Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust
Catalog link: https://jainqq.org/explore/032778/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Facile ભાગ-૩ મોક્ષા અધ્યાતમ વિ ઉગ્યો મુજ ઘટ, મોહ નિમિષ્ટ હર્યું જુગતે... ત્યાગ કિયા તૃપ્તિ [ અનેક ગ્રંથોના ભાવાનુવાદક અધ્યાત્મયોગી પૂ. આચાર્ય દેવ 'શ્રીમદ્ વિજયરાજશેખરસૂરિજી મહારાજાના વિનય 'પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજયરવિશેખરસૂરિજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમ સ્વામિને નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી સુધર્માસ્વામિને નમઃ શ્રી આત્મ–કમલ–દાન-પ્રેમ-રામચંદ્ર–હીર-મહોદય-લલિતશેખર-રાજશેખર સૂરિભ્યો નમઃ ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત જ્ઞાનસાર પર પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ રચેલ 'જ્ઞાનમંજરી' નામની ટીકાના આધારે આપેલ જ્ઞાનસાર ની વાચના (તૃતિય ભાગ 8-9-10 અષ્ટક) 7 આશીર્વાદ દાતા ને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજ L પ્રવચનકાર | પૂજ્ય આચાર્યભગવંત શ્રીમવિજય રવિશેખરસૂરિ મહારાજ જ્ઞાનસાર-૩ // 1 Page #3 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહાય : માતુશ્રી કસ્તુરબેન વેલજીભાઈ હરણીયા હસ્તે ધીરજલાલ વેલજીભાઈ શાહ (જામનગર) મૂલ્ય કિંમત : પઠન-પાઠન–પરિણમન આવૃત્તિ : કોપી - 1000 વીર સવંત ૨૫૪૩-વિક્રમ સંવત 2073 0 પ્રાપ્તિ સ્થાન | | શ્રી નયનભાઈ દેઢિયા | શ્રી પ્રદિપભાઈ મહેતા મંગેશ મહાલક્ષ્મી ગૌશાળા રોડ, શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦ તપગચ્છ સંઘ ટ્રસ્ટ, આરાધના ભવન, ફોન-૦૨૨-૨૫૨૪૨૦૮ માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર મો. 90298 ર૬૮૯૫ મો. 94090 69464 શ્રી કમલેશભાઈ દામાણી શ્રી પ્રકાશભાઈ દોશી કરણપરા શેરી નં. 27, જૈન ઉપકરણ ભંડાર "જિનાજ્ઞા", વર્ધમાન નગર જૈન દેરાસર, રાજકોટ-૩૬૦૦૦૧ વર્ધમાન નગર, ફોન-૦૨૮૧-૨૨૩૩૧૨૦ રાજકોટ-૩૬૦૦૦૧ મો. 94271 6813 મો. 98983 99844 શ્રી ઝખનાબેન શાહ સુપન લેટસ, દુકાન નં. 3, ધરણેન્દ્ર BRTS ની સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મો. 81412 ૪પપ૩૪ કોમ્યુટર ટાઈપ સેટીંગ પ્રિન્ટીંગ અમીન આઝાદ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ . 5, સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાસે, ૯-પુનાજી ઈન્ડ. એસ્ટેટ, ધોબી ઘાટ, રાજકોટ. ફોન : 0281-245184 દુધેશ્વર, અમદાવાદ. મો. 99988 54253 ફોન: 079-2524999 * પ્રકાશક શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ આરાધના ભુવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર. જ્ઞાનસાર-૩ || 2 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ રૂપ પંડિત પદવીને પામેલા પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે "આગમશાસ્ત્ર" ને આત્માનુભૂતિ સાથેના સંગમથી જે આગમ સૂત્રોને તેમણે જ્ઞાનસાર ગ્રંથમાં ખોળીને પોતાની અદ્દભૂત જ્ઞાન અનુભવ કળાનો ચમત્કાર સર્યો છે. આઠમાં ત્યાગ અષ્ટકમાં ત્યાગની નવી જ કળ પ્રદર્શિત કરતા પૂ.મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ મુમુક્ષુને કહે છે 'શ્રદ્ભુદ્ધપયોગ પિતરું નિગમ' "કર્મ કૃત માતા–પિતાદિના ત્યાગની વાત પ્રથમ ન કરતા નવા માતા-પિતાના આશ્રય કરવાની વાત કરે છે. કર્મકૃત મોહજનક માતા-પિતાદિ કુટુંબનો ત્યાગ કરી - "અધ્યાત્મ કુટુંબનો સ્વીકાર કરવાની અદ્દભૂત પ્રેરણા મુમુક્ષુને કરે છે. માતા-પિતાદિ કુટુંબનો ત્યાગ પણ અધ્યાત્મ કુટુંબના સ્વીકાર વિનાનિષ્ફળ જશે– "શુદ્ધોપયોગ" રૂપપિતા અને સ્વભાવ સ્થિરતા" રૂપ માતા–આ બેના સ્વીકાર વિના સર્વતપ-ત્યાગ–ક્રિયાદિ પણ નિષ્ફળ છે, માટે તે નિર્જરાનું કારણ પણ નહીં બને. તે જ વાતને અનુભવ યોગી પૂ. ટીકાકાર દેવચંદ્રવિજયજી મહારાજ વિશેષ સ્પષ્ટ રૂપે સમજાવતા કહે છે. ''અતઃ માત્મનઃ વરૂપવિચૈત્ પરવવં ત્યર્થે સર્વેષ પરમાવ ત્યા : સુરમ્ " જ્ઞાનસાર-૩ || 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ આત્માના શુદ્ધ સ્વરૂપસિવાય આત્મા માટે અન્ય સર્વ વસ્તુ અન્ય છે અને આત્મા સાથે સદા રહેનારી નથી. આથી આત્માનાં શુદ્ધ સ્વરૂપ સિવાય સર્વ પરભાવો આત્મા માટે ત્યાજ્ય છે. અને પર ભાવના ત્યાગથી જ આત્મા આત્મામાં રહેલા સુખને ભોગવી સુખી થાય. નવમાં ક્રિયા અષ્ટકમાં મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન સાથે ક્રિયાની પણ એટલી જ અધ્યાત્મતાની જરૂર છે. તે બન્નેનો સમન્વયરૂપમોક્ષમાર્ગનો અદ્દભુત પ્રકાશ પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે અહીં જ્ઞાન-ક્રિયાખ્યામ્ મોક્ષ પ્રગટ કરી બતાવ્યો. 'જ્ઞાની ક્રિયાપર: શીન્તા જે સર્વજ્ઞ તત્ત્વના બોધરૂપ જ્ઞાની છે તે અવશ્ય ક્રિયા કરનાર હોય જ પણ તેની ઉપેક્ષા કરનાર ન હોય અને તે જ વાત ટીકાકાર મહર્ષિ દેવચંદ્રવિજય મહારાજે જ્ઞાન અને અને ક્રિયાનું સ્વરૂપે પ્રગટ કરતા કહે છે તત્ર જ્ઞાન स्वपरावभासनरूपं, क्रिया स्वरूपरमणरूपा, तत्र चारित्र વીર્યTછત્વ પરિતિઃ | સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો બોધ થવો તે જ્ઞાન અર્થાત્ આત્મ તત્ત્વના સ્વરૂપને અભિમુખ એવો જ્ઞાન દર્શનનો વ્યાપાર તે જ્ઞાન અને આત્મતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરવા માટે તેને અભિમુખ એવી જે વિર્ય પ્રવૃત્તિ તે ક્રિયા- આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા વડે જ મોક્ષ થાય. દસમાં તૃપ્તિઅષ્ટકમાં પુરાત્રે પુદ્દાતા સ્કૂતિ થાન્યાત્મ પુનરાત્મન ! પૂ. મહોપાધ્યાય સ્પષ્ટ કહે છે જેમ આહારાદિ પુદ્ગલો વડે શરીર પુદ્ગલની તૃપ્તિ-પુષ્ટી થાય તેમ આત્માની તૃપ્તિ-આત્માના ગુણો વડે જ થાય અન્યથા નહીં. તે જ વાતને ટીકાકાર સ્પષ્ટ કરે છે. પુતિનીસ્વાનેન સુવાવમાસ વનિચ્યાજ્ઞાનમ્ પુદગલના આસ્વાદમાં જે સુખરૂપ લાગે છે તે માત્ર ભ્રાન્તિરૂપ છે તે મિથ્યાજ્ઞાન રૂપ છે. શ્રાવણ વદ–૧૪, તા. 20-8-2017 -રવિ શેખર સૂરિ સિધ્ધક્ષેત્ર - પાલીતાણા જ્ઞાનસાર-૩ || 4 Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય ભગવંતશ્રી યશોવિજયજી મહારાજાના એક શુભેચ્છાના શબ્દોનો ગુલદસ્તો જ. જ ભારભૂત જ્ઞાનથી સારભૂત જ્ઞાન સુધીમાં પહોંચાડતો ગ્રંથ "જ્ઞાનસાર" પ્રત્યક્ષ આત્મજ્ઞાનની નિસરણીના કઠેડાસમી અદ્ભૂત બાબતોને બખૂબી દર્શાવતી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની અમર કૃતિ એટલે "જ્ઞાનસાર"! પ્રણિધાન વગેરેના પગથિયા ચડી વિનિયોગના શિખરે પહોંચનારાજેમ ઓછા હોય છે તેમ ગ્રંથની દુનિયામાં પણ તેવું છે. બહું ઓછા ગ્રંથો એવા હોય છે જે સ્વયંભૂરમણ સમુદ્રને બે હાથે તરવા જેટલો અને જેવો સુદીર્ઘ પુરુષાર્થ કરવા મચી પડેલા સાધકને સતત દીવાદાંડીનું કામ આપતા રહે છે. સાધનાથી શ્રાંત બનેલા માટે ક્યારેક વડલો પુરવાર થાય છે, તો સાધનામાં પ્રમાદી બનેલા માટે ચાબુક પુરવાર થાય છે. પોતાના પ્રમાદી જીવનને સણસણતો તમારો ઝીંકતી ધારદાર ઉક્તિઓ હોવા છતાં પણ જે માના હાથે તમાચો ખાધાનો અહેસાસ કરાવે છે. કંઈક મેળવવા ઝંખતા, ભીતરમાં ડોકિયું કરી ડૂબી જવા માંગતા સાધકને ભીતર સુધી સ્પર્શી જાય તેવા સ્પંદનો જગાડવા એ જેવા તેવા વચનનું કામ નહીં. ભીતરને સ્પર્શીને નીકળેલી વાણી જ સામેવાળાના ભીતરને હચમચાવી શકે. અહીં મનોરંજનની વાત નથી. અહીં તો મનોમંજનની મંજનની વાત છે. જ્યાં સુધી ભીતરના પડલોને ઉલેચતું શકય જ્ઞાન લાધ્યું નથી ત્યાં સુધી જ્ઞાન ભીતરનો ભાર વધારનારું બની રહે તો આશ્ચર્ય નહીં. જો એ જ્ઞાનને ભારભૂત નબનાવવું હોય, પરંતુ સારભૂત બનાવવું હોય, તો એમાં સાર હૃદયની ભીનાશ ભેળવવી રહી. જ્ઞાનને સારભૂત બનાવતો અણમોલ અને દુર્લભ જ્ઞાનસાર-૩ || 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરત્નોની શ્રેણિમાં, બેશક, નિશંક સ્થાપી શકાતો ગ્રંથ એટલે જ "જ્ઞાનસાર"! જ્ઞાનસાર સાથેનો મારો નાતો બહુ જૂનો અને ગાઢો છે.અરે! લગભગ દરેક સાધક પુરુષ આ ગ્રંથને માણવાનું ચૂકતો નથી. એટલે જ જ્યારે સુશ્રાવક શ્રી કમલેશભાઈ દામાણીએ સૌહાર્દમૂર્તિ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રવિશેખર સૂરીશ્વરજી મહારાજાએ આલેખેલ "જ્ઞાનસાર–વિવેચનના પૃષ્ઠો મારા હાથમાં મૂક્યા અને બે અક્ષર લખી આપવા જણાવ્યું ત્યારે ના ન કહી શક્યો. સંપૂર્ણ વિવેચન વાંચી શકવાની મારી સમયાનુકુળતા ન હોવા છતાં મારા મનગમતા આ ગ્રંથ ઉપર જ્યારે મસ્ત મજાનું વિવેચન બહાર પડતું હોય ત્યારે બે અક્ષર લખી આ ગ્રંથરાજને વધાવવાની તક શીદને ન ઝડપુ? પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રવિશેખર સૂરીશ્વરજી મહારાજાના અધ્યાત્મરસથી ભરપૂર પ્રવચનો વખણાયા તો છે જ, પુસ્તકબધ્ધ થયેલા તે પ્રવચનો વંચાયા પણ એટલા જ છે. આથી જ તો જ્ઞાનસારના આ વિવેચનની 4 દ્વિતીય આવૃત્તિ ટૂંકા ગાળામાં બહાર પડી રહી છે. ગ્રંથ અધ્યાત્મક રસથી ભરપૂર છે. શબ્દોના ઢાંકણ પૂજ્યશ્રીએ ઉઘાડી આપ્યા છે. આપણે તો બસ એ રસને ગટગટાવવાનો છે, ઘૂંટડે–ચૂંટડે મૈત્રી-પ્રમોદ-કારુણ્ય અને માધ્યય્યના ઓડકારો, કહો કે અમૃતના ઓડકારો આપવાની તાકાત આ રસની છે... એટલે જ રસ પીધા પછી ઓડકાર ચેક કરવાનું ચૂકશો નહીં... જિનાજ્ઞા વિરુધ્ધ આલેખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. લિ. વિ.સં. 2073 ચૈત્ર સુદ-૯ આચાર્યપદદિન રાજકોટ પરમ પૂજ્ય સકલસંઘહિતચિંતક આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનો પ્રશિષ્ય આચાર્ય યશોવિજયસૂરી જ્ઞાનસાર-૩ // 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પાના ન. 11 15 46 47 47 48 54 પ૭ Sજ ૮મું ત્યાગ અષ્ટક મિથ્યાત્વના પાંચ પ્રકાર સમકિતનો પ્રભાવ ૦ચારનિક્ષેપે ત્યાગની વિચારણા આત્માએ શેનો ત્યાગ કરવાનો? શા માટે? મોક્ષમાર્ગના ચાર પગથિયા 0 અધ્યાત્મપત્ની કોને કહેવાય? સ્વજન કોને કહેવાય? સમતા પત્ની કોની સાથે રહે? સાધુનો પ્રોજેકટ શું હોય? ૦પાંચ પ્રકારના ભાવો. ક્ષમાના પાંચ પ્રકાર પુગલ પરાવર્તનકાળ એટલે શું? •ક્રિયાશુધ્ધ ક્યારે થાય? વૈરાગ્યના ત્રણ પ્રકાર 0 શેય એટલે શું? જિનના દર્શન કરતા નિજનાદર્શન ક્યારે થાય? ગુરુની જરૂર શા માટે? દ્વેષના પરિણામ દુર કરવાના ઉપાય. * ગુરુનું બહુમાન એટલે શું? ગુરુપદની યોગ્યતા માટે કેટલા ગુણ જરૂરી. * જ્ઞાન શા માટે ભણવાનું. આત્માનું શાશ્વત સુખ કેવું છે? બું અષ્ટક ક્રિયા સાધુનો રંગ કાળો શા માટે? 0 સાધ્યની સિધ્ધિ માટેના ચાર અનુષ્ઠાન. 0 ૭નયની દષ્ટિથી ક્રિયા દર્શનાચારના આઠ આચાર દર્શનાચારની વિચારણા * જ્ઞાનના આઠ આચાર 9 ભાવક્રિયા ક્યારે બને? ક 13 118 127 ૧પ૧ ઉપર 153 155 157 16o 11 13 ૧૭ર જ્ઞાનસાર-૩ || 7 Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય પાના ન. 173 ૧૭પ 178 188 189 10 13 15 ૦આત્માને ક્રિયારૂપ કષ્ટ શા માટે વેઠવું પડે છે? •સ્વરૂપ એટલે શું? અર્થાત સ્વરૂપચિંતનનો શું લાભ. કયો આત્મા તરે અને તારનારો થાય? આત્માની આત્મા પ્રત્યે શી ફરજ? ચારિત્ર એટલે શું? ૦મહાવ્રતોનું સ્વરૂપ વ્યવહારથી–નિશ્ચયથી દિગંબરમત કેવી રીતે સ્થપાયો? ક્રિયા કોને કહેવાય? પરમાત્માની બે આજ્ઞા સમ્યગદર્શનના પાંચ લક્ષણ ૦ધર્મધ્યાનના ચાર પાયા 0 આત્માએ ક્રિયા શા માટે કરવાની છે? જાતી આદી આઠ મદ. અનુષ્ઠાનના પાંચ પ્રકાર. આત્મા અસંગાનુષ્ઠાન ક્યારે બને? ૧૦મું અષ્ટક-તૃપ્તિ તૃપ્તિની ચારનિક્ષેપે વિચારણા ભાવતૃપ્તિની સાત નયથી વ્યાખ્યા પ્રતિક્રમણ કોને કહેવાય? સમ્યગદર્શન એટલે શું? આત્માના ઉપયોગપૂર્વકશુધ્ધક્રિયા ક્યારે કહેવાય? 0 મુનિ કોને કહેવાય? લોકોત્તરતૃપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? સમતા કોને કહેવાય? શ્રમણ કોને કહેવાય? ૦ષસના ભોજનમાં તૃપ્તિ શા માટે ન થાય? * જિન કેમ થવાય? બાલંધનાદિસંપત્તિથી પ્રાપ્તતૃપ્તિ ઉપાધિજન્ય શા માટે? સાચી શાન્તરસના પાનરૂપ અધ્યાત્મિકતૃપ્તિ કોને થાય? તૃપ્તિના બે પ્રકાર આત્મા પુદ્ગલને શા માટે ન ભોગવી શકે? પરમાત્માનું આલંબન શા માટે? એક આત્માના કર્મો બીજા આત્મામાં સંક્રમી કેમ ન શકે? સદ્ગુરુની જરૂર શા માટે? 2OO 210 212 218 219 રર૯ 234 ર૩૯ 239 240 243 247 ૨પ૦ 253 ર૩ 25 268 273 282 288 ર0 301 302 ૩૦ર 304 305 જ્ઞાનસાર-૩ || 8 Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય પાના ન. ભાવથી ગતિ કોને કહેવાય? આપણે વર્તમાનમાં આરાધના કરીએ તો સાથે શું લઈ જઈ શકાય? 0 વ્યવહારની જરૂર શા માટે? યથાર્થજ્ઞાન થવા છતાં સમકિત હોય એવો નિયમ નહીં. 0 અભવ્યનો જીવ લઘુકર્મી કઈ રીતે થાય છે? ૦ચરમાવર્તના લક્ષણો. આપણે સક્રિયાના અધિકારી ક્યારે બની શકીએ? 0 આત્માની ચાર અવસ્થા નવમાંગ્રેવેયકના સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિદેવોનો તફાવત 0 આત્માસ્વરૂપે કેવો છે? 0 આયંબિલની મહત્તા શું? 0 આત્મવિકાસના પાંચ પગથિયા કર્તાભાવ ક્યાં સુધી રહે? અરિહંતના શુદ્ધ સ્વરૂપને પકડી આપણો આત્મા કેવી રીતે શુદ્ધ બને? 0 આત્માની સ્પર્શના એટલે શું? હું આત્મા છું એવી ખબર ક્યારે પડે? સર્વમાં પોતાનો આત્મ-'સ્વ'પહેલો કે પછી? સુખી થવાનો માનસિક સમાધિનો ઉપાય શું? 0 કયો જીવ આત્માના સુખને ભોગવી શકે છે? મિથ્યામોહ અને ચારિત્રમોહરૂપવિષ આત્મામાં કેવા ભાવ જગાવે છે? શ્રાવકધનનો વિચાર ક્યારે કરે? સાધુનિષ્પરિગ્રહી ક્યારે કહેવાય? સ્વાધ્યાય કોને કહેવાય? * શરીર સાથે કામ લેવાનું છતાં તેને પરતરીકે કેવી રીતે મનાય? સાધુ કેવો હોય? નિરંજન.નિરંજન કોને કહેવાય? શાતાનો ઉદય થયો એટલે શું? વીતરાગની પૂજા શા માટે? ઉત્તરાધ્યયનમાં પાંચ પ્રકારની ક્ષમા ૩૧ર 313 319 ૩ર૦ ૩રર 323 326 328 333 334 336 343 35O ઉપર 353 358 359 ૩૭ર 374 375 376 380 381 381 382 384 386 387 'જિજ્ઞાસુ વાચક વર્ગને ખાસ સૂચના' આ જ્ઞાનસાર ગ્રંથ આત્માનુભૂતીના સંવેદન સ્વરૂપ હોવાથી અત્યંત મનનીય-ચિંતનીય છે. જ્ઞાનસાર-૩ // 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાનસાર” અર્થાત આગમનો સાર અર્થાત્ આત્માનો સાર અર્થાત્ આત્માના અનુભવની વાત... ગ્રંથકારઃ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ ટીકાકાર પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ વાચનાદાતા પૂજય ભવોદધિતારક વિજય રવિશેખર સૂરીશ્વરજી મહારાજ. આ ગ્રંથનાં ટીકાકાર મહર્ષિ પરમ પૂજ્ય શ્રી દેવચંદ્રજી મ.સા. નો સામાન્ય પરિચય કરીએ, તેઓએ 10 વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કર્યુ હતું. એમની અમોઘ એવીદેશના સાંભળવા ધરણેન્દ્ર દરરોજ 4 મહિના સુધી બ્રાહ્મણનું રૂપ કરીને આવતા હતા અને ચાર મહિનાને અંતે ધરણેન્દ્ર પ્રગટ થયા અને તેમના પ્રવચનની પ્રશંસા કરી અને ‘વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તે નિઃસ્પૃહ શિરોમણી મહાત્માએ કહ્યું કે જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો તો હું સદાયે મારા શુદ્ધ ઉપયોગમાં રમતો રહું' - એવું વરદાન આપો. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબનો જન્મ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ના કાળધર્મ પામ્યા પછી થયો હતો. પ્રાયઃ હાલમાં તેઓ “કેવલી' તરીકે મહાવિદેહમાં વિચારી રહ્યા નો પ્રધોષ સંભળાય છે. તેઓશ્રીનું જ્ઞાનનિશ્ચય “સાપેક્ષ મનાય છે અર્થાત્ સર્વજ્ઞ પ્રણિત વ્યવહાર નિશ્ચયથી યુક્ત છે, તેને સચોટ પૂર્વાર કરનાર છે. એમણે સરસ્વતી દેવીની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. આવા મહર્ષિના પરમ પાવનીય એવા ગુણોને નમસ્કાર કરીને મંગલાચારણ કરીને હવે જ્ઞાનસારની વાચના અર્થાત્ સમજવાની શરૂઆત કરશું. જ્ઞાનસાર-૩ || 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮મું અષ્ટક ત્યાગ ઈદ્રિય પર જય મેળવવા માટે ત્યાગ કરવાનો તો આત્મા ઈદ્રિયોને જીતી શકે. ઈદ્રિય ઉપર વિજય મેળવવાને બદલે જીવ ઈદ્રિયને આધીન બની જીતતો જાય છે. આત્માના સ્વરૂપ સિવાયનું બધું ત્યાગ કરવાનું છે. જે કર્મથી પ્રાપ્ત થયું છે તે બધું આત્મા માટે હેય છે. સર્વજ્ઞ તત્ત્વ દ્વારા વસ્તુ તત્ત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી વૈરાગ્ય કાચો. આત્માએ ક્રિયા દ્વારા નિર્જરા કરવાની છે પણ સમજ્યા વગર કરેલી ક્રિયાની ફળશ્રુતિ નહીં આવે. પરમાં રહી પરથી પર થવાની સાધના એ મોક્ષ સાધના છે. આત્માના સ્વરૂપને ઢાંકનાર પરભાવ છે એનો ત્યાગ કરવાનો છે. બધા પરભાવનો ત્યાગ આત્મા જ્યારે કરે ત્યારે તેને પોતાનું સુખ પ્રાપ્ત થાય. અઘાતી કર્મના ઉદયથી આત્માને જે પ્રાપ્ત થયું છે તે આત્માનો પરભાવ છે, આ જ જીવનો સંસાર છે. આત્માને આત્મામાં રહેવાને બદલે અઘાતી કર્મના ઉદયથી મળેલી ચાર વસ્તુમાં રહેવાની ભાવના છે, આયુષ્ય-નામ-ગોત્ર-વેદનીય આચારને મોહ પકડે છે. આત્માની રૂપાતીત અવસ્થાને પકડવાથી મોહ એની મેળે છૂટશે. આત્મા કર્મનું સર્જન સતત કર્યા કરે. જેનું સર્જન છે તેનું વિસર્જન થઈ શકે. કર્મથી જે-જે સર્જન કર્યું છે એનું વિસર્જન કરવાનું છે. પોતાને પહેલા નિર્ણય થવો જોઈએ કે પોતાનું શું છે? અને પોતાનું શું નથી. જ્ઞાનસાર // 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ 0 સ્વદ્રવ્ય- સ્વક્ષેત્ર - સ્વકાળ - સ્વભાવ. * સ્વદ્રવ્ય સ્વદ્રવ્યનો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્મા સ્વદ્રવ્યમાં ન આવે. પરદ્રવ્યના ઉપયોગનેમિથ્યાત્વના કારણે સ્વ માન્યા. આત્મા એ સ્વદ્રવ્ય છે. એ સિવાય જગતનું એક પણ દ્રવ્ય સ્વદ્રવ્ય નથી. એક પણ દ્રવ્ય પોતાનું ન લાગવું જોઈએ. તમામ પર પર્યાયરૂપે લાગવા જોઈએ. પર સાથે ઔચિત્ય વ્યવહાર કરવાનો છે તો મોહ પોતાનું કાર્ય નહીં કરી શકે. તમામ પરિણામમાં મોહને નાથવાનો છે. * સ્વક્ષેત્ર જ્યાં રહીએ તે જ સ્વક્ષેત્ર. આ જીવને પોતાનું શું છે એ જ સમજાતું નથી એટલે એ પરમાં સ્થિર છે અને પોતાનામાં અસ્થિર છે. આત્માના અસંખ્ય પ્રદેશો એ સ્વક્ષેત્ર છે એ સિવાય બધું છોડવાનું છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારથી અતીત થવાની સાધના એ જ મોક્ષ. * સ્વકાળઃ વ્યવહાર કાળનો આધાર પુદ્ગલ દ્રવ્ય છે. સમગ્ર વ્યવહાર પુદ્ગલના આધાર પર છે. પુદ્ગલોનું પરાવર્તન એ કાળદ્રવ્ય છે. સ્વકાળ દ્રવ્ય ફરતું નથી એના માટે કાળ નહીં બધા પરકાળમાં પર થઈ જવાનું પરની અસરને પામી રાગદ્વેષ પામે. આનાથી રહિત થઈ શેયના જ્ઞાતા બનવાનું છે. રાગ દ્વેષ થાય તો કર્મબંધ થાય તો વિસર્જન ન થાય, સર્જન થાય. દા.ત. શિયાળો આવ્યો, પુગલનું પરાવર્તન વાતાવરણ ફરે. શીતળ પુદગલોનું પ્રમાણ વાતાવરણમાં વ્યાપી જાય. રાત-દિવસ એ પરાવર્તન - સિધ્ધમાં કાંઈ નહીં. * સ્વભાવઃ પર સ્વભાવમાં પુદ્ગલનો સ્વભાવ છોડવાનો. સ્વને પકડવાનો. વર્ણ–ગંધ–રસ–સ્પર્શએ પુદ્ગલનો સ્વભાવ છે. આત્મા અનાદિથી પુદ્ગલમય બન્યો છે એથી એ જ સ્વભાવ બનાવશે. પુગલનો સંબંધ આત્મા સાથે સંયોગ સંબંધથી છે. આત્માને કર્મ-કાયાનો સંબંધ સંયોગ સંબંધ છે. આત્મામાં રહેલો પોતાનો ધર્મ (જ્ઞાનાદિ જ્ઞાનસાર–૩ || 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુણ) સમવાય સંબંધથી રહેલો છે. ગુણો આત્મામાં સમવાય સંબંધથી રહ્યા છે. જે આત્મા સાથે રહે છે તેની માટે મહેનત નથી, જે ધનાદિઆત્મામાં રહેવાના નથી એની માટે આત્માદોડાદોડી કરે છે. બહાર જે છે એ મેળવવા પુરુષાર્થ કરીએ છીએ પણ અંદર રહેલા કેવલજ્ઞાનને પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ નથી. સમ્યગુદર્શનવાળો આત્મા કાયપાતી હોઈ શકે, ચિત્તપાતી ન હોય. હમણા સુધી હું મારા સ્વરૂપ સ્વભાવને ભૂલી ગયો હતો. પરમાત્મા દર્શન કરતાં મને મારો સ્વભાવ યાદ આવ્યો. મિથ્યાત્વ પડલ નાશ થવાથી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન-રુચિ થઈ પછી થયું કે આ તો મારામાં અંદર જ છે. મન બીજામાં પડયું એટલે ઉપાધિ થઈ. આત્મા માટે ઉપાદેય અને હેય શું? અનંતકાળથી આત્મા દુઃખો ભોગવવા માટે ટેવાઈ ગયો છે એ દુઃખ વગર એને ચેન ન પડે. આત્માના સ્વરૂપ સિવાય બધું ત્યાગ કરવા યોગ્ય છે. આત્મા સાથે સદા રહે તે ઉપાદેય, સદા ન રહે તે હેય. સ્વની અંદર રુચિનો પરિણામ પ્રગટ કરી પૂર્ણ પુરુષાર્થ કરવાનો છે. મતિ-શ્રુત જ્ઞાનથી શરૂઆત કેવલ જ્ઞાનથી પૂર્ણ. a વ્યવહાર શા માટે ત્યાજ્ય? અને શા માટે કરવાનો? વ્યવહાર નિશ્ચયથી ત્યાજ્ય છે અને નિશ્ચય પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞ કથિત જ્ઞાનાચારાદિ પંચાચાર વ્યવહાર ઉપાદેય છે. બધો વ્યવહાર પર સ્વરૂપ છે માટે એ છોડવો પડે. ધર્મનો તમામ વ્યવહાર આત્મધર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવો પડે. જ્યાં સુધી સમગ્ર વ્યવહાર ધર્મનિશ્ચયરૂપી ધર્મ બને ત્યાં સુધી કરવાનો છે. તમામ વ્યવહાર ધર્મ સાધન રૂપે છે. આપણે વ્યવહારને પૂર્ણ ધર્મ માની લીધો તેથી નિશ્ચય ધર્મ બાજુ પર રહી ગયો. પોતાના આત્મામાં રહેલો જ્ઞાનાદિ ગુણ રૂપ ધર્મ આત્માથી જુદો નથી પાડવાનો. જ્ઞાનસાર-૩ // 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયોપથમિકભાવ ક્ષાયિકભાવનું સાધન છે. ક્ષાયોપથમિક૧૪ પૂર્વનું જ્ઞાન પણ કેવલજ્ઞાનનું સાધન છે એમાં ઉદાસીન ભાવ રાખવાનો.આમાંઆનંદ ભળે તો મરે. જે વર્તમાનમાં આત્માને મળી ગયું તે પૂર્ણ નથી.૧૪ પૂર્વનું જ્ઞાન પણ કેવલજ્ઞાન પાસે કંઈ નથી એ વિચારવાનું. અનંતા 14 પૂર્વીઓ પણ સાવધાન ન રહ્યાં તો સમકિતથી પડી નરકનિગોદમાં ગયા. આપણે આપણા આત્માને કેવલજ્ઞાનને ભૂલી ગયા છીએ. માટે રુચિનો પરિણામ પરસંપત્તિમાં ગયો. જીવે આજ સુધી અભોગ્ય વસ્તુને ભોગ્ય માનીને ભોગવી. ભોગઃ એકવાર ભોગવાય તે. ઉપભોગ વારંવાર ભોગવાય તે. નિશ્ચયથી જ્ઞાન ભોગ્ય છે, ચારિત્ર ઉપભોગ છે. જ્ઞાનનો ભોગ - સમયાંતર, એક સમયે જ્ઞાનોપયોગ અને એક સમયે દર્શનોપયોગ. સમતારૂપ ચારિત્ર નિરંતર. આત્માનાં સ્વરૂપ અને સ્વભાવ સિવાય બધું હેય છે. a વ્યવહાર માર્ગે વચન અનુષ્ઠાનની સાધનાની પરાકાષ્ઠ પહોંચ્યા પછી નિશ્ચય પ્રધાન અસંગ અનુષ્ઠાનની સિધ્ધિ માટે ત્રણ વસ્તુનો ત્યાગ :1 ઉત્સર્ગ માર્ગે 3 વસ્તુનો ત્યાગ - નિશ્ચય પ્રધાન ત્યાગની વિચારણા. (1) અરિહંત આદિદેવોનો પણ ત્યાગ કરવાનો.વીર પ્રભુ પ્રત્યેનાંરાગથી ગૌતમનું કેવલ જ્ઞાન અટક્યું. (ર) અરિહંત પરમાત્માના યોગે શુભ ભાવ પ્રગટે તેનો ત્યાગ, ધ્યાન અધ્યયન-સ્વાધ્યાયનો ત્યાગ. (3) એ નિમિત્તે પ્રગટ થતા ક્ષાયોપથમિક ભાવનો ત્યાગ કરવાનો. જ્ઞાનસાર–૩ || 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણનો ત્યાગ થાય ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય. અર્થાત્ જ્ઞાનથી કેવલી અને સ્વભાવથી વીતરાગ બને. અશુભ રાગાદિભાવનો ત્યાગ તે માટે પ્રશસ્ત અરિહંતાદિ આલંબન જરૂરી, પછી અરિહંત આદિ શુભ આલંબનનો પણ ત્યાગ કરવાનો. અશુભમાંથી શુભમાં આવવા માટે શુભ આલંબન મૂકયાં છે. પછી સામાયિક–પૌષધ–વિરતિ વગેરે.વિરતિની પ્રધાનતા માટે આત્મામાં ઉતરવું પડે. પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી ભાવ સામાયિકમાં રહેવાનું છે. વીતરાગતા ન આવે, કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી સૂત્રની સહાય લેવાની. 2 મિથ્યાત્વ મુખ્ય બે પ્રકારે : વ્યકત અને અવ્યકત આત્મા અનાદિથી મિથ્યાદષ્ટિ છે. આત્મા જ્યાં સુધી સંજ્ઞીપણાને પામતો નથી ત્યાં સુધી એને અવ્યક્ત મિથ્યાત્વછે. અજ્ઞાન અવસ્થા છે. દેવની ખબર જ નથી.નિગોદમાંથી બહાર નીકળી એકેદ્રિય-બેઈદ્રિય-તેઈદ્રિયચઉરિંદ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી અવ્યક્ત મિથ્યાદષ્ટિ હોય. દેવતત્ત્વ - ગુરુતત્ત્વનું ભાન ન હોય પછી સંજ્ઞીપણું પામે ત્યારે વ્યક્તિ મિથ્યાત્વ પામે. નરકગતિમાં સંજ્ઞીપણું હોવામાં સમ્યગું જ્ઞાન અતિ દુર્લભ છે. મનુષ્યભવમાં અનાર્યભૂમિમાં ઉત્પન્ન થાય તો કંઈ ન કરી શકે. તિર્યંચમાં પણ ઉપયોગ ન આવે. કદાચ જાતિ સ્મરણ થાય તો જુદી વાત છે. જે વ્યકત મંદ મિથ્યાત્વી જીવ હોય તે સમકિત પામી શકે. આત્મા અનાદિથી અવ્યકત મિથ્યાત્વમાં જ રહ્યો છે. દેવ-ગુરુનો સંયોગ મળવો અતિ દુર્લભ છે. વ્યક્ત મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. (1) અભિગ્રહીક (2) અનાભિગ્રહીક (3) આભિનિવેશિક (4) સાંશયિક (5) અનાભોગ. (1) અભિગ્રહકઃ પોતે માનેલા દેવ-ગુરુને જ સાચા માને ત્યાં સુધી આત્મા સમકિત ન પામી શકે. એની પક્કડ તીવ્ર હોય. જ્ઞાનસાર-૩ // 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ (2) અનાભિગ્રહીકઃ જગતમાં જેટલાદેવ-એ બધા સારા, મિથ્યાત્વની તીવ્રતા નથી, ભદ્રિકતા હોય, સત્ય સમજાવનારનો યોગ મળે તો આત્માનું કલ્યાણ થાય. કોઈપણ જીવને મિથ્યાદષ્ટિ માની, હલકી દષ્ટિથી ન જોવાય. એ આત્મા કદાચ વિકાસની ભૂમિકામાં હોય અને આપણે પડવાની ભૂમિકામાં આવી જઈએ. આપણે સારી ભાવના ભાવીએ તો સમકિતની નિર્મળતા થાય. કષાય કર્યો તો સમકિત મલિન થાય. (3) આભિનિવેશિક સમ્યગુદષ્ટિ આત્મા હોય પણ મિથ્યાત્વના ઉદયે કોઈ એક વાતમાં પકડ આવી જાય. (દા.ત. જમાલિ) (4) સાશયિક શંકા પામે. સમ્યકત્વમાં અતિચાર લગાડે. ઉપશમ - ક્ષાયિકમાં અતિચાર ન લાગે. અનાભોગઃ સર્વજ્ઞના વચન પ્રમાણે માનવામાં ઉપયોગનો અભાવ આપણને આમિથ્યાત્વ હોઈ શકે. મિથ્યાત્વની મંદતાથી ક્ષાયોપથમિક સમકિત પ્રાપ્ત થઈ શકે. જ્યારે આત્માને સમ્યક્ દર્શન પ્રગટ થાય ત્યારે પોતાની અંદર રહેલા ધર્મની રુચિ થાય. આત્મા શરમાવર્તામાં આવે પછી જ સમકિત પ્રગટી શકે. અચરમાવમાં સંસાર વધારવાના લક્ષથી જ દેવ-ગુરુ પાસે જાય. ધર્મ કરવાથી વિનો ટળે, ઉપાધિ ન આવે એવી શ્રદ્ધા પ્રબળ હોય. સમ્યકત્વ એટલે અસ્તિત્વનો નિર્ણય - અસ્તિત્વનો સ્વીકાર અને અસ્તિત્વની રુચિ.સ્વ આત્માના અસ્તિત્વનો નિર્ણય પછી રુચિ થાય.અનાદિથી થયેલ મુક્તિનો દ્વેષ ટળે ત્યારે ચરમાવર્તામાં આવે. . ધર્મના અધિકારી કોણ? ધર્મના અધિકારી આસન ભવ્ય તથા અપુનબંધક ભવ્ય જીવો બને. સમ્યદર્શન પ્રગટ થાય આત્માદિ ગુણરૂપે ધર્મ સમજાય એની રુચિ જ્ઞાનસાર-૩ || 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ જાગે ત્યારે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનો સ્વીકાર કરે. અરિહંત પરમાત્માને ગુણથી સ્વીકારે. મારી પૂર્ણતા એના ગુણની પૂર્ણતાથી જ થશે એમ માને. આ બધા આત્મધર્મના કારણો છે. એ કારણો જાણી ધર્મકરે તો શુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો કહેવાય. શુદ્ધ દેવ - શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ જાણી અંદર રુચિ થાય, નિર્ણય કરી તે પ્રમાણેનો પુરુષાર્થ કરવાની રુચિ કરે કે આત્મામાં સત્તાગત જે છે એ પ્રગટાવવાનાં છે એ પ્રમાણે પુરુષાર્થની રુચિ કરે તો જ સમ્યગુદષ્ટિ. સમકિતનો પ્રભાવ ગુણને જોઈગુણની રૂચિ થાયતોનિયમા–સમકિતનું લક્ષણ. પુદ્ગલને જોઈ પુગલની રુચિ થાય તો મિથ્યાત્વનું લક્ષણ. સ્વની રુચિ રૂપ ભાવનો પ્રશસ્ત પણ ત્યાગ કરવાનો છે. વ્યવહારથી પ્રશસ્ત ઉપાદેય છે. પોતે વીતરાગ બન્યા પછી પ્રશસ્તનો પણ ત્યાગ કરવાનો છે. અરિહંત પરમાત્મા સાક્ષાત્ હોય તો તેનો સ્વીકાર કરી તે મય બનવાનો પ્રયત્ન કરવાનો. પોતે કેવલી બને તો પોતાનું અસ્તિત્વ જુદું રહે. કેવલીઓ જ્ઞાનથી પૂર્ણ હોવા છતાં તેઓ તીર્થંકર પરમાત્માના સમોવસરણમાં આવી તેમની દેશના સાંભળે તેવા પ્રકારનો કલ્પ હોય છે. વસ્તુનો તત્ત્વથી પૂર્ણ નિર્ણય ન થાય તો વિકાસ ન થાય. મોહનો પરિણામ છોડવાનો. અપ્રશસ્ત છોડી ધીમે ધીમે પ્રશસ્ત પકડી, પ્રશસ્તને છોડતાં જવાનું છે. સાધ્ય - સાધન અને સાધનાની ભૂમિકાની ભેદરેખા સ્પષ્ટ ન હોય તો ગૂંચવણ ઊભી થાય. * પ્રશસ્ત મોહનો પરિણામ પાતળો થતો જાય. (સુદેવ-ગુરુ ધર્મ પ્રત્યેનો રાગ) જ્ઞાનસાર-૩ || 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ આ અપ્રશસ્ત છૂટે નહીં ત્યાં સુધી પ્રશસ્તને ન છોડાય. પછી પ્રશસ્તને પકડી પ્રશસ્તને પણ છોડવાનું. * અપ્રશસ્ત સ્વરૂપ અને સ્વભાવને પ્રગટ કરવામાં જે સહાયક ન હોય એ અપ્રશસ્ત, પર પરિણતિનો ત્યાગ કરી સ્વ પરિણતિને ગ્રહણ કરવાની. * અપ્રશસ્ત કુદેવ-કુગુરુનો ત્યાગ કરવાનો. સાધન તરીકે વિષયોના બધા સાધનોનો ત્યાગ કરવાનો. * પ્રશસ્ત સુદેવ–સુગુરુ-સુધર્મનું આલંબન, આગમ, રજોહરણ, બધું સારું ગ્રહણ કરવાનું વિધિરૂપે બતાવેલ વ્યવહાર ગ્રહણ કરવાનો, આલંબન ગ્રહણ કરવાનું સ્વપરિણતિને ગ્રહણ કરી પ્રશસ્તને પણ છોડી દેવાનું. સ્વપરિણતિરૂપ જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-ભાયોપથમિક ભાવમાં જવાનું છે. દા.ત. વ્યવહારથી ઉપવાસ એટલે ત્રણ કે ચાર આહારનો ત્યાગ.એ દ્રવ્ય અને ખાવાની ઈચ્છાનો અભાવ એ તપની પરિણતિ. અર્થાત્ ભાવથી તપ. અલ્પકાળ માટે થાય તે ક્ષયોપશમ, સદા માટે થાય તે ક્ષાયિક. ક્ષાયિકભાવ પ્રગટ કરવા માટે અભ્યાસ રૂપેક્ષયોપશમ એ પણ સાધન. પૂર્ણતા એ ક્ષાયિક ભાવ છે. * જે આત્મામાં સદા ન રહે તેનો ત્યાગ કરવાનો છે. આત્માનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય - સ્વભાવ પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી ઉપયોગ મૂકવો પડે. ઉપયોગનિરંતરનચાલે, અંદર અંતરાય ઊભો છે. * સ્વરૂપે પ્રગટ કરવા માટે દ્રવ્યથી પુદ્ગલનો ત્યાગ. સ્વભાવ પ્રગટ કરવા માટે જ્ઞાનનો ઉપયોગ–મોહનો ત્યાગ. સર્વજોયના જ્ઞાતારૂપે નિરંતર રહેવાનું. જ્ઞાનના ઉપયોગમાં સ્વરૂપને પકડવાનું છે, નહિતર સ્વરૂપ ઢંકાશે. ક્રિયા દ્વારા આત્માએ યોગમાંચડવાનું, યોગથી ઉપયોગમાંચડી યોગ છોડવાનાં. આત્માના ગુણવૈભવમાં જવાનું છે. જ્ઞાનસાર-૩ || 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમમાં મોહ આવે–જાય એ પરિણામ થાય. મોહ એકસરખો છૂટતો જાય તો ક્ષાયોપશમિક છૂટે અને ક્ષાયિકમાં આવે. ક્ષાયોપથમિક એ ટેમ્પરરી છે– એમાં પૂર્ણતા માની લેવાય તો આત્મા આગળ ન વધે. ૭મા ગુણઠાણે ક્ષાયોપથમિક ચડ–ઉતર થાય. ૮મા ગુણઠાણે શ્રેણિ માંડી ક્ષાયિકભાવ આવ્યો. એમાં વૃદ્ધિ થતાં ઉપર ઉપર ચડતો જાય તો ૧રમા ગુણઠાણે મોહ જાય. ક્ષાયિકવીતરાગતા પૂર્ણ–૧૪મા ગુણઠાણે સંપૂર્ણ શુધ્ધ થાય. ૭મા ગુણઠાણે ચડે–પડે. ચડવામાં શુદ્ધિ, પડે તો અશુદ્ધિ. મોહને દબાવી દીધો. ઉદયમાં નથી માટે શુદ્ધિ, અશુદ્ધિ ઉદયમાં આવે એવો પડે. આત્મા પોતાના સ્વભાવ-ગુણઠાણામાં ન રહે તે મોહ. પુદ્ગલ સાથે રહેવાનો ભાવ એ મોહ પોતાનામાં રહેવામાં મુંઝવણ થાય એ મોહ. ૯નોકષાય- મોહના પરિણામ છે. શરીરની ચેષ્ટા કરાવે. મોહમટી જાય કે ઓછો થાય તો શરીરની ચેષ્ટા કરવાનું મન ન થાય. * પુદ્ગલની ચેષ્ટા રોકવી એ ધ્યાન. આત્મવીર્ય પોતાના ગુણમાં પ્રવર્તમાન થાય તો ચેષ્ટા ન કરી શકે. પ્રવૃત્તિ અને ચેષ્ટા બને અલગ છે. પ્રવૃત્તિ આત્મવીર્યના પ્રવર્તનથી થાય. ચેષ્ટા મોહનાવિકારથી થાય. પ્રવૃત્તિ સાથે વીર્ય પ્રવૃત્તિ ભળે અને મોહચેષ્ટા ન ભળે તો નિર્જરાનું કારણ બને. ક્ષાયિક ભાવની પરિણતિ એ સાધ્ય છે. જ્યાં સુધી સાધ્યની પૂર્ણતાના આવે ત્યાં સુધી બધું સાધન ગણાય. સાધ્યસિવાયના સર્વને સાધન માની જેમ જેમ સાધ્ય સિદ્ધ થાય તેમ સાધન છોડતો જાય. ચાર નિક્ષેપે ત્યાગની વિચારણા નામ–સ્થાપના-દ્રવ્ય–ભાવથી ત્યાગ કરવાનો છે. * નામ નિક્ષેપો–નામથી ત્યાગ - કોઈનું 'ત્યાગ' નામ હોય. સ્થાપના નિક્ષેપો–સ્થાપના ત્યાગ:-દસ યતિધર્મની સ્થાપના કરી પૂજા કરવાની તો ત્યાગ ધર્મની સ્થાપના થાય. જેમ પાંચ પરમેષ્ઠિ - ચાર * શાળા જ્ઞાનસાર-૩ // 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન - દર્શન - ચારિત્ર - તપ અરૂપી છે. અરૂપીની પૂજા ન થાય. પણ આપણે સિદ્ધચક્રમાં તેમની સ્થાપના કરી પૂજા કરીએ છીએ. * દ્રવ્ય નિક્ષેપો-દ્રવ્યત્યાગ:- હેતુ વિના સમજ્યા વિના કારણ વિના ક્રિયા કરે. સમજ્યા વિનાનો ત્યાગ એ દ્રવ્યથી ત્યાગ છે. ફકત કરવા પૂરતો ત્યાગ છે, વાસ્તવિક નહીં. સંસાર છોડ્યો છોડવા પાછળ ઈદ્રિયોના સુખનો અભિલાષ હોય તો દ્રવ્ય ત્યાગ. ઘરમાં કોઈ માન ન આપે પણ સાધુપણામાં બધું મળે, માટે દીક્ષા લે તે દ્રવ્યથી ત્યાગ થયો. શું ત્યાગ કરવા જેવું છે? શું ત્યાગ કરવા જેવું નથી એવા ઉપયોગનો અભાવ તે દ્રવ્ય ત્યાગ. * ભાવ નિક્ષેપો–ભાવત્યાગ H સર્વજ્ઞ પરમાત્માએ જે વસ્તુને છોડવાની કહી તે છોડી, એ છૂટ્યાનો આનંદ આવે તો આત્માને મોહનો પરિણામ નહીં તો શુદ્ધ દાન. સામાયિકમાં સ્વરૂપ સિવાય બધા સંયોગહેય છે તેથી છોડવું જોઈએ નથી છૂટતું તો બે ઘડી છોડો. સર્વ સંગ છોડવાના અભ્યાસ માટે બે ઘડી સામાયિકમૂક્યું છે એ ભાવથી સામાયિક કરવાનું છે. જેટલો સમય શુદ્ધ ઉપયોગ પ્રધાન સાધના થાય તેટલી નિર્જરા અને પ્રશસ્ત ભાવ પ્રધાન સાધના થાય તેમાં અલ્પનિર્જરા પુણ્યનાં અનુબંધ થાય. (1) આગમથી દ્રવ્યત્યાગઃ આગમથી ત્યાગના સ્વરૂપને જાણ્યું પણ પ્રરૂપણા વખતે કે ત્યાગ કરતી વખતે અનુપયોગ હોય ત્યારે દ્રવ્ય ત્યાગ કહેવાય. અથવા સંસારના સુખાદિ કોઈ પણ પર અભિલાષપૂર્વક ત્યાગ કરવામાં આવે તો તે દ્રવ્ય ત્યાગ કહેવાય છે. નોઆગમઃ વર્તમાનમાં શરીર છે તેમાં આત્મા રહેલો હતો તે ત્યાગના સ્વરૂપને જાણતો હતો અને તે જાણનાર આત્મા પરલોકમાં જાય કે નિર્વાણ પામેતેનું શરીર વર્તમાનમાં છે તે દ્રવ્યત્યાગ નોઆગમથી છે. ભવ્ય શરીરઃ અત્યારે ખબર ન હોય, ભવિષ્યમાં ત્યાગ કરનારો અર્થાત્ વર્તમાનમાં નવદીક્ષિત છે પછી તે આગમ વડે ત્યાગ સ્વરૂપ જાણશે તો તે ભવ્ય શરીર છે. જ્ઞાનસાર-૩ || 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધુપણામાં આવે ત્યારથી પોતાનાથી જે ભિન્ન છે, પર છે તે બધું ભાવથી છોડી દે. પોતાના સ્વરૂપને પ્રગટ કરનારી સાધનાને અભિમુખ હોય. પરમાત્માની આજ્ઞા સ્વરૂપને પ્રગટ કરવાની છે. અંતર્મુહૂર્તની અંદર સંપૂર્ણ મોહનો નિકાલ થઈ શકે પણ તે સાધુ બન્યા વગર થાય નહીં. વિતરાગ સર્વજ્ઞ પોતાના પૂર્ણ સ્વરૂપને જોનારા જાણનારા છે. હવે કોઈપણ સંબંધમાં રહેવાના પરિણામવાળા નથી. સાધુપણું એટલે સર્વ પરિગ્રહનો ત્યાગ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવ બધાનો ત્યાગ. હવે મૂળ નિશ્ચય માર્ગ છૂટી ગયો, વ્યવહાર માર્ગ કથળી ગયો. પાત્રતા હોય તો જ જ્ઞાનસાર સમજાય, સાધુઓ માટે સાનસાર પ્રાણ સમાન છે. પોતાને પોતાની રૂચિ અને પોતાનામાં પોતાના ગુણની રમણતા આ બે પરિણતિ સહજ હોવી જોઈએ. ચારિત્રમોહના કારણે જ્યાં સુખ નથી ત્યાં પણ સુખ અનુભવાય. ખાતી વખતે મીઠાશ, કોમળતા, સ્વાદમાં સુખરૂપ અનુભવ ન થવો જોઈએ પણ તે માત્ર શેયરૂપ, પરસંયોગ રૂપ બનવો જોઈએ. * પ્રથમ દષ્ટિભ્રમ પછી આચારભ્રમ. ગુણમાં સ્થિર થઈ જાય તો ભ્રમ નહીં રમણ. પુદ્ગલમાં ભ્રમણ નહીં આત્મગુણોમાં રમણ. પરને ગ્રહણ કરે માટે અસ્થિરતા માટે પરિભ્રમણ થાય. સિદ્ધના આત્મામાં એના ગુણમાં નિરંતર આત્મવીર્યનું પરિણમન ચાલ્યા કરે.નિરંતર શેયમાં હોય શેયના જ્ઞાતારૂપે પરિણમન પામે. જ્ઞાન અને દર્શન ગુણ તે બોધ રૂપ, ચારિત્ર સમતારૂપ અને વીર્ય શક્તિ સ્વરૂપ છે. દરેક વસ્તુમાં બે ધર્મ- (1) સામાન્ય (2) વિશેષ. સામાન્યથી બોધ કરે તે દર્શન, વિશેષથી બોધ કરે તે જ્ઞાન. મોહના ત્યાગ પૂર્વકનો ત્યાગ એ ભાવ ત્યાગ. જ્ઞાનસાર-૩ || 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા : 1 સંયતાત્મા શ્રયે શુદ્ધો-પયોગ પિતર નિજમાં ધૃતિ મખ્ખાં ચ પિતરી, તન્મ વિરુજત ધ્રુવ... ll1 ગાથાર્થ: "હે માતાપિતા! સંયમને અભિમુખ થયેલો હુંરાગદ્વેષ રહિત શુદ્ધ આત્મજ્ઞાનરૂપ પોતાના પિતાનો અને આત્મરતિરૂપ માતાનો આશ્રય કરું છું. આથી હવે તમે મને અવશ્ય છોડો." જે સંયમી બનવા ઈચ્છે છે તે જ શુદ્ધ ઉપયોગરૂપ પિતાની સેવા કરે અને ધૃતિરૂપી માતાનો આશ્રય ધારણ કરી શકે છે. તે માટે કર્યજનિત માતા–પિતાનો ત્યાગ કરવાનો છે. વ્યવહાર તપની સાથે નિશ્ચય નયની કેવી સુંદર ભૂમિકા છે. માટે જ સાધુજીવનમાં સૌ પ્રથમ ઉપયોગનો કાઉસ્સગ્ન કરવાનો છે. યોગ એનિસરણી સ્વરૂપ છે, ઉપયોગ એ શ્રેણિ પર ચઢાવનાર છે. જો ઉપયોગ શુદ્ધ નહોય તો અવશ્ય કર્મબંધ થાય, ઉપયોગથી ક્રિયામાં અપૂર્વ આનંદ પ્રગટ થાય અને તે ક્રિયા દ્વારા અપૂર્વ એવી કર્મનિર્જરા થાય. જીવે જે કુક્ષિમાં જન્મ લીધો છે એ મારી માતા છે એમ માને છે એ મિથ્યાત્વ છે. તેના કારણે આત્મા સહજ સમતામાં આવી શકતો નથી. માના આહાર દ્વારા તે પ્રથમ પોતાના શરીરની રચના કરે છે પણ આ બધું ઔદયિક નામકર્મના કારણે થાય છે. તેથી તેના દ્વારા બંધાયેલા સંબંધો અશાશ્વત છે એમ સમજીને સંયત આત્મા ઉપયોગ રૂપ પિતાનો આશ્રય કરીને રહે છે. શેયના માત્ર જ્ઞાતા બનવાનો ઉપયોગ આપણામાં છે કે નહીં? જો છે તો આત્માની અભિમુખ બની પ્રગતિના સોપાન સર કરી શકીશું. માટે જ અહીં સંયત આત્મા અને સંયમને અભિમુખ બનેલા આત્માની વાત કરી છે. જિનાજ્ઞાનો સ્વીકાર કર્યો છે હવે તે મુજબ પાલન કરવાનું છે. જ્ઞાનસાર-૩ || રર Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તો સ્વરૂપથી "હું આત્મા છું અને શરીર નથી" એ ઉપયોગ આવવો જોઈએ. હુંરૂપાતીત છું વર્તમાનમાં જે છું તે હું નથી. જે રૂપે દેખાઉં છું તે આકારમય, રૂપમય એવું સ્વરૂપ છે તે તો પુદ્ગલમય સ્વરૂપ છે માટે તે હું નથી. બાળક જેમ માતાના ખોળામાં ખેલવાના સ્વભાવવાળો છે તેવી જ રીતે સંયતાત્મા ધૃતિરૂપ માતાના ખોળામાં ખેલીને કર્મનિર્જરા કરે છે. આ નિશ્ચયથી માતા-પિતા બતાવ્યા તેને છોડવાના નથી. આહાર પર્યાપ્તિનામ કર્મના ઉદયે ત્યાં આવીને તે પુગલોને ગ્રહણ કરાવી ઔદારિક શરીરને તૈયાર કરે છે. એ નવો જન્મ એનો થયો. હવે એને હું એટલે આ શરીરરૂપે છું તેવો ભ્રમ થાય છે અને જેની કુક્ષિમાં ઉત્પન થયો તેને પોતાના માતા-પિતા માને છે. તે માતા-પિતાનો ત્યાગ શા માટે? નવતત્ત્વના જ્ઞાન દ્વારા શુદ્ધ દશા અને આત્માની અશુદ્ધ દશાનો આબેહૂબચિતાર ખડો થાય છે. નવ તત્ત્વના જ્ઞાન દ્વારા તે સમજતો થાય છે કે મારા કર્મના ઉદયથી હું અહીં આવ્યો છું. નિશ્ચયથી તેઓ મારા માતા-પિતા નથી સાથે એમના આત્માનું પણ કલ્યાણ થાઓ એવી ભાવના રહેવી જોઈએ. તમે એવી સાધના કરો કે તે જોઈને માતાપિતા પણ પામી જાય. તેમને પ્રેમથી સમજાવવા કે હવે હું તમારો પુત્ર નથી કે તમે મારા માતા-પિતા નથી. માટે હવે તમે મને છોડો હું તમને છોડું. વર્તમાનમાં આપણી કચાશ છે કે આપણે અનુભૂતિની દિશામાં જતા નથી. ઉપકારી માતા-પિતાએ જન્મ આપ્યો એ ગુનો કે જન્મ લીધો એ ગુનો? આપનાર–લેનાર ગુનેગાર. નિશ્ચય માર્ગ અને વ્યવહાર માર્ગભિન્ન છે. જે આત્મા પરના સંયોગવાળો હોય એને જન્મ લેવો પડે. આત્મા ગુનેગાર છે. ગુનેગાર આત્મા બીજાને ગુનેગાર બનાવે છે. જ્ઞાનસાર-૩ / 23 Page #25 -------------------------------------------------------------------------- ________________ પીડા નષ્ટ એવા સ્વભાવવાળા આત્માએ પીડા ભોગવવા માટે જન્મ લીધો. પોતે પીડા પામે અને જ્યાં જાય તેને પીડા આપે. સૌથી વધારે પીડા માતાને આપી. નપણોદયં તાસિં, સાગર સલિલા ઉ બહુયર હોઈ, ગલિયં રૂઅમાણીશું, માઊણે અનમના 48aaaa | (વૈરાગ્યશતક) વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે - આ જીવે માતાને એટલું દુઃખ આપ્યું છે કે એના આંસુના સાગરોના સાગરો ભરાય.જે આત્મા માતાને ઉપકારી માને તેણે હવે પછી જન્મ લેવો નહીં અને માતાને દુઃખ આપવું નહીં. હવે મારા આત્માને પીડા ન મળે એ જ કાળજી. પોતાના આત્માની પીડા સહન ન થાય એ આત્મા પીડા આપવાનું બંધ કરશે. આપણને અશાતા ગમતી નથી, શાતા છોડતા નથી. બંને રીતે આત્માને પીડા આપીએ છીએ. સમતા આત્મામાં છે. તેની શોધ કરવાની નથી, શાતાબહાર છે, એટલે એની શોધ કરવી પડે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી શાતા નિકાચિત છે એ ઉદયમાં આવે પણ ભોગવવાનો ભાવ નહોવો જોઈએ. શાતા છોડે તો સમતાના પરિણામ આવે. ઉદયમાં હોય પણ ભોગવવું કે ન ભોગવવું એ વિચારવાનું. ભરત મહારાજાએ સંયોગને હેયમાની રાગદ્વેષના પરિણામ છોડયાં. જેમ વસ્ત્ર એ પરિગ્રહ છે, એમ શરીર ઔદારિક વસ્ત્રો છે, એ પણ પરિગ્રહ છે. શરીરમાં રહી શરીરથી ભિન્ન રહેતો શરીરમાં નિર્લેપતા આવી શકે. * જે સંયોગ આત્માની સાથે સદા ન રહે તેનો ત્યાગ કરવાનો. જે સંયોગ આત્માની સાથે સદા રહે તેનો સ્વીકાર કરવાનો. નિશ્ચયથી માતાપિતા કોણ? વ્યવહારથી માતાપિતા કોણ? આત્મા જ્યાં પોતે આવી નવું શરીર ધારણ કરે છે. આહારના જ્ઞાનસાર-૩ || 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ પરિણામથી સર્વથા મુકત ન બન્યો માટે શરીર ધારણ કરવા આહાર ગ્રહણ કરવા પાછું આવવું પડ્યું. જેને શરીરની અભિલાષ નથી એને આહારનો અભિલાષ નથી. દઢ પરિણામ હોય તો આત્મા અપ્રમત્તભાવ કેળવી શકે તો જ આત્મા અજન્મા બનવાની સાધના કરી શકે. શરીરમાં રહેવાનો ભાવ પુગલના સંયોગવાળો માટે શાતાની શોધ માટે સમતાના ઘરમાં રહી ન શકે. અભિલાષ કરવો અને પ્રયોજન હોવું એ બંને ભિન. કેવલીના આત્માઓ પ્રયોજનરૂપે આહારદિઆપે અભિલાષથી ન આપે. વર્તમાનમાં આપણી અભિલાષાઓની મર્યાદા નથી. શરૂઆતમાં સ્નેહમાતા પર હોય પછી જુદી–જુદી વ્યક્તિ પર ફરતો જાય અને માતા પર ઓછો થતો જાય. કર્મસત્તા ગુનેગારને જ સજા આપે. મારાની મમતા કરી મારું–મારું કરી મર્યા. મોહથી સંબંધ વધાર્યા. માયા–પિય બહિ સંસારત્યેહિ પૂરિઓ લોઓ, બહુ જોરિ–નિવાસી હિં, નય તે તાણં ચ સર ચ ૧લા | (વૈરાગ્ય શતક) સંસારમાં પરિભ્રમણ કરતી વખતે કેટલી માતાઓ કરી ? 14 રાજલોક પણ ઓછા પડે, એશ્લી માતાઓ કરી. આપણે કઈમાતાના ઉપકારો યાદ કરવાનાં? પહેલાં પોતાની ઉપર ઉપકાર કરાય પછી સગા સંબંધી ઉપર ઉપકાર કરાય. માતા પિતાને શા માટે છોડવાના? માતાપિતાને વિનંતિ કરાય કે આપ મને સ્વેચ્છાએ છોડી દો. હુંકર્મકૃત પર્યાયવાળો છું. હું તમારો નથી. તમે પણ કર્મકૃત પર્યાયવાળા છો. તમે મારા નથી, તો આપણે કેમ સાથે રહીએ? મારું મારું કરી મમતા કરી પીડા આપી એના કરતાં મને સ્વેચ્છાએ છોડી દો.નિશ્ચયથી છૂટવાનાં જ છીએ તો અત્યારથી છોડી દો. જ્ઞાન સાર-૩ // 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી ક્ષયોપશમ ભાવ હોય ત્યાં સુધી સાવધાન રહેવાનું. ક્ષાયિકનું લક્ષ રાખી અપૂર્વ પુરૂષાર્થ કરવાનો. કર્મથી સર્વથા છૂટવું હોય તો વ્યવહારથી છૂટવું પડશે. સંસારરૂપી વ્યવહારથી મુકત થવા માંગતા આત્માએ, વ્યવહારની પ્રથમ શરૂઆત માતાથી થઈતો, એને પ્રથમ છોડવી પડે. સંયમને અભિમુખ થયેલા આત્માએ, છોડેલા સંબંધોની અભિમુખ નહીં થવાનું છૂટી જવાનું છે એને યાદ નહીં કરવાનું. એના માટે ઉપાય બતાવે છે. સદાય વ્યવહારને છોડી, નિશ્ચયને પકડવાનું. નિશ્ચયથી પિતા - શુદ્ધ ઉપયોગ છે. નિશ્ચયથી માતા-આત્મ પ્રદેશોમાં રહેવાની રુચિ. સાધુજીવનમાં ઉપયોગરૂપી કાઉસ્સગ્ન કરવાનો છે. 1 નવકાર = 8 શ્વાસોચ્છવાસ - 8 સંપદા. 1 નવકારમાં શુદ્ધ ઉપયોગમાં નવકારમય બની આત્મામય બનવાની પ્રક્રિયા કરવાની છે. નવકાર અને સામાયિક ભિન નથી. શુદ્ધ નવકાર ગણો દેહાતીત અવસ્થામાં પ્રયાણ કરો. આત્મામાંથી રાગ-દ્વેષના પરિણામ જ્ઞાનમાંથી છૂટે નહીં તો ઉપયોગ શુદ્ધ ન થાય. આત્માને આત્મામાં રહેવાનો પરિણામ થવો જોઈએ. આત્મા આત્મા સાથે રહે તો આનંદ આવે. શરીરમાં નથી રહેવાનું. પુદ્ગલના ગુણોથી પર થઈ આત્માના ગુણોમાં ગુણમય બની આત્મપ્રદેશોમાં રહેવાનું છે. આત્મા ગમે તો આત્મામાં રહેવાનું ગમે. હું આત્મા છું, શરીર નથી. એ શુદ્ધ ઉપયોગમાં સતત રહેવાનું છે. ઉત્સર્ગના ઉપયોગમાં હોય તો સમિતિ અપવાદરૂપ બને. ઉત્સર્ગએ ગુપ્તિ- અપવાદ એ સમિતિ છે. સાધુએ ગુખેંદ્રિય બનવાનું છે. બધી ઈદ્રિયોને કાચબાની જેમ સંકોચીને પાકવાથી કરી. જ્ઞાનસાર-૩ // 26 Page #28 -------------------------------------------------------------------------- ________________ રાખવાની છે. સંયમ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ સિવાય વ્યવહાર કરવાનો રહેતો નથી. સંયમ–સ્વાધ્યાયાદિમાટે જ આહાર આપવાનો. આહાર આપતી વખતે સિધ્ધ પરમાત્માને યાદ કરવાના કે આપને ધન્યવાદ છે. આપ દેહથી અતીત છો, કોઈ વ્યવહાર આપ પાસે નથી. હું પણ જલદી વ્યવહારાતીત બનું. શરીરમાં તાકાત હોય તો ઉત્સર્ગ માર્ગે હાલવું ચાલવું નહીં. અપવાદ એ સમિતિ. આપણી કમનસીબી છે કે ચાલવું પડે છે. તે આત્મા ચાલે તો નિર્જરા શરીર ચાલે તો કર્મબંધ. શરીરથી ચાલીએ છીએ તો ઈર્યાસમિતિને બદલે ચાલવાનો લક્ષ રસ્તો કેવો છે? એ જોવાય પણ રસ્તામાં શું છે? કોણ છે? એ ન જોવાય. જીવની ચિંતા કરવાને બદલે જડની ચિંતા કરીએ છીએ. માતાપિતા ઘણાં છોડ્યાં પણ જેને પકડવાના હતા તેને ન પકડ્યા માટે છોડેલા ફરી પકડાયા. રાગદ્વેષ તૂટે ત્યારે આત્માને પકડે અને રાગદ્વેષ હોય તો શરીરને પકડે. શરીરને પકડે એટલે શાતા અશાતાને પકડે. સમતાને પકડવાની છે. ગુણસ્વરૂપ કુટુંબને પકડવાનું છે. મન-વચન કાયામાં શુદ્ધ ઉપયોગ ભળે તો મોક્ષ મળે. જેટલો સ્વભાવમય બનાવનો પ્રયાસ, જેટલો શુદ્ધ ઉપયોગ એટલી આત્મામાં શુદ્ધિ. યોગમાં શુદ્ધ ઉપયોગ ભળે તો મોક્ષ યોગ બને. વિધિપૂર્વક ક્રિયા કરી તો ક્રિયા બરોબર થઈએક્રિયા પણ સાચી શુદ્ધ ન કહેવાય આત્મગુણથી આત્મગુણને માટે થયેલી ક્રિયા શુદ્ધ ક્રિયા કહી ક્રિયા કરી દેહાતીત થવાનું છે. તે આત્માએ શેનો ત્યાગ કરવાનો? શા માટે? આત્માની સાથે જે સદા ન રહે તેનો ત્યાગ કરવાનો છે. સંયોગ સંબંધથી જે રહેતે શાશ્વત ન રહી શકે. પુદ્ગલ દ્રવ્ય પણ સંખ્યાત કે અસંખ્યાત જ્ઞાનસાર-૩ || 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ કાળથી અધિકકાળ એક સ્થાને વધુ ન રહી શકે. શાશ્વત પ્રતિમામાં રહેલા પરમાણુઓ પણ શાશ્વત નથી. કાળક્રમે ચાલ્યા જાય.બીજા આવી જાય. આત્મા સાથે જે પર સંયોગ છે તે અશાશ્વત છે. નિયમ છૂટવાવાળા છે. તો જીવ શા માટે તેને પકડી રાખે છે? સ્વેચ્છાએ એનો ત્યાગ કરવામાં આવે તો દુઃખનું કારણ ન બને. નહિતર છૂટે ત્યારે દુઃખી થવાય. માટે અશાશ્વતને છોડી શાશ્વતને પકડ! આત્માનું સ્વરૂપ અને સ્વભાવ શાશ્વત છે. એ સિવાયનું બધું જ ત્યાજ્ય છે. માટે સંયમને અભિમુખ બનેલો આત્મામા-બાપને વિનંતી કરે છે કે નક્કી મારે તમને અને તમારે મને છોડવો પડશે. તો સ્વેચ્છાએ જ છોડી દઈએ. તારા મારાનો આરોપ મિથ્યા છે. માટે આપણું જીવન મૃષાવાદ પર ચાલે છે. શુદ્ધ ઉપયોગ પિતા અને આત્મરતિ માતા છે એને સદા માટે પકડી રાખવાનાં છે. ગુપ્તિ એ રક્ષણ છે અને સમિતિ એ રક્ષણ માટેની પ્રવૃત્તિ છે. જીવે સ્વભાવનું રક્ષણ કરવાનું છે. માનવભવમાં ત્યાગ કરી શકે. સમજીને છોડી દે, તદ્ગત પરિણામ વાળો બની શકે. હવે જન્મદાતા માતાપિતાનો કદી સંયોગ ન થાય એવા માતાપિતાને પકડી લે. સર્વ સુખનાદાયક એવા પ્રભુ પાસે જઈએ તો બેના રોદણાં રડીએ. (1) જે નથી તેનો અભાવ (2) જે છે તે જાય નહીં માટે. મિથ્યાત્વના ઉદયથી જીવ સદા દુઃખી જ રહે. સંયોગમાં આત્મા જેટલો સુખી એવિયોગમાં એટલો વધારે દુઃખી. શરીર ઈષ્ટ કે જીવ ઈષ્ટ છે? અત્યારે શરીર જ ગમે છે માટે આત્મા સમાધિને નથી પામતો. સાધના–આરાધનામાં દષ્ટિ ફેરવવાની છે. દોષ ટળે–દષ્ટિ ખૂલે ભલી.' દષ્ટિનિર્મળ ન થાય ત્યાં સુધી આચારની નિર્મળતા ન થાય. જ્ઞાનસાર–૩ // 28 Page #30 -------------------------------------------------------------------------- ________________ ચિત્તને ફેરવવા માટે 14 પૂર્વો ભણવાનાં છે. મનુષ્યભવમાં સમજણ પ્રમાણે રુચિ અને પ્રવૃત્તિ કરી પૂર્ણતા કરવાની છે. જે કર્મ સંયોગજન્ય છે, એ આત્માથી છૂટે નહીં તો ફરી કર્મનો સંયોગ કરાવે, અને રખડપટ્ટી કરાવે. * મોક્ષમાર્ગના 4 પગથિયા બતાવ્યાં છે. (1) પ્રીતિ અનુષ્ઠાન, (2) ભક્તિ અનુષ્ઠાન (3) વચન અનુષ્ઠાન (4) અસંગ અનુષ્ઠાન. પ્રથમના બે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન અપુનબંધક દશા કે સમ્યકત્વમાં હોય જ્યારે વચન અનુષ્ઠાન પમા-છઠ્ઠા ગુણઠાણે હોય. જ્યારે અસંગ અનુષ્ઠાન ૭માં ગુણઠાણે કે શ્રેણીમાં હોય. વાસ્તવમાં ગુરુ પ્રત્યેની ભક્તિ- અહોભાવ ઔચિત્યથી જ હોય. તેઓમાં રહેલા ગુણો પ્રત્યે અહોભાવિત થવાનું છે. બીજા આશયને દૂર કરવાનું છે. વચન અનુષ્ઠાનના પાલનનું ફળ જ અસંગ અનુષ્ઠાન છે. વ્યવહારથી સંગમાં રહીને પણ અસંગદશામાં જ રહેવાનું છે. નિશ્ચયથી ગુરુના સંગમાં ન હોય. પોતાનામાં જ હોય. બહારથી ઔચિત્ય વ્યવહાર પૂરો સાચવાવનો છે. ગુરુની ભક્તિ કરતાં ગુણોનું જ લક્ષ જોઈએ. આપણે અપૂર્ણ છીએ માટે બાહ્ય વ્યવહારો કરવા પડે. રાગ-દ્વેષની વૃધ્ધિ કર્યા વિના જે વ્યવહાર થાય તે ઔચિત્ય વ્યવહાર છે. લોકમાં પુત્રાદિ પણ માતપિતા પાસે સ્વાર્થ પૂરાય ત્યાં સુધી રહે છે પછી છોડી દે છે. તેવી જ રીતે સંયમમાં ઉપયોગ શુદ્ધિને કારણે સ્વહિતને જાણે છે. એગોહનત્યિ મે કોઈ માટે માતા પિતાને છોડી દે છે. ગરજ સરીને વૈદવેરી–આ લોકોકિતને આપણા આત્માના હિત માટે પકડવાની છે. વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે... | "ન સા જાઈ, ન સા જોણી, ન ટાણે ન તે કુલ ન જાયા ન મુઆ પત્થ સર્વે જીવા આતસો?"