________________ કેવલી પણ સુધાવેદનીયના ઉદયે આહાર વાપરે છતાં તપનો પરિણામ તો કહેવાય જ. આહાર કરતાં હોય તો પણ તપનો પરિણામ પૂર્ણ છે. પ્રયોજન થવું એટલે જ સુધા વેદનીયનો ઉદય થયો એટલે આપી દે - કેવલી ઈચ્છે નહીં. હા! કેવલીને સર્વ સંયોગોના ભાવનો અભાવ છે. તેથી નિશ્ચયથી સંયોગોમાં રહેતાં હોવા છતાં રહેવાનો પરિણામ નથી તેથી વ્યવહારે યોગી અને નિશ્ચયથી અયોગી છે. આપણે પણ ઈચ્છાપૂર્વકનું નહીં, પ્રયોજન પરિણામને કારણે હેય માનીને ખાવાનું અપાય તો ખાતાં–ખાતાં પણ કેવલજ્ઞાન થાય. ખાવા જેવું નથી, ભોગવવા જેવું નથી. ભોગવવા જેવા તો માત્ર એક આત્માના ગુણો જ છે એ નિર્ણય દઢ થઈ જવો જોઈએ. દા.ત. કૂરગડુ મુનિ(ખાતાં ખાતાં કેવલજ્ઞાન) પુદ્ગલને માત્ર પરમાણુના જથ્થા તરીકે માનશે. બૌધ્ધ પાસે એક શ્રેષ્ઠિ આવ્યો - પૂછ્યું - મારી પુત્રી આવી હતી ? ત્યારે બૌધ્ધ કહ્યું રૂપના પુદ્ગલનું પિંડ આવીને ચાલ્યું ગયું. પુત્રીને–પુદ્ગલનું પિંડમાને તેથી પુદ્ગલનું જ્ઞાન કરાય પરંતુ પુગલને ધારી રખાય નહીં. મતિજ્ઞાનના ચાર ભેદઃ અવગ્રહ-ઈહા–અપાય-ધારણા–મતિજ્ઞાનના ભેદ છે. - અવગ્રહ: કોઈપણ વસ્તુ જુઓ એટલે અવગ્રહ થાય. કંઈક છે તેનું અસ્પષ્ટ જ્ઞાન થશે. - ઈહા તે શું છે? તેનો ઉહાપોહ મનમાં ચાલે અને જેમાં આપણને રસ છે તેમાં ઉહાપોહ થશે. જો કચરાનો ઢગલો રસ્તામાં મળશે તો ત્યાં રસ નથી તેથી ઉહાપોહ નહીં થાય. જેમાં આપણને રસ છે તેમાં 'ઉહાપોહ' થશે, જ્યાં રસ હશે ત્યાં જ્ઞાન તીવ્ર થશે. ઉહાપોહ જેટલો જોરદાર થાય તેટલો નિર્ણય પાકો થશે. આત્મામાં જો જ્ઞાનસાર–૩ // 393