________________ હું શુધ્ધ આત્મ દ્રવ્ય છું એમ જાણે નહીં ત્યાં સુધી તે આત્મામાં રહેલા અનુપમ સુખને માણી શકશે નહીં અને દેહ એ હું નહીં એમ સમજે નહીં ત્યાં સુધી તે દુઃખની પરંપરામાંથી મુક્ત થઈ શકશે નહીં. મુનિપણામાં પણ જ્યાં સુધી આત્મામાં રહેલા સુખને જ હું માણી શકું છું એ નિર્ણય થાય તો જ મુનિ પણાને સાર્થક કરી શકે છે. देहात्माधविवेकोऽयं, सर्वदा सुलभो भवे / भव कोटयापि, तद्भेद-विवेकस्त्वतिदुर्लभ : // (જ્ઞાનસાર 15-2) દેહ એ હું છું આવો વિવેક સદા સુલભ છે પણ જોડો ભવોથી હું આત્મા છું એ વિવેક અતિ દુર્લભ છે. ક્રોડ ભવો એ વિવેક શૂન્ય દશામાં ગયા! વિવેક શુન્ય બની પુણ્યના ઉદયને ભોગવવામાં સુખ માની પસાર કર્યું અર્થાત્ - એ પાપમાં પસાર કર્યો. પુણ્યના ઉદયે મળેલી સામગ્રીનો આત્માર્થે સદુપયોગ કર્યો તથા પુણ્યના ઉદયનો ભોગવટો કર્યા વિના છોડ્યો તો નિર્જરાની પ્રાપ્તિ થાય. પ્ર. કયો જીવ આત્માના સુખને ભોગવી શકે છે? જ. જે ભિક્ષુક સર્વસંયોગોથી રહિત અલિપ્ત થઈ વિષય-કષાયભાવને સ્પર્શતો નથી અને શુધ્ધતપાદિ ચર્યા વડે જે લબ્ધિઓ પ્રાપ્ત થાય તેમાં પણ જે નિરંજન (નિસ્પૃહ) રહે તેવા સાધુઓ આત્મ સુખ ભોગવી શકે. પ્રબળ પુણ્યના યોગે મળેલ ચક્રવર્તીપણાને છોડી સંયમ સ્વીકારે તેઓ નિયમા સદ્ગતિ કે સિધ્ધગતિને પામે. પ્ર. મનોશ અમનો ભાવ પુદ્ગલ દ્રવ્ય સંબંધી જ કેમ થાય? જ. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે ને આત્માના સ્વભાવ અને સ્વરૂપથી વિરૂધ્ધ છે. પુદ્ગલ દ્રવ્યને પર-દ્રવ્ય કહ્યું છે. જેમાં જીવને મોહનો પરિણામ થાય છે એ પુદ્ગલ મોહ પણ પુદ્ગલરૂપ છે તેથી તે પુદ્ગલ દ્રવ્ય સંબંધી જ મોહ થાય, જ્ઞાનસાર-૩ || 374