________________ જિનેશ્વરને ધ્યાવવાના છે. તેમણે શું સાધના કરી? કેવી રીતે સિદ્ધિ મેળવી? તેનો ચિતાર આંખ સામે ખડો થાય ને હૈયું ઝૂકી જાય. ઓહ! અનંત કરુણાના સ્વામી એવા મારા પરમાત્મા પમા અનતેસિધ્ધાત્માઓની સાથે શુધ્ધ સ્વરૂપે બિરાજમાન છે અને સ્વભાવમાં રમણતા કરનારા છે. "પ્રભુ! તુજ જાણગ રીતિ, સર્વ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ સહુને શુધ્ધ લેખતાં હો લાલ.' પૂ. દેવચંદ્ર વિજયજી મ.) પરમાત્મા પ્રતિસમય નિરંતર આપણને જોઈ રહ્યાં છે. આપણે પરમાત્માને કેટલી વાર જોઈએ છીએ? આપણે સિધ્ધશીલા ઉપર લોકોને રહેલા–અનંતા સિધ્ધોની સાથે રહેલા એવા પરમાત્માના પ્રતિસમય દર્શન કરવાના છે. તો 'જિનદર્શન કરતાં પ્રગટે નિજ દર્શન' તો આપણને આપણું સ્વરૂપ યાદ આવશે કે મારે પણ વિભાવ છોડી સ્વભાવને પ્રગટ કરવાનો છે અને તેમના જેવા બનવાનું છે. જેવી રીતે મરુદેવા માતાએ ઋષભના દર્શન કર્યા હતા. દર્શન કર્યા ને કૈવલ્યરત્નની પ્રાપ્તિ કરી. તેમનું દર્શન સફળતાને પામ્યું. જેવી રીતે પરમાત્મા સત્તાએ શુધ્ધ એવી સમગ્ર જીવરાશિને નિહાળી રહ્યાં છે. મારું પણ એવું ક્યારે ભાગ્યે જાગશે કે મને પણ એક સમયમાં સમગ્ર સત્તાએસિધ્ધ એવી જીવરાશિના દર્શન થશે. જો આ ભાવ પ્રગટે તો જીવરાશિ સાથે આપણો વર્તાવ કેવો થાય? સ્થાપના નિક્ષેપા દ્વારા દ્રવ્ય અનેભાવમાં જવાનું છે. મારા પરમાત્મા સર્વકર્મથી મુક્ત અને હું૧૫૮ બેડીથી યુક્ત,૩શરીર રૂપીપિંજરામાં પૂરાયેલો અને અશુધ્ધિમાં રહેલો છું. હવે મારે પણ આપિંજરામાંથી મુક્ત થવું છે. મારે પણ મારું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું છે. તેની રુચિ, ઝંખના અને સ્પર્શના સમ્યગદર્શનથી પ્રાપ્ત થશે. કર્મ–કષાય- કાયારૂપી ગંદવાડમાંથી બહાર નીકળવાનું મન થશે. પોતાનો મોક્ષ જેને ગમે તેને સાધુપણું ગમે જ અને કષાયોથી સંતૃપ્ત એવા આત્માઓને ઉગારવાનું મન થાય. જ્ઞાનસાર-૩ || 85