________________ રસ કે રૂચિ નથી તો અવગ્રહ નથી, ઈહા નથી, અપાય નથી તો ધારણા શાની કરો? સંસારમાં રસ છે તેથી તેની ધારણા તરત કરો છો. રસ હોય ત્યાં તો તૂર્ત જ ઓતપ્રોત થઈ જઈએ છીએ. વ્યવહારમાં-પોતાના શરીરમાં–પોતાના માનેલામાં (માનીતામાં) રસ છે પરંતુ પોતાનું જે છે તે આત્મામાં જ રસ નથી. આત્મામાં રસ થાય તે માટે જ ધર્મતીર્થની સ્થાપના થઈ છે અને તે જ પરમાત્માનો આશા-યોગ છે. 'મિર્ઝ રિહર, ધરદ સન્મત્ત એમ પ્રભુએ પ્રથમ મુક્યું છે. નવકારશી, પૂજા કરવી જ જોઈએ, રાત્રિભોજન તો ના જ કરાય, તે ન કરો તો ધર્મ કરતાં નથી તેવું લાગે છે. પરંતુ મિશ્વ પરહદ ધર૯ સન્મત્ત !' એ આજ્ઞાયોગને તો પકડતાં જ નથી, જે આજ્ઞાને પકડવાથી જ ધર્મમાં પ્રવેશ શક્ય છે તે સુખખય આજ્ઞાને ગૌણ કરી બીજું બધું કરીએ તો આત્માને શો ફાયદો !!! આથી મિથ્યાત્વની હાજરીમાં જે કોઈપણ નિર્ણય થાય છે તે ખોટો છે. - અપાય - (નિર્ણય) શેય એટલે તે શું છે તેનો સતત નિર્ણય થવો. નિર્ણય થયા પછી જ તેની ધારણા થશે. - ધારણા - 3 પ્રકાર (1) અવિસ્મૃતિ (ર) વાસના (3) સ્મૃતિ (1) અવિસ્મૃતિ - અંતમૂહૂર્ત સુધી શેયનો નિર્ણય થયા પછી તે મુજબ જ્ઞાન રહે. (ર) વાસના - સંસ્કાર આત્મામાં પડે જે શેયનો બોધરૂપે નિર્ણય થયો તેના સંસ્કાર પડે. તે સંસ્કારથી આત્મા વાસિત થાય તે વાસના. (3) સ્મૃતિ - તે પહેલાં વાસનારૂપ સંસ્કાર વસ્તુ સામે આવે એટલે પાછા જાગૃત થશે. આ રીતે જ જાતિ–સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ–દષ્ટિ પ્રમાણે યનો નિર્ણય થાય નહીં ત્યાં સુધી ગુણમાં સ્થિરતા કરવાની છે તે થશે નહીં. વસ્તુ શુભ-અશુભ લાગી તે મુજબ રતિ–અરતિ થયા કરશે અને જ્ઞાનસાર-૩ || 394