ પ્રાચીન દુનિયામાં વિહરીએ છીએ. આપણે જળમાર્ગ ઉત્તર તરફ અને ઉત્તર આગળ ચઢતે જાય છે. આપણે નૌકા આગળ ને આગળ વધતી જાય છે, ત્યાં નદી કિનારાની નજદીકમાં વસેલાં અનેક ગામો આવ્યા જ કરે છે. આ ગામનાં ઘર પકવેલી ઈટનાં બાંધેલાં છે. આ ગામને સંસાર ખેતીવાડીવાળે વ્યવસાય કરે છે.