ારકા જ્ઞાનસાર-૩ || 29 Page #31 -------------------------------------------------------------------------- ________________ 14 રાજલોકમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં આપણે ઉત્પન્ન થયા નહોઈએ, એવી કોઈયોનિ નથી કે એવું કોઈ ફળ નથી કે જ્યાં આપણે જન્મ્યા નહોઈએ. કોઈ આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં આપણે જન્મ્યા નથી કે મર્યા નથી. આપણા અનંતા માતા-પિતા થયાતે બધાને જો ભેગા કરવામાં આવે તો કોને માતા પિતા માનવા એ વિભ્રમ ઊભો થાય. માટે જ વાસ્તવમાં તેઓ માતાપિતા માત્ર વ્યહવારથી જ છે નિશ્ચયથી નથી. આ સમજાય તો રાગ પરિણતિ ઘટતી જાય અને કર્મોના સંબંધો ઓસરતાં જાય. માટે ઔચિત્ય વ્યવહારથી તેમની સાથે રહેવું જેથી તે ગાંઠ રાગના કારણભૂત ન બને. આ બધા કર્મકૃત સંબંધો છે. સમ્યક દર્શનની હાજરીમાં માતા તરીકેનો વ્યવહાર થતો હોય તો પણ અંદરથી જાગૃતિ હોય કે આ મારી માતા નિશ્ચયથી નથી. આપણે જો સાવધાન ન થઈએ તો કર્મસત્તા આપણને કયાં ગોઠવશે તે કંઈ કહી ન શકાય. શુદ્ધ ઉપયોગ રૂપપિતા અને ધૃતિરૂપ માતાનો સ્વીકાર કરી કર્મે આપેલા માતાપિતાનો ત્યાગ કરવાનો છે. પરસ્પર સંબંધથી નિરાળા થઈ, ધર્મસંબંધથી જોડાવાનું છે. પ્રથમ 4 ગુણસ્થાનક દષ્ટિ પ્રધાન છે. જે માન્યતાને શુદ્ધ કરે છે. પમા ગુણસ્થાનકથી જે વિશુદ્ધ દષ્ટિ મળી છે તે મુજબ પ્રવૃત્તિ કરવાની છે. શાશ્વત વસ્તુને ગ્રહણ કરવાની છે અને નાશવંત વસ્તુનો ત્યાગ કરવાનો છે. 1 સુભાનુકુમારને પરમાત્મા દર્શનનો યોગ ચારિત્રયોગનું કારણ કઈ રીતે થયો? વજવંઘરાજાનો પુત્ર સુભાનુકુમારને પ્રભુદર્શન કરતા ચારિત્ર પરિણામ કઈ રીતે સ્પર્યા? વિદ્યાની અંદર કુશળ, લાવણ્યથી યુક્ત અને મહાન પુણ્યશાળી આત્મા છે, જિનનો રાગી-ગુરુનો રાગી છે. રૂ૫ લાવણ્યથી યુક્ત 100 કન્યાઓને પરણે છે ત્યારે પણ એના ચિત્તમાં તોત્રિલોકનાથ અને ગુરુ પ્રત્યે અહોભાવ છે. ક્યારે પરમાત્મા પધારે તે ભાવનામાં રમી રહ્યાં છે. જ્ઞાનસાર–૩ || 30 Page #32 -------------------------------------------------------------------------- ________________ અનેક લબ્ધિ સંપન્નતપોધર મુનિઓ સાથે શ્રી સંભવનાથ ભગવાન પધારી રહ્યાં છે. શ્વેત ચામરો શુકલ ધ્યાનના પ્રતિક રૂપે વઝાઈ રહ્યાં છે. ધર્મ ધ્વજા પ્રભુની આગળ ચાલે છે. નગરની બહાર સમવસરણ રચાઈ ગયું. વનપાલક કુમાર પાસે જઈ સમાચાર આપે છે. તમે કેટલાય દિવસથી અભિલાષ કરી રહ્યાં છો તે પરમાત્મા તમારા પુણ્યના યોગે અહીં પધાર્યા છે. પરમાત્મા પધારે છે ત્યારે પત્નીઓને સુભાનુકુમાર કહે છે કે "મારા તારક પ્રભુ પધાર્યા છે. અહીં પરમાત્માને 'તારક' વિશેષણ લગાડ્યું છે. પ્રભુ તારક કેમ લાગ્યા? અપૂર્વશ્રદ્ધા પ્રગટી છે કે એ જ મને તારશે. પોતાને તરવાની ભાવના છે કે મારે હવે આ ભવસાગરથી પાર ઉતરવું છે. દીક્ષા બત્રીસીમાં જણાવ્યું છે કે દીક્ષાનો અધિકારી કોણ? જેને મોક્ષ પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગ્યો છે. એવો નિશ્ચય ક્યારે થાય? હું મહાભયાનક સંસારમાં ડૂબેલો છું. અને સાથે તેને તરવાનો ભાવ જાગે તો. સર્વજ્ઞ વચન દ્વારા હું સત્તાએસિધ્ધ છું એવો નિર્ણય ન થાય ત્યાં સુધી જીવ કલ્યાણની કેડી પર ચઢી આત્મશ્રેય નહીં સાધી શકે. પ્રભુ વચન પર અપૂર્વ પ્રેમ જાગે ત્યારે આ ભાવ હૃદયમાં ઉલ્લસિત થાય છે. a ગઈ દીનતા અબ સબ હી હમારી, પ્રભુ તુમ સમકિત દાન' આસ્તિકય એટલે માત્ર શ્રધ્ધા નથી પણ પોતાના આત્માના અસ્તિત્વનું પોતાને ભાન થવું. અર્થાત્ સત્તાએ હુંસિધ્ધ છું, એવી પ્રતીતિ ન થાય ત્યાં સુધી આપણા આત્મા ઉપર બહુમાનન થાય. પોતાનો આત્મા પોતાને વહાલો લાગે તો આત્મા પર સંપૂર્ણ પ્રેમ જાગે. વર્તમાનમાં આઠેય કર્મોનો ઉદય ચાલુ છે. સતત વિભાવમાં રમતા એવા આપણા આત્મા પર ખીજ આવવી જોઈએ કે મારો આત્મા અનંત ગુણોનો ભંડાર પરમાનંદનો નિધિ ગુણરત્નોનો સમુદ્ર છતાં મારા આત્માની આ દશા? આપણો આત્મા કર્મકૃત 158 બેડીઓથી ઘેરાયેલો છે. જ્ઞાનસાર–૩ || 31 Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન 4 પ્રકારે છે. પ્રથમ આજ્ઞાવિચય છે. જો સર્વજ્ઞની આજ્ઞાનો સ્વીકાર થાય તો જ આત્મરમણતા થાય નહીં તો કર્મનો અપાય (વિનો) તેના વિપાકો (ફળો) ફળ સંસ્થાનરૂપે (રૂપમાં) સંસારમાં સંસરણ કરવાનું છે, તે નસીબમાં લખાયેલું છે. - પ્રથમ આત્મામાંઆસ્તિકયનિર્મળબનાવવાનું છે. પોતાના આત્માની કરુણા પ્રગટે તેમાં નિર્વેદભાવ આવે સંવેગભાવ પ્રગટે. સંવેગ જો નિશ્ચયથી આવે તો શમ ગુણને આવવા માટે આમંત્રણ આપવું પડે ખરું?ના-સહજ ભાવે એ ગુણ આત્મામાં પ્રવેશી જાય. આપણે પ્રભુવીરના અનુયાયી છીએ. આપણામાં મોક્ષની રુચિ નહીં જાગે તો કોનામાં જાગશે? મોક્ષ કઈ રીતે પ્રગટ થાય તેના ઉપાયોની શોધમાં જ આત્મા રાચતો હોય. સદ્ગુરુના શરણ વિના એ ઉપાય ન મળે. દિક્ષાનું પાલન એ મોક્ષનો ઉપાયછે. દીક્ષાનું પાલન સદ્ગુરુના આધારે છે. સદ્ગુરુના શરણ વિના દીક્ષા સફળ ન થાય. ગુરુ પ્રત્યે સમર્પણભાવ હોય તો ગુરુના ચિત્તને પ્રસન્ન કરવું એ જ સર્વોત્તમ પદછે. પૂ.ત્રિલોચનસૂરિમ ને ગુરુના ઠપકામાં પણ પ્રસન્નતા વધતી. તેઓ નવકારશીનું પચ્ચકખાણ માંગે તો કહે જા જા તારે તો સફાઈ કરવાની છેલે અઠ્ઠાઈનું પચ્ચખાણ અને અઠ્ઠાઈનું પચ્ચકખાણ માગે તો નવકારશીનું પચ્ચશ્માણ આપે તે પણ પ્રસન્નતાથી સ્વીકારી લે. ગુરુના હૃદયમાં આપણું સ્થાન નહોય તો આપણે સાધુ જીવનનિષ્ફળ છે. ગુરુ પ્રત્યે બહુમાન આવે ત્યારે સાચું સમર્પણ આવે. સમર્પણ દ્વારા જે કૃપા મળે તે જીવનમાં વિશિષ્ટતા લાવી આપે. સમર્પણના કારણે અંદર પડેલી શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય. સુભાનુકુમાર વિચારે છે. મારા પરમાત્મા કેવા? સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ રાગ-દ્વેષથી રહિત, શુધ્ધ દેશના આપનાર. પુલકિત અંગવાળો થઈ જ્ઞાનસાર–૩ // ૩ર Page #34 -------------------------------------------------------------------------- ________________ તે પ્રભુને વંદન કરવા ચાલ્યો. માર્ગમાં આવતા લોકોને કહે છે. નિર્મમ, તૃષ્ણા વિનાના, સર્વભાવના જાણ એવા મારા ભગવાન આવ્યા છે. તમે જો સુખપૂર્વક જીવનને ઈચ્છતા હો તો મારા પ્રભુની દેશના સાંભળવા ચાલો. તમારા સંશયો દૂર થશે. સમવસરણ પાસે આવતા અહો! મારા પ્રભુના આવા અતિશયો? ત્રણ ભુવનને ચમત્કૃત કરનાર, દેવો અને નરેદ્રો પણ જેના ચરણકમળને સેવી આનંદવિભોર બની રહ્યાં છે. પ્રભુ પાસે આવતાં તો તેના નયનો પુલકિત બની ગયા. ગદ્ગદિત થઈને વિચારે છે. અહો! આજે મારો આત્મા ધન્ય બન્યો. મને વીતરાગ પ્રભુના દર્શન થયા! જે પાપ રૂપ મિથ્યાત્વનો નાશ કરનાર અને અમૃતની સતત વૃષ્ટિ કરનાર છે. પ્રભુ દર્શનથી મિથ્યાત્વ ભાગી ગયું. અનંતાનુબંધી કષાયો નાસી ગયા તેથી મારા આત્મામાંથી મહાસતાપ ચાલ્યો ગયો. તેથી મને મહા આનંદથી અનુભૂતિ થઈ રહી છે એમ પ્રશસ્ત ભાવથી ભાવિત બની પરમાત્માની અભિવંદના સ્તવના કરતો પોતાના સ્થાને બેઠો. ભાવનારૂપ અમૃતની વૃધ્ધિ થતાં ચારિત્ર મોહનીય કર્મ નાશ પામ્યું અને વિરતિને ધારણ કરવાની મતિ થઈ. તેથી પ્રભુને કહે છે - હે પ્રભો!આપ અશરણને શરણભૂત છે અનાથના નાથ છો તેથી આપ મને આપના ચરણરૂપ શરણમાં લઈ લો અને મને વિરતિધર્મ આપો. પ્રભુ પાસે સંયમ લઈ આત્મકલ્યાણને સાધવા તત્પર થયા. - જેને સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે તેને આખું જગત અશરણભૂત લાગે છે. ત્રણ લોકના નાથ અને સદ્ગુરુનું શરણ જ તે ઝખે છે. તેમના સાનિધ્યમાં જ તે રહેવાને ઈચ્છે છે અને મુક્તિની તીવ્ર ઇચ્છાપૂર્વક સ્વભાવધર્મને પામવા માટેની આરાધના કરે છે. કષાયના ત્યાગ માટે જ વિરતિધર્મ સ્વીકારવાનો છે. આરાધનારૂપી સાધનોમાં આપણું સાધ્ય શું? સમતા. કષાયરૂપી 4 ડાઘિયા કૂતરા જશે તો જ આત્મ ઘરમાં સમતાદેવીનો વાસ થશે. જ્ઞાનસાર-૩ || 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ તમારા અંતરમાં આવતા કષાયના અનુભવની નોંધ કરો છો? આત્માને માનકષાય ઉપર વિજય મેળવવાનો છે. કેમ કે ભવમાં ભમતા આત્માએ માનકષાયને જ વધારે પોપ્યો છે. તમે વેયાવચ્ચ કરતાં હો અને તેમાં બીજા ભાગ પડાવે તો મારામાં કેમ ભાગ પડાવ્યો? તે ભાવ ન આવવો જોઈએ. સાધુ જીવનમાં મુખ્ય આરાધના કષાયત્યાગની કરવા જેવી છે તો જ ક્ષમાને આરાધતાં સાચા શ્રમણપણાને પામી શકાશે. કોઈઆત્માને ચારિત્રના પરિણામ થાયતો પરમાત્મા કે વિશિષ્ટ જ્ઞાની શુદ્ધ જ્ઞાનના પરિણામ જાણીને વિના વિલંબે સંયમ ગ્રહણ કરાવે છે. યોગ્ય આત્માને ચારિત્ર આપવામાં વિલંબ ન કરે. કારણ કે વિશિષ્ટ જ્ઞાનના કારણે તેઓ નિશ્ચિત ફળને જાણનારા હોય. શ્રુતજ્ઞાની ગીતાર્થ ગુરુ કે સામાન્ય જ્ઞાનીઓ શાસ્ત્રાધારે બાહ્ય લક્ષણો વડે જ્યાં સુધી સામેની વ્યક્તિના પરિણામની પરખ ન થાય ત્યાં સુધી દીક્ષા ન આપે. અવંતિસુકુમાલ નલિની ગુલ્મનું વર્ણન સાંભળે છે અને આચાર્ય સુહસ્તિસૂરિ પાસે રાતના જ સંયમ ગ્રહણ કરવા ઉત્સાહિત થાય છે અને 10 પૂર્વધર એવા જ્ઞાની ભગવંત શ્રુતના ઉપયોગ દ્વારા કંઈ વાંધો નથી એમ જાણી રાતના જ દીક્ષા આપી. દીક્ષા લઈને કષાયત્યાગનું લક્ષ્ય જોઈએ. 4 કષાય+૯નોકષાય+ ૧મિથ્યાત્વ= 74 ભેદ મોહના છે. મોહના પરિણામોનું આંતર ગવેષણ કરી, તે પરિણામોને છોડતા જવાથી ચારિત્ર જીવન સફળ થશે. સુભાનુકુમાર હવે કુમાર મટી શ્રમણ બની ગયો. તે સમયે આયુક્ષય થયે કાળ પામ્યો.પિતા રાજા પરિવાર સાથે ત્યાં આવ્યો અને રડતી એવી માતા પણ ત્યાં આવી. હવે તે કુમારદેવ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી અહીં આવે છે. આવીને કહે છે–પરમ સુખોને આપનારા પરમાત્મા પાસે તમે કેમ રડો છો? જ્ઞાનસાર-૩ || 34 Page #36 -------------------------------------------------------------------------- ________________ ત્યારે માતા પિતા કહે છે કે પુત્ર વિયોગે રડીએ છીએ. દેવ કહે છે. સંયોગો વિનશ્વર છે. રાગાદિ ભાવોને ઓછા કરવા એ જિનાજ્ઞાનો પ્રભાવ છે અને રાગાદિ ભાવની વૃધ્ધિ કરવી એ લોકોનો પ્રભાવ છે. નિશ્ચય આજ્ઞા પાળવાનો નિર્ણય થવો જોઈએ. અનુકૂળ હોય તે આપણા અને પ્રતિકૂળ હોય તે પારકા એમ રાગ-દ્વેષ ન કરતાં પરસ્પર એકબીજા માટે કલ્યાણકર બની મોક્ષમાર્ગમાં સહાયક બનવાનું છે. કોઈ ઉપર ઉપકાર ન કરીએ તો કાંઈ નહીં પણ અપકાર કરનાર તો ન જ થઈએ.. દેવ થયેલા કુમારે કહ્યું કે તમને પુત્ર પર બહુ પ્રેમ હોય તો એના કલેવરને તમે લઈ જાઓ. હું એજ તમારો પુત્ર છું. તમે કર્મકૃત પર્યાયને છોડશો તો સુખી થશો. ત્યારે પિતા કહે છે કે તમને જોઈને કે કલેવરને જોઈને તેવો રાગ ઉછળતો નથી, અમને આ બંનેમાં કયાંય પુત્રપણું દેખાતું નથી ત્યારે દેવકુમાર કહે છે આ બધી મનની માનેલી માન્યતા છે કે આ મારો પુત્ર આદિ આમ તે દેવ બનેલો કુમાર માતા પિતાને બોધ પમાડી સંયમમાર્ગે પ્રવર્તાવી વિદાય થયાં. કેવલજ્ઞાનાદિ ગુણની પૂર્ણતાવાળા દેવાધિદેવને આપણે સ્વીકાર્યા છે, તેમના ગુણ વૈભવ પર આપણને બહુમાન થવું જોઈએ. માત્ર બાહ્ય ઋધ્ધિ દેખી તેમાં અંજાવાનું નથી. સુભાનુકુમારને વીતરાગતાના ગુણ પર રાગ હતો તેથી 100 પત્નીઓને છોડી પ્રભુનું શરણ લઈ સંયમ લીધું હતું. તેથી રાગાદિ ભાવની હાનિ થઈ હતી. જિનાજ્ઞાનો સ્વીકાર કર્યા પછી પણ આપણા જીવનમાં જો રાગદ્વેષ ઘટતા નથી તો જિનાજ્ઞાની હજુ આપણને સ્પર્શના થઈનથી એ નક્કી થાય. જેનો રાગ પરિણામ તૂટી ગયો હોય તે વીતરાગભાવમાં અસંગ ભાવમાં આવી જાય. વીતરાગ પર જો રાગ વધે તો તે ક્યારે વીતરાગ બની જાય તેની તેને ખબર પડતી નથી. મૂચ્છ પમાડે તેવા સંબંધો ત્યાજ્ય છે. જ્ઞાનસાર-૩ || 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ ગાથા : 2 યુષ્પાર્ક સકમોડનાદિ–બંન્ધવોડનિયતાત્મનામ્ | ધુવૈકરૂપાનું શીલાદિબજૂનિત્યધુના શ્રેયે II ગાથાર્થઃ હે બંધુઓ! બધુ તે શત્રુ થાય અને શત્રુ તે બંધુ થાય એ પ્રમાણે અનિશ્ચિત પર્યાયવાળા તમારો સંબંધ (પ્રવાહથી) અનાદિથી છે. આથી હવે નિશ્ચિતરૂપે એક સ્વરૂપવાળા શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિબંધુઓનો આશરો લઉં છું. કર્મકૃત સંબંધવાળા ભાઈઓનો સંબંધ અનિયત છે તેથી તે સંબંધ ત્યાજ્ય છે. જ્યારે શીલરૂપી ભાઈનો સંબંધ ધ્રુવ સ્થિર છે તેથી તે ભાઈઓનો આશ્રય કરવા જેવો છે. કર્મકૃત સંબંધો સ્વાર્થવાળા છે. આ ભવમાં જે માતા પિતા હોય તે પછીના ભાવમાં માતાપિતા તરીકે હોય તેવું ન બને તેથી અનિશ્ચિત સંબંધવાળા કહ્યાં છે. દરેક જીવનો મુખ્ય આશય સુખ ભોગવવાનો છે. અનાદિકાળથી મિથ્યાત્વહોવાથી પરવસ્તુમાં સુખની ભ્રાંતિ થાય છે. દરેક આત્મા માટે સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે. પોતે જેમાં સુખ માને છે તે મળી જાય તો રાજી અને ન મળે તો નારાજી. શીલ, સત્ય, શમ, દમ, સંતોષ આદિને બંધુઓ માનવાના છે. કેમ કે તે ગુણો સદાઆત્મા સાથે રહેનારા છે માટે તેમની જરુચિ આત્મા માટે શ્રેયસ્કર છે. દયિક ભાવના સંબંધોમાં ઉદાસીન પરિણામ આવે તો જ લીધેલું સાધુપણું સાર્થક થાય. ૪થા ગુણસ્થાનકે મૈત્રીભાવચિંતવવાનો છે. દરેક જીવો પ્રત્યેલાવવાનો છે. જ્યારે પમે, છકે ગુણઠાણે શત્રુ પ્રત્યે મૈત્રીભાવ પ્રમાણે વર્તવાનું છે. તે ગમે તેટલું ખરાબ કરી જાય પણ તેનું ખરાબ ન ચિંતવે, અહિત ન કરે, અને અહિત ન ઈચ્છે. જ્ઞાનસાર-૩ || 36 Page #38 -------------------------------------------------------------------------- ________________ બંધક મુનિની ચામડી મારાઓ ઉતારવા લાગ્યા તો તેમને મારાઓની દયા આવી તેથી કહે છે મારી ચામડી તપ દ્વારા બરછટ બની ગઈ છે માટે તમો કહો તેમ ઊભો રહું જેથી તમને તકલીફ ન પડે. બંધક મુનિમાં દયાના પરિણામની કેવી પરાકાષ્ઠા છે. મારાઓને પોતાની કઠણ એવી ચામડી ઉતારતાં કષ્ટ ન પડે એની ચિંતા છે! પરિષહ સહી કેવલજ્ઞાન પ્રગટાવ્યું. આપણે તો પ્રતિકૂળતા સહન ન કરવાનો નિશ્ચય કરીને આવ્યાં છીએ. પ્રતિકૂળતા સહન કરવાનો દઢ પરિણામ જોઈએ. કદાચ શક્તિ કે સામર્થ્ય ન હોય પણ પરિણામ હોય જ. જિનાજ્ઞાનું બહુમાન હોય તો નિર્જરા થાય. આપણે ખોટું કરી રહ્યાં છીએ એવુ લાગવું જોઈએ પછી સામર્થ્ય ન હોય ને સત્ય ન આચરી શકીએ તોય કર્મ નિર્જરા થાય. કારણ અસત્ય આચરણનો પશ્ચાતાપ હોય. 0 સરળ જ સમર્પિત થઈ શકે શક્તિ ગૌણ કર્યા વિના જિનાજ્ઞા પાળીને મારે નિર્જરી કરવી છે એ લક્ષ જોઈએ. ઉપસર્ગમાં પણ જો દણ શ્રોતા બનીને રહે તો જે શક્તિનો વિકાસ કરવા ઈચ્છે તે થઈ શકે. આજ્ઞા યોગ જો ગમી જાય તો દરેક યોગ નિર્જરાનું કારણ બની જાય. આજ્ઞાપાલનથી શક્તિઓ વિશિષ્ટ રીતે પ્રગટ થાય છે. આપણા માટે વધારેમાં વધારે કઠિન રજુ મહાવ્રત છે. સત્યતે જ બોલી શકે જે સરળ હોય. સરળતા માટે મહાસત્ત્વની જરૂર પડે. પોતાના વ્યકિતત્વને ક્યાંય અવકાશ ન આપે તે જ વ્યક્તિ સરળ બની ગુરુને સમર્પિત બની શકે. સરળ એવા મહાપાપીઓને તરતા પણ વાર નથી લાગતી.દા.ત.દઢ પ્રહારી, અર્જુનમાળી વિ. ગુણો પામવાના લક્ષવાળો આત્મા જ નિર્જરા કરી શકે. જ્ઞાનસાર-૩ // 37 Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુણોનો પ્રેમ જાગી જાય તો ચારિત્ર જીવન સફળ થાય. સર્વજ્ઞ પ્રમાણે દષ્ટિ ફેરવો તો બધે સત્યતા દેખાશે. આત્માની અંદર દષ્ટિ જતી જ નથી. તે પરમાત્માએ રૂક્ષ પુદ્ગલનું ધ્યાન શા માટે કર્યું? પરંપરાએ અનાદિ સંબંધ અનિત્ય છે. એ જુદા જુદા પર્યાયરૂપે ફરતો જાય છે. હજુ આગળ અનિત્ય જ રહેવાનો છે. સાધુ અનિત્યનું ધ્યાન અનિત્યથી છૂટવા માટે કરે છે. પરમાત્માએ પુગલનું પુદ્ગલના પરમાણુનું ધ્યાન કર્યું. ધ્યાનમાં શેયના જ્ઞાતા બનવાની પ્રક્રિયા કરી રહ્યાં છે. પરમાત્માએ સાધનાના અંત સમયે રુક્ષ પુદ્ગલનું ધ્યાન કર્યું સંપૂર્ણ દેહાતીત બનવાનું છે. દેહ સાથે કષાયના–મોહના પરિણામ છે તેને તોડવાનાં છે. શરીર માત્ર પરમાણુનો જથ્થો છે. આત્માએ આત્મામાં આત્મમય રહેવાનો પરિણામ એ જ આત્મરતિ. જે આત્માને સંયમી બનવાનું છે તે અનિત્ય સંબંધ દ્રવ્યથી છોડે અને પછી ભાવથી છોડવાની પ્રક્રિયા કરે. અનિત્ય સંબંધોમાં મારાપણાનો ભાવ આત્માને અન્યાય કરશે. મારાપણું આત્મામાં લાવવાનું છે. આપણે રાગ મજબૂત કરવા નહીં, તોડવા આવ્યાં છીએ. જેમાં સતત ફેરફાર થાય એવા સંબંધને તોડો. ફેરફાર ન થાય એવાને પકડો તો સમાધિ રહે. અનિત્ય સંબંધમાં સ્વાર્થ પૂરો થતાં સબંધો છૂટયા વગર ન રહે. જેણે પોતાના આત્મામાંથી દુશમનાવટ દૂર કરી નાખી છે એવાને પકડો. દા.ત. અરિહંત પરમાત્માનું ધ્યાન ધરનારની દુશમનાવટ દૂર થાય. કારણ જેમણે સર્વદુશ્મનોને પોતાથી દૂર કર્યા છે. અર્થાતુ હવે તેમનો કોઈદુશ્મન નથી. સર્વ જીવો તેમને તેમના જેવા સમાન જ લાગે છે. ' અર્થાત્ જેમનું જ્ઞાન પૂર્ણ નિર્મળ થયું છે એવા પરમાત્માના શરણે જઈએ તો જો ભવ્યહોઈએ તો તેના જેવા બનીએ. પ્રથમ દુશ્મન અજ્ઞાનતા છે. મારો પુત્ર–મારો પરિવાર એ મિથ્યાત્વ છે તો તમે તમારા દુશ્મન થયા. જે જ્ઞાનસાર-૩ || 38 Page #40 -------------------------------------------------------------------------- ________________ પોતાનો દુશ્મન બને એ બીજાનો પણ દુશ્મન બનશે. સ્વભાવની વિરુદ્ધ આત્માએ થવું એ જ દુશ્મન. પોતાનો આત્મા તરીકે સ્વીકાર કરવાનો છે. તેના બદલે કર્મ કૃત શરીર અવસ્થાને પોતાનો આત્મા માની લીધો છે. આત્માના હિતની ચિંતાવાળા બનો તો આત્માના કલ્યાણમિત્ર બની શકાય તો જ બીજાના પણ કલ્યાણમિત્ર બની શકાય. કલ્યાણ મિત્ર બની આત્મરતિમાં જ રમવાનું છે. માતાઆત્મરતિ છે, પિતા ઉપયોગછે, ભાઈ-ધ્રુવ સાથે રહેનાર છે. જીવ પોતાનામાં જ ટકી શકે. આપણે બીજાના આત્મામાં રહેવું છે અને આપણા આત્મામાં બીજાને ઘુસાડવા છે. આ જ વ્યવહાર વર્તમાનમાં છે. આપણે આપણા આત્માની ફરજ બજાવવાની. બીજા માટે ઔચિત્યપૂર્વક કરવાનું છે. આત્મામાં રહેવાનો પરિણામ હોય તો ઉપયોગ શુધ્ધ થાય. આપણે આપણા ઘરમાં રહેતાં નથી. આત્મા પારકો લાગ્યો, બીજા બધા આપણા લાગે છે, બહારના બધા સંબંધો અધ્રુવ છે. એ છોડવા માટે તત્પર બનવાનો મોકો ગોતવાનો મોકો મળતાં છોડી દેવાનું. - સંયોગો પીડાકારક લાગે છે? ધર્મી કુટુંબને છોડવાનું મન થાય? ન થાય. આ જ મિથ્યાત્વ. કુટુંબમાં નથી રહેવાનું. સંયોગોને છોડવાના છે. તેની માટે અપ્રશસ્તના સંયોગમાં ન રહેવું, પ્રશસ્તમાં રહેવું અને પ્રશસ્ત સંયોગને પણ છોડી આત્મરમણતા કરવાની. પરમાત્માની વાત નિશ્ચયથી સમજાય તો પરિણામ દેખાય. આત્મા અધર્મી સાથે ન રહે, ધર્મી સાથે રહે તે પણ છોડવાના લક્ષથી જ. સમગ્ર સંયોગ સાથે માત્ર ઉદાસીન પરિણામ હોય તો જ આત્માસ્વને પ્રેમ કરી શકે. આત્મામાં પ્રચંડ શક્તિ છે. પણ એ પરમાં વિકારવાળો બની પામર બન્યો. આત્મા પર પ્રેમ હશે તો શરીરની ગમે તેવી પીડામાં પણ આત્મામાં વિશિષ્ટ પ્રકારનો આનંદ ઉછળશે. જ્ઞાનસાર-૩ || 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વને ન પકડાય તો ભેદજ્ઞાન જ નથી આવતું. લાયોપથમિકભાવમાં સાવધાન રહેવાનું. ગમે તે ઘડીએ ચાલ્યો જાય. આમાં સંતોષ માનવાનો નહીં. શીલ–સ્વભાવ અહિંસા એ પ્રધાન સ્વભાવમય બનવું એજ અહિંસા. કોઈ આત્માને પીડા આપવી નહીં, આપનારનું અનુમોદન ન કરવું. નહિતર ભાવહિંસા ચાલુ જ છે. અહિંસાનું પાલન કરવું છે તો ઉત્સર્ગ માર્ગે ગુપ્તિમાં રહેવાનું અને અપવાદ માર્ગે સમિતિમાં રહેવાનું. કાયામાં રહેલો આત્માસ્થિર થાય તો પણ સંપૂર્ણવિરતિવાળો બનતો નથી. વાયુકાય સ્પર્શે તો વિરાધના થાય. કાયાથી પૂર્ણ મુક્ત થવાના ભાવવાળો થાય તો ગુપ્તિ આવે. અનુકૂળતાના રાગી એવા જીવને પ્રતિકૂળતાનો રાગી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અનુકૂલો સંસારો-પડિકૂલો તસ્સ ઉતારો આપણે બાહ્ય સંસારનો ત્યાગ કરીને આવ્યા છીએ પણ હવે અનુકૂળતારૂપ સંસારનો ત્યાગ કરવાનો છે. ચારે કષાયો મંદ પડે તયારે જ સરળતા આવે. દમ-ઈદ્રિયોનું દમન કરવાથી સંતોષ વિ. ગુણો પ્રાપ્ત થાય. સમતાને સાધ્ય બનાવવાની છે. ગાથા: 3 કાત્તા મે સમલૈવકા, શાતયો ને સમકિયાઃ બાલવર્ગમિતિ ત્યક્તા, ધર્મસંન્યાસવાન્ ભવેત્ 3 ગાથાર્થઃ એક સમતા જ મારી વહાલી પત્ની છે, સમાન આચારવાળા સાધુઓ જ મારા સંબંધીઓ છે. આ રીતે બાહ્ય પરિવારનો ત્યાગ કરીને બાહ્ય ઋધ્ધિ આદિ સંબંધી ઔદયિક ભાવરૂપ ધર્મના ત્યાગવાળો થાય અર્થાત્ ઔદયિકભાવ છોડીને ક્ષાયોપથમિક ભાવવાળો થાય. જે તત્ત્વજ્ઞાની છે તે જગત સાથેના સંબંધ કાપતા જાય છે અને અસંગ અનુષ્ઠાનને સાધતા જાય છે. પોતાનું સ્વરૂપ જે અનાદિકાળથી વિરૂપપણાને પામ્યું છે તેને પ્રગટ કરવા માટે આત્માએ સમતારૂપી પત્નીનો જ ભોગવટો કરવો જોઈએ તો જ સ્વભાવ અને સ્વરૂપ રૂપ સ્વ સંપત્તિ પ્રાપ્ત થશે. જ્ઞાનસાર-૩ || 40 Page #42 -------------------------------------------------------------------------- ________________ જેમ પત્ની પોતાનું જીવન પતિને ન્યોચ્છાવર કરે છે તેમ સાધુજીવનમાં સમતારૂપ પત્નીને પામવા પોતાનું જીવન ન્યોચ્છાવર કરવાનું છે. કેમ કે સાધુને માટે સમતા જ અત્યંત પ્રિય અને ભોગ્ય એવી પત્ની છે. આત્મા અરૂપી હોવાના કારણે કોઈપણ રૂપી વસ્તુને ભોગવી ન શકે. રૂપીને ભોગવવાનો પ્રયાસ કરે તો પીડા પામે. આથી જ બધા બાહ્ય સંબંધો પર હોવાના કારણે પીડાદાયક છે. તેથી તે પર સંબંધો ત્યજી આત્માના ગુણરૂપી સ્વજનો સાથે સંબંધો બાંધવાના છે. પરને ભોગવવા જતાં જીવ પોતે જ ભોગવાઈ જાય છે. જ્યારે સ્વના ભોગવટાથી આત્મા તૃપ્તિરૂપ પરમ ધનને પામી શકે છે. સર્વજ્ઞના વચનને માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાનું નથી પણ પ્રતીતિના સ્તરે સ્વીકારવાનું છે. પર સંયોગોમાં પીડાની અનુભૂતિ થવી જોઈએ. પરનો બધો સંયોગ રૂપી છે તે આપણને સુખરૂપ લાગે છે તે શાતાના ઉદયરૂપ છે. શાતા પીડારૂપ છે. તેનિશ્ચય થાય તો જ આત્માસમતાને વેદી શકે. શાતાના ઉદય અઘાતી કર્મના ઉદયથી પ્રાપ્ત થાય.અઘાતીના ઉદયથી પ્રાપ્ત થતી બધી વસ્તુ પર જ રહેવાની અને સમતાની પ્રાપ્તિ મોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. શાતા ગમી એટલે રતિનો ઉદય થયો. તેથી સમતાની હાનિ થઈ માટે સમતા એ મારું સાધ્ય છે એ નિશ્ચય બરાબર થવો જોઈએ. તે અધ્યાત્મ પત્ની કોને કહેવાય? पतति क्षरति जीवप्रदेशेभ्यः पापराशि यस्या सकाशात् / (અધ્યાત્મસાર) પત્નીનો સ્વભાવ પડવાનો છે. જીવ જો ગુણરૂપ પત્નીને આલિંગન કરશે તો પાપરાશિરૂપ કર્મ સમૂહો જીવના આત્મપ્રદેશો પરથી ખરી જશે અને તેથી જ સમતારૂપી પત્ની મુનિ માટે આત્મવલ્લભા પત્ની બનશે. જ્ઞાનસાર-૩ // 41 Page #43 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધી ત્યારથી જ સમતા સાથે લગ્ન થઈ ગયા એ આપણે ભૂલી ગયા છીએ. સમિતિ-ગુપ્તિ વિગેરેનું પાલન ક્ષમાદિ 10 યતિધર્મોને સાધવા માટે કરવાનું છે. કર્મકૃત પર્યાયવાળી પત્નીનો ત્યાગ કરવાનો, ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી સમતારૂપી પત્નીનો સ્વીકાર કરવાનો. ગોર કર્મકૃત સંયોગથી મળેલી પત્ની સાથે લગ્ન કરાવે છેડા છેડી બાંધે. ગુરુ સમતારૂપી પત્ની સાથે લગ્ન કરાવે કર્મ કૃત પત્ની સાથે છેડાછેડી છોડાવે. ગોર ઊંધા આંટાફેરવે-ગુરુ સીધા આંટાફેરવે. રૂપી પત્નીનો ત્યાગ કરવાનો એ પત્નીની હયાતિમાં દુઃખ અને ગેરહાજરીમાં દુઃખ, જ્યારે અરૂપી પત્ની કાયમી આનંદ આપનારી છે. પોતાના આત્માનું સ્વરૂપ જેને ગમે, સાધવા યોગ્ય લાગે એ જ સમતારૂપી પત્નીને વરે. સમતાની બહેનપણી સમાધિ છે અને તે સમકિતથી મળે. શાતા–અશાતાનો ઉદય આત્માના અવ્યાબાધ સ્વરૂપને દબાવે મોહનો ઉદય સમકિત અને સમતાને દબાવે.અશાતાને સદા માટે દૂર કરવી હોય તો સમતાને ભોગવી લેવી. સાધુસમતા રસનું પાન કરે, એને કષ્ટ સહન કરવામાં કમાણી દેખાય. સહન કરવાનો કાળ અલ્પ છે અને કાયમી ઉપાધિ જાય. ધર્મબિંદુમાં કહ્યું છે કે - આજ્ઞાનો ઉપયોગ દરેક યોગમાં આવવો જોઈએ. આજ્ઞાયોગનું સ્મરણ એ સાક્ષાત્ પરમાત્માનો ભાવદેહ છે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે - જેના હૃદયમાં પરમાત્માની આજ્ઞાનું બહુમાન છે ત્યાં સર્વઅર્થની સિદ્ધિ થાય છે. સર્વ ઉચિત ક્રિયાના કારણે ક્રોધાદિનું સ્મરણ થતું નથી. પરમાત્માની સ્મૃતિ માત્રથી ક્રોધાદિ કષાયોની હાનિ થાય છે. આપણને આપણા સ્વભાવ પ્રત્યેનો પ્રેમ ન હોવાના કારણે આપણે સમતા ગુમાવીએ છીએ. સામેનાની ચિંતા કરીને આપણે આપણું ગુમાવીએ છીએ. જ્ઞાનસાર-૩ / 42 Page #44 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર સંસાર નિમિત્તોથી ભરેલો છે. તેમાં જિનવચનનું આલંબન લઈ આપણે તરવાનું કામ કરી લેવાનું છે. આપણું સાધ્ય અત્યંત નિર્બળ છે તેથી સહન નથી થઈ શકતું. પોતાના આત્માને પોતે જ સમજાવવાનો પ્રયાસ કરવાનો છે. 3 દરેક આત્મામાં બે દશા રહેલી છે. (1) પરમાત્મ સ્વરૂપ શુદ્ધ દશા (2) કર્મના ઉદયવાળી અશુદ્ધ દશા. પોતાના આત્માના શુદ્ધસ્વભાવનું પ્રગટીકરણ કરવું હોય તો સત્તાગત ગુણોને જોવાના. સત્તાગત ગુણોને જોવાથી કષાયો શાંત થઈ જાય. પરમાત્માએ ચંડકૌશિકને ચંડકૌશિક તરીકે ન જોતાં ઉત્તમ આત્મા તરીકે જોયો. ભવ્યાત્મા તરીકે જોયો તેથી તેના ઉપર ઉપકાર થઈ શકયો. સામી વ્યક્તિ અજ્ઞાનતાથી કષાયને વશ થઈ ગઈ હોય તો તેની ઉપર મહાકરુણા આવવી જોઈએ. જો કરુણા આવે તો ઉચિત વ્યવહાર કરવાનો ક્ષયોપશમ પ્રગટે. જ્યાં સુધી વીતરાગ નહીં બનીએ ત્યાં સુધી કષાયોનેનિમિત્ત મળતાં તે ઉદયમાં આવવાના જ છે. એકબીજાના કલ્યાણમિત્ર બનવાનું લક્ષ રાખી, બીજું ગૌણ કરીને કષાયોનેફવવા નથી દેવાના. પોતાના આત્માનું સતત નિરીક્ષણ કરતા રહેવાનું છે. - સાધુમાં વચન ક્ષમાની શરૂઆત થાય એટલે કષાયોની વ્યાકુળતા સહજ રીતે શાંત થતી જાય. ઔદાયિક ભાવના સંબંધો છૂટી જનારા છે માટે ત્યાજ્ય છે. એ સંબંધો આત્મામાં મહાપીડા ઉત્પન્ન કરાવે છે. તેથી સદા પોતાની સાથે રહી શકે તેવા સંબંધોને વિકસાવાવના છે. દ્રવ્ય પ્રાણોની સહાયથી જીવે ભાવપ્રાણી માટે જીવવાનું છે. ભાવપ્રાણો જ ક્ષાયિક રૂપે થઈ જાય પછી દ્રવ્યપ્રાણોની પણ અપેક્ષા ન રહે. જ્ઞાનસાર-૩ || 43 Page #45 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવન એ દ્રવ્ય પ્રાણોના ત્યાગ માટે અને ભાવપ્રાણોની પૂર્ણતા સાધવા માટે છે. મોક્ષ એટલે જ્યાં દ્રવ્ય પ્રાણોનો કોઈ વ્યવહાર નથી. ભાવ પ્રાણો વડે જીવ અનંતકાળ માટે જીવે છે ત્યાં કદાપિ મૃત્યુ થતું નથી. ભાવપ્રાણના આધારે જ દ્રવ્યપ્રાણો કામ કરે છે. આથી દ્રવ્ય પ્રાણોની સહાય લઈ ભાવપ્રાણોની રક્ષા શુદ્ધિ-વૃદ્ધિ કરવાની છે. તે પ્રમાણે જીવનમાં આવે તો જીવને શિવસ્વરૂપ બનાવે. જીવને જિન બનાવે તે જિનાજ્ઞા. સાધના કરતી વખતે ઉપયોગ આવવો જોઈએ કેદ્રવ્ય પ્રાણ પુદ્ગલના બનેલાં છે. પુદ્ગલ (શરીર) અજીવ છે. તેમાં આત્માનું વીર્ય ભળે ત્યારે તે ભાવપ્રાણ રૂપે કાર્ય કરે છે. વીર્ય બે પ્રકારે (1) દ્રવ્યવીર્ય પુદ્ગલમાંથી = આહારાદિમાંથી ૭ધાતુરૂપે બને છે તે. (2) ભાવવીર્યઃ વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ થાય તો આત્મશક્તિરૂપ ભાવવીર્ય પ્રગટ થાય. ભાવવીર્ય એટલે દર્શન - જ્ઞાન - ચારિત્ર- તપ અને વિર્ય. ચેતના લક્ષણો જીવ-ઉપયોગાભાવ અજીવ. જ્યાં ઉપયોગનો સંપૂર્ણ અભાવ તે અજીવ. ધર્માસ્તિકાયાદિઅજીવ કહેવાય. ઉપયોગ અને 5 ગુણો આત્મા સાથે સદા રહેનારા છે. નાભિ પ્રદેશના ૮રુચક પ્રદેશો શુદ્ધ છે. પાંચે ગુણોના અંશ દરેક જીવમાં ખુલ્લાં છે. નાભિકમળમાં 8 પ્રદેશો શુદ્ધ છે તેના દ્વારા અશુદ્ધ અસંખ્ય પ્રદેશોને શુદ્ધ કરવાનાં છે. સમગ્ર જીવરાશિ પ્રત્યે કષાયના આંશિક પરિણામનો પણ ઉદય ન હોય ત્યારે શુદ્ધ સામાયિકથશે. કર્મની વિષમતાને જે આત્મા ન સ્વીકારે, બ્રહ્મઅંશથી બધાને સમાન માને, સ્વીકારે અને તે જ પ્રમાણે તેની સાથે વ્યવહાર કરે તે જ મોક્ષના સુખને માણવાનો અધિકારી થાય. જ્ઞાનસાર-૩ || 44 Page #46 -------------------------------------------------------------------------- ________________ આકાશ અરૂપી છે બધા તેમાં સમાવા છતાં કોઈ ફેર પડતો નથી. જેવું આકાશ તેવો જ આત્મા–તફાવત એટલો જ કે આકાશ જડ અને જીવ ચેતના યુકત છે. જ્ઞાન-જ્ઞાનાંતરાય કર્મના ક્ષયોપશમના આધારે પ્રગટ થાય છે. જેટલો ક્ષયોપશમ વધુ તેટલી જ્ઞાનચેતનાનો વિકાસ વધુ થશે. એક પણ જીવ પ્રત્યે કષાયનો પરિણામ નહીં હોય અને સમદષ્ટિ આવશે તો જ સિદ્ધત્વ પમાશે, અન્યથા નહીં. જીવની પર્યાયાવસ્થાની શરૂઆત પ્રવિણ - - લિવિદાથી થશે. તેમાં વિહાં મુખ્ય છે. ચેતના લક્ષણવાળો જીવ છે. શુદ્ધ પરિણતિ પ્રગટ થવા માટે મોહના વિગમની જરૂર છે. ભેદજ્ઞાન થવા સાથે જેમ મોહનો પરિણામ ઓછો થાય ત્યારે શેયનો જ્ઞાતા બને. સાધુપણું સફળ કરવું હોય તો પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનું અને સ્વભાવને ભોગવવાનું મુખ્ય લક્ષ જોઈએ. લઘુકર્મી એવા આત્માને જ આ વાતો ગમશે. શુદ્ધ સ્વરૂપનું તીવ્ર અર્થીપણું ક્ષયોપશમથી પ્રાપ્ત થાય. બાહ્ય સંબંધોમાં જે રાગ સંબંધથી રહ્યાં છીએ તે રાગને અત્યંતરમાં transfeકરવાનો છે. બાહ્ય પત્નીના સ્થાને અત્યંતર પત્ની સમતાને સ્થાન આપવાનું છે. ઉપયોગ રૂપ પિતા અને ધૃતિરૂપ માતાની સેવા કરવાની છે. દરેક વાતોને અમલમાં લાવવા માટે અપૂર્વ વર્ષોલ્લાસ જોઈશે. ઔદયિક ભાવના સંબંધોનો ત્યાગ કરી ક્ષાયોપથમિક ભાવના ગુણોનો સ્વીકાર કરવાનો છે. કાકા-કાકી, મામા-મામી આદિ સ્વજનોનો ત્યાગ કરવાનો છે. હવે સમતા માટે જ ક્રિયા કરનારા સાધુઓ જ મારા સ્વજનો છે. ભેદજ્ઞાન સાથે જ્ઞાતા પરિણામ રુચિ પરિણામમાં જેટલો વેગ તેટલી વધુ શક્તિઓનો વિકાસ થશે. આ વાતો અમલમાં લાવનારા તો વિરલા જ હોય. જ્ઞાનસાર-૩ || 45 Page #47 -------------------------------------------------------------------------- ________________ મોહ પુલના પરિણામોને પકડે છે. હુંપદ–અહંપદએમિથ્યાત્વનું છે. દુનિયા આખીની ધમાલ માન કષાય પર છે. ૯મે માન જાય અને ૧૦મે લોભ જાય. પત્નીનીદેવતાઈહાર અને સેચનકહાથીની માંગણી થવાથી કોણિકે હલ્લ–વિહલ્લ પાસે માંગણી કરી. ના પાડતાં માન ઘવાયું. તીવ્રલોભથી યુદ્ધ આરંભાયુંને યુદ્ધમાં ૧લાખ૮૦હજાર માર્યા ગયા. ૧૦,૦૦૦તિર્યંચગતિમાં બાકીના પ્રાયઃ મરીને નરકમા ગયા. માટે જ ઈચ્છા રોધ નામનો તપ કરવાનો છે. માન જાય પછી લોભની કોઈ કિંમત રહેતી નથી. અહીં કે ત્યાં જે કાંઈ દોડાદોડી છે તે હું ને - માનને અવલંબિત છે. હું પદ જાય પછી સંસારને ટકવાનું સ્થાન ક્યાં? નિશ્ચયથી પોતાના ગુણો આત્માથી છૂટા પડે નહીં, આ શ્રદ્ધા થાય તો ગુણો–ગુણી પ્રત્યે આત્માથી પ્રેમ થયા વગર રહેશે નહીં. કલ્યાણમિત્રની પ્રાપ્તિ માટે શોધ થશે. સ્વજન કોને કહેવાય? નિશ્ચયથી સ્વજન એટલે પોતાના જન. જે પોતાનાથી ક્યારેય જુદા નથી પડવાના છે. ગુણો આપણા સ્વજનો છે. હમણાં સમાનધર્મી સહવર્તીઓ ગુણો પ્રગટ કરવામાં સહાયક છે. તેથી વ્યવહારથી સમાન ક્રિયાવાળાસ્વજનોને સ્વીકારવાના છે. જે તાદાભ્ય સંબંધથી આત્મા સાથે જોડાયેલા છે તેની સાથે જ સંબંધ રાખવાનો છે, બાહ્ય સંસાર સાથે નહીં. a ભવની વ્યાખ્યા આત્માનું જ સ્વરૂપ નથી તે–તે સ્વરૂપે થવું તે સંસાર. આત્માથી વિપરીત અવસ્થાઓને ભોગવવી તેનું નામ સંસાર. આત્માનું જે ન થવા રૂપે થવું તે ભવ.ઔદારિક–વૈક્રિય-આહારક - તૈજસ - કાશ્મણ શરીરરૂપે થવું તે ભવ. જ્ઞાનસાર-૩ || 46 Page #48 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં આત્મા સિવાય બીજું કઈ નથી. આત્માની સિદ્ધાવસ્થા પર દ્રવ્યના સંયોગ સંબંધ વિનાની છે. 1 સમતા પત્ની કોની સાથે રહે? પત્ની કદી પતિથી જુદી થવા ઈચ્છતી નથી. પતિના સાનિધ્યમાં જ રહેવા ઈચ્છતી હોય છે. તેથી જ સમતારૂપ પત્ની આત્મારૂપ પતિના સંગમાં જ રહેવાને ઈચ્છે છે. તેને તેની જરુચિ થાય છે તે પરઘરમાં રહેવાને ઈચ્છતી નથી. ઔદારિક અવસ્થાનો ત્યાગ કરી ક્ષાયોપથમિક સંપદાને ભજવાની છે. જ્યાં સુધી આત્મા છઠ્ઠા ગુણઠાણા પર છે ત્યાં સુધી મોક્ષના મનોરથ કરે પછી તે સ્વભાવમય બની જાય તો મોક્ષનો મનોરથ પણ તેને ન રહે. જેને પોતાના આત્માને શુદ્ધ પૂર્ણ સ્વભાવમાં લઈ જવાનો નિર્ણય થાય તેને જ સમતારૂપી પત્ની વરે બીજાને નહીં. સાધુનો પ્રોજેકટ શું હોય? - સાધુને પોતાનું સંયમ જીવન અખંડિત રહે, તેમાં અતિચાર ન લાગે એ જ સાધુજીવનનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે. પત્રિકાઓ લખવી, આમંત્રણ મોકલવા એ કોનું કામ છે? જે વિરાધના કરીને આવશે તેનો દોષ કોને? આપણી સાધનાઓમાં ભયંકર વ્યાઘાત કરનાર ખોટા વ્યવહારો વધી ગયા છે. પહેલા આપણે પામવાનું પછી બીજાને પમાડવાના છે. આત્માએ પોતાના આત્મામાં જે રહેલું છે તેને જ ભોગવવાનું બીજાના આત્માના અંશને પણ તે ન ભોગવી શકે. આપણા સ્વરૂપનું સ્મરણ આપણને સતત થવું જોઈએ. આપણે લોકોના કલ્યાણ માટે ઓઘો લીધો છે કે સ્વના? આત્માનો સ્વભાવ શું? યોગી - ભોગી - વક્તા - મૌની - છતાં આપણા આત્માની બેહાલ દશાનું દર્દ આત્માને સ્પર્શે છે ખરું? કે હે પ્રભુ! આપ અનંત ગુણોના સ્વામી અને હું ભિખારી! તારી અને મારી વચ્ચે જે અંતર છે તે શે દૂર થશે? જ્ઞાનસાર-૩ || 47 Page #49 -------------------------------------------------------------------------- ________________ "પતા પ્રભ જિન તુજ-મુજ આંતરું રે; કિ ભાજે ભગવત?” (પૂ. આનંદઘનજી મહારાજ) આપણે અનંતના સ્વામી અનંતના ભોગી આ સંપત્તિ મારી પાસે હોવા છતાં ઠીકરું લઈને હું ઔદયિક સુખને ભિખારીની જેમ માગતો ફરું છું. જે પોતાના આત્માને જાણતો નથી તે પરમાત્માના પરમતત્ત્વને શી રીતે જાણી શકે? પરમાત્માના તત્ત્વદેવની પૂજા કરવાની જિનાજ્ઞા છે. આજ્ઞાપાલન દ્વારા રાગાદિભાવ તૂટે નહીં તો વાસ્તવિકજિનાજ્ઞાનું પાલન નથી. તરે તે તીર્થ - આપણા આત્માને તારક-તીર્થરૂપ બનાવવાનો છે. કર્મકૃત વ્યવહારનો ત્યાગ કરવાનો છે. આજ્ઞાના પાલનથી જ જીવ આશ્રવથી અટકી વિરતિ ધર્મને પામી શકશે. સ્વના આત્માને તીર્થન બનાવે તેને સ્થાવર તીર્થ પણ કરવામાં સહાયક ન થઈ શકે. પતિ પરદેશ જાય તો પણ તે પત્નીને યાદ આવ્યા જ કરે છે તેમ આપણને સમતાના પરિણામ સતત યાદ આવવા જોઈએ. ક્ષાયિક ભાવની સમતા ન આવે ત્યાં સુધી આવવા-જવાના સ્વભાવવાળી ક્ષાયોપથમિક ભાવની સમતા રહેવાની. આખા દિવસમાં સમતા કેટલીવાર આપણી પાસે? ઘણા કષ્ટો વેઠી જેનો આપણે સ્વીકાર કર્યો તે આપણને રોજ યાદ આવે છે? સમતા પ્રગટ કરીને સમતાને ભોગવવી છે. સર્વજ્ઞ કથિત જ્ઞાનરમણતા વિના નહીં ચાલે. તે પાંચ પ્રકારના ભાવો. પાંચ પ્રકારના ભાવો છે તેમાં પશમકિ ભાવ અંતર્મુહૂર્ત રહેવાના સ્વભાવવાળા છે. ક્ષાયિક ભાવ હમણાં વર્તમાનમાં પ્રગટ ન થાય. આથી જો આપણે ક્ષાયોપથમિક ભાવમાં નહોઈએ તો ઔદયિક ભાવમાં તો છીએ જ! ઔદયિક ભાવમાં હોઈએ તો તેનો પસ્તાવો થાય ખરો? સંપૂર્ણ પારિણામિક ભાવો તો મોક્ષમાં જ પ્રકટ થશે. જ્ઞાનસાર-૩ || 48 Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્માનું આત્મ સ્વભાવ રૂપે સહજ રીતે પરિણમન થવું તે પારિણામિક ભાવ છે. આત્મા પરિણામી હોવાથી કાં તો સંસાર તરફ પરિણામ રહે કાં તો મોક્ષ તરફ પરિણામ રહે. શાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા, કર્મ થાયે ચકચૂર. રાગદ્વેષથી મલિન બનેલા સ્વ આત્માને શ્રી જિન વચનામૃતથી સ્નાન કરાવશું તો જ કર્મો ચકચૂર થશે અને પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ થશે. સૌથી વધુ કર્મબંધમિથ્યાજ્ઞાનની હાજરીમાં અને કર્મની નિર્જરા પણ સમ્યગુ જ્ઞાનની હાજરીમાં જ થાય. સર્વજ્ઞએ જેને દુઃખ કહ્યું છે તેને સુખ માનીને ભોગવશે તે મિથ્યાજ્ઞાની, મિથ્યાદષ્ટિ સંશી પચંદ્રિયને બે સંજ્ઞા હોય. (1) દીર્ઘકાલિકી અને (2) હેતુવાદોપદેશિકી. સમ્યમ્ દષ્ટિ સંજ્ઞી પદ્રિયને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય તેમાં અસશીપચેજિને માત્ર હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય. આત્મામાં જ સુખ છે, પરમાં દુઃખ છે. એ વાતનો આપણને સ્વીકાર છે ખરો? બધા અનુકૂળ હોય છતાં પોતાને ખ્યાલ હોય કે આ બધું ઔદયિક ભાવનું છે. પોતાના આત્માને બધે કેન્દ્રમાં રાખવાનો છે. ઈચ્છા થવાનું કારણ અત્યારે ત્યાગ અષ્ટક ચાલે છે. શાનો ત્યાગ કરવાનો? ઔદયિક ભાવનો ત્યાગ કરવાનો છે, ક્ષાયોપથમિક રૂપ ગુણ સંપદા પણ અપૂર્ણ છે. તેની સહાયથી ક્ષાયિક સંપદા પામી તે ક્ષાયોપથમિક ભાવનો પણ ત્યાગ કરવાનો છે. ક્ષયોપશમ ભાવની સામગ્રી પણ સાધનરૂપ જ છે. જ્ઞાનસાર-૩ || 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ આપણામાં કંઈક મેળવવા રૂપ ઈચ્છા યોગ સતત પ્રગટેલો રહે છે. કંઈક મેળવવાની ઈચ્છા લોભ મોહનીયના ઉદયથી થાય છે. વીતરાગને ઈચ્છા તેને ઈચ્છા નથી. વીતરાગને પ્રશસ્ત પણ ઈચ્છા ન થાય. મોક્ષ સ્વરૂપ જ આત્મા છે તેથી મોક્ષની ઈચ્છા પણ કરવાની રહેતી નથી. જ્યાં પૂર્ણતાનો અભાવ છે ત્યાં જ ઈચ્છાનો ઉદય છે. આત્મા જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન બને ત્યાં સુધી ક્રોધાદિ કષાયો આત્માના સ્વભાવથી વિરુદ્ધ એવી પર વસ્તુની ઈચ્છા કરાવે. n પત્ની કેવી હોવી જોઈએ? પત્ની - કાંતા કેવી હોવી જોઈએ? જેને આત્મનિરતર ભોગવી શકે થાકે નહીં, પોતે પીડા ન પામે સામેનાને પણ પીડા ન આપે તેને ભોગવતાં આત્મામાં નિરંતર આનંદની વૃદ્ધિ થયા કરે.તે કાંતા કોણ? સમતારૂપી કાંતા છે. સમતા ભોગવવામાં આત્માને કોઈ સાધનની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. સમતા ભોગવતી વખતે જીવ બીજાને પીડામાં નિમિત્તભૂત પણ બનતો નથી. આવી કાંતાને સમ્યગૂ જ્ઞાની સતત ઝંખે. આત્મા પરને ભોગવતો હોય ત્યારે અંતરમાંમહાવ્યથાને ભોગવે અને પરમાત્માની મહાકરુણા છે કે દુઃખથી છોડાવવા જૈનશાસન રૂપ અનુશાસન પ્રવર્તાવ્યું. સર્વજ્ઞની આણા ત્રિલોક પર પ્રવર્તે છે. આ શાસનમાં જે નિશ્ચયથી પ્રવેશ પામી જાય અર્થાત્ જેના રાગદ્વેષ મંદ પડી જાય તે ક્યારેય મોહના શાસનમાં મૂંઝાય નહીં. જગતના જીવો જ્યાં સુધી મોહના અનુશાસનને છોડશે નહીં ત્યાં સુધી વાસ્તવિક અર્થમાં સુખી બની શકશે નહીં. જ્ઞાનસાર-૩ || 50 Page #52 -------------------------------------------------------------------------- ________________ સાધુપણામાં લોચ–ત્યાગ વગેરે કષ્ટમય નથી પણ સ્વેચ્છાએ વર્તવાની ઈચ્છા કરવી એ કષ્ટમય છે. પોતાની કોઈ ઈચ્છા હોય જ નહીં. ગુરુની ઈચ્છા એ જ પોતાની ઇચ્છા હોય તો જીવનમાં કે મૃત્યુમાં અસમાધિનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં. જીવ દેવ-ગુરુના શરણમાં તો ગયો પણ ઇચ્છારૂપ ચાવી પોતાના હાથમાં રાખી તેથી જીવનો ઉધ્ધાર ન થયો. પોતાની સ્વચ્છંદ–બુદ્ધિને તોડવાની અઘરામાં અઘરી વાત સાધુપણામાં છે. જેને ખરેખર મોક્ષની ઇચ્છા થાય તેને જગતની કોઈ વસ્તુની ઇચ્છા થાય? થાયતો એનું અંતર રડ્યા વિના રહે ખરું? જો જગતની વસ્તુની ઇચ્છા થાય તો માત્ર બોલવામાં જ મોક્ષની ઇચ્છા છે. આત્મસ્વભાવમાં રમણતા કરવાની ઇચ્છા સિવાય બીજી કોઈ ઇચ્છા કરવાની નથી. ધર્મથી અવશ્ય ધર્મની જ પ્રાપ્તિ થાય. પરંતુ આપણે જિનાજ્ઞાની વિરુધ્ધ કરીને ધર્મ દ્વારા અધર્મની જ પ્રાપ્તિ કરીએ છીએ. માટે ધર્મનથી ફળ તો. ધર્મ કરીને ઉત્તરોત્તર ધર્મની વૃધ્ધિ થાય તો ધર્મ સાનુબંધવાળો બનશે. પૂ. આનંદધનજી મ.સા.એ પૂ. યશોવિજયજી મ.સા.ને કહ્યું હતું કે વિદ્વતાની સાથે અનુભવનું અમૃત ભળે તો સોનામાં સુગંધ ભળે. આ વાતનો મર્મજ્યારે સમજ્યા ત્યારે તેઓએ ગાયું કે "ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં, પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કોઉં માનમેં..." (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી) સમક્તિ આવ્યા પછી મને શું નથી મળ્યું? એવી દીનતા પ્રગટે જ નહીં. સમકિત આવ્યા વિના સમતાને સધાય નહીં. પોતાના આત્માના ગુણો જ્યાં સુધી ગમે નહીં ત્યાં સુધી સમક્તિ પમાય નહીં. જ્ઞાનસાર-૩ // 51 Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મની આરાધના કરવા છતાં પણ જો આત્માની દષ્ટિ પરને મેળવવામાં જ રહે છે તો સાધ્યની સિધ્ધિ થઈ શકતી નથી. अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् હું અને મારુંએ મમતા જાય નહીં તો આત્મઘરમાં સમતા આવે નહીં. તમે ઘણી સામાયિકો કરી પણ ઘરમાં બધાના પ્રિય બન્યા? સમતાવાળી વ્યક્તિને જોઈ બધાને તેની પાસે રહેવાનું મન થાય. તેની પાસે આપેલા જીવ કરીને જાય,બળીને નહીં. મહા મિથ્યાત્વનો પરિણામ આત્માને હુંમાં જ રાખે છે. બહુ થી શરીર પર્યાયને પકડી તે જરૂપેહુંરહેલો છું તે ભાવમાં રમીએ છીએ. હું આત્મા છું તે સ્વીકારને બદલે આત્માને જ છૂ કરી દઈએ છીએ. કેમ કે રૂપ ગમી ગયું છે. રૂપી શરીરમાં આત્મા આસક્ત બન્યો છે અને અરૂપી અવિકારી એવા આત્માને જીવ ભૂલી ગયો છે. રૂપ માટે જ તે જીવે છે. ધારો કે તમે પૂજા ભણાવી તો તમારું ધ્યાન ક્યાં? પૂજાના શબ્દોમાં કે પછી કોણ આવ્યું- કોણ ગયું? ફોટો કેમ સારો આવે? આમ આપણે પૂજામાં પ્રભુગુણની સ્તવના સાંભળવાની હતી અને એ દ્વારા આત્માને નિર્મળ બનાવવાનો હતો.અરૂપી એવા પરમાત્માને ભજવાના હતા તેના બદલે આપણે રૂપમાં જ રમ્યા. આમ આપણે ધર્મ કરીને પણ અધર્મને જ સેવીએ છીએ. પૂજામાં ફોટા–કેમેરા–વિડિયો નહોય તો ચાલે ને? નામની પ્રસિધ્ધિ માટે જ ધર્મકર્યો કે નામમિટાવવા માટે ધર્મકર્યો? ધર્મ કરીને અધર્મનો ઝંડો ફેલાવવા જેવું મહાપાપ બીજું નથી. ગુરુ જો બધાની વચ્ચે કહે તો તે ગુરુનું પણ નામ બગાડ્યા વિના ન રહે. પણ એમ નવિચારે કે સારું થયું. મારા નામને કાઢવાની જ સાધના મારે કરવાની છે. નાડહ' હું કાંઈ નથી. ગુરુદેવ મને આ સાધના કરાવી રહ્યાં છે. જ્ઞાનસાર-૩ // પર Page #54 -------------------------------------------------------------------------- ________________ પર્યાય વધે તેમ મોહ વધુ નડે, પડવાની દિશા વધુ રહે. પર્યાય વધે તેમ લઘુતા–નમ્રતા પણ વધવી જોઈએ. પ.પૂ. મહોદય સૂરીશ્વરજી મહારાજા એક ઉત્તમ આદર્શ હતા. તેમનામાં ક્યાંય અહં જોવા મળતો નહતો. જાણે ગુરુ ગૌતમ નહોય!પ.પૂ.રામચંદ્ર સૂરી મ.ને પૂર્ણ સમર્પિત થઈને રહેલા હતા. આચાર્યઆદિપટ્વી એજિનશાસનની વ્યવસ્થા જાળવવા માટે હતી. પણ જો તેને માનનું સાધન બનાવે તો તે પદની પણ નિશ્ચયથી કોઈ ગણતરી નથી. માટે જો જીવ સમતારૂપી પરમ ધનને પ્રાપ્ત કરે તો તેનો ઉદ્ધાર થયા વિના રહે નહીં તેને જિનાજ્ઞા બંધન રૂપે નહીં લાગે પણ તેના આનંદમાં વૃધ્ધિ કરાવનાર બનશે. આપણને નામનું મહત્ત્વ છે તેથી જ આપણું નામ ખોટી રીતે ચિતરાયતે સહન નથી થતું. જીવે ઔદયિક ભાવોનો સર્વથા ત્યાગ કરવાનો છે પછી ક્ષાયોપથમિક ભાવરૂપ ધર્મનો પણ ત્યાગ કરવાનો છે. ચંદનને કાપો, બાળો, છોલો તો પણ તે સુગંધ જ આપશે. તે જ રીતે આ દેહને કોઈ છે, બાળે, પીડા આપે તો પણ તેમાં ન ભળતા સમતારૂપી ધર્મને સ્વભાવગત બનાવી દેવાનો. અર્થાત્ ક્ષાયિકભાવને સિધ્ધ કરવાનો, જેમાં તે કાયાને માત્ર સાક્ષીરૂપે જ જાણે. ક્ષાયોપથમિક ધર્મ દ્વારા આત્માએ થોડું સાધ્યું તેટલા માત્રથી તેમાં સંતોષ માની લેવાનો નથી, પૂર્ણ સાધ્યનું લક્ષબિંદુ જે કેન્દ્રમાં હોવું ઘટે. 3 ભાવના - 3 પ્રકાર 1. ઉપશમભાવ:–અંતર્મુહૂત કાળ રહે. મોહના ઉદયનો અભાવ હોય પણ સત્તામાં હોય તેને ઉપશમ ભાવ કહેવાય. 2. ક્ષાયોપથમિક ભાવ:– સાગરોપમથી અધિક કાળ રહે. ઉદયમાં આવતા કર્મોનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મોનો ઉપશમ. વર્તમાનમાં ક્ષયોપશમ ભાવથી પ્રગટ થતા ગુણોને જીવે ભજવાના છે. તેના દ્વારા જીવનું સામર્થ્ય વધતું જાય, તે ગુણો સ્વભાવગત બનતા જાય પછી ક્ષયોપશમ રૂપ ભાવનો પણ જીવે ત્યાગ કરવાનો છે. જ્ઞાનસાર-૩ // 53 Page #55 -------------------------------------------------------------------------- ________________ 3. શાયિક ભાવ - વીતરાગ ચારિત્ર, કેવલ જ્ઞાનાદિ ગુણ. કેવલજ્ઞાનથી અધિક કિંમતી વસ્તુ એક પણ નથી. તે નિર્ણય થયો નથી માટે તેના સિવાય બીજું બધું મેળવવાનો ભાવ જાગે છે. તે નિર્ણય થયા પછી સ્વજન વર્ગ, વફાદાર શિષ્યો, ગુરુ, ભક્તો વિ. પણ તેને કિંમતી ન લાગે. જેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે તેવો જીવ હવે સંસારની કઈ વસ્તુને ઇચ્છે? સંસારની સર્વ વસ્તુ તેને તુચ્છ લાગશે. જીવ સાધુપણામાં રહીને પણ સાધુપણાથી મુક્ત થવાની ભાવનાવાળો હોય. અર્થાત્ સુદેવ-સુગુરુ આદિ સ આલંબનનો પણ ત્યાગ કરવાવાળો બને પોતે જ સ્વયં પરમાત્મસ્વરૂપ બની જવાનું છે. પણ વર્તમાનમાં હું અપૂર્ણ છું માટે ટેકાની સાધનની જરૂર પડશે. દેવગુરુ પણ એ ટેકારૂપે - સાધનરૂપે છે એ ઉપયોગ આવવો જોઈએ. શમા પાંચ પ્રકારે (1) ઉપકાર ક્ષમા - ઉપકારી પર ક્ષમા રાખે છે. (2) અપકાર ક્ષમા - અપકારી પર પણ ક્ષમા રાખવી. વિપાક મા -કર્મના વિપાકમારે ભોગવવા જ પડશે, તેમ જાણીને ક્ષમા રાખવી. વચન સામા –પરમાત્માના વચનને યાદ કરી ક્ષમા રાખવી. અર્થાત્ જિનાજ્ઞા છે " સુવિજ્ઞા" તું ક્રોધ ન કર. ધર્મ શમા - ક્ષમા આત્મા સાથે એવી વણાઈ જાય કે સહજ સ્વભાવમય બની જાય. પ્રથમની ક્ષમા તો ગૃહસ્થમાં પણ હોઈ શકે જ્યારે સાધુઓએ વચન ક્ષમા દ્વારા ધર્મક્ષમાને સાધવાની છે. વીતરાગ સર્વ કષાયોથી રહિત છે માટે તેમનું નામ સ્મરણ પણ કષાયોના નાશ માટે બને છે. પછી એ ધર્મક્ષમા સ્વરૂપ આજ્ઞા બની જાય છે. જ્ઞાનસાર-૩ || 54 Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવો જિન વચન રૂપ આજ્ઞાનું આલંબન લે તો સંસારરૂપી દાવાનલ પણ શીતલ બની જાય છે. સ્થિરને પકડીએ તો સ્થિર બની શકાય. વચન ક્ષમાની શરૂઆત થાય તો કષાયમળનો સહજ હ્રાસ થયા વિના ન રહે. સાધુ જીવનમાં વચન ક્ષમાની પ્રધાનતા છે. સાધુપણામાં કષાય ભાવથી બદલો લેવાનું મન થાય તો તે સાધુપણું નિષ્ફળ છે. આપણે કષાય કરનારના પણ કલ્યાણમિત્ર બનવાનું છે. પ્રથમની ત્રણ ક્ષમા ક્ષાયોપથમિક ભાવની છે. જ્યારે વચન ક્ષમા અનંતાનુબંધી-૪, અપ્રત્યાખ્યાનીય-૪, પ્રત્યાખ્યાનીય -4 = ૧ર કષાયો જાય ત્યારે આવે. સર્વજ્ઞના વચનના આલબને ક્ષમા આવે. માતા-પિતા વડિલો આદિ આપણા ઉપકારી છે. તેઓ ઠપકો આપે તો સામું ન બોલાય તો પછી ગુરુ માટે શું ન સહન કરાય? બધું જ. માતા-પિતાને ચામડીના જોડા બનાવીને પહેરાવો તો પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. માતાપિતાને દુઃખી કરવામાં નિમિત્તભૂત ન બનીએ તોજ ભવપરંપરા અટકશે. તે માટે સમ્યગુ જ્ઞાન જ આત્માને ઉપયોગી બનશે. જ્ઞાનની સાધના માટે આચારો બતાવ્યા. તેમાં વિનય નામનો આચાર મુખ્ય છે. વિનય એ સર્વ ગુણોનું મૂળ છે. ગુણથી જ આત્મા બીજા આત્મા પર ઉપકાર કરે છે. વિનય ગુણ અનેક ગુણોને ખેચી લાવે છે. આઠે કર્મોને જે વિશેષથી આત્મામાંથી દૂર લઈ જાય તે વિનય. ગુણમય બન્યા વિના નિર્જરા ધર્મ પ્રગટતો નથી. રાજા અને ગુરુ વચ્ચે સંવાદ થયો. રાજા કહે મારા પુત્રો વિનયી છે. જ્યારે ગુરુ કહેતમારા પુત્રો કરતા મારા શિષ્યો વિનયમાંચડી જાય. ગુરુ પરીક્ષા કરે છે. ગંગાનું વહેણ કઈદિશામાં વહે છે તે જોઈ આવો. રાજ પુત્રે જોયા વિના, ગયા વિના કહી દીધું કે પૂર્વ દિશા તરફ વહે છે. એ તો બધા જાણે છે. જ્યારે શિષ્યો સમજી ગયા કે ગુરુએ પૂછ્યું છે તેનું કારણ હશે? ગંગા નદી પાસે જઈ જોઈ અને કહ્યું કે ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. ગુપ્તચરો દ્વારા ખબર પડી જ્ઞાનસાર-૩ // 55 Page #57 -------------------------------------------------------------------------- ________________ કે ગુરુના શિષ્યો વિનયી છે. શિષ્યો જ્યારે ગુરુમાં પરમાત્મપણું નિહાળે ત્યારે તે સાચું સાધુપણું પાળી શકે. તપ ગુણથી નિર્જરા સાધી શકાય છે. પોતાની કોઈપણ ઇચ્છા ન હોય અને દેવ-ગુરુના વચનો જ મારા કલ્યાણનું કારણ છે એમ જે સમજે તે મહાતપસ્વી છે. કેમ કે સ્વયંની ઇચ્છાનો રોધ કર્યો છે. ઉદા. માસતુષ મુનિએ 12 વર્ષ સુધી મારુષ માતુષ ગુરુનો શબ્દ મંત્ર રૂપે પકડી અંતે કેવલજ્ઞાન પ્રગટ કર્યું. સાધુ માટે પરમાત્માના વચનદેહની = તત્ત્વદેહની પૂજા 24 કલાક હોય છે. आज्ञा राद्धा विराद्धा च शिवाय च भवाय च / (વિતરી સ્તોત્ર) પરમાત્માની આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે, વિરાધના સંસારવર્ધક બને. પોતાના વ્યક્તિત્વ પરનું માન જેનું તૂટી જાય. હુંકાઈનથી. મારું સર્વસ્વ દેવ-ગુરુ જ છે એવો અંતરનો ભાવ પ્રગટી જાય તે જ સાચું બહુમાનભાવ છે નહિતર પછી સ્વાર્થભાવ છે. પુણ્યથી મળેલ પરિવાર–પ્રસિધ્ધિ પદવિ. ઉપરનું બહુમાન ગુરુ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થવામાં અવરોધક બને છે. "ન–મો" હું કાંઈ નથી. તેથી પૂર્ણ બનવા તમારી આજ્ઞાને નમસ્કાર કરું છું. હું શરીર નથી. આથી શરીર દ્વારા મળેલી તમામ વસ્તુ મારી નથી. આત્મા સિવાયની કોઈપણ વસ્તુ મારી નથી નિસાહિઆએ–માટે મત્યએણ વંદામિ–આ મારું મસ્તક આપને અર્પણ કરું છું. આપનામાંજ જ્ઞાનાદિ ગુણની સંપદા છે. પૂર્ણતા છે તેને હું પ્રાપ્ત કરવાને ઇચ્છું છું. શિષ્યની બસ આ જ મહેચ્છા હોય. તેથી તે ગુરુના ચિત્તને પ્રસન્ન કરી, વિનય ગુણથી તે સંપદાને પામી પરંપરાએ પરમપદની સંપદાને પ્રાપ્ત કરનારો બને છે. જ્ઞાનસાર-૩ || પs Page #58 -------------------------------------------------------------------------- ________________ 4 જ્ઞાન લાયોપથમિક ભાવના છે માટે વર્તમાનમાં તેના આલંબને ક્ષાયિક ભાવની પ્રાપ્તિ માટેની સાધના કરી લેવાની છે. તેમાં સાવધ રહેવાનું છે. દા.ત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ– પુત્ર શબ્દ સાંભળતા સ્નેહ રાગમાં અટવાઈ, માનસિકયુદ્ધ દ્વારા ૭મી નરકના દળિયા બાંધ્યા. પણ માથે મુગટ લેવા જતાં સાવધ બની ગયા કે હું તો મુનિ છું–મેં આ શું કર્યું? પશ્ચાતાપની વિશુધ્ધધારા ચાલી તો કેવલજ્ઞાન પામી ગયા. આમ, આપણે પણ ક્ષયોપશમ ભાવના સહારે સાવધ રહી ક્ષાયિકભાવને સાધી લેવાનો છે. આપણા માટે દુઃખની વાત એ છે કે જે આપણી સાથે ન રહી શકે તેની સાથે રહેવું છે અને આપણી સાથે જે સદા રહી શકે તેની સાથે આપણે રહેવુંનથી. સમ્યગદર્શન આવે ત્યારે જ પોતાની વસ્તુ પર પ્રેમ જાગે અને પરને સહજ છોડવાની રુચિ પ્રગટે. સ્વપર પ્રેમ જાગતાં જ આત્માનો ધર્મ પુરુષાર્થ થાય કેમ કે રુચિ અનુયાયી વીર્ય છે. ધર્મમાં રુચિ થતાં વીર્ય તે તરફ પરિણામી બને છે. વિભાવ દશાથી આત્મા હટે નહીં ત્યાં સુધી સ્વભાવદશા પ્રાપ્ત થાય નહીં. ગુણ સ્વરૂપી આત્મા કર્મોથી આવરિત થયેલો છે માટે જો આવરણ હટે તો જ ગુણ આવિર્ભાવ પામે. પોતાના ગુણોમાં રમવું તે ધર્મ પુદ્ગલના ગુણોની અંદર રમવું તે અધર્મ. B પુદ્ગલ પરાવર્તનકાળ એટલે શું? પુગલમાં પરાવર્તન થવાનો કાળ એટલે જ પુદ્ગલ પરાવર્તકાળ. તેમાંથી છૂટવાનો છેલ્લો પુગલ પરાવર્તકાળ એટલે જ ચરમ પુદ્ગલ પરાવર્તકાળ. ચરમમાં આવ્યા પછી જ તેને આ પરાવર્તકાળમાંથી છૂટવાનો અભિલાષ જાગે અધર્મમાંથી નીકળી આત્મવીર્યને ધર્મ પામવા તરફ વાળવાનું છે. જ્ઞાનસાર–૩ // પ૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ 1. વીર્ય બે પ્રકારે (1) અભિસંધિજ - ઇચ્છા મુજબ વળે. (ર) અનભિસંધિજ - અનિચ્છાએ વીર્ય વળે. આત્માએ આત્માના ગુણોમાં રમણતા કરવાની છે તેને બદલે પુલના ગુણમાં પરિવર્તન કરે છે. પુગલમાં પરિભ્રમણ કરવાનો અનંતકાળ આત્માએ પસાર કર્યો છે. પુગલોને ગ્રહણ કરવાનો જે કાળ પસાર કર્યો તેમાં મહાકર્મનોબંધ આત્માએ આત્મા સાથે કરી આત્માને પીડા પ્રાપ્તિના કારણભૂત છે. આત્મા અવ્યાબાધ છે છતાં પુગલને ગ્રહણ કરવામાં તેને પીડાની પ્રાપ્તિ થાય છે. આવા પુદ્ગલ ગ્રહણથી સર્યું. ગાથા : 4 ધમસ્યા જ્યા સુસત્યા, ભાયોપથમિકા અપિા પ્રાપ્ય ચન્દ્રનગન્ધાભે, ધર્મસંન્યાસમૃત્તમમ્ III ગાથાર્થઃ બાવના ચંદનના ગંધ સમાન ઉત્તમ ધર્મસંન્યાસને પામીને સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપથમિક ધર્મો પણ ત્યજવા લાયક છે. લાયોપથમિક ભાવો પણ ત્યાજ્ય છે કેમ કે તે ભાવ સંપૂર્ણ ગુણરૂપે નથી, પણ તેમાં ઔદયિક ભાવ ભળેલો છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વનો પ્રદેશોદય રહેલો છે. તેમાં જો સાવધાન ન રહીએ તોમિથ્યાત્વનો પ્રદેશોદય વિપાકોદયમાં આવે તો તેનો પ્રભાવ આત્મા પર પડે, અને જ્ઞાનધારા મલિન બની જાય. સર્વજ્ઞ કથિતતત્વથી વિપરીત સ્વીકારવાનું મન થાય આથી વિચારધારા બગડે પછી તેના આચાર બગડતાં વાર ન લાગે. દા.ત. ભરત મહારાજાના પુત્ર મરીચિમાં સમ્યગુદર્શન હતું પણ ક્ષાયિક નહતું. શરીર માંદુ પડ્યું ત્યારે લોભ મોહનીયના ઉદયથી શિષ્યની ઈચ્છા થઈ, શરીર પર સુખબુધ્ધિ આવી ત્યાં મિથ્યાત્વ મોહનીય આવી ગયું. શિષ્યના લોભે ઉસૂત્ર પ્રરૂપણા કરી તેના વાંકે કોડાકોડી સાગરોપમ સંસાર વધાર્યો. જ્ઞાનસાર–૩ // 58 Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળ શરીરમાં પણ આત્માનું સુખ ભોગવી શકાય. પૂ. પદ્મવિજયજી મ. (પૂ. ભુવનભાનુ સૂરિ મ.ના ભાઈમહારાજ) નાકમાં નળી દ્વારા આહાર આપતા આવી શરીરની નબળી અવસ્થામાં પણ માસક્ષમણ વિ. તપ કર્યો. શરીર અને આત્માનો ભેદ પરખાઈ જાય, આત્માની અચિંત્યશક્તિનો પરિચય અને તેની શ્રદ્ધા થઈ જાય તો આત્મા ગમે તે પરિસ્થિતિમાં પણ સમભાવે રહી શકશે. સ્વ આત્મવીર્ય પર વિશ્વાસ જાગી ગયો હોય તો ગમે તેવા કષ્ટો સહન કરીને પોતાના આત્માનું સાધી લેશે. મિથ્યાત્વનો ઉદય થાય તો મતિ બગડી જાય પછી તેની મતિ સુધરી ન શકે. સમ્યગદર્શનના પરિણામ હોય તો મતિ બગડે નહીં. મરીચિને મિથ્યાત્વનો ઉદય થવાના કારણે શરીર પર બહુમાન આવ્યું આત્મા પરનું બહુમાન ચાલ્યું ગયું. શિષ્યની ઇચ્છાના કારણે લોભ મોહનીય નડી ગયો. ચારિત્રમોહનીયના ઉદયમાં જો સાવધાન રહ્યાં તો તે અનંતાનુબંધીને ખેંચી લાવે છે. ક્ષાયોપથમિક ભાવ પૂર્ણ શુધ્ધ નથી માટે તે અશુધ્ધતાભણી જીવને ખેંચી લઈ જઈ શકે છે. આથી જ વ્યવહારથી ઉપાદેય એવા લાયોપથમિક ભાવના ધર્મો નિશ્ચયથી હેય જ છે. આ ઉપયોગ જો આત્મામાં વર્તતો હોય તો સારા કાળમાં સામગ્રીની પૂર્ણતા અંતર્મુહૂર્તમાં પણ સર્વ કર્મનો ક્ષય કરી શકશે કેમ કે શુદ્ધ ઉપયોગે નિર્જરા અને યોગે બંધ છે. જો મતિ ન બગડે તો આત્માની ગતિ સુધરી શકે. જીવ કર્મલઘુતાના કારણે પણ મિથ્યાત્વ મંદ પડતા આત્મધર્મને પામી જાય. જ્યાં સુધી પૂર્ણતા ન પામે ત્યાં સુધી ચેન ન પડે તે આત્માના જ્ઞાનસાર-૩ // 59 Page #61 -------------------------------------------------------------------------- ________________ અર્થીપણાની નિશાની છે. ઉપયોગમાં સદાસિધ્ધપણું રમતું હોય. ઊંઘમાં પણ કર્મ નિર્જરા ચાલુ હોય.સાધુ સદા સ્વાધ્યાયમાં જ ઝૂલતો હોય અને સંયમના પાલનમાં જ રક્ત હોય. नित्यं स्वाध्यायसंयमरतानाम्....सज्साय समो तवो नत्थि - સ્વાધ્યાય સમાન કોઈ શ્રેષ્ઠ તપ નથી. આજે સ્વાધ્યાય છૂટી ગયો છે. આથી જીવ પરમાં ઘૂસી ગયો છે અને મિથ્યા ભવભ્રમણના વમળમાં ઘૂમી રહ્યો છે. સ્વાધ્યાયમાં રક્ત હોય તેને બાજુમાં શું ચાલે છે તેની ખબર પણ ન પડે.આત્મામાં આત્મરસ ખૂટ્યો. હરિરસ ખૂટયો તેથી તે પુદ્ગલમાંકે પારકાના દોષોમાં અને વિષયોમાં રમતો થયો. સ્વાધ્યાય દ્વારા વિષય-કષાયનો હૂસ નાશ થાય તો જ સાચો સ્વાધ્યાય. ઉપકાર ક્ષમા સહેલી છે. ઉપકારીના ઉપકારને યાદ કરીને તેમના ઉપકારને ફેડવાનો છે. અપકાર ક્ષમા થોડી અઘરી છે. કેમ કે અપકારીને માફ કરવાનો છે. હકીકતમાં તો અપકાર કરનારો પણ આપણા આત્મા પર ઉપકાર કરે છે એ વિચારથી ક્ષમા આવશે. મને ધર્મક્ષમા રાખવામાં સહાયક છે એમ માની ક્ષમા કરે.૪પ્રકારની ક્ષમાને ધર્મ ક્ષમામાં ટ્રાન્સફર કરવાની છે અને તે વારંવારના અભ્યાસથી સહજ બને છે. ધર્મક્ષમામાં કોઈ વિકલ્પ ન હોય ધર્મ ક્ષમાવાળો પોતે બળીને પણ બીજાને શીતળતા જ આપશે. વચન ક્ષમામાં વિકલ્પ રહેલો છે કે મારા પ્રભુનું વચન છે માટે મારે ક્ષમા રાખવી જોઈએ. આ વિકલ્પ અવસ્થાને પણ છોડવાની છે. આત્મામાં ક્ષમા સ્વભાવરૂપે બની જાય, ગુણ રૂપે પરિણમી જાય તે ધર્મક્ષમા છે. જ્ઞાનસાર-૩ || O Page #62 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયોપથમિક સાધનાઓ પૂર્ણતા પામવા માટે સાધન સ્વરૂપે જ છે. કેમ કે તેના દ્વારા આત્મામાં પૂર્ણ ધર્મ પરિપૂર્ણ સ્વભાવ પ્રગટ થતો નથી. તે આત્મામાં જવા માટે સહાયક છે પણ સાધ્યરૂપે નથી. જો સાધ્યરૂપે માની લઈએ તો વિકાસ અટકી જાય. આત્મામાં 14 પૂર્વો પ્રગટ થઈ જાય તો પણ તેમાં સંતોષ માનીને બેસી ન રહે. જેમ જેમ જ્ઞાન વધે તેમ આત્મા ગંભીર બને. ચૌદ પૂર્વ પણ કેવલજ્ઞાન પાસે બિંદુમાત્ર પણ નથી. જો તેમાં સંતોષ માની લે તો પૂર્ણતા પ્રગટ ન થાય. થોડું મળી જાય પછી અધિકમેળવવાનું મન ન થાય તે સંતોષ. ધર્મધર્મની ભૂખ ઊભી કરે, ગુણ-ગુણની ભૂખ ઊભી કરે. જેમ જેમ સમ્યગુજ્ઞાન વધતું જાય તેમ તેમ કેવલજ્ઞાન મેળવવાની ભૂખ પણ વધતી જાય. "આગમ અરિસો જોવતાં, મોક્ષ નગર દીઠું અતિ દૂર છે." 14 પૂર્વીને પણ પોતાનું કેવલજ્ઞાન દૂર દેખાશે. આપણને તો થોડું જ્ઞાન આવે એટલે ઘણું જ્ઞાન આવી ગયાનો સંતોષ થાય. જેના જ્ઞાનમાંથી દર્શન મોહ અને ચારિત્ર મોહ ચાલ્યું જાય તેનું જ્ઞાન ગંભીર હોય. તેવો આત્મા ઘણું જ્ઞાન આવે ત્યારે જગતને જણાવવા ન જાય પણ જગતથી અલિપ્ત થતો જાય. તપમાં–જ્ઞાનમાં આરામ ન હોય. તપસી પારણામાં અધિક નિર્જરા કરે તો તે તપસ્વી છે. ખાવું એ પાપ માને. પારણામાં તપના પરિણામને અનુભવે. ખાવું એ પાપ તો ખાવાની ઈચ્છા કરવી એ મહાપાપ. આપણે તો ભૂખ ન લાગતી હોય તો ભૂખ લગાડવાનો પ્રયત્ન કરીએ. પૂર્ણતા તરફનું લક્ષ ન હોય તો ક્યારેય પૂર્ણ નહીં બની શકાય. સુધાવેદનીયના ઉદયની શરૂઆત થાય ત્યારે જીવે વિચારવાનું છે કે આ શરીરને પુદ્ગલની જરૂર પડી છે તો પુદ્ગલ આપી દેવા પણ સારા-નરસારૂપ ઇચ્છા ન કરવી. સુધા વેદનીય દ્વારા પુદ્ગલ ગ્રહણનું પ્રયોજન જ્ઞાનસાર-૩ || 1. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઊભું થયું છે. તેથી શરીરને ખાવાનું આપવું પડે છે. આ શરીર રૂપી ભૂતડું વળગ્યું છે તેથી આત્માનો અણાહારી સ્વભાવ પ્રાપ્ત થતો નથી. શરીરને કાઢ વા માટે સર્વજ્ઞએ કહ્યા મુજબ અથાગ પુરુષાર્થ કરવો પડશે. તેને કાઢવા માટે મોક્ષમાર્ગની સાધના છે. જીવે રર પરિષહોને સહવાના છે. તેમાં પ્રથમ જ સુધા વેદનીય પરિષહ છે. ભૂખ લાગી ને તરત જ જે જે માંગે તે આપી દીધું જરૂર કરતાં વધારે આપ્યું તેથી વેદનીય કર્મ બંધાયું. વારંવાર ટેસ્ટથી ખાવું, વખાણ કરતાં કરતાં ખાવું, બીજા પાસે અનુમોદના કરવી આ બધું પાપ સ્વરૂપે છે. આત્મામાં ખાવાના સંસ્કારો પડતા જાય અને આત્મગુણોથી દૂર થતો જાય. જેમ જેમ સંઘયણ બળ વધુ, મોહનો ઉદય વધે તેમ આસક્તિની તીવ્રતા પણ વધુ. અત્યારે આપણે બીજી નરક સુધી જઈશકીએ કારણ કે સંઘયણ છેવટું છેલ્લું છે. પ્રશ્ન:- ખાવા માટે દીક્ષા અપાય? રાતના દીક્ષા અપાય? ઉત્તર - આર્ય સુહરિ સૂરિ મ.સા.એ ભિખારીને ખાવા માટે દીક્ષા આપી હતી. કેમકે તેઓદશપૂર્વધરવિશિષ્ટ જ્ઞાની હતા. જ્ઞાનના બળે જોયું કે શાસનની મહાપ્રભાવના કરનારો થશે માટે આપી હતી. આર્ય સુહસ્તિસૂરિ મ.સા. પોતાના શિષ્યોને સ્વાધ્યાય કરાવતા હતા. તેમાં નલિનીગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. અવંતિસુકમાલે તે સાંભળ્યું અને જાતિસ્મરણ જ્ઞાન થયું કે હું ત્યાંથી આવ્યો છું. અહીં બધું નિરસ લાગ્યું. જાણતા હતા કે સંયમ લીધા વિના ફરી ત્યાં ન જઈ શકાય. ગુરુદેવને રાતના આવી કહે છે કે મારે અહીં રહેવું નથી, મને હમણાં જ દીક્ષા આપો. ગુરુદેવે તેની યોગ્યતા જાણી રાતનાદીક્ષા આપી હતી. તમારે ક્યાં દીક્ષા જોઈએ છે? અવંતિસુકમાલે તો આત્મકલ્યાણ સાધ્યું. ગમે તે રીતે મેળવીને ખાવું–હિંસા કરીને પણ ખાવું તે રૌદ્રધ્યાન છે. જીવ રાગાદિ ભાવોની તીવ્રતાને સ્પર્શે તો તે રૌદ્રધ્યાન છે. જ્ઞાનસાર–૩ // ડર Page #64 -------------------------------------------------------------------------- ________________ જેમ અગ્નિના કાણિયાનો વિશ્વાસ ન કરાય તેમ ક્ષાયોપથમિકભાવના ધર્મનો પણ વિશ્વાસ કરાય નહીં. માટે જ વીર પ્રભુ ગૌતમને કહે છે કે સમયે જય માં પાયા તારા સ્વભાવમાં રહેવામાં તું પ્રમાદ ન કરતો નહિતર વિભાવમાં જતાં વાર નહીં લાગે. આપણો ઘણો ટાઈમ ઊંઘમાં અને વાતોમાં પસાર થઈ જાય છે. "તત્ત્વ જાણે વિરલા, વળી સાંભળે કોઈ, તત્ત્વને ધારે વિરલા, વળી ધ્યાવે કોઈ..." (યોગસાર) જીવ જ્યાં સુધી ધર્મનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી તેને જાણવામાં રસ હોય છે તેથી તે જ્ઞાની. ગીતાર્થ પુરુષ પાસે સાંભળવા જાય. સંભળાવવાવાળા તો ઘણા મળે પણ તેને ધારી રાખનારા વિરલા જ હોય. ધારીને પછી તેનું અંતરમાં ધ્યાન કરનાર અર્થાત્ તેને આત્મામાં પરિણત કરનાર સ્વભાવરૂપ બનાવનારા તો ખૂબ જ વિરલ આત્માઓ હોય છે. નવતત્વ જાણતો ન હોય છતાં કર્મલઘુતાથી તેને આત્મામાં શ્રદ્ધા થઈ જાય. પછી તેને તેમાં કોઈ વિકલ્પ ન આવે. આત્મહિતને સાધી લે. નિસર્ગથી સમક્તિ પામી જાય. દ્રવ્ય સંયમ પાળવાથી શાતા પમાય પુણ્ય બંધાય પણ ગુણોની પ્રાપ્તિ ન થાય. ગુણોને પામવાની ઇચ્છા હોય તો જ ગુણોને પામી શકાય છે. આત્મામાં સત્તાએસિધ્ધ સ્વરૂપ રહેલું છે પણ આત્મા તેનો અનુભવ કરી શકતો નથી કેમ કે તે પરને વળગીને બેઠેલો છે. સાધ્યને સાધવાની રુચિપ્રગટવી જોઈએ. તેનો ઉપયોગ સતત રહેવો જોઈએ. આપણી શક્તિ એક સમયમાં લોકાલોકને દેખી શકાય તેવી છે. પરંતુ અત્યારે તે પ્રગટેલી નથી. પૂર્ણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુધ્ધ અશુધ્ધનું મિશ્રણ છે. અશુધ્ધના ઉદયમાં મોહવિચલિત ન કરી જાય તે માટે આત્માએ જ્ઞાનસાર-૩ || 3 Page #65 -------------------------------------------------------------------------- ________________ સાવધાન રહેવાનું. જ્ઞાનગુણ જેમ જેમ શુદ્ધ થતો જાય તેમ તે ગુણ ગુણની ભૂખ જગાડે. જ્ઞાનયોગ અને ક્રિયાયોગ બને ભિન્ન છે. જ્ઞાનયોગ એ અંતરના પરિણામ સ્વરૂપ છે. માટે તેનો સ્વ આત્મા અને કેવલી સિવાય બીજો કોઈ નિર્ણય ન કરી શકે. સાયિક ભાવની ઝંખના અને પૂર્ણ સ્વભાવનો ઉપયોગ ન હોય તો જ્ઞાનમાં મલિનતા આવતા વાર નથી લાગતી. ક્ષાયોપશમિક ભાવમાં ગુણો સાથે દોષો પણ રહેલાં છે તેથી તેને દૂર કરવા સાવધાનપણું જરૂરી છે. આત્મા જો યથાર્થ રીતે શેયનો જ્ઞાતા હોય તો જ્યારે પોતાનામાં મોહ ભળે ત્યારે તે ચારિત્ર મોહના ઉદયને સમજી શકે છે અને તેને તોડવાનો પુરુષાર્થ પણ આદરે છે. પણ જો જ્ઞાતા બની શેયમાં ડૂબી જાય તો તે જ્ઞાતાપણું યથાર્થ રહેતું નથી. વિરતિ એટલે શું? તમે જે દ્રવ્યને છોડો છો તે દ્રવ્ય પ્રત્યે રહેલા મોહને પણ છોડવાનો. જેટલો મોહથી વિરામ પામે તેટલી વિરતિ પરિણામ પામેલી કહેવાય. 2 કિયા શુદ્ધ કયારે કહેવાય? જ્ઞાનના પરિણામમાંઉપાદેય પરિણામહોય. ક્રિયાના પરિણામમાંય પરિણામ હોય. નિશ્ચયથી ક્રિયા હેય છે પણ વ્યવહારથી ઉપાદેય છે. ક્રિયા નિશ્ચયથી હેય છે માટે મારે ક્રિયાથી પણ છૂટવાનું છે. સાધ્યને સાધના પૂરતી ક્રિયા ઉપાદેય પછી હેયસ્વરૂપે છે. માટે તેમાં ઉદાસીન પરિણામ હોવો જોઈએ. ક્રિયા કરતી વખતે આત્મવીર્યયોગમાં વપરાય છે તે ભાન હોવું જોઈએ ત્યારે તે શુદ્ધ બને અપૂર્વનિર્જરાનું કારણ બને. નિશ્ચયથી જે ઉપાદેય છે તેમય બનવાનો દ્રઢ પરિણામ હોવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 4 Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનઃ ઉદ્ઊંચે–આસીન રહેવું. રાગદ્વેષથી ઊઠીને ઊંચે રહેવું. શુધ્ધ પરિણામ અલ્પ જ આવે વિજળીના ઝબકારા જેવો પણ તેના દ્વારા અપૂર્વનિર્જરા થઈ જાય. વર્તમાનમાં નિશ્ચયનું લક્ષ છૂટી જવાના કારણે માત્ર વ્યવહારમાં અટવાઈ ગયાં છીએ. વિરતિના પરિણામ પૂર્વકની ક્રિયા હોય ત્યારે વાસ્તવિક નિર્જરા થાય. "ચિત્ત આત્મામાં જાય તો મમતાની સાંકળ તૂટે. ચિત્ત શરીરમાં જાય તો મમતારૂપ સાંકળથી બધાય !" આત્માના ગુણોમાં પ્રથમ શ્રધ્ધારૂપે સમ્યગ્ગદર્શન ગુણ પ્રગટ થાય. આત્માના ગુણોની જાણ થવા છતાં તે ગુણોની રૂચિ કેમ ન થાય? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય તેથી આત્માનું સ્વરૂપ સમજાય પણ મિથ્યાત્વનો પરિણામ ઉદયમાં હોવાથી આત્માના ગુણોને પ્રગટ કરવાની રૂચિ ન થાય. આત્મામાં કેવલજ્ઞાન રહેલું છે, તેમ કેવલીઓ કહે છે. એવું સાંભળ્યા પછી કેવલજ્ઞાન ગમી ગયું? ગમી જાય તો એને પ્રગટ કરવાનો પુરુષાર્થ કેવો? * સમ્યગદર્શનના 67 બોલ સમ્યગુદર્શનને પ્રગટ કરવાના ઉપાયો છે. * જ્ઞાનાચારાદિ પાંચમાં મોક્ષનો સમગ્ર વ્યવહાર માર્ગ સમાઈ જાય છે. બધા વ્યવહારો સાધન રૂપે છે પણ આપણે સાધ્ય માનીને તેમાં અટવાઈ ગયાં છીએ. જ્યારે સમ્યગુદર્શન પ્રગટ થાય છે ત્યારે આત્મામાં રહેલી મલિનતાને મલિનતારૂપે જોઈ શકાય છે. તેને વિશેષ કાઢવા ક્ષાયિક ગુણોને પરિણામ પામવાનો પુરુષાર્થ આદરાય છે. તમે કે તું કેમ છો? એ પ્રશ્ન અધ્યાત્મમાર્ગમાં જવા માટેનું પરમાર છે. આત્માને પૂછવાનું છે તું કેમ છો? તેને બદલે તમે કેમ છો? તે પૂછી તેના સંસારનો ઇતિહાસ જાણી લઈએ છીએ અને સંસાર વધારીએ છીએ. જ્ઞાનસાર-૩ // 5 Page #67 -------------------------------------------------------------------------- ________________ પુગલ ભાવોમાં તો રમતો નથી ને? દરેક વસ્તુમાં એ સ્વાત્માને પૂછશે અને વિકાસયાત્રા તરફ પગરણ માંડશે. આત્માએ સ્વમાં રહેલા ધર્મને તેના પરિણામને પ્રગટ કરી તેને અનુભવવાનો છે, નહિતર મોહનો પરિણામ જ અનુભવાશે. ધર્મની ગણતરી માત્ર આંકડામાં નથી કરવાની કે મેં આટલા સામાયિક કર્યા– આટલો જાપ કર્યો પણ તે કર્યા પછી પરિણતિમાં શું ફેરફાર થયો તે જોવાનું છે. વ્યવહારથી આપણે તપ કર્યો પણ જો તેના પરિણામને અનુભવ્યો તો તે તપ ધર્મ રૂપે બન્યો. દ્રવ્ય સાથે ભાવ જોડાય તો ધર્મથી ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ થાય તો જ તે સાચો ધર્મ. ચંદનાએ ભાવથી નિરાશ ભાવે અડદના બાકુળા વહોરાવ્યા, સંગમે રડીને પોતાની માટે બનાવેલી બધી ખીર માસક્ષમણના તપસ્વી મુનિરાજને ભાવપૂર્વક વહોરાવી તો તેઓને દ્રવ્યથી અઢળક સંપત્તિ મળી. ભાવથી તે બધું છોડવાની શક્તિ મળી. સર્વજ્ઞએ બતાવેલવિરતિ ધર્મની પ્રાપ્તિ થઈ. કેમ કેદાન આપતાં અપાર હર્ષગુણો પ્રત્યેનું અપૂર્વબહુમાન અને નિરાશસ ભાવે દાન કરવાથી તેઓ અભયદાન સ્વરૂપવિરતિ ધર્મને સ્વીકારનાર થયા. ચંદનાએ પ્રભુ વિરનો અભિગ્રહ પૂર્ણ કર્યો ત્યારે દેવતાઓએ ૧રી ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી તેની અધિકારી ચંદના હતી. છતાં ચંદના વિચારે છે કે મૂળા શેઠાણીએ આ પરિસ્થિતિ ઊભી કરી તો મને અઠમ તપ થયો. પ્રભુ વિરનો અભિગ્રહ પૂર્ણ કરવામાં તે સહાયક બની માટે તે બધા ધનની અધિકારી મૂળા શેઠાણીને બનાવી. આમ દાનનું ફળ દાન. ધન પરથી મૂચ્છ ઉતરી જાય. આપણે તો માત્રક્રિયામાં જ પૂર્ણતા માની તેથી સંસારમાં ક્રિયા કરતાં જ રહ્યાં. માટે ભાવધર્મની પ્રાપ્તિન થઈ. આપણે શાતાનું સેવન એટલું બધું કર્યું છે કે જેથી સમતા આત્માથી દૂર ચાલી ગઈ છે. આત્મામાં સહજ ધર્મનો ઝરો વહી જ રહ્યો છે, તેમાં જે વચ્ચે આવરણ આવી ગયું છે તેને દૂર કરવા રજોહરણ આદિ સાધનો જોઈશે જ! જેમ પાતાલમાં ર૫ ફૂટ નીચે પાણીનો નિર્મળ ઝરો વહી રહ્યો છે તો તેને પ્રગટ જ્ઞાનસાર-૩ || છ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે કોદાળી દ્વારા તેટલે ઊંડે ખોદવું પડશે તો જ તે નિર્મળ પાણી પીવામાં કામ લાગશે. તે જ રીતે રજોહરણ આદિ સાધનો દ્વારા આત્મ પરિણતિવિશુધ્ધ કરતાં કરતાં કેવલજ્ઞાન રૂપી ઝરો આત્મામાં પ્રગટ થશે તો સહજાનંદ અનુભવાશે. જ્યારે મોહ હોય ત્યારે શાતા અશાતાનો પરિણામ રતિ અરતિના ઉદયરૂપે હોય. ધર્મ પરિણામનો જીવદેવ-ગુરુ-જિનવાણી સ્વાધ્યાય આદિનિમિત્તો દ્વારા અનુભવ કરે છે. શરૂઆતમાં પોતાના ગુણોને પ્રગટ કરે ત્યારે સવિકલ્પરૂપે પ્રગટ કરે. જીવ જેટલા અંશે શુધ્ધ ધર્મને સેવે તેટલા અંશે કર્મને નિર્જરે છે. ત્યારે પ્રતિકૂળતા પ્રતિકૂળતારૂપ લાગતી નથી કેમ કે સમતાનો પરિણામ છે. સમ્યગુદર્શન ૪થા ગુણઠાણે પ્રાપ્ત થાય પણ તેને મેળવવાનો પુરુષાર્થ ૧લા ગુણઠાણે જ થાય. મિથ્યાત્વ મંદ પડે ત્યારે તેને આત્મદશાનું ભાન થાય અને ઓઘથી મોક્ષનો અભિલાષ થાય.૪ થે આત્માને વિષે સ્પષ્ટ બોધ હોય. આમ મિથ્યાત્વી જીવ પણ લઘુકર્મી બની શુધ્ધ બની શુધ્ધ એવા આત્મભાવોની સ્પર્શના કરે ત્યારે સમ્યગુદર્શન પામ્યો કહેવાય. જેનામાંજિજ્ઞાસા ગુણ પ્રબળ હોય તે સમ્યગદર્શન ગુણને પામી શકે. 1 થી 4 દષ્ટિમાં ગમે તેટલા તપ-ત્યાગાદિ હોવા છતાં સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે બોધ નથી તેથી તે અસ્થિર હોય. અપુનબંધક દશામાં આત્મામાં ઉહાપોહ જાગે, સત્યને જાણવાની જિજ્ઞાસા થાય. આપણી દરેક ક્રિયાઓ રહસ્યોથી ભરેલી છે તેના એંદપર્યાયને પામવાનો પુરુષાર્થ હોય તો તેનો કોઈપણ ધર્મ વ્યવહાર જિજ્ઞાસાથી યુક્ત હોય. બધા ધર્મ કરે છે માટે મારે પણ કરી લેવો તેવી વૃત્તિ ન હોય. સંસાર પરથી જેને મમતા ઉતરી ગઈ હોય તેને ધર્મમાં જિજ્ઞાસા થાય. 1 રત્નત્રયીના બે ભેદ (1) ભેદ રત્નત્રયી - સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્ર હોય પણ તદ્ગત પરિણામરૂપે ન હોય. છે જ્ઞાનસાર-૩ || 67 Page #69 -------------------------------------------------------------------------- ________________ (2) 71 અભેદ રત્નત્રયી - જેમાં સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યગુ ચારિત્ર આત્મામાં તદ્ગત પરિણામરૂપેહોય. જેવું જાણે તેવું સ્વીકારે ને તેવો જ પુરુષાર્થ કરી તેને આત્મસાત્ બનાવે છે. ભેદ રત્નત્રયીમાં પ્રભુની આજ્ઞાનો ખ્યાલ છે, રૂચિ છે, સ્વીકાર છે પણ પૂર્ણપણે આચરતો નથી તેટલો પ્રમાદ છે. ઉપયોગ એ જ ધર્મ છે. ધર્મ છે સહેલો પણ તેને ધર્મરૂપે સમજવો દુર્લભ છે. તે પ્રમાણે સમજાવનારા પણ દુર્લભ છે. ધર્મસમજ્યા પછી સ્વીકારવો દુર્લભ અને સ્વીકાર્યા પછી તે પ્રમાણે આચરવો મહાદુર્લભ છે. જેમ ચંદન અને તેની સુવાસ તાદાભ્ય ભાવે એકમેકમાં રહેલાં છે તેવી જ રીતે ધર્મસ્વભાવ તાદાભ્ય ભાવરૂપ ન થાય ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવ રૂપે તે ઉપાદેય છે અને પછી તે પણ ત્યાજ્ય છે. ક્ષાયોપથમિક ભાવ હેય છે કેમ કે તેમાં ગુણ સાથે મિથ્યાત્વના પ્રદેશોદયરૂપ દોષ પણ રહેલા છે. માટે જો દોષો દૂર કરવારૂપ જાગૃતિ રહે તો તેક્ષાયોપથમિક ભાવ પણ ક્ષાયિક બની જાય. નહિતરક્ષાયોપથમિક ભાવના ગુણો પણ જતાં રહે છે. - ધર્મને સેવતાં અધર્મને દૂર કરતા જવાનું છે તો જ આત્મા ક્રમિક વિકાસક્રમે વર્ધમાન ગુણવાળો બનતો જશે. બહારથી મળતું સર્ટીફીકેટ વિકાસ રૂપ નથી પણ ગુણ સ્થાનક પર આરોહણ કરી સ્વ સ્વભાવને સાધતો જાય તે જ આત્માની ખરી પ્રગતિ છે. બહારની દેખાતી પ્રગતિ આત્માને પાડનાર ભયાનકનિમિત્તો છે. સાધુપણામાં સમતા ગુણને માણવામાંમહાબાધકતત્ત્વમાનકષાય છે. દીક્ષાનો સ્વીકાર કરે ત્યારથી હું સમતા પટ્ટરાણી સાથે પરણ્યો છું એવો વિચાર ક્યારેય આવે છે ખરો? જ્ઞાન સાર-૩ || 68 Page #70 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અતિ વિશુદ્ધ બનવાના કારણે સંયમ ગ્રહણ કરતાં જ પરમાત્મા ૪થાથી ૭મા ગુણઠાણે આવી ગયા. મન:પર્યવજ્ઞાન પ્રગટ થઈગયું. જડ પ્રત્યેનો તીવ્ર રાગ જ્યારે મંદ પડે ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે. પુણ્યનો પ્રકૃષ્ટ ઉદય ચાલતો હોય, લોકમાં માન-સન્માન મળે, વાહ વાહ થાય તેમાં જો આપણે સાવધાન રહીએ તો બચી શકીએ. અચરમાવર્ત કાળમાં જીવને જડ પ્રત્યે તીવ્ર રાગ અને મોક્ષ પ્રત્યે દ્વેષભાવ હોય છે. સંસારના સુખ–શરીરના સુખના તીવ્ર રાગના કારણે જીવોની ઉપેક્ષા કરીએ છીએ માટે જયણા ધર્મનું પાલન થતું નથી. યોગ એ ઉપયોગની ધારાને પ્રગટ કરવા માટે નિમિત્ત દ્રવ્ય છે છતાં હું તેમ નથી કરતો તેનો ખેદ થાય છે ખરો? બેખબર આત્માની મોહરાજા પૂરેપૂરી ખબર લઈ લેશે. વધારેમાં વધારે વ્યક્ત દુખ કોણ ભોગવે છે? મિથ્યાત્વથી વાસિત એવો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જઅધિક વ્યક્ત દુઃખ ભોગવે છે. અનાદિ કાળથી પુદ્ગલથી છૂટવાની સાધના નથી કરી તેથી પુદ્ગલનો સંબંધ થયો છે. પુદ્ગલને માત્ર ટેકારૂપે માનવાનો છે. જ્ઞાન સ્વ–પર પ્રકાશક છે. સ્વનું પ્રકાશકન બને તો પરનું પ્રકાશકજ બની ભવભ્રમણને વધારનારું બને. માટે હવે આ ભવમાં પુગલને છોડવાની સાધના કરવાની છે. 'શાન સુખની ખાણ છે, દુઃખ ખાણ અશાન.' જ્ઞાન એ પરમ તપ છે. જ્ઞાન જો સમ્યગ દર્શનથી વાસિત હોય તો તે આઠે કર્મોને તપાવે છે અને આત્માને વિશુદ્ધ બનાવે છે. પુદ્ગલભાવને રુચિ પૂર્વક છોડે ત્યારે જ્ઞાન નિર્મળ હોયતેતપરૂપ બની જાય છે. વ્યવહારથી તપની પૂર્ણાહૂતિ હોય, નિશ્ચય તપની શરૂઆત હોય અર્થાત્ પરિણામથી તપ શરૂ થાય. જ્ઞાનસાર-૩ | 9 Page #71 -------------------------------------------------------------------------- ________________ यत्र ब्रह्म जिनाएं च कषायानं तथा हति: / सानुबंधा जिनाज्ञा च तत् तप; शुध्धमिष्यते // 31-7 // (વિતરી તોત્ર) જેમાં બ્રહ્મચર્યની વૃધ્ધિ થાય, જિનેશ્વરની પૂજા થાય, કષાયોનીહાનિ થાય અને અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવર્તે તે તપ શુધ્ધ કહ્યો છે. ઈદ્રિયોના પાંચ વિષયોમાં નરમવું તે બ્રહ્મચર્ય પાંચે ઈદ્રિયોના વિષયોથી પરાભુખ થવાનું મન થાય તો તપ સાનુબંધવાળો બને છે. . આપણા તપના કોઈપણ ગુણ ગાય તો કાન દઈને સાંભળવાનું મન થાય નહીં. તેમ જ કોઈ ઇર્ષાથી નિંદા કરે તો તેના માટે ધમાલ મચાવીએ કે મને આમ કેમ કહ્યું? તો સમજવું કે તપધર્મ પ્રગટ થયો છે. પ્રશ્ન - ગુણસ્થાનક પર આરોહણ ક્યારે થાય? ઉત્તર - જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સાથે મોહનીય કર્મને હાનિ થાય, ક્ષય થાય ત્યારે જ મુક્તિ સ્વરૂપ ગુણસ્થાનક પર આરોહણ થાય. મિથ્યા ગયા વિના ચારિત્રમોહનીય જશે નહીં. મોહનીયઆત્મામાં ફાવી જાય, ગમી જાય એ આત્માનો મોટામાં મોટો પ્રમાદ છે. કેમ કે ઉપયોગ ધર્મની વિસ્મૃતિ છે. માત્ર પીડાદાયક એવી પરની જ સ્મૃતિ છે. આ પ્રમાણે 14 પૂર્વીને પણ નિગોદમાં ઘસડીને લઈ જાય છે તો આપણી તો વાત જ ક્યાં? કેટલી બધી સાવધાની રાખીને મોહને હતમોહબનાવી દેવાનો છે. સાધનામાં ગુણનું લક્ષ સતત હોવું ઘટે તો જ સિધ્ધિગતિને પામવાનો રાધાવેધ સાધી શકાશે. વર્તમાનમાં હું જીવાજીવ છું. મારે અજીવમાંથી છૂટી જીવમય બનવાની સાધના કરવાની છે. વર્તમાનમાં હું રૂપારૂપી છું. મારે રૂપમાંથી છૂટી અરૂપી બનવાની સાધના કરવાની છે. વર્તમાનમાં હું યોગાયોગી છું. મારે યોગમાંથી છૂટી અયોગી બનવાની સાધના કરવાની છે. જ્ઞાનસાર–૩ || 70 Page #72 -------------------------------------------------------------------------- ________________ શરીરરૂપી ઉપાધિથી છૂટવા ઔદયિક ભાવને નષ્ટ કરવાનો છે. પરના સંયોગોથી આત્મા ભાવપીડા ભોગવે છે તેને દૂર કરવાનું કાર્ય મનુષ્યભવમાં વિરતિધર્મ પામવા દ્વારા સહજ રીતે થઈ શકે છે. સૌથી વધારેમાં વધારે અવ્યક્તપીડા નિગોદના જીવોને હોય છે. આ જો સમ્યગુદર્શન હોય તો સર્વજ્ઞવચન છે એમ શ્રધ્ધા થાય. નબળાને ટેકો જોઈએ, ટેકાથી સબળો થાય. તેમ ક્ષાયોપથમિક ભાવના ટેકા દ્વારા આત્મા સબળો બને એટલે ક્ષાયિક ભાવને પામી જાય ત્યારે ક્ષાયોપથમિક ભાવ રૂપ ટેકો છૂટી જાય. માટે સબળા બનવા માટે વ્યવહારમાં આપણને સત્સંગનો રંગ એવો લાગવો જોઈએ કે એક ક્ષણ પણ તેના વિના ન ચાલે. સત્સંગ આત્માને ઉપયોગમાં રાખે છે કે મળેલી શક્તિનો હું દૂરપયોગ નહીં કરું, અથવા તેનો દુરુપયોગ કરીશ તો તે શક્તિ અને ભવિષ્યમાં નહીં મળે. અકબર રાજાને સત્સંગનો રંગ કેવો લાગ્યો હતો કે ઉપાધ્યાય ભાનુવિજયજી તેને ત્યાં 20 વર્ષ રહ્યાં. તેના જહાંગીરાદિ પુત્રો તેમની પાસે ભણ્યા. સત્સંગના રંગની એવી તાકાત છે કે તેના સિવાય બીજા કોઈ સંગની જરૂર ન પડે. a આત્મા બે પ્રકારે અપૂર્વકરણ કરે. એક તાત્ત્વિક અને બીજું અતાત્ત્વિક. (1) સમ્યગદર્શન પામે ત્યારે (અતાત્ત્વિક) ક્ષપકશ્રેણિ માંડે ત્યારે. (તાત્ત્વિક) આત્મામાં અનંત શક્તિ રહેલી છે તેના દ્વારા આત્મા બધું કાર્ય કરે છે. ઉંઘમાં પણ વીર્યશકિત દ્વારા શરીરની અંદર તંત્ર બરાબર ચાલે છે. વીર્ય શક્તિ બે પ્રકારે. (1) દ્રવ્ય વીર્ય - આહારાદિ ગ્રહણ કરી શરીરને 7 ધાતુરૂપે પરિણમાવે તે. (2) લવ જ્ઞાનસાર-૩ || 71 Page #73 -------------------------------------------------------------------------- ________________ (2) ભાવ વીર્યઆત્મામાં વીઆંતરાય કર્મના ક્ષયોપશમનાબળે પ્રગટ થાય તે. આત્માએ પોતાની વીર્ય શક્તિને ફૂરાયમાન કરવાની અને સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પહેલા રાગદ્વેષની ગ્રંથિને ભેદવાની છે. તીવ્ર કર્મબંધ કરવાની અનાદિ પ્રવૃત્તિને તોડી મંદમિથ્યાત્વ થતાં જીવને સંસારની અસારતા સમજાય તો આત્માને સંસારના સુખો પર તીવ્ર દ્વેષ આવે. રાગ-દ્વેષના તીવ્ર પરિણામને ભેદે તે અપૂર્વકરણ. મોક્ષની વાસ્તવિક રુચિ થાય ત્યારથી સંસારમાં વ્યવહાર કરવા છતાં તેમાં લેવાય નહીં, તેની વીર્યશક્તિ મોક્ષમાર્ગમાં સ્કૂરાયમાન થાય. સંસારનો અનુબંધ ન પડે. આત્માની શક્તિ અનંતી છે. પ્રભુનો જન્માભિષેક કરવા ઈદ્રો મેરુ પર્વત પર લઈ જાય છે. ત્યારે સૌધર્મેદ્રવિચારે છે કે નાના બાળ પ્રભુ આટલા બધા કળશોના અભિષેકને કેમ સહી શકશે? ત્યારે અવધિજ્ઞાનથી પ્રભુએ તે જાણી બોધ આપવા મેરુ પર પોતાનો અંગૂઠો દબાવ્યો. મેરુ ધણધણી ઊઠ્યો. ઈદ્ર મહારાજાને પ્રભુના અતુલ બળ પર શંકા થઈ તેની માફી માંગી. મેરુને ધણધણાવાની આ શક્તિ કોની? આત્મામાં રહેલા અનંતવીર્યની આ શક્તિ. પ્રવૃત્તિઓમાં જેટલું વીર્યફોરવીએ તેટલી પ્રવૃત્તિઓ વધુ થાય અને તે શક્તિને દબાવીએ તો તે શક્તિ તિરોહિત થાય, પરમાં જતી રહે. અપૂર્વકરણ - આખા ભવચક્રમાં પૂર્વે ક્યારેય ફોરવી નહોય તેવી અપૂર્વ શક્તિને ફોરવે તેથી તેને અપૂર્વકરણ કહેવાય. હવે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ક્યારેય નહીં બાધ. 1 કોડાકોડ સાગરોપમથી ન્યુન કર્મ સ્થિતિ બાંધશે. સમ્યગ્દર્શન પામ્યા પછી આત્મા મૂળભૂત ગુણમાં આવ્યો કહેવાય. હવે તે અર્ધ પુગલ પરાવર્તકાળની અંદર અદશ્ય મોક્ષમાં જશે. "સમ્યગુ દષ્ટિ રે ગુણઠાણા થકી લહે જીવ શિવશર્મ." પોતાના ગુણોને પામવાનો જ્ઞાનસાર-૩ || 72 Page #74 -------------------------------------------------------------------------- ________________ દઢ અભિલાષ થાય. સંસારના વ્યવહારમાં પણ તે કર્મનિર્જરા કરે. અનુબંધ કર્મ બાંધે નહીં. પ્રથમ અપૂર્વકરણ અતાવિક શા માટે? બીજું તાત્વિક શા માટે? સમ્યગુદર્શન વખતનું ૧લું અપૂર્વકરણ તાત્વિક નથી. ક્ષેપક શ્રેણી માંડતા જે બીજું અપૂર્વકરણ કરે તે તાવિક છે. કેમ કે તેમાં પૂર્ણ વીર્ય શક્તિ ફોરવાય છે અને વર્યાદિ ગુણોની પૂર્ણતા પ્રગટે છે. સમ્યગુદર્શન જ્ઞાન–ચારિત્રાદિ ગુણો, અરિહંતની વાણી, આગમો, જિનપ્રતિમા વિ. આલંબનો દ્વારા ગુણો પર નિમિત્તથી પ્રગટ થયા છે તે અભ્યાસદશામાં છે માટે તે અતાત્વિક અપૂર્વકરણ છે. ૮મા ગુણઠાણાથી ક્ષપક શ્રેણી મંડાય છે. આ શ્રેણીમાં બધા પર આલંબનો છૂટી જાય છે. આત્માને પકડી તેમાં પૂર્ણ રમણતા કેળવી સંપૂર્ણ મોહનો ક્ષય કરી પોતાના સ્વરૂપ અને સ્વભાવદશાને પ્રાપ્ત કરે છે. તેનું અનંત વિર્યઆત્મામાં પ્રગટ થાય છે અને તે પરભાવમાં જતું નથી. પૂર્ણ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. માટે આ બીજું અપૂર્વકરણ સ્વભાવની પૂર્ણતા ભણીનું હોવાથી તાત્ત્વિક છે. પ્રથમ અપૂર્વકરણ દ્વારા જગતનું સત્ય તત્ત્વ પ્રગટ થાય અને તેનો સ્વીકાર થઈ જાય ત્યારે તે નિર્વેદ ભાવને સ્પર્શે છે. સંસાર ભાવ પ્રત્યે કંટાળો આવે તે સમજે કે હું આ શરીરમાં રહેલો છું પણ શરીરથી વિપરીત એવો મારો આત્મા અરૂપી–અયોગી છે તે પોતાના સ્વરૂપને બરોબર ઓળખી શકે અને તેમાં ને તેમાં જ તેનો ગમો હોય. તે સમજે છે કે વર્તમાનમાં જીવ મિથ્યાત્વની પીડા ભોગવી રહ્યો છે. રાગની વ્યાકૂળતા ભોગવી રહ્યો છે. તેની તેને વેદના થાય. આત્મગૃહમાં પ્રવેશી ગયા પછી તેને બહારની ગંદકીરૂપ કષાયો ગમે નહીં. બીજા અપૂર્વકરણ વડે આત્મા સત્તાગત સત્ય તત્ત્વનું પૂર્ણ સંવેદન કરનાર બને. આત્મા પોતાના ગુણોને પૂર્ણ ભોગવનાર બને. જ્ઞાનસાર–૩ // 73 Page #75 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા ભોગાવલી કર્મ ખપી ગયા પછી ઘાતકર્મોને ખપાવવા દિીક્ષાધર્મ અંગીકાર કરે છે. જ્ઞાનીઓની બધી પ્રવૃત્તિઓ એકાંતે લાભદાયક હોય છે. શાસન સ્વપ્રધાન છે. પોતાના આત્મા માટે જ બધું કરવાનું છે. રાગદ્વેષને જીતે તેજિન.જિનાજ્ઞા બરોબર પાળી હોય તો રાગદ્વેષ મંદ થયા વિના ન રહે.જિનાજ્ઞા બરાબર સમજાય તો મોહરાજા ક્યાંય ફાવે નહીં. પરના આલંબન દ્વારા આત્મામાં જે ગુણો પ્રગટ થાય તે અતાત્ત્વિક છે. અરિહંત પરમાત્માની વાણી દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન-રુચિ થાય પણ તે પર દ્રવ્યથી થાય છે. પોતાના આત્મા સિવાયના બીજા આલંબનોમાં વિકલ્પરૂપ સાધના હોવાથી તે ક્ષાયિકરૂપેનબને પરંતુ આલંબન લઈઅભ્યાસ દ્વારા સ્વમાં પરિણમે પછી પરની જરૂર જ ન પડે ત્યારે તે ક્ષાયિકરૂપે બને. ક્ષાયિકમાં પર આલંબન છૂટી જતા માત્ર સ્વનું જ આલંબન રહેશે, પોતાના આલંબન દ્વારા જ તે પ્રબળ બનતાનિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. સ્વસ્વભાવ પ્રમાણે તર્ગત બની જતાં રત્નત્રયી અભેદરૂપે આત્મામાં પરિણમી જાય છે. તે સાધના દ્વારા વારંવારના અભ્યાસથી આત્મામાં સહજરૂપે સામર્થ્યયોગરૂપે પરિણમી જાય છે. એક પણ અનુષ્ઠાન વચન યોગના ઉપયોગ વિનાનું ન હોય. વચન યોગનો ઉપયોગ જીવને સામર્થ્ય યોગની દિશામાં લઈ જાય. વચન યોગની સાધના જીવને અસંગ અનુષ્ઠાન તરફ લઈ જાય છે. વ્યવહાર અને નિશ્ચયયોગના ઉપયોગમાં હોઈએ તો આપણે જિનમાર્ગમાંછીએ. પરમાત્માના વચનને સ્વીકારવામાં ન આવે તો શાસ્ત્રયોગ આપણામાંન ઘટે. અપુનબંધક અને સમ્યગૃષ્ટિ જીવ માટે ઇચ્છાયોગ પ્રબળ તેમ જ પમા–છઠ્ઠા ગુણઠાણે રહેલાને ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ મુખ્ય છે. તે માટે પ્રથમ તો આપણે આસ્તિકયના પાયા પર હોવા જોઈએ. ઇચ્છાયોગ :- આગમના બોધવાળા જ્ઞાનીનો પૂર્ણ ધર્મ કરવાની ઇચ્છાવાળા હોવા છતાં સાધનની ખામી કે પ્રમાદના યોગે - અપૂર્ણ = અતિચારાદિખામીવાળો ધર્મવ્યાપાર ઇચ્છાયોગ છે. જ્ઞાનસાર-૩ // 74 Page #76 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ:- શ્રધ્ધાળુ અને પ્રમાદ રહિતનો શાસ્ત્રના સૂક્ષ્મબોધથી શાસ્ત્ર મુજબ અખંડ- અતિચારાદિથી રહિત યથાશકિત ધર્મવ્યાપાર શાસ્ત્રયોગ છે. સામર્થ્યયોગ :- જેના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી બતાવ્યા છે, પણ વિશેષથી બતાવ્યા નથી. છતાં સાધકની શકિતની પ્રબળતાથી થતો વિશિષ્ટ (શાસ્ત્રમાં વિશેષરૂપે નહીં કહેલો) ધર્મવ્યાપાર સામર્થ્યયોગ છે. પહેલા જ્ઞાનોપયોગમાં આવીને સમ્યગુદર્શનમાં આવવાનું અને પછી સમ્યક ચારિત્રમાં આવવાનું છે. કોઈપણ યોગમાં પહેલા ઉપયોગ શુધ્ધિ પર ધ્યાન આપવાનું છે. ઉપયોગ શુધ્ધિ એટલેજ જ્ઞાનશુધ્ધિ.જે જ્ઞાન દ્વારા પોતાના આત્માનું જ્ઞાન અને ભાન થાય તો તે જ્ઞાન નિર્મળ છે. જ્યારે મોહથી વાસિત બનેલું જ્ઞાન આત્માને પરની સાથે જોડી તેમાં આદરભાવ ઊભો કરાવે છે તે જ મિથ્યાત્વ. સમાધિ કોને કહેવાય? શ્રાવકને ધનની જરૂર પડે તો તે રાખે પણ ખરો પણ તેમાં તેને આદરપરિણામ ન હોય. સ્થાવરકાયના પર્યાય પર (હીરા-સોનું–રત્નો વિ.) તેને બહુમાન ન થાય. જડ પર બહુમાન ન થવું અને જીવ પર આદર પરિણામ ન તૂટવો એ જ સમાધિ. સર્વજ્ઞ બનવું એ સુલભ છે પણ સર્વજ્ઞ બનવાની રુચિ પ્રગટ થવી એ દુર્લભમાંદુર્લભ છે. આખા દિવસમાં સર્વજ્ઞ બનવાનો મનોરથ કેટલીવાર થાય? આપણી નજીકમાં નજીક પોતાનો આત્મા છે. પણ મોહના પરવશપણાને કારણે આપણને પરનું જ બધું દેખાય છે અને તેથી જ નિકટ રહેલો સ્વનો જ આત્મા દેખાતો નથી. પોતાના દર્શન માટે જ જિનદર્શનનો વ્યવહાર મૂક્યો છે. આપણને આપણી પૂર્ણતાનો ખ્યાલ નથી તેથી તે બહાર પૂર્ણતા શોધવા જઈએ છીએ. જે વસ્તુ સદા સાથે રહી શકવાની નથી તેને જેમ જેમ છોડતા જઈએ તેમ તેમ પૂર્ણતા પ્રગટ થતી જાય. જ્ઞાનસાર-૩ || 75 Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ અને સ્વભાવથી પૂર્ણતા પામવી તે મોક્ષ. કર્મના ઉદયથી સ્વભાવને દબાવનારી વિરૂપ અવસ્થા ઊભી થઈ છે તેનો ત્યાગ કરવાનો છે પણ સંપૂર્ણપણે તેનો ત્યાગ થઈ શકતો નથી. કારણકે તે અઘાતિના ઉદયજન્ય છે. અઘાતિકર્મો એક સાથે નાશ પામે છે. અઘાતિનો ઉદય છેક સુધી આત્મા સાથે રહેવાનો છે. 4 અનુષ્ઠાનમાં અસંગ અનુષ્ઠાન સાધ્ય છે. તે સાધ્યને સિધ્ધ કરવા માટે વચન અનુષ્ઠાનની દોર પોતાના હાથમાં રાખવાની છે. . વ્હા-૭મા ગુણઠાણે વચન અનુષ્ઠાનની પ્રધાનતા આવે. સર્વજ્ઞના વચનનો ઉપયોગ વ્યવહારથી આલંબનરૂપ બને અને નિશ્ચયથી આત્મા પોતે જ સર્વજ્ઞ છે તેથી સ્વાત્માના આલંબન દ્વારા જ પોતે પોતાનામાં સ્થિર થવાનું છે. શુધ્ધ આત્માના અવલંબને રાગ-દ્વેષ રહિત અવસ્થા પ્રગટ થાય છે. અરિહંતનું આલંબન પણ પર અનુયાયી છે. જ્યાં સુધી સ્વાત્મા પૂર્ણ સમર્થન બને ત્યાં સુધી આ આલંબન આત્મા માટે જરૂરી છે. વચન અનુષ્ઠાન અસંગ અનુષ્ઠાનનું રણ બનવું જોઈએ. અપુનબંધક દશાવાળાને તે અસંગ અનુષ્ઠાનનું પરંપરાએ કારણ બનતું હોવાથી તે પ્રધાન દ્રવ્ય છે. જ્યારે અભવ્યનો જીવ અસંગપણાને પામી ન શકતો હોવાથી તે અપ્રધાન દ્રવ્ય છે. પોતે નિઃસંગ છે એવું પોતાને ભાન આવે તો આત્મા નિઃસંગ થવા ઉત્સાહિત થાય. કાદવમાં પડેલા મનુષ્યને જલદીથી બહાર નીકળવાનો ભાવ હોયને? એવી રીતે ચોથા ગુણઠાણાવાળાને જલદી અસંગી બનવાનો ભવમાંથી છૂટવાનોભાવ હોય.જેટલા અંશે અલિપ્તદશા મેળવે તેટલા અંશે આનંદ વધે. હમણાં આત્મા કાયાથી ભિન્ન થવાનો નથી. આયુષ્ય કર્મના કારણે કાયામાં રહ્યાં છીએ. આયુષ્ય કર્મ છે ત્યાં સુધી નામ-ગોત્ર–વેદનીય રહેશે. અત્યારે હું કાયામાં બંધાયેલો છું પણ હવે બંધાવું નથી એ લક્ષ્ય રહેવું જોઈએ. જ્ઞાનસાર-૩ || 76 Page #78 -------------------------------------------------------------------------- ________________ કાયા પરની મમતા વધે તો રૂપમાં પૂરાવું પડે છે. આયુષ્ય કર્મમોહની હાજરીમાં જ બંધાય છે. ક્ષાયોપથમિક ભાવમાં મોહનો ઉદય રહેલો છે. તેમાં જો સાવધ ન રહ્યાં તો આત્મસંગને બદલે પરસંગમાં જતાં વાર નહીં લાગે. જો મોહને બરોબર ન પકડ્યો તો પાપ્ત ગુણથી પડવાનું થાય. આત્માએ મોહની સામે યુધ્ધ કરવાનું છે. સમ્યગુદર્શન આવે એટલે વિચારધારા-જ્ઞાનધારાવિશુધ્ધતર બનતી જાય. ૪થા ગુણસ્થાનકે સંગને હેય માનવા છતાં ચારિત્ર મોહનીયનો ઉદય પરના સંગને પકડી રખાવે છે. 1 થી 4 ગુણસ્થાનક દષ્ટિ પ્રધાન છે. સર્વજ્ઞએ કહ્યા પ્રમાણે દરેક વસ્તુના સ્વરૂપને સ્વીકારે. હેયોપાદેયના પરિણામપૂર્વક સ્વમાંરુચિ અને પરમાં અરુચિ થાય. સમ્યગુદર્શન એ મોક્ષનું બીજ છે. તે આવે એટલે વીતરાગના ધર્મ પ્રત્યે પ્રીતિ–ભકિતનો પરિણામ ઉલ્લસિત થાય છે. નિશ્ચય અને વ્યવહારના ઉપયોગપૂર્વક સર્વજ્ઞના અવલંબને જેઓ આગળ વધ્યા તેઓ પૂર્ણ બની ગયા. દા.ત. કુરગડુ મુનિ. વૈરાગ્ય વિનાની વિરતિ નિષ્ફળ છે. 3 વૈરાગ્ય 3 પ્રકારનાં છે. (1) દુઃખગર્ભિત વૈરાગ્ય - સુખની અભિલાષા પૂરી થાય નહીં તેથી વૈરાગ્ય આવે. માટે અહીં આવ્યા પછી પ્રતિકૂળતા આવે તો નાસીપાસ થઈ જાય. (2) મોહગર્ભિત વૈરાગ્ય - કોઈના સ્નેહના કારણે દીક્ષા લઈ લે અથવા મિથ્યા શાસ્ત્રથી પ્રેરાઈ સંન્યાસાદિ ગ્રહણ કરે. (3) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય - પુણ્યના ઉદયથી મળેલ અનુકૂળતારૂપ સુખ પર વૈરાગ્ય આવે. સુખમાં ભય પામે. વિચારે કે મારું શું થશે? આ અનુકૂળતા જ્ઞાનસાર-૩ // 77 Page #79 -------------------------------------------------------------------------- ________________ લઈને હુંભવસમુદ્રમાં ડૂબી તો નહીં જાઉંને? સર્વજ્ઞતત્ત્વવડે જ્યારે સંસારના સર્વ સુખોમાં દુઃખ પીડાની પ્રતીતિ થાય અને આત્મ સુખની રૂચિ થાય ત્યારે વાસ્તવિક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય. પછી અનુકૂળતાના ત્યાગ રૂ૫ અને પ્રતિકૂળતાના સ્વીકારરૂપ મોક્ષ માર્ગની સાધના શરૂ થાય. આત્માના ગુણો તત્ત્વ સ્વરૂપ છે. જ્યાં સુધી આત્મા ગૃણમય નથી બનતો ત્યાં સુધી તે તાત્ત્વિકનથી. ભગવાને ગણધર ભગવંતોને ત્રિપદીરૂપતત્ત્વ આપ્યું. ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા. દ્રવ્ય હોય એ ધ્રુવ સ્વરૂપે હોય. તેમાં ગુણો રહેલા હોય. તેમાં રહેલા પર્યાયો ઉત્પન્ન થાય અને નાશ પામે છે. ગુણો સ્વભાવરૂપ છે. પોતાના ગુણરૂપ આત્માનબને ત્યાં સુધી એ અતાત્ત્વિક છે. આત્માને પોતાના જ્ઞાનગુણ માટે કોઈ આલંબનની જરૂર નથી. પણ જ્યાં સુધી તે કર્મથી ઘેરાયેલો છે ત્યાં સુધી તેને પરનું આલંબન લેવું પડે છે એ જીવની નબળાઈ છે. a mય એટલે શું? સર્વજ્ઞ પરમાત્માએ જેનું અસ્તિત્વ છે તેને દ્રવ્ય કહ્યું છે અને તે ગુણ પર્યાય સહિત હોય અને તે શેય છે. શેયને જે સ્વરૂપે છે તે સ્વરૂપે બતાવે છે. તે શ્રધ્ધાથી ગ્રહણ કરવું એ જ સમ્યગદર્શન છે. * આત્મા દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? તેનું સ્વરૂપ શું? આત્મા સ્વરૂપથી અવ્યાબાધ, અક્ષય, અરૂપી છે, અગુરુલઘુ છે. * અઘાતિ કર્મનો ઉદય આત્માના સ્વરૂપને ઢાંકે છે. ઘાતિ કર્મનો ઉદય આત્માના સ્વભાવને ઢાંકે છે. અક્ષયસ્થિતિ - આયુષ્યનો ક્ષય થતાં અક્ષયસ્થિતિ પ્રાપ્ત થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો અક્ષય છે. આયુષ્ય કર્મના કારણે 10 પ્રાણરૂપે આપણે છીએ તેવો ભ્રમ ઊભો થાય છે. ભ્રમ છે માટે ભય છે. ભ્રમ જ્ઞાનસાર-૩ || 78 Page #80 -------------------------------------------------------------------------- ________________ તૂટે તો ભય ન રહે. 10 પ્રાણ તો જવાના સ્વભાવવાળા છે. જ્યારે હું અવિનાશી છું. શરીર બળતું હોય છતાં આત્મા સમતામાં રહે. આત્મા અદાહ્યઅછદ્ય-અભેદ્ય છે. આત્માનો સ્વભાવ અભય છતાં આપણે સતત ભયમાં જીવી રહ્યાં છીએ. પરંતુ જો સર્વજ્ઞની આજ્ઞા મુજબ જીવીએ તો આત્માની રક્ષા થઈ જાય કેમ કે પ્રથમ આત્માને અભયદાન આપવાનું છે. જો એ સ્વને અભયદાન આપે તો પરને પીડાજ કેવી રીતે આપી શકે? માટે પ્રથમ આત્માના અસ્તિત્વનું ભાન આવે તો પછી મોહને જીતતાં વાર ન લાગે. હું અસંખ્ય પ્રદેશ, અખંડ પ્રદેશી છું. પણ કર્મોના કારણે શરીર અંગોપાંગ રૂપે વિકારી એવી કાયા મળી. એ નાશ પામવાના સ્વભાવવાળી છે. આપણે અધુવને પકડીએ છીએ માટે આત્મા અસ્થિર બને છે. આ વિષમતા જાય તો જ આત્મા શમપરિણામમાં આવી શકે. * વિષમતામાં રમશું તો અસ્થિર બનશું. સમભાવમાં રમશું તો સ્થિર બનશું. આત્માએ પોતાની શુધ્ધ અરૂપી સ્વરૂપ અવસ્થા પકડીને ધ્યાનમાં જવાનું છે. અઘાતિ કર્મના ઉદયથી આત્માની અક્ષય, અરૂપી, અવસ્થા જે ઢંકાઈ ગઈ અને તેનાવિકાર રૂપે રૂપાદિઅવસ્થા પ્રગટ થઈ. હવે તેમાં આત્માને અરૂપી રૂપે સતત માનવુંએ દુષ્કર છે અને તેના કારણે આત્માસ્વ સમતારૂપે ગુણમય બની શકતો નથી. જ્યારે તે ગુણમય બની જવાનો પ્રયાસ કરે છે ત્યારે તે તાત્ત્વિક ભાવમાં આવ્યો કહેવાય. સાધુ આત્માના સમતા ગુણ રૂપ સ્વભાવને અનુભવનારો હોય, યથાર્થ તત્ત્વનો અવબોધ કરનારો હોય, હેયને છોડી ઉપાદેયને ગ્રહણ કરી તે તે ગુણરૂપે પરિણમન કરનારો હોય. મોહ રૂપાદિને પકડશે. મોહથી છૂટવા માટે આત્માની રૂપાતીત અવસ્થા પકડવી પડશે. માન કષાયની વૃધ્ધિ ઊંચ-નીચના કારણે થાય છે. અગુરુલઘુ સ્વભાવદબાયો તેથી માનકષાય વધ્યો. મોહબહારના પરિણામને જ્ઞાનસાર-૩ // 79 Page #81 -------------------------------------------------------------------------- ________________ પકડે છે તેથી સમતાનો પરિણામ આવી શકતો નથી. આત્માની 4 અવસ્થાઓ પર મોહનો પરિણામ વધઘટ થાય. અવ્યાબાધ ગુણદબાય એટલે શાતા–અશાતા આવે. તેબને પુગલના પરિણામ છે. સમતામાં ચારેય અવસ્થા બાધક છે. 1 જ્ઞાન ત્રણ પ્રકારે છે. (1) વિષય પ્રતિભાસ - મિથ્યાત્વીને હોય. (2) આત્મ પરણતિમત્ તત્વ પ્રતિપત્તિ - સમ્યકત્વને હોય. (3) તત્ત્વ સંવેદન - સાધુ ભગવંતોને અર્થાત્ છઠા ગુણઠાણાવાળાને હોય. તત્ત્વને જીવનમાં આચરી અનુભવે. (1) વિષય પ્રતિભાસ શાન - જેમાં ઈદ્રિયગોચર વિષયનો પ્રતિભાસ હોય પણ તેના હેય કે ઉપાદેય અંશોનો ખ્યાલ ન હોય, વિવેક ન હોય. જ્યાં સુધી જીવને હેય અને ઉપાદેયનો વિવેક ન હોય ત્યાં સુધી અનેક પ્રકારની ભૂલો થવા સંભવ છે. તેથી વિષય પ્રતિભાસજ્ઞાનને અનેક અપાયો = દુઃખોનું કારણ માનવામાં આવે છે. બાળક એમ જાણે છે કે આવિષ-ઝેર કહેવાય, આ કાંટો કહેવાય અને આ રત્ન કહેવાય. પણ ઝેર શા માટે ન પીવાય? કાંટો શા માટે દૂર ફેંકી દેવો જોઈએ અને રત્નને શા માટે રાખી દેવું જોઈએ? એનું કારણ તે જાણતો નથી. તેથી સંભવ છે કે તે ઝેર પી જાય, કાંટાને પાસે રાખે અને રત્નને ઘા કરીને ફેંકી દે.વિષય પ્રતિભાસ જ્ઞાનમાં આ પ્રમાણે જ સમજવું. (2) આત્મપરિણતિમતું શાનઃ- જેમાં વસ્તુના હેય. ઉપાદેયપણાનો વિવેક હોય પરંતુ તદુસાર નિવૃત્તિ-પ્રવૃત્તિ ન હોય. આ જ્ઞાનવાળો એમ જાણે છે કે પાપ, આશ્રવ અને બંધ એ ત્રણે તત્ત્વો હેય છે. સંવર તથા નિર્જરા ઉપાદેય છે. પરંતુ ચારિત્ર મોહનીય કર્મના આવરણોનો હજી હ્રાસ થયેલો ન હોવાથી એને અનુકૂળ ત્યાગ અથવા આદર કરવા માટે તેનો વીર્ષોલ્લાસ જાગતો નથી. આ જ્ઞાનવાળો પાપ, આશ્રવ અને બંધના હેતુભૂત વિષયકષાયાદિનો ત્યાગ કરી શકતો નથી અને સંવરાશિમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. પરંતુ તે માટે જ્ઞાનસાર-૩ || 80 Page #82 -------------------------------------------------------------------------- ________________ તેના મનમાં અપરંપાર ઉદ્વેગ-પશ્ચાતાપ હોય છે. એ પશ્ચાત્તાપ જ આખરે જીવને યથાર્થજ્ઞાન સુધી લઈ જાય છે. એ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય એવી રાગદ્વેષ અનેમિથ્યાત્વની ગ્રંથિનો ભેદ થયા પછી જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમ્યગદર્શન જ હોય છે. (3) તત્ત્વસંવેદન જ્ઞાન - તત્ત્વના સ્પષ્ટ ખ્યાલપૂર્વક હેય અને ઉપાદેયનો વિવેક હોય અને તદનુકુળ નિવૃત્તિ કે પ્રવૃત્તિ હોય. તત્ત્વસંવેદનમાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણે આત્મગુણોનું સમ્ય રીતે નિયોજન થતું હોવાથી તે જ મોક્ષમાર્ગ છે. આ જ્ઞાનથી જ શુધ્ધ સામાયિકની પ્રાપ્તિ થાય છે અને નિરતિચાર ચારિત્રનું પાલન શક્ય બને છે. * સર્વશના કથન મુજબ હેયનો હેય રૂપે સ્વીકાર કરી હેયનો ત્યાગ કરવાનો છે. સર્વજ્ઞના કથન મુજબ ઉપાદેયનો ઉપાદેયરૂપે સ્વીકાર કરીને તે આદરવાનું છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો શરીર પ્રત્યે ઉદાસીનભાવમાં રહેલો હોય. આપણે કોઈની સાથે મમત્વથી બંધાયેલા છીએ માટે આપણા ચિત્તની પ્રસન્નતા નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને પ્રધાન ચિંતા પોતાના આત્માની હોય. સ્વાધ્યાય, સંયમ, તપ આદિ ગુણોને સાધવાનું મન થાય. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને વિરતિનો પરિણામ તીવ્ર હોવાથી તે સંયોગોથી વિરકત થાય છે. તેમ જ વર્તમાન સંયોગોમાં સંગથી કઈરીતે છૂટાય તેની વિચારણા કરી તે નિઃસંગ દશા તરફ આગળ વધે છે. જેને સંયમની પ્રધાનતા હોય તેને ખાવા પીવાની પ્રધાનતા ન હોય. ઈર્યાસમિતિની સજ્જામાં પૂ. દેવચંદ્રજી મ. કહે છે. "એ શરીર ભવમૂળ છે, તસુ પોષક આહાર જીવ અયોગી નવિ હુએ ત્યાં સુધી અનાદિ આહાર." (7) જ્ઞાનસાર–૩ || 81 Page #83 -------------------------------------------------------------------------- ________________ "કવલે આહાર-વિહાર છે એ અંગ વ્યવહાર ધન્ય અતનુ પરમાતમા, જ્યાં નિશ્ચલતા સાર." પર પરિણતિ ચંચલતા રે, કેમ છૂટશે એહ એમ વિચારી કારણે રે, કરે ગોચરી તેહ..." આ આહારરૂપ પરપ્રવૃત્તિમાં પણ તેનામાં પશ્ચાતાપની ધારા વહેતી હોય તો તે અપૂર્વનિર્ભર કરે છે. ખાવામાં સુખ માનવું તે પહેલું પાપ છે, ખાવું એ બીજું પાપ છે. ઇચ્છાપૂર્વકખાવુંએ મહાપાપ છે. ખાધા પછી વાગોળવું વખાણવું–વખોડવું તે મહાપાપની પરંપરા છે. લાયોપથમિક ગુણો પણ અતાત્ત્વિક છે. કેમ કે તે સદા ગુણરૂપે રહેતા નથી. મોહનો ઉદય થતાં તે ચાલ્યાં જાય છે. ક્ષાયિક ગુણો જ તાત્વિક છે. કેમકે તે ગુણો સદાય આત્મા સાથે રહેનાર છે. તીર્થકરના વચનો પણ પરઆલંબનરૂપ છે. જીવ જ્યારે સ્વગુણોમય પૂર્ણ બની જાય ત્યારે તે જ ગુણો તાત્ત્વિક સ્વરૂપે બને છે. વીતરાગ પરમાત્મા માટે પૂર્ણ આદર હોય ત્યારે જ બહુમાનભાવ પ્રગટ થાય. સર્વજ્ઞ પ્રત્યે બહુમાન થવાનું કારણ તેમનામાં રહેલી વીતરાગતા છે. રાગ-દ્વેષથી રહિત હોવાથી સત્યવચન જ પ્રભુબોલે. નિષ્પક્ષપાત બોલશે એવી શ્રધ્ધા થાય તેથી તેમના વચનને સ્વીકારવાનું મન થાય. સર્વજ્ઞ પરમાત્મા મળ્યા પછી આપણામાં સમ્યગદર્શન કેમ ન આવે? જ્યારે આત્મામાં આત્માના હિતનું અર્થીપણું જાગે ત્યારે જ જ્ઞાન પરિણત બને. વિતરાગ દેવ, મળ્યા, જિનશાસન મળ્યું છતાં સહજ રીતે ગુણ પ્રગટ નથી થતા તેનું કારણ ગુણ પ્રત્યે બહુમાનભાવ નથી. જ્યાં સુધી પરમાં બહુમાનભાવ છે ત્યાં સુધી આત્માના ગુણો પ્રત્યે આદરભાવ નહીં પ્રગટે. પુણ્યોદયથી બધી જ સામગ્રી મળી ગઈ છે પણ જ્યાં જ્ઞાનસાર-૩ || 82 Page #84 -------------------------------------------------------------------------- ________________ સુધી જીવ પોતાના આત્માને તીર્થરૂપે નહીં સ્વીકારે ત્યાં સુધી આ જિનશાસન તેને ફળશે નહીં, અને ભવમાં ભ્રમણ કર્યા કરશે. કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થતી સામગ્રી પર બહુમાનભાવ થાય તેના ફળરૂપે ભવની પ્રાપ્તિ થાય. જ્યારે આત્મા પોતાના આત્માને તીર્થરૂપ માનશે ત્યારે જ તે તેની આશાતનાથી બચશે. આપણને સ્થાવર તીર્થની આશાતનાનો ભય છે પણ જંગમ તીર્થની આશાતનાનો ભય નથી. આત્મા સિવાય શરીર આદિ બાહ્ય સંપત્તિ પરનો મમતા પરિણામ હટી જવોતે જ વૈરાગ્ય. પરમાતે પીડાની અનુભૂતિ કરે અને સ્વમાં તે સહજાનંદ અનુભવે. સ્વ રસ એ સબરસ છે અને પરરસ એ પરાધીનતા છે. શાસ્ત્રોરૂપી શસ્ત્ર (અસ્ત્રો) લઈને જીવે ચિત્તમુંડન કરવાનું છે. તે શાસ્ત્રના ઉપયોગ દ્વારા આત્મા ધારદાર વિશુદ્ધિ દ્વારા પાપકર્મોને બાળનારો બને છે. નવકારથી માંડી 14 પૂર્વોનો સ્વાધ્યાય એ ચિત્તમુંડનની પ્રક્રિયા છે. તે જ નવકારનો સાર છે. 1 નવકારને સમજવા માટે 14 પૂર્વો ભણવાનાં છે. મોક્ષને પામવાના બે માર્ગ છે. (1) સ્વયં ગીતાર્થ બનવું, (2) ન બની શકો તો ગીતાર્થના શરણે રહેવું પણ પોતાની બુધ્ધિ કામે લગાડવી નહીં તો મોક્ષમાર્ગ અતિ સરળ છે. ઉત્સર્ગથી આત્માએ ગુપ્તિમાં રહેવાનું છે, ગુપ્તિમાં ન રહી શકે તો અપવાદ સમિતિનું પાલન કરવાનું છે. બાહુબલી એક વર્ષ ગુપ્તિમાં રહ્યા પણ કેવલજ્ઞાન ન થયું. માન બેઠેલું હતું પણ ભૂલ સમજાણી અને સમિતિરૂપ ડગલું ભર્યું ને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ગુપ્તિમાં નહીં પણ સમિતિના પાલનમાં થઈ. * સમ્યગદર્શન એટલે કાયામાંથી નીકળવાનો ભાવ અને વિરતિ એટલે કાયામાંથી છૂટવાનો પુરુષાર્થ. વીતરાગ કાયામાં હોવા છતાં કાયાથી પર થઈને રહેનારા. જ્ઞાનસાર-૩ || 83 Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવને આજ્ઞાયોગની પરમ રુચિ હોય, તે પ્રમાણે ન વર્તી શકે તો પારાવાર પશ્ચાતાપ હોય. ઉપયોગપૂર્વકનવકારશી કરનારા છ માસના તપસ્વી જેટલી નિર્જરા કરી શકે. જીવે આહારની ગવેષણા નહીં પણ તે દ્વારા જીવની ગવેષણા કરવાની છે. મારા દ્વારા કોઈ જીવને કિલામણા તો નથી થઈને?૪૨ દોષરહિત ગોચરી પણ મારા રાગદ્વેષનું કારણ નથી બનતી ને? તો તે પ્રધાન દ્રવ્ય બનશે.નિર્જરાનું કારણ બનશે. જો ગવેષણા બરાબર થાય તો ગર્વન આવે. રાગ-દ્વેષ થાય તો ભાવહિંસા થાય.વિરતિના પાલનમાં ગુર્વાજ્ઞા પ્રધાન છે. ગુરુના બંધનમાં રહેવાનું છે. સંસારનું બંધન તોડવા ૧લું બંધન જિનાજ્ઞાનું સ્વીકારવાનું છે. આત્માથી તપ નથી થતો તો તપસી પરનું બહુમાન પણ આત્માને તારે છે. ગુણના અર્થી સારું ઘટાવે. ગુણાનુરાગ હોવાથી કુરગડુમુનિના પાત્રમાં તપસી થૂક્યા તો વિચારે છે કે હું આને જ યોગ્ય છું. તેઓએ તો ભાતમાં ઘી નાખ્યું. તપના સાચા બહુમાનથી તપસ્વી પર બહુમાન આવ્યું તેથી તેમનો ગળફો પણ ઘીરૂપ લાગ્યો. તેના પરિણામે કેવલજ્ઞાન લાધી ગયું. નિમિત્ત વિના આત્મામાં ક્ષયોપશમ ભાવ પ્રગટ થાય, તે છેલ્લા અંતર્મુહૂર્ત પછી ક્ષાયિક ભાવમાં પરિવર્તન પામે છે ત્યારે તે તાત્ત્વિક બને છે. 0 જિનના દર્શન કરતા નિજના દર્શન કયારે થાય? જે આત્મા હવે સંપૂર્ણપણે પરમાં નથી, સ્વ-સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે તે પરમાત્મા. તેઓમાં સંપૂર્ણ સ્વભાવ અને સ્વરૂપનો ઉઘાડ થઈ ગયો છે. તે પરમાત્મા જેના દર્શનથી સ્વાત્માનું દર્શન થાય. "ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ...' પરમાત્મતત્ત્વપ્રત્યે જેટલું બહુમાન તેટલા અંશે મિથ્યાત્વ ઓગળશે અને સ્વાત્માની ઓળખ થશે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપે જ્ઞાનસાર-૩ || 84 Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરને ધ્યાવવાના છે. તેમણે શું સાધના કરી? કેવી રીતે સિદ્ધિ મેળવી? તેનો ચિતાર આંખ સામે ખડો થાય ને હૈયું ઝૂકી જાય. ઓહ! અનંત કરુણાના સ્વામી એવા મારા પરમાત્મા પમા અનતેસિધ્ધાત્માઓની સાથે શુધ્ધ સ્વરૂપે બિરાજમાન છે અને સ્વભાવમાં રમણતા કરનારા છે. "પ્રભુ! તુજ જાણગ રીતિ, સર્વ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ સહુને શુધ્ધ લેખતાં હો લાલ.' પૂ. દેવચંદ્ર વિજયજી મ.) પરમાત્મા પ્રતિસમય નિરંતર આપણને જોઈ રહ્યાં છે. આપણે પરમાત્માને કેટલી વાર જોઈએ છીએ? આપણે સિધ્ધશીલા ઉપર લોકોને રહેલા–અનંતા સિધ્ધોની સાથે રહેલા એવા પરમાત્માના પ્રતિસમય દર્શન કરવાના છે. તો 'જિનદર્શન કરતાં પ્રગટે નિજ દર્શન' તો આપણને આપણું સ્વરૂપ યાદ આવશે કે મારે પણ વિભાવ છોડી સ્વભાવને પ્રગટ કરવાનો છે અને તેમના જેવા બનવાનું છે. જેવી રીતે મરુદેવા માતાએ ઋષભના દર્શન કર્યા હતા. દર્શન કર્યા ને કૈવલ્યરત્નની પ્રાપ્તિ કરી. તેમનું દર્શન સફળતાને પામ્યું. જેવી રીતે પરમાત્મા સત્તાએ શુધ્ધ એવી સમગ્ર જીવરાશિને નિહાળી રહ્યાં છે. મારું પણ એવું ક્યારે ભાગ્યે જાગશે કે મને પણ એક સમયમાં સમગ્ર સત્તાએસિધ્ધ એવી જીવરાશિના દર્શન થશે. જો આ ભાવ પ્રગટે તો જીવરાશિ સાથે આપણો વર્તાવ કેવો થાય? સ્થાપના નિક્ષેપા દ્વારા દ્રવ્ય અનેભાવમાં જવાનું છે. મારા પરમાત્મા સર્વકર્મથી મુક્ત અને હું૧૫૮ બેડીથી યુક્ત,૩શરીર રૂપીપિંજરામાં પૂરાયેલો અને અશુધ્ધિમાં રહેલો છું. હવે મારે પણ આપિંજરામાંથી મુક્ત થવું છે. મારે પણ મારું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું છે. તેની રુચિ, ઝંખના અને સ્પર્શના સમ્યગદર્શનથી પ્રાપ્ત થશે. કર્મ–કષાય- કાયારૂપી ગંદવાડમાંથી બહાર નીકળવાનું મન થશે. પોતાનો મોક્ષ જેને ગમે તેને સાધુપણું ગમે જ અને કષાયોથી સંતૃપ્ત એવા આત્માઓને ઉગારવાનું મન થાય. જ્ઞાનસાર-૩ || 85 Page #87 -------------------------------------------------------------------------- ________________ જે પાસે આવે તે બળેલો હોય પણ ઠરીને પાછો જાય તેવું સાધુપણું છે. પાંચે ઈદ્રિયોના વિષયોમાં મનને ન જવા દેતે શ્રમણ. ખાવું-પીવું એ આત્માનો સ્વભાવ નથી. પાણીમાં શીતળતા અને કોમળતા છે માટે જીવને પાણીમાં રાગ થાય છે. તેથી તે સમતા પ્રગટાવવામાં બાધક બને છે. પરિષહોને સહન કરી, દોષોનું નિવારણ કરવાનું છે તેના બદલે આપણે પરિષદોમાં પીછેહટ કરીને દોષોને સેવ્યાં તેથી મોહની વૃધ્ધિ થઈ. નાના નાના દોષોનું નિવારણ કરવાને બદલે અનુકૂળતાની શોધ કરી મોહને તગડો બનાવ્યો તેથી નાની નાની વાત પણ આત્મા સહન નથી કરી શકતો. ગુણોના પક્ષપાતી મટીને દોષોના પક્ષપાતી બની ગયા. આપણે આપણા દોષોની શોધમાં હોઈએ ને કોઈ દોષ બતાવે તો તે ઉપકારી લાગે. આપણે સારા દેખાવું છે તેથી કોઈ દોષ બતાવે તે ગમતું નથી. ત્યાગ કરવા માટે આત્મા મનુષ્યભવમાં જ સમર્થ બને છે, બાકીના ભવોમાં સમર્થ નથી બનતો. પોતે આત્મા છે,ગુણોથી ભરેલો છે એવું જ્ઞાન થવા છતાં મિથ્યાત્વના કારણે તેને પોતાના ગુણોની રુચિ થતી નથી પણ પુદ્ગલમાં જ રહેવાનું ગમે છે. મોહનો પરિણામ પુગલના સંગમાં રહેવાનો રુચિનો પરિણામ ઊભો કરે છે. માટે આપણને પુગલનો સંગ છોડવો ગમતો નથી. મોક્ષમાર્ગની આરાધના કરવી એટલે પુદ્ગલના સંગથી છૂટવાની પ્રક્રિયા કરવાની. પુદ્ગલ ધર્મને છોડી આત્માના ધર્મને પકડવાનો છે. એ જ ધર્મારાધના છે. જાણવા–જોવાનું સર્વને પણ માણવાનો માત્ર પોતાને છે. એક જ સમયમાં જીવ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ બધા પરિણામોને વેદતો હોય તે અભેદ રત્નત્રય છે. જ્યારે આત્મામાં નિર્ણય થશે કે આ મારું છે અને આ પર છે, ત્યારે જ્ઞાનસાર-૩ || 86 Page #88 -------------------------------------------------------------------------- ________________ તેને પોતાને પામવાની તીવ્ર તાલાવેલી ઉત્પન થશે. કેમ કે તત્ત્વની રુચિ એ જ સમ્યગદર્શન છે. પરમાત્મામાં રહેલા ગુણોનો ઉપયોગ પરમાત્મા થવા માટે કરવાનો છે. એમનું આલંબન લઈ આપણા આત્મામાં પણ એ ગુણો છે તેનો નિર્ધાર કરવાનો છે અને રુચિ પોતાના ગુણોની કરવાની છે. પોતાના આત્મા પર આદર આવે ત્યારે જ પરમાત્મા પર આદર આવે. જ્યાં સુધી આત્મા આત્મતત્ત્વને જાણતો નથી ત્યાં સુધી તે પરમાત્માને પણ જાણતો નથી. પરમાત્માએ કેવલજ્ઞાનમાં કેવલજ્ઞાનને પ્રગટ કરવાના ઉપાયો જાણ્યા ને ઉપદેશરૂપે આપણને આપ્યા. આત્માના ગુણોને પ્રગટ કરવાનો સ્વયં પુરુષાર્થ કર્યો અને એ પ્રગટ થયેલા ગુણો દ્વારા એ વાત જોઈ તેથી જગતને તેનો ઉપાય બતાવ્યો. "સ્વમાં વસ, પરથી ખસ. આટલું બસ." પોતાના ગુણોને પ્રગટ કરવાનો ઉપાય દીક્ષા ધર્મ છે. દરેક યોગમાં શુધ્ધ ઉપયોગ ધારા વહેતી મૂકીને આત્માનું જે ચેતના તત્ત્વ છે તેને જાગૃત કરવાનું છે. કામ વીર્ય વશે જેમ ભોગી તેમ આતમ થાય ઉપયોગી, શ્ર પણે જે આતમ ઉપયોગી, તે થાય અયોગી.' (પૂ. આનંદઘનજી મ.) જો આત્મા સ્વ ઉપયોગમાં હશે તો કોઈપણ યોગમાં પરમાનંદની અનુભૂતિ કરશે. રત્નત્રયીને સાધવાનું જ લક્ષ રહેતો કોઈ કાર્યમાં કંટાળો નહીં આવે. | સ્વભાવનો લાભ થાય તો પછી બીજું કઈ મેળવવાનું બાકી રહેતું નથી. એ પ્રમાણે આત્મગુણોથી સંપન્ન બનેલો મુનિ પરમાં નિઃસ્પૃહ બની જાય છે. આપણે માવજજીવનું સામાયિક લીધું પછી ક્રોધ, માન, માયા, લોભ કરાય? અને કરીએ તો આપણું સામાયિક ખંડિત થયા વિના રહે ખરું? એ જ્ઞાનસાર-૩ || 87 Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ આવે છે ખરો? ક્ષમા અને શ્રમણપણું ઇચ્છું છું. ક્ષમાથી ગુણની શરૂઆત થાય છે અને શ્રમણમાં ગુણની પૂર્ણાહૂતિ થાય છે. ક્ષમાવિનાનો શ્રમણ હોઈ જ ના શકે. આત્માના ગુણોની પૂર્ણતા માટે પૂર્ણ ગુણીને વંદન કરવાના છે. ખમાસમણ આપતી વખતે કાયાને હેય માની કાયા દ્વારા કાયાની મમતાનો ત્યાગ કરવાનો છે. આ સમ્યક ચારિત્રનો પરિણામ છે. કોઈપણ જાતની આશંસા વગર ખમાસમણ અપાય તે સમ્યક તપનો પરિણામ છે. 17 સંડાસાપૂર્વક ખમાસમણ આપવા દ્વારા વીર્યાચારનું પાલન થયા છે. ઉલ્લાસપૂર્વક ભાવથી સ્વભાવ સન્મુખ બનવા જે ક્રિયા કરે તે વીર્ય પરિણામ છે. હું પુરુષ છું કે સ્ત્રી છું? તે પૂછવું પડે? તેમાં જ્ઞાનનો ઉપયોગ મૂકવો પડતો નથી. કેમ કે તેનો સહજ ખ્યાલ છે. તેમ આત્માના વિષયમાં વારંવાર અભ્યાસ પાડ્યો નથી માટે ઉપયોગ મૂકવો પડે છે. ગાથા : 5 ગુર– સ્વસ્ય નીતિ, શિક્ષાસાભ્યન યાવતા આત્મતત્વપ્રકાશન, તાવસેવ્યો ગુરુત્તમઃ પાં ગાથાર્થ: જ્યાં સુધી ગ્રહણ અને આસેવન એ બને શિક્ષાના સમ્યફ પરિણમનથી શુધ્ધ આત્મસ્વરૂપના બોધ વડે પોતાના આત્મામાં ગુરુપણું ન આવે ત્યાં સુધી ઉત્તમગુરુને સેવવા જોઈએ. આત્માનો મૂળભૂત સ્વભાવ જ આત્મા સાથે રહેવાનો છે. સ્વમાં સ્થિર થવાનો અને કોઈની પણ સહાય ન લેવાનો આત્માનો સ્વભાવ છે. પરનું આલંબન લઈ પરથી છૂટા થવાની સાધના કરવાની છે. ગુરુનો પણ ત્યાગ કરવાનો છે કારણ ગુરુપણ પર છે. ગુરુ પાસે સાધુધર્મોના આચારોનું જ્ઞાન મેળવવું એ ગ્રહણ શિક્ષા અને આચારોનું પાલન કરવું એ આસેવન શિક્ષા છે. જ્ઞાનસાર-૩ || 88 Page #90 -------------------------------------------------------------------------- ________________ આલંબન ધ્યાન નિરાલંબનમાં લઈ જાય તો તે સાલંબન ધ્યાન ઉપયોગી કેમ કે સાલંબન ધ્યાનમાંથી નિરાલંબનમાં જવાનું છે. પોતાનું જ આલંબન લઈ પોતાનામાં પૂર્ણતા પ્રગટાવવાની છે. જો સાધનામાં ઉપયોગ હોય તો સંવેગ રૂપ ફળવાની સાધના બને છે. જે પોતાનું નથી તેને છોડવાનો જેના હૈયામાં ભાવ હોય તે મુમુક્ષુ અને જે છોડવાની શરૂઆત કરે તે મુનિભાવ સંપૂર્ણપણે જે છોડે તે પરમાત્મા. જો આપણે શુદ્ધાવસ્થા પકડીશું તો વર્તમાનકાલીન બાહ્ય અવસ્થા પર કરુણા પ્રગટશે. આપણે બાલ્યાવસ્થા પકડીએ છીએ માટે બહાર ફેંકાઈ જઈએ છીએ, આપણે તો મોહના ઉદયને પકડવાનો પુરુષાર્થ કરવાનો છે. 0 ખમાસમણની ક્રિયા આત્માનુભૂતિ રૂપ ક્યારે બને? વિરતિમક્રિયાનિર્જરાનું કારણ બને વીતરાગતાની અનુભૂતિનું કારણ બને. વીતરાગને વંદન શા માટે? તેમની વીતરાગતા ગમી ગઈ છે માટે ને? વંદન કરતાં ઉપયોગ હોવો ઘટે કે સત્તામાં હું પણ વીતરાગ છું. ભવ્ય છું માટે વિતરાગતાને પામવાની યોગ્યતા મારામાં છે. માટે હું પણ વીતરાગતાને પ્રગટ કરી આત્માના સુખને અનુભવી શકું તેમ છું તેથી તેને પ્રગટ કરવા હું વંદન કરું છું. ઉપયોગ વિનાની ક્રિયા સંમૂર્છાિમ ક્રિયા છે. વંદનમાં નિસહિયાએ પદથી વીતરાગતાને અનુભવવાસિવાય મારું આત્મવીર્યહવે બીજે ક્યાંય પ્રવર્તશે નહીં. મારો આત્મા રત્નત્રયીમાં જ તર્ગત પરિણામ સ્વરૂપે બની જશે. સ્વ પાંચ ગુણો દ્વારા વીતરાગ ભાવમાં તર્ગત બને ત્યારે આત્મામાં પરમ તૃપ્તિનો અનુભવ થાય છે. જીવે ઉપકારી એવા નિમિત્ત કારણોને પણ છોડવાના છે. કેમ કે અંતે જ્ઞાનસાર–૩ || 89 Page #91 -------------------------------------------------------------------------- ________________ તો જીવે સ્વભાવ સ્વરૂપે થવાનું છે. અરિહંત પરમાત્માનો પણ ત્યાગ કરવાનો હોય તો ગુરુનો પણ સુતરાં ત્યાગ હોય જ! જ્યાં સુધી જીવ પોતાનું ગુરુપણું પ્રગટ ન કરે ત્યાં સુધી તેણે ગુરુને સેવવાના છે પછી ગુરુનો પણ ત્યાગ કરવાનો છે. તીર્થંકર પરમાત્માને ગુરુની જરૂર કેમ નહીં? ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા છે. તેમજ પૂર્વભવોમાંવીતરાગદશાની પણ એવી સાધના કરી છે કે ભોગો ભોગવતી વખતે પણ શ્રત ધર્મના ઉપયોગમાં રમતા હતા.અપૂર્વકર્મનિર્જરા કરતા હતા અને તે દ્વારા એવું સામર્થ્ય કેળવ્યું કે તેઓ સ્વભાવ ધર્મમય બની ગયા તેથી તેઓને ગુરુની જરૂર નહતી. તેઓની વિરાગદશા પણ વિશિષ્ટ કોટિની હોય છે. સાધક એવા આત્મામાં જ્યાં સુધી ગુરુપણું પ્રગટ ન થાય ત્યાંસુધી ગુરુ નિશ્રાએ રહી સાધના કરવાની છે. સાધ્યની સાધના કરે તે સાધક પોતાના સાધ્યનું જેને ભાન નથી તે વાસ્તવમાં સાધક જ નથી. વર્તમાનમાં વેષ ધારણ કર્યો છે, ક્રિયાયોગને ધારણ કર્યો છે, આજ્ઞા યોગને ધારણ કર્યો છે. છતાં આપણે સાધક ખરાં? હું સાધક છું એ ઉપયોગ આપણને ખરો? હુંસાધક છું તો મારું સાધ્ય શું? સાધ્યને સિદ્ધ કરવા માટે સાધના કઈ? જો ઉપયોગ શુધ્ધ હોય તો આપણે આપણામાં છીએ એ નિશ્ચિત થાય છે. અજીવમાં આત્માનો ઉપયોગ ન ઘટે. અંદર પડેલા સિદ્ધત્વને પ્રગટ કરવામાં બાધક મોહનીય કર્મબને છે. જ્ઞાન ધ્યાનના અભિલાષી મુકિતના અભિલાષી એવાઓને પણ મોહે હંફાવી દીધા છે માટે તેનાથી જ સાવધ રહેવાનું છે. મારું સાધ્ય મારી પાસે જ છે, પણ કર્મના કારણે તિરોહિત થઈ ગયું જ્ઞાનસાર–૩ // 90 Page #92 -------------------------------------------------------------------------- ________________ છે. હવે સાધના દ્વારા તેને પ્રગટ કરવાનું છે. જેઓએ સાધ્યને પ્રગટ કર્યું છે એવા આત્માની સહાય લઈ સાધ્યને પ્રગટ કરવાનું છે. જેણે ગુરુપણું સ્વીકાર્યા પછી પોતાના અને પરના હિતની ચિંતા નથી કરી તે કસાઈ કરતાં પણ ભંડો છે. જે આત્મા ખૂબ ભણ્યો પણ વિવેક બુધ્ધિ ન પ્રગટી તો તે ભણ્યાનો ભાર વધારે કેમ કે ભણેલું આત્મામાં પરિણામ ન પામ્યું. જેમ વેપારી વેપારમાં કેટલો લાભ નુકશાન થયું તે વિચારે તેમ આપણને સમતાનો કેટલો લાભ નુકસાન થયું તે વિચારવાનું છે. મને જ્ઞાનનો લાભ થયો તો તે જ્ઞાન દ્વારા મારામાં સમતા આવી કે અભિમાન આવ્યું? આવી ચિંતનની ચિનગારીઓ આત્માને સ્પર્શી જાય તો પાપોના પૂંજને બાળી નાખતા વાર નથી લાગતી. કોઈ આપણું સહેજ પણ હલકું બોલે તો આપણને કેટલું ગમે? ન ગમે. કેમ કે આત્મા મહત્વાકાંક્ષી છે. સારું શું છે? તેનો નિશ્ચયનથી તેથી લોકની અપેક્ષાએ સારા-નરસાની વ્યાખ્યા કરે છે. લોકના સર્ટીફીકેટ ખપે છે. જ્ઞાનીના સર્ટીફીકેટ ખપતા નથી. આત્મા એક દ્રવ્ય છે. તેનામાં પાંચ ગુણો રૂપી પાંચ ધર્મ રહેલા છે અને તેનો લાભ આત્માએમેળવવાનો છે. ગુરુની જરૂર શા માટે? ભવસાગરને તરવા માટે જ ગુરુની જરૂર છે. ધ્યાનામૂલગુરી મૂર્તિ, મનમૂલ તુ ગુરોઃ વચા, પૂજામૂલં ગુરોઃ પાદી, મોક્ષ મૂલં ગુરુ કૃપા. આપણી કોઈનિંદા કરે તે ગમતી થાય તો સમતા સહેજે આવીને વરે. જ્ઞાનસાર-૩ // 91 Page #93 -------------------------------------------------------------------------- ________________ ગુરુવચન પર શ્રધ્ધા કરીને મતિથી જડ એવા માથુતુષ જેવા આત્માઓ પણ તરી ગયા છે. ગુરુ આપણી ઇચ્છા મુજબ ન વર્તે કેનબોલે તો ગુરુ પ્રત્યે અપ્રીતિનો પૂર્ણતામાં જે બાધકતત્ત્વ છે તેનો આત્માએ ત્યાગ કરવાનો છે. કારણ કે તે પર છે તેથી તે આત્મા સાથે તાદાભ્યભાવે રહેનાર નથી. તાદાભ્યસ્વરૂપે શુદ્ધસિધ્ધાવસ્થા છે તેને પામવાનું સાધ્યહોવું ઘટે.સાધ્યનેસિધ્ધ કરવા સાધન સિધ્ધિ થતા સાધનને પણ છોડી દેવાનાં છે. પરમાત્માના માર્ગને આપણા સુધી પહોંચાડવા માટે ગ્રંથ રચના દ્વારા ભોમિયાની જેમ મહર્ષિઓએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપણી ઉપર મહાકરુણા વરસાવી છે. તેઓ શાસ્ત્રરૂપી રચનાનું જ્ઞાન અને જે અનુભવ નિચોડ મૂકી ગયા છે કે તે વાંચતા કે સાંભળતા મિથ્યાત્વરૂપી પડદો હટી જાય તે શ્રવણ. જો આત્મામાં પરિણામ પામી જાય અને શાસ્ત્રનું શ્રવણ જો આપણને શ્રમણાવસ્થા સુધી લઈ જાય, તો તે શ્રવણ સફળ બની જાય. તે માટે સર્વ પ્રથમ આપણને આપણું સિધ્ધ સ્વરૂપ યાદ આવવું જોઈએ. હું આવો શુધ્ધ સ્વરૂપી કર્મસત્તાએ અત્યારે મારી હાલત કેવી કરી નાખી છે. જેને સ્વાત્મા પર કરુણા આવે તેને બીજા આત્માની કરુણા આવ્યા વિના ન રહે. બીજા આત્માના દોષો જોવા છતાં તેના પર કરુણા જ વરસે "જબ લગી જોગી જગ ગુરુ– જબ લગ રહે ઉદાસ, જબ જોગી આશા કરે, તબ જાગી જગદાસ." જ્યાં સુધી યોગી જગગુરુને હૃદયમાં રાખીને બેઠા છે, ત્યાં સુધી જ તે ઊંચા આસન પર બેઠો છે. પણ જ્યારે જોગી આશાને ધારણ કરતો થઈ જાય જ્ઞાનસાર-૩ || 92 Page #94 -------------------------------------------------------------------------- ________________ "આશા ઔરનકી કયા કાજે? અવધ, શાન સુધારસ પીજે." ગુરુ પરમાત્માના પરમ જ્ઞાનમાં મસ્ત હોય અને બીજાને પણ એ જ્ઞાનસુધારસનું પાન કરાવનારા હોય. સાધક આત્મા જ્યાં સુધી ગુરુમાં રહેલા પૂર્ણ ગુણો પામે નહીં ત્યાં સુધી તેણે ગુરુને છોડવાના નથી પણ ગુરુની સેવા કરવાની છે. धन्ना ते जीवलोए गुरुवो निवसंति जस्स हिअयम्मि / धन्नाण वि सो धन्नो गुरुणं हियाए वसइ जो // તે જીવને ધન્ય છે કે જેના હૃદયમાં ગુરુનો વાસ છે પણ તે ધન્યાતિધન્ય છે કે જે ગુરુના હૃદયમાં વસે છે. ગુરુના હૃદયમાં સ્થાન પામવું સહેલું છે કેમ કે તેમને બહારની પ્રશસ્તિની કોઈ જરૂર નથી. તેમના હૈયાને ઓળખી લેવું જોઈએ અને આપણી ઇચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ગુરુથી હજારો ગાઉ દૂર હોય પણ ગુરુની આજ્ઞા–ઇચ્છા મુજબ જીવે તો ગુરુનો સેવક જ છે. ગુરુપણું ન સમજાય તો ગુરુની બાજુમાં રહીને પણ ગુરુની આશાતના વિશેષ થાય. પોતાના ગુરુ બનવાની જેને અભિલાષા હોય તેને જગતના ગુરુ બનવાની અભિલાષા ન જાગે. गृहणाति सम्यक् शास्त्र तत्त्वं - इति गुरुः / જે શાસ્ત્રના તત્ત્વને સમ્યગ રીતે ગ્રહણ કરે અને બીજાને પણ તે પ્રમાણે જ પમાડે તે ગુરુ છે. ગુ= અંધકાર, ૩-નાશ કરે. જેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે તે ગુરુ. જ્ઞાનસાર-૩ | 93 Page #95 -------------------------------------------------------------------------- ________________ જેઓના ગુણો ગણાય નહીં અને રૂપથી રહિત જેનું આત્મસૌંદર્ય છે તેવા સિધ્ધ ભગવંતો છે. માટે જ્યાં સુધી ગુણાતીત અને રૂપાતીત ન બનીએ ત્યાં સુધી ગુરુની જરૂર છે. જ્યાં સુધી પૂર્ણશુધ્ધ સ્વરૂપોનબનીએ ત્યાં સુધી ગુરુના ચરણકમલને સેવવાના પ્રસન્નચિત્તે તેમની સેવા કરવાની છે. "સ્વભાવે, વિભાવે રમતો તું ગુરુ અરૂ તું ચેલો.' સ્વભાવમાં રમતો હોય ત્યારે તું તારો ગુરુ અને વિભાવમાં રમતો હોય ત્યારે તું તારો ચેલો છે. પર્યાય એ સ્વભાવ છે સ્વભાવનું પરિવર્તન કરવાનું છે. પરમાં ગયેલા સ્વભાવને પરથી ખસેડી સ્વમાં સ્થિર કરવાનો છે. ગુરુ બની ફક્ત પરના ઉપકારનું જ જેને લક્ષ હશે, પણ પોતાના ઉપકારનું લક્ષ નહીં હોય તો ભવભ્રમણ વધી જશે. સ્વ–પર શાસ્ત્રના પરમાર્થને જાણનારા હોય તે ગુરુ સ્વ–પરહિતમાં તત્પર હોય.અહિત થતું હોય તે ખબર પડે તો તેમાં ઉદાસીન બને.હિત કરનારો થાય તો સમજવું કે પરમાર્થ આત્મામાં પરિણમન પામી રહ્યું છે. શાસ્ત્રો ભણી મારે કર્મોનો ભાર ઉતારવો પડશે. તે માટે પ્રથમ કષાયોના ભારથી હળવું બનવું પડશે. હું પદ માન પદની વૃધ્ધિ કરાવી, નીચા પદને પમાડનાર થાય છે. નીચી ગતિ બાંધવાની શરૂઆત થઈ જાય છે. જે ગુરુ પોતાનું અહિત ન ચલાવી લે તે શિષ્યોના અહિતને કેવી રીતે ચલાવી લે? 'આત્મવત્ સર્વ ભૂતેષુ' બીજાના અહિતમાં તે પોતાનું અહિત જોનાર હોય. ગુરુ હમેશા ગંભીર હોય. શિષ્યના ગમે તેટલા દોષો જુએ તો પણ જ્ઞાનસાર-૩ // 94 Page #96 -------------------------------------------------------------------------- ________________ તેના પર મહાકરુણા વરસાવનાર હોય. શિષ્યના હિતમાં જો ઉપેક્ષા કરવામાં આવે તો સૌથી મોટો દંડ ગુરુને મળે. ગુરુ ક્રોધ કરતાં હોય પણ અંદર પ્રસન્નતાની છોળો ઉછળે. પોતે શિષ્યના મોહના પરિણામમાં ન આવે, ખોટી લાગણીમાં ન ખેંચાય અને ભગવાનની આજ્ઞાને પામી જે રીતે શિષ્યનું હિત થાય તે રીતે શામ, દામ, દંડ, ભેદનીતિ ગુરુએ અપનાવવાની છે. ગુરુ બનવાનો નહીં પણ ગુરુપણું પ્રગટ કરવાનો અભિલાષ થવો જોઈએ. ગુરુપણાને યોગ્ય ગુણો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો. જો તેમ ન થાય તો પોતે સમર્થ થયા એટલે ગુરુને છોડી દે. ગુણની રૂચિ અને વૈરાગ્યમાં કચાશ હોવાના કારણે આવું બને. 3 આપણો પાંચમા આરામાં જન્મ કેમ? કેમ કે આપણી પૂર્ણતા પામવાની સાધનમાં ખામી રહી ગઈ. પૂર્વ કાંઈ ગોટાળા કરેલા છે માટે હવે વિશેષ પ્રયત્નવાળા બનવાનું છે. માટે મારે મારા આત્માનું તારકપણું પ્રગટ કરવું છે. गुरु गृहीत शास्त्रार्थः परां निःसंगतां गतः। मार्तण्डमण्डल समो भव्याम्भोज विकासनम् // ગુરુએ શાસ્ત્રના અર્થને ગ્રહણ કરી આત્મામાં પરિણમન પમાડ્યું. આથી તેઓ ઉત્કૃષ્ટ એવા નિઃસંગાણાના ભાવને પામ્યા અને સૂર્યમંડલ (આત્મા)ની જેમ ભવ્યરૂપી કમળોનો વિકાસ કરનારા થયા.જેમ સૂર્યવિકાસી કમળ સૂર્યથી વિકાસ પામે તેમ જેનું ભવ્યત્વ પરિપાક અવસ્થાને પામી ગયું છે તેના વિકાસમાં પરમાત્મા ગુરુ સહજ નિમિત્ત બનશે. જેને નિઃસંગપર્ણસિધ્ધપણું ગમ્યું તેને બીજા કોઈનો સંગ નહીં ગમે. 1 નિમિતોમાં રહેવા છતાં નિમિત્તો સ્પર્શે નહીં તે યોગી આજે સ્વોપકારને બદલે પરોપકારને મુખ્યતા અપાય છે તેથી જ્ઞાનસાર–૩ || 95 Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વોપકાર દબાઈ જાય છે. ગુ= ગુણાતીત. એટલે પોતાના ગુણો પ્રગટ કરવા માટેની સાધનાની જરૂર ન રહે ત્યારે ગુણાતીત અવસ્થા આવી જાય. રુ-રૂપથી પણ અતીત બની જવું અર્થાત્ રૂપને પણ ભૂલી જવું. સત્તામાં પડેલા પોતાના ગુરુપણાને પ્રાપ્ત કરવા માટે ગુરુનું શરણું સ્વીકારવાનું છે. એ વાત સમજાઈ જાય તો ગુરુના શરણે રહેવામાં વાંધો ન આવે. આપણે તરવું જ હોય તો જ આ વાતની શ્રધ્ધા આપણને થશે નહીં તો નહીં થાય. આત્મ તત્ત્વના પ્રકાશ માટે મારે નિસંગ બની ગુરુનો સંગ કરવાનો છે એ ભૂલી જવાયું છે. આત્મતત્ત્વ પ્રકાશ શાસ્ત્રના આધારે થશે. શાસ્ત્રને આધીન ગુરુ છે માટે ગુરુને આધીન થવાનું છે. ગુરુપાસે રહેલા શિષ્યએ ગુરુના જીવનમાંથી શીખવાનું છે. ગુરુનું જીવન શાસ્ત્ર મુજબ હોય અને જો શિષ્યને તત્ત્વજ્ઞાતા બનવું હોય તો માત્ર ગુરુનું જીવન જોયા કરવાથી તે પામી જાય, વગર ભયે શાસ્ત્ર પણ પરિણમન પામી જાય. મોક્ષ સર્વસંગથી રહિત અવસ્થા રૂપ છે. નિર્ણય થયા પછી સંગરૂપ સંસારમાં ઉપયોગ જાય ખરો? મોક્ષ આવો છે એવું યાદ નથી આવતું માટે દરેક અનુષ્ઠાન મોક્ષાભિમુખ નથી બનતું. તેથી દરેક આરાધનામાં મોહનો પરિણામ ભળી જાય છે. "હું શું છું ને મારામાં શું છે?" આટલી વિચારણા દ્વારા પરની ચિંતા ટળી જાય. પોતાના દોષોને જાણીને, દોષોનું નિવારણ કઈ રીતે કરી શકાય એવું સામર્થ્ય આવે ત્યારે પોતાના ગુરુ બની શકાય. બીજો ઉપાય ન મળતા શીલ રક્ષા માટે સમાધિ સાચવી આપઘાત કરે તો આરાધક ગણાય. જ્ઞાનસાર-૩ || 96 Page #98 -------------------------------------------------------------------------- ________________ જે પોતાના આત્માને દોષોથી બચવા યોગ્ય શિક્ષા આપી ગુણોમાં સ્થાપી ન શકે ત્યાં સુધી તે ગુરુનો ત્યાગ ન કરી શકે. માત્ર શાસ્ત્રજ્ઞાન કામ ન આપે તે માટે અનુભવી જ્ઞાની ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ. આપણે સર્વજ્ઞના વચન મુજબ આરાધના કરવાની છે. સાધુનું સાધ્ય સર્વજ્ઞ વચનની આરાધના કરવી એ છે. સર્વજ્ઞના વચન મુજબ વાસ્તવિક આરાધના તે જ કરી શકે જે સર્વજ્ઞની આજ્ઞા તત્ત્વથી નિશ્ચય અને વ્યવહારથી સમજી, સ્વીકારી શકિત મુજબ આરાધે તે. आज्ञाराध्धा विराध्धा च शिवाय च भवाय च // * આજ્ઞાની આરાધના જીવને કલ્યાણ માટે થાય છે અને વિરાધના સંસાર માટે થાય છે. સર્વજ્ઞના વચન મુજબ જીવનને અર્પણ કરવું એટલે? સર્વજ્ઞના જ્ઞાનમાં આત્મા અને આત્માના ગુણો ઉપાદેય છે એ નિર્ણય મુજબ આત્માએ પોતાના આત્મવીર્યને ફોરવવું એ છે. સર્વજ્ઞ પરમાત્મા વચનથી પ્રતિસમય યાદ આવવા જોઈએ. સર્વજ્ઞનું મૂળ વીતરાગતા છે. વીતરાગતા આપણે સાધ્ય છે. આત્મા સિવાય પરને પકડવાનો ભાવ તેના પ્રત્યે આદરભાવ એ જ રાગનો પરિણામ છે. આત્માને પરમાં પ્રવર્તમાન ન થવા દેવું અર્થાત્ કાયા પર થતા રાગાદિના પરિણામથી પાછા હટવું. શરીરાદિના રાગના કારણે વાતાવરણની અસરમાં જીવ જલદી આવી જાય છે. ઠંડી વધુ છે, કેટલી બધી ગરમી છે આદિ. આત્માને વાતાવરણની અસર નથી કેમ કે તે સ્વભાવે વીતરાગ છે. માટે આપણે પણ વીતરાગમય બનવાનું છે. આત્મવીર્યને વીતરાગતા ગુણને પામવા આત્મામાં પ્રવર્તાવવાનું છે. વિનય દ્વારા ગુરુને સેવવાનાં છે. પાંચ અંગ નમાવવા એટલો જ અર્થ વિનયનો નથી. માન અને મિથ્યાત્વ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ગુરુને જ્ઞાનસાર-૩ // 97 Page #99 -------------------------------------------------------------------------- ________________ સમર્પિત થવાય નહીં મિથ્યાત્વના કારણે બુદ્ધિ બગડે. તેથી સુખ પુગલમાં છે તેવું લાગે. સમતામાં અવરોધક શાતા છે. અનુકૂળતા ગમે માટે પ્રમાદ ઊભો થાય અને આત્માનો ગુણવૈભવ પ્રાપ્ત થાય.શરીરની શાતા ગુર્વાજ્ઞા પાળવા દેતી નથી. ગુઢ પ્રત્યે થતી નાની નાની ઉપેક્ષાઓ પણ ખૂબ ભયંકર છે. ગુરુનું કામ તો મારે જ કરવું. કોઈ કરી લે તો ગુરુ પ્રત્યે ઉદાસીન થઈ જવું. આ પણ ગુરુ પ્રત્યેની એક જાતની ઉપેક્ષા છે. કેમ કે દષ્ટિમાં વિશાળતા નથી. રૂપાતીત થવું એટલે નિઃસંગ અવસ્થાને પામવી. અરૂપી બધી વસ્તુ નિર્લેપ હોય. પોતાના ગુણની પૂર્ણતા કરવા માટે બધા સાથે નિર્લેપતાથી રહેવાનું પ્રેમથી રહેવાનું. જીવને જીવ પ્રત્યે અનાદિકાળથી (નિગોદથી) દ્વેષનો પરિણામ છે. દ્વેષના પર્યાયોક્રોધ અને માન છે. ક્રોધના પરિણામથી આત્મા પોતાના સ્વભાવથી ચલિત થાય છે. ક્રોધના પરિણામથી સત્તામાં રહેલા પરમાત્માની આશાતના થાય છે. ક્રોધ આવે ત્યારે આત્મા પોતાના ગુણોથી પીછેહટ કરે છે. ૮ષના પરિણામને દૂર કરવાના ઉપાય. "સાધુ ભયા તો ક્યા હુઆ? ન ગયા મનકા દ્વેષ, સમતા શું ચિત્ત લાઈએ, અંતરદષ્ટિ દેખ." (અધ્યાત્મ બાવની) અંદરનું ગુરુત્વ પ્રગટાવવાનું છે. તે ગુરુ કૃપાથી શક્ય બને છે. मोक्षमूलं तु गुढकृपा / નિઃસંગ બનવાની ભાવનાઆવે તો આત્મામાં જેમ જેમ જ્ઞાનાદિવધે તેમસંગ વધે માન કષાયની વૃદ્ધિ થાય તે આત્મા માટે અનર્થકારી બને. 9 પૂર્વથી અધિક ભણેલો હોય તે ગમે તેવી અવસ્થામાં સમાધિ જાળવી શકે તેવા જ મુનિને ગીતાર્થ ગુરુ એકાકી વિહારની રજા આપે. જ્ઞાનસાર–૩ // 98 Page #100 -------------------------------------------------------------------------- ________________ સિંહ ગુફાવાસી મુનિને ગુરુએ ખાલી દુષ્કર કહ્યું અને સ્થૂલભદ્રજીને દુષ્કર. દુષ્કર કહ્યું તેથી સિંહગુફાવાસીનું માન ઘવાયું અને ગુરુની ના છતાં કોશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા. પહેલાં જ દિવસે તેનું રૂપ જોઈને મનથી પડયા. ગુરુનો અનાદર કરવાનું શું ફળ મળે? આ જ ફળ મળે–પતન. માન અને મિથ્યાત્વ આ બે મહાદોષો મટે તો જ સાચા અર્થમાં વિનયગુણ પ્રગટી શકે નહિતર નિઃસંગ બનવાનો ભાવ ન આવે. પણ લોકપરિચયમાં જ એ ડૂબી જાય. 11 અંગ ભણ્યા પછી જમાલીને જગત ગુરુથી જુદા વિચરવાનું મન થયું. પોતાનું મહત્ત્વ વધી ગયું તેથી પરમાત્માની વાત કહે માણે કડે' ન માની અને નિદ્ભવ થઈ ગયા. જે વિનયી હોય છે તેને પોતાના મહત્ત્વની પડી હોતી નથી. તેને સર્વ ગુરુમાંજ દેખાય છે. આથી તે જે કંઈ સારું થાય તેને ગુરુકૃપાનું જ ફળ માને છે. જેનામાં આત્માર્થીપણું આવે તેનામાદેવ-ગુરુનું શરણાર્થીપણું આવે જ. આત્માર્થીપણું ન પ્રગટે તો અવશ્ય લોક પ્રવાહમાં તણાઈ જાય. જેને પોતાનો આત્મા વહાલો લાગે તેને ગુરુ વહાલા લાગે છે. ગુરુ તરફથી મળતી પ્રતિકૂળતા તેને મોક્ષનું ઔષધ લાગે. વાંકા વળીને બેઠેલા શિષ્યને ગુરુએ લાત મારી. શિષ્ય-"ગુરુની કેવી પ્રસાદિ મળી પવિત્ર ગુરુ ચરણનો સ્પર્શ થયો કેડ સીધી થઈ ગઈ." ગુરુની સાથે રહેવાથી પોતાનું મહત્ત્વ ન રહે તેથી જુદા થવાનું મન થાય. માનનું અર્થપણું હોવાના કારણે ગુરુ પાસે પણ પોતાનું મહત્ત્વ ઈચ્છે. ગુરુની ભક્તિ સિવાય શિષ્યની બીજી કોઈ અપેક્ષા ન હોય તો તેનું માન મરી જશે અને તે કર્મનું નિકંદન કાઢી શકશે. વર્તમાનમાં એકબીજાના સંબંધો કેમ બગડે છે? અપેક્ષાના કારણે. જ્ઞાનસાર-૩ // 99 Page #101 -------------------------------------------------------------------------- ________________ માન બહુમાન–વહાલની અપેક્ષા છે તેથી સંબંધો બગડે છે. માનમિથ્યાત્વને તોડવાનાં છે, મહેમાન નથી બનાવવાના. અનાદિથી મહેમાન બનેલા માન મિથ્યાત્વને કાઢવાના છે. માટે મને ગુરુ કઠોરતાથી બોલાવે તેની અપેક્ષા રાખવાની છે. કોઈને જે કામ ન ગમે, તે કામ પોતાને કરવું ગમે તો માન નીકળે અને ગુરુના હૃદયમાં આપણો પ્રવેશ થઈ જાય. - મોહનો ઉદય સ્વસ્વભાવજન્ય સુખ અનુભવવામાં બાધક બને છે. તે પરને અનુભવે છે તેથી પીડા પામે છે. મોહની પરવશતા આત્માને સ્વભાવમાં રમમાણ થવા દેતી નથી. તે મોહને હટાવવા જીવને સતત ગુરુની જરૂર પડે છે. આત્માને ભ્રમ થયો છે કે હું શરીર છું આત્મારૂપે નથી.આ ભ્રમ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી સ્વભાવદશા કે સ્વરૂપદશા ન પામી શકાય. હું અને મારું એ મંત્રની રટના આત્મભાવને સ્પર્શવા દેતી નથી. આત્માએ ર૪ કલાક પોતાની સાથે જ રહેવાનું છે. જગતને જાણનારો આત્મા જાતને કેમ નથી જાણતો. એનો ખેદ હજી આપણામાં પ્રગટ નથી થયો. વેષ પરિવર્તન, નામ પરિવર્તન, આચારાદિનું પરિવર્તન થવા છતાં જ્ઞાનનું–દષ્ટિનું પરાવર્તન થયું નથી. સાધક આત્માએ સાધનામાં પહેલા દષ્ટિ પરિવર્તન કરવાનું છે પછી આચાર પરિવર્તન કરવાનું છે. 1 થી 4 ગુણઠાણા સુધી દષ્ટિનું પરિવર્તન કરવાનું છે પછી આચાર પરિવર્તન કરવાનું છે. જગતને જે રીતે માનીએ છીએ તેની બદલે સર્વજ્ઞની દષ્ટિથી જાતને અને જગતને જાણીને સ્વીકારવાનું છે. જાતને જો પકડવામાં ન આવે તો તે જાતિને પકડે. જેને સ્વભાવના લાભસિવાય કંઈ પણ જોઈતું ન હોય તેને આત્માની ચિંતા થાય. સમ્યગ્દષ્ટિનું ચિત્ત કોઈપણ વ્યવહારમાં મોક્ષમાં જ હોય તેથી નિર્જરા કરે. દ્રવ્યથી ભલે તે સંસારમાં હોય. જ્યાં પારકું માન્યું ત્યાં મમતા ન હોય. જ્ઞાનસાર-૩ || 100 Page #102 -------------------------------------------------------------------------- ________________ a ચાર વસ્તુઓ અતિ દુર્લભ છે. (1) વિષય ત્યાગ (2) તત્ત્વદર્શન (3) સ્વ સ્વભાવ અવસ્થા (4) સદ્ગુરુ કૃપા. दुर्लभ विषयत्यागः, दुर्लभः तत्त्वदर्शनम् / दुर्लभा स्वभावावस्था, सद्गुरोः कृपा विना // વિષયના ત્યાગ વિના સમતાનો અનુભવ થઈ શકતો નથી. અનુકૂળ વસ્તુ મળે ને ઉગ થાય તો વિષયોનો ત્યાગ કહેવાય. વ્યવહારથી આપણે વિષયો છોડયાં છે? વાસ્તવિક રીતે છોડ્યાં છે. અનુકૂળ ગોચરી આપણા પાતરામાં આવી, તેમાં ઉદાસીન પરિણામ ન આવે તો આપણે આપણા ઘરમાં નથી. અનુકૂળ વર્ણ–ગંધ–રસ–સ્પર્શનો ગમો છે, તો આપણે વિષયમાં રમતા છીએ. આપણને આપણા આત્માના દોષો દેખાય તો આપણે અસ્તિકમાં આવ્યા કહેવાય. આસ્તિકામાં આવીએ તો બે અવસ્થાનું દર્શન થાય. આપણી શુદ્ધાશુદ્ધ અવસ્થાનું ભાન થાય. મિથ્યાત્વના ઉદયથી વસ્તુમાંરાગ થાય. પોતાનું નથી તેમાં પોતાપણું લાગે છે. ગૃહસ્થોને પુત્ર-પત્ની-પરિવાર જે પોતાના નથી તે પોતાના લાગે છે. કષાયો તેના કારણે થાય છે. જેને માન્યા પછી ત્યાં અપેક્ષા ન સંતોષાય એટલે મારામારી થાય. મમતા કરવા દ્વારા ઉપકરણને અધિકરણ બનાવી દીધા. જે અધોગતિમાં લઈ જાય તે અધિકરણ, આત્માને ઊંચે ચઢાવે તે ઉપકરણ. આપણે રાગરૂપી આગથી જલી રહ્યાં છીએ. ગુરુ રાગની આગને ઠારી સ્વભાવદશામાં લઈ જાય છે. ઉપકરણ રાખવું પડે છે એ જ મોટો ગુનો છે. ઉપકરણને નિશ્ચયથી હેય માની, વ્યવહારથી ઉપાદેય માને તો જ નિર્જરા થાય. શરીર એ ઉપકરણ ત્યારે જ બને કે સતત સંયમ માટે ઉપયોગમાં આવે, નહિતર એ અધિકરણ બની જાય. જ્ઞાનસાર-૩ || 101 Page #103 -------------------------------------------------------------------------- ________________ વિરતિધર સતત જયણાપૂર્વક સંયમમાં વર્તતો હોય તો તેને કાયિકી ક્રિયા ન લાગે. પોતાને પોતાનો રાગ ન થાય માટે સાધુએ જીર્ણ-શીર્ણ વસ્ત્ર પહેરવાનાં છે. જે ગુરુને સમર્પિત થઈ જાય તેના પર ગુરુની કૃપા વરસ્યા વિના નરહે. અચરમાવર્તકાળમાં જીવ ધર્મ કરે પણ તે સંસારના સુખ માટે જ કરે કેમ કે ત્યાં વિષયોની તીવ્રતા છે. અપુનબંધક દશામાં જીવ આવે ત્યાં તેને આત્મા પ્રત્યે પ્રીતિ જાગે છે અને ભવનો રાગ ઘટી ગયો હોવાથી ઔચિત્ય ગુણનો ધારક બને છે. * શિષ્ય પોતાની માન્યતા અને પસંદગીને છોડી દે તો ગુરુ સાથે સંઘર્ષ થાય જ કેવી રીતે? જે વસ્તુ સદાકાળ પોતાની પાસે રહેવાની નથી તેનો જીવે સ્વેચ્છાએ ત્યાગ કરવાનો છે તો જ તે આત્મામાં રહેલા સહજાનંદને પામી શકશે. જે ત્યાગે તો પામે. ક્ષાયોપથમિક ભાવથી આત્મામાં અલ્પગુણો પ્રગટ થાય છે. તેમાં જો આત્મા સાવધાન ન રહે તો અલ્પગુણો પણ પાછા ચાલ્યા જાય છે. ક્ષાયોપથમિક ભાવ વ્યવહારથી ઉપાદેય છે, નિશ્ચયથી હેય છે. કેમકે ક્ષાયોપથમિક ભાવ ગુણ સ્વરૂપ છે, પણ સંપૂર્ણ નથી. ક્ષાયિક ભાવ જ પૂર્ણ છે. સ્વશક્તિથી જ આત્માએ પૂર્ણતા પામવાની છે. * પ.પૂ. યશોવિજયજી મહારાજે સ્વાધ્યાય રૂપ સંજીવની અને અનુભવરૂપ અમૃત પીને આ ગ્રંથની રચના કરી છે. આ મનુષ્યભવમાં મોક્ષ સુખનો અનુભવ મારે કરવો છે એ દઢ સંકલ્પ હશે તો અવશ્ય અનુભૂતિ થયા વિના નહીં રહે. આત્માની અનુભૂતિ માટે શારીરિક બળ બાધક નથી, માનસિક બળ દઢ જોઈએ. છેલ્લા સંઘયણમાં પાંચમાં આરામાં પણ આપણે આપણી પૂર્ણતાને નજીક લાવી શકીએ છીએ, એવી આરાધના કરી શકીએ છીએ. જ્ઞાનસાર-૩ // 102 Page #104 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો–તપનો–સમ્યગુદર્શનનો પરિણામ મનમાંથી જ આવે છે. આત્મવીર્યનું આત્માના ગુણોમાં પ્રવર્તન થવું એ જ સિદ્ધપણામાં નિશ્ચયની ક્રિયા છે. વ્યવહારથી ક્રિયા મર્યાદિત છે, નિશ્ચયથી ક્રિયા અમર્યાદિત છે. આત્મવીર્ય પુદ્ગલ સાથે જોડાય ત્યારે વ્યવહાર ક્રિયારૂપ બને છે. અને આત્મવીર્યપુદ્ગલથી છૂટી આત્માના ગુણો સાથે આત્મ પ્રદેશોમાં જોડાય ત્યારે તે નિશ્ચયક્રિયારૂપ બને છે. પણ મોહથી આત્માવિવેકભૂલીને પોતાના સ્વભાવથી ચલાયમાન થાય છે તેથી મોહથી છૂટવા અને સ્વસ્વભાવમાં સ્થિર થવા ગુરુની જરૂર પડે છે. ભવરોગી થયેલા આત્માને નિરોગી થવા માટે સાધુપણું છે. ભવરોગનું નિદાન કોઈપણ ભવમાં થઈ શકે પણ રોગનો ઉપચાર તો મનુષ્યભવમાં જ થઈ શકે છે. ગુરૂનું બહુમાન એટલે? ગુરુનું બહુમાન એટલે ગુણોનું બહુમાન. મોક્ષનું બહુમાન પરમાત્માનું બહુમાન. જેને સંસારનું બહુમાન તૂટે એ જ ગુરુ પર બહુમાન લાવી શકે. ગુરુ પર બહુમાન આવ્યું હોય તો સગાસંબંધી પર બહુમાન ન આવે પણ ગુરુના આશયને શોધવામાં આપણું ચિત્ત લાગશે. ગુરુ આપણી પાસે શું અપેક્ષા રાખે છે? આપણી પાસેથી શું ઈચ્છે છે તે સમજાય. તેમના આશયને પકડવાની ભૂમિકા રચાય. દેવગુરુ અનુગત ચિત્ત–દેવગુરુને અનુસરનારું ચિત્ત હોય તેથી ગુરુનું જે છે તે શિષ્યમાં આવતું જાય. પરમગુરુની પ્રાપ્તિનો આ શ્રેષ્ઠ ઉપાય છે. પોતાની કોઈ ચિંતા સ્વાર્થ મહત્ત્વાકાંક્ષા ન હોય તે જ આત્મા ગુરુના ચિત્તના આશયની શોધ કરી શકે, એ મોક્ષનું બીજ છે. આ બીજ દ્વારા આત્મા પૂર્ણતાને પામે છે. પોતાના દોષોની ખોજ હોય-અપ્રશસ્ત ભાવોને તજતો થાય. પ્રશસ્ત ભાવોમાં આત્માને રંગતો જાય. તે જ ગુરુના ચિત્તમાં પ્રવેશી શકે. જ્ઞાનસાર-૩ || 103 Page #105 -------------------------------------------------------------------------- ________________ "જ મે બુહાડસાસંતિ સીએણ ફરસેવા રૂ મમ લાભેર પહાએ પયઓ તે પડિલ્સઠમે." રડ્યા ' (ઉત્તરાધ્યયન) મોહના શાસનને આત્મા પરથી હટાવી દેવું એ જ શાસનની સાચી પ્રભાવના છે. મોહાધીન આત્માએ ગુરુને છોડવા ન જોઈએ. ગુરુના પ્રભાવે જ મોહદૂર જશે. ગુણના બહુમાનથી ગુરુનો સ્વીકાર કર્યો હોય તો ગુરુ જેમ જેમ કઠોર બને તેમ તેમ શિષ્યને આનંદ આવે. કરવા લાયક કે ન કરવા લાયક કાર્યોમાં ગુરુએ કઠોર શબ્દો કહ્યાં હોય તો તે પ્રેમથી સહન કરી પોતાની ભૂલ સુધારી લે. અર્થાત્ શિષ્યને દ્રઢ શ્રદ્ધા હોય કે ગુરુ મને કઠોર કે મૃદુવચનથી જે કિંઈ અનુશાસન કરશે તે મારા લાભ માટે જ થશે. બીજા કરતાં સારું કરતા હોઈએ ને ગુરુઠપકો આપે તો ગમે? ન ગમે ને? કારણ કે આત્મા પોતાના હિતની ચિંતાવાળો બન્યો નથી. શિષ્ય હિતના અનુશાસનની અપેક્ષાવાળો હોય તેથી કઠોરતાપણું પણ હિતનું અનુશાસન હોય તો સ્વીકારે. ગુરુવિનીત વિષે રાગી હોય તેથી તેને આગળ વધારવા તેના પર વારંવાર કઠોર શબ્દોમાં અનુશાસન કરે. "રાગ વધે સ્થિર ભાવથી, શાન વિના પ્રમાદ, વિતરાગતા ઈહતાજી, મુનિ વિચરે સાલાદ." (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) વિતરાગતાની ઈચ્છા હોય તો ગુરુ પાસે મીઠાશની અપેક્ષા કેમ હોય? મારામાંથી રાગ નીકળે તે માટે મને કઠોરતાથી કહો એવી ગુરુભગવંતનેવિનંતિ કરાય. "મુનિ ઊઠે વસતિ થકીજી, પામી કારણ ચાર, જિન દર્શન ગામતરેજી, આહાર–નિહાર." I4 (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) જ્ઞાનસાર-૩ || 104 Page #106 -------------------------------------------------------------------------- ________________ જિનદર્શન, વિહાર, આહાર ને નિહાર– આ 4 કારણ સિવાય મુનિ વસતિથી બહાર ન જાય. "પરમ ચરણ સંવર ધરું, સર્વ જાણ જિણ દિઠ, શુચિ સમતા રુચિ ઉપજેજી, જે મુનિને ઈઠ." પા વિતરાગ પરમાત્મા ક્ષાયિક ચારિત્ર ધારનારા છે. હું પણ ક્યારે તેવું ચારિત્ર પ્રાપ્ત કર્યું. જે રીતે મારા પ્રભુ સમગ્ર જગતને જોઈ રહ્યાં છે તે રીતે હું પણ જોતો થાઉં- અર્થાત્ કેવલજ્ઞાન દર્શનને પામનારો બનું. જ્યારે શરીર સંયમમાં સહાયક ન બને ત્યારે તેને વિધિપૂર્વક વોસિરાવવાનું છે. નવકારશીમાં ચાર આહાર છોડવાની વાત બે ઘડી સુધી મૂકી. છેલ્લે માવજજીવ છોડવાની વાત છે. આપણને ત્યાગમાં રાજીપો થવો જોઈએ. પારણામાં ઈચ્છો છોડવાની ત્યાગમાં આનંદ પ્રગટે તો નિર્જરા થાય. 3 આપણને ઉપવાસમાં આનંદ આવે કે પારણામાં? જો ઉપવાસમાં આનંદ આવે તો સમજવું કે તપ ધર્મ આપણામાં પરિણામ પામ્યો છે. ગુરુકૂળવાસમાં રહીને સાધના કરવાની જેને ગમે તે ગમે તેવી સ્થિતિમાં પોતાની સમાધિ ટકાવવા સમર્થ બને. ગુરુ સેવા એટલે માત્ર ગુરુની જ સેવા કરવાની એવું નહીં પણ સમુદાયમાં જે જે છે તે બધા આત્માઓની સેવા કરીને ગુરુના ચિત્તને પ્રસન્ન રાખવાનું છે. ગુરુની સેવા કરીએ અને સહવર્તિઓ સાથે સંપથી ન રહીએ તો ગુરુનું ચિત્ત પ્રસન્નતાને પામે ખરું? ગુરુકુળવાસમાં પ્રતિકૂળતા સહીને મોહના હુમલાઓ ઉપર ગુરુકૃપાથી વિજય મેળવીને એવું સામર્થ્ય પ્રાપ્ત કરે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે હારે નહીં. 1 ઉત્તમ ગુરુ કેવા હોય? સ્વ–પર પરોપકારી - સ્વ અને પર બંને પર પરોપકાર કરવાના જ્ઞાનસાર-૩ // 105 Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવવાળા હોય. ઉપકાર ક્યારે થાય? જો અંતર કરુણાથી છલકાતું હોય તો... પંચાશકગ્રંથમાં કહ્યું છે કે–ગુરુના ગુણથી રહિત તથા પાંચ મહાવ્રતથી (મૂળ ગુણથી) રહિત હોય અર્થાત્ સમ્ય દર્શનથી રહિત હોય તો બીજા ગમે તેવા ગુણથી યુક્ત હોય તો પણ તે સમ્યગ્દર્શન વિના નકામા. કેમકે સમ્યમ્ દર્શન નથી તો તે પરમાત્માને માનતો નથી, તેમની આજ્ઞા પણ પાળતો નથી. સમ્યગદર્શન હોય ત્યાં અવશ્ય અનુકંપા દયાનો પરિણામ હોય. સમગુ દર્શનની નિર્મળતા ન થાય તો ધ્યાનનો પરિણામ ન આવે, મિથ્યાત્વનો પરિણામ જીવ પ્રત્યે દ્વેષનો પરિણામ કરાવે. જગતને પ્રેમથી જીતવાનું છે, તો પછી આશ્રિતો સાથે તો સુતરાં પ્રેમથી રહેવાનું છે. દયાના પરિણામવાળો ક્રોધ કરીને પણ નિર્જરા કરે. કારણ કે સમ્પ્રદર્શનના પરિણામે તેને આત્માનું અહિત થતું જોઈતેની પ્રવૃત્તિ પર ક્રોધ આવે. તેમાં તેને અહિતથી બચાવવાનો પરિણામ રહેલો હોય તો તે વાસ્તવિક દયાનો નિર્મળ પરિણામ છે. માનના ઉદયવાળાને ક્રોધ સંસારની વૃદ્ધિનું કારણ બને દોષિત જીવો પર કરુણા ન થવી એ જ વિભાવ છે. કરુણા ન આવે તો ક્રૂરતા આવે. સાધુએ તો જગતને પ્રેમ આપવાનો છે, તો શું પોતાના આશ્રિતને સહવર્તીઓને પ્રેમ આપ્યા વિના રહે? સામેનાનો દોષ જોવા છતાં ઔચિત્ય વ્યવહાર કરે–ઉપેક્ષાભાવ ન કરે. આ જ ગુરુપણું છે. પ્રભુની કરુણાથી ચંડકૌશિકનું ઝેર ઉતરી ગયું. સમ્યગુદર્શન હોયને કઢણા નહોય તેવું બને? ના. પ્રતિકૂળતા ઊભી કરનાર વ્યક્તિ પર આપણને અપ્રીતિ ઊભી થાય. પ્રસન્નતામાં રહેવાના સ્વભાવને દૂર કરી સામેની વ્યક્તિ પર અપ્રીતિ કરી પોતાની સામાયિકનું ખંડન કરી સામેની વ્યક્તિના સામાયિકનું પણ ખંડન કરવામાં નિમિત્ત બને. શિષ્યો અપરાધ કરે ત્યારે પ્રથમ ગુરુ જાતને ગુનેગાર માને કે મારી નિશ્રામાં આ ભૂલ થઈ કઈ રીતે? કે જેથી શિષ્યને પ્રમાદ કરવાનું મન થયું? જે જ્ઞાનસાર-૩ || 106 Page #108 -------------------------------------------------------------------------- ________________ જાતને ગુનેગાર માને તે બીજાને ગુનેગાર બનાવતો નથી અને જે બીજાની સામે આંગળી ચીંધે તેને અવશ્ય નુકસાન થાય. ગુરુના આદર્શને જોઈને શિષ્યો પરમ આનંદ પામે અને પોતાનામાં એ આદર્શો ક્યારે આવે એવા મનોરથો સેવે. પહેલાના વખતમાં જૈન મુનિઓનો પડાવ ઉદ્યાનમાં યા જંગલમાં રહેતો. તેથી જે સંસારથી હારી-થાકી ગયેલા ત્યાં જાય તે ચંદનની શીતલતાને પામી જાય. ત્યાંથી પાછા જવાનું તેને મન જ ન થાય. શક્તિ હોય તો તે સાધુ જ બની જાય. એવી તો તેઓની આત્મચર્યા હતી. અત્યારે હવે અમે તમારી વસતિમાં રહેતાં થયા. એટલે અમે બગડ્યા. શિષ્યો પણ ઓછાં થવા લાગ્યા. સંસારથી હારેલો અમારી વસતિમાં આવે તો તે શું લઈને જાય? આથી જ લોકોત્તર સ્થાનમાં રહેલા અમારી જવાબદારી ઘણી મોટી છે. માટે જ 350 ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે"જિમ જિમ બહુ શ્રત, બહુ જન સંમત, બહુ શિષ્ય પરિવરિયો, તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરિયો." ન (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) જેમ જેમ ઘણો જ્ઞાની, ઘણા જનને સંમત અને બહુ શિષ્યથી પરિવરેલો હોય પણ જો તે વ્યવહારમાં જ પડી જાય અને નિશ્ચયરૂપી જ્ઞાનરૂપ સમુદ્રને પાર ન કરે તો તે અવશ્ય જિનશાસનનો વૈરી બને છે. આથી નિશ્ચયના લક્ષપૂર્વકનો વ્યવહાર જ આત્માને માટે તારક બને છે, નહિતર મારક બની જાય. મોક્ષ પદની આરાધનામાં ગુરુની પ્રધાનતા છે. તેમનાવિના આરાધના સમ્યફપ્રકારે શક્ય નથી. ગુરુવિના આગળ વધવા માટે મોક્ષના પ્રવેશદ્વારની ચાવી કોણ આપે? શાસ્ત્રના રહસ્યોને કોણ સમજાવી શકે? દુર્ગતિ દ્વારમાં લઈ જતાં એવા યમરાજથી કોણ બચાવી શકે? માટે જ ભવવનમાં અટવાતા જ્ઞાનસાર-૩ // 107 Page #109 -------------------------------------------------------------------------- ________________ જીવોને તારણહાર ગુરુતત્ત્વ જ છે. "ગુરુ વિના કૌન બતાવે બાત? ગુરુ બિન કૌન બતાવે વાટ? બડા કઠિન હૈ યમઘાટ...." ગુરુ તત્ત્વવિનિશ્ચયમાંसरणं भव्वजीआणं, संसाराडवि महाकडिल्लमि / मुत्तुणं गुढंअन्नो नत्थि ण होहि नवि य हुत्था // ગુરુ સિવાય મોક્ષમાર્ગ શક્ય નથી. મૂળ ગુણ વિના ગુરુ વાસ્તવિક ન હોઈ શકે. "जह कारूणिओ विज्जो, देइ समाहिं जळाळं जरियाणं / तहु भवजरगहियाणं, धम्म समाहि गुढ देइ // " જેમ વૈદ્ય કરુણાથી ભરેલા હોય, એને પૈસાની પ્રધાનતા ન હોય, રોગીના રોગોને દૂર કરી સમાધિ આપે તેમ શાસનનો સાર સમાધિ છે. ગુરુ ભગવંતો સમાધિ આપનાર હોય છે. પરમાત્મા અને પરમાત્માનું શાસન અત્યંત કરુણાવાળું છે. જેથી છેદસૂત્રમાં ક્યાંય સુધી અપવાદ માર્ગ બતાવી દીધાં કે કોઈ જીવ અસમાધિ ન પામે. માટે જ કહ્યું છે કે બે નવા ન રંતળ્યા આત્માએ પોતાની સમાધિ ગુમાવવાની નથી અને બીજાને અસમાધિમાં નિમિત્ત બનવાનું નથી. માટે ભવરોગને દૂર કરનાર એવા ગુરુની ખોજ કરવી જોઈએ. આપણી ખામી શું છે? આપણને ભવરોગ ભવરોગ તરીકે લાગ્યો છે? જૈન શાસન ભવરોગીના ભવરોગને મિટાવનાર છે. ગુરુપણાના બધા અધિકારો ભોગવવાનું શિષ્યાદિ પાસે મન થાય, પણ શિષ્યાદિ માટે જે ભોગ આપવાનો છે તે આપવાનું મન ન થાયતો વાસ્તવિક ગુરુપણું જ નથી. સૌથી મોટું અને વાસ્તવિક પદ પરમપદ છે. કર્મના ઉદયથી મળતું જ્ઞાનસાર-૩ // 108 Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ પદ તીર્થંકર પદ . તે પદ પણ કર્મ પૂરું થયે અવશ્ય છોડવું જ પડે છે. તેથી કર્મના ક્ષયથી પ્રાપ્ત થતું પદ જ મેળવવા જેવું છે. આ સમજ્યા પછી જીવને વર્તમાનમાં વર્તી રહેલા ભવરોગ પર પ્રથમ પોતાના આત્માની દયા આવે અને પછી પરની પણ દયા આવે. મળેલા ગુરુપદને અંતરમાં છોડવાનું છે અને ગુરુપણું સાર્થક કરવાનું છે. ગુરુકુળવાસને છોડવાનો વિચાર એટલે પોતાના ગુણોને છોડવાનો વિચાર અને દોષોને આમંત્રણ. માછલી પાણી છોડે તો શું થાય? તરફડે અને મરે. તે જ રીતે ગુરુકુળવાસ છોડે તો શું થાય? ગુરુ રક્ષાની વાડ જાતે જ ભાંગી નાખે. માત્ર ગુરુની જ નહીં પણ શક્તિ પ્રમાણે આખા ગુરુકુળવાસની સેવા કરવાની છે. ભવ પ્રત્યેનો રાગ છૂટે નહીં ત્યાં સુધી ગુરુકુળવાસ છોડાય નહીં. જે ગુરુની સેવા કરતાં હોય તેવાઓની ઈર્ષ્યા નહીં પણ તેઓની સેવા કરવાનો લાભ પણ કેટલો મોટો છે? ગુણ દષ્ટિ કેળવીને રહેવાનું છે. બધા ગુણોમાં સમ્યગ્ગદર્શન મુખ્ય છે. તેના વિના નવકારના આઠે પદ નકામા પાંચ મહાવ્રતોની પણ એના વિના મહત્તા નથી. આત્માને પોતાના ભવરોગ પર દયા આવે તો સમજવું કે સમ્યગુ દર્શન છે. ગુરુ પ્રત્યેનું બહુમાન નથી અને ગુરુને વહાલા બનવું છે. તેથી ઈર્ષ્યાદિ થાય છે. ગુરુના વહાલા નથી બનવાનું પણ ગુણને વહાલા બનાવવાનાં છે. ગુણ પ્રત્યે બહુમાન નથી તેથી મારા-તારામાં પડી જવાય છે. આ બધા સાધક આત્માઓ વિશિષ્ટ પ્રકારના ગુણોને ધારણ કરનારા છે એવું દેખાઈ જાય તો બહુમાનભાવ આવ્યા વિના ન રહે. સાધકમાં રહેલા ગુણોની ભક્તિ દ્વારા વિશિષ્ટ ક્ષયોપશમ પેદા થાય તો જગત ગુણોથી ભરેલું દેખાશે. "જગત મેરા ગુરુ - 2 જગત કા ચેલા, મિટ ગયા વાદ વિવાદકા ઘેરા." (પૂ. આનંદઘનજી મ.) જ્ઞાનસાર-૩ || 109 Page #111 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ બદલાઈ જાય તો થોડા કાળની અંદર ઘણું મેળવી શકાય છે. શાસનને તત્ત્વથી સમજવામાં આવે તો મોક્ષમાર્ગ દૂર નથી. માટે મનને સ્થિર કરવાનું છે. મિથ્યા માન્યતાને ફગાવી દેવાની છે. જેટલી સર્વજ્ઞની માન્યતા દઢ તેટલી મનની સ્થિરતા વધુ. અજજા સાધ્વીને ગરમ પાણીથી કોઢ થયો એવી માન્યતા થઈ. કેટલાયને આ વાતથી અસ્થિર બનાવ્યા પણ એક સાધ્વી મ. દઢ હતા. સર્વજ્ઞા ભગવંત રોગ થાય એવી કોઈ વાત બતાવે જ નહીં. એમની દઢતાથી સ્વભાવ દશામાં જતાં એમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ઉસૂત્ર પ્રરૂપણા જેવું બીજું કોઈ પાપ નથી. મારા કર્મના ઉદયથી જ રોગ આવે માટે તે કર્મરોગને નિષ્ફળ કરવાનો ઉપાય સર્વજ્ઞ વચનના પાલનરૂપ આરાધના જ છે. માટે જ તે વચન બતાવનાર આલોક અને પરલોકમાં હિત કરનાર ગુરુને છોડવા ન જોઈએ. એવા ગુરુને સુશિષ્ય છોડવા ન જોઈએ. સુગુરુનો ત્યાગ ન કરવાથી સાધુ સ્થિર થાય છે. સંસારમાં અસ્થિર થયેલા આત્માએ અહીં આવી મનથી સ્થિર થઈ અને પછી આગળ વધવાનું છે. મિથ્યાત્વની બધી માન્યતાઓ ફગાવી દેવાની છે અને સર્વજ્ઞની માન્યતાઓને મન દ્વારા દઢતાથી સ્વીકારવાની છે. જિનવચન પર અપૂર્વશ્રદ્ધા નહોવાથી આપણને વિકલ્પો આવે છે. ગુરુ શિષ્યનું હિત થાય એવી શિખામણ શાસ્ત્રના આધારે આપે. શિષ્ય ભૂલ કરે તો એને ઠપકો આપવો જોઈએ. એમાં કંટાળવું ન જોઈએ. શિષ્યને અહંના કારણે વારંવાર સાંભળવામાં માન નડે તેથી એને સાંભળવાનો કંટાળો આવે. 0 ગુરુ શિષ્યને શિક્ષા બે પ્રકારે કરે. (1) જિનવચન દ્વારા હિતશિક્ષા આપે-તે રીતે ન વર્તે તો દંડ પણ આપે. (2) ઠપકો આપીને પણ સુધારે. જ્ઞાનસાર–૩ || 110 Page #112 -------------------------------------------------------------------------- ________________ સંયમમાં જેને જે જરૂરિયાત હોય તે મેળવી આપે. ઉપગ્રહકારી બને. જે વસ્ત્રાદિ શિષ્યને પૂરા પડે, સારણાદિ કરે તે ગુરુ ઉભય લોકમાં હિતકારી બને. ગુરુની ચતુર્ભગી - (1) આ લોકમાંહિતકારી-પરલોકમાં નહીં (ર) પરલોકમાંહિતકારી –આલોકમાં નહીં (3) આલોક અને પરલોકમાંહિતકારી નહોય. (4) આ લોક અને પરલોક બંનેમાં હિતકારી હોય. ગચ્છાચાર પનામાં કેવા ગુરુને છોડવાનાં છે તે વાત બતાવી છે. ભગવાનની આજ્ઞા મુજબ ગુરુ વર્તતા ન હોય તો વિધિપૂર્વક ગુરુને છોડવાનાં 1) સ્વચ્છેદાચારી ભગવાનની આજ્ઞાને નિરપેક્ષ રીતે પોતાની ઈચ્છા મુજબ આરાધના કરનાર હોય. 2) દુરાચારીઃ પંચાચારને ઓળંગનાર હોય - એનાથી વિરુદ્ધ કાર્ય કરનાર હોય, ઉભટવેષ ધારણ કરનાર, વિપરીત ક્રિયા કરનાર, આવશ્યકને ગૌણ કરનાર હોય. સાધુએ માંડલીમાં પ્રતિક્રમણ કરવાનું છે. શાસનનું વિશિષ્ટ કાર્ય ન હોય તો ગુરુએ પણ માંડલીમાં આવીને પ્રતિક્રમણ કરવાનું છે. આચાર વિપરીત થાય તો પછી પ્રરૂપણા પણ વિપરીત કરવા માંડે. 3) આરંભાદિમાં રક્ત હોયઃ પૃથ્વીકાયાદિનો આરંભ કરતાં હોય. દેરાસર બાંધવા માટે સાધુએ ફકત ઉપદેશ આપવાનો છે. શ્રાવકોનું દર્શન શુદ્ધિનું કર્તવ્ય છે. દહેરાસર કરવું જોઈએ. આટલો જ ઉપદેશ આપવાનો છે. દહેરાસર માટે પણ આરંભ-સમારંભ નથી કરવાનો. તો પછી ઉપાશ્રયાદિ કરવાની વાત કયાં આવે? નામના આદિનો મોહ આ બધું કરાવે છે. જ્ઞાનસાર-૩ || 111 Page #113 -------------------------------------------------------------------------- ________________ દહેરાસરનું ખાતમુહૂર્ત પણ જૈન સાધુથી ન અપાય. જ્યોતિષ મુહૂર્ત કાઢી આપે પછી તે મુહૂર્ત બરાબર છે કે નહીં તેની ચકાસણી કરી અપાય. સાધુ આ બધામાં ભાગ લે તો તેના સ્વાધ્યાય સંયમાદિ સદાય. તે જ્ઞાન-દર્શન–ચારિત્રાદિની પુષ્ટિમાં ભાગ લે. લોકની અભિમુખ થયેલા સાધુને પારાવાર નુકશાન થાય છે. ઉપાશ્રયમાં સ્નાનાદિ કરે, લાઈટ-પંખા વિ.ની વિરાધના કરે, માઈક વાપરે, લોકોની શરમ રાખ્યા વિના આત્માને બચાવી લેવાનો છે. બાહ્ય પ્રવૃત્તિઓથી જેટલાનિવૃત્ત થવાય તેટલું બચી શકાય. જે આત્મરક્ષા કરે તે શાસન પ્રભાવક બની શકે. સ્વની આરાધના કરનાર સર્વની આરાધનામાં નિમિત્ત બને છે. સ્વોપકાર કરવો એટલે જિનાજ્ઞાને શક્તિ - સંયોગાનુસાર પોતે પાળવાની છે. મુહપત્તિ–રજોહરણ - કપડા વગેરેનો ઉપયોગ હવા ખાવા માટે નથી કરવાનો. નહિતર ઉપકરણ એ અધિકરણ બની જાય. કછુઆ છાપ અગરબત્તીનો મચ્છર ભગાડવા માટે ઉપયોગ કરાય તો અગ્નિકાયની વિરાધનાનો દોષ લાગે છે. છકાયમાં અગ્નિકાયની વિરાધના વધુ ભયંકર છે. પીઠ ફલક શેષ કાળમાં પાટ વગેરેનો ઉપયોગ કારણ વિના આચાર્ય ભગવંતથી પણ ન થાય. આલોચના ન કરે, વિકથા કરનાર એવા ગુરુને સેવવાની જ્ઞાનીઓએ ના પાડી છે. કાચા પાણીનો ઉપયોગ કરનાર, અગ્નિકાયનો વિરાધક અને બ્રહ્મચર્યનોવિરાધકનેમિથ્યાદષ્ટિ છે. કેમકે તે મૂળવ્રતમાં ભાંગો લગાડનાર છે. સ્વમાં રુચિનો પરિણામ થવો તે જ સમ્યક ચારિત્ર છે. અર્થાત્ આત્મગુણોને અનુભવવા માટે જ વ્યવહાર ચારિત્ર છે. તે ગુણોને જાણવાનાસ્વીકારવાના છે. તે ગુણો આગમ દ્વારા જણાય છે. આગમ ભણવા માટે ગુરુની જરૂર છે. માટે ગુરુની પરીક્ષા કરીને ગુરુને પસંદ કરવાના છે. આગમના રહસ્યો ગુરુની પાસે છે. તે રહસ્યોને પમાડવાની ચાવી ગુરુ પાસે છે. માટે યોગ્ય બની, જ્ઞાનસાર-૩ || 112 Page #114 -------------------------------------------------------------------------- ________________ વિનમ્ર બની ગુરુની સેવા કરીએ તો તેઓની પ્રસન્નતાથી પ્રવચનના રહસ્યને પામી શકાય તે માટે જ તત્ત્વવેતા ગુરુની જરૂર છે. પ્રમાદી શિષ્ય હોય, અથવા ગચ્છ પ્રમાદી હોય તો ગુરુએ તે બધાને છોડવાના છે. કેમ કે પ્રમાદીને પાસે રાખવામાં મહાનદોષ છે.જેમ એકબગડેલી કેરી સાથે રહેલાને પણ બગાડ તેથી તે ચેપ આગળ ન વધે તેથી બગડેલાને છોડી દેવાનું કહ્યું છે. સંસારના બહુમાનને તોડવાનો એક જ ઉપાય જિન પર અને જિનાજ્ઞા પ્રત્યે બહુમાનભાવ. ગુરુકૂળવાસ સેવ્યો હોય તો ગુરુ પ્રત્યે તેમની આજ્ઞા પ્રત્યે બહુમાન સેવ્યું હોય તો તે પરિપક્વ બની શકે. આગમના રહસ્યોને તે તે પ્રમાણે અનુભવી શકે. | સર્વજ્ઞ ભગવંતે જે કહ્યું છે અને તેઓના માર્ગે જે ગુરુ ભગવંતો ચાલી રહ્યાં છે. તેઓ જે કહેશે તે પ્રમાણે અત્યંત શ્રદ્ધાપૂર્વક કરવાથી જ મારું કલ્યાણ થશે એવું અંતરમાં બેઠેલું હોય તે માટે પહેલા આપણને આપણા આત્મા પર બહુમાન હોવું ઘટે તો જ આત્માના કલ્યાણ માટે ગુરુ જે કહે તે કરવા તૈયાર થઈ જઈએ. મારો આત્મા આટલા બધા ગુણોથી ભરેલો છે એવું બહુમાન આવે તો પછી તેને પ્રગટ કરવાનો પ્રયત્ન થાય. ગુરુમાં સતત ગુણની શોધ અને દોષોનો રોધહોય. પર પર્યાયને પકડો તો મોહ વૃદ્ધિ પામે અને આત્મદ્રવ્યને પકડો તો ગુરુ તત્ત્વદષ્ટિથી શિષ્યને જીવ તરીકે જોનારા હોય. સામેનો જીવ પોતાનામાં સત્તાથી પડેલા સિદ્ધત્વને પ્રગટ કરવા માટે અહીં આવેલ છે. વર્તમાનમાં તે સિદ્ધત્વને અનુભવવા વડે અને ભાવિમાં પૂર્ણ થવા માટે અહીં આવેલો છે. ગુરુ તત્ત્વદષ્ટિ દ્વારા મોહને ચૂરનારા હોય. જેમ ચંડકૌશિકની દષ્ટિ જ્ઞાનસાર-૩ || 113 Page #115 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પડે ત્યાં બધું ભસ્મીભૂત કરે. કેમકે તે દષ્ટિ વિષયુક્ત હતી. જ્યારે ગુરુની તત્ત્વમય અમૃત દષ્ટિ જ્યાં પડે ત્યાં અર્થાત્ શિષ્યમાં રહેલા મોહને સમૂળગો નાશ કરનારી હોય. શિષ્યનું હિત કઈ રીતે થશે તેને હિતબુદ્ધિથી વિચારી તે કેમ આગળ વધે તેના જ પ્રયત્નમાં લાગેલા હોય. ગુરુએ કષાયમુંડન કર્યું હોય તેથી તત્ત્વ દ્વારા શિષ્યને પણ ઉપશાંત બનાવનારા હોય. 1 ગુરુના ત્રણ કાર્ય - (1) શિષ્યના દોષોને દૂર કરવા સહનશીલતા કેળવે. (2) શિષ્યનાદોષોને દૂર કરી તેને સુધારનારા હોય (3) શિષ્યન જ સુધરે તો ગુરુ તેની ઉપેક્ષા કરે-કરુણાદષ્ટિધરનારા હોય. જેનું ચિત્ત ઉપશાંત હોય તે જ વિવેકને ધારણ કરી શિષ્યના દોષોને શોધી શકે અને પ્રશાંતભાવથી તેને સુધારી શકે. યોગ્ય કાળે યોગ્ય શબ્દો દ્વારા ઉપાલંભદ્વારા શિષ્યને સુધારે. ગુરુ મૈત્રાદિ 4 ભાવનાઓથી ભાવિત હૃદયવાળા હોય. તેથી જે કાળે જે વર્તાવ કરવાનો હોય તે સહજ રીતે થઈ જાય. ભાવના સમતાનું કારણ છે. સાધક સાધ્યમાં રમતો ન હોય તો તે સાધ્યથી વેગળો બની જાય છે. આપણી સામે સાધ્યનું લક્ષ નથી તેથી સાધના ફળતી નથી. આત્મા સાથે સદા રહેનારો ક્ષાયિક ભાવ આપણું સાધ્ય છે. તેને પામવા વર્તમાનમાં સાથે રહેલો કર્મજન્ય ઔદયિકભાવનો ત્યાગ કરવાનો છે. સ્વરૂપમાં સ્થિરતા એ સાધ્ય વર્તમાનમાં આપણી પાસે હોવું જોઈએ. વર્તમાનમાં ક્ષાયોપથમિક ભાવે જે ગુણ છે તે વધુ વિકસતો જાય, ઉત્તરોત્તર વધુ વિશુદ્ધ થતો જાય અને અનુભવના લક્ષ સુધી પહોંચી જાય. મોહથી જેમજેમ છૂટતો જાય તેને સ્વને અનુભવતો જાય. વિશુદ્ધતર ભાવમાં આવતો જાય. પણ તે માટે મોહના ઉદયને પકડતાં આવડવું જોઈએ. તેને ન જ્ઞાનસાર-૩ || 114 Page #116 -------------------------------------------------------------------------- ________________ કાઢીએ તો વિશુદ્ધ થયેલા ગુણોમાં પાછા આવરણો લાગતા જાય. સાધ્ય બે પ્રકારે વર્તમાનમાં (1) અનંતર સાધ્ય અને (ર) પરંપર (પૂર્ણતા) સાધ્ય. આ બે સાધ્ય સતત લક્ષમાં રહેવા જરૂરી છે. તે ક્ષાયોપથમિક ભાવ દ્વારા જ પામવાના છે. એ લક્ષમાં રાખીને સાધના કરવાની છે. વર્તમાનમાં આપણે જે સાધના કરી રહ્યાં છીએ તપ સ્વાધ્યાય વિ. તેમાં પણ મોહનો પરિણામ ચાલી રહ્યો છે. દા.ત. મેં આટલી ગાથા કરી. તે મોહનો પરિણામ છે. વર્તમાનમાં ગાડરિયો પ્રવાહ જ ચાલુ છે. અનુષ્ઠાનમાં જ ધર્મ છે. તેમ જ માની રહ્યાં છીએ પણ તે ધર્મ નથી ધર્મને પ્રાપ્ત કરવાના સાધન છે. ગુરુને પણ છોડવાનાં છે પણ આત્મામાં જે તત્ત્વોનો પ્રકાશ ગુરુ પાસે છે તેને આપણે જોતાં-જાણતા થઈએ તે માટે જ આપણે ગુરુની ઉપાસના કરવાની છે. "પ્રવચન અંજન જો સશુરૂ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેર સમાન." (પૂ. આનંદઘનજી મ) માટે જ ગુરુને નહીં પણ સદ્ગુરુને પકડવાનાં છે. સદ્ગુરુ પોતે તત્ત્વને અનુભવી તેના સાર રૂપ (અર્ક) તેનું અંજન યોગ્ય આત્મામાં કરે તો તે તત્ત્વરૂપ મહિમાને જાણી શકે - પામી શકે. પાંચ જ્ઞાનના ભંડારને સદ્દગુરુ ખોલી આપે છે. ત્યારે તેની તીવ્ર રૂચિ આત્મામાં જાગી જાય અને પાંચનિધાન પામવા માટેનો પુઢષાર્થ કરવા માંડે. જેને ફૂલની શય્યા પણ ખૂંચતી હતી તે શાલિભદ્રને પણ આ ભંડારનો લોભ જાગ્યો તો ધગધગતી શિલાએ સંથારો કર્યો. જીવને અચરમાવર્તમાં જડ પ્રત્યે તીવ્ર રાગ હોય તેથી તેના મમત્વને જ્ઞાનસાર-૩ // 115 Page #117 -------------------------------------------------------------------------- ________________ કારણે ભય વધુ રહે અને સમતા ગાયબ થઈ જાય.ચરમાવર્તમાં આવતાં જડનો રાગ તૂટતાં તે અભયપણાને પામે, મુક્તિ પ્રત્યેનો દ્વેષભાવ ચાલ્યો જાય તેથી જીવનમાંથી ખેદની ધારા ચાલી જાય. ગુરુએ પણ શિષ્યનો રાગ કરવાનો નથી તો જ ઔચિત્ય વ્યવહાર જળવાઈ શકે. ગુરુ આ આત્મદળ કેવું છે? તેનામાં શું ખામી છે? શું ખૂબી છે? તે જોઈખૂબીને બહાર લાવવાનો પ્રયાસ અને ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે. સંયમ જીવનમાં નિર્દોષ એવા કિંમતી નહીં પણ સાદા વસ્ત્રો પહેરાય. રત્નકંબલ પરના રાગથી તો આખો દિગંબરમત નીકળ્યો. દ્રવ્ય પરની મૂચ્છ એ જ પરિગ્રહ છે. શ્રાવકવિવેકવાળો હોય સાધુને સંયમમાં સહાયક થાય. તો જ તે શ્રાવક સાધુનો માબાપ કહેવાય. સાધુને અચેલક કહ્યા. કારણ સ્વ પર રાગનું કારણ ન બને. ગૃહસ્થ ફાટેલા કપડા ન પહેરે. કેમકે એને વહેવારમાં રહેવાનું છે. તે જ રીતે સાધુ પણ ફાટેલાને સીવેલા કપડા ન પહેરે. વરસાદનું પ્રથમ પાણી નળિયા પર પડે તે પાણી અચિત્ત હોવાથી તેનાથી કપડાનો કાપ કાઢી લે. આચાર્ય ભગવંત સશક્ત - દેખાવડા અને તત્ત્વને સમજાવનારા હોય. મહાપ્રભાવશાળી હોય. તત્ત્વથી શિષ્યને જુએ, સંબંધથી નહીં. પોતે ઉપશાંત હોય પરને પણ ઉપશાંત કરે. અપૂર્વ વાત્સલ્યને ધરનારા હોય, સ્વપરના હિતમાં રક્ત હોય તેથી જીવનમાં સમાધિ પ્રસન્નતા હોય. જીવનમાં તપન કરી શકે તો ચાલે, કદાચ બુદ્ધિ ઓછી હોય તો પણ ચાલે પણ સરળતા ગુણ વિના ન ચાલે. સરળ બનવું જ અતિ કઠિન છે. સરળતા એ સિદ્ધનો ગુણ છે. કંઈક ખોટું થશે તો સરળ જીવને પશ્ચાતાપ થશે. નિર્દોષભાવે પોતે જે કાંઈ ખોટું કર્યું હોય એ કહી દેશે. આ જીવો ભવસાગર તરવા માટે લાયક છે. તેથી જ સત્યવ્રતનું પાલન પાંચ મહાવ્રતોમાં સૌથી કઠિન છે. જગત આખાને સારા દેખાવું છે પણ સાચા બનવું નથી. સાચા બનવું તે જ વીરતા છે. જ્ઞાનસાર-૩ // 116 Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મગુણોને પ્રગટ કરવા પુરુષાર્થ કઈ રીતે આદરવો તે જાણકારી માટે ગુરુની જરૂર છે. આત્માના સ્વભાવની વિરુદ્ધ જે જે વિકલ્પો આવે છે તે દૂર કરવા ગુરુ પાસે નિવેદન કરવાનું છે. ૫૦,૦૦૦કેવલીના ગુરુ ગૌતમસ્વામી વીર પ્રભુને નિવેદન કરે છે કે મેં આનંદ શ્રાવકને આટલું અવધિજ્ઞાન ન હોય એમ કહ્યું ત્યારે પ્રભુ વિરે કહ્યુંઃ આનંદ શ્રાવક સાચા છે ત્યારે તૂર્ત જ આનંદ શ્રાવક પાસે જઈ મિચ્છા મિ દુક્કડં કરે છે. કેટલી બધી સરળતા! પ્રભુએ પ્રકાશેલા શુદ્ધ માર્ગને પામવાની ઝંખનાની જરૂર છે. જો અહીં શુદ્ધ માર્ગને અલ્પ પણ આરાધીશું, શુદ્ધનો અનુબંધ પાડશું તો તે જલદીથી સિદ્ધ પદની નિકટ પહોંચાડશે. સરળ જીવ જ ગુણશ્રેણિ ચઢી શકે. સરળતા છે એ જ સમર્પણભાવ છે. સમર્પણ વિના અર્પણતા ન આવે. પૂર્વના કાળમાં૨૦૦૦ શિષ્યોના એક જ ગુરુ-શ્રીહીરસૂરિ મહારાજ કેવા સમર્થ હશે? ધર્મબિંદુમાં કહ્યું છે કે ગુરુ તત્વવેદી હોય. મુનિપણું તત્ત્વનું સંવેદન કરવા માટે છે. તત્ત્વ- અસાધારણને અન્ય કોઈ દ્રવ્યમાં ન હોય તે તત્ત્વબને. તેને વિશેષ કહેવાય. આવા તત્ત્વનો મારે અનુભવ કરવો છે. જિનાજ્ઞા પ્રમાણે ચાલવાથી જ અનુભવનો પ્રકાશ આત્મામાં થાય છે. અલ્પકાળ માટે અનુભવતે દેશવિરતિ અને લાંબા કાળ માટે અનુભવ તે સર્વવિરતિ છે. મહાપુરુષો જે અનુભવથી છલકાયા તેમાં એવી કરુણા વહી ગઈ જે શાસ્ત્રરૂપે છલકાણી.શિષ્ય અનુભવ કરવા માટે જ આવ્યો છે. ગુરુની ફરજ બને છે કે તેને અનુભવ કરાવવો. પણ હમણાં ગુરુને પણ ભાન નથી ને શિષ્યને પણ આ ભાન નથી માટે બધી ધમાલ ચાલે છે. જીવ દ્રવ્ય પ્રત્યે પ્રીતિ પ્રશસ્ત બને ત્યારે કરુણા રૂપે વાત્સલ્યરૂપે વહી જાય. પ્રવચન વાત્સલ્ય એટલે પરમાત્માના પ્રકૃષ્ટ વચનોમાં પોતે નહાતો જાય અને બીજાને પણ તે ધોધમાં નવડાવતો જાય. બીજાના હિત માટે સદા રક્ત હોય. પૂ. પ્રેમસૂરિ મહારાજ દિવસે ટાઈમ ન મળે એટલે રાત્રે શિષ્યોને જ્ઞાનસાર-૩ // 117 Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉઠાડીને કમ્મપયડી જેવા ગ્રંથો ભણાવે. પોતાને પ્રવચન પર વાત્સલ્ય છે માટે આ પ્રવૃત્તિ કરે છે. જો તું આટલું નહીં કરે તો નહીં ભણે તો મારે આટલો ત્યાગ - એમ ભોગ આપવાની વૃત્તિ છે. તેના દ્વારા શિષ્યોને પણ પ્રભુવચનોમાં લયલીન બનાવે. a ગુરુપદની યોગ્યતા માટે જરૂરી ગુણો :(1) સ્વ-પર પરોપકારી હોય તેમ (2) આદેય નામને ધારણ કરનારા હોય. જેથી તેમનું વચન ગ્રાહ્ય બને. (3) અનુવર્તક હોય ગુરુશિષ્યને અનુસરે તેને અનુસરી તેનો પ્રેમ સંપાદન કરી પછી તેનેજિનાજ્ઞામય બનાવે. શિષ્યોના હૃદયને ગુરુજીતી લે, તેના હૃદયમાં ગુરુ પ્રસ્થાપિત થઈ જાય. જો શિષ્યોને બરાબર પમાડે નહીં તો નિતવ આદિ બની શાસનને નુકશાન કરે માટે ગુરુ માર્ગસ્થ એવો અનુવર્તક ગુણ કેળવે. (4) ગુરુ ગંભીર હોય શિષ્યોના ગમે તેવા નાના-મોટા દોષોને પચાવી લે તેવા ગુરુ જ શિષ્યોને સમાધિ અપાવી શકે. (5) ગુરુ અવિષાદિ હોય : સારણા-વારણા-આદિમાં જરા પણ કંટાળે નહીં. કોઈ એક વખતમાં સમજી જાય તો કોઈને વારંવાર સમજાવવું પડે. ત્યાં થાકી ન જવાય. () ઉપશમલબ્ધિવાળા હોય ગમે તેવા ઝઘડા હોય તેને ઉપશાંત કરી પ્રવચન અર્થ વકતા હોય સૂત્રના અર્થને કહેનારા હોય સૂત્રના અર્થને આત્મસાત્ કરનારા અને તેના રહસ્યને પમાડનારા હોય. આ= આગમ, ચર = રમનારા એટલે પંચાચારમાં રમનારા હોય, ચતુર્વિધ સંઘે આચાર્ય ભગવંતને સેવવાના છે. કેમકે તેમની પાસેથી સૂત્રના અર્થના રહસ્યને પ્રસન્નતાથી પામી શકાય માટે. (8) ગુરુપદની અનુશાવાળા હોય? આવા–આવા લક્ષણવાળા ગુરુ જ્ઞાનસાર-૩ // 118 Page #120 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. મુખ્ય ગુણ ગીતાર્થપણું હોવું જોઈએ. (9) છેદસૂત્રના જ્ઞાતા હોય ગમે તેવા પ્રસંગોમાં શિષ્યોની સમાધિ સાચવી શકે. અવસર આવે તો આચાર્ય–ઉપાધ્યાય પણ ગોચરી જાય. વેયાવચ્ચ પણ કરે. (10) નિર્મળ શીલને ધરનારા હોય. (11) ગ્લાનયાવૃત્યક હોય ? જરૂર પડયે શિષ્યની વૈયાવચ્ચ કરતાં અચકાય નહીં. ગ્રાહ્યતા એ આત્માનો સ્વભાવ નથી. તેથી પરને તે ઈચ્છનારો નથી. ગ્રાહ્યતા એ પુદ્ગલનો ગુણ છે. પુદ્ગલના સંગે રહી તે ગ્રહણ કરવાના સ્વભાવવાળો બની ગયો છે. પરને ગ્રહણ કર્યું છે, તેને છોડવું પડશે. કોઈની પાસે પૈસા ઉધાર લીધા હોય તો તેને પાછા આપવા જ પડે છે તેમ. આત્મા નિજગુણમાં રમણ કરવાના સ્વભાવવાળો છે. પુદ્ગલના સંગનો સંપૂર્ણ ત્યાગ એ જ મોક્ષ પછી તે સિદ્ધાત્મા છે પછી એ સદા સ્વમાં જ રમમાણ કરે છે. પોતાના આત્મવીર્યનું પરિણમન સદા માટે સ્વગુણોમાં ચાલુ જ છે. હવે આત્મા ગતિથી લોકાંતે સ્થિર થઈ ગયો. કેમકે અલોકમાં ગતિમાં સહાયક એવા ધર્માસ્તિકાયનો અભાવ છે. અધર્માસ્તિકાય લોકના અંત સુધી જ છે તેથી સિદ્ધના જીવો લોકાંતે સ્થિર થઈ જાય છે. તેમનું આલંબન જે પકડે તેઓ તે સ્વરૂપે બને છે. સિદ્ધો અરૂપી છે. તેનું ધ્યાન ધરતાં જીવો ભ્રમર-ઈલિકા ન્યાયે તે સ્વરૂપને પામે છે. રૂપ પર જે મોહ છે તેનાથી અલિપ્ત થવું પડે. રૂપ એ કચરો છે અસાર છે એવો નિર્ણય થઈ ગયા પછી તે રૂપને પકડતો નથી, જોઈને છોડી દે છે. કેમ કે પોતાના આત્માના અસ્તિત્વના પ્રકાશનું તેને ભાન થઈ ગયું છે. ત્યારે તેની નાભિમાંથી વાણી સરી પડે છે કે અનંતકાળમાં મેં જે પ્રાપ્ત કર્યું હતું તેહે ગુરુદેવ! આપની કૃપાથી મને પ્રાપ્ત થયું છે. મારા આત્માના સ્વભાવ અને સ્વરૂપનો પરિચય થયો છે. હું નાનો નથી, મોટો નથી. હું વર્ણ– ગંધ–રસ - સ્પર્શ - શબ્દવાળો નથી. હું તો નિરંજન - નિરાકાર છું. મારા જ્ઞાનસાર-૩ // 119 Page #121 -------------------------------------------------------------------------- ________________ આત્માની અંદર લોકાલોકમાં પ્રકાશ કરનાર એવો કેવલજ્ઞાન રૂપી સૂર્ય ઝળહળી રહ્યો છે. મારે શું અંધકારમાં અથડાવાનું? ના, હવે મારે કેવલજ્ઞાનને પ્રગટ કરવા પુરુષાર્થ શરૂ કરી દેવાનો છે. સાહસ–શૌર્ય પ્રગટાવવાનું છે. મતિ–શ્રુતજ્ઞાન એ કેવલજ્ઞાનરૂપ સૂર્યની પ્રભા છે. તે પ્રભાનો ઉદય આત્મામાં વર્તશે તો અવશ્ય કેવલજ્ઞાન પ્રગટવાનું જ છે. તે પ્રગટવામાં મોહરાજા વિક્ષેપ કરે છે. મોહરાજા ઉંદરની જેમ મીઠી ફૂંક મારતો જાય ને આત્માના ગુણોને ખોતરતો જાય છે. આત્મા દ્રવ્યની રક્ષાનો ભાવ આવે એટલે મોહને અવશ્ય હટવું જ પડે. મોહરાજાને હટાવવા જ પરમાત્માના કલ્યાણકની આરાધના ઉજવણી કરવાની છે. જન્મ કલ્યાણક એ સ્વ અને પરને માટે સુખનું કારણ છે. જન્મમરણના સદા માટે તાળા. દુઃખનું કારણ જન્મ છે. જગતના જીવોને પરમાત્મા અજન્મા બનવાની સાધના બતાવે છે. તે માટે ષકાય જીવોની રક્ષા જરૂરી. આપણે પણ તેઓનું અવલંબન લઈ તેમના જેવું બનવાનું છે. પૂર્ણ જયણા માટે સાધુપણું નહિતર શ્રાવકપણું સ્વીકારવાનું છે. ક્રોડ ભવ મનુષ્યના પસાર થાય અને સાધુપણાની પ્રાપ્તિ થાય તો પણ હું આત્મા છું અને શરીરથી ભિન્ન છું એવો વિવેક પ્રાપ્ત થવો દુર્લભ છે. (જ્ઞાનસાર) સ્વ અને પર–અભિનતાનું ભાન થાય તો આખા સંસારથી ભિન્ન થઈ જવાય. દેહ એ જ આત્મા. આ ભ્રાંતિ જ જીવને સંસારમાં રખડાવે છે. દેહ જો ભિન્ન છે તો બીજું બધું તો ભિન્ન છે જ. શરીરમાં આત્મ બુધ્ધિ આવે તો તેને પખંડની જરૂર પડે છે. એ ભ્રાંતિ તૂટે પછી એકે ય વસ્તુની જરૂર નહીં. આ ભ્રાંતિ ગુરુના પ્રભાવે તૂટે. ભ્રાંતિ તૂટે પછી તો ષખંડ છોડવા ય સહેલા થઈ જાય છે. કેવલીને શરીર બળે તો પણ કાંઈ વિશેષતા નથી. જ્ઞાતાભાવે જોઈ રહે છે. તેમાં હર્ષ-શોકઆદિ કોઈ લાગણીઓ ભળતી નથી. કેમ કે જાણે છે કે જે જ્ઞાનસાર–૩ || 120 Page #122 -------------------------------------------------------------------------- ________________ પર છે તે બળે છે, મારું છે તેને કોઈ બાળી ન શકે. જ્યારે આત્માની સંપત્તિને તેનું અર્થીપણું દેખાશે ત્યારે એ શરીરને જેટલું આત્મગુણોમાં સહાયક બને તેટલું જ આપશે. બાધક બને તેવું સ્વાદ માટે ન ખાય. શરીરને શાતા નહીં પણ સમાધિ રહે તે રીતે ઉપયોગપૂર્વક આરાધના કરવાની છે. સમાધિ ન રહે ને આર્તધ્યાનનું કારણ બને તો વિવેક રહિત થાય. માટે બધું જ વિવેકપૂર્વક કરવાનું છે. સમાધિન રહે તો તે તપ પણ કર્મબંધનું કારણ બને છે. ગુરુની આજ્ઞા બહાર કરે એ શિષ્ય અસમાધિમાં જ છે. પોતાને જે ભાવ થાયતે ગુરુ પાસે વ્યકત કરે અને પછી ગુરુજે પ્રમાણે કહે તે પ્રમાણે કરે. ગુરુનું વચન એ જ મહામંત્ર સ્વરૂપ છે. ગુરુની વાતમાં નિર્વિકલ્પ બને તો તપસહજ બને. નહિતર તપને ભાંગે છે. માટે ગુરુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા અને સમર્પણ જોઈશે. પોતાની બુધ્ધિ અને શક્તિ પર મોહ હોય તો શિષ્ય આગળ વધી શકતો નથી. આથી શિષ્ય આગળ વધવા માટે બુધ્ધિને ઘરે મૂકીને આવવું. જો ગુરુની વાતમાં વિકલ્પો હટયા તો મિથ્યાત્વના પડળો ખસી જાય તેને આનંદ પ્રવર્તે કે ગુરુએ મારા પર કેવી કૃપા કરી તેમના ગુણો પર બહુમાન થાય અને સ્વમાં રહેલું ગુરુપણું પ્રગટ થાય. હૃદયમાં ભવનો ભય હોય તો બચવા માટે દેવગુરુને શરણે જવાય. પ્રભુ પાસે માંગણી કરવાની કે હું સંસારમાં ક્યાંય ભટકું નહીં માટે મને સદગુરુનો યોગ કરાવી અને આ ભવમાં અખંડ રીતે તેમના વચનની સેવા કરું એવી મને શકિત આપ. શિષ્ય પોતાનું વ્યકિતત્વ ગુરુમાં સમર્પણ કરી દે તો આત્માની અનુભૂતિ કરી શકે છે. ગુરુ ભલે શિષ્યને છોડે પણ શિષ્ય કદી પણ ગુરુને ન છોડે. એકલવ્યને ગુરુએ ન ભણાવ્યો તો પણ ગુરુની પ્રતિમા બનાવી તેની સાક્ષીએ ધનુર્ધારિ બન્યો. આત્માનો જ્યારે ક્ષાયોપથમિક ભાવ ક્ષાયિક બની જાય ત્યારે ગુરુનો જ્ઞાનસાર-૩ // 121 Page #123 -------------------------------------------------------------------------- ________________ પણ ત્યાગ કરી દેવાનો છે. આપણે જ્યારે સાધના કરીએ છીએ ત્યારે આપણને સાધના–સાધ્યનો બરાબર ખ્યાલ આવવો જરૂરી છે. દા.ત. ગુરુ પણ સાધન છે, આગમ પણ સાધન છે. મોહને જીતવાનો છે આ વાતનો જો બરાબર ખ્યાલ આવે તો સાધકકદી પણ સાધનામાં અટવાય નહીં. ગુરુનો સંબંધ પણ સંયોગ સંબંધ છે. તાદાભ્ય સંબંધ નથી. એટલે ગમે ત્યારે તો છૂટી જ જવાનો છે. મોટા ભાગે જીવો સાધનામાં અટકી પડે છે. શિષ્ય જો ગુરુને સમર્પિત થાય તો ગુરુ પોતાની પાસે હોય તેનાથી અધિક શિષ્યને આપી દે. દા.ત. મૃગાવતી-ચંદનબાળા, મહાવીર પ્રભુ–ગૌતમસ્વામી, માસતુષ મુનિ વિગેરે. મૃગાવતીજી ચંદનબાળાના શિષ્યા હતા પણ સંસારી પક્ષે માસી હતા. ચંદનબાળાને પોતાની પાસે ખૂબ સારી રીતે રાખ્યા હતા. રાજરાણી હતાં, છતાં ક્યારેય તેમના પર માન સવાર થયો ન હતો. ગુણી તરીકે તેમના હૃદયમાં બહુમાન હતું. ગુરુણીને તેઓ દુઃખી જોઈ શકતા ન હતા. આથી જ જ્યારે વિરપ્રભુના સમવસરણમાં સૂર્ય-ચંદ્ર મૂળ સ્વરૂપે આવ્યા ત્યારે પોતાને રાત પડી ગઈ તેનો ઉપયોગ ન રહેતા ગુરુણીએ તેમને કહ્યું: હે કુલીન આર્યા! તમને મોડું આવવું ન શોભે ત્યારે તેમણે દલીલ ન કરી કે સૂર્ય ચંદ્ર અહીં હતા. તેમના પ્રકાશમાં ખબર ન પડી. પણ તેમને ભારે પશ્ચાતાપ થયો કે મેં મારા ગુરુણીને દુઃખી કર્યા. આમ તેમણે સતત માનને તોડી ગુરુણી ઉપર બહુમાનભાવ કેળવ્યો હતો. આથી ચંદનબાળા કરતાં તેમને કેવલજ્ઞાન પહેલા થયું. ગુરુને પણ કેવલજ્ઞાનમાં નિમિત્ત બન્યા. માસતુષ મુનિએ 12 વર્ષ સુધી મારુષ–માતુષની સાધના કરી. આ મંત્રને ગોખતાં ગોખતાં પણ તેને ભૂલી જતાં માસતુષ શબ્દ રહી ગયો. પણ તેનો અર્થ જાણતા હતા તેથી તેના પરિભાવનમાં રહ્યાં. ઘણાએ તેમની મશ્કરી કરી. આટલું ય યાદ નથી રહેતું? છતાં જરા પણ ગુસ્સો ન કરતાં. ગુરુએ જ્ઞાનસાર–૩ // 122 Page #124 -------------------------------------------------------------------------- ________________ આપેલ મંત્ર જ મને તારશે એવી અપૂર્વ શ્રધ્ધા હતી. તેમણે પણ પોતાના માનકષાયને સતત તોડ્યો હતો તેથી ગુરુ કરતાં પહેલાં તેમને કેવલજ્ઞાન થયું. ગૌતમસ્વામી વીર પ્રભુને કેવા સમર્પિત હતા ? ચાર શાનના ધણી હોવા છતાં ક્યારેય જ્ઞાનનો ઉપયોગ નથી મૂકયો. જયારે શંકા પડે ત્યારે પ્રભુ વિરને પૂછતાં આ સમર્પણ ભાવથી ગુરુએ તેમને પોતાના કરતાં અધિક પ્રદાન કર્યું. 50,000 કેવલીના ગુરુ બનાવી દીધા. આમ જે શિષ્ય ગુરુ પાસે પોતાનું માન તોડે, તે ત્રણ લોકમાં અવશ્ય પૂજનીય બને. માટે જ કહ્યું છે કે- લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર. ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનો ભાવ છે પણ તે જ્ઞાનને માન તોડવા માટે આત્મામાં પરિણમાવવાનું લક્ષ નથી તો કલ્યાણ શી રીતે થાય? યોગ્ય જીવ ગુરુની પરમ કૃપા વડે જ્ઞાન રૂપી અમૃતના આસ્વાદને માણતો થકો પરમ સમાધિને પામે છે. જગતમાં વિષયનો આસ્વાદ મળે છે. વિષ જેવાતે આસ્વાદને છોડવા માટે ગુરુ પાસે રહેવાનું છે. તે ગુરુકૃપા વડે જ શકય બને. આથી જ ગુરુ પાસેથી મળતી પ્રતિકૂળતામાં પણ તેને આનંદ આવે. ચંડરુદ્રાચાર્યે વિના કારણે ગુના વગર શિષ્યને દંડામાર્યા. શિષ્ય પોતાની ભૂલ ગણી તે સ્વીકારી લીધી તો તેઓ કૈવલ્યલક્ષ્મીને વર્યા. આથી હૃદયમાં એટલું હોવું જોઈએ કે ગુરુ ભગવંત મને જે પણ કહેશે, કડક શબ્દોથી બધા વચ્ચે કહે કે મીઠાશથી કહે બધું અવશ્ય મારા હિત માટે જ છે. હું દોષોનો પૂંજ છું, તે દોષોને કાઢવા માટે ગુરુ મને કહી રહ્યાં છે. ગુરુને આપણી ચિંતા કરાવવી તે આપણા જીવનની નિષ્ફળતા છે. ગુરુને હું બધી રીતે કેમ અનુકૂળ રહું? તેવી શિષ્યની ભાવના હોય. આથી તે ગુરુથી જુદા પડવાનું સ્વપ્નમાં પણ ન વિચારે. ગુરુ ક્યારેક બીજે જ્ઞાનસાર-૩ || 123 Page #125 -------------------------------------------------------------------------- ________________ જવાની આજ્ઞા કરે તો સહર્ષ સ્વીકારે પણ જવાનો ભાવ ન હોય. જેવું કાર્યપતે કે તરત જ ગુરુ ચરણમાં પાછા આવી જાય તો તે વખતે પણ ગુરુ તમારી સાથે જ છે. ગુરુથી દૂર ગયા તો પણ જો સ્વાર્થ વિના ગુરુનો વાસ હૃદયમાં છે તો ગુણોનો વાસ છે. ગુરુથી દૂર રહેવાની વિનંતિ આવે તો ગુરુ બે રીતે જવાબ આપશે. માનશે એમ લાગે તો કહેશે મારી આજ્ઞા છે. પ્રસંગે પૂર્ણ થયે જલદીથી આવી જશો. નહીં માને એમ લાગે તો કહેશે તમારી અનુકૂળતા પ્રમાણે કરો. ગુરુકુળવાસના સેવનથી જ્ઞાનાવરણીયનો સતત નાશ થાય.ગુણ પ્રત્યે અને ગુરુ પ્રત્યેના અહોભાવના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય અને જ્ઞાન આત્મામાં પરિણમન પામે તે માટે રહેવાનું છે. કદાચ ગુરુ ન પણ ભણાવી શકે તો પણ ગુરુ પ્રત્યે ઉગ ન થાય. ગુરુકુળવાસમાં ગુરુને સતત શિષ્યોની કાળજી હોય. સ્વાધ્યાય પરાવર્તન કરવાની વૃત્તિ હોવી જોઈએ. આત્મસાત્ એવું કરે કે ગુરુ પ્રસન્ન થઈને વધારે આપે. શિષ્ય નવરો બેસે જ નહીં. જ્ઞાનનો ભાગી બને. તેના ફળ સ્વરૂપે સમ્યગદર્શન નિર્મળ થાય કારણ કે તેનો આધાર જ્ઞાન છે. એક તત્ત્વથી બીજું તત્ત્વ સમજાય. 1-1 તત્ત્વથી અપૂર્વ શ્રધ્ધા વધતી જાય અને શ્રધ્ધાથી ચારિત્ર સારી રીતે પાળી શકે. અપવાદોનું સેવન કરવા જલદીથી તૈયાર ન થાય.જેમ જેમ સમ્યગદર્શન નિર્મળ થતું જાય તેમ તેમ ચારિત્રની દઢતા આવે, પરિષહ-ઉપસર્ગને સહન કરે. ભણી ગણીને તૈયાર થાય.૧–રશિષ્ય થઈ જાય પછી ગુરુ કંઈ કહે તો નગમ ગુરુથી છૂટા પડવાનું મન થાય. આત્મકલ્યાણ કરવા માટે આવ્યો છું એ બરોબર ખ્યાલમાં હોય તો જુદા પડવાનું મન ન થાય. ગુરુને શિષ્યોના કારણે છોડ્યા તો તે જ શિષ્યો દ્વારા વધારે અપમાન થશે. એના કરતાં ગુરુ દ્વારા થતું અપમાન સહન કરવું સારું. મોહબધે જ નડે છે સાધનાને ખતમ કરી દે છે પાછા વળવામાં પણ માન કષાય નડે છે. જ્ઞાની ભગવંતોએ મુમુક્ષુ આત્માઓ માટે જબધું કહ્યું છે. તું હવેચેતી જા. જ્ઞાનસાર-૩ || 124 Page #126 -------------------------------------------------------------------------- ________________ પખંડનું રાજ્ય પણ છોડીને આવે પણ જે આત્માને તત્વજિજ્ઞાસા હશે અને તેને મેળવવા માટે જે કુશળ હશે અને તેના માટે જે અપમાનો પણ સહી શકશે તો મેળવી શકશે, નહિતર બહારનું જ મેળવવા ગુરુ પાસે રહીને ગુરુની આજ્ઞાનું પાલન કરશે. બહારથી ગુરુને વહાલા બનશે અને અંદરનો ભાવ કંઈક જુદો જ હશે ગાથા: જ્ઞાનાચારાદયોડપીષ્ઠા, શુદ્ધસ્વરૂપદાવધિ, નિર્વિકલ્પ પુનત્યાગે, ન વિકલ્પો ન વા કિયા / દા ગાથાર્થ જ્ઞાનાચારાદિ પણ પોતપોતાના શુધ્ધપદની મર્યાદા સુધી ઈષ્ટ છે, સેવન કરવા જોઈએ. નિર્વિકલ્પ ત્યાગની અવસ્થામાં વિકલ્પો નથી અને ક્રિયા પણ નથી. ' હવે જ્ઞાનાચાર રૂપ પાંચ આચારોની વાત કરે છે. ઔદયિક ભાવને ત્યાગી, ક્ષયોપશમ ભાવને અપનાવી અને પછી પૂર્ણતા પામવા માટે તેને પણ ત્યાગી સાયિકભાવમાં સ્થિર થવાનું છે. જ્ઞાનાચારાદિક્રિયા પણ પછીથી છોડી દેવાની છે. પણ વર્તમાનમાં પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ રૂપ આચારોનું પાલન શા માટે? ૭મા ગુણઠાણા સુધી વ્યવહાર ધર્મની પ્રધાનતા છે કારણ આત્મા પરમાં રહ્યો છે તે પરથી મુકત થવા માટે આ વ્યવહાર ધર્મનું પાલન છે. - જ્ઞાનના ઉપયોગમાં સદા કાળ રહેવાનું છે. કારણ જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન કાળે જ ભણાય, અકાળે ન ભણાય.૪ કાળ સજઝાયના અને 4 કાળ અસક્ઝાયનાં છે. અસજઝાયકાળમાં આગમની ગાથાઓ ન ભણાય. અસક્ઝાયકાળમાં જીવે ધ્યાન કરાવનું છે. સવારે સૂર્યોદય પહેલાં 2 ઘડી, સાંજે સૂર્યાસ્ત પછી 2 ઘડી અને બપોરના અને રાતના મધ્યાહ્નકાળ– 24 મીનીટ પહેલા અને 24 મીનીટ પછી અસજઝાયકાળ ગણવાનો છે. પ્રતિક્રમણનો વિધિ ધ્યાનરૂપ જ છે. સૂર્યોદય પહેલા પ્રતિક્રમણ જ્ઞાનસાર-૩ || 125 Page #127 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ કરવાનું છે. પ્રતિક્રમણમાં ધ્યાન કેવી રીતે? સૂત્ર અસ્મલિત ચાલે સાથે સાથે તેના અર્થનો બોધ થતો જાય. ઉત્કૃષ્ટથી સૂત્ર 12 વર્ષ ભણવાના પછી ૧ર વર્ષઅર્થ ભણવાના અર્થનો ઉપયોગ લાવવો ન પડે, સહજ આવી જાય. પ્રથમ સૂત્ર પરિસિ કેમ? સૂત્ર સ્વાધ્યાયમાં સૂત્રો ગોખવાના હોય છે. માટે આના સ્વાધ્યાયમાં શકિત વધારે જોઈએ. સવારનું વાતાવરણ શીતળ હોય મગજ શ્રમિત ન હોય માટે તે વાતાવરણમાં સૂત્ર તરત યાદ રહી જાય. સૂત્રો ગોખવામાં મગજને શ્રમ વધુ પડે પણ રાત્રે મગજને પૂરતો આરામ મળી ગયો હોવાથી સવારના ગોખવાથી તરત યાદ રહી જાય છે અને એકાગ્રતાથી ગોખી શકાય છે માટે પ્રથમ સૂત્ર પરિસિ કહી. સૂત્ર એ પરમાત્માનો અક્ષર દેહ છે. પરમાત્માના મુખારવિંદમાંથી નીકળેલા છે. ગણધરો રચિત સૂત્રો મંત્રાક્ષરો સ્વરૂપ છે. જેમ ધ્યાનમાં પ્રતિમાનો આકાર પકડીએ છીએ તેમ નમો અરિહંતાણમાંન...મો... આદિ અક્ષરના આકારને પકડીને તેનું ધ્યાન કરવાનું છે. તે વખતે આત્મા અપૂર્વ નિર્જરા કરે. કેમ કે સૂત્ર બોલતાં અપૂર્વ બહુમાન પ્રગટે. નવકાર આત્મામાં અર્થથી ભાવિત બને તો તે આત્મામાં સ્થાપના કરવાનું સૂત્ર છે. નવકાર બોલતા આત્મા આત્મામાં સ્થિર થઈ જાય.'ન' એનિષેધ સૂત્ર છે. હું માત્ર આત્મા છું સિવાય બીજું કાંઈ જ નથી એ રીતે સૂત્રમાં ઉપયોગ ભળી જાય તો તે આત્મસાત્ થઈ જાય. a સૂત્રો ક્યાં સુધી ગોખવાના? તે તે જ્ઞાનના ઉપયોગમાં રમતો ન થાય ત્યાં સુધી સૂત્રો ગોખવાના છે. કારણ એક સમયમાં ત્રણ કાળમાં લોકાલોકમાં રહેલા સર્વ ભાવોને-સર્વ પદાર્થોને દ્રવ્ય–ગુણ–પર્યાયથી જાણવાનો આત્માનો સ્વભાવ છે. તેને જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી તે પ્રમાદમાં છે. તે પ્રમાદને દૂર કરવાનો છે. માટે પરમાત્માની આજ્ઞા ભણવાની છે. દેવ, નરકમાં આ પ્રમાદ દૂર થઈ શકતો જ્ઞાનસાર-૩ || 126 Page #128 -------------------------------------------------------------------------- ________________ નથી. અવધિજ્ઞાન હોવા છતાં ભવપ્રાયોગ્ય એવું કર્મ બંધાયું છે કે વિરતિ ન જ થાય. પુરુષાર્થ ન કરી શકે. માત્ર માનવભવમાં જ તે પ્રમાદને દૂર કરી વિરતિગ્રહણ કરી આત્મામાં રમણતા કરી શકે. વીતરાગતાના અંશને દેશવિરતિધર જ માણી શકે છે. અનુત્તરવાસી દેવ વીતરાગભાવમાં રમતો હોવા છતાં સુધાવેદનીયનો ઉદય આવે ત્યારે આહારનો અભિલાષ થાય પણ તેને રોકી શકતો નથી જ્યારે મનુષ્ય નવકારશીનું પચ્ચખાણ કરી શકે છે ને કેવલજ્ઞાન મેળવી શકે છે. કેવલીને પણ સુધા વેદનીયનો ઉદય હોય પણ તેને આહારનો અભિલાષ ન હોય માત્ર જરૂરિયાત પૂરતું આપે. આત્મા જ્યારે ખાતો હોય ત્યારે પણ આત્મા રમણતામાં હોય તો નિર્જરા કરે, જ્ઞાનધારા ગમે તેટલી તીવ્ર હોવા છતાં પણ જો વીર્યધારા મંદ હોય તોક્ષપકને બદલે ઉપશમકબને. કાયા પ્રત્યેનો મોહ સર્વથા છૂટે ત્યારે કેવલજ્ઞાન થાય. # શાન ભણવાનું શા માટે? સત્તાએ હું કેવલી છું પણ વર્તમાનમાં એ ગુણ આવરાયેલ છે, તે ગુણને પ્રગટ કરવા માટે ભણવાનું છે. જ્ઞાનનો પરિણામ પ્રગટ કરવા માટે ગુરુ પાસે ભણવાનું છે. એને આત્મસાત બનાવી, ધ્યાનરૂપે બને તે રીતે ભણવાનું છે. | સર્વજ્ઞના વચનનું તત્ત્વનું ચિંતન થાય તો હેય-ઉપાદેયનો વિવેક આત્મામાં પ્રગટે તેથી જીવ ઉપાદેય લાગે, તેથી મૈત્યાદિ ભાવો આવે ત્યારે સાચો ઔચિત્ય વ્યવહાર આવે. તે જાણે છે કે બધા જીવો સત્તાએ સિધ્ધ છે. તેથી એકપણ જીવની આશાતના મારાથી ન થવી જોઈએ. યોગબિંદુમાં પાંચ વસ્તુ બતાવી છે. (1) અધ્યાત્મ (2) ભાવના (3) ધ્યાન (4) સમતા અને (5) વૃત્તિ વિચ્છેદ. જ્ઞાનસાર-૩ || 127 Page #129 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મવિ. પાંચે મોક્ષે જવા માટે નિસરણી સ્વરૂપ છે. પમા ગુણઠાણે રહેલો જીવ કારણ વગરનો વ્યવહાર બંધ કરી દે તો એની જીવો પ્રત્યેની મૈત્રી સાચી ગણાશે. કોઈપણ જીવને પીડા ન અપાય, કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ પણ ન કરાય. કોઈપણ પુગલ પ્રત્યે રાગ ન કરાય એ ભાવના પ્રગટે ત્યારે અધ્યાત્મ પ્રગટે. દરેક જીવ જ્ઞાની ધ્યાની જ હોય પરંતુ મોહના આવરણથી તે અજ્ઞાની અને દુર્ગાની બની ગયો છે. તે તે ધર્મ આત્મામાં સ્વભાવરૂપ સહજ પ્રગટી જાય તે નિશ્ચયથી સમ્યકત્વ છે. સ્થાવર જીવને જોતાં જ આ પણસિધ્ધનો આત્મા છે તે પરિણામ પ્રગટી જાય માટે તેમાં રાગ ન થાય. અજીવને જોતાં તેમાં આદર ન આવવો જોઈએ. કદાચ આવે તો પશ્ચાતાપનો ભાવ પ્રગટ થઈ જાય. જેટલું જ્ઞાન દઢ થાય તેટલું સમ્યગદર્શન દઢ થાય. ભગવાનના વચન પર નિર્વિકલ્પ શ્રધ્ધા પ્રગટે. કનકવતીના આત્માએ ભવસ્થિતિની વિચારણા કરતાં કરતાં ગૃહસ્થાશમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. જીવો બે પ્રકારે છે. ત્રસ અને સ્થાવર. આ ત્રસ અને સ્થાવરપણું પીડા ભોગવવારૂપે પ્રગટ થયું. કેમ કે કર્મ સત્તાની આપેલી દેન છે. સિધ્ધાત્મા સૌથી સુખી. કેમ કે તેઓ કર્મ-કષાય અને કાયાથી મુકત બની માત્ર આત્માના પરમાનંદમાં જ મહાલે છે. વિભાવ સંપૂર્ણ ગયો અને સ્વભાવ સંપૂર્ણ પ્રગટ થઈ ગયો છે. નિગોદના જીવો સૌથી વધુ અવ્યક્તદુઃખી છે. કેમકે સ્થાવરકાયમાં પરાધીનતાનું દુઃખ મોટું–પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકતા નથી. દા.ત. વનસ્પતિકાય. ત્રપણું એ પુણ્ય પ્રકૃતિ છે. સ્થાવરકાય. કોઈ પણ પ્રકારની ઇચ્છા ન કરી શકે. એકલા ન રહી શકે. અસંખ્યાત કે અનંતની સાથે જ રહેવું પડે. અકામ નિર્જરા જ થાય માટે પાપ પ્રકૃતિ જ છે. જ્ઞાન સાર-૩ || 128 Page #130 -------------------------------------------------------------------------- ________________ આચારાંગમાં સ્થાવર જીવોની ભયાનક પીડાનું વર્ણન કર્યું છે. વ્યકત પીડાવાળા કર્મની નિર્જરા કરી શકે. મન જેટલું પ્રબળ તેટલી વ્યકત પીડા વધારે સૂક્ષ્મ નિગોદમાં જીવો સૌથી વધુદુઃખી કેમ કે ત્યાંજ્ઞાનનો અલ્પાંશ જ ખુલ્લો છે. પોતાની પૂર્ણ સંપત્તિ આવરાઈ ગઈ છે. સૌથી વધુ કોમળ કાયા વાયુકાયની છે. જેથી તેનો આપણા શરીર સાથે સ્પર્શ થતાં જ તે જીવો નાશ પામે છે. તે પછી અપૂકાય, તેઉકાય, વનસ્પતિકાય અને પૃથ્વીકાય વિ.ની કાયાઓ અનુક્રમે વધારે કઠણ છે. જીવે વધારેમાં વધારે સ્થાવરકાય સાથે જ રહેવાનું છે માટે તેમાં વધુ સાવધ રહેવું પડે. તેઓ અત્યંત દુઃખી અવસ્થાને પામેલા છે. આપણા નિમિત્તે વધુદુઃખી ન થાય તેનો સતત ઉપયોગ રાખવાનો છે. અનુકંપાનો ભાવ વધવો જોઈએ. વ્યવહારમાં કાયા વડે પણ નિશ્ચયથી આત્માના પ્રદેશોમાં વિચરવાનું છે તો અપૂર્વનિર્જરા થશે. આત્મા જ્યાં સુધી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ ન કરે ત્યાં સુધી જ્ઞાનાચારાદિઆચારો સેવવાના છે. જ્યારે તે નિર્વિકલ્પ અવસ્થાને પામે અર્થાત્ સંપૂર્ણ મોહનો પરાભવ કરી પૂર્ણતાને પામે પછી જ્ઞાનાચારાદિ વ્યવહારોનું પ્રયોજન ન રહેતાં તે ત્યાજ્ય બની જાય છે. આત્મા વડે આત્મામાં ચરવું તે આચાર છે. માત્ર યોગ દ્વારા અકામ નિર્જરા થાય છે. ગુણોનું લક્ષ હોય તો જ એ લાભનું કારણ બને. ગુણથી જ વૃધ્ધિ થાય.આત્માના ગુણ જેટલા પ્રગટ્યા છે તેમન-વચન-કાયાની ક્રિયામાં ભળવા જોઈએ. જ્ઞાનગુણ શુધ્ધ હોય તો વસ્તુનો પ્રકાશ સર્વજ્ઞની દષ્ટિ મુજબ કરાવે. જે પણ કરવાનું છે તે આત્માના સ્વભાવને પ્રગટ કરવા જ કરવાનું છે. જ્ઞાનસાર-૩ || 129 Page #131 -------------------------------------------------------------------------- ________________ આપણા ગુણોને પૂર્ણ પ્રગટ કરવા માટે પૂર્ણ એવા પરમાત્માને વંદન કરવાની છે. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું? ઈચ્છે. અહીં પ્રણિધાન કયું? સ્વભાવના લાભ માટે ચૈત્યમાં રહેલા વીતરાગદેવને વીતરાગ બનવા વંદન કરું. પ્રણિધાન એટલે સાધ્યની સિધ્ધિ માટેનો નિર્ણય. 'અહો! અહો! હું મુજને નમું. આત્માએ આત્મામાં રહેલા ગુણોને નમન કરવાના છે. પૂર્ણચૈતન્યદેવ એવા અરિહંત સિધ્ધને વંદના કરવાની છે. કાયામાંથી છૂટવા માટે કાયાવડે આત્મામાટે આત્મામાં વંદન કરવાના છે. ઈરિયાવહિયમાં જીવોને ખમાવી કાઉસગ્ગ દ્વારા અપ્રશસ્ત કાયયોગને વોસિરાવી દઈએ છીએ. આત્મા સાથે આત્માનો સંબંધ તે જ ધ્યાન યોગ છે. મનવચન-કાયાની એકાગ્રતા એ ધ્યાન છે. બીજા યોગોના નિરોધપૂર્વક જે યોગમાં હોઈએ તે જ યોગમાં રહેવાનું છે. નિસાહિબોલીને દહેરાસરમાં પ્રવેશ કરીએ એટલે પરમાત્માની આંખ સામે આંખ રાખવાની છે. એ આંખમાં શું જોવાનું છે? પરમાત્માની આંખ કેવી પવિત્ર-નિર્વિકાર છે. હવે પરમાત્માને આંખ દ્વારા કશું જોતા નથી, પણ કેવલચક્ષુદ્વારા સમગ્રલોકને એકસમયમાં સર્વદ્રવ્ય અને પર્યાયો સહિત જાણે છે. આત્માની શકિત અનંતી છે. આપણી તે શકિત પર કેટલા બધા પડલ આવી ગયા છે. એવા આપણા આત્માની આપણને દયા આવે ખરી? પરમાત્માની આંખમાં આપણે કેવલજ્ઞાન કેવલદર્શન જોવાનું છે. પરમાત્માએ કેવું પરાક્રમ કર્યું કે જેથી તેમને હવેદ્રવ્ય ચક્ષુથી જોવાનું નથી રહ્યું. હવે જોવા માટે ભગવાનને આખની જરૂર નથી. દિવ્ય આંખથી સર્વ જીવરાશિને સિધ્ધ સ્વરૂપે જુવે છે. પરમાત્માના મુખારવિંદ પર ચક્ષુમાં નિર્વિકારિતા છે. પુગલ દ્રવ્ય પ્રત્યે રતિ–અરતિનો પરિણામ નથી તેથી સમતા રસને માણી રહ્યાં છે. જ્ઞાનસાર-૩ // 130 Page #132 -------------------------------------------------------------------------- ________________ "પદ પ્રભુ! તુજ મુજ અંતર, કિમ ભાંજે હો ભગવંત! જીવ સરોવર વાધશે છે, આનંદધન રસ પૂર!!" (પૂ. આનંદઘનજી મ.). સાધુ ભગવંતોએ માત્ર શુભ ધ્યાન નથી કરવાનું પણ હવે શુધ્ધ ધ્યાન કરવાનું છે. સૂત્ર બોલતાં કાના–માત્રા વિ. આંખો સામે આવે તેથી તે શબ્દ ધ્યાનમય થાય. તેના દ્વારા અર્થધ્યાન થાય પછી પ્રભુ ધ્યાન (સ્વભાવ) આવે તેથી અપૂર્વનિર્જરા થાય. પરમાત્માનું વચન તત્ત્વમય છે તેથી તત્ત્વ દ્વારા તેને સમજી શકાય. બૌધ્ધ ગોવિંદાચાર્યે ત્રણ વાર વાદમાં જીતવા માટે જૈન દીક્ષા લીધી. પછી આચારાંગ વાંચતા–વાંચતા આત્મામાં જીવની સિધ્ધિ થઈ ગઈ અને પછી ભાવથી સર્વજ્ઞકથિત દીક્ષા ગ્રહણ કરનારા બન્યા. શ્રુતમાં જે તન્મય બની સાંભળે તેને સામાયિકનો લાભ મળે. જ્ઞાનાચારાદિઆચારો જ્યાં સુધી કૈવલ્યસ્વભાવરૂપ પૂર્ણતાનપ્રગટે ત્યાં સુધી સેવવાનાં છે. જેમાં દોષોની હાનિ અને ગુણોની વૃધ્ધિ થાય તેને સમ્યમ્ આચાર કહેવા. જ્યાં સુધી શુભાશુભ ઉપયોગ છે ત્યાં સુધી આચારનું પાલન જરૂરી છે. કેમ કે ત્યાં સુધી મોહ છે તેથી વિકલ્પ દશા ચાલુ છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશા પ્રગટ થાય ત્યારે આચારોનું પ્રયોજન નરહેવાથી તે છૂટી જાય છે. ક્ષાયોપથમિક ભાવમાં આત્મા પોતાના પૂર્ણ સ્વભાવ દશામાં નથી તેથી તેમાં શુભાશુભવિકલ્પો રહેવાના. મિથ્યાત્વના ઉદયમાં આત્માને પૂર્ણતા બહાર દેખાય છે તેથી તે સુખ માટે બહાર દોડે છે. સુભૂમ ચક્રવર્તી છ ખંડ જીત્યા બીજા છ ખંડ જીતવાની ઇચ્છા થઈ. આ ઈચ્છા કેમ જાગી? મિથ્યાત્વના કારણે અને અનંતાનુબંધી લોભના અંદરની પૂર્ણતાન ઓળખાઈ માટે બહાર પૂર્ણતા મેળવવા બીજા છખંડ જીતવાનું મન જ્ઞાનસાર-૩ // 131 Page #133 -------------------------------------------------------------------------- ________________ થયું. મોહનીયનો ઉદય થયો ને ફળસ્વરૂપે દરિયામાં મરણને શરણ થઈ, ૭મી નરકે ગયો. પ્રતિમાનું કાર્ય પ્રતિબિંબ પાડવાનું છે. આપણા આત્માને તેમાં જોવાનો છે કે હે પ્રભુ!ક્યાં તારી શુધ્ધ અવસ્થાને કયાં કર્મમલથી ખરડાયેલો એવો હું આવું વિચારતાં જ્ઞાનોપયોગની શુદ્ધિ થશે. આથી પરમાત્માના દર્શન કરતાં જ્ઞાનાવરણીય કર્મનો અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થયો તો દર્શન સફળ થયું. નહિતર દર્શન માત્ર પુન્યબંધનું કારણ થશે. મારો આત્મા હજુ અપૂર્ણ છે, આથી મારી સાધના હજી અધૂરી છે. આ વાત સતત લક્ષમાં હોય તો મોહરાજા ફાવશે નહીં. નહીંતર જીવ સાધનામાં અટવાઈ જશે અને ઘણું કર્યું એમ માની ગર્વ કરશે. સ્વભાવની સન્મુખ લઈ જનારો ભાવ એ પ્રશસ્તભાવ છે. તેને પણ કાઢવા અને સ્વભાવને પામવા માટે સાધના કરવાની છે. સાધુ ભગવંતને પરમાત્માના દર્શન કરતાં કેવલજ્ઞાન પ્રગટ કરવાનો શુભ ભાવ જાગે તો તે પણ વિકલ્પ છે. તેની માટે ચારિત્રનું પાલન કરે તન્મય બની ૭મા ગુણઠાણે ચઢે ત્યારે વિકલ્પ જાય. તે મય બની જાય ત્યારે વિકલ્પો ન થાય. ડોકટર અને વકીલ ન બને ત્યાં સુધી તે બનવાના ભાવ રહે. તે બની ગયા પછી તે બનવાના ભાવ રહેતા નથી. મોહ આત્માંથી જેમ જેમ છૂટે તેમ તેમ વિકલ્પો ઓછા થતા જાય. શુભ વિકલ્પો પણ હેય જ છે. જ્યારે અશુભવિકલ્પોતો સુતરાં હેય જ છે. શાન શા માટે ભણવાનું? "આત્મ તત્વ અનંતાજી, આગમ વિના ન જણાય, તે પ્રગટ કરવા ભણીજી, શ્રત સજજાય ઉપાય." ગાવા (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) તત્ત્વોની પ્રતીતિ તે તે સ્વરૂપે ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો જ્ઞાનસાર–૩ // ૧૩ર Page #134 -------------------------------------------------------------------------- ________________ છે. સ્વાધ્યાયનું સતત પરાવર્તન કરતાં રહેવાનું છે. જેથી મોહનીયહટે. ત્યારબાદ અનુપ્રેક્ષા અને ધર્મકથા સુધી પહોંચવાનું છે ધર્મ કથા એટલે આત્મામાં રહેલો ધર્મ. તેની કથા પોતાના આત્માને કરવાની છે. કેવલી છે! તારા કેવલજ્ઞાનને પ્રગટ કરવા પુરુષાર્થ આચર. અર્થસ્ય સૂચના સત્રમ્ - સર્વજ્ઞએ કહેલા સૂત્રો આત્માના અર્થને જ સૂચવનારા હોય. 14 પૂર્વી પણ અંતે નવકારનો સ્વાધ્યાય કરે, તેમાં જ તન્મય બની જાય નહિતર વાસ્તવિક સ્વાધ્યાય નહીં થાય. જ્ઞાનાચારનું સેવન જેટલુ શ્રધ્ધાપૂર્વક જેટલા નિર્મળભાવેથાય. તેટલી દર્શનાચારની વિશેષ શુધ્ધિ થશે. સિધ્ધર્ષિ ગણિ 21 વાર બૌધ્ધો પાસે ગયા. પછી જિનશાસનની ઉત્તમતા સમજાઈ. તેથી તેના વિનાનું જીવન અનાથ લાગ્યું. દર્શનાચારમાં શંકા કક્ષાદિઅતિચારો જ્ઞાનની ઉણપના કારણે થાય. સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રાદિદેખી તેમના પર દુર્ગછા ન થવી જોઈએ. તેમ જ ગૃહસ્થના વિપરિત સ્વભાવ વર્તન જોઈને સાધુ સાધ્વીએ તેઓ પર ધૃણા દુર્ગછા કરવાની નથી. જો સમદષ્ટિનો પરિણામ આવે તો દુર્ગછાનો પરિણામ આવતો અટકી જાય. દરેક જીવાત્માની અંદરસિધ્ધાત્માના દર્શન કરવાના છે. એમાંય સાધુ સાધ્વી સિધ્ધ થવાની સાધના કરે છે. ભૂલેલો આત્મભાન આવતાં ઊંચે ચડી શકે. ગૃહસ્થને પડતા વાર નહીં અને સાધુને ચડતા વાર નહીંબધુ નિમિત્તાધીન છે. સાધુને ચડતાં વાર નહીં કારણ– સાધુ સારા નિમિત્તામાં રહે તેથી તેને ચડતાં વાર નથી લાગતી. (1) મેં રજોહરણ શા માટે લીધું છે? તે વિચાર કરતાં જાગી જવાય. (ર) શાસ્ત્ર ભણતાં–ભણતાં વિચાર આવે કે આમાં શું લખ્યું છે? હું કયાં? (3) સરવર્તિ સાધુને જોઈને પોતાની કંગાલિયત દશાનો ખ્યાલ આવે. જ્ઞાનસાર-૩ // 133 Page #135 -------------------------------------------------------------------------- ________________ B ઉપકાર બે રીતે ઉતારી શકાય. (1) માતા-પિતા મિથ્યાત્વને પામેલા હોય તેને માર્ગે ચઢાવે તો (2) સમકિત પામ્યા પછી માર્ગથી પતિત થયા હોય તેને માર્ગે ચઢાવે તો. જીવ જ્યાં સુધી પરભાવમાં છે ત્યાં સુધી આત્મપ્રદેશોની ચંચળતા રહેવાની. શુભાશુભ ઉપયોગ એ ચંચળતા છે. એ ચંચળતા દૂર કરવા અશુભભાવનો ત્યાજ્ય છે જ, પણ શુભભાવમાંથી શુદ્ધ સ્વભાવમાં જવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મવીર્યએ સ્વગુણોમાં જ રહેવાનું છે. તે વીર્ય પરમાં જો વેડફાઈ જાય તો આત્મા નબળો પડે. આહાર વધુ વાપરે તો આત્મવીર્યએ તેને પચાવવાનું કાર્ય કરવું પડે છે એટલે આત્મવીર્ય પરમાં વેડફાઈ જાય છે. તપમાં આત્મા બળવાન બને છે કેમ કે આત્મવીર્યપરમાં નવપરાતાં સ્વમાં જ વપરાય છે. કારણકે આત્મવીર્ય આહારને ગ્રહણ પરિણમન કરવામાં નથી વપરાતું અરિહંત, કેવલી, સિધ્ધના આત્માઓ પોતાનામાં નિરંતર રમી રહ્યાં છે. તેમને યાદ કરી હેયનો ત્યાગ કરવાનો છે, ઉપાદેયનો સ્વીકાર કરવાનો છે. પાંચે આચારો વ્યવહારથી ગ્રાહ્ય છે. નિશ્ચયથી તેને પણ છોડવાનાં છે. નિશ્ચયથી એક પણ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય નથી. વ્યવહારથી આત્માના સ્વભાવને પ્રગટ કરવામાં કારણભૂત આચારને ગ્રહણ કરવાના છે. જ્ઞાનાચારની આરાધના કરતાં કરતાં નિર્વિકલ્પ દશા પામવાનું લક્ષ જોઈએ નહિતર આટલા બધાને ભણાવી મેં તેના પર કેટલો બધો ઉપકાર કર્યો એ અહંકારનો ભાવ આવી જશે પણ હું આ આચાર દ્વારા મારા સ્વભાવમાં આવ્યો કે નહીં? જો આવે તો પ્રમોદભાવ પ્રગટ થાય અને ન આવે તો પશ્ચાતાપનો ભાવ પ્રગટ થાય પણ અહંકારને કયાંય સ્થાન નહીં મળે. જ્ઞાનસાર–૩ || 134 Page #136 -------------------------------------------------------------------------- ________________ માસતુષ મુનિએ અશુધ્ધ પદ ગોખવા છતાં કેવલજ્ઞાન થયું. લક્ષ હતું કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે તેથી ગુરુ કહે તે પ્રમાણે કરીશ. ગુણ પ્રત્યે જેને બહુમાન જાગે તેને ગુણી પર બહુમાન આવે. જો એક ગુણી પરનું બહુમાન જાય તો તે આશાતના દ્વારા અનેક ગુણી પરનો બહુમાનભાવ ઓછો થઈ જાય. શ્રધ્ધાબળ જેટલું મજબુત તેટલી નિર્વિકલ્પતા આવે. એક ગુણ જેટલો મજબૂત તેટલા બીજા ગુણમાં મજબૂતાઈ આવે. 0 સૂત્રને અર્થરુપે અને અર્થને તત્ત્વરુપે પરિણમનની પ્રકિયા. સૂત્ર એ અર્થને અને અર્થ એ તત્ત્વને સૂચવે છે. તત્ત્વ ગુણ. ઈચ્છામિ ખમાસમણો વંદિ. ક્ષમાશ્રમણને ઇચ્છાપૂર્વક વંદન કરવા ઈચ્છું છું તેમાં તત્ત્વ શું છે? આત્માની ઇચ્છવાનો સ્વભાવ નથી છતાં ઇચ્છામિ કેમ કહ્યું? વર્તમાનમાં રાગનો-લોભનો પરિણામ છે. તેથી ઇચ્છા થાય છે. લોભના ઉદયમાં આત્મા સિવાયની અર્થાત્ પુગલની જ ઇચ્છા થવાની માટે અપ્રશસ્ત ઇચ્છાને રોકી પ્રશસ્ત ઇચ્છાને કરવાની ક્ષમાને ઇચ્છું છું ત્યારે ક્રોધ ન કરવો એ પ્રભુનું વચન આલંબનરૂપ બને છે. જેને વચન ક્ષમા કહે છે પછી તે આલંબનરૂપ ગુણ જેમ જેમ વિસ્તરે છે ત્યારે તે સહજ સ્વભાવરૂપ બની જાય છે જેને ધર્મક્ષમા કહે છે. ઉપકારરૂપ નહીં પણ સ્વભાવરૂપ તગત રીતે પરિણામ પામી જાય છે. શ્રાવકે અને શ્રમણે બંનેએ ઇચ્છામિ બોલવાનું છે. બંનેમાં ભેદ શું? શ્રાવક સાધુપણાને ઇચ્છે અને સાધુ ક્ષમાની પૂર્ણતાને ઇચ્છ. ક્ષમા અને શ્રમણપણાને ઇચ્છું છું. શ્રાવકને વચનક્ષમા આંશિક હોય, સાધુને વચન ક્ષમા અને ધર્મક્ષમા હોય. વચન દ્વારા ધર્મક્ષમા પ્રાપ્ત કરવાની છે. તેથી તેની ઈચ્છા કરવાની છે. ભગવાનની આશા છે કે 'પુતિઓ ન વિના ક્રોધ એ આત્માનો દ્ભાવ નથી, ક્રોધના વિપાકો કટુ હોય છે માટે ક્રોધ ન કરાય. જ્ઞાનસાર–૩ // ૧૩પ Page #137 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના તે વચનનું આલંબન લીધું તે વચન ક્ષમા અને ધર્મક્ષમા એટલે ક્ષમા જ મારો સ્વભાવ છે, તેવી દઢ શ્રધ્ધા હોય તો સહજ રીતે ક્ષમા થઈ જાય. આવા લક્ષ્યપૂર્વક ખમાસમણ અપાય તો સારું ખમાસમણ થયું કહેવાય. હમણાં વચન ક્ષમા દ્વારા સ્વભાવ ક્ષમાનો અભ્યાસ કરું છું. વચન ક્ષમાનું પાલન કરીએ તો આપણે ઠા ગુણઠાણે છીએ. મારે ધર્મક્ષમા સુધી પહોંચવાનું છે.૧રમા ગુણઠાણે એ ઉપયોગ પણ સાથે આવવો જોઈએ. ચંદનને કાપો–છેદો–બાળો તો પણ તેની સુગંધ જેમવિસ્તરતી જાય તેમ સાધુપણ જેનામાં છે તેવા સાધુને કોઈ બાળ કાપે તો પણ તેમાં રહેલી સહજ ગુણ સૌરભવિસ્તરતી જ જાય છે. કેમકે તેમનું લક્ષ ધર્મક્ષમાને પામવાનું ક્ષમાએ સાધ્ય છે. ક્રિયારૂપ શ્રમણપણું એ સાધન છે. આપણે સાધનને પામી આપણી જાતને મોટી માની લઈએ છીએ તેથી સાધ્ય સુધી પહોંચી શકતાં જ નથી. વાપરતી વખતે પસંદગી, સ્વાદ, આકાર, રંગ પર ધ્યાન ન હોય ફક્ત પેટને ભાડું આપું છું એવો ભાવ આવે તો ઈદ્રિયો ઉપર કાબુ આવે. સંયમનું લક્ષ હોય તો ફરિયાદ ઊભી ન થાય. વંદન કરતાં શરીરની મમતા તૂટે તેથી વંદન કરતી વખતે આત્માઆત્માને વંદન કરે. કેમ કે ગુણને રહેવાનું સ્થાન આત્મા જ છે, તે જ ચારિત્રાચાર છે. ક્ષમા અને શ્રમણ સિવાય બીજી બધી ઈચ્છાઓનો ત્યાગતતપાચાર. મોહનોવિગમથવાથી કષ્ટમાં પણ ગુણોમાં રમણતા થાય તેવું લક્ષ તેતપાચાર. પંચાચાર વિના સાધ્વાચાર છે જ નહીં. પંચાંગ પ્રણિપાત સત્તર સંડાસાપૂર્વકખમાસમણ બરાબર થાય તો વીર્યાચાર આવે. આત્મવીર્યગુણોમાં પ્રવર્તમાન હોય ત્યારે બંધ પ્રત્યયિકી બાહ્ય ક્રિયા ગૌણ બને છે અને અત્યંતર જ્ઞાનસાર-૩ // 136 Page #138 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા પ્રધાન બને છે. કેવલી પણ જ્યાં સુધી યોગ સાથે જોડાયેલા છે ત્યાં સુધી યોગને ગ્રહણ કરે અને ત્યાગ કરવારૂપ ક્રિયા કરે. જ્યાં સુધી પર વસ્તુનું ગ્રહણાદિ કરવાનું ચાલુ છે ત્યાં સુધી આત્મામાં ચંચળતા રહેવાની પણ જ્યારે ૧૪મા ગુણઠાણે બાધક કે સાધક ક્રિયાઓનો વિરોધ કરે અર્થાતુ છેલ્લે જ્યારે આત્મવીર્યને કાયયોગથી છોડાવી આત્મામાં જ સ્થિર કરે છે ત્યારે જીવ સ્વભાવગત સ્થિરતા પામે છે. અર્થાત્ યોગાતીતુ અવસ્થા એટલે આત્મવીર્યનુ ગુણોની પૂર્ણતા અને અસંખ્ય આત્મ પ્રદેશોમાં સદા માટે પ્રવર્તન થવા રૂપ આત્મ પ્રદેશોની નિશ્ચલ અવસ્થા. આત્માનો ગુણ જ્ઞાન છે. જ્ઞાન ગુણનું કાર્ય શેયના જ્ઞાતા બનવાનું છે. સૌ પ્રથમ પોતાનો આત્મા જ શેય બને છે. શેય સામાન્ય અને વિશેષ સ્વભાવવાળું છે. સામાન્ય એ સ્વરૂપ કહેવાય અને વિશેષ એ સ્વભાવ કહેવાય. જે એક દ્રવ્યમાં હોય અને તે બીજા દ્રવ્યમાં પણ હોય તો તે સામાન્ય ગુણ કહેવાય. જેમ કે આત્મા અરૂપી છે તેમ આકાશ દ્રવ્ય પણ અરૂપી છે. માટે અરૂપી સામાન્ય કહેવાય. જે એક દ્રવ્યમાં હોય તે બીજામાં ન હોય તે વિશેષ ગુણ કહેવાય. જેમ જ્ઞાન ગુણ જીવ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં નથી માટે જ્ઞાનગુણ વિશેષ કહેવાય. | કિયા બે પ્રકારે (1) દ્રવ્યથી અપ્રમત્ત વિધિપૂર્વકની ક્રિયા હોય તે. (2) ભાવથી અપ્રમત્ત જ્ઞાનના ઉપયોગમાં પોતાના આત્મા અને શરીરનો ભેદસ્વરૂપ, ઉપયોગ પૂર્વકદેહાધ્યાસ છૂટે અને આત્મા સ્વગુણોની અનુભૂતિ કરતો અર્થાત્ આત્મવીર્યજ્ઞાનમાં જોડાય તો તે સ્વપર પ્રકાશક બને અને મોહ છૂટો થાય તો ભાવથી અપ્રમત્ત કહેવાય. જ્ઞાનસાર–૩ // 137 Page #139 -------------------------------------------------------------------------- ________________ આ તીર્થની પરંપરા કોણ ચલાવશે? પંચવસ્તકમાં કહ્યું છે કે જે વ્યવહાર અને નિશ્ચયને અથવા જ્ઞાન અને ક્રિયાને સમ્યગુ રીતે સમજી આત્મામાં પરિણમાવશે તે જ આત્મા તીર્થની પરંપરાને ચલાવશે. આત્માનું કાર્ય મોહથી દૂર થવાનું છે. નહિતર મોહ પરમાં આત્માને ખેંચી જઈભાન ભૂલાવે છે. તેથી હું આત્મા છું તેની રુચિ જગાડી કર્મ-કાયાકષાયોથી મુક્ત બનતા જવાનું છે. આ ભાવ તે જ સમ્યગદર્શન. - જ્યારે આત્મ પ્રદેશમાં આત્મવીર્ય પ્રવેશી જાય ત્યારે તે આત્મામાં સ્થિર બને છે. "જિનદર્શન કરતાં પ્રગટેનિદર્શન." તારા સ્વરૂપ અને સ્વભાવને પામવામાં પ્રમાદ ન કર. પ્રથમ સંઘયણ 1 થી 4 ગુણઠાણે બંધાય છે. આત્મ પ્રદેશોમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ ગુણો રહેલાં છે. તે દરેક ગુણોમાં આત્મવીર્યપ્રવર્તમાન કરવાનું છે. આત્મવીર્યનો વેડફાટન થાય માટે આત્મવીર્યને આત્મામાં જોડાવાનું. જેમાં જેને રસતેમાં તેનું મન વસી જાય. કરણ વીર્ય રૂપ બાહ્ય ક્રિયામાં કોઈ બાધક બની શકે પણ અત્યંતર ક્રિયામાં કોઈ બાધક ન બની શકે. બે પ્રકારે કિયા - સાધક અને બાધક. જે કરણવીર્ય અને લબ્ધિવીર્ય રૂપે છે. (1) કરણવીર્યઃનામકર્મના ઉદયથી આત્માને પ્રાપ્ત થયેલા યોગો સાથે જ્યારે આત્મવીર્યભળે ત્યારે તે કરણવીર્ય કહેવાય છે તેબાહ્રક્રિયારૂપ (2) લબ્ધિ વીર્ય ગુણો સાથે આત્મવીર્યભળે ત્યારે તેલબ્ધિવીર્ય કહેવાય તે અત્યંતર ક્રિયારૂપ બને છે. જ્ઞાનસાર-૩ || 138 Page #140 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર બાધકકિયાઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અસંયમ. જેમાં મિથ્યાત્વ ભળે એટલે આત્માની વિચારધારા વિપરીત રૂપે પ્રગટ થાય. વિર્યથી થતી વિપરીત ક્રિયા સાધ્યની સિદ્ધિને બાધક છે. બાહ્ય બાધક કિયાઃ કુદેવ - કુગુરુ અને કુધર્મની સાધના તે બાધક બાહ્ય ક્રિયા છે. કેમ કે તે કર્મબંધના કારણરૂપ છે. આત્મવીર્યપરમાં પરભાવ તરફ પ્રવર્તે માટે તે સ્વભાવની વિરુદ્ધ ક્રિયા કરાવનાર હોવાથી બાધક ક્રિયા છે. સાધકકિયા કઈ શુદ્ધદેવ-ગુરુ ધર્મનું સેવન કરવા દ્વારા આશ્રવનો નિરોધ થાય અને તે ક્રિયા સંવરરૂપ બને. ગુણનું લક્ષ કેળવી ગુણમય બનવા તરફનો પ્રયત્ન હોય તો તે પ્રશસ્ત ક્રિયા હોવાથી કષાયો પાતળા બને છે. આશ્રવનો રોધ થાય તો સંવર થાય તે ક્રિયા સમતાનું કારણ બને. 3 નાની મોટી ક્રિયામાં મોક્ષનું લક્ષ હોય. (1) પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ જોઈએ. વર્તમાનમાં પોતાનું સ્વરૂપ નામ આયુષ્ય ગોત્ર અને વેદનીય કર્મથી આવૃત્ત થયેલું છે તેવો ખ્યાલ હોય. આત્મા દેહાતીત રૂપાતીત છે, અવ્યાબાધ - અગુરુલઘુ છે. દેહમાં રહેવાનો આત્માનો સ્વભાવ નથી આત્માને કર્મથી રૂપ મળ્યું છે. આત્મા પીડા ભોગવનાર નથી, અવ્યાબાધ છે છતાં વર્તમાનમાં શાતા - અશાતાને ભોગવી રહ્યો છે. આ બિડાયેલા સ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ જોઈએ. (2) પોતાના સ્વભાવને અનુભવવાનું લક્ષ જોઈએ. ક્રિયા કરતી વખતે શરીરનો કોઈપણ પ્રકારે મમતા કે ભય પ્રગટ ન થાય. મમતા કે ભય પરિણામ ન હોય તો સમતાનો પરિણામ ટકી શકે. શરીર ગમે તેવું હોય પણ જો આત્મા બળવાન હોય તો આરાધના બરાબર થઈ શકે. જ્ઞાનસાર-૩ // 139 Page #141 -------------------------------------------------------------------------- ________________ આત્મા પ્રત્યે શ્રદ્ધા–દઢતા વધુ તેટલી નિર્ભયતા વધુ. શરીરને એની જરૂરિયાત વિના વધારાનું આપવામાં આવે એટલે પ્રમાદ થાય જ. આથી શરીરનો સાધનરૂપે ઉપયોગ જ કરાય. આપણી ક્રિયા કર્મબંધના રોધરૂપે હોય તો તે આશ્રવરૂપેનબનતાં સંવરરૂપ બની જશે અને પછી સમતારૂપબની નિર્જરાનું કારણ બને. આચારનું કાર્યપ્રચાર નહીં પણ આચાર દ્વારા આત્માનુભવની પ્રાપ્તિ છે. ઓઘો કોના માટે? પરના ઉપકાર માટે કે સ્વના ઉપકાર માટે? વર્તમાનકાળમાં આચારને પ્રચારનું કાર્ય બનાવી દીધું છે, તેથી આપણું લક્ષ ચૂકાઈ જાય છે. પોતાના આચારમાં હોઈએ તો પોતાની મેળે પ્રભાવના થાય. આત્મા છું. મારે મારા આત્માને અનુભવવો છે એ લક્ષ જોઈએ. આચારનો પ્રભાવ પહેલા આપણી ઉપર પડવો જોઈએ પછી જગત ઉપર પડશે. પરિસ્થિતિ આપણે ફેરવવાની છે. સર્વજ્ઞના વચનને વારંવાર ઘૂંટીને આત્મામાં પરમાનંદનો રંગ ચઢાવવાનો છે. શિષ્ય પ્રતિસમય ગુરુ સાથે રહે અને તેમનાચિત્તને પ્રસન્ન રાખે તેથી ગુરુના ગુણોનો વિનિયોગ સતત તેનામાં થાય. મારે મારા આત્માને ગુણ વૈભવથી યુક્ત બનાવવો છે એ લક્ષ સતત જોઈએ. માટે મારા દોષો દૂર કરવા છે માટે જ મને ગુરુનું શરણ છે. માન કષાયના કારણે આત્મા કયાંય શરણભૂત બનતો નથી. આથી માનને તોડવા ગુરુને સર્વસ્વ માની બધું પૂછી–પૂછીને કરે. માટે જ બહુવેલ સદિસાહૂ - બહુવેલ કરશું ના આદેશ ગુરુ પાસેથી લેવાય છે. જો જાતનું મહત્ત્વ જાય તો સારું શરણાર્થીપણું પ્રગટે...સ્વચ્છંદતાને તોડવા માટે ગુરુનું શરણ છે. "માનાદિક શત્રુ પણ નિજ ઈદે ન મરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય." (શ્રીમ) જ્ઞાનસાર-૩ || 140 Page #142 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના કારણે અનાદિના સંબંધો જોડાયા છે. તે સંબંધોથી ન્યારા બની આત્માએ આત્મા સાથે સંબંધ જોડવાનો છે. ગુરુમાં ગુરુનો આત્મા અને પોતાનામાં પોતાનો આત્માદેખાવો જોઈએ શરીર નહીં. દા. દીયતે, ક્ષા - ક્ષીયતે - દીક્ષા. દાન-મમતાનું દાન-અભયદાન. અભયદાન ક્યારે કરી શકો? કાયાની મમતા છે તેના માટે જ તો કેટલાય જીવોનો સંહાર કરી રહ્યાં છો? આથી જ્યારે કાયા પરની મમતાનું દાન થશે તો ક્ષા.ક્ષીયતે = કર્મોનો ક્ષય થશે અને આત્માસ્વસ્વભાવમાં સ્થિરતા પામશે. આપણામાં ગુણાનુરાગીપણું નથી આવ્યું તેથી જ બીજાના દોષો દેખાય છે.મિથ્યાત્વની પરિણતિ જામેલી છે તેથી સામેની વ્યક્તિમાં ગુણો દેખાતા નથી. દોષોમાંથી પણ નાનો એવો ગુણ શોધી લેવાનો છે. આમ કરવા દ્વારા પોતાના જ ગુણોની વૃદ્ધિ કરવાની છે. જેમ કે કૃષ્ણ મહારાજા કૂતરીના બધા અંગો સડી ગયાં છે, દુર્ગધ મારે છે, તેમાંથી પણ કૃષ્ણ મહારાજાએ તેની દંત પક્તિના વખાણ કર્યા કે કેવા ઉજળા દાંત છે! આને ગુણ ગ્રાહ્યદષ્ટિ કહેવાય. સમ્યગ્દર્શનનો પરિણામ હોય તો આત્માને ગુણ દષ્ટિ જ ઉપાય લાગે તેથી તે સામેનામાંથી ગુણોની જ શોધ કરશે. સામેના આત્મામાં પ્રગટ દોષો દેખી તેના પર દ્વેષ ન આવતાં કરુણાનો પરિણામ આવે. દોષોને દૂર કરવા માટે સાધુપણું લેવા છતાં હજી હું સફળ નથી બન્યો એમ જાણી પોતાના આત્મા પર મહાકરુણા આવે અને પોતાના દોષો દૂર કરવા તે સાવધાન બની જાય. બીજા પર દ્વેષ કરવાથી તેનામાં રહેલા દોષો આપણામાં આવતાં વાર નથી લાગતી. ગાથા : 7 યોગસંન્યાસત્યાગી, યોગાનપ્યુબિલાચજે, ઈત્યેવં નિર્ગુણં બહા, પરોક્તમુપતે છા જ્ઞાનસાર–૩ / 141 Page #143 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થઃ લાયોપથમિક ધર્મનો ત્યાગી યોગના નિરોધથી સર્વયોગોનો પણ ત્યાગ કરે આ પ્રમાણે બીજાએ કહેલ ગુણરહિત આત્મા પણ ઘટે છે. મિથ્યાત્વ અવિરતિ અને કષાયનો પરિણામ સાધ્યની સિદ્ધિ થવામાં બાધક બને છે. વીતરાગ અવસ્થા પામવામાં કષાય બાધક બને છે. આ ત્રણે ક્રિયારૂપે છે. મોહનો પરિણામ તેમાં ભળેલો હોવાથી આ ત્રણે ક્રિયા સ્વરૂપમાં બાધક બને છે. કુદેવ - કુગુરુ - કુધર્મ - સર્વજ્ઞ કથિતથી જે વિરુદ્ધ છે તેની જીવ સેવના ઉપાસના કરતો હોય ત્યારે આત્મવીર્ય તેમાંભળેલું હોવાથી અને એ બાહ્ય ક્રિયારૂપ હોવાથી બાહ્ય બાધક બને છે. શુદ્ધ દેવાદિના આલંબનથી આરાધના દ્વારા આશ્રવનો રોધ થતો અને આત્મામાં સંવરના પરિણામ પ્રગટ થતાં હોય તો એ ક્રિયા સાધક છે નહિતર સારું આલંબન પણ આપણી અયોગ્યતાના કારણે બાધક રૂપ બને છે. પોતાના સંપૂર્ણ ગુણોમાં લબ્ધિ વીર્યપરિણમન પામે ત્યારે તે અત્યંતર ક્રિયા સાધન બને છે. આમાં માત્ર ગુણોનો અનુભવ કરવાનો છે. આ ક્રિયાનો ત્યાગ નથી કરવાનો કેમ કે તે કર્મબંધનું કારણ બનતી નથી. મિથ્યાત્વ અવિરતિ કષાયનો ત્યાગ કર્યા બાદયોગનો ત્યાગ કરવાનો છે. આ ત્રણ સંપૂર્ણ હેય છે. કેમ કે તેમાં મોહજન્ય અવસ્થા ભળેલી છે. તેથી આ ત્રણેયનો ત્યાગ થાય તો જ યોગોથી છૂટકારો થઈ શકે. જિનની પૂજા કરવી એટલે શું? રાગ-દ્વેષથી દૂર થવુંએ જિનની સાચી સેવા છે. મતિ–શ્રતરૂપ જ્ઞાન ગુણ વડે કેવલજ્ઞાનની પૂજા કરવાની છે. જીવરાશિને સંપૂર્ણ ઉપાદેય અને અજીવને સંપૂર્ણ હેય માને તો કામ થાય. પરમાત્માના બે દેહ છે. (1) પુષ્ય દેહ (2) તત્વ દેહ (1) પુણ્ય દેહ–બાહ્ય રૂપે પરમાત્માના ૮પ્રાતિહાર્યો, 4 અતિશયોઆ બધી પરમાત્માની બાહ્ય પુણ્ય પ્રકૃતિ છે. આથી શ્રાવકે પુણ્ય દેહ રૂપ પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તત્ત્વદેહમાં પ્રવેશ મેળવવાનો છે. જ્ઞાનસાર-૩ || 142 Page #144 -------------------------------------------------------------------------- ________________ (2) તત્ત્વદેહ –પરમાત્માએ જે જીવાદિતત્ત્વો કહ્યાં છે તેનો યથાવસ્થિત બોધ, શાસ્ત્ર દ્વારા પરમાત્માના ગુણો જાણીને ગુણની પૂજા તેને તત્ત્વ દેહ કહેવાય છે. સાધુને તત્ત્વદેહની પૂજા 24 કલાક ફરજિયાત છે. તત્ત્વદેહની પૂજા અંતરંગ ભાવ વડે થઈ જ જાય, કરવી ન પડે. જે હમણાં યોગોથી છૂટા થવાની પ્રક્રિયા કરે છે તે જલદી યોગથી રહિત થઈ શકે. પુરુષાર્થ સ્વભાવમય બનવાનો હોવો જોઈએ. આનંદની અનુભૂતિ થવી એ પ્રથમ લાભ છે. રાગદ્વેષથી જેટલા અંશે દૂર થવાય તેટલા અંશે જિનની પૂજા કરાય છે. मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे / આત્માના ગુણમય બનવાના જે બાધક પરિણામો છે, શરીર-સંપત્તિ વગેરે સંયોગોની મમતા તે સર્વને છોડતો જાય અને સાધક પરિણામને સાધતો જાય. ઈલાચી પુત્ર દોરડા પર નાચતાં નાચતાં સામે નજર પડે છે મહાત્માને પતિની નારી વહોરાવી રહી છે મોદક લો લો કહે છે ત્યારે મહાત્મા નીચા નયણે જ ના કહી રહ્યાં છે. તેમનામાં જે નિર્વિકારતા જોઈ તે અંતરને સ્પર્શી ગઈ. આત્મા જાગી ગયો. વિશુદ્ધ ભાવોમાં ચઢી ગયા સ્વભાવમય એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. આમ ક્ષાયોપથમિકભાવ છોડી ક્ષાયિક ભાવને પકડે. યોગ સંન્યાસી બનવા માટે બાહ્ય અભ્યતર સમસ્ત પરભાવનો ત્યાગ કરવો પડે. પછી બાહ્ય સાધક ક્રિયાનો પણ ત્યાગ કરી માત્ર ગુણમય બનવાનો પુરુષાર્થ કરે તે પહેલા ધર્મ સંન્યાસ આવે પછી યોગ સંન્યાસ આવે. ધર્મ સંન્યાસ - યોગ સંન્યાસઃ(૧) ધર્મ સંન્યાસ - તાત્ત્વિક અને અતાત્વિક એમ બે ભેદે છે. ઔદયિકભાવ રૂપ ધર્મનો સંન્યાસત્યાગએ અતાત્ત્વિકધર્મસંન્યાસ છે. ક્ષાયોપથમિક ભાવ રૂપ ધર્મનો ત્યાગ એ તાત્ત્વિકધર્મસંન્યાસ છે. (2) યોગ સન્યાસ - મન, વચન અને કાયા. આ ત્રણે યોગોનો ત્યાગ જ્ઞાનસાર-૩ || 143 Page #145 -------------------------------------------------------------------------- ________________ એ યોગ સંન્યાસ છે. અતાત્ત્વિકધર્મ સંન્યાસ પ્રવજ્યાકાલે હોય છે. કારણ કે ત્યારે ઔદયિક ભાવરૂપ અશુભ ધર્મનો ત્યાગ થાય છે. તાત્ત્વિકધર્મ સંન્યાસ ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણઠાણે હોય છે. કારણ કેક્ષપકશ્રેણિમાંક્ષાયોપથમિક ભાવના ક્ષમાદિ ધર્મનો ત્યાગ થાય છે. યોગ સંન્યાસ ૧૪મા ગુણઠાણે શૈલેષી અવસ્થામાં હોય છે. ત્યાં ત્રણે યોગોનો ત્યાગ થાય છે. યોગ રહિત બનેલો આત્મા મોક્ષમાં જાય છે. આ પુરુષાર્થમાં એક આવર્જીકરણ રૂપ ક્રિયા પણ છે. અર્થાત્ કેવલી સમુદ્યાત કરે. આયુષ્ય કર્મ કરતાં બીજા ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તેને સમ બનાવવા બાકીના કર્મોને ખપાવવા આ ક્રિયા કરે તેથી ચારેય અઘાતિ કર્મો એક સાથે જશે. શરીરનો સંપૂર્ણ મોહ છૂટે ત્યારે જ જીવ ક્ષપકશ્રેણિ માંડી શકે અન્યથા નહીં. મોહને ઘટાડવા માટેની જ સર્વ સાધના છે. મન-વચન-કાયાના વ્યાપારને શુભબનાવવા સમસ્ત યોગોમાં વીર્ય જતું અટકાવે અને અપૂર્વ એવા પુરુષાર્થ દ્વારા આત્મવીર્યને યોગમાં પ્રવર્તતું અટકાવી આત્મવીર્યને આત્મામાં લઈ જવું. ૧૪માગુણઠાણે જીવ અયોગી દશાને પામે છે અને નિર્ગુણ બને છે એટલે અન્યના મતે જ્ઞાનાદિ ગુણથી રહિત બની જાય છે. નિર્મળ - નિરંજન-નિરાકાર બની જાય છે. શરીરથી પૂર્ણ છૂટવાનું હમણાં શકય નથી, જ્યાં સુધી આયુષ્ય કર્મનો ઉદય હોય ત્યાં સુધી શરીર રહે પણ મોહના પરિણામથી વેગળા બની શરીરથી છૂટી શકાય. મમત્વ જાય તો સમત્વ આવે. મોહથી ઘેરાયેલા આત્માએ છઘસ્થાવસ્થામાં જ વીતરાગતા મેળવવાની છે. આત્મામાં નિમિત્તો સદા માટે રહેવાનાં છે. ફકત શેયના જ્ઞાતા બનવાનું છે. 14 રાજલોક પુદ્ગલના સંયોગથી ભરેલો છે. તેનામાં આપણે રહેવાનું છે. મારે મારા આત્માને કેળવવાનો છે. એ જ સાધના શરૂ કરવાની છે. તેની માટે સર્વજ્ઞએ સર્વવ્યવહાર–આચારો બતાવ્યા છે. તેના પાલન દ્વારા કર્મની નિર્જરા જ્ઞાનસાર-૩ || 144 Page #146 -------------------------------------------------------------------------- ________________ કરવાની છે. જે પુણ્યના ઉદયથી શરીરાદિ સામગ્રીનો ઉપયોગ આત્મા ત્યાગ કરવામાં કરે તે જ પુણ્ય ઉપાદેય છે, બાકીનું નહીં. આપણામાં મારાપણાનો ભાવવ્યવહારથી હોય, નિશ્ચયથી નહીં. ગુરુ શિષ્યનો ભાવ વ્યવહારથી છે. ગુરુ સમજે કે શિષ્ય મારી પાસે એના આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યો છે. માટે શિષ્યના કલ્યાણમાં મારે નિમિત્ત બનવાનું છે. શિષ્ય પણ વિચારે કે મારે મારા સ્વભાવમય બનવાનું છે. ગુરુને પોતાના સ્વભાવમય બનવામાં મારે સહાયક થવાનું છે. ઔચિત્યભાવે હોય તો ગુરુશિષ્યના સંબંધો ક્યારેય બગડે નહીં. પરમાત્મા પણ કોઈ આત્માને સ્વભાવમય બનાવી શકતાં નથી. પોતે જ પોતાની રીતે દેવ-ગુરુના આલંબન દ્વારા પુરુષાર્થ કરીને સ્વભાવ પ્રગટ કરવાનો છે. * સમકિત ક્ષાયિક ન બને ત્યાં સુધી દર્શનાચારનું પાલન કરવાનું છે. કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારનું પાલન કરવાનું છે. જે વ્યવહાર રાગ-દ્વેષનું પોષક ન બને તે ઉચિત વ્યવહાર કહેવાય. સહન કરવું અને ગમો થવો બને ભિન્ન વસ્તુ છે. ગમો રતિ મોહનીયનો ઉદય છે અને સહન કરવું એ ચારિત્ર ધર્મનું પાલન છે. સ્વભાવ ધર્મની પ્રાપ્તિ છે. ઠંડી ગરમી સહન ન થાય તે જુદી વાત તેમાં રતિ–અરતિ ન થવી તે જુદી વાત. શરીરમાં પ્રતિકારક શક્તિ ન હોવાથી ઠંડી ગરમીનો પ્રતિકાર ન કરી શકે ત્યારે વિચાર આવે કે પૂર્વે આરાધના નથી કરી તેથી આવું શરીર મળ્યું છે. વર્તમાનમાં જે શરીર મળ્યું છે તેના દ્વારા સધાય તેટલું સાધી લેવું છે. જ્ઞાનસાર-૩ || 145 Page #147 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચાર સંસાર છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનું કાર્યયોગ સાથે જોડી રાખવાનું છે. શુદ્ધ જ્ઞાનચેતનામાં રમણ કરતો આત્મા સકલ ઉપાધિથી રહિત હોય છે. "જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ" યોગમાં રહીને યોગાતીત અવસ્થા અનુભવવાની છે. રૂપમાં રહીને રૂપાતીત અવસ્થા અનુભવવાની છે. પમા ગુણઠાણે રહી યોગથી આંશિક રૂપે અલ્પકાળ માટે છૂટા થવાનો અનુભવ. કાઉસ્સગ્નમાં આત્માએ મોહનો પરિણામ યોગમાંથી ખસેડી લેવાનો છે તો જ કાઉસ્સગ્નમાં સ્થિર બની શકાશે. મલીનયોગ-યોગમાં તદાકાર બનાવે તે બહારથી ધર્મી-અંદરથી કર્મી. શુદ્ધયોગ–આત્મામાં તદાકારબનાવે તે બહાર ધર્મી અંદર પણ ધર્મો. પરમાત્માની ભક્તિથી ૪થા ગુણઠાણાવાળાને સર્વ વિરતિના ઉછાળા આવે અને સર્વ વિરતિવાળાને પરમાત્માની તત્ત્વ ભક્તિ રૂપ સ્વગુણોમાં તદાકારતાની પ્રાપ્તિ આપી પ્રસન્નતાનો અનુભવ થાય અને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય. ગાથા : 8 વસ્તુતસ્ત ગુહીઃ પૂર્ણમન ભસતે સ્વતઃ ગાથાર્થઃ પરમાર્થથી તો વાદળાઓથી રહિત ચંદ્રની જેમ સર્વ વિભાવોથી રહિત આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણોથી પરિપૂર્ણ સ્વયમેવ ભાસે છે = પ્રગટે છે. અર્થાત્ જેમ વાદળ દૂર થતાં ચંદ્રનો સ્વાભાવિક પ્રકાશ ગુણ પ્રગટ થાય છે તેમ સર્વવિભાવો દૂર થતાં આત્માના સ્વભાવિક જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે. આથી આત્મા સર્વથા નિર્ગુણ છે એવી માન્યતામિથ્યા છે. જ્ઞાનસાર-૩ || 146 Page #148 -------------------------------------------------------------------------- ________________ શરીર એ હું નથી તેથી મારે તેમાં ન રહેવાય અજ્ઞાનદશામાં બાંધેલા કર્મોનો ક્ષય થાય અને સંપૂર્ણ રીતે કર્મ-કષાય- કાયાદિથી રહિત થાય ત્યારે આત્મા શુદ્ધ બને છે. આત્મા જેમ જેમ કર્મથી મૂકાતો જાય તેમ તેમ ગુણોનું પ્રગટીકરણ થતું જાય. અગુરુલઘુ અવ્યાબાધ અસંગ સક્રિય આદિ ગુણો આત્મામાં પ્રગટ થાય અને આત્મા સિદ્ધ થાય. પરના સંયોગમાં આપણને વર્તમાનમાં આનંદ આવે છે તે મોહના ઘરનો છે. પરના સંયોગોમાં રહીને પરના સંયોગના ભાવનો ત્યાગ થાય ત્યારે તે નિઃસંગ થાય.નિઃસંગ દશામાં જ સાચો આનંદ રહેલો છે. - સાધનાનું ફળ સંયોગ વિનાના આનંદમાં છે. સંયોગવાળો આનંદ મોહ મિશ્રિત છે. નિઃસંગદશાવિના સહજાનંદની અનુભૂતિ ના થાય.નિ સંગ દશામાં જવા માટે અને તે રૂપ થવા માટે આપણા આત્માની દશા નિઃસંગ છે એવો નિશ્ચય થવો જોઈએ. . જેમ વાદળ રહિત ચંદ્ર શોભાને પામે છે તેમ સાધુ જેમ સ્વભાવને ભજતો જાય તેમ તેનો આત્મા ચંદ્રની જેમ શીતળતાને ધારણ કરતો જાય. તેમ જ તેના સાનિધ્યમાં આવતા જીવોને શીતળતાનો સ્વભાવ અર્પતો જાય છે. આમ શુદ્ધ એવો આત્માનિર્લેપ અને જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ છે. 2 નિઃસંગ દશામાં જવા માટે 4 અનુષ્ઠાનો બતાવ્યાં છે 1) પ્રીતિ (2) ભક્તિ (3) વચન (4) અસંગ અનુષ્ઠાન. અનાદિકાળથી સંગાવસ્થા છે તે એકી સાથે તૂટીને નિઃસંગ દશામાં નહીં આવી શકાય કારણ નિઃસંગદશા અતિ દુષ્કર છે. પરના સંગમાં જે રાગ છે તે રાગ દશાને ફેરવવી પડે. અપ્રશસ્ત રાગમાંથી પ્રશસ્ત રાગમાં આવવું પડે. કિંચન, કામિની, કાયા, કીર્તિ અને પ્રસિદ્ધિની કામના - આ સંસારના જ્ઞાનસાર-|| 147 Page #149 -------------------------------------------------------------------------- ________________ પાંચ પરમેષ્ઠિઓ છે. આ પરનો રાગ પંચ પરમેષ્ઠિ ભગવંતોમાં ફેરવવો પડે. કર્મ પોતે જ પુગલ સ્વરૂપ છે. આથી તેનામાં આત્માની કોઈ વસ્તુ આપવાની તાકાત નથી. સાધનાની સિદ્ધિ રૂપે મને મારા ગુણોની અનુભૂતિ જ જોઈએ છે. स्वभावलाभात् किमपि प्राप्तव्यं नाऽवशिष्यते / (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) સ્વભાવના લાભસિવાય બીજું કંઈ પણ મેળવવું નથી. આત્માના સ્વભાવ અને સ્વરૂપની વિરુદ્ધકર્મસત્તાએ જે આપ્યું છે તે નુકશાન કરનાર જ છે. આત્મામાં રહેલ ઢચિનો પરિણામફેરવવાનો છે. રૂચિ બે પ્રકારે છેઃ (1) ભવના સર્જનની રૂચિ (ર) ભવના વિસર્જનની રૂચિ. રૂચિ જે બાજુ ઢળશે તે પ્રમાણે પ્રાપ્તિ કરાવશે. કેમ કે રૂચિ અનુયાયી વીર્ય છે. રૂચિ સમ્યગુફરશે તો પુરૂષાર્થ સમ્યગુથશે. જો સમ્યગુદર્શન હશે તો તેને અવશ્ય ભવના વિસર્જનની જરૂચિ થશે. કેમ કે આત્મામાં વિવેકરૂપ દીપક પ્રજ્જવલિત થઈ ગયો છે. માટે જ તો કહ્યું છે કે "સમન્ દષ્ટિ ગુણઠાણા થકી જીવ લહે શિવ ધર્મ."આપણને ચિંતા નહીં પણ જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિ રૂપ ઉપયોગ આપણી ચેતના પ્રદીપ્ત કરે છે. પ્રભુ કહે છે - "તું ચાલ પરમના પંથે તો પામ"તો પછી આર્તધ્યાનને પામવાનો અવકાશ નથી. પર વસ્તુની પ્રાપ્તિની અપેક્ષા પૂર્ણ ન થતાં આત્મા દીન બની જાય છે. સમ્યગુદર્શન હોય તો દીનતા આવે નહીં. આપણે ક્યાં છીએ? તેનું ભાન ન હોય તો આપણે આપણા આત્માને જ્ઞાન સાર-૩ || 148 Page #150 -------------------------------------------------------------------------- ________________ કઈ રીતે બચાવીશું? ધર્મના આદરના કારણે લોકો અમને પ્રેમથી વહોરાવે છે. તો વાપરીને જો સાધનામાં શકિત ન વાપરીએ તો ખૂબ ભારે થઈએ છીએ. તેમનો વિશ્વાસઘાત થાય છે. ધર્મનો લાભ મેળવવા માટે તેઓને ધર્મલાભ આપ્યો છે. તેથી આ ગોચરીરૂપ સાધનાનો ધર્મ મેળવવા માટે ઉપયોગ કરવાનો છે. બીજાની પ્રવૃત્તિ માટે આપણે ખૂબ જાગૃત છીએ - સ્વ માટે ઉંઘતા છીએ. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યએ આત્માના મહત્વના ગુણો છે. સાધુપણું સ્વીકારવામાં સૌ પ્રથમ સંવત્સરી દાનને શા માટે અને તે શું સૂચવે છે? ધન અનર્થકારી છે તેને તું છોડીને જઈ રહ્યો છે. સમગ્ર પુદ્ગલ વસ્તુ જ પર છે. જે આત્માની નથી ક્ષણિક અને નાશવંત છે. તે પરમાં મોહને જોડતો નહીં અને શાશ્વત એવા આત્માને સ્વરૂપ અને સ્વભાવને પામવાનો જ સાધુપણામાં પુરૂષાર્થ આદર તો જ તું શાશ્વત એવા પરમ સુખને પામીશ. અને કર્મરૂપી સંસારથી સંપૂર્ણ મુકત બનીશ. સંવત્સરી દાનદેતાં આત્માને આઅવાજ સંભળાશેખરો? મારે સમગ્ર પરને છોડવાનું છે એની રટણા પ્રતિપળ અંતરમાં ચાલતી રહેશે ખરી? ન છૂટી શકે તો તેનો પશ્ચાતાપ થશે ખરો? જો જવાબ 'હા' છે તો પરમપંથને પામવાની તારામાં યોગ્યતા છે તેમ સમજવું. સમગ્ર પરનું દાન કરીશ તો પરમની પ્રાપ્તિ કરીશ. અરૂપીને અરૂપીનું જ દાન થાય. આત્મા અરૂપી છે. પ્રતિ સમય આત્માને જ્ઞાનનું દાન કરે. પોતાને પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ પોતાને લાભ થાય છે. જ્ઞાન-દર્શનનો ભોગ થાય. સમયાંતરે ઉપયોગમાં આવે છે માટે. ચારિત્રના પરિણામને નિરંતર માણવાનો છે તેથી તે ઉપભોગમાં આવે. આત્મવીર્યનું ગુણોમાં પ્રવર્તમાન થવું તેનિશ્ચયથી ક્રિયા. જ્ઞાનસાર–૩ // 149 Page #151 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલને ગ્રહણ કરવું તે ક્રિયાની વિભાવદશા છે. પોતાના આત્મપ્રદેશોમાં પૂર્ણ થવું તે સ્વભાવદશા છે. પોતાના આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનંતગુણો વ્યાપીને રહેલાં છે તેથી તે પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભે છે. જે પોતાના સહજ ગુણોથી શોભે છે તે જ ઋષભ છે તે જ પતિ છે. તેથી યોગીરાજ આનંદઘનજી મહારાજે ગાયું કે"ઋષભ જિનેશ્વર!પ્રીતમ હારો રે, ઔર ન ચાહું રે કત." કત આણે અંત.આ ભવરૂપીવનનો અંત આણી મોક્ષરૂપી નંદનવનમાં પહોચાડે તેવા જ કતને હું ઝખુ છું. તેની જ ચાહના અંતરમાં છે. તેથી જ પરભાવમાં થયેલી આત્મતત્ત્વની બુદ્ધિને છોડવાની છે. આવા પ્રકારની શોભાને કોણ પામે? જેણે પરભાવોમાં મમતાનો ત્યાગ કર્યો છે. આત્માના ગુણના અનુભવમાં જે જે સાધનો બતાવ્યાં છે તે સ્વીકારી, વિકલ્પો રૂપક્ષયોપશમ ભાવની સાધનાનો ત્યાગ કરી ઉત્સર્ગ માર્ગે ગુપ્તિનો સ્વીકાર કરી જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ રૂપ કાયોત્સર્ગ કરવાનો છે. ચાલતા ચાલતા બાહુબલીજી યાદ આવવાં જોઈએ. ઉત્સર્ગ માર્ગની શક્તિ ન હોય તો અપવાદ માર્ગે ચાલતા ઉત્સર્ગ માર્ગ સામે રાખવામાં આવે તો તે અપવાદ માર્ગ ઉત્સર્ગ તરફ લઈ જાય છે. છેલ્લે તો ઉત્સર્ગ માર્ગને પણ છોડી દેવાનો છે. આત્મા અવસરે અવસરે તે વસ્તુઓનો ત્યાગ કરતો સંપૂર્ણ અસંગ દશાને પામતો સંપૂર્ણ કર્મ રૂપ આવરણ રહિત થઈ સિધ્ધાવસ્થાને પામે છે. પોતાનું આત્યંતિક સુખ = પરિપૂર્ણ સુખ = નિરૂપમ સુખ ભોગવી શકે છે. જ્ઞાનસાર-૩ || 150 Page #152 -------------------------------------------------------------------------- ________________ આત્માનું શાશ્વત સુખ કેવું છે? આત્મત્તિક = અત્યન્ત સુખ, પરિપૂર્ણ સુખ. ઐકાન્તિક = જે પ્રાપ્ત થયેલું સુખ ક્યારેય જાય નહીં. નિર્લેન્દ્ર = કેવળ સુખ છે. દુઃખ અંશમાત્ર પણ નથી. નિપ્રયાસ = જે સુખ મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. અર્થાત્ સ્વભાવિક, સહજ સુખ છે. નિરુપચરિત = કોઈ પણ પ્રકારનું ઉપચાર કરાયેલું નથી પણ સહજ સુખ સ્વરૂપ જ છે. આથી સમ્યગૂ જ્ઞાનના બળે હેયોપાદેયના વિવેકપૂર્વક સમસ્ત હેય ભાવનું (જે આત્માને અહિતકાર છે) સર્વથા ત્યાગ કરવા વડે જે ત્યાગ માત્ર નિર્જરાનું કારણ બને. પરભાવનું ગ્રહણ એ જ આત્માનું અહિત છે તેથી આત્માના સ્વરૂપના અભિલાષીઓએ સર્વથા પર ભાવનો ત્યાગ કરવો જ જોઈએ. જ્ઞાનસાર-૩ // 151 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯મું - અષ્ટક ક્રિયા પરભાવનો ત્યાગ કરવો એ જ આત્મતત્વને સાધી આપે એવી મોક્ષસાધક ક્રિયા છે. આ કારણથી હવે ક્રિયાષ્ટક જણાવે છે. પરભાવના ત્યાગનું કારણ બને તેવી ક્રિયા સાધ્યને મેળવી આપે છે, માટે ત્યાગ કરવા ક્રિયા કરવી પડે. જ્ઞાન સમ્યગ રૂપે આત્મામાં પરિણમે માટે ક્રિયા કહી છે. જેમ ભૂખ લાગે ને ખાઈએ તો તે શક્તિરૂપે પરિણમે છે. ભૂખ લાગે ને ખાવાની ક્રિયા ન કરીએ તો શક્તિરૂપ ફળ ન પામી શકે. તે જ રીતે જ્ઞાન સાથે ક્રિયા હોય ત્યાં મોક્ષની પ્રાપ્તિ થાય. ' આત્માનો કર્તા પરિણામ થાય તેને ક્રિયા કહેવાય. દ્રવ્યમાં કર્તા પરિણામવાળું આત્મ દ્રવ્ય છે. આત્માનું કર્તાપણું જેમાં હોય અને તેને પામવા માટે જે કરાય તેને જ સમ્યક ક્રિયા કહેવાય. જિનશાસનમાં જ્ઞાન-ક્રિયા બંને મુખ્ય છે. દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ દ્વારા આત્મસ્વરૂપ અભિમુખ બનાવે તે જ્ઞાન કહેવાય. પોતાના સ્વરૂપનો નિશ્ચય અને રુચિ ન થાય તો નવપૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ બને છે. સ્વરૂપનું જ્ઞાન તે સામાન્યોપયોગ છે. સ્વભાવરૂપ ગુણોનું જ્ઞાન તે વિશેષપયોગ છે. સ્વરૂપ અભિમુખ વીર્યપ્રવૃત્તિ તે ક્રિયા નિશ્ચયથી છે. પોતાના સ્વરૂપને પ્રગટ કરવાને અભિમુખ બનેલું વીર્યને વાસ્તવિકતા ક્રિયા કહેવાય. દર્શન-પ્રતિક્રમણ, પડિલેહણાદિ ક્રિયા કરતાં મારા આત્માનું જ્ઞાનસાર-૩ || ૧૫ર Page #154 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ સ્વરૂપ દબાયેલું છે તેને પ્રગટ કરવા ક્રિયા કરું છું તે લક્ષ આવવું જોઈએ. જ્ઞાનનું કાર્ય સ્વ–પરનું અવભાસન કરવાનું. આત્માને પ્રકાશિત કરે અને તેની સાથે જોડાયેલા શરીરાદિને પણ પ્રકાશિત કરે છે. માત્ર શરીર તરફી જ્ઞાન મલિન જ્ઞાન છે, મિથ્યાત્વ યુક્ત જ્ઞાન છે. આપણું જ્ઞાન જ જો મિથ્યા હશે તો આપણી બધી પ્રવૃત્તિ પણ મિથ્યા થવાની, તે આત્માનું એકાંતે અહિત કરનાર જ બને છે. અઘાતિકર્મના નાશથી જે પ્રગટ થાય છે તે પોતાનું સ્વરૂપ છે. હુંઅક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપવાળો છું. આવા આત્માને ધ્યેયરૂપે પકડીને પોતાનામાં રહેલા આનંદને અનુભવે તે વાસ્તવિક આત્મરમણતા છે. મિથ્યાત્વના ઉદયથી આત્મા પોતાને દેહરૂપે માની દેહના રૂપાદિને પકડી, તે મય પોતાને માનતો હોવાથી તથા તેને દેહ રૂપ થવાનો ભાવ હોવાના કારણે, તેમના મોહના ઉદયને કારણે જીવ સ્વસ્વભાવમય બની શકતો નથી. સાધુનો રંગ કાળો શા માટે? આપણી અરૂપી અવસ્થાનો રૂચિ પરિણામ પ્રગટ થાય, તે મય બનવાનો ભાવ થાય તે સ્વરૂપ રમણતાનો અંશ છે. એ અંશમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. રૂપી મટીને અરૂપી બનવાની ઢચિ જ્યારે પ્રગટ થશે ત્યારે રૂપી એવા આ શરીર પ્રત્યેના મોહનો વિચ્છેદ થશે ત્યારે આત્મવીર્ય રૂપની સજાવટમાં નહિ જાય પરંતુ રૂપને કાઢવા માટેનો પુરુષાર્થ કરશે. માટે તો સાધુનો રંગ કાળો કહ્યો છે. પોતાનું રૂપ જોઈને પોતાને મોહન થાય એવુંરૂપ બનાવવાનું છે. માટે પ્રથમ સંસારના સર્જનને અટકાવવાનું છે. તારું વીર્ય તારે અરૂપીપણું, અગુરુલઘુપણું, અક્ષયપણું અને અવ્યાબાધપણું પ્રગટ કરવા માટે જ પ્રવર્તાવવાનું છે, તો જ સ્વરૂપને પામવાની તારી સાધના સફળ થશે. આથી સ્વરૂપની પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી બાહ્યરૂપમાં રાગાદિભાવ ન થાય માટે સાધુનો રંગ કાળો કહ્યો છે. જ્ઞાનસાર-૩ || 153 Page #155 -------------------------------------------------------------------------- ________________ પોતાનું રૂપ જોઈને પોતાને મોહ ન થાય તેવું રૂપ પરાવર્તન કરવાનું આ રીતે સંસારના સર્જનને અટકાવવાનું છે. વિકાર રૂપે પ્રગટ થયેલી વિભાવદશા તેમાં પ્રગટેલો મોહતે આત્માને વિભાવમાં પ્રવૃત્તિ કરાવે છે. આત્માના ચારિત્રગુણમાં આત્મવીર્યએકમેક બની જાય તેનું નામ જ સ્વભાવ રમણતા. જ્યાં સુધી રૂપ સંપૂર્ણ દૂર ન થાય, ત્યાં સુધી રૂપને ફેરવવાનું છે. સર્વજ્ઞ કથિત ક્રિયા દ્વારા શરીરને શ્રમ આપી શરીરને શ્યામબનાવી આત્માને ઉજ્જવલ બનાવવાનો છે. 10 પ્રાણો, રૂપીપણું, નાના મોટાનો ભાવ, શાતા–અશાતાની પીડા આ જ વસ્તુ કર્મફળ રૂપે આપણને મળી છે. ચારથી છૂટવા જ સર્વજ્ઞકથિત આચાર છે. તે આચારમાં વર્તવું તે જ દ્રવ્યમોક્ષ અને આત્માના જ્ઞાનાદિ ગુણ માટે રમવું તે ભાવમોક્ષ છે. રૂપી આદિ આત્માની ચાર વિભાવ અવસ્થાથી છૂટવાનો ભાવ ન આવે તો મોહન છૂટે. "સર્વ આચારમય પ્રવચને, ભાખ્યો અનુભવ યોગ, તેથી મુનિ વમે મોહને, વળી રતિ–અરતિ-શોગ. (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) a અનુભવ યોગની પ્રાપ્તિ કઈ રીતે થાય? આપણે આત્મામાં ચરવાનું છે. તેના બદલે માત્ર યોગ અને ક્રિયામાં ચરીએ છીએ. અપ્રમત્તપણે કાઉસ્સગ્ન કરે તેમાં મચ્છરાદિકરડે તો પણ ઉડાડે નહિ પણ જો તેમાં આત્મતત્ત્વની રમણતા ન હોય તો તે દ્રવ્યક્રિયા છે. પોતે કાયાના મમત્વથી છૂટી આત્મમય = કાઉસ્સગ્નમય બની ગયો તેવું લાગે અર્થાત દેહભાવથી છૂટી ગયો એવું લાગે ત્યારે ભાવક્રિયા કહી છે. યોગમાં સ્થિર થયા પછી ભાવમાં સ્થિર થવાનું છે. અર્થાત્ સ્વભાવમય બનવાનું છે. મોહના પરિણામ વિનાની ક્રિયા જોઈએ. અશુધ્ધ કાયિકી આદિ ક્રિયાઓના કારણે અનંત સંસારનું સર્જન ચાલુ છે. તેથી કાયા નિમિત્તે કર્મબંધ ચાલુ જ છે. જ્ઞાનસાર-૩ // 154 Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદૃષ્ટિને કાયાની વિરતિ નહોવાના કારણે કાયિકી–ક્રિયા નિમિત્તે કર્મબંધ ચાલુ છે. દેશવિરતિ-સર્વવિરતિઘરને કાયાની વિરતિ છે અર્થાત્ જેટલા અંશે કાયાથી નિઃસંગ બને તેટલા અંશે તેને કાયિકી ક્રિયા ન લાગે. નવતત્ત્વના અભ્યાસ દ્વારા શરીર અને આત્માનું ભેદજ્ઞાન થવું જોઈએ. જો ન થાય તો ગણ્યા વિનાના ભણ્યા કહેવાઈએ. માટે તેને અનુભવયોગમાં પ્રવેશ ન મળે. સાધુ કે શ્રાવકની તમામ કિયા ધ્યાનયોગનું પ્રવેશદ્વાર છે. જેના દ્વારા આત્મા અનુભૂતિના આકાશમાં ઉડ્ડયન કરી શકે છે. સાધુ માટે પ્રથમ વિરતિ કાયિકી યોગની છે. તેણે કાયાને સાખીધર બનાવી તેમાંથી નીકળવાની પ્રક્રિયા કરવાની છે. વિશુધ્ધ એવી 5 સમિતિ અને ગુપ્તિનું પાલન ઉપરાંત વિનય, વૈયાવચ્ચ, આદિઅત્યંતર તપ ક્રિયાનું પાલન કરવા વડે સંસારનું સર્જન અટકાવવાનું છે. આમ અંતરાત્માને પરમાત્મા બનવાની ક્રિયા એ જ સંયમયાત્રા. પસમિતિ અને 3 ગુપ્તિનું પાલન મુખ્ય છે. તેના માટે અત્યંતર તપ કરવાનો છે. ચિત્તની સરળતા વિના તપનો પરિણામ ન આવે. કર્મલઘુતાવિના સરળતા ન આવે. સરળ બન્યા પછી વિનય ગુણ આવે. જેનામાં ગુણી અને ગુણ પરનું બહુમાન હોય તેનામાંવિનયગુણ આવ્યો છે એમ કહી શકાય. આવું ક્યારે બને? જો સાધ્યભૂમિકા સચોટ હોય તો. * સાધ્યની સિધ્ધિ માટેના 4 અનુષ્ઠાન છે. (1) પ્રીતિ ગુણીમાં રહેલા ગુણો પ્રત્યે આદર - બહુમાનભાવ (2) ભક્તિઃ અંતરથી તેમના માટે કંઈ કરી છૂટવાનો પરિણામ. તેમના માટે કિંઈકત્યાગકે ભોગ આપવાનો પરિણામ. પોતાની મનગમતી વસ્તુ ભક્તિરૂપે દેવ-ગુરુને અર્પણ કરો છો. હૃદય મંદિરમાં ર૪ કલાક દેવ-ગુરુ વસેલા હોય સ્વેચ્છાનો ત્યાગ કરી સામેનાની ઇચ્છા મુજબ વૈયાવચ્ચ કરવાની છે. જ્ઞાનસાર-૩ || 155 Page #157 -------------------------------------------------------------------------- ________________ * ગુરૂ એ ગુણના ધામ છે. પોતે ગુણી બનવું છે માટે ગુરુમાં રહેલા અદ્ભૂત ગુણોનું બહુમાન આવવું જોઈએ. પંચ પરમેષ્ઠિ એ એવું તત્ત્વ છે કે જેના સ્મરણથી દોષો વિલીન થઈ જાય. સાધુ સં વર્ણ પુષ્યમ્ ! તીર્થભૂતા દિ સાધવઃ | મહામિથ્યાત્વી બ્રાહ્મણ-યજ્ઞ-મુનિ તે યજ્ઞ મંડપમાં - હિંસા જોઈ હિંસાન કરવાનો ઉપદેશ કહેતા મુનિ પર ક્રોધાયમાન થઈમારવા દોડતા યજ્ઞ થાંભલા જોડે અથડાઈમૃત્યુ-આર્તધ્યાનથી સિધ્ધગિરિ ઉપરસિંહ ઉદ્યાનમાં કેસરિસિંહ અનેક પ્રાણીઓને ત્રાસ પમાડવા લાગ્યો- શાંતિનાથ પ્રભુને જોઈ વિશેષ ક્રોધાયમાન- છલાંગ-ત્રણ વાર નિષ્ફળ જતાં વિચારમાંચડ્યો. આ કોઈ વિચિત્ર મહર્ષિ? શાંતિ પ્રભુએ - પૂર્વ ભવ કહ્યો - પ્રતિબોધ - તું સમતાથી રહે તીર્થના પ્રભાવે - સ્વર્ગ–એક ભવ પછી મોક્ષ-સિંહ-મૃત્યુ - પામી દેવ-પૂર્વે સાધુ દર્શન - અહિં તીર્થકરના દર્શન - સફળ. ગુરુનું શ્રેય થવાનું હોય તો યોગ્ય શિષ્યને તે સ્વપ્નમાં દેખાય. ગુરુ માત્ર ગુરુનથી પણ ગુણના ભંડાર છે. ગુણના હેતુથી જ ગુરુનો સ્વીકાર કરવાનો પણ રાગભાવથી નહિ, તો એકાંતે આત્માને લાભદાયી બને. સંસાર વૃક્ષનું મૂળ કષાય છે. રામાનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય જાતા સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય? સાધુ જીવનમાં નડતરભૂત માન કષાય છે. તેને જ સર્વજ્ઞવચનરૂપી હથોડાના ઘા મારી ભેદવાનો છે. માન પરને આશ્રયી છે. માટે ભ્રમ પણ પરને આશ્રયીને રહે છે. જગતથી વિમુખ થયા વિનાજિનાજ્ઞામય ન થવાય તે માટે અપૂર્વ સત્ત્વ ફોરવવું પડે. દેવ-ગુરુ સમક્ષ પોતાના અસ્તિત્વને, વ્યક્તિત્વને સંપૂર્ણ ઓગાળી નાખવાનું છે, માનને દેશવટો આપવાનો છે. સંસારનો નાશ કરવા માટે જ્ઞાનસાર–૩ // 156 Page #158 -------------------------------------------------------------------------- ________________ સંવર-નિર્જરાત્મક ક્રિયા કરવાની છે. આશ્રવનો અટકાવતે સંવર, કષાયો એ મુખ્ય આશ્રવ છે. તેનાથી નિવૃત થવા માટે જ આત્માએ પુરુષાર્થ કરવાનો છે. રપર વિષયો દ્વારા સતત સામાયિક ભાવનું ખંડન થાય છે, તેનાથી વિરામ પામવા માટે સામાયિકમાં સમતાને વેદવાની છે. ચાર પ્રકારે કિયા શુધ્ધદ્રવ્યક્રિયા સ્વરૂપને પામવા સર્વજ્ઞ કથિત વિધાન પ્રમાણે ક્રિયા કરવી તે. અશુધ્ધ દ્રવ્ય ક્રિયા મોહયુક્ત-આશ્રવયુક્ત જે કાયિકી આદિ રપ ક્રિયા છે. શુધ્ધભાવ ક્રિયા સ્વરૂપને પામવાના લક્ષ સાથે જે ક્રિયામાં આત્મવીર્યભળે તે શુધ્ધ ભાવ ક્રિયા. અશુધ્ધભાવક્રિયાઃ વીર્યપુદ્ગલને અનુસરનારું હોય અર્થાત્ કાયાને જ લક્ષમાં લેવાઈ હોય પણ ગુણને અનુસરનાર નહોય તો તે અશુધ્ધભાવ ક્રિયા. પોતાના ગુણની અંદર જ આત્મવીર્ય પ્રવર્તાવવાનું લક્ષ= આત્માના ગુણોમાં ગુણોનું પરિણમન કરવું તે શુધ્ધભાવક્રિયા.દા.ત. વંદન કરતી વખતે પોતાની અપૂર્ણતાનો ઉપયોગ અને પૂર્ણતાનું લક્ષ હોવું. તે સાથે આત્મવીર્યને આત્મામાં પ્રવર્તાવવું તે શુધ્ધ ભાવ ક્રિયા. a 7 નયની દષ્ટિથી કિયા (1) નૈગમનયઃ મનમાં ક્રિયા કરવાનો સંકલ્પ કરે તો પણ ક્રિયા કહેવાય. તંદુલિયો મત્સ્ય ફક્ત મનમાં સંકલ્પરૂપ ક્રિયા કરે છે. અશુભક્રિયાનો સંકલ્પ ૭મી નરકમાં પહોંચાડે. (2) સંગ્રહનયઃ સર્વ સંસારી જીવો શુભ કે અશુભ ક્રિયાવાળા હોય. ક્રિયાથી રહિત સંસારી આત્મા ન હોય. (3) વ્યવહાર નય જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી ક્રિયા ન માને. વિગ્રહગતિમાં શરીર પર્યાપ્તિ પૂરી કરે તે પહેલા મન–વચન અને જ્ઞાનસાર-૩ || 157 Page #159 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકાદિ શરીરના કાયયોગો નથી, તેથી તે વખતે તેજસ, કાર્પણ કાયયોગજન્યક્રિયા હોવા છતાં પણ તે લોકભોગ્યક્રિયા નહોવાથી વ્યવહારથી તેને ક્રિયા ન માને. શરીર પર્યાપ્તિ પછી થતી ક્રિયા તે વ્યવહારનયથી ક્રિયા જાણવી. શરીર પર્યાપ્તિ સમાપ્ત કર્યા બાદ જે શુભાશુભ ક્રિયા થાય છે તે લોકભોગ્ય હોવાથી વ્યવહાર નયથી ક્રિયા જાણવી. (4) જુસૂત્રનય : કોઈપણ કાર્યને સિધ્ધ કરવા માટે વર્તમાનકાળમાં મન-વચન-કાયાના યોગ દ્વારા આત્મવીર્યપ્રવર્તમાન થાય ત્યારે ક્રિયા માને. (5) શબ્દનયઃ વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવકે ક્ષાયિક ભાવથી પ્રગટ થયેલા વીર્યનું આત્મ પ્રદેશોમાં પરિસ્પદ (સંકોચ-વિસ્તાર) થવા રૂપ જે ક્રિયા તે શબ્દવેધ ક્રિયા કહેવાય. અહીં ભાવક્રિયાની પ્રધાનતા કરી છે. યોગ ગણતા કરી છે. () સમભિરૂઢનયઃ આત્માના શુધ્ધ ગુણોની સાધના કરવા માટે આત્મવીર્ય પ્રવર્તે ત્યારે જ ક્રિયા માને. (7) એવંભૂતનય શુધ્ધ આત્મ તત્ત્વની સાથે તાદાભ્યતા (એકતા) કરવા સ્વરૂપ મન-વચન-કાયાના યોગોથી નિરપેક્ષ થઈ આત્મવીર્ય આત્માના ગુણોમાં પરિણમન પામેત્યાંક્રિયામાને પછી આત્મા કર્યગ્રહણ ન કરે. આપણે અક્રિય બનવાનું છે. આત્મ પ્રદેશો પોતે સ્થિર છે પણ કર્મ સાથે વળગેલા છે ત્યાં સુધી તે અસ્થિર થાય છે. સર્વ વિભાવદશાથી વિરામ પામવાનું છે. સર્વ વિભાવદશાથી સંપૂર્ણ રીતે વિરતિ ૧૪મા ગુણસ્થાનકે થાય. આત્મપ્રદેશનો સંકોચ વિસ્તાર થવો એ પહેલી વિભાવદશા, આત્માના ગુણોમાં પૂર્ણ પરિણમન ન થવું તે બીજી વિભાવદશા. આત્મવીર્ય પૂર્ણ રીતે આત્મ પ્રદેશોમાં પ્રવર્તમાન નથી કારણ અઘાતિ કર્મોના કારણે પ્રદેશ સ્થિરતા આવતી નથી. ૧૪મા ગુણસ્થાનકે સંપૂર્ણયોગનો અભાવ થાય. જ્ઞાનસાર-૩ || 158 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪મા ગુણઠાણે જ્યારે શૈલેષીકરણ થાય ત્યારે પ્રદેશસ્થિરતા આવે. આત્મવીર્યઅત્યાર સુધી મન-વચન-કાયાના યોગોમાં પ્રવર્તમાન હતું તે હવે પોતાના ગુણોમાં અને આત્મપ્રદેશોમાં પૂર્ણ રૂપે પરિણમન પામે અર્થાત્ આત્માના પ્રદેશોની સદા માટે સ્થિરતા થવી. કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે સ્વભાવની સ્થિરતા આવે અને ૧૪મા ગુણઠાણે શેલેષીકરણ થાય ત્યારે પ્રદેશ સ્થિરતા આવે. ત્યારે આત્મામાંથી સંપૂર્ણ મોહનો અને ક્રિયાનો અભાવ થાય છે. અર્થાત્ સંપૂર્ણનિઃસંગ અવસ્થાની પ્રાપ્તિ યાને સ્વભાવની પ્રાપ્તિ અને વિભાવથી સંપૂર્ણ મુક્તિ થાય છે. ક્ષાયિકપણું પ્રાપ્ત થવા છતાં પણ યોગ સાથે જોડાયેલા હોવાથી આત્મવીર્યસંપૂર્ણ આત્મપ્રદેશોમાં પરિણમન થતું નથી ત્યાં સુધી કર્યગ્રહણતા ચાલુરહે. શેલેષી અવસ્થા એટલે મેરુપર્વતની જેમ આત્મવીર્યને આત્મામાં સ્થિર કરવું, છેલ્લે સૂક્ષ્મ કાયયોગરૂપી શ્વાસોચ્છવાસને રૂંધે છે અને લોમાહાર બંધ થઈ જાય તેથી આત્માના પ્રદેશો સંપૂર્ણ સ્થિર થઈ જાય. આ સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે કારણ વિના મન–વચન-કાયાના યોગોને પ્રવર્તાવવાના નથી. મન-વચન-કાયાની ગુપ્તિની સાધના પ્રધાન છે. તે સંપૂર્ણ રીતે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્સર્ગે ગુપ્તિ અને અપવાદ સમિતિનું સેવન કરવાનું છે. આત્મપ્રદેશો અક્ષય અને સ્થિર છે તે સ્થિરતાને પામે ત્યારે કર્મ ગ્રહણ કરતા નથી જ્યારે આપણો આત્મા કષાયભાવને પામેલો હોય ત્યારે આત્મપ્રદેશો વિશેષ ચલાયમાન બને છે અને વિશેષથી કર્યગ્રહણ કરે છે. મોહથી સંકલ્પ-વિકલ્પની ગતિ મનમાં વધે. આત્માએ સ્વ-સ્વરૂપમાં રહેવાનું છે તે જાણ્યા પછી આત્મા પર આલંબન અને વિકલ્પોથી નિવૃત્તિ પામે તેટલો. કર્મબંધથી અટકે. જેમ સરોવરમાં પથરો નાખતા તરંગો ઉઠે–પછી શાંત થઈ જાય તેમ જ્ઞાનસાર-૩ || 159 Page #161 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનાવસ્થામાં જેમ જીવ સ્વ-સ્વરૂપને પકડતો જાય તેમ પરનો મોહ છૂટતો જાય તેમ શાંત થતો જાય. અનંત ગુણોની પૂર્ણતા એ સ્વભાવ સ્થિરતા છે, - યોગોની પૂર્ણતા એ સ્વરૂપ સ્થિરતા છે. અર્થાત્ યોગાતિત અવસ્થા. સર્વ પુગલના સંયોગથી મુક્તિ તે સ્વરૂપ સ્થિરતા છે. અર્થાત્ આત્માની શુધ્ધ-સિધ્ધાવસ્થા છે. આત્મતત્ત્વને જાણનાર એવા આત્માએ તે શુધ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માટે સાધનભૂત એવી ગુણોને ગ્રહણ કરવાની અને પરભાવને તજવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. ક્ષાયિક ભાવે તે–તે ગુણોની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાંસુધી જ્ઞાનાચારાદિ પાંચ આચાર પાલનની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. પંચાચારનું પાલન સર્વજ્ઞ કથિત માર્ગ પ્રમાણે કરવાનું છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિન થાય ત્યાં સુધી જીવે દર્શનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. કારણ કેલાયોપથમિકભાવનું સમ્યકત્વ હોવાથી અતિચારો લાગવાનો સંભવ છે તેથી અતિચારો દૂર કરવા દર્શનાચારનું પાલન આવશ્યક છે. તે દર્શનાચારના આઠઆચાર આ પ્રમાણે છે. નિસ્યકિઅ નિકકખિઅ.. દર્શનાચારના આઠ આચાર : i પરમાત્માના વચનોમાં શંકા ન કરવી. ii અન્ય મતને જાણવાની કે સાંભળવાની ઇચ્છા ન કરવી. સાધુ-સાધ્વીજી ઉપર દુર્ગચ્છા ન કરવી. (અર્થાત્ સાધુ-સાધ્વીના મલિન વસ્ત્ર, ગાત્ર, જોઈ દુર્ગચ્છા ન કરવી.) Liv અમૂઢ (અમોહાંધ) દષ્ટિવાળા બનવું. જ્ઞાનસાર-૩ || 10 Page #162 -------------------------------------------------------------------------- ________________ >> ગુણીના ગુણોની અનુમોદના કરવી. vi જૈન ધર્મ પામેલા જીવોને વધારે વધારે સ્થિર કરવા. viaaN સાધર્મિક પુરુષો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. vi જૈન દર્શનની પ્રભાવના કરવી. દર્શનાચારની વિચારણા | (1) શંકાઃ સર્વજ્ઞ ભગવાનના વચનમાં શંકા ન કરવી. કારણ કે વિતરાગ સર્વજ્ઞ છે. આથી તેઓ જે કહે તે સંપૂર્ણ સત્ય જ હોય. આ શ્રધ્ધા હોય, તો સમ્યગુ દર્શન આવે. આવી ઓઘથી (સામાન્યથી) શ્રધ્ધા કરે તો વ્યવહારથી શ્રધ્ધા આવે. પછી તત્ત્વથી પ્રતીતિ કરે એટલે નિશ્ચયથી શ્રધ્ધા આવે. (ર) કાંસાઃ અન્ય દર્શનને જાણવાની ઇચ્છા ન કરવી. જેને સર્વજ્ઞના વચનનો નિર્ણય ન થયો હોય તેણે અન્ય સ્થાનમાં ન જવાય.જેને સર્વજ્ઞવચનનો નિર્ણય થયેલો છે તે અન્ય સ્થાનકમાં જઈ શકે કેમ કે તે ચલાયમાન ન થાય. જેનદર્શનને બરાબર સમજેલા જઈશકે. જ્ઞાનગર્ભિત વૈરાગી સાધુ માટે બીજા ગ્રંથોને સમજવા. જાણવાની છૂટ છે. (3) વિચિકિત્સા સાધુ-સાધ્વી પર દુર્ગછા ન કરવી. મેલા કપડાં જ તેમનો શણગાર છે. મેલ પણ દૂર ન કરાય. મલપરિષહ સહન કરવાનો છે. મેલ પણ તેમનો શણગાર છે. કારણ બહાર મેલ અને અંદર સુગંધથી ભરેલા છે. એઓને એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થાય કે એમના મળમૂત્ર પરસેવાથી તમામ રોગો દૂર થઈ જાય.દા.ત.સનતુ ચક્રવર્તી. તેમનું રૂપ જોવા દેવો આવ્યા. ખુશ થઈ ગયા. ચક્રીએ કહ્યું હું નાહીને આવું ત્યારે મારું રૂપ જોવા આવજો. નાહીને આવ્યા પછી દેવો આવીને મુખ ફેરવી લે છે. કેમ? પૂછતાં કહે છે કે પચકારી માર. તેમ કરતાં તેમાં અસંખ્ય જીવાણુઓ દેખાયા. આમ 16 મહારોગો ઉત્પન્ન થઈ ગયા આથી શરીરની મમતા ત્યાગી સંયમી બન્યા. તપ ધર્મમાં ઓતપ્રોત બની ગયા.દેવો પાછા આવ્યા કહે રજા આપો તો તમારા જ્ઞાનસાર-૩ || 11 Page #163 -------------------------------------------------------------------------- ________________ રોગો મટાડી દઈએ. ચક્રીએ હાથ પર થૂક લગાડ્યું તો તેટલો ભાગ કંચનવરણો થઈ ગયો. કહે હું જ મારા રોગો મટાડી શકું છું. પણ મારે તેમ નથી કરવું. અનંતા ભવોના બાંધેલા કર્મરોગોને મીટાવવા છે. દેવો ભક્તિથી નમન કરી ચાલી ગયા. (4) અમદષ્ટિઃ જે મોહમાં મૂઢ હોય તેને સર્વજ્ઞની વાત જ યાદ ન આવે. અર્થાત્ મૂઢ = મૂર્ખ, વિચાર શકિતનો અભાવ, અમૂઢ દષ્ટિ જિનવચન સૂક્ષ્મ બુદ્ધિથી દીર્ધદષ્ટિથી વિચારે તેથી ક્યાંય મુંઝાય નહીં. . (5) ઉપબૃહણાઃ નાના પણ સગુણને જોઈ મોટાઓ પણ વખાણ કરે. માસક્ષમણ કરતાં ઘણીવાર નવકારશીવાળો ચઢી જતો હોય તો તેના વખાણ કરવાથી પણ તપ ગુણ વિકસે કેમ કે એ વધુ નિર્જરા કરી શકતો હોય અને ખાવા પૂરતું જ ખાતો હોય જ્યારે અઠ્ઠમના તપસ્વીને પારણું બધું જ વ્યવસ્થિત જોઈએ તો તે નિશ્ચયધર્મનો તપ નથી. તપ જેમાંસ્પૃહા અને ઇચ્છા નહોય.ગુણીના ગુણની સ્તવના કરવાથી આત્માના ગુણોનો વિકાસ થાય. તપ ધર્મમાં આવેલો અંતરાય દૂર થાય. જો સ્તવનાને બદલે ઈર્ષ્યાથી નિંદા કરી જેમ તેમ બોલ્યા તો તમે ક્યારેય ગુણોને પ્રાપ્ત નહીં કરી શકો. તમારામાંથી ગુણોનો વિનાશ થઈ જશે. દા.ત. સિંહગુફાવાસી મુનિએ સ્થૂલભદ્રજીની અનુમોદના ન કરી. તો વેઠવાનું આવ્યું. આ તો સમજુ હતા તેથી ઈર્ષ્યાથી પડ્યા પણ પછી સમજણથી ચઢી પણ ગયા. આ ગુણની પ્રાપ્તિથી સમ્યગ દર્શનની વિશુધ્ધિ થાય. સમ્યગદષ્ટિ વિવેકપૂર્વક પ્રશંસા કરે, રત્નત્રય ગુણની જાહેરમાં પ્રશંસા કરે જેથી અન્ય જીવોને ગુણો પ્રત્યે બહુમાન રૂચિ થાય. (6) સ્થિરીકરણ સાધુ કદાચ પતિત થાય તો પાછા સમજાવીને એના ધર્મમાં સ્થિર કરવા એ પણ દર્શનાચાર છે. આથી જ તો શ્રાવકોને (સાધુસાધ્વીના) મા–બાપ કહ્યા છે. અર્થાત્ ધર્મજન ધર્મમાં કઈ રીતે વધુ સ્થિર, શ્રદ્ધાવાન થઈ અને તે આગળ વધે તે પ્રમાણે તેની સાથે ઉચિત વ્યવહાર તે જ્ઞાનસાર-૩ // 12 Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થરીકરણ રૂપ બને. (7) વાત્સલ્યઃ સમાન ધર્મી પ્રત્યે વાત્સલ્યભાવ એટલે માતા-પિતા પુત્રાદિથી અધિક વાત્સલ્ય. વાત્સલ્યભાવથી જીવને ધર્મમાં આગળ વધારવા ક્રોધથી તો જીવ સુધરવાને બદલે વધુ બગડે છે. (8) પ્રભાવનાઃ જૈન શાસનની પ્રભાવના કરવી. લોકોને જૈનધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવવો. બીજા આત્મામાં ભાવવૃધ્ધિ થાય તો તે શાસન પ્રભાવનામાં નિમિત્ત બને છે. શ્રાવક-શ્રાવિકાના આચારનું પાલન થતું હોય તો પ્રભાવના થાય. દા.ત. વિજય શેઠ—વિજય શેઠાણી, માત્ર પૈસા વેરવાથી જ પ્રભાવના થતી નથી. ઈદ્ધ મહારાજા જો ભગવાનનો રથ ખેંચતા હોય તો તમે બળદને ઠેકાણે ગોઠવાઈ જઈ રથ ચલાવો તો પ્રભાવના થાય. ગરીબોને દાન કરતાં કરતાં આવો તો પણ પ્રભાવના થાય. ફક્ત પાટિયા મારવાથી પ્રભાવના ન થાય પણ આચાર ધર્મનું પાલન કરવાથી શાસન પ્રભાવના થાય. આ બધું જ્યાં સુધી આત્મામાં ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી કરવાનું છે. આઠે ય દર્શનાચારનું પાલન કરવાથી બીજાના બોધિબીજમાં નિમિત્ત બનાય, અને પોતાને સમક્તિની પ્રાપ્તિ થાય. જેને ભવરાગ ન હોય તેને જ શાસન પર રાગ–બહુમાન હોય, તે જ શાસનની પ્રભાવના સમ્યગ રીતે કરી શકે, પાટિયાને = નામને મહત્વ ન આપે. આપણને નામનાનો રોગ જો લાગુ ન પડ્યો હોત તો સાધર્મિકો ક્યારે સીદાય નહિ. ગુપ્તદાનની પ્રધાનતા હોત. સમ્યગ દર્શન પછી બીજા નંબરે આત્માનો જ્ઞાનગુણ છે. આત્મામાં કેવલજ્ઞાન પ્રચ્છન્ન ભાવે પડેલું છે તેને પ્રગટ કરવાનું છે. તે માટે જ્ઞાનના 8 આચારોનું પાલન કરવાનું છે તો જ જ્ઞાનાવરણીય કર્મ તૂટે. 3 શાનના આઠ આચારો:(૧) કાલ ભણવા માટે ચાર કાલ છે. જ્ઞાનસાર–૩ // 13 Page #165 -------------------------------------------------------------------------- ________________ (i) સૂર્યોદયથી મધ્યાહનકાળ (પુરિમઢ પચ્ચકખાણથી 1 ઘડી ઓછી) એટલે પ્રાયઃ કરીને 12 વાગ્યા સુધી ભણી શકાય. આગળ આગમ સૂત્ર ન ભણાય. સ્તવન-સ્તુતિ કરી શકાય. સૂર્યોદય વખતે પડિલેહણ થાય તે પહેલાં પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. સૂર્યોદય પહેલા બે ઘડી સૂત્રોન ભણાય. પુરિમુઢના સમયે નાભિકમલ પૂરેપૂરું ખુલી જાય તેથી ખોરાક પચવામાં સારું પડે. (i) પરિમુડૂઢ પછી એક ઘડી વિત્યા બાદ 1 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી સ્વાધ્યાય થાય. સૂર્યાસ્ત પછી બે ઘડી સ્વાધ્યાય ન થાય. (ii) રાત્રિના મધ્યાહન કાળે પહેલાં ને પછી એકેક ઘડી (ર૪ મિનિટ) સ્વાધ્યાય ન થાય. (ર) વિનય ગુરુનો-પુસ્તકનો વિનય કરીને ભણવાનું છે. ગુરુને વંદનાદિ કરીને ભણવું. (3) બહુમાનઃજ્ઞાન જ્ઞાની અને જ્ઞાનના સાધન–વિધિ આદિ પર શ્રધ્ધા બહુમાન પૂર્વક જ્ઞાન ભણવું. (4) ઉપધાનઃ આ જ્ઞાનનો પરમ આચાર છે. તેના દ્વારા આત્મામાં સૂત્ર-અર્થ-તત્ત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય. નવકાર મળ્યો એટલે 14 પૂર્વ ભાવથી મળ્યા. તેને ભણવાનો પરિણામ થાય માટે ઉપધાન તપ છે. કેવળજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી ભણવાનો દઢ નિર્ધાર વેયાવચ્ચ અને માળા ગણવાની. સૌ પ્રથમ તો આવશ્યક સૂત્રો ગોખવાના પછી સદગુરૂની સલાહ મુજબ જીવવિચાર–નવતત્ત્વ ભણવાનાં છે. જ્ઞાન સાર-૩ || 164 Page #166 -------------------------------------------------------------------------- ________________ અનિcવપણુંઃ જે ગુરુ પાસે ભણ્યા હોઈએ તેમને છૂપાવવા નહિ. એટલે ભાવિમાં મોટા જ્ઞાની થાય તો પણ હું આપની પાસે ભણ્યો હતો તે યાદ રાખવું. (6) વ્યંજનશુધ્ધિ સૂત્રના અક્ષરો શુધ્ધ બોલવા. શુધ્ધિકરણથી ગોખવાં. (7) અર્થ શુધ્ધિ જેનો જે અર્થ થતો હોય તે જ અર્થ કરવો. (8) તદુભયઃ સૂત્ર અર્થ બને શુધ્ધિપૂર્વક કરવાં. જ્ઞાનપૂર્વકની ક્રિયાથી જ આત્માને લાભ થાય નહિતર સંમૂર્છાિમક્રિયા ગણાય. તેનાથી કોઈ લાભ ન થાય. સર્વજ્ઞ કથિત વાતમાં ક્યાંય શંકા ન થાય. આત્મા પોતે વીતરાગ છે. રાગ-દ્વેષવિનાનો છે. થોડો પણ રાગ મોક્ષ થવા ન દે.દા.ત. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ. કઠોર સાધનામાં પણ રાગના લીધે ૭મી નરકના દળિયા બાંધ્યા. સંગમે પ્રભુ વીર પર ઘોર ઉપસર્ગો કર્યા છતાં પ્રભુને વિચાર સુધ્ધા ન આવ્યો કે આ મારી પાછળ પડ્યો છે. જ્યાં સુધી વીતરાગતા ન આવે ત્યાં સુધી ચારિત્રાચારનું ચુસ્ત પાલન કરવાનું ચારિત્રાચાર એટલે અષ્ટ પ્રવચન માતા =પ સમિતિમ 3 ગુપ્તિ. અત્યારે તમે દેશવિરતિમાં છો તો આ પંચાચારનું પાલન કરવું પડે, નહિતર અતિચાર લાગે. અષ્ટ પ્રવચન માતાઃ સંયમરૂપી બાળકને જન્મ આપી. વીતરાગ બને ત્યાં સુધી પોષણ કરે. ગુપ્તિ ઉત્સર્ગ માર્ગ છે. સમિતિ અપવાદ માર્ગ છે. ગુપ્તિમાં ન રહી શકો તો સમિતિમાં આવવાનું છે. ગુપ્તિ એટલે આત્માએ એના સ્વભાવની બહાર ન જવું. B ત્રણ ગુણિઃ (1) મનોગુપ્તિઃ મનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો ત્યાગ. ઈષ્ટ–વસ્તુ જ્ઞાનસાર-૩ // 15 Page #167 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળતા મેળવવાનો ભાવ કરવો તે આર્તધ્યાન. પ્રતિકૂળતા કેમ ટળે તેના માટેના ઉપાયો સોચવા તે આર્તધ્યાન. અનુકૂળતા મેળવવા કે પ્રતિકૂળતા દૂર કરવા ક્રિયા-જૂઠ-ચોરી આદિ તીવ્ર પાપ કરવાના ભાવ તે રૌદ્ર ધ્યાન. મનને ધર્મધ્યાનમાં જોડવું તેને મનોગુપ્તિ કહેવાય. પહેલા મનને અશુભમાંથી શુભ ભાવમાં લઈ જવાનું પછી એમાંથી નીકળી શુધ્ધ ભાવમાં જવાનું. આત્મરમણતામય બની જવાનું. ભગવાનની આજ્ઞાની વિચારણા એ ધર્મધ્યાન, એમાં જ રહેવાનું. શક્તિ હોય તો ગુપ્તિમાં જ રહેવું. જેવી રીતે બાહુબલીજીએયુધ્ધના મેદાનમાં દીક્ષા લીધી-લોચ કરી, કાયોત્સર્ગમાં ઊભાં રહ્યા. જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી શરીર પર વેલો વીંટાઈ ગઈ. પંખીએ જટામાં માળા બાંધ્યા. ખબર શુધ્ધાં ન પડી આવી તન્મયતા જોઈએ. (2) વચનગુપ્તિ બને ત્યાં સુધી મૌન જ રહેવું જરૂર પડે તો મુહપત્તિના ઉપયોગપૂર્વક જ બોલવું. (3) કાયગુણિઃ કાયાનો સંકોચ કરવો. મોટે ભાગે કાઉસ્સગ્નમાં રહેવું. પાંચ સમિતિ - (1) ઈર્યાસમિતિઃ સમ્યક પ્રવૃતિથી સમિતિ. ઈર્યા ચાલવુંલકારણથી ચાલવું દર્શન–જ્ઞાન–ચારિત્રના કામ વગર ન ચલાય. કોઈને મળવા બહાર ન જવાય. પ્રયોજન વગરની ક્રિયા ન કરવી. પ્રયોજન આવે તો પ્રકાશવાળા સ્થાનમાં અવરજવર હોય. જયણા પળાય તે રીતે જવું, હાથમાં દંડાસન રાખવું. માત્રુ વિ. પરઠવા દંડાસણથી પૂજતા જવાનું. બાકી કારણવગર હલનચલન ન કરવું. રાગાદિભાવથી ન ચાલવું છાયામાં ચાલીએ તો રાગ પોષાય. તડકો કે ખરબચડો રસ્તો વિ. થી લેષ આવે. આમ દ્રવ્ય કાળ અને ભાવકાળ બંનેની રક્ષા કરવાની છે. શરીરમાં શક્તિ હોય, સમાધિ ટકતી હોય તો તડકામાં જ ચાલવું. કર્મનિર્જરા થાય. જ્ઞાનસાર-૩ // 16 Page #168 -------------------------------------------------------------------------- ________________ ઠંડકમાં ચાલવાનું ગમે તો રાગ પોષાય અને વાયુકાય જીવોની હિંસા થાય. (2) ભાષાસમિતિઃ મુહપત્તિના ઉપયોગ વિના ન બોલવું. મુખમાંથી ઉષ્ણવાયુનીકળે અને બહારના શીતળ વાયુના સંયોગથી જીવો વિરાધના થાય. ઘૂંક પુસ્તક પર પડે તો જ્ઞાનની વિરાધના... (3) એષણા સમિતિ H મોટાભાગે સાધુ માટે છે. સંયમીને આહારપાણી–વસ્ત્ર–પાત્ર-મકાન ઉપધિબધુંનિર્દોષ જોઈએ. એમને ઉદ્દેશીને વસ્તુ ન કરાય. તેમને ઉદ્દેશીને કરાયેલી વસ્તુ વાપરે તો 'બલહરણી ભિક્ષા' કહેવાય છે. તે સંયમના બળને તેજને હણવામાં નિમિત્ત બને છે. Special મકાનમાં નહિ પણ શ્રાવકો માટે બનેલ પૌષધશાળામાં રહેવાનું. ગવેષણા આહાર નિર્દોષ છે કે દોષિત–તે નક્કી કર્યા પછી વહોરવું. આહાર લેતી વખતે બહાર ઢોળાતું નથી ને? તે ઉપયોગ જોઈએ. નહિતર હિંસાનું પાપ કપાળે ચોટે. સંયોજના દોષઃ વાપરવાથી દોષ ન લાગે પણ રસની આસકિતથી સંયોજના કરીને વાપરે તો દોષ લાગે. દા.ત. ચટણી સાથે ઈડલી, ઢોકળાવિ. ભાત સાથે શાક અને તેનો રસો. આ બધા સ્વાદના પોષણથી શરીરલક્ષી રાગ વધે છે અને આત્માની તો સરીયામઉપેક્ષા થાય છે. તો આત્માને અનુભવવાની તો વાત જ કયાં રહી? એકલી રોટલી વપરાય પણ જો તે ગરમાગરમ ઘીવાળી મીઠી લાગતી હોય તો તે દોષરૂપ બની જાય છે. આ બધું આત્મસાક્ષીએ જ કરવાનું છે. આત્માના રસામૃતને માણવા બહારના રસાસ્વાદને છોડવાનાં છે. અર્થાત્ ખાધા પછી આ સારું. આ નરસુવિ. ભોજનકથાનો પણ ત્યાગ કરવાનો છે. વીતરાગકથિત જ્ઞાનના રસાસ્વાદ આગળ બધા રસ ફિક્કા છે. કેમ કે તેનો રસાસ્વાદ જ શાંતરસમાં લઈ જઈ આત્માને તૃપ્તિ અર્પે છે. શરીરને ફક્ત ટેકો જ આપવાનો છે. માટે ટેવ_અભ્યાસ પાડો તો ફાવી જાય. આહાર અંદર જઈને જો રાગને મારે તો સત્ત્વ ખીલે, માટે રાગથી ન ખાવું. જ્ઞાનસાર-૩ || 167 Page #169 -------------------------------------------------------------------------- ________________ (4) આદાનભંડમા નિક્ષેપણા સમિતિ આદાનલેવું–મૂકવું કોઈ વસ્તુ લેવા મૂકવા બે પ્રમાર્જન આવે. દષ્ટિથી પ્રમાર્જન–ચરવળાથી પ્રમાર્જન કરવાનું છે. લેતાં પહેલાંદષ્ટિથી જોઈ ચરવળાથી પ્રમાર્જન કરવું. જીવજંતુ છે કે નહિ તે જોવું. મૂકતાં પહેલા દષ્ટિથી જોઈ ચરવળાથી પ્રમાર્જન કરી મૂકવું. ચારિત્રના સાધન-જ્ઞાનના સાધન-સાપડો-પુસ્તકપોથી નવકારવાળી દરેક વસ્તુ આદરણીય છે માટે પુંજી–પ્રમાર્જીને જ લેવું મૂકવું. (5) પારિષ્ઠા પનિકા સમિતિ જેની જરૂરિયાત નથી અને જે સંયમમાં ઉપયોગી ન હોય તેનું વિસર્જન કરવાનું છે. સ્થડિલવિ. પાઠવવું હોય તો નિર્દોષ ભૂમિએ જઈ જોઈને પાઠવવું. જોયા વિના ફેંકીને ન આવવું. જીવોની વિરાધના ન થાય તે રીતે, ઉપરથી ઘા કરીને ન પરઠવવું, નીચે જોઈ વાંકા વળીને પરઠવવાથી વીર્યંતરાયનો ક્ષયોપશમ થાય તથા જયણા પળાય. આપણા આસનની નજીકની વસ્તુ કે ભૂમિને રોજ જોઈ લેવી જોઈએ કે કીડી વિ. જીવોનો ઉપદ્રવ નથી ને? મારા નિમિત્તે તે જીવોનાં અજાણતાં પણ પ્રાણ હણાતાં તો નથી ને? શુક્લ ધ્યાનમાં રજા પાયા પર આત્મા ન ચઢે = ક્ષપકશ્રેણિ ન માંડે ત્યાં સુધી 6 બાહ્ય અને અત્યંતર તપની આરાધના શક્તિ મુજબ સતત કરવાની છે. બારમા ગુણઠાણે પ્રાપ્ત થતા યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (સાતમા ગુણઠાણા સુધી) સતત ચારિત્રાચારનું પાલન કરવું પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એમ આઠ પ્રકારના ચારિત્રાચારના પાલનની યથાર્થ ક્રિયા કરવી. પરમ એવું શુકલધ્યાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તપાચારનું જ્ઞાનસાર-૩ // 168 Page #170 -------------------------------------------------------------------------- ________________ પાલન કરવું અનિવાર્ય છે. શરીર પ્રત્યેની રાગાદિ મોહદશાના ત્યાગના પરમ સાધનરૂપ છ પ્રકારનો બાહ્ય તપ છે અને અત્યંતર તપ કાષાયિક પરિણિતિના ત્યાગનું પરમ સાધન છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધરને હોય છે અને છેલ્લા બે પાયા કેવલી ભગવંતને હોય છે. સર્વસંવર ભાવની પ્રાપ્તિવાળી અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિન થાય ત્યાં સુધી વીર્યાચારનું પાલન આવશ્યક છે. પંચાચારના પાલનવિના મોક્ષ ન થઈ શકે. જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી આચારો સેવવા જોઈએ. મારે મારા ગુણોની પ્રાપ્તિ કરવી છે એ લક્ષ હોવું જોઈએ. * ગુણી જ સ્વ–પરોપકારી બને. સર્વજ્ઞએ બતાવેલા આચારો, વિચારો પૂર્વકના અર્થાત્ સમ્યગુદર્શન ગુણયુક્ત બને તો તે ગુણની નિષ્પતિ કરનારા બને. જેમ જેમ પોતે ગુણ સંપન્ન બનતો જાય તેમ તેમ બીજા પર ઉપકાર કરનારો બને છે. પોતાના ગુણના કારણે આચરણ ઉચિત પ્રવૃત્તિવાળું બને તેથી બીજાને આદરનું કારણ બને. વડિલો સાથે કઈ રીતે ઉચિત વ્યવહાર કરવો તે જ્ઞાન ન હોય તો ગમે તેટલું જ્ઞાન હોવા છતાં લોકમાં આદરણીય ન બને અને જ્ઞાન પરિણતિરૂપ ન બને. 0 ગુણ આવે એટલે તેને અનુરૂપ આચારો આવે જ. નિશ્ચયમાર્ગજો વાસ્તવિક થતો જાય તો ઉચિતક્રિયા માર્ગરૂપ વ્યવહાર માર્ગ દઢ થાય, તો બિનજરૂરી વ્યવહાર સેવે નહિ. નિશ્ચય-વ્યવહારની સાથે ચાલે તો જ પરમાત્માનો મોક્ષમાર્ગ છે. જ્યારે સંપૂર્ણ ક્ષાયિક ગુણો પ્રગટ થાય ત્યાર પછી તે આત્માને ક્રિયાની જરૂર રહેતી નથી. માત્ર પરોપકાર કરવા માટે યથોચિત આચરણ હોય છે. પોતાને તો પૂર્ણ ગુણનિષ્પતિ થઈ ગઈ છે. માટે આ ગુણની પ્રાપ્તિ માટે હવે ક્રિયા સંભવતી નથી. પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી દેશના આપવાનો વ્યવહાર કરે છે જ્ઞાનસાર-૩ || 169 Page #171 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ તીર્થકર નામકર્મખપાવવા માટે અર્થાતુ પોતાનું પૂર્ણસિધ્ધત્વ પ્રગટ કરવા માટે. ગુણ પ્રાપ્તિનું લક્ષ પ્રથમ હોવું જોઈએ પછી પરોપકારનું લક્ષ હોવું જોઈએ. ગાથા : 1 શાની ક્રિયાપર શાન્તો, ભાવિતાત્મા જિતેનિયા સ્વયં તીણ ભવામ્ભોર, પરાસ્તારયિતું ક્ષમઃ III ગાથાર્થ: જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાંત, ભાવિતાત્મા, જિતેંદ્રિય આત્મા સ્વયં પોતે સંસાર સમુદ્રથી તરેલો છે અને બીજાને તારવાને સમર્થ છે. શાની યથાર્થ તત્ત્વ સ્વરૂપનો જેને અવબોધ હોય તેને જ્ઞાની કહેવાય. કેમ કે તેનું જ્ઞાન પરિણમન સ્વરૂપ બને છે અર્થાત્ યથાર્થ ક્રિયા સ્વરૂપ બને છે. જેનો આત્મા ભાવથી ભાવિત થઈ તે તે જ્ઞાનની ક્રિયામાં રકત બને છે અને મોહ વાસનાને હણે કે સહજતાથી દૂર કરે તે વાસ્તવમાં જ્ઞાની છે. જે ભાવવધૂનથી ભવ ન વધે અને વિષયને આધીન ન થાય તે સાચો જ્ઞાની. યથાર્થબોધ - વસ્તુ જેવી છે તેવો જ બોધ થાય. સર્વજ્ઞકથિત જીવાદિ નવા તત્ત્વોને તે રીતે જાણીએ-સમજીએ તો બોધ સાચો થાય, પ્રવૃત્તિ પણ સાચી થાય. બોધ ખોટો તો પ્રવૃત્તિ ખોટી. ઘોડો લીલું જ ઘાસ ખાય, સુકું ન ખાય. આથી માલિકે ઘોડાને લીલા ચશ્મા પહેરાવી દીધા તો ઘોડો સુકુ ઘાસ લીલું માની ખાવા લાગ્યો. એ જ રીતે આપણને મિથ્યાત્વરૂપ ચશ્મા લાગેલા છે તેથી ગંદવાડ અને મંદવાડરૂપ ગટર જેવું શરીર પણ આપણને સારું લાગે છે. શરીર અશુચિથી જ ભરેલું છે છતાં મોહ છે. આથી જ્ઞાન યથાર્થ નથી. અંદરનું દેખાતું હોય તો ખબર પડે આમ જીવ અનાદિના અજ્ઞાનના કારણે ખોટી જ પ્રવૃત્તિ કરી રહ્યો છે અને પાછો એમાં રાજી થાય છે. ઉદા. ગુલાબજાંબુનો યથાર્થ બોધ કઈ રીતે થાય? (1) ગુલાબજાંબુ દ્રવ્ય તરીકે રૂપી પુદ્ગલ દ્રવ્ય છે તેથી અજીવ છે. જ્ઞાનસાર-૩ || 170 Page #172 -------------------------------------------------------------------------- ________________ (2) ગુણ તરીકે તેમાં મીઠાશ-સુગંધ આદિ છે. (3) પર્યાય તરીકે તે અણુરૂપે હતો. તેમાં અનંતા-અનંતા અણુનો સમૂહ ભેગો થવાથી સ્કંધરૂપે બન્યો અને મિષ્ટાન્નરૂપે પર્યાય થયો. દરેકના પૂર્વ પર્યાયવર્તમાન અને અંતિમ પર્યાયવિચારવા, પૂર્વવિષ્ટા તરીકે ખાતર રૂપેહતો, પછી ઘઉંના પર્યાય તરીકે પછી લોટ રૂપે–વર્તમાનમાં સાકર આદિ ભળવાથી ગુલાબજાંબુ તરીકે અને વાપર્યા પછી ભવિષ્યમાં ફરી વિષ્ટા રૂપે થશે. આ રીતે દ્રવ્ય-ગુણ–પર્યાયથી દરેક વસ્તુને સમજવાથી યથાર્થ બોધ થાય. યથાર્થ બોધ થયા પછી એ પુદ્ગલ દ્રવ્ય છે. અશાશ્વત છે માટે આત્મા માટે હેય જ છે તેવો વિચાર આવે તો સમ્ય દર્શનનો વ્યવહાર થાય. મારે ફક્ત પુદ્ગલ જ્ઞાતા તરીકે વ્યવહાર કરવાનો છે. આગળ તેની સાથે વ્યવહાર કરવો પડે તો ઉદાસીન ભાવે વ્યવહાર થાય અને રાગાદિ પરિણામ ન થાય. 0 કિયા ફળવાન કેમ ન થાય? ફકત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય તો પોતાના ગુણોનું જ્ઞાન થાય પણ તેમાં પ્રવૃત્તિ કરવાનો ભાવ પ્રગટ ન થાય. આથી તે પોતાના આત્મવીર્યને પુગલની પાછળ પ્રવર્તમાન કરશે. સર્વજ્ઞકથિત ક્રિયા કરવા છતાં પોતાના ગુણોનો અનુભવ નહીં કરી શકે. મારે ક્રિયા દ્વારા આત્માનો અનુભવ કરવો છે તે લક્ષ ન બંધાય તો માત્ર પુણ્યબંધ થાય,નિર્જરા ન થાય. "વ્યવહાર કિયા નિપુણ ભયો, અંતરંગ દષ્ટિ ન ાગી, સ્વર્ગાદિક ફળ પામી, નિજ કારજ ન સિધ્ધો...' પૂ. દેવચંદ્ર વિજયજી મ.) આપણી રુચિને ફેરવવાની છે. મિથ્યાત્વના ઉદયે રુચિ પરિણામ પુદ્ગલ તરફ છે તેને ફેરવીને આત્મલક્ષી બનવાનું છે. શરીર સાથે જોડાયેલું મન પુગલ તરફ લઈ જાય છે. દરેક ક્રિયામાં જ્ઞાનસાર-૩ // 171 Page #173 -------------------------------------------------------------------------- ________________ આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર-જ્ઞાનમાં= ઉપયોગમાં આવવો જોઈએ નહિંતર માત્ર પુણ્યફળ પામી સંસારમાં ભમશે. "સબ ત્યાગ પરિગ્રહ બાહ્ય કિયા, દ્રવ્ય લિંગ કરી લીનો, દેવચંદ્ર કહે યાવિધ હમે, બહુત વાર કર લીયો." (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) બાહ્ય ત્યાગાદિ બહુ કર્યા પણ આત્માનું પરમાત્મા સાથે મિલન ન થયું તો તે દ્રવ્ય ક્રિયા નિષ્ફળ છે, કેમકે આત્માની અંતરંગ દષ્ટિ સાથે ત્યાગ નથી કર્યો. પરમાત્મા સાથે સીધી સ્પર્શના કરવાની છે. આત્મામાં 5 ગુણો છે. આ અનંત ગુણોને પ્રગટાવવા માટે ખમાસમણ આપવાના છે. વ્યવહારથી પંચ પરમેષ્ઠિને, નિશ્ચયથી એમાં રહેલા ગુણોને આપીએ છીએ. એ ગુણોને વંદન કરવા દ્વારા મારામાં પ્રચ્છન્નપણે જે ગુણો પડ્યાં છે. તે ગુણોને પ્રગટાવવા હું ખમાસમણ આપે છું.ક્રિયા કરતાં કરતાં આપણા ગુણોને સ્મરણમાં લાવીએ ત્યારે ક્રિયા શુધ્ધ થાય કેમ કે તેમાં જ્ઞાન ગુણ ભળ્યો. આ ભાવક્રિયા કહેવાય. નહિતર કોરી ધાકોર દ્રવ્ય ક્રિયા. જ્યાં સુધી આત્મામાં ક્ષાયિક જ્ઞાનાદિ ગુણો પ્રગટ ન થાય ત્યાં સુધી ક્રિયા કરવાની છે. a ભાવ કિયા ક્યારે બને? - ખમાસમણમાં ત્રણે યોગો સાથે પ્રવર્તે છે. કાયાને નમાવવામાં આત્મવીર્યપ્રવર્તમાન થવું જોઈએ. વચન દ્વારા બોલાતા સૂત્રો શબ્દોને અર્થથી પકડી, તેમાં ભાવમય બની આત્માથી તેમાં લીન બની જવાનું છે. કેમ કે સર્વજ્ઞ કથિત અને ગણધર ગૂંથિત સૂત્રો મંત્રાક્ષર સ્વરૂપ છે. કર્થસ્થ સૂચનાત્ સૂત્રમ્ | સૂત્ર દ્વારા જ અર્થોને અને તેના રહસ્યને સમજી શકાય છે. સૂત્ર એ દ્રવ્યને જણાવી, દ્રવ્યમાં રહેલા ગુણને જણાવનાર હોય અને તેની જુદી-જુદી અવસ્થાઓને પર્યાયોને જણાવનાર હોય. સૂત્રના સારને ભાવથી હૃદયંગમ કરી લેવાય તો તે કરે ભવનિસ્તાર. જ્ઞાનસાર-૩ || ૧૭ર Page #174 -------------------------------------------------------------------------- ________________ દા.ત. માસતુષ મુનિ"મારુષ–મા તુષ" સૂત્ર દ્વારા જ કેવલજ્ઞાન પામી ગયા. સૂત્રો આત્મામાં રહેલા ગુણોને પ્રગટાવનાર અર્થાત્ તત્ત્વથી તેના અર્થને જ જણાવનાર હોય. સૂત્રનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ. તેના ઉચ્ચાર દ્વારા જ તેમાં રહેલા ભાવને પકડી શકાય. સર્વજ્ઞ કથિત સૂત્ર દ્રવ્ય–ગુણ પર્યાયથી યુક્ત જ હોય. આમ જ્યારે સૂત્રો દ્વારા આત્માના ગુણો સાથે આત્મવીર્ય જોડાય ત્યારે તે ભાવક્રિયા સ્વરૂપ બને છે. જ્ઞાની ક્રિયા કરનાર હોય છે. જેમ જેમ આત્મામાં જ્ઞાન પરિણામે તેમ તેમક્રિયા ગમે. ઉપધાનમાં તમે સૂત્રને વિધિસર ગ્રહણ કરો છો. સૂત્રએ જ્ઞાન એને ગ્રહણ કરે તે જ્ઞાની. પરંતુ તે દ્રવ્યથી જ્ઞાની કહેવાય. માત્ર સૂત્ર અર્થભણે તેઓ એ જ્ઞાની ન કહેવાય પણ અર્થતત્ત્વ રૂપે પરિણમે ત્યારે તે સાચો જ્ઞાની કહેવાય. કિયામાં તત્પર : મુક્તિના સાધનભૂત તથા અસાધારણ કારણભૂત એવા સમ્યદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રની શુધ્ધિ-વૃધ્ધિ થાય તેવી તેને અનુસરનારી મન, વચન અને કાયાની યોગ પ્રવૃત્તિરૂપ શુભ ક્રિયાવાળો જે આત્મા છે તે આત્મા ક્રિયામાં તત્પર કહેવાય છે. અર્થાત્ આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુસરનારી = ગુણોની શુધ્ધિ-વૃધ્ધિ કરે તેવી આત્માના વીર્યની પ્રવૃત્તિ સ્વરૂપ જે શુભક્રિયા છે તે ક્રિયા કરવામાં જે તત્પર ઉદ્યમશીલ છે. 0 આત્માને કિયારૂપ કષ્ટ શા માટે વેઠવું પડે છે? આત્માએ મન-વચન-કાયાના યોગથી અસક્રિયા અર્થાત્ ઊંધી જ ક્રિયા કરી છે. તેથી તેનું ભવભ્રમણ ચાલુ જ છે. આ ભવભ્રમણના દુઃખથી બચવા પરમાત્માએ બતાવેલી સક્રિયા કરવી પડશે તો જ આત્મા કર્મરહિત બની પોતાના મૂળ સ્વરૂપ (સિધ્ધાવસ્થા)ને પામશે. તેને પામવા માટે જ બધી ધર્મક્રિયાઓ બતાવાવમાં આવી છે. તે માટે પરભાવ = વિભાવનો ત્યાગ કરવાનો છે. જ્ઞાનસાર-૩ || 173 Page #175 -------------------------------------------------------------------------- ________________ 0 પરભાવ = પારકા માટે એટલે અશાશ્વત વસ્તુ માટે ક્રિયા કરવી તે. સ્વભાવ = આત્મા પોતાના માટે જ પોતાના ગુણોને પામવા માટે જે ક્રિયા કરે તે. આપણે ક્રિયા કાયા વડે કાયાવાળા માટે કરીએ છીએ. આપણને કષ્ટ ન પડે તે માટે સાચવીને કરીએ છીએ. ક્રિયાનો કર્તા આત્મા છે પણ કાયા નથી. નહિતર મડદું પણ ક્રિયા કરે. આપણને ક્રિયા કરતી વખતે આ ભાન નથી તે લાવવું જરૂરી છે. જો આત્માનો ઉપયોગ ક્રિયા સાથે ન ભળે તો તે ક્રિયા કાયા માટે જ ગણાય. આપણો આત્મા દ્રવ્યરૂપ છે. તેનું અસ્તિત્વ અનાદિથી છે. આપણી સત્તા ત્રણેય કાળમાં (ભૂત–ભાવિ–વર્તમાનમાં) છે. તેથી ક્રિયા એવી કરો કે ભાવિ ઉજળું થાય. નહિતર નરકમાં મારામારીની ક્રિયા કરવી પડશે. સવારથી જ સંસારની ક્રિયાને કાપવાની છે. માટે જ તો આવશ્યક બતાવ્યા છે. મારા આત્માનો સ્વભાવ વ્યવહાર ક્રિયા કરવાનો નથી. મોક્ષમાં કોઈ વ્યવહાર ક્રિયા નથી. માટે વર્તમાનમાં એવી ક્રિયા કરો કે ભાવિમાં વ્યવહાર કરવો જ ન પડે. સિધ્ધપણામાં કોઈ ક્રિયા નથી. આત્માનો સ્વભાવ એ જ છે. સ્વભાવરૂપી ગુણોમાં મહાલવાનું છે. પરમાનંદના ઝૂલે ઝૂલવાનું છે. ક્રિયા વખતે આ લક્ષ સાથે આવે તો એમાં અપૂર્વનિર્જરા થાય. પ્રણિધાન મજબૂત કરવાથી કાયાની માયાજાળથી છૂટી શકાય. ક્રિયા એ સાધન છે. જ્ઞાન એ સાધ્ય છે. દરેક ક્રિયા જ્ઞાનપૂર્વક– સમજણપૂર્વક કરવાની છે, દરેક જીવમાં જ્ઞાન તો અલ્પાંશે પણ હોય છે, ભલે એ જડબુધ્ધિવાળો હોય કે ગાંડો હોય, પણ એવા જ્ઞાનની વાત નથી. કેવલિ પ્રરૂપિત શુધ્ધ જ્ઞાનની પ્રાપ્તિની વાત છે. જેને પોતાના આત્માના સ્વરૂપનું ભાન હોય તેને જ જ્ઞાની કહેવાય બાકી બધા અજ્ઞાની કહેવાય. જ્ઞાનની મૂડી વિના સુખી થવાતું જ નથી. કેમ કે જ્ઞાનસાર-૩ // 174 Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન એ જ પરમ ધન છે. આત્માનું ધન છે. માટે તેને પામવા માટે ઉદ્યમશીલ બનવાનું છે. દેખે તો ચેતન નહિ, ચેતન નહિ દેખાય, રોષ તોષ કિનશું કરે, આપહી આપ બુઝાય. | (સમાધિ શતક) 2. સ્વરૂપ એટલે શું? અર્થાત્ સ્વરૂપ ચિંતનનો શું લાભ? જે દેખાય છે તે હું નથી. અરિસામાં જે દેખાય છે તે હું નથી તેનાથી વિપરીત છું. રૂપી નહિ પણ અરૂપીછું. આથી રૂપબગડે તો આપણે બગડીએ નહિ, વિચલિત ન થઈએ. અરૂપી કદી બગડે નહિ તો પછી બહારનું બગડે એમાં મારે શું? ટાપટીપની શી જરૂર? 'જ્ઞાન સુખની ખાણ છે, દુઃખની ખાણ અજ્ઞાન.' માટે જ અરૂપીના દર્શન કરવાના છે, પોતાનામાં ને પારકામાં અરૂપીના જ દર્શન કરવાના. જ્ઞાન શુધ્ધ હોય તો જ ક્રિયા શુધ્ધ થાય. આત્મામાં પ ગુણ છે. જ્ઞાનદર્શન–ચારિત્ર–તપ–વીર્ય. વીર્ય એ આત્માની શકિત છે. આત્માની દરેક પ્રવૃત્તિમાં એ કાર્ય કરે છે. નવપદમાં ગુણી 5 અને ગુણ 4 છે. વીર્ય બધામાં સમાયેલું છે. જ્ઞાનવીર્ય - દર્શનવીર્ય - ચારિત્રવીર્ય - તપવીર્ય માટે ગુણીની આરાધના દ્વારા ગુણને પ્રાપ્ત કરવાના છે. જે વીર્યઆત્માને આત્માની સન્મુખ લઈ જાય તે આત્મવીર્ય છે. આત્મવીર્યના કારણે બધી ક્રિયા થાય છે. કાયા માટે જે આત્મવીર્ય રાગને પોષવાનું કાર્ય કરે તે જ રાગને તોડવાનું કાર્ય પણ કરે છે. અત્યાર સુધીની ખોટી ક્રિયાનો પસ્તાવો થાય કે અત્યાર સુધી પાપાચરણમાં જ લપેટાયો. હવે મારે પાપને તોડવાનું કાર્ય કરવું છે, તો તે આત્મવીર્ય આત્માની શુદ્ધિ કરશે. સમજણપૂર્વકની નાની ક્રિયા પણ મોશે પહોંચાડે છે. સમજણ વગરની જ્ઞાનસાર-૩ // 175 Page #177 -------------------------------------------------------------------------- ________________ ઘણી ક્રિયા ભવભ્રમણને વધારનારી પણ બની શકે છે. આત્માનાં આનંદનો સ્વાદ આવી જાય તો સંસારનો આસ્વાદ છૂટી જાય. શાંત આત્મા ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયોના તાપ વિનાનો જે આત્મા છે તેમજ રાગ-દ્વેષાદિ વિકારી ભાવો જેના ચાલ્યા ગયા છે તેનો આત્મા શાંત છે. નિસાહિઆએ-શબ્દ બોલતાં પ્રણિધાન વંદનની ક્રિયામાં જોડાઈ જાય. વંદન વખતે આત્મવીર્ય જ્ઞાનયોગ સાથે જોડાયેલું હોવું જોઈએ. અર્થાત્ ઉપયોગ માત્ર ગુણ ગુણીને વંદનાનો હોવો જોઈએ. વંદન કરતાં આત્મા કાયા અને યોગમાં હોવા છતાં દેહાતીત, યોગાતીત અવસ્થાને અનુભવે. પોતે જે ક્રિયા કરે તેમાં એવો ઓતપ્રોત બની જાય કે બીજી બધી બાબતમાં તે ઉદાસીન હોય. ચિત્તની પ્રસન્નતા એવી હોય કે તેને એ ક્રિયાયોગમાં અપૂર્વ આનંદ આવે અને કષાયની મંદતા એકદમ થઈ જાય તેથી સહજ રીતે શાંત ભાવને પામી જાય. ભાવિતાત્માઃ ભાવિત એટલે સુસંસ્કારોથી વાસિત અર્થાત્ આત્માના શુધ્ધ સ્વરૂપમાં રત્નત્રયીમાં જ રમણતા કરનારો એવો જે આત્મા તે ભાવિતાત્મા કહેવાય. પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે. જ્ઞાન પાંચ પ્રકારે છે. તેમાં પ્રથમ અશ્રુત મતિજ્ઞાનના (બુધ્ધિના) 4 પ્રકાર છે. (1) ઔત્પાતિકી બુધ્ધિ શાસ્ત્રાદિ કોઈના પણ સહાય વિના તરત કાર્ય પ્રસંગને અનુરૂપ જવાબ હાજર હોય. રાજાએ બાળક રોહકને રેતીના દોરડા બનાવવાનું કહ્યું બાળકે તરત જવાબ આપ્યો કે એક સંપલ મોકલાવો જેથી તે પ્રમાણે બીજા દોરડાબનાવાય. (2) વૈનેયિકી બુદ્ધિ વિનય કરતાં કરતાં જે બુધ્ધિ આવે તે. એક માજીનો ઘડો ફૂટ્યો. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે તારો પુત્ર તને જ્ઞાનસાર-૩ || 176 Page #178 -------------------------------------------------------------------------- ________________ મળી જશે. બીજાએ કહ્યું કે મરી જશે. બહારગામ ગયેલ પુત્ર માતાને મળી ગયો. આથી ૧લો વિદ્યાર્થી બહુમાનથી ભણેલો તેથી એને જ્ઞાન પરિણમ્યું બીજાને જ્ઞાન પરિણામ ન પામ્યું. (3) કાર્મિકી બુદ્ધિ કામ કરતાં કરતાં આવડી જાય.શિલ્પીના દીકરાને શીખવું ન પડે. (4) પારિણામિકી બુદ્ધિઃ વયના પરિપાકથી કે પ્રસંગોના અનુભવથી આવે તે. 10 પૂર્વધર નંદીષેણ મુનિના એક શિષ્યને દીક્ષા છોડવાના ભાવ થયા. ગુરુને વાત કરી. ગુરુએ કહ્યું કે વીર-પ્રભુના સમવસરણમાં જઈએ પછી છોડવું હોય તો છોડાય. ત્યાં નંદીષેણની પદ્મિની જેવી 500 સ્ત્રીઓને જોતા થયું કે ગુરુ આ બધીને છોડીને આવ્યા અને હું દીક્ષા છોડી સ્ત્રીની પાછળ પડું ના, ના-દીક્ષા નથી છોડવી. મુનિ દીક્ષામાં પાછા સ્થિર થઈ ગયા. શુધ્ધાત્મદશાને પકડીને અર્થાત્ ભેદ જ્ઞાનમાં તત્પર હોય તે વખતે કાયાથી જલ્દી છૂટવાનો પરિણામ હોય ત્યારે આંશિક રીતે પોતાના ગુણને અનુભવતો હોય, આવો ભાવિતાત્મા જિતેંદ્રિય બની શકે. તે ભવ તરવાને યોગ્ય છે કારણ તેને શુધ્ધ સ્વરૂપ રમણતા સ્વરૂપે વરેલી છે. જિતેન્દ્રિય પાંચ ઈદ્રિયોના વિષયોમાં રાગ દ્વેષ ન કરે તો જ ભવથી તરે. પાંચ ઈદ્રિયોના પાંચે અથવા ર૩ વિષયો અનુકૂળ મળે તો રાગ નહીં કરનારો અને પ્રતિકૂળ મળે તો ષ નહીં કરનારો આત્મા જિતેંદ્રિય વિષયોને કારણે સેવે પણ ખરા પણ રાગાદિ ન કરે. ઉપવાસના પારણે રાગ છોડવાનો. આથી જ કરેલા ઉપવાસના ત્યાગનો રાગ કરવાનો નથી, રાગનો ત્યાગ કરવાનો છે. રાગનો ત્યાગ થાય તો જ જિતેંદ્રિય બનાય. દા.ત. કંડરીકે 1000 વર્ષ સંયમ પાળ્યું પણ એક દિવસ આસક્તિ પૂર્વક મૂઢ બનીને ખાધુ. એક વાર ખાધેલી વસ્તુના અનેકવાર ખાવાના ભાવ કર્યા તેથી નરકે ગયો. જ્ઞાનસાર–૩ || 177 Page #179 -------------------------------------------------------------------------- ________________ જડ વસ્તુ પ્રત્યે આત્માને વૈરાગ્યથી વાસિત બનાવવાનો છે. એટલે રાગ જીતાય. જીવ પ્રત્યેના દ્વેષને જીતવા માટે મૈત્યાદિ 4 ભાવોથી આત્માને ભાવિત કરવાનો છે. 0 કયો આત્મા તરે અને તારનારો થાય. આવો જિતેઢિયઆત્મા વૃક્ષની હરિયાળી હોય, નદીને કાંઠે બેઠો હોય, શીતળ–મંદ વાયુ વાતો હોય, વાતાવરણમાં મધુર સુગંધ ફેલાયેલી હોય છતાં તે ભાવિતાત્મા સ્વભાવ રમણતામાં જ પ્રવૃત્ત થયેલો હોય તેનું તે જ્ઞાન વિષયરૂપ બનતું નથી માટે તે જિતેંદ્રિય કહેવાય છે. પાંચે ઈદ્રિયોનો યોગ હોવા છતાં તેવો આત્મા વિષયોને શેયરૂપે જાણતો હોય પણ વિશેષથી પોતાના આત્માના સ્વરૂપને શેયરૂપે પકડીને સ્વસ્વભાવમાં પ્રવર્તમાન હોય. શેયના જ્ઞાતા બની દષ્ટાભાવે–તટસ્થભાવે રહેવાનું છે. કષાયોને અંકુશમાં લીધા વિના વિષયોને જીતી શકાય નહિ. આવો જિતેંદ્રિય આત્મા ભવરૂપી સમુદ્રને સ્વયંતરનારો થાય છે અને બીજાને ઉપદેશાદિ દ્વારા તારનારો બને છે અને જેને તરવાનો ભાવ છે તેવા આત્માને તારનારો બને છે. વિષય અને કષાયથી જીતાયેલો આત્મા જ સંસાર છે અને તેને જ જીતનારો આત્મા ભવસમુદ્રનું શોષણ કરે છે, અને મોક્ષ સ્વરૂપને પામે છે. પરમાત્મા કહે છે કે પ્રથમ તું તારામાં રહેલા અજ્ઞાનને દૂર કર, જ્ઞાની બન પછી તે જ્ઞાન પ્રમાણે ક્રિયામાં તત્પર બને તો તું આત્મગુણોને અનુભવી આ ભવસમુદ્રને તરી જઈશ. તેવા જ આત્માઓ આશ્રિતને ઉપદેશ આપીને તારે છે. અનુભવ યોગીઓ પાસે રહેલા આશ્રિતો વગર ઉપદેશે પણ તરી જાય છે. તરવાની બુધ્ધિવાળો અનુભવયોગીઓનો આશ્રય કરે. સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાનથી યુકત એવો નિર્મળ આત્મસમ્યગુ ચારિત્રથી પરિણત બનેલો હોય. પોતાના ગુણોને અનુભવવા આત્મવીર્યપરમાં જતું અટકાવી સ્વમાં પ્રવર્તમાન કરી મોહને હટાવતો જાય અને સ્વગુણોને અનુભવતો જાય. જ્યાં રુચિ હોય ત્યાં પુરુષાર્થ સહજ થઈ જાય. જ્ઞાનસાર–૩ // 178 Page #180 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધનો આત્મા પોતાની પાંચ ગુણ રૂપી રમા = લક્ષ્મીમાં સદાય રમી રહ્યો છે. આપણો આત્મા વર્તમાનમાં ઘણા પુરુષાર્થથી ૭માં ગુણ સ્થાનકે ૨–૩સમય સુધી એવી રીતે રમી શકે. પોતાના સમતારસને કોઈપણ પ્રકારના પર સાધન વિના અનુભવી શકે. મોહથી નિવૃત્ત બનેલા અર્થાત્ જે જીવો વિષયોને આધીન થતા નથી તેવા જિતેંદ્રિય આત્માઓ આત્મગુણોમાં જ વિશ્રામ પામી સમતા ગુણને અનુભવનારા હોય. કાં તમે ગીતાર્થ બનો, કાં તો એવા સમર્થ ગીતાર્થ અનુભવીઓનું શરણ લઈ લો. માવતીમાન્ હિમ પ્રાપ્તવ્ય અવશિષ્યતે | સ્વભાવ-લાભ સિવાય જગતમાં બીજું કશું પ્રાપ્ત કરવા જેવું નથી. . જ્ઞાન બે પ્રકારે a દ્રવ્ય શાન, અને ભાવશાનઃ ભાવ શાન કોને કહેવાય? ભાવના રહિત જ્ઞાનનેદ્રવ્યજ્ઞાન કહેવાય. વચનનો જેમાં વ્યવહાર હોય અને મનની અંદર વિચારણારૂપે વિકલ્પ થતા હોય તેવા જ્ઞાનને દ્રવ્ય જ્ઞાન કહેવાય. મનમાં પદાર્થના બોધ સાથે તે પદાર્થનું ચિંતન ચાલુ હોય તેવું સંવેદનવાળું જ્ઞાન પણ દ્રવ્યજ્ઞાન છે. આવા દ્રવ્યજ્ઞાન દ્વારા આત્મા પોતાના ગુણોને અનુભવતો હોય ત્યારે તે જ્ઞાન ભાવજ્ઞાન બને. સૂત્ર બોલવું, અર્થનો ઉપયોગ. જુદી જુદી રીતે અર્થની વિચારણા કરવી તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય. સૂક્ષ્મમાં સૂમ અર્થની વિચારણા કરતાં-કરતાં મોહના પરિણામને છોડી પોતાનો આત્મા જ્યારે ગુણમય બને ત્યારે ભાવજ્ઞાન કહેવાય. દા.ત. કેરીના રસનું જ્ઞાન થાય કે કેરી એકત્રિય જીવ છે. બહાર દેખાતી એની કાયા છે, તેમાં આત્મા રહેલો છે. આ જીવને છાલ–ગોટલીથી દૂર કરવામાં આવે તો તેમાં જીવ સાથે જાય. આ છાલ વિ. ઉતારતાં તે જીવને કેટલી બધી જ્ઞાનસાર-૩ // 179 Page #181 -------------------------------------------------------------------------- ________________ પીડા થતી હશે? હુષ્ટપુષ્ટ પુરુષના એકએક અંગને છેદતા પીડા વધતી જાય તેમ એક જીવને છેદતાં આવી પીડા થાય આ જે જાણવું તે દ્રવ્યજ્ઞાન છે. અને એકેંદ્રિયને છેદતાં જોઈ આપણને જાણે પચેદ્રિય છેદાઈ રહ્યો છે તેવી કરુણા પેદા થાયતે ભાવજ્ઞાનબને.જ્યારે કરુણા દ્વારા તેમાં રહેલા મોહને છોડી–તે જીવોને આપણા તરફથી પીડામુક્ત કરીએ, અભયદાન આપીએ તો તે સ્વભાવજ્ઞાન. प्रतिकारपरा बुध्धि कारूण्यमाभि धीयते / (અધ્યાત્મ કલ્પદ્રુમ) કોઈનું દુઃખ જોઈને દુઃખ દૂર કરવાનું મન થાય તે કરુણા છે. કદાચ કેરીને છોડી ન શકાય તો પણ દુઃખ અને પશ્ચાતાપ થાય કે આટલી વેદના જોવા છતાં મારાથી આ છૂટતી નથી આ ભાવ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. પહેલા ભાવથી વિરામ પામે પછી દ્રવ્યના ત્યાગરૂપ વિરતિ આવે. સમ્યક્ દર્શન પ્રગટે એટલે પચ્ચક્કાણપૂર્વક તેનો ત્યાગ કરે ત્યારે તે ભાવજ્ઞાન સ્વભાવરૂપ બને અભવ્યનો જીવ અપ્રધાન દ્રવ્ય છે. તેથી તે ભાવજ્ઞાન પામી ન શકે. જ્યારે ભવ્ય જીવો અપુનબંધકદશામાં આવે ત્યારે તે પ્રધાન દ્રવ્ય બને છે. કેમ કે તે આસન ભવ્યની ભૂમિકાને પામી ગયા છે. ભાવ ચૈત્યવંદનના અધિકારી પાંચમે ગુણસ્થાનકે રહેલા અપુનબંધક જીવો કે સમ્યગદર્શન પામેલા જીવો બને છે. તે જીવો પમા ગુણઠાણે પહોંચે ત્યારે તે પરમાત્મામય–વીતરાગમય અંશથી બનવાના પ્રયત્નમાં હોય. જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી પ્રશસ્ત કષાય હોય. જે દ્રવ્ય ક્રિયા- ભાવ ક્રિયાનું કારણ બનવાની હોય તે વાસ્તવિક દ્રવ્યક્રિયા ભાવ ક્રિયાનું કારણ બને. અનુભવવા માટે ભાવ કરી સ્વભાવમય બનવાનું છે. જ્ઞાનસાર-૩ || 180 Page #182 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના ગુણો ગાતા-ગાતા હું મારા આત્મામાં રહેલા ગુણોને અનુભવું એવો ભાવ કરતા કરતા સ્વભાવમય બની જાય ત્યારે અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય. "દીઠો સુવિધિ જિદ સમાધિ રસે ભર્યો હો લાલ.' ભાસ્યો આત્મા સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ, સત્તા સાધન માર્ગ ભણી તે સંચર્યો હો લાલ." (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) આમ વિભાવ દશાને છોડી સ્વભાવ દશાને પામવાની છે. પર’ આલંબન છોડી 'સ્વ' આલંબન પકડી લેવાનું છે. ગુણો ગાતા ગાતા પ્રતિમા પણ વિસરાઈ જાય અને તેને ઠેકાણે પોતાનો આત્મા ગોઠવાઈ જાય. "આતમશાન નહિ જ્યાં સુધી ફોગટ કિયા કલાપ, ભટકો ત્રણે લોકમાં, શિવ સુખ ન લાહો આપ.' (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) જેમ જેમ શુધ્ધ આત્માનો અનુભવ થશે તેમ તેમ તે વિશેષ વિરતિ તરફ આગળ વધશે. આત્મા મોહના કારણે પરના સંયોગો સાથે રહેલો છે. તે હવે મોહને હટાવી પરના સંબંધોને પ્રતિજ્ઞાપૂર્વક છોડતો જાય. 'सम्यग् दर्शन शुध्ध ज्ञानं विरतिमेव चाप्नोति' (તત્ત્વાર્થ કારિકા.) સમ્યગદર્શન વિનાનું જ્ઞાન એજ્ઞાન નથી. જ્ઞાન નથી તો ચારિત્રક્યાંથી? તો મોક્ષ ક્યાંથી? અને મોક્ષ વિના નિર્વાણ ક્યાંથી? જે જ્ઞાન ક્રિયાથી યુક્ત હોય તે જ આત્મહિતનું કારણ બને છે. સર્વ સંયોગથી રહિત અવસ્થા તે નિર્વાણ અવસ્થા. જ્ઞાનસાર-૩ || 181 Page #183 -------------------------------------------------------------------------- ________________ ઘાતી કર્મના નાશથી ભાવમોક્ષ પહેલાં થાય અને અઘાતી કર્મના નાશથી દ્રવ્યમોક્ષ થાય. સર્વપુગલના રાગથી મુક્તિ થવી એ દ્રવ્ય મોક્ષ છે. ગાથા : 2 કિયાવિરહિત હન, શાનમાત્રમાનર્થકમ્ | મતિ વિના પથaોડપિ નાખ્ખોતિ પુરમીણિતમ્ રાા ગાથાર્થઃ ક્રિયા વિનાનું કેવલ એકલું જ્ઞાન (અભિમાનાદિ કરાવવા દ્વારા) નિરર્થક છે. માર્ગને જાણનારો માણસ પણ ચાલવાની ક્રિયાવિના ઈચ્છિત નગરમાં પહોંચતો નથી. (સીમંધર સ્વામીનું 125 ગાથાના સ્તવન–પમી ઢાળમાં તેનું સવિસ્તાર વર્ણન છે.) જીવમાં જ્ઞાન અને ક્રિયા બને કર્મબંધનું તેમજ નિર્જરાનું કાર્ય કરે છે. બંધ એ સંસાર છે અને નિર્જરા એ મોક્ષ છે. સ્વ–પરનું પ્રકાશન કરે એ જ જ્ઞાન, બાકીનું અજ્ઞાન. અજ્ઞાન એ જ મોટામાં મોટું દુઃખ છે. જ્ઞાન પોતે સુખ સ્વરૂપ છે. એનાથી આત્માને સુખ સાંપડે છે માટે જ્ઞાનમય બનવાનું છે. સ્વ સ્વરૂપમાં રમણતા કરાવે તે ક્રિયા નિર્જરાનું કારણ બને. પરમાં રમણતા કરાવે તે બંધનું કારણ બને. આત્મવીર્યચારિત્રના ગુણમાં પરિણામ પામે ત્યારે તે આત્મગુણોને અનુભવનારો બને છે. પૌષધમાં મુહપત્તિનું પડિલેહણ કરો તો વ્યવહારથી ચારિત્રની ક્રિયા થઈ પણ ગુણમય થઈ કે નહીં? તે જાણવાનું લક્ષ છે ખરું? કે પછી ફટાફટ ક્રિયા કરો, તો હિંસા કરો છો. ચરવડાની દશી વડે જયણા કરવાની છે. ઉપકાર કરે તે ઉપકરણ જો તે દ્રવ્ય પ્રાણની જ રક્ષા ન કરે તો ભાવપ્રાણની રક્ષા તો કરે જ ક્યાંથી? અત્યારે તો ઉપકરણ શોભા માટે છે. સાધન શાસ્ત્રવિહિત જોઈએ તો જયણા અને ક્રિયા શુધ્ધ થાય. જ્ઞાનને ક્રિયામાં વણી લેવાનું છે. શરીર સાથે કષાયનું આત્મા દ્વારા પ્રમાર્જન કરવાનું છે. દરેક ક્રિયાનો અભ્યાસ પાડવો જોઈએ. જે આત્મવીર્ય જ્ઞાનસાર-૩ || 182 Page #184 -------------------------------------------------------------------------- ________________ કષાયભાવને દૂર કરે તે જ ક્રિયાનિર્જરાનું કારણ બને. આત્માના સાધ્ય માટે જે સાધના થાય તે જ સિધ્ધત્વની સન્મુખ લઈ જાય. આત્મા અનાદિથી આત્માની વિરુદ્ધની ક્રિયા કરતો આવ્યો છે તેથી જ જીવનું સંસરણ = ભમવાનું કાર્ય ચાલુ જ છે. તેની પ્રતિક્રિયા કરો તો જ સંસારથી છૂટાશે. જીવ એકેદ્રિયના ભવમાં મૂળિયા દ્વારા આહારની શોધમાં રખડ્યો, ઊંડે ઊંડે ગયો. આહાર સંજ્ઞા આહારની યાદ–શોધ કરાવે. માટે નીતિમાં રોજ મેનુ જોવાનું મન થાય. એટલે અહીં પણ આહાર શોધવા જ આવ્યો ને? સંજ્ઞા તોડો તો તપ દ્વારા નિર્જરા થાય. સમિતિ-ગુપ્તિનું પાલન કરવાનું છે. આ ઉપયોગ હોવો જોઈએ. વિનયપ્રધાન ક્રિયા કરવાની છે.વેયાવચ્ચ કરવાની છે. તો બીજી અશુધ્ધ ક્રિયાના સંસ્કાર નાશ પામે. સંકલેશ નાશ પામે. શક્તિ હોય અને ક્રિયા ન કરો. વેયાવચ્ચ ન કરો તો માયા પોષાય. વૃત્તિ ફરે તો જ કષાયની નિવૃત્તિ થાય, તો જ નિર્જરા થાય. ક્રિયારુચિ સમ્યકત્વવાળો જીવ કોઈપણ ક્રિયામાં અરુચિ ન રાખે. જેણે સંસારનો ત્યાગ કરવો છે તેણે સાવધ ક્રિયા ન કરાય.દયાના પરિણામપૂર્વકની દ્રવ્ય-ભાવરૂપબને ક્રિયા કરવાની છે. સંવરની જેમ જેમ વૃધ્ધિ થાય તેમ તેમ નિર્જરાની વૃધ્ધિ થાય. જ્ઞાન અર્થને જણાવનારું હોય તો તે સંવેદનવાળું જ્ઞાન બને છે પણ જો તે ક્રિયા રહિત હોય તો તે જ્ઞાન અજ્ઞાનરૂપ અર્થાત્ અનુભવ વિનાનું જ્ઞાન અનર્થનું કારણ બને છે. જ્ઞાનના ક્ષયોપશમ સાથે જો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન થાય તો સમજવું કે આત્મામાં મિથ્યાત્વ મોહ પડેલો છે, તેથી સર્વજ્ઞ પ્રમાણે હેય-ઉપાદેયનો વિવેકપ્રગટ ન થાય. હું કાંઈક જાણું છું એવી અહં બુધ્ધિ પ્રગટ થવાના કારણે તે જ્ઞાન અનર્થનું કારણ બને છે. જ્ઞાનસાર-૩ // 183 Page #185 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પરિણામ નહોય તો ક્રિયા કરવાનો રુચિ પરિણામન થાય. તેથી મોક્ષરૂપ કાર્યન થાય.જ્ઞાન ક્રિયા વડે આત્માએ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તે ન થાય. આત્મા ક્રિયા વિના રહેવાનો નથી. જ્યાં સુધી કાયયોગ છે ત્યાં સુધી ક્રિયા રહેવાની છે. જે આત્માઓ ક્રિયાયોગને માનતા નથી, માત્ર નિશ્ચયને જ માને છે, તેઓ સર્વજ્ઞકથિત ક્રિયાન કરે માટે મનવચન-કાયાના યોગરૂપક્રિયામાંથી છૂટી શકતા નથી. ક્રિયા દ્વારા જ ક્રિયાયોગથી છૂટવાનું છે. સર્વજ્ઞકથિત ક્રિયા અવશ્ય અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરાવે પણ તેમાં રુચિનહોવાથી જીવ મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરી શકતો નથી. જેમ મુસાફરને માર્ગનું જ્ઞાન છે પણ તે ગતિરૂપક્રિયા કરતો નથી તો ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ભોજનના જ્ઞાનવાળો પુરુષ પણ ભોજનની ક્રિયા કર્યા વિના સુધાને શાંત કરી શકતો નથી ધંધાનો જાણકાર પુરુષ પણ ધંધાની ક્રિયા કર્યા વિના ધનપ્રાપ્તિ કરી શકતો નથી. તેમ આત્માના જ્ઞાનાદિ ગુણોને જાણવા માત્રથી આત્મામાં સ્થિરતા પામશે નહિ તેથી સર્વજ્ઞ ભગવંતે પંચાચાર રૂપ ચરિત્ર ક્રિયા યોગ વડે આત્મા જ્ઞાનાદિ પાંચ નિધિમાં રમે તો પ્રતિસમય આત્માનો મોહથી અને કર્મોથી મોક્ષ થાય. પ્રતિસમય પોતાના સ્વભાવમાં જવા માટે પુરુષાર્થ કરે અને જેટલા અંશે જીવ સ્વભાવમાં આવે તેટલા અંશે આત્મામાં સ્થિર થાય. વિચારની, વચનની અને કાયાની મમતા તૂટે નહીં ત્યાં સુધી મોક્ષ ન થાય. નિશ્ચયનો ઉપયોગ હોય તો બોલવું એ પણ આત્માનો વિભાવ છે. નિશ્ચય યોગ જેટલો પ્રબળ હોય તેટલો ઔચિત્યપૂર્વકનો વ્યવહાર થશે. વ્રત વગેરે ઔચિત્યપૂર્વક પાળવાનાં છે. દરેક વ્યવહારમાં સર્વજ્ઞ અહીં શું કહે છે? તે ઉપયોગ આવવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 184 Page #186 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચિંતન સાથે હોય તો જ તાત્વિક મૈત્રાદિ ભાવો પ્રગટે, તો જ સમતારૂપ ધર્મ પ્રગટ થાય. સૂત્રનું ઉચ્ચારણ કરવા દ્વારા અર્થના ઉપયોગમાં જઈને આત્માના અર્થમાં તેનું પરિણમન કરવાનું છે. અર્થના ઉપયોગ પછી મોહથી છૂટવાની પ્રક્રિયા કરવાની છે. સ્તવન–સૂત્રો વિ. સારા બોલ્યા તેનું અભિમાન ન આવવું જોઈએ. સૂત્ર બોલવું એદ્રવ્ય ક્રિયા, અર્થ વિચારવો એ પણ દ્રવ્ય ક્રિયા તેમાંથી મોહનો પરિણામનિવૃત્ત થાય તો ભાવક્રિયા થાય.અર્થનો ઉપયોગ આત્માના સ્વભાવરૂપે બનવો જોઈએ તો ભાવક્રિયા થાય. મહર્ષિઓ સજ્ઞાનને પકડી જ્ઞાનના ઉપયોગપૂર્વક ઉત્તમ એવા ચારિત્ર અર્થાત્ ક્રિયાયોગમાં પ્રવૃત્ત થઈ ધર્મ સંચય કરી અનુત્તર એવા કેવળજ્ઞાનકેવળ દર્શનને પામે છે, અને ઉપદેશ દ્વારા તેને પ્રકાશિત કરે છે. જે કેવળી થઈને ધર્મદેશના કરનારા બને છે તે આકાશની અંદર પ્રકાશમાન થતા એવા સૂર્યની જેમ ચમકે = શોભે છે. ગાથા : 3 સ્વાનુકૂલાં કિયાં કાલે, શાનપૂર્ણાડપ્યપેતા. પ્રદીપ સ્વપ્રકાશોડપિ, તૈલપૂર્યાદિક યથા all ગાથાર્થ જેમ દીપક સ્વયં સ્વપ્રકાશરૂપ હોવા છતાં, તેલ પૂરવા આદિની અપેક્ષા રાખે છે તેમ પૂર્ણ જ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. જ્ઞાન ક્રિયાવિનાનું હોય તો તે અનર્થનું કારણ બને છે, તેમ જ્ઞાન વિનાની ક્રિયા પણ અનર્થનું કારણ બને છે. આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થવા છતાં જો તેને અનુરૂપ ક્રિયા ન હોય તો નકામું. આત્મા કર્મથી-કાયાથી-કષાયથી ભિન્ન છે, વર્તમાનમાં કર્મ-કાયા–કષાય સાથે જોડાયેલો છે. એમ બંને રીતે ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદ કરવા માટે જ જ્ઞાનીઓએ સમ્યક ક્રિયાયોગ બતાવ્યો છે. જ્ઞાનસાર–૩ // 185 Page #187 -------------------------------------------------------------------------- ________________ ચારગતિરૂપ સંસારમાં સંસરણ કરતા આત્માએ અનાદિ સંસારવૃક્ષને પ્રતિસમય ભેદવાનું છે ! પુદ્ગલનું ભેદજ્ઞાન જ્ઞાનાવરણીય અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી સ્વાત્મ ગુણની રૂચી પેદા થાય પછી કર્મકૃત સંબંધોનો ભેદ કરવાનો પુરુષાર્થ થાય તો તે મનુષ્યભવની સફળતા છે, તેના માટે જ સમ્યફચારિત્ર છે. | સર્વજ્ઞકથિત દષ્ટિ દ્વારા આત્માનો નિશ્ચય થાય તો સંવર કરવાની રુચિ પ્રગટે. સર્વ સંવરની રુચિ એ મોક્ષની રુચિ છે. સર્વ સંયોગથી સર્વથા સર્વકાળ માટે છૂટા થવા માટેનો ભીષણ પુરુષાર્થ થાય. આ થયો તાત્વિક મોક્ષાભિલાષ. પછી શક્તિ-પરિણામને વિચારી સર્વવિરતિનો સ્વીકાર કરે. નિશ્ચચયથી સર્વવિરતિ પણ દેશવિરતિ છે. કારણ કે નિશ્ચયથી સર્વવિરતિ ૧૪માં ગુણસ્થાનકે સંપૂર્ણ યોગ નિરોધ રૂપ છે. આ સમજાય તો અત્યંતર પરિગ્રહ છોડી શકાય. સ્વભાવે–વિભાવે રમતો તું ગુરુ અરુ ચેલો, સબમેં હૈ ઔર સબમેં નાહી, હું નટ રૂપ અકેલો.' (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) જેમ દીપક પોતે પ્રકાશિત છે પણ એને તેલ-વાટની જરૂર પડે તેમ આત્મા સ્વયં પ્રકાશિત છે તેથી તેને પણ જ્ઞાન–ક્રિયાની જરૂર પડે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે મધ્યાહ્નના સૂર્યની જેમ પૂર્ણ જ્ઞાન પ્રકાશિત થાય. આ જ આપણું મુખ્ય સાધ્ય છે. માટે તેને અનુરૂપ તે તે ક્રિયા કરવાની છે. વિરતિ એટલે પાપથી વિરામ પામવું. આશ્રવને રોકવું એટલે સંવર. આત્માની અંદર કર્મનો પ્રવાહ જેના વડે આવે તેને આશ્રવ કહેવાય. 18 પાપસ્થાનક આશ્રવ કહેવાય. સર્વપાપોથી અટકવાનું મન થાય ત્યારે સંવરનો ભાવ આવ્યો કહેવાય. સામાયિક પાળીને પછી પાપ કરવામાં વાંધો નહિ. એવી સમજણ જેને છે તેઓ સાચી સામાયિકથી દૂર છે. પાપનો ભય પ્રગટ થવો જોઈએ, તો જ જ્ઞાન પરિણત કહેવાય. અને તેનું જ્ઞાન જ આત્માને લાભ જ્ઞાનસાર-૩ || 186 Page #188 -------------------------------------------------------------------------- ________________ કરે છે. નહિતર પાપમાં પસ્તાવો ન થાય કે પાપ કરવું પડે છે. પણ તે ઉચિત નથી. પરિણામ કુણા હોવા જોઈએ. પૌષધ પાળવાનું મન ન થાય. છતાં પૌષધ પાળે તો ઘરે જઈને કાચા પાણીને જોઈ વપરાશ કરતાં કમકમાટી થાય. બધે ઉપયોગ આવે તો તે જ્ઞાનની પરિણિતિ છે, નહિતર જ્ઞાનાભાસ છે. સંસારનું સર્જન થાય તેવા કર્મો ન બંધાવા જોઈએ, સંસારનો રસ તૂટતો જવો જોઈએ. | સર્વવિરતિમાં સર્વ કર્મનો ક્ષય થઈ શકે માટે સર્વવિરતિના પરિણામ હોય અને વંદન કરો તો સર્વ પાપનો નાશ થાય. કૃષ્ણ મહારાજાએ સાક્ષાત્ તીર્થકર ભગવંતની પર્ષદામાં 18,000 સાધુઓને ભાવથી વંદન કર્યા તો પણ સર્વપાપનો નાશ ન થયો પણ જો એ પરાક્રમ તેમણે સાધુવેષમાં કર્યું હોત તો સર્વપાપ નાશ થાત. દરેક ક્રિયામાં પહેલા નિસાહિ બોલવાનું છે. આથી ખમાસમણ દઈ આદેશમાંગીએ છીએ. આપણને ધર્મી તરીકે જાહેર થવાનો ખપ છે પણ ધર્મનો ખપ નથી માટે આ લક્ષમાં આવતું નથી. બીજી બધી ક્રિયાનો નિષેધ કરી આત્મા માટે ધર્મ કરું છું. જાતને છેતરીને ક્રિયા કરીએ છીએ. મન બીજે ભટકે છે. પછી ક્રિયા ક્યાંથી ફળે? મિથ્યાત્વને પહેલા કાઢવા માટે 'નમો પદ છે. હું શરીર નથી, અને શરીરવાળા કોઈમારા નથી. આવો સ્વીકાર કરશો તો આત્મા આત્માની સાથે રહી શકશે. આત્માના ગુણો વડે નમસ્કાર કરવાનો છે. તે માટે અપૂર્વપ્રયત્ન કરવાનો છે અને કેવળજ્ઞાનને પ્રગટ કરવાનું છે. તે માટે વીતરાગ બનવું પડશે. વીતરાગના ગુણો કેળવવા પડશે. આ કામ દેશવિરતિ અને સર્વવિરતિ દ્વારા થશે. સર્વ કર્મક્ષય માટે સર્વવિરતિ લેવી પડે. દેશવિરતિમાં 8 પહોરનો પોષધ લીધો તો જ્ઞાન થવું જોઈએ કે આ બધી વસ્તુ છોડવા જેવી છે. જો નહીં છોડું તો એ મને છોડીને જવાની છે. આત્મા સાથે સદા રહેનારી આ એકેય વસ્તુ નથી. આ સમજણપૂર્વક સામાયિક કરો તો થોડીવાર માટે છોડો છો, કારણ જ્ઞાનસાર–૩ || 187 Page #189 -------------------------------------------------------------------------- ________________ કે પૂરેપૂરુ છોડવાની હમણા શક્તિ નથી, પણ છોડવા જેવું જ છે એમ માનીને છોડશો તો ભાવ સામાયિક થાય. નહિંતર સામાયિકના આંકડા મળે– બીજું કાંઈ ન મળે. અર્થાત્ સમતાનો સ્વાદ ન મળે. દા.ત. કુમારપાળ મહારાજાને સાથળમાં મંકોડો ચોંટી ગયો. બે ઘડી શરીરની મમતા છોડીને બેઠા છે. આથી એમને એચટકો દુઃખરૂપ નથી લાગતો. પણ મંકોડો ચામડીમાં ભરાઈ ગયો છે તેની ચિંતા થાય છે. આથી તેને પીડા ન થાય માટે તેટલા ભાગની ચામડી ઉતારી નાખે છે. આપણે આપણા શરીરની મમતાના કારણે સામેનાની ચામડી ઉખેડી નાંખીએ. જ્ઞાનનું ફળ સમતા છે. સાવધાન ન રહીએ તો મમતા ન ઘટે અને સમતા ન આવે. માટે કહેવાય કે સામાયિક કરીને થઈ ગઈ a આત્માની આત્મા પ્રત્યે શી ફરજ? તું પિતા છે તેથી તારે પુત્ર પ્રત્યેની ફરજ બજાવવાની છે. પણ તું આત્મા છો એ ભૂલવાનું નથી. આત્મા પ્રત્યે તારી ફરજ કઈ? એ પ્રથમ વિચારવાનું છે. માટે જ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે શ્રાવકવેશ્યા જેવો હોય. જેમ વેશ્યા બધાને ભોગવે છતાં બધાથી અળગી રહે તેમ શ્રાવક બધાની વચ્ચે રહ્યો હોય છતાં ન્યારો હોય.સ્વસ્વભાવમાંજ રમવાની ભાવનાવાળો અને આંશિક પ્રયત્નવાળો હોય. સમ્યગજ્ઞાનીમાં સૌ પ્રથમ સંવર કાર્યની રુચિ થાય છે કેમ કે પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું છે કે સત્તાએ પોતે સિધ્ધ છે, વર્તમાનમાં કર્મની મલિનતાથી પોતે અશુદ્ધ છે એમ જાણે છે. તેથી સત્તાગત શુદ્ધ આત્માને ઉપાદેય માને છે અને કર્મની મલિનતાથી ઊભી થયેલી અને શુભ અશુભદશા બંનેનેનિશ્ચયથી હેય માને છે. નિશ્ચયથી પુણ્ય હેય અને વ્યવહારથી જે પુણ્ય આત્મ સ્વરૂપ પ્રગટાવવામાં સહાયક બને તેટલું ઉપાદેય અને બાકીનું પુણ્ય હેય. આમ જે જ્ઞાનસાર-૩ // 188 Page #190 -------------------------------------------------------------------------- ________________ સમજે છે તે જ સંવરને સાધી શકે છે. નવા પાપ-પુણ્યને આત્મામાં પ્રવેશવા દેતો નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે તેમાં અનાસક્ત ભાવ પડેલો હોય છે. તેથી શુધ્ધ દશાને પ્રગટ કરવાની રુચિ પ્રગટ થાય જ તે માટે વર્તમાનમાં જે અવિરતિજન્ય પાપો છે તે મારે છોડવા જોઈએ તેવી માન્યતા દઢ હોય. જેવા ભોગાવલી નિકાચિત કર્મો નબળા પડે કે તે યથાશક્તિ પ્રમાણે પચ્ચકખાણ વિરતિ લેવા ઉત્સાહિત થાય. આશ્રવનો ત્યાગ થાય તેથી તે દેશવિરતિ કે સર્વવિરતિ શક્તિ પ્રમાણે ગ્રહણ કરે અને મોક્ષના લક્ષથી આગળ વધે. મોક્ષ એટલે સર્વથા પર સંયોગોથી સર્વકાળ માટે મુક્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ ભાવમોક્ષ અર્થાત્ સર્વ પ્રકારના મોહથી મુક્તિ તે પ્રથમ મોક્ષ અને સર્વ કર્મ અને કર્મના સર્વસંયોગ સંબંધથી પૂર્ણ મુક્ત થવું તે દ્રવ્ય મોક્ષ અર્થાત્ સિધ્ધાવસ્થા. આથી મુમુક્ષુને પ્રથમ સર્વ મોહમુકિતરૂપ કેવળજ્ઞાનનું લક્ષ જોઈએ. તેમાં બાધક મુખ્ય અહંકાર છે. આથી મોહબે પ્રકારે પ્રગટ થાય. મને બીજા કરતાં ઘણું મળ્યું છે અને હું બીજા કરતાં વધુ જ્ઞાની. કેવળ જ્ઞાનનું લક્ષ હોય તો આ અહંકાર ન પ્રગટે. કષાય રૂપી ભવ સમુદ્રથી આપણે તરવાનું છે. તત્ત્વજ્ઞાની કેવળજ્ઞાનને પ્રગટાવવામાં રસિક હોય તે માટે અષ્ટ પ્રવચન માતાના પાલનથી મોહ પર વિજય મેળવવાનો છે. મોહથી સંપૂર્ણ મુક્ત થયા વિના કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. અભવ્યના આત્માઓ પાંચ મહાવ્રતોનો સ્વીકાર–ઉત્કૃષ્ટ રીતે કરી દેવલોકને પામે છે. તેમનો મોક્ષ થતો નથી કેમ કે તેઓનું લક્ષ્યબિંદુદેવલોકના સુખોને પ્રાપ્ત કરવાનું જ હોય છે. 1 ચારિત્ર એટલે શું? વ્યવહારથી ચારિત્રઃ એકેદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને પોતાના જેવા માની પીડા ન પામે તેની યતના કરવી. બીજા જીવોને પીડાનો ઉપદેશ આપે નહિ, અપાવડાવે નહિ અને આપતાને અનુમોદનહિ. જ્ઞાનસાર-૩ // 189 Page #191 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી ચારિત્રઃ શરીર, ઈદ્રિય, યોગ, આહાર, વિષય, કષાય આ બધું આત્માથી પર છે તે સર્વને આત્માએ છોડવાના છે. આથી ચંચળતાને છોડી આત્મામાં સ્થિર બની તેના ધ્યાનમાં આત્મરમણતાને પામી ગુણોને અનુભવવા તે નિશ્ચયથી ચારિત્ર છે. H મહાવ્રતોનું સ્વરૂપ વ્યવહારથી–નિશ્ચચયથી (1) વ્યવહારથી પ્રાણાતિપાત વિરમણવતઃ સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવોને પોતાની સમાન જાણી હિંસા કરવી નહિ, કરાવવી નહિ, કરતા હોય તેની અનુમોદના કરવી નહિ. નિશ્ચયથી આપણો આત્મા અજ્ઞાનતાને વશ થઈકર્મના ઉદયવશ જે કર્મોની દ્રવ્ય–ભાવ પીડા સ્વયં ભોગવે અને બીજાની પીડામાં નિમિત્ત બને છે. આવા પોતાના આત્મા પર દયા લાવી સદા માટે તે પીડામાંથી મુક્ત કરી અર્થાત્ સર્વ કર્મથી આત્માને મુક્ત કરવા માટે અજ્ઞાનતાને-મિથ્યાત્વને દૂર કરી વિરતિનો સ્વીકાર કરી ભાવપીડાથી મુક્ત થવા કષાયોથી મુક્ત થઈ ગુણોને અનુભવવા. તે ચાલ્યા ન જાય માટે તેની રક્ષા અને વૃધ્ધિ માટે સતત સજાગ રહેવું અર્થાત્ ભાવ પ્રાણોની સતત રક્ષા કરવી, કરાવવી અને કરવાની અનુમોદના કરવી. તેનિશ્ચયથી પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. ભાવ પ્રાણોની રક્ષાની પ્રધાનતાથી દ્રવ્યપ્રાણોની રક્ષા સહજ થઈ જશે આમ વ્યવહાર અને નિશ્ચયપૂર્વક મહાવ્રતોનું પાલન કરવાનું છે. (ર) વ્યવહારથી બીજુ પૃષાવાદ વિરમણ વ્રતઃ ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જૂઠું બોલવું, કડવા વચન બોલવા, અપ્રિય વાણી આદિ મૃષાવાદથી અટકવું. હું કરું નહિ, કરાવું નહિ અને કરનારની અનુમોદના ન કરું. નિશ્ચયથી આત્મા સિવાયની તમામ પર વસ્તુને, કાયાદિને આપણી કહેવી તે નિશ્ચયથી મૃષાવાદ છે. લક્ષ જોઈએ કે હું પુદ્ગલ નથી. આત્મા છું. જીવને અજીવ અને અજીવને જીવ માનવું. આગમ વિરુદ્ધ અર્થ કહેવો, ઉસૂત્ર જ્ઞાનસાર–૩ | 190 Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણા કરવી એ મહામૃષાવાદ છે. બીજા વ્રતોના ભંગમાં ચારિત્રનો ભંગ થાય. જ્યારે મૃષાવાદબોલવાથી સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્ર બંનેનો ભંગ થાય. આ વ્રત પાલનમાં અત્યંત ઉપયોગ જોઈએ. મૃષાવાદ આવે ત્યાં માયા આવતાં વાર ન લાગે. મરિચીનું પતન આ કારણે થયું. સાવધાન ન રહે તો સમ્યકત્વ જતાં વાર ન લાગે. માટે સરળતા જેવો બીજો કોઈ ગુણ નથી.ક્ષપકશ્રેણિ પર સરળ જીવ જ ચડી શકે. સરળતાના અભાવે લક્ષ્મણા સાધ્વી કેટલું ભમ્યા? સરળતા હોય તો જ પ્રાયશ્ચિત ગુણ આવી શકે. સત્યતા વિના સરળતા ન આવે. જેને આત્મા પર સંપૂર્ણ પ્રેમ હોય તે જ સત્ત્વ ખીલવી સરળ બની શકે, અને માનકષાયને તોડી શકે. માન કષાયથાંભલાની જેમ ઊભો હોય ત્યાં સુધી સરળતા ન આવવા દે. માન અને માયામિથ્યાત્વને લાવતાં વાર ન લગાડે. તે જ દુઃખદાયી એવા ભવભ્રમણનું કારણ બને છે. ઉત્સુત્ર પ્રરૂપણાથી અનેક જીવોને નુકશાન કરે, તે આલોચનાથી પણ શુધ્ધ ન થઈ શકે. (3) વ્યવહારથી અદત્તાદાન વિરમણવતઃ ઘાસ જેવી તુચ્છ વસ્તુ પણ પૂછ્યા વિના લે તો અદત્તાદાન લાગે. પાંચે ઈદ્રિયોના ભોગવટા માટે જે જૂઠ બોલાય તેનાથી 4 પ્રકારે અદત્તનું પાપ લાગે. નિશ્ચયથીઃ (1) તીર્થકર અદત્ત (2) ગુરુ અદત્ત (3) જીવ અદત્ત (4) સ્વામી અદત્ત. આ અદત્ત દ્વારા આઠેય કર્મનું સતત ગ્રહણ કરવું. શરીર પણ ચોરીનો માલ છે, નામ કર્મે ઉછીનું આપ્યું છે. આત્મા સિવાયની બધી વસ્તુ પારકી છે. જેને સ્વેચ્છાએ છોડી દેતે શાહુકાર (4) મૈથુન વિરમણ વ્રતઃ વ્યવહારથી : વેદ ના ઉદયથી દેવ–મનુષ્ય, તિર્યંચ જોડલાની મૈથુનની ક્રિયાથી અટકવું. નિશ્ચયથીઃ પાંચે ઈદ્રિયોના વિષયો અને મનની તૃષ્ણાથી વિરામ પામવું. અથવા બ્રહ્મચર્ય = આત્મામાં રમવું. પાંચવિષયોથી વિરામ પામીને આત્માએ આત્મામાં રમવું. પુદ્ગલમાં અર્થાત્ વર્ણ—ગંધ-રસ–સ્પર્શ૪માં ન રમવું તે જ્ઞાનસાર–૩ || 191 Page #193 -------------------------------------------------------------------------- ________________ મૈથુન વિરમણ વ્રત. એક–એક વિષયમાં આત્માની સજાગતા હોવી જોઈએ. ઈદ્રિયોના વિષયોના સંયોગમાં સુખબુધ્ધિ ન થવી જોઈએ. માત્ર શેય પરિણામ અને ઉદાસીન ભાવમાં રહી સમતા સુખને વેદવાનું છે. સ્થૂલભદ્રજીએ આ જ કાર્ય કર્યું હતું. તેથી તેઓ 84 ચોવીસી સુધી અમર રહેશે. આપણે પણ સતત આ અભ્યાસ પાડવાનો છે. સમિતિ અને ગુપ્તિના પાલનમાં સતર્ક રહેવુંવિષયોથી ઈદ્રિયો અને મનને દૂર કરવા. આ દ્વારા ભાવ પ્રાણોની રક્ષા કરવી. ઇસમિતિ - 3 હાથ આગળ જોઈને ચાલવું. દષ્ટિ પડિલેહણ દ્વારા કોઈ જીવ પીડા ન પામે તે ઉપયોગ. નિશ્ચયથી પોતાના અને પરના ભાવપ્રાણ નહણાય એ પ્રમાણે જીવદયાનો પરિણામ રાખવાનો છે, તો પગલે-પગલે નિર્જરા થાય.આથી ચાલતાં ચાલતાં સારા-નરસારસ્તાના વિકલ્પમાં નથી રહેવાનું. આપણે મોક્ષમાર્ગના મુસાફર છીએ. આથી હું સંયમની કેડી પર ચાલી રહ્યો છું તેનો ઉપયોગ હોવો જોઈએ. સમતા મારું સાધ્ય છે તે સામાયિકનો સતત ઉપયોગ જોઈએ. અનાદિકાળથી આત્માને ત્રસનામકર્મના ઉદયથી ઇચ્છા મુજબ ફરવા મળ્યું. આ ત્રસનામ કર્મને ખપાવવા ઇચ્છા મુજબ ફરવાનું બંધ કરી સર્વજ્ઞએ દર્શાવેલી સંયમ કેડી પર ચાલવાનું છે તો જ ત્રસલામ કર્મ ખપશે. અહો! ત્રસનામ કર્મખપાવવા સંયમની કેડી પર ચાલવાનો મારા વ્હાલા પ્રભુએ કેવો સુંદર માર્ગ બતાવ્યો છે. સર્વજ્ઞ પરમાત્મા પરબહુમાન થશે અને રતિ–અરતિ– શોકને વમશે. (5) વ્યવહારથી પરિગ્રહ પરિણામ વત :- ધનાદિ જડ અને માતા-પિતા, ભાઈ–બહેન આદિના રાગને- પરિગ્રહને છોડવાનો છે. સનતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધા પછી છ મહિના સુધી અંતઃપુર–પરિવાર પાછળ આવ્યો છતાં પાછળ વળીને જોયું નથી. આવી વિરાગ દશાના કારણે લબ્ધિઓ પ્રગટ થવાં છતાં ચર્મરોગ કાઢવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. જ્ઞાનસાર–૩ // 192 Page #194 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી મૂચ્છ–આસક્તિ એ મોટો પરિગ્રહ છે. શરીર–ઈદ્રિય–સંયમના ઉપકરણો એ બધું પણ સાધન છે. જ્ઞાન-દર્શન–ચારિત્રના પરિણામ પ્રગટ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો ઉપકરણ તે સિવાય બાકી બધું પરિગ્રહ લાગે. આત્મા પર ઉપકાર કરે, જેના વડે આત્માની મૂર્છા તૂટે અને ગુણમાં રમણતા થાય તે ઉપકરણ નહિ તો અધિકરણ. ભાવથી જયણા - રજોહરણને જોઈને તેના પર રાગ ન થાય, સંયમના સાધન તરીકે આત્મામાં વસે. પૂર્વના કાળમાં અપટુડેટ રજોહરણ ન હતા. કામળીની દશીમાંથી બનાવેલ રજોહરણ હતાં. પ્રધાનભાવ જયણાનો રહેતો. જ્યારે હવે તો રજોહરણને તેનું કવર પહેરાવી સાચવીને રખાય છે. રજોહરણની દશી મેલી ન થાઓની કાળજી પછી લેવાના પહેલા આત્મા મેલો ન થાય તેની કાળજી લેવાની છે. 0 દિગબર મત કેવી રીતે સ્થપાયો? રાજાએ સાધુને રત્નકંબલ ઓઢવા માટે આપી હતી. સાધુને તેના પર રાગ થઈ જતાં ગુરુએ તેના ટુકડા કરી નાંખી બધાને આપ્યા. વસ્ત્ર પર રાગ થઈ જાય છે માટે વસ્ત્રનો જ ત્યાગ- ત્યારથી આ દિગંબર મત શરૂ થયો. નિગ્રંથ મુનિઓ અલ્પ મૂલ્યવાળા જીર્ણશીર્ણ પ્રાયવસ્ત્ર વાપરવા છતાં વસ્ત્રની મૂર્છા–આસકિત ન હોય તો તેને પરિગ્રહ લાગતો નથી. છતાં જેઓ વસ્ત્રોનો પરિગ્રહ, ખોખાં રાખવા–તેને સાચવવા આદિની મૂર્છા કરી તે તેનો સંસાર વધારે. અકબર બાદશાહે હીરસૂરિ મ.ના નામે જ્ઞાનભંડાર બનાવ્યો અને કહેવા ગયો કે આ આપનો ભંડાર છે. તેમાંથી પુસ્તકો જ્યારે જોઈએ ત્યારે આપનાથી લેવાશે. ત્યારે હીરસૂરિ મ.એ. કહ્યુંઃ આ જ્ઞાનભંડાર તું તારા નામ પર રાખ. અમારે વળી આ મારું એવું ક્યાંથી? પુસ્તક જોઈશે ત્યારે મંગાવી લઈશ. મોટામાં મોટો પરિગ્રહ સાધુને કીર્તિનો છે. શક્તિઓ પ્રગટ થયા પછી તલવારની ધાર પર ચાલવા જેવું છે. જ્ઞાન સાર-૩ || 193 Page #195 -------------------------------------------------------------------------- ________________ ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં કહ્યું છે કે વીર પ્રભુનાનિર્વાણ પછી 1150 વર્ષ ગયે કુગુરુઓ થશે, નામની મહત્તા વધશે, અહંકાર અને મમતાની વૃધ્ધિ થશે. સાધુઓ સ્વચ્છંદી બનશે. આચાર–મર્યાદાને તોડશે. ઉસૂત્ર પ્રરૂપણા કરશે. સરંભ-સમારંભ આદિના કારણમાં પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી આંતર પરિગ્રહ-મિથ્યાત્વ, મોહ-કર્મોના પરિગ્રહ આદિને પણ સતત છોડવાના છે તો જ સમતા સિધ્ધ થશે. સહાયક એવા ઉપકરણમાં પણ મૂર્છા ન થવી જોઈએ. બીજા ર૩માં તીર્થકરના વખતમાં ૪થું અને પાંચમું મહાવ્રત સાથે હતા. કેમ કે તે વખતના સાધુઓ પ્રાજ્ઞ અને ઋજુ હતા. સ્ત્રીને પણ પરિગ્રહ માનતા હતા. પહેલા અને છેલ્લા પ્રભુના સમયમાં વક્રતા અને જડતાના કારણે બે વ્રત જુદા બતાવ્યા. આપણા ઉપકાર માટે બે વ્રત જુદા કર્યા, સ્ત્રી મોટી પરિગ્રહ છે તેની પાછળ પરિગ્રહોની શ્રેણિ મંડાય છે. જ્ઞાનથી પૂર્ણ હોય તેને તે તે કાલે તે તે ક્રિયાની અપેક્ષા રહે. કેવળ જ્ઞાની પણ સર્વ સંવર- પૂર્ણ આનંદને માણવા છતાં બોલવાદીની યોગક્રિયા કરે છે અને અંતે સર્વથા યોગોના રોધ કરવાની સંપૂર્ણ ક્રિયા કરે છે. એ અર્થે જ મુનિએ આવશ્યક કરવાનું છે. દિપકમાં પ્રકાશ હોવા છતાં તેમાં તેલ પૂરવા રૂપ ક્રિયાની અપેક્ષા રહે છે. જેમ જેમ જ્ઞાન સમ્યગ બને તેમ તેમ ગુણોની ઢચિ થવાપૂર્વક ક્રિયાની રૂચિ પણ પ્રગટ થવી જોઈએ. જે વડિલો સંસારી આત્મા માટે ધન દાટી ગયા હોય તો તેને મેળવવા તેઓખોદવાની ક્રિયારૂપ પુરુષાર્થ કરશે. તેજ રીતે આપણા આત્માને પરમાત્મા બતાવે છે કે તારામાં જ્ઞાનાદિ પાંચ નિધિ પડેલાં છે. તેને પ્રગટ કરવા સર્વજ્ઞના કહ્યા મુજબ ક્રિયારૂપ પુરુષાર્થ કરવો પડશે. જો તે ન માનીએ તો આપણી રુચિ એકાંતવાળી છે, મિથ્યાત્વથી મિશ્રિત છે. સર્વજ્ઞને માનવા છતાં શ્રધ્ધા પ્રગટ ન થવાથી તે માર્ગને જ ઉડાડિ દઈ, મહાભયંકર પાપને સેવે. તત્ત્વજ્ઞાની પણ ક્રિયાસંગી અને ક્રિયારંગી હોય છે. તેથી તીર્થકરો જ્ઞાનસાર–૩ || 194 Page #196 -------------------------------------------------------------------------- ________________ પણ વિહારાદિ ક્રિયા કરે છે. નિમિત્તોને પામીને પણ પરિણામોની પ્રબળતા થાય છે. આથી પરમાત્મા પણ કરેમિ સામાયિક ઉચ્ચરે છે. ઉચ્ચારતાની સાથે પરમાત્માને ૪થા ગુણ સ્થાનકથી ૭માં ગુણ સ્થાનકના પરિણામ પ્રગટ થાય છે. 1 કિયા કોને કહેવાય? જે ક્રિયા આત્મવીર્યની શુધ્ધિનું કારણ બને તે ક્રિયા કહેવાય. જો આત્મામાં આત્મવીર્યનું પરિણમન થાય તો જ વાસ્તવિક ક્રિયા છે. અશુધ્ધ વીર્યનું પરિણમન થતા તે આશ્રવરૂપ કર્મબંધ કરે છે. કર્મનો બંધ અને કર્મનો ઉદય એટલે જ સંસાર. આત્માનો સ્વભાવ છે કે આત્મ પ્રદેશમાં સ્થિર બની આત્મગુણોમાં રમણતા કેળવવી, નહિતર સંસરણ કરવાના સ્વભાવવાળો બની આશ્રવને સેવે છે. દ્રવ્યાનુયોગવિના ચરણકરણાનુયોગ નિષ્ફળ છે. જીવ પરમાં ભ્રમણ કરી સ્વમાં રમણતાને ગુમાવે છે. જીવ જ્યારે ચરમાવમાં આવે ત્યારે ગુણીજનોની સેવા કરવાનું મન થાય. જેના અંતરમાં ગુણીજનોનું બહુમાન નથી તેના અંતરમાં સંસારનું બહુમાન પડેલું જ છે. પાપોથી નિવૃત્ત થતાં જઈએ એ ગુરુ સેવાનું ફળ છે. કર્મોના સમૂહોને ગ્રહણ કરવાનું કાર્ય જીવ યોગો દ્વારા કરે છે. વીર્યનું પુદગલ સાથે જોડાણ થાય ત્યારે તે યોગ કર્મબંધનું કારણ બને છે. તે યોગો જો પરમાત્માને વંદન કરવામાં, સ્વાધ્યાયમાં, અધ્યયનમાં આત્મવીર્ય દ્વારા જોડવામાં આવે તો તે યોગો કર્મબંધનું કારણ બનતા નથી. કેમ કે ત્યારે પરમાત્માના ગુણોમાં રમમાણ બને છે. આથી કર્મોને તોડવાનું કાર્ય કરે છે. યોગે બંધ ઉપયોગે નિર્જરા. શુભ યોગ પુણ્યબંધનું કારણ છે. અશુભ યોગ પાપબંધનું કારણ છે. જ્ઞાનસાર-૩ || 195 Page #197 -------------------------------------------------------------------------- ________________ જો આત્મવીર્ય ગુણમાં જોડાય તો પુણ્યબંધ અલ્પ અને નિર્જરા અપૂર્વ થાય. ક્રિયાયોગમાં પરમ ઉદાસીનતા અને ગુણોમાં લીનતા કેળવવાની છે કેમ કે અંતે ક્રિયા હેય છે. એ જો ન માને તો શ્રેષ્ઠ ક્રિયા કરતાં પણ અહમ્ ભાવ આવે અને જે ક્રિયા ન કરે તેના પર તિરસ્કાર ભાવ આવે. આગળ આગળના ગુણસ્થાનકે વૈરાગ્ય વધતો જાય તેમ અસંગ ભાવ પ્રગટે. સ્વાધ્યાય અને અધ્યયન દ્વારા જો આત્મા આત્મગુણોમાં જાય તો જ પરમાત્મવંદના સફળ થશે. અધ્યાત્મ વિનાનું એક પણ અધ્યયન નથી. જો સમ્યમ્ એવી દષ્ટિ આત્મામાં હશે તો ગુણોની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. યોગોની સત્ પ્રવૃત્તિ દ્વારા પોતાના સ્વભાવમાં જાય તો તે ક્રિયા સાર્થક થાય. ગાથા : 4 બાલભાવ પુરસ્કૃત્ય, યે કિયાડવ્યવહારતઃ. વદને કવલોપ, વિના તે તૃપ્તિકાશિશ ઝા ગાથાર્થ જે લોકો ક્રિયા એ તો બાહ્યભાવ છે, આશ્રવહેતુ છે, વ્યવહાર માત્ર જ છે એવું સ્વીકારી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઇચ્છનારા છે. ક્રિયા એ તો મન–વચન-કાયાના યોગો છે. યોગો કર્મબંધના કારણો છે પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય પણ અંતે તો કર્મબંધ જ કરાવે છે. આત્મપ્રદેશોની અસ્થિરતા છે, ચંચળતા છે માટે બાહ્યભાવ છે. વિભાવ છે તે ત્યાગ કરવા યોગ્ય જ ગણાય, માટે ક્રિયા કરવા જેવી નથી. આમ ક્રિયા એ બાહ્યભાવ છે. આવા પ્રકારનો તર્કઆગળ કરીને, ગુરુ પાસેથી સાચું તત્ત્વજ્ઞાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી અને સ્વચ્છંદપણે પોતાની બુદ્ધિના ઘોડા દોડાવે છે તેવા જ મનુષ્યોક્રિયા કરવાનો નિષેધ કરે છે કે બાહ્ય ક્રિયા કરવાની શું જરૂર છે? આમ કહી ક્રિયાને ઉડાવે છે તે મનુષ્યો ક્રિયા કરવાના ઉત્સાહને મંદ કરે છે, જ્ઞાનસાર-૩ || 196 Page #198 -------------------------------------------------------------------------- ________________ મુખમાં કવલક્ષેપ કર્યા વિના ભોજન કર્યાની તૃપ્તિ ઇચ્છે છે. બાહ્મક્રિયા કરવાથી શું? એમ એકાંતનિશ્ચયવાદીઓક્રિયાને તિરસ્કૃત કરે છે. પોતે સર્વજ્ઞ કથિત ક્રિયામાં પુરુષાર્થ કરે નહિ અને બીજાને પણ તેઓ ઉન્માર્ગે લઈ જાય છે. આવા જીવો કોળિયો મોમાં નાંખ્યા વિના તૃપ્તિ ઇચ્છનારા છે. અર્થાત તૃપ્તિની ભ્રમણામાં રાચનારા છે. 0 કિયાથી લાભ અને નુકશાન મનવચન-કાયાના યોગો આત્માના ગુણોને પ્રગટાવવાનું સાધન છે. જેમ કૂવાનું પાણી લેવા દોરડાથી ઘડો ખેંચવો પડે. ઘડારૂપ સાધનમાં પ્રાપ્ત પાણી પીવાથી તરસ છિપાય. માત્ર જોઈ રહેવાથી તૃપ્તિ ન થાય. ધર્મરૂપી અમૃત પીવાથી આત્મા તગડો બની જાય. અમૃત આત્મામાં રહેલું છે તેને સન્ક્રિયારૂપી દોરડાથી પ્રગટ કરવાનું છે. મન-વચન-કાયા તેના માટેનું સાધન છે. | ગુણો પ્રગટ કરવા માટે ક્રિયા કરતાં કંટાળો આવે કે થાક લાગે તો ધર્મરૂપી અમૃત ન મળે. કર્મબંધ થાય.નિર્જરા ન થાય. સાચી ક્રિયા કરવાવાળાને કષાયરૂપી તાપ ન લાગે. કષાયો ઘટે અને આનંદ આવે. જેમ જેમ ક્રિયા કરે તેમતેમ કષાયો શાંત થાય અને આનંદની વૃધ્ધિ થાય. વીર્યશક્તિદિન-પ્રતિદિન વૃધ્ધિ પામે. વિધિ કરવા ખાતર કે પૂરી થઈ ગઈ તેનો હાશકારો ન થાય. ખમાસમણ શરીર નહિ પણ આત્મા આપે છે. આત્મામાં રહેલી વીર્યશકિતનો ઉપયોગ ન કરો અને બેઠાં–બેઠાં ખમાસમણ આપો તો કર્મ જ બંધાય. નિર્જરા ન થાય. અરિહંતમાં પાંચ ગુણ પૂર્ણ સમાયેલા છે. વીતરાગ છે, દોષો રહિત છે એમ જાણી-સમજી ખમાસમણ આપીએ, આ ગુણો અમારામાં પણ આવે તે માટે આપીએ તો ગુણ વધે અને દોષોનો નાશ થતો જાય. દોષો જાય તો કષાયો જ્ઞાનસાર-૩ // 197 Page #199 -------------------------------------------------------------------------- ________________ જાય, આત્મા શાંત થાય. ઝઘડા ન થાય.ક્રિયા કરી હોય તેમાં ધર્મ ન ભળે તો સમતા ન આવે લોકમાં ધર્મનિંદાપાત્ર બને. માટે જ સંસારના સ્વરૂપનું ભાન થાય તો તેમાં રસ ઓછો થઈ જાય અને અધ્યાત્મરૂપ સૂર્યનો ઉદય થાય. માટે 12 ભાવના રોજ ભાવવી. કુટુંબ, કાયા, કંચન, કીર્તિ અને કામિની બધું અશાશ્વત છે. તેનો સંયોગ દુઃખને આપનાર છે માટે પ્રાજ્ઞ પુરુષો મોહને નાથવાનો જ પુરુષાર્થ કરે છે. "કિયા મૂઢમતિ હૈ જન કોઈ, શાન ઔરફ પ્યારો, મિલત ભાવ રસ દોઉ ન ચાખે, તું દોનું સે હે ન્યારો." એકાંતવાદ ખોટો છે ઘણા જ્ઞાનને માને ક્રિયાને ન માને. ઘણા ક્રિયાને જમાને જ્ઞાનને ન માને તો બને પાંગળા છે. ભવસમુદ્રનેતરી ન શકે, આત્માનો ઉધ્ધાર ન કરી શકે માટે સ્યાદ્વાદથી જ્ઞાનને પકડવાનું છે. આત્મદ્રવ્યનિષ્ક્રિય નહીં પણ સક્રિય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ નિષ્ક્રિય દ્રવ્ય છે. આત્માનું પૂર્ણ કાર્ય મોક્ષમાં છે, ત્યાં પણ આત્મા નિરંતર કેવળ જ્ઞાન અને નિશ્ચય ક્રિયામાં છે. ક્રિયા એટલે આત્મવીર્યનું આત્મામાં પ્રવર્તન થવું. 0 કિયામાં કંટાળો શા માટે? વર્તમાનની ક્રિયાથી આત્મા કર્મ બાંધે છે. યોગ દ્વારા ક્રિયા કરીએ છીએ. પ્રધાનતાનિર્જરાની હોવી જોઈએ. અત્યારે અજ્ઞાનતાના કારણે પ્રધાનતા પુણ્યને આપી દીધી છે. બાહ્ય ક્રિયા એ ધર્મ નથી, ધર્મ પામવાનું સાધન છે. સીડી ઉપર ચડવાનું સાધન છે. સાધનને પકડી રાખો તો આગળ વધી ન શકો. એક એક પગથિયું છોડતાં જવું પડે. તે માત્ર ટેકારૂપે છે. સમર્થ થતાં તે તે ટેકાને છોડતાં જવું પડે. એનાથી ઉપર ઉપરનાને પકડતાં જવું પડે. આ નથી સમજાતું માટે ક્રિયા ધ્યાનયોગ નથી બનતી. કાંટો નીકળી જાય પછી સોયને છોડી દેવાની છે. આપણે ક્રિયામાં જ પડ્યા રહીએ છીએ. ક્રિયાને છોડવાની નથી પણ આગળ-આગળ વધવાનું છે. કેમ કે મંઝિલ બહુ લાંબી છે. અટકી જ્ઞાનસાર-૩ || 198 Page #200 -------------------------------------------------------------------------- ________________ ગયા કે મોહની ચુંગાલમાં ફસાયા તો ક્યાં જવું હતું ને ક્યાં જઈ ચડશું?તે કહી શકાશે નહિ. માટે કયાંય ગાફેલ રહેવા જેવું નથી. શરીર સાથે રહીને ક્રિયા કરીએ છીએ, આત્મા સાથે રહીને નહિ. માટે કંટાળો આવે છે. ક્રિયા વિના જ્ઞાન અનર્થનું કારણ બને. મુંબઈ જવાનું જ્ઞાન છે પણ સ્ટેશને ટીકીટ સાથે ઊભા ઊભા મુંબઈનું ધ્યાન ધરો તો પહોંચાય ખરું? આ નિશ્ચયવાદીની વાત છે કે ફક્ત આત્માના ધ્યાનમાં બેસી જાવ. પણ તે માટે આવશ્યકાદિ ક્રિયા ન કરો તો આત્માનો અનુભવ મેળવી શકશો ક્યાંથી? માટે કયાં જવું છે? તેના જ્ઞાન પછી ત્યાં પહોંચવા માટેની પ્રક્રિયાની ખબર હોવી જોઈએ. તો જ નિશ્ચિત સ્થાને પહોંચાય. જ્ઞાન-ક્રિયા એકબીજામાં જોડાય ત્યારે સાધના બને. તેના કરતાં ચારિત્ર ભિન્ન છે. સમ્યગુદર્શન, જ્ઞાન આવ્યા પછી જ વિરતિ સફળ થાય. સામાયિક, પૌષધ, દીક્ષા લો તે વ્યવહારથી ગણાય પણ આત્મામાં સમતાનો પરિણામ આવે ત્યારે નિશ્ચયથી લીધું ગણાય. તેમાં જ્ઞાન-દર્શન ભળવું જોઈએ. સમ્યગુ જ્ઞાન= જેવી વસ્તુ હોય તેવો બોધ થવો. પ્રથમ આત્માનો બોધ થવો જોઈએ. કેમ કે આત્મા માટે કરીએ છીએ. આ જ્ઞાન વિના ક્રિયા શુધ્ધ નહીં થાય. મારી સામે બધા આત્મા જ છે તેમ જોશો તો રાગાદિભાવ ઓછાં થશે પર્યાયથી ન જુઓ. બાહ્ય ક્રિયા કરતાં આત્માને અંદરની જ્ઞાનરૂપક્રિયા સાથે જોઈન્ટ કરી દેવાનો છે. ફક્ત શરીર જ નથી નમાવવાનું આત્માને નમાવવાનો છે. વીર્યંતરાય કર્મના લીધે નમી શકતા નથી. જ્યાં નમવાનું હતું ત્યાં ન નમ્યા. તેમ જ બીજાઓને નમાવીને રાજી થયા. આત્મવીર્યનો દુરુપયોગ કર્યો આથી ખમાસમણ આપી શકતા નથી. આ બધું માયા કરવાથી થાય. ખમાસમણ આપતાં આત્મામાં રહેલી વીર્યશક્તિ વડે નમીએ છીએ અને આત્માના ગુણોને વંદન કરીએ છીએ. જ્ઞાનસાર-૩ // 199 Page #201 -------------------------------------------------------------------------- ________________ સમ્યમ્ દષ્ટિને માનસિક ક્રિયા (ભાવના) પ્રધાનરૂપ હોય છે કે હું ક્યારે આ બધા પાપોથી વિરામ પામીશ! પ્રધાન મનની ક્રિયા ચોથા ગુણસ્થાનકે હોય સંવરના પરિણામમાં આવી આશ્રવથી બચવાની ભાવના હોય. ? પરમાત્માની બે આશા (1) વિધેયાત્મક અને (2) નિષેધાત્મકકરવા જેવું કરવાનું તે વિધાનાત્મક ન કરવા જેવું નહીં કરવાનું તે નિષેધાત્મક. નવકારશી કરવી. રાત્રિ ભોજન ન કરવું. પરોપકાર કરવો. સ્વાર્થી ન બનવું. શક્તિ હોય તો છ મહિના અનશન અને ન હોય તો ઊતરતાં ઊતરતાં નવકારશી તો કરવી જ એ વિધાન છે. સમ્યગદષ્ટિદેવોને માનસિકક્રિયા =મનોરથ હોય કે હુંઅવિરતિમાંથી ક્યારે છૂટીશ? એ ભાવના સતત ચાલે. જે ગૃહસ્થો દેશવિરતિ કે સર્વવિરતિ સ્વીકારી નથી શકતા તે બિમાર પડે તો અફસોસ ન કરે પણ મનથી સારી ક્રિયા કરે. ક્ષીરસમુદ્રનું પાણી, નંદનવનમાંથી પુષ્પવિ. લઈ પૂજા કરે. રોદણા નરૂવે, મનથી જાય. આત્મા જે અવસ્થામાં રહેલો છે તેને અનુરૂપ ક્રિયા કરે પણ જ્ઞાન હોય તો. જેમ ધન હોય તો વેપાર થાય એમ જ્ઞાનરૂપી મૂડી હોય તો બધો વ્યાપાર કરી શકે. અવિરતિધરને દ્રવ્યપૂજાની પ્રધાનતા હોય. અશુભ ભાવથી અટકો તો વિરતિમાં આવ્યા ગણાય. વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી તેમ જ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી બે લાભ થાય. દ્રવ્ય અને ભાવ બંનેમાં લાભ! કેવલજ્ઞાન પ્રગટે ત્યારે પોતાનું જ્ઞાન પોતાને પૂર્ણ પ્રાપ્ત થાય. પરમાત્માની પ્રધાન પ્રધાન આજ્ઞાઃ સર્વવિરતિ એટલે સર્વ પાપથી વિરામ પામો. જ્યાં સુધી જીવ કાયાથી ન છૂટે ત્યાં સુધી મન-વચન-કાયાની ક્રિયાનિરંતર ચાલુ જ રહે. કાયાની સામે શુધ્ધ જ્ઞાન સાથે ભળે તો જ તે ક્રિયા જ્ઞાનસાર–૩ || 200 Page #202 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાનું કાર્ય બની શકે. યોગમાં શુધ્ધ ઉપયોગ ભળે તો આત્માને નિર્જરા. નિરંતર ક્રિયા ચાલુ છે માટે નિરંતર કર્મબંધ ચાલુ છે. કાયાની વિરતિ સ્વીકારી નથી માટે કાયાનો બંધ સતત ચાલુ રહે છે "અપ્પાણે વોસિરામિ'– કાઉસ્સગમાં છું ત્યાં સુધી આત્મા સિવાય મન-વચન-કાયા સર્વને વોસિરાવું છું. એવી પ્રતિજ્ઞા કરીએ છીએ એટલે કાયાનો ઉપયોગ ન આવવો જોઈએ. મચ્છર કરડે, અવાજ થાય ઈત્યાદિમાં ધ્યાન ન જાય. કાઉસ્સગ પૂરો કરવાના ઉપયોગમાં હોઈએ છીએ તેથી તદાકારતા આવતી નથી. કાઉસ્સગમાં કાયાથી છૂટી આત્મામય બનવાનો લક્ષ જોઈએ. આપણે બેઠા બેઠા કાઉસ્સગ્ન કરીએ છીએ આથી શરીરની જડતા મમતા બેઠેલી છે. ઊભા ઊભા કરો તો જડતા તૂટે અને આત્મિક આનંદની અનુભૂતિ થાય. વીર્યની શુધ્ધિ થતી જાય અને હલકા થતાં જાય. શરીરમાં છો એટલે ભાર લાગે છે. પણ શરીરથી છૂટો એટલે ભાર હળવો થતો જાય, અને કાઉસ્સગ્નમાંથી નીકળવાનું મન ન થાય. શરીરને થાક પણ ન લાગે. જેમ જેમ આત્મવીર્યની શુધ્ધિ થતી જાય તેમ તેમ અપૂર્વશક્તિ પ્રગટતી જાય. આત્માના ગુણો દ્વારા ગુણોને ખમાસમણ દેવાનાં છે. જ્ઞાન શુધ્ધ થાય તેમ તેમ જ્ઞાનાનંદ એવો પ્રગટે કે તે અંદર સમાય નહિ, ઊભરાય. નમો = હું શરીર નથી, આત્મા છું. પણ વર્તમાનમાં શરીરમાં પૂરાયેલો છું. માટે શરીર રૂપી જેલમાંથી છૂટવા માટે ખમાસમણ દેવાનાં છે. નામકર્મે મારા આત્માને શરીર રૂપીપિંજરમાં પૂર્યો છે. માટે એને રૂપી એવા શરીરમાંથી મુક્ત કરવાનો છે. આ સમજણ આવે તો રૂપનો મોહ ન થાય. ખમાસમણ ફટાફટ પૂરા કરવા માટે નથી પણ આ જ્ઞાનપૂર્વક આપવાથી કર્મની નિર્જરા થાય તેમ જ જ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાતારય કર્મનો ક્ષયોપશમ થાય છે. અત્યાર સુધી શરીરનો ઉપયોગ શરીરને સુખ આપવામાં કર્યો, માટે જ્ઞાનસાર-૩ // 201 Page #203 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ બંધાયા, ધર્મ માટે ન કર્યો માટે હવે જોરદાર પુરુષાર્થ કરવાથી વીર્યની શુધ્ધિ થશે. જ્ઞાની આત્મા માટે ક્રિયા કરે છે માટે શુધ્ધ ક્રિયા કરે છે. અજ્ઞાની શરીર માટે જ ક્રિયા કરે છે. ક્રિયા તો કરે જ છે પણ આત્માની વિરુધ્ધ ક્રિયા કરે છે. રખડવું, ફરવું, શરીરને મજબૂત બનાવવું, પોષણ આપવું. આત્માનું જ્ઞાન નથી એટલે એ ઓટલા જ ભાંગશે. સંસારનું પરિભ્રમણ ફરી ફરી થાય એવી ક્રિયા કરશે. ફરવા જાવ એટલે તિર્યંચગતિનું આયુષ્ય બંધાય. કારણ કે રમવાનું ફક્ત આત્મામાં જ છે. આ જ્ઞાન નથી એટલે ભટકે છે. જાય છે મનોરંજન કરવા પણ મનોભજન કરે છે. આથી ફરીથી મન ન મળે. તિર્યંચગતિમાં પણ અસંજ્ઞી પંચેદ્રિયપણું મળે. એ આહાર માટે આખો દિવસ ભટક્યા જ કરે. મનનો દુરુપયોગ કરો એટલે મન ગાયબ થાય. ગૌતમસ્વામીથી દેવશર્મા પ્રતિબોધ ન પામ્યો કારણ પત્નીમાં રાગ હતો.બધા ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામતાં પણ આણે તો વાત જનસાંભળી. આથી ત્યારે જ મરી પત્નીના માથામાં જૂતરીકે ઉત્પન્ન થયો. મનનો ઉપયોગ ન કર્યો તેથી મન ગયું. આંખ રાગથી પત્નીને નીરખતી હતી તેથી આંખ ગઈ. ગૌતમસ્વામીજીને સાંભળ્યા નહીં માટે કાન ગયા. આમ ત્રણ ઈદ્રિયોનો દુરુપયોગ થયો તો કર્મ સત્તાએ ત્રણે વસ્તુ છીનવી લીધી. પહેલાં મિત્રો સાથે દરિયા કિનારે ફરવા ગયા. પછી ભેલપૂરી ખાધી. અનુમોદના કરી. સ્વાદમાં એવા આસક્ત બન્યાકે અનુબંધ કર્મ બાંધ્યા. બોટમાં ફરવા ગયા. મજા આવી ત્યારે જો આયુષ્ય કર્મ બંધાય તો સીધા માછલાનાં ભવમાં અને ત્યાંથી ૭મી નરક જવાય. મળેલી શક્તિનો દુરુપયોગ કરવાથી પાપની ક્રિયા અપ્રમત્તપણે કરવાથી અને આત્માની વાતમાં વેઠ ઉતારવાથી વીર્યનો ઊંધો ઉપયોગ કરવાથી સંસારમાં જ ભ્રમણ થાય. જ્ઞાનસાર-૩ || ૨૦ર Page #204 -------------------------------------------------------------------------- ________________ જો આત્માને અપૂર્વ શ્રધ્ધા હોય કે તું ગુણપૂર્વક ખમાસમણ આપીશ તો આત્માના ગુણો વૃધ્ધિ પામશે અને આત્મા પૂર્ણતાને પામશે તો એ વેઠનહીં ઉતારે, બાકી કાયકલેશથી માત્ર અકામ નિર્જરા અને પુણ્ય બંધાય. ગાથા : 5 ગુણવર્બહુમાનાદેનિત્યસ્મૃત્યા ચ સકિયાા જતન પાતયેદ્ ભાવમાત જનમેદપિ પા. ગાથાર્થ: ગુણી આત્માઓની બહુમાનાદિ ક્રિયા કરવાથી અને પૂર્વ ગ્રહણ કરેલાં વ્રત–નિયમાદિનું નિત્યસ્મરણ કરવાની ક્રિયા કરવાથી આત્મામાં પ્રગટ થયેલ સંવેગ, નિર્વેદાત્મક ઉત્તમભાવ પતન પામતા નથી. આવો પરિણામ ન ઉત્પન્ન થયો હોય તો ઉત્પન્ન થાય છે. આ ગાથામાં સન્ક્રિયાનો મહિમા બતાવે છે. * ગુણોનું સ્મરણ અને બહુમાન ગુણ વૃદ્ધિનું કારણ ગુણી પુરુષોનું અને તેના સભૂત ગુણોનું બહુમાન કરવું જોઈએ અને તેઓના ગુણોનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. જેથી પ્રગટ થયેલા ગુણો વૃધ્ધિ પામે અને નપમાયેલા ગુણો આત્મામાં પ્રગટ થાય. મૃદુતા, સરળતા, નિર્લોભતા આદિ ગુણોનું સ્મરણ અને બહુમાન કરવાથી આત્મામાં ગુણોને પ્રગટાવાની રૂચિ થાય. ગુણો પ્રત્યેની તીવ્ર રુચિ હોય તેમ ગુણાનુરાગ તીવ્ર બને. ૪થા ગુણસ્થાનકે ભાવની પ્રધાનતા છે. સંસાર પરનું બહુમાન ઉઠાવી ધર્મ-ધર્મી પ્રત્યે બહુમાન કરવાનું છે. ગુણી પરનું બહુમાન–તેમના પ્રત્યે આદર સત્કાર કરાવ્યા વિના નહીં રહે. આપણામાં જે ગુણો નથી તે બીજામાં જોઈને આનંદ થયા વિના નહીં રહે. દુમનમાં પણ ગુણો જોઈને આનંદ થયા વિના નહીં રહે. જ્ઞાનસાર-૩ || 203 Page #205 -------------------------------------------------------------------------- ________________ "અન્યમાં પણ દયાદિક ગુણો જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમક્તિ બીજ નિરધાર રે..." (અમૃતવેલની સજ્જાય) અન્યમાં રહેલા ગુણોને જોઈને તેની અંતરથી કરેલ અનુમોદના આપણામાં તે ગુણ પ્રગટાવ્યા વિના નહીં રહે. ગુણોની અનુમોદના કરવાથી ગુણોની વૃધ્ધિ થાય અનેનિંદા કરવાથી એ અવગુણ પ્રગટ થાય.જડબુધ્ધિવાળો પણ ગુરુકૃપાના બળે જિનશાસનના અનેક રહસ્યોને પામી જાય છે. સમ્યગ દર્શન–સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં દર્શન મોહનીય અને ચારિત્રમોહનીયનાલયોપશમથી વિનય, ક્ષમા, નમ્રતા, ઉદારતા, સહિષ્ણુતા આદિ ગુણો પ્રાપ્ત થાય છે. અંતર્ગત ગુણોને જોઈને પણ હૈયું ભાવવિભોર બની જાય. પોતાની જાત પરનું બહુમાન તૂટે તો ગુણ પર વાસ્તવિક બહુમાન પ્રગટે. માન કષાય મંદ પડે તો જ બહુમાનભાવ પ્રગટે. બીજાના અલ્પગુણ પર પણ આપણને બહુમાન આવવું જોઈએ. બીજામાં રહેલો નાનામાં નાનો ગુણ જોઈને હૈયું આદરથી ઝૂકી જવું જોઈએ. પોતાના કરતાં અધિક ગુણી હોય તેના પર બહુમાન થાય. પૂર્ણજ્ઞાની ઉપર બહુમાનની જરૂર નથી, તેનું આલંબન લેવાની જરૂર છે. કૃષ્ણ મહારાજા ગુણાનુરાગી હતા માટે મરેલા–સડેલા–વાસ મારતા કૂતરાને જોઈ તેના ઉજ્જવલ દાંત દેખાયા. અસારમાંથી પણ સાર ગ્રહણ કર્યું. પોતાના દોષોને જોઈ પશ્ચાતાપ થવો જોઈએ, બીજાના દોષોનો જોઈ કરુણા પ્રગટાવી જોઈએ. આસ્તિયજેટલુંનિર્મળ હશે તો હૃદયમાં અનુકંપાનો ઝરો વહ્યા વિના રહેશે નહીં. પોતાના દોષો દૂર કરવાનો ભાવ પ્રગટ થાય, બીજાના દોષો જોઈ દ્વેષ નહીં પણ કરુણા પ્રગટે. શક્તિ હોય તો તે દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે. પોતાના પાપો પ્રત્યે દુર્ગચ્છા થાય. બીજાના પાપ પર દુર્ગચ્છા થાય પણ પાપી પ્રત્યે તો કરુણા આવે દ્વેષ નહીં. જ્ઞાનસાર-૩ || 2O4 Page #206 -------------------------------------------------------------------------- ________________ પોતાના અતિચારોની આલોચના કરે તો તે પાપને દૂર કરવાનું મન થાય. ગુરુ પાસે પ્રગટ કરી તે દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે. પૂર્વ પૂર્વના ગુણોની ભક્તિ કરતાં ઉત્તરોત્તર વિશેષ ગુણોની પ્રાપ્તિ કરતો જાય.દેવ-ગુરુ અને સાધર્મિકની ભક્તિ કરતાં તે ઉત્તર ગુણોને પ્રાપ્ત કરનારો બને. પોતે લીધેલા નિયમો-વ્રતોની સ્મૃતિ કરે તો તેના અંતરાયતૂટતાં જાય.વ્રતોના પાલન દ્વારા વિરતિનો પરિણામ પ્રગટ થતો જાય. પૂર્વે લીધેલાં પચ્ચખાણનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. સામાયિક લેતી વખતે સામાયિકની વિધિ યાદ કરવી. સામાયિક હું વિધિપૂર્વક કરું છું કે નહીં? સામાયિક લીધા પછી સમતાનો પરિણામ પ્રગટ થયો કે નહીં? તેનો ઉપયોગ જરૂરી. કાયાની મમતાનું વિસર્જન થયા વિના સમતાની મમતા આત્મામાં ન બંધાય. મમતા મરે તો જ શાતા ભોગવવાનું મન ન થાય, તો સમતા દેવીનું આત્મઘરમાં આગમન થાય.આપણી જાગૃતિ માટે જ્ઞાની ભગવંતોએ આ વાત બતાવી છે. ચતુર્વિશતિસ્તવ =લોગસ્સ બોલી ગયા પણ ચોવીસ ભગવાન નામથી આંખ સામે આવ્યા? તેમના ગુણો આપણા જીવનમાં અંશથી પણ આવ્યા? ગુરુવંદન આખા દિવસમાં 3 વખત કરવાનું છે. સવારે વંદન પચ્ચકખાણ માટે કરવાનું છે. બપોરે વંદનતિવિહારના પચ્ચકખાણ માટે અને સાંજે ચોવિહાર તિવિહાર–દુવિહાર કે પાણહાર માટે વંદન કરવાનું છે. શ્રાવિકાએ સાધ્વીજી ભગવંત પાસે અને શ્રાવકે સાધુ ભગવંત પાસે પચ્ચકખાણ લેવાના છે. પ્રતિકમણ દિવસ–રાત્રિ દરમ્યાન થયેલાં પાપોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરે, ફરી ન કરવાનું પ્રણિધાન કરે. કાઉસ્સગ્ગ - કાઉસ્સગ્નમાં એકાકાર થઈ જવાથી કર્મની ખૂબનિર્જરા થાય. જ્ઞાનસાર–૩ || 205 Page #207 -------------------------------------------------------------------------- ________________ ચંચળ મન સ્થિરબને છે, તેટલી વાર વાયુકાય સિવાય બધા જીવોની હિંસાથી વિરમીએ છીએ. આથી જ પ્રભુની આજ્ઞા છે કે દુઃખખય–કમ્મખયનિમિત્તે 10 કે 20 લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો જોઈએ. ગુણવત્ ૧૬માના -ગુણીનું બહુમાન કરવું એ સર્જિયા. તેનાથી ગુણ ન હોય તો પ્રગટ થાય છે. પ્રગટ થયા હોય તો વિશેષ નિર્મળતાને પામે–વૃધ્ધિ પામે છે. પોતાનામાં રહેલા દોષોનો પશ્ચાતાપ આત્મામાં ઊભો રહે છે. દોષોનો પશ્ચાતાપ અને તેનાથી થતાં અનર્થોની ચિંતવના કરતાં ભાવોની વૃધ્ધિ થાય છે અને ધીમે ધીમે દોષોનો હાસ= ઘટાડો થાય. દેવ-ગુરુની સેવા–ભક્તિથી આત્મામાં ઉત્તરોતર ગુણોની વૃધ્ધિ થાય અર્થાત્ સમ્યકત્વ ગુણ પ્રગટે - શ્રાવકપણું આવે. આગળ વધતાં સંયમનું પાલન આવે. રાગ-દ્વેષ જેટલા કરીએ એનાથી આપણા સત્તાગત જિન આત્મા નારાજ થાય. વીતરાગ ભગવાનને રાગદ્વેષ ચઢાવો તો આત્માને ગમે કારણ એ વીતરાગ છે એટલે એ એને ચઢે નહિ અને આપણા ઘટે. આ છે વીતરાગતાનો પ્રભાવ. રાગદ્વેષ વધે એ અસત્ ક્રિયા–ગુણનું બહુમાન આવે તો ગુણીનું આવે એ માટે નિરંતર સર્જિયા જરૂરી છે. સતત એનું સ્મરણ કરવાનું છે. આપણામાં તો આત્મા સિવાયની જ વાતોનું સ્મરણ છે અને તેની જ વિકથા ચાલુ છે. તો આત્મસુખ શું અનુભવાય? બહારના ભાવને પકડીને જે ક્રિયા કરે તે મોઢામાં કોળિયા નાખ્યા વગર પેટ ભરવાની વાતો કરે છે. ધર્મની ક્રિયા કરીએ અને આત્મા યાદન આવે તો ક્રિયામાંઆત્મભાવ ભળે કયાંથી? તો મન ઠેકાણે રહે ક્યાંથી? બેફામ બનીને બહાર જ રખડે. ઘણા કહે છે કે સાહેબ! નવકારવાળી ગણીએ ત્યારે મણકા પૂરા થઈ જાય પણ મન તો ક્યાંય અમેરિકા પહોંચી જાય છે. આમ કેમ? આત્માને પચ પરમેષ્ઠિની સાચી ઓળખ નથી. આથી તેના શરણમાં જઈને નવકાર ભાવથી જ્ઞાનસાર–૩ || 206 Page #208 -------------------------------------------------------------------------- ________________ ગણતાં નથી. નવકારવાળી ગણતાં ગણતાં વાતો કરીએ, તેને જ્યાંત્યાં મૂકી દઈએ. આ બધા બહુમાનના અભાવથી ઈષ્ટની સિધ્ધિ ક્યાંથી થાય? તેથી જ ધર્મ વગરની બધી અસત્ ક્રિયાઓ કરી માત્ર ભવભ્રમણ ઊભું કર્યું. સદ્ગુરુના શરણે જવાથી સલ્કિયાનો લાભ મળે છે. સન્ક્રિયાના સ્મરણથી શુભ ભાવ, શુધ્ધ અધ્યવસાય આવે. મનમાં સારા સાત્વિકવિચારો આવે, આત્મિક આનંદ આવે. એ માટે બહારની પંચાત છોડી–નિંદા-કુથળી ટાળવી પડે. પોતાનો આત્મા દોષોથી પૂર્ણ છે. ગુણથી અપૂર્ણ છે એવું લાગે તો આત્મા અહંકારના ઢાળ ઊપરથી નીચે જાય. અર્થાત્ અહંકારને ઓગાળી નાખે. એટલે નમોપદ આવે હું શરીર નથી, આત્મા છું. મારા આત્મા સિવાય મારું કોઈ નથી. ન = નમ્રતાનું સૂચક છે. પોતાની ન્યૂનતા લાગે તે નમે. પોતાના માનાદિ કષાય નમવા ન દે. માન જાય તો જ બહુમાન ભાવ પ્રગટ થાય. તો જ પરમેષ્ઠિનાં ગુણો આપણામાં આવે. વીતરાગમાં શું શું છે? વીતરાગતા, કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત ત૫ વિ. ગુણો યાદ આવવા જોઈએ. સંસારમાં કઈ કરવા જેવું નથી તો ત્યાં બધે માથા મારીએ છીએ અને અહીં કરવા જેવું છે તો કરતા નથી. પરમાત્મામાં જે ગુણો છે તે જ ગુણો આપણામાં ઢંકાયેલા છે તેનું ભાન નથી. અંતર્મુખી નહિ પણ બહિર્મુખી બની ગયાં છીએ. આથી બધે બહાર દોડા દોડ ભગવાનનાં ગુણો સ્મરણ કરતાં આપણામાં રહેલા દોષો સ્મરણમાં આવે તો ભગવાન પાસે પશ્ચાતાપમાં આંસુ સરે કે પ્રભુ તું કયાં? હું કયાં? જેના ગુણોનાસિંધુના બે બિંદુ પણ જાણું નહિ...' એવા અમાપ ગુણો જેમાં રહેલાં છે એમ મારામાં અમાપદોષો રહેલાં છે તો હે ભગવાન!તારું ને મારું મિલન કેમ થશે? જો આપણને સ્વયં ગુણોનો ખપ જ નથી તો સાચો પસ્તાવો પ્રગટ નહીં થાય. જ્ઞાનસાર-૩ || 207 Page #209 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં દોષો રહેલાં છે માટે તે પાપો કરે છે, અને નવા કર્મો બાંધે છે. જ્યારે દોષો ઉપર દ્વેષ જાગશે ત્યારે પાપોનો તિરસ્કાર થશે. જે પાપો થઈ ગયાં છે એની આલોચના ગુરુ પાસે લેશે. જ્યાં સુધી શુભાશુભ ક્રિયા છે. ત્યાં સુધી બંધ છે. સન્ક્રિયા દ્વારા બંધ તૂટે છે. ગુણી આત્મા પર ગુણોનું બહુમાન તે સન્ક્રિયા. ધર્મની ક્રિયા પણ સલ્કિયા ત્યારે જ બને જ્યારે તેમાં ગુણનું બહુમાન હોય બાકી વ્યવહારથી ધર્મક્રિયા કહેવાય. ગુણી પર બહુમાન હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જીવને ભગવાનની કૃપાથી બધું સારું જ થાય છે એવી શ્રધ્ધા છે માટે સંસારવધે કારણ સંસાર સારો ચાલે છે માટે ભગવાન ગમે છે, પણ ભગવાનના ગુણોનું બહુમાન નથી એટલે તે સન્ક્રિયા થતી નથી. આત્મા દોષો દૂર કરવા માટે વ્રત નિયમો લે છે. પરિગ્રહનો નિયમ ન લો તો પરિગ્રહનો દોષ લાગે. કોઈપણ નિયમન લો તો તમે છૂટાછો માટે બધા પાપ તમને લાગ્યા જ કરે છે. ખાલી ભાવના ભાવવાથી દોષો દૂર ન થાય. વ્રત–પચ્ચકખાણ નિયમ લેવાથી દોષો દૂર થાય છે. માસક્ષપણ તપ કર્યું કેમ? માહોલ હતો, બધા કરતાં હતાંને આપણે કર્યું. સોનાની પ્રભાવના, જાત્રા કરાવવાના હોય વિ. ના પ્રલોભન, લોકમાં સારા કહેવડાવવાનો લોભ હોય તો આ સન્ક્રિયા ન થાય. શુભાશુભ ક્રિયા થઈ. પાપથી ભય પામીને કરનારા ઓછા છે. જે કાંઈ કરીએ તે દોષથી બચવા અને ગુણવૈભવ વધારવા માટે કરીએ છીએ? તેનું વારંવાર નિરીક્ષણ કરો. રોજ મારે આવશ્યક કરવાના છે તે કર્યા કે ન કર્યા તેનું સતત સ્મરણ કરવાનું છે. આત્માએ 24 કલાક સામાયિકમાં જ રહેવાનું છે. સામાયિક પાળવાની હોય જ નહિ પણ સંસારમાં બેઠો છું આથી લાચાર છું. માટે જાવજીવની સામાયિકન ઉચ્ચરું ત્યાં સુધી નવરો પડું એટલે સામાયિક લઈ લઉં. સમતાભાવમાં સતત રહેવાનું છે. સામાયિક પાળ્યા પછી પણ રાગદ્વેષના જ્ઞાનસાર–૩ // 208 Page #210 -------------------------------------------------------------------------- ________________ વંદન પરિણામ ન આવવા જોઈએ. સાવધ પ્રવૃત્તિથી છૂટવા માટે સામાયિક લઈએ તો સામાયિકમાં પંચાત ન કરાય. છ એ આવશ્યક નિશ્ચય આવશ્યક આવે માટે કરવાનાં છે. (વિશેષ નવતત્ત્વ-ભાગ-૧માં). | કર્મ કત આવશ્યક વ્યવહાર આવશ્યક | નિશ્ચય આવશ્યક | (1) આહાર | પચ્ચકખાણ જ્ઞાનામૃત ભોજન (2) શરીર આત્મપ્રદેશો અને ગુણોમાં વીર્યનું પ્રવર્તન (3) ઈદ્રિય સામાયિક સમતા | (4) ભાષા ચઉવિ સત્યો સત્યમીન અને તત્ત્વનું કિરૂનરૂપ (5) મન પ્રતિક્રમણ | સ્વ સ્વભાવ સ્થિરતા () શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ આત્માની પૂર્ણ સ્થિરતા સર્વ સંગ રહિત મોક્ષ શુધ્ધાવસ્થા પંચ પરમેષ્ઠિ ભગવંતો અધિક ગુણવાળા છે જે માટે એના સ્મરણ વખતે સતત બહુમાન પ્રગટ કરો તો ક્રિયામાં પ્રમાદ ન આવે. દરેક સૂત્રમાં પંચ પરમેષ્ઠિની જ વાત છે. તો પછી ક્રિયામાં કંટાળો કેમ? તે અસક્રિયા કેમ બને છે? સૂત્રો બોલતાં અર્થ પકડાવો જોઈએ. આપણો ઉપયોગ ચૂકવો ન જોઈએ મનમાં સ્મરણ ચાલુજ હોય. બીજે ફાંફા મારી બધુંગુમાવી દઈએ છીએ. કેવલીનું નામ આવતાં જ આપણા અજ્ઞાન દોષ ઉપર આપણને દુર્ગચ્છા થવી જોઈએ, જેથી ગુણનું પ્રગટીકરણ થાય. આપણી દષ્ટિ તો બીજે જ હોય એથી બીજાની દુર્ગચ્છા કરીએ છીએ. જ્યાં સુધી ધન-સ્વજન-કુટુંબ આદિનું મમત્વ નહીં ઘટે ત્યાં સુધી લોકોત્તર બહુમાન આત્મામાં પ્રગટે નહીં. જો લોકોત્તર બહુમાન પ્રગટ થશે તો પરના દોષો જોઈ ક્રોધ નહીં પણ કરુણા આવશે.બીજાનાં દોષો દેખાય ત્યારે તે દોષો આપણામાં નથી ને?તેનું નિરીક્ષણ જ્ઞાનસાર-૩ || 2/9 Page #211 -------------------------------------------------------------------------- ________________ કરતાં થઈશું. રાગ ઘટે તો જ ગુણ વધે. ક્રોધ-માન-માયા ૯મા ગુણ સ્થાનક સુધી હોય. ૧૦મે લોભ જાય. ૧૧મા ગુણઠાણે સર્વથા મોહનો ઉપશમ થાય ત્યારે સત્તામાં મોહહોય–ઉદયમાં ન હોય, અંતર્મુહૂર્ત સુધી વીતરાગદશાની પ્રાપ્તિ. 12 મા ગુણસ્થાનકે સંપૂર્ણ મોહનો ક્ષય. આથી આત્મા ક્ષાયિક વીતરાગ બને. ૧૩મે ગુણઠાણે સયોગી કેવલી દશા-૪ ઘાતિકર્મનો ક્ષય. 4 ચંડાળ ચોકડીએ આત્માની ખૂબ જ ખાનાખરાબી સર્જી છે. સમ્યગુદષ્ટિ જીવ પોતાના દોષોની ડાયરી બનાવી નોંધ કરે અને તબક્કાવાર વીણી વીણીને દોષોને કાઢતો જાય. આલોચના કરતો જાય. દોષ ઘાતિકર્મના ઉદયવાળો છે માટે પુરુષાર્થથી નીકળી શકે છે. તીર્થકર ભગવંત પ્રત્યે અપૂર્વભક્તિ આવવી જોઈએ. તેઓ જગતને આત્મગુણ વૈભવ પ્રાપ્ત કરવાનો જ માર્ગ ચીંધે છે. પોતે ગુણવૈભવથી પૂર્ણ છે. સાધુઓ વર્તમાનમાં ગુણવૈભવને મેળવવા માટે સાધના કરે છે માટે એમની ઉપાસના-ભક્તિથી ગુણો પ્રગટ થાય. ઉત્તરગુણ શુધ્ધ થશે તો મૂળગુણો પણ શુધ્ધ થતાં જશે. તમારામાં જે ગુણ કે ભાવ નથી તે પ્રગટ થશે. પ્રશસ્ત અધ્યવસાયો પ્રગટ થશે. ઉત્પન્ન થયેલા ભાવો પડી નહીં જાય. કર્મનો બંધ અને કર્મની નિર્જરા બંને ક્રિયા દ્વારા જ થાય છે. સમ્યગુજ્ઞાન પ્રગટ થાય તો જ્ઞાનપૂર્વક ક્રિયા કરે. જ્ઞાનનિર્મળ થતું જાય તેમ સમ્ય દર્શન નિર્મળ થતું જાય.મિથ્યાત્વમોહનીયનો પરિણામ જ્ઞાનમાંથી દૂર થાય તો જ્ઞાન સમ્યગુદર્શન રૂપે બને. 1 સમ્યમ્ દર્શનના પાંચ લક્ષણ (1) શમ (2) સંવેગ (3) નિર્વેદ (4) અનુકંપા (5) આસ્તિક્ય. (1) આસ્તિક્યઃ આત્માદિ જે સ્વરૂપે છે તે સ્વરૂપે તેનું જ્ઞાન થવું અને તે પ્રમાણે આત્મામાં તેનો સ્વીકાર થવો. જ્ઞાનસાર-૩ || 210 Page #212 -------------------------------------------------------------------------- ________________ (2) અનુકંપા અત્યારે આપણને દુઃખી, રોગી, નિર્ધન જીવ પર દયા આવે છે, પણ સમ્યગુદર્શન યુકત દયા હોય તો તે શુધ્ધ બને. મિથ્યાત્વની હાજરીમાં પણ દયા આવે, દુઃખી આત્મા પર દયા આવે, સુખી પર ન આવે. ભગવાનને જોઈને પ્રસન્નતા આવે. ભગવાન વાસ્તવિક સુખી છે. જ્યારે આત્મામિથ્યાત્વના લીધે દુઃખી છે. મોહ અને અજ્ઞાનતાના કારણે દુઃખી છે. ગજસુકુમાલનાં સસરાએ ખેરના અંગારા માથા ઉપર મૂક્યા છતાં દુઃખી ન થયા. દુઃખનું કારણ કષાય છે એવું સમજતાં હોવાથી શરીર બળ્યું તો ય આનંદમાં રહ્યાં. તો જ કેવલજ્ઞાન મળ્યું. સમતા ભાવથી શરીર અને આત્માનું ભેદજ્ઞાન થવું જોઈએ. આત્મવીર્ય આત્મામાં પ્રગટે તેમ તેમ જીવ શરીરથી નિરાળો થતો જાય. નરક અને દેવગતિ વિરતિ (ચારિત્ર) ધર્મ કરવા માટે લાયક નથી અર્થાત્ વૈક્રિય શરીર સત્ ક્રિયા માટે નકામું છે. દેવગતિમાં ચારિત્ર મોહને છોડવાનો ધર્મ ન થઈ શકે. અનુત્તર વિમાન વાસીને 33,000 વર્ષે ખાવાનું મન થાય, સમજણ ખૂબ છે. તત્વની ચિંતન રૂપ રમણતામાં જ હોય. સમ્યગદષ્ટિ જ હોય છતાં પણ ખાવાની ઇચ્છા છોડી ન શકે. આટલા વર્ષનખાવા છતાં પચ્ચકખાણ લઈ ન શકે. પૂર્વે નિકાચિત કર્મ બાંધીને આવ્યા છે કે શાતા ભોગવવી જ પડે. - દેવલોક શાતા સુખ ભોગવવાનું સ્થાન છે ને નરક અશાતા દુઃખ ભોગવવાનું સ્થાન આપણને શીતલતા ન ભોગવવી હોય તો પંખાની સ્વીચ બંધ કરી શકીએ. સંવર કરી શકીએ, નિર્જરા કરી શકીએ જ્યારે દેવોને સુખ ભોગવવું જ પડે. સૌધર્મેન્દ્ર સાક્ષાત્ ભગવાનને હાથમાં લે, ભક્તિ કરે છતાં પરિણામની ધારામાં આગળ વધી ન શકે. વિરતિનો પરિણામ એટલે મોહનો છોડવાનો પરિણામ એ દેવોન કરી શકે. નવકારશીનું પચ્ચકખાણ પણ ન કરી શકે. દેવોનું મૂળ સ્વરૂપ આપણે જોઈ જ ન શકીએ. દેવલોકની બહાર ઉત્તર વૈક્રિય શરીર દ્વારા જ તે બધું કરે. જ્ઞાનસાર–૩ || 211 Page #213 -------------------------------------------------------------------------- ________________ આપણને દ્રવ્ય દુઃખ પર દયા આવે છે, ભાવ દુઃખ પર નથી આવતી. મોહનો ઉદય એ ભાવ દુઃખ છે. તેની ઉપર કરુણા આવવી જોઈએ. મિથ્યાદષ્ટિને દ્રવ્ય દુઃખ પર કરુણા આવે અને સમ્યગૃષ્ટિને દ્રવ્ય અને ભાવ દુઃખ બંને પર કરુણા આવે. ભિખારી ભૂખ્યો છે તો એને ખાવાનું આપે. કારણ કે અસમાધિને લીધે દુર્ગતિમાં ન જાય. એને અસમાધિન થાય એ લક્ષ હોય, માત્ર શાતાનું લક્ષ નહોય એટલો વિવેક હોય. ભગવાનની આજ્ઞા વિરુધ્ધ માનવું તે મિથ્યાત્વ. આત્મા અશુધ્ધ છે ત્યાં સુધી દુઃખી છે. સિધ્ધાવસ્થા શુધ્ધ છે તેથી સિધ્ધાત્મા પૂર્ણ સુખી છે. આપણા આત્મામાં જ મોક્ષ છે અને સંસાર પણ આપણા આત્મામાં જ છે. આપણને સંસાર અને મોક્ષ બહાર દેખાય છે પણ બને અંદર જ છે. આપણા આત્મામાં જે સંસાર ભાવ રહેલો છે તેને છોડવાનો છે. કષાયો–નોકષાયો એ જ સંસાર છે. એ છૂટે તો જ ગુણ વધે. આત્મામાં પહેલા દોષો ઉપર કરુણા આવે પછી નિર્વેદ આવે.. અજ્ઞાનતાનું દુઃખ આપણને લાગે તો ભણવાનું મન થાય. સમ્યગુજ્ઞાન જ્યાં સુધી મારામાં ન આવે ત્યાં સુધી દુઃખી છું એ સમજણ હોવી જોઈએ. સંસારનું ન ભણે તો નોકરી-છોકરી ન મળે એ જ્ઞાન છે પણ ભવભ્રમણના દુઃખથી મુક્ત થવું હોય તો સમ્યગુજ્ઞાન જરૂરી છે એ બેસતું નથી. (3) નિર્વેદ - પોતે શેનાથી દુઃખી છે એ ખબર પડશે.ખરેખર કષાયથી અને જ્ઞાનના અભાવથી દુઃખી છું એવી સાચી સમજણ આવશે અને દોષો જદુઃખના કારણો છે તેથી તેને દૂર કરવાનો ભાવ તે નિર્વેદ. (4) સંવેગડ-પોતાના ગુણ અનુભવવાનો ભાવ ઉત્પન્ન થવો તે. (5) શમઃ - માધ્યસ્થ ભાવ કે સંતોષ વૃત્તિ. 1 ધર્મધ્યાનના 4 પાયાઃ (1) આજ્ઞાવિચય (2) અપાયરિચય (3) વિપાકવિચય (4) સંસ્થાના વિચય જ્ઞાનસાર-૩ || 212 Page #214 -------------------------------------------------------------------------- ________________ (1) આજ્ઞાવિચય - જમતી વખતે ભગવાનની મૂળ આજ્ઞા યાદ આવે કે આહાર કરવો એ મારો સ્વભાવ જ નથી. મહિના સુધી ચાલી શકે છે હવે શક્તિ નથી અને લેવું પડે છે, તો કેવું અને કેટલીવાર લેવું? ભગવાન અને ચંપાશ્રાવિકાને યાદ કરવાના છે કે મારે પણ ત્યાં સુધી પહોંચવું છે. માસક્ષમણ કરવું એ ધર્મધ્યાન નથી પણ ભગવાનની આજ્ઞા વિચારી એ પ્રમાણે કરવું એ ધર્મધ્યાન છે. આત્માને છેતરો નહીં તો ધર્મધ્યાન. પહેલાં સમ્યગ્દર્શન આવે પછી ધર્મધ્યાન આવે. આજે તિથિ નથી પણ વાપરવાની જરૂર જણાતી નથી. ઉપવાસની શક્તિ છે છતાં વાપરો એટલે આત્માને છેતર્યો. આ ધર્મધ્યાન નથી. લગ્ન પ્રસંગે પણ ધર્મધ્યાન થઈ શકે કે ભગવાને લગ્ન કરવાની ના પાડી છે. તેઓ નીકળી ગયા હું નથી નીકળી શકતો એમ વિચારી લગ્નની રાત સામાયિકમાં વીતાવે. કાયમ સામાયિકમાં રહેવાનું છે. હું નથી રહી શકતો. શક્તિ છે પણ મારામાં પ્રમાદ છે એ સ્વીકારે તો હજુ ધર્મધ્યાન છે. બાકી માયા છે.દેવને ઠગે એ ગુરુને ન ઠગે? ઠગે જ. સંવેગ આવે એટલે આગળના ગુણસ્થાનકના ભાવ પ્રગટ થાય. પમે હોય તો ઠ્ઠાના ભાવ થાય. 5 ગુણ સ્થાનકથી નીચે જવાનો ભાવ ન આવે પણ ઊંચે જવાનો ભાવ આવે. છઠ્ઠા ગુણસ્થાનક ઉપર કેમ જલદી પહોંચું? એમ શુધ્ધ અધ્યવસાયો અંદર-અંદર થતાં રહે. આમ સંવેગની વૃધ્ધિ થયા કરે પછી નિર્વેદ આવે. સંસારના સંયોગ સાથે રહેવાય નહીં. આમ આ બે ભાવ સતત આવ્યા કરે. જેટલો કાળ પૌષધમાં રહે તેમાં એટલો તર્ગત બની જાય કે કોણ દા.ત. સુવ્રત શેઠ. બધે આગ લાગવા છતાં તેમનું મન ચલાયમાન ન થયું. કારણ કે સામાયિકમાં જેટલો કાળ છોડયું એટલો સમય આત્મા સિવાય ધર્મધ્યાન સિવાય બીજું કંઈ યાદ ન આવ્યું. જ્ઞાનસાર-૩ || 213 Page #215 -------------------------------------------------------------------------- ________________ જે મહાપુરુષોએ ગુણોના બહુમાન માટે ગુણીઓનું બહુમાન કર્યું તેને કેવા લાભ થયો? (1) શ્રેણિક મહારાજા: તીર્થકર વીરપ્રભુનું બહુમાન. પ્રભુ જે દિશામાં વિચરતા હોય તે દિશામાં 7 ડગલાં આગળ જઈ 108 સોનાના જવલાનો સાથિયો કરી ભક્તિ કરતાં. ત્રિકાલ ભકિતથી તેમણે તીર્થકર નામકર્મઉપાર્જન કર્યું. ભગવંતની ગેરહાજરીમાં તેઓ સતત પ્રભુને સ્મરણપટમાં લાવતા. શ્રેણિક મહારાજા પોતાની પ્રાણપ્રિયા ચલણા માટે કંબલ નહોતા લઈ શક્યા. કારણ ધન પ્રજાનું છે, માટે ગમે ત્યાં ન ખર્ચાય. અનાથી મુનિ જ્યારે મળ્યા ત્યારે કહ્યું હું તારો નાથ. ત્યારે મુનિ કહે–કે તું તારો પણ નાથ નથી તો મારો નાથ કેવી રીતે બનીશ? તું શું મૃત્યુમાંથી તારી જાતને બચાવી શકીશ? ત્યારે તેઓ નાથ-અનાથના ભ્રમમાંથી બહાર આવ્યા અને સમ્યકત્વના પરિણામમાં આવ્યા કે નાથ તો એ જ કે જે ત્રણ ભુવનના નાથ છે. પોતે પ્રજાનો નાથ છે તેનાથપણાનું બહુમાન એટલે સંસાર પ્રત્યેનું બહુમાન ઉતરી, ભગવાન પર આવ્યું, ભગવાનને હૃદયમાં વસાવ્યા. આપણા હૃદયમાં સંસાર અને મોઢે મોક્ષ, એમની તો ચિતામાંથી પણ વીર-વીરના નાદ સંભળાતા હતા. (2) કૃષ્ણ મહારાજા તેઓને નેમનાથ પ્રભુ પ્રત્યે ગુણનું બહુમાન હતું. તેઓ દીક્ષા ન લઈ શક્યા પણ પ્રભુ પ્રત્યે બહુમાન હતું. તેથી 4 મહિના ઘરની બહાર ન નીકળતા ભગવાનની વાણી સાંભળવાની છૂટ–બીજે ક્યાંય જવાનું નહિ. એમણે 18,000 સાધુઓને ભાવવંદના કરી. તેમાં 4 નારકી તોડી. ભવભીરુતા પણ જબરદસ્ત કે રોજ ધર્મ નથી કરી શકતો તો 1 દિવસ એવો બતાવો કે ઉત્કૃષ્ટ ધર્મ કરી શકું. અંદર ગુણની ભૂખ જાગેલ માટે વંદનામાં અપ્રમત્તભાવ આવેલ. ફક્ત કાયામાં જ નહીં તીવ્ર સંવેગ-નિર્વેદ કે હું પણ આવો ક્યારે થાઉં? આવી અપૂર્વભક્તિપૂર્વકબધી શક્તિ ફોરવી જેથી તીર્થકર નામ કર્મ ઉપાજર્યું. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. પરંતુ પહેલા બાંધેલું ચારિત્ર જ્ઞાનસાર–૩ / 214 Page #216 -------------------------------------------------------------------------- ________________ મોહનીય કર્મ ન તૂટયું. ચારિત્રનો ભાવ થયો પણ પરિણામ પ્રગટ ન થયા. આવતી ચોવિશિમાં અમમ નામે તીર્થંકર થશે. (3) મૃગાવતી:- ગુરુણીએ ઠપકો આપ્યો અને એમને લાગી આવ્યું કે મારી લાયકાત-યોગ્યતાની ખામીને લીધેઠપકો મળ્યો. પસ્તાવો થયો.દોષનો સ્વીકાર–ગુણનું બહુમાન વિચારધારા પર ચઢી ગયા.અરે! મેં મારા ગુરુણીને દુઃખી કર્યા. પશ્ચાતાપની ધારાએ શુકલ ધ્યાને ચઢતાં 4 ઘાતકર્મનો નાશ કરી કેવલજ્ઞાન વર્યા. ગુરુએ મને ઠપકો આપવો પડે તેવું ફરીથી ન થવું જોઈએ. તે પશ્ચાતાપની ધારાથી કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આપણે ગુણી દેખાવું છે, બનવું નથી. જો ખરેખર ગુણી બનવું હોય તો કોઈ કંઈ કહે તે સ્વીકારી લો–કે હા! મારી ભૂલ છે તો આગળ માથાકૂટ અટકી જાય. (4) અઈમુત્તા મુનિ H આલોચના લેતાં ઇરિયાવહિયં પડિક્કમતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ. અઈમુત્તા મુનિએ અપકાયના જીવોની વિરાધના કરી. અપકાયના જીવો હોય ત્યાંનિગોદની વિરાધના થાય. અજ્ઞાન અવસ્થામાં મારા આત્માએ કેટકેટલી ભૂલો કરી હશે? પાણીના પૂરમાંઅપૂકાયના જીવો તરીકે ગામોના ગામો તાણી વિનાશ નોતર્યો હશે? અગ્નિકાયના જીવો તરીકે અનેક પકાયના જીવોની વિરાધના કરી હશે? વનસ્પતિકાયના જીવ તરીકે દ્રવ્ય–ભાવ હિંસા કરી હશે? આ વિરાધનાની શ્રેણિના ચિંતનમાં ચાલ્યા કે જ્યાં સુધી આ કારમી કાયાથી મુક્ત નહિ થાઉં ત્યાં સુધી આવિરાધના ચાલ્યા જ કરશે."પણગ–દગ" આ પદની વિચારણામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. (5) ચંડરુદ્રાચાર્યના શિષ્ય ગુરુ મને દાંડો મારે છે. કારણ ભૂલ મારી છે એ સ્વીકાર્યું. શિષ્યને પ્રથમ પછી ગુરુને કેવલ જ્ઞાન. નૂતન શિષ્ય ગુરુને ખભા પર બેસાડ્યા. રાત હતી તેથી બરાબર દેખાતું નથી. તાજો લોચ. માથે દાંડાના ઘા, લોહી નીકળે છે. છતાં વિચાર છે કે મારા કારણે જ ગુરુને દુઃખી થવું પડે છે. એ ભાવનામાં શ્રેણિ માંડી. કેવલજ્ઞાન થયું. ગુરુને અત્યંત પશ્ચાતાપ.કેવલીની આશાતના કરી. ગુરુને પણ કેવલજ્ઞાન થયું. શિષ્યો જ્ઞાનસાર–૩ / 215 Page #217 -------------------------------------------------------------------------- ________________ હોય તો આવા હોજો કે જેણે ગુરુને પણ કેવલજ્ઞાન અપાવ્યું. ભક્તિના પાત્રની અંદરદોષો જોવા તે કુભકિત છે. ગુરુની નિષ્કામ ભક્તિના પ્રભાવે મહાવિવેક પ્રાપ્ત થાય. આ જિનશાસન અભુત છે! જેમાંથી અદ્દભૂત અણમોલ રત્નોની પ્રાપ્તિ થાય છે. ગાથા: 6 લાયોપથમિકે ભાવે યા કિયા કિયાતે તયાા : પતિતસ્યાપિ તભાવપ્રવૃધ્ધિ જયતે પુન ગાવા ગાથાર્થ: ક્ષાયોપથમિક ભાવમાં જે ધર્મક્રિયા કરાય છે તે ક્રિયા વડે ગુણોથી પતિત થયેલા આત્માને પણ ફરીથી તે ગુણોની વિશેષ વૃધ્ધિ થાય છે. જે ક્રિયા ક્ષાયોપથમિક ભાવવાળી થાય તેનાથી આત્માને લાભ થાય. જે ક્રિયા કર્મના ઉદયથી એટલે ઔદયિકભાવથી થાય તેનાથી આત્માને લાભ થતો નથી. ઔપશમિક ભાવમાં મોહ અંતર્મુહૂર્તમાં ઉપશમ પામે છે. જેમ અશુધ્ધ પાણીમાં ફટકડી નાંખતાં કચરો તળિયે બેસી જાય એટલે કચરો છે ખરો પણ નીચે બેઠેલો છે. મોહનીય કર્મ જ્યારે સત્તામાં હોય પણ ઉદયમાં ન હોય તો નુકશાન ન કરે. કર્મ ઉદયમાં હોય તો નુકશાન કરે. જીવ ગમે તેટલો ઊંચે ચઢેલો હોય, ગમે તેવા નિમિત્તોમાં પણ વિકાર પ્રવેશી ન શકે એવો આત્મા પણ કર્મના ઉદયથી નીચે પટકાય છે. જો 4-5-6 ગુણસ્થાનકે સ્થિર ન થાય તો છેક નિગોદમાં પહોંચાડે એવી તાકાત મોતની છે. જેમાં અગ્નિના કણિયાનો વિશ્વાસ નકરાય તેમ કષાયના કણિયાનો પણ વિશ્વાસ ન કરાય. અંદરનો અગ્નિ શાંત ન થાય તો વીતરાગની બાજુમાં બેસો તો પણ તમને શાંતિ ન થાય, ક્ષાયિક ભાવની હાજરીમાં મોહ ક્ષય પામે એટલે ગુણ પ્રગટ થાય. એટલે શાંતિ થાય. ક્ષાયિક સમકિત આવે તો વિચારોની સ્થિરતા આવે. બાકી, મોહના ઉદયથી આવ-જા રહ્યા કરે. જ્ઞાનસાર-૩ || 216 Page #218 -------------------------------------------------------------------------- ________________ મોહ ઉદયમાં આવે ત્યારે પહેલાં વિચાર બગાડે પછી આચાર બગાડે. દર્શન મોહનીયવિચાર બગાડે અને ચારિત્ર મોહનીય આચાર બગાડે. મરીચિના ભવમાં તેની દેશના શુધ્ધ, બધાને પ્રતિબોધ પમાડીને ભગવાન પાસે મોકલે, પોતે શિષ્ય ન બનાવે. શરીરના કારણે શિષ્ય ઈચ્છયો. વિચારની શિથિલતામાંથી આચારની શિથિલતા આવી. પ્રસન્નચંદ્ર રાજર્ષિને ત્યાગ કરેલા બાળક પ્રત્યે રાગ રહી ગયો. યાદ આવે અને ચિત્તની અસ્થિરતા થાય તો એ મોહ. નદિષેણ–પ્રસન્નચંદ્ર પડી ગયા પણ અંદરથી જાગૃત હતા તેથી ફરી પાછા ચઢી ગયા. ક્રિયા શુધ્ધ ન કરી શકાય તો છોડવી નહિ. થોડું પણ એવું કરો કે એનો અનુબંધ સારો જ પડે. જે કોઈ ક્રિયા ગુણ સાથે જોડાયેલી હોય તે નિષ્ફળ ન જાય. ઔદયિક કર્મના ઉદયે ઉચ્ચગોત્ર મળ્યું તો સમજવું કે ક્રિયા બીજા કરતાં સારી કરી હશે. જુગારી-કોળી–ભંગી આ બધાને ત્યાં જે ક્રિયા થાય તે હલકી ક્રિયા ગણાય. ઉચ્ચગોત્રની બધી ક્રિયા ઊંચી હોય, "વિનય વૈયાવચ્ચ તથા ગુણીજનના બહુમાન પૂર્વક કરાતિ" ક્રિયા વડે ઉચ્ચ ગોત્ર બંધાય તેના ઉદયે લોકોમાં આદેય થાય. બધા કહ્યું માને, યશ વધે, જે ક્રિયામાં આત્માના ગુણોનું લક્ષ ન હોય તે બધી ઔદયિક ક્રિયા કહેવાય. તે બાહ્ય ક્રિયા, શરીરની ક્રિયા અને વાહ-વાહ માટેની જ ક્રિયા ગણાય. ઉચ્ચકુળમાં સહજ ધર્મમળે. નીચકુળમાં પ્રતિકૂળતા–અવરોધો ઘણા