________________ પોતાનો દુશ્મન બને એ બીજાનો પણ દુશ્મન બનશે. સ્વભાવની વિરુદ્ધ આત્માએ થવું એ જ દુશ્મન. પોતાનો આત્મા તરીકે સ્વીકાર કરવાનો છે. તેના બદલે કર્મ કૃત શરીર અવસ્થાને પોતાનો આત્મા માની લીધો છે. આત્માના હિતની ચિંતાવાળા બનો તો આત્માના કલ્યાણમિત્ર બની શકાય તો જ બીજાના પણ કલ્યાણમિત્ર બની શકાય. કલ્યાણ મિત્ર બની આત્મરતિમાં જ રમવાનું છે. માતાઆત્મરતિ છે, પિતા ઉપયોગછે, ભાઈ-ધ્રુવ સાથે રહેનાર છે. જીવ પોતાનામાં જ ટકી શકે. આપણે બીજાના આત્મામાં રહેવું છે અને આપણા આત્મામાં બીજાને ઘુસાડવા છે. આ જ વ્યવહાર વર્તમાનમાં છે. આપણે આપણા આત્માની ફરજ બજાવવાની. બીજા માટે ઔચિત્યપૂર્વક કરવાનું છે. આત્મામાં રહેવાનો પરિણામ હોય તો ઉપયોગ શુધ્ધ થાય. આપણે આપણા ઘરમાં રહેતાં નથી. આત્મા પારકો લાગ્યો, બીજા બધા આપણા લાગે છે, બહારના બધા સંબંધો અધ્રુવ છે. એ છોડવા માટે તત્પર બનવાનો મોકો ગોતવાનો મોકો મળતાં છોડી દેવાનું. - સંયોગો પીડાકારક લાગે છે? ધર્મી કુટુંબને છોડવાનું મન થાય? ન થાય. આ જ મિથ્યાત્વ. કુટુંબમાં નથી રહેવાનું. સંયોગોને છોડવાના છે. તેની માટે અપ્રશસ્તના સંયોગમાં ન રહેવું, પ્રશસ્તમાં રહેવું અને પ્રશસ્ત સંયોગને પણ છોડી આત્મરમણતા કરવાની. પરમાત્માની વાત નિશ્ચયથી સમજાય તો પરિણામ દેખાય. આત્મા અધર્મી સાથે ન રહે, ધર્મી સાથે રહે તે પણ છોડવાના લક્ષથી જ. સમગ્ર સંયોગ સાથે માત્ર ઉદાસીન પરિણામ હોય તો જ આત્માસ્વને પ્રેમ કરી શકે. આત્મામાં પ્રચંડ શક્તિ છે. પણ એ પરમાં વિકારવાળો બની પામર બન્યો. આત્મા પર પ્રેમ હશે તો શરીરની ગમે તેવી પીડામાં પણ આત્મામાં વિશિષ્ટ પ્રકારનો આનંદ ઉછળશે. જ્ઞાનસાર-૩ || 39