________________ કાર્ય કરનારા છે અને સ્વભાવ ધર્મને વિસરાવનારા છે. આ મોહે તો આત્માની શી અવદશા કરી છે તે તો સર્વજ્ઞ–વચનથી જ સમજાય તેમ છે. 14 રાજલોક ઉપર સિધ્ધાત્માનું અનંત સુખ અનુભવવાની યોગ્યતા ધરાવનાર આત્મા–મોહને કારણે કીડી કે હાથી જેવા શરીરમાં પૂરાય. નરક નિગોદમાં અકથ્ય વેદના સહન કરે. કર્મવશ આ આત્માની કેટલી દયનીય સ્થિતિ બની જાય છતાં પણ એ સુધરી શકતો નથી એ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આમ વિષયો વિષ જેવા - આત્મામાં વિકાર ઉત્પન કરાવનારા છે. જેમ જેમ જ્ઞાન વધે અને તે સ્વગુણોમાં પરિણામ પામે તો શુધ્ધ જ્ઞાન કહેવાય. મોહથી મલિન બનેલું જ્ઞાન અશુધ્ધ કહેવાય છે. મન્યતે નાતતત્ત્વ | મુનિ જગતને તત્ત્વ-દષ્ટિથી જુએ-જાણેસ્વીકારે પણ મૌન રહે. કેમકે જગતનું તેને યથાર્થ જ્ઞાન થયેલું છે. ગુરુના વિનય–વૈયાવૃત્ય દ્વારા- સત્સંગ દ્વારા તેમના મનની પ્રસન્નતાને પામી તેમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાનું છે. શિષ્ય ગુરુ પાસે શા માટે આવે ? તત્ત્વનો પરિચય કરવા આવે પણ તત્ત્વ પરિચય સિવાય બીજા પરિચયોની અર્થાત્ ભકતોની પરિચયાદિની પ્રધાનતા જોવા મળે તો સાચા શિષ્યને ભાગી જવાનું મન થાય છે કે જે ઈચ્છાથી હું આવ્યો હતો તે ઈચ્છા અહીં સફળ નહીં થાય! રાજાને, વાસુદેવને, ચક્રવર્તીને જે સુખ ન હોય તેટલું સુખ મુનિને હોય છે. કેમકે તે લોક–વ્યાપારથી રહિત છે. ઘર વિ. છોડીને તું આવ્યો છે અને જેટલો સંયોગ છોડી શક્યો નથી તેનો અહીં આવીને છોડવા અત્યંતર સાધના કરવાની - જેથી અત્યંતર સંયોગો ક્રમે-કષાયાદિ છૂટી જાય અને સાચા અર્થમાં અણગાર' બની શકે. અર્થાત્ અત્યંતર ઘર રૂપ ઔદાયિકાદિ ત્રણે દેહ ઘરમાંથી સદા છૂટી જાય. જ્ઞાનસાર-૩ // 379