Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 396
________________ સમતાનો પરિણામ પ્રગટ થશે નહીં. તેથી જ સૌ પ્રથમ સાધનામાં ઉપયોગશુધ્ધિ રૂપ જ્ઞાન થશે અને તે પછી તે સંબંધી પ્રવૃત્તિ રૂપ ક્રિયા થશે. તેથી જ જ્ઞાન શિયાખ્યમ્ મોકા: કહ્યું છે. પ્રવૃત્તિ કરે કે ન કરે પરંતુ ઉપયોગ પહેલાં કરવો જોઈએ. ઉપયોગ શુધ્ધ થશે તો રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ થશે અને આત્મા સ્વગુણ ભોગમાં તૃપ્ત થશે. પછી સંયોગોની ઈચ્છા રહેશે જ નહીં. ધ્યાનની પ્રવૃત્તિમાં પણ આવું જ બને.તે દુનિયાથી અલિપ્ત થતો જશે અને 'સ્વ'માં ઊંડો ઊતરતો જશે. અંદર જ આનંદની ધારા વરસતી હોવાથી બહાર જવાની ઈચ્છા જ થશે નહીં. અંદરનો આત્મગુણ સાથેનો ભોગવટો જેમ જેમ થશે તેમ તેમ પરભાવની ઈચ્છા સહજ રીતે નિવૃત્ત થશે. વર્તમાનમાં બહાર સુખનો ભાસ દેખાય છે તેથી બહાર રખડીએ છીએ. પરંતુ પરલક્ષણમાં સુખનો છાંટો નથી પરંતુ આત્માને પર' વસ્તુમાં પીડા જ છે તે દઢ થશે. પછી પર'માં વ્યવહાર કરે પરંતુ રસવૃત્તિથી તેમાં સ્થિરતા ન કરે. રસવૃત્તિ તેમાંથી ખેંચાઈ જતાં ઉપયોગ–શુધ્ધિ થશે. a આત્મા સિવાય બહાર બધે ઉપાધિ જ છે. સાંસારીક ઉપાધિ-પુદ્ગલના સંયોગથી જે મળ્યું તે બધી જ વસ્તુ ઉપાધિ છે. વિભાવ પરિણામ રૂપ છે. પણ મિથ્યાત્વના ઉદયવાળા આત્મા ને આત્મા સિવાયની વસ્તુઓની પ્રાપ્તિમાં હવે બરોબર થઈ ગયું કે આપણું બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયાનો સંતોષ થાય. જેમ કે, લગ્ન થઈ જાય એટલે બરાબર, ઘર થઈ જાય એટલે શાંતિથી રહેવાનું આમ નવી નવી ઈચ્છા થતી જાય અને લોભ-સંજ્ઞા વધતી જવાની તેથી પરમાં જ તૃપ્તિ મેળવવા અનાદિકાળથી તેનો પુરુષાર્થ જારી રહ્યો છે. ટૂંકમાં બહારની વસ્તુમાંથી સુખ મળશે તેમાં જ તૃપ્તિ મળશે એવો ભાસ થયા જ કર્યો છે. કેમ કે અનાદિકાળથી પ્રીતિ પુદ્ગલમાં જ રહી છે તે તૂટશે તો જ આત્મા સાથે પ્રીતિ જોડાતાં તે વધશે ત્યારે પુદ્ગલની સામે નજર પણ નહીં કરે. જેમ કૂતરો હાડકાં ચૂસે અને પોતાના પેઢામાંથી લોહી નીકળે અને તૃપ્તિ માનતો જાય છતાં તે પીડામાં તેને આનંદ આવે છે તે જ રીતે પુગલમાં છે. પોતે જ્ઞાનસાર–૩ || 395

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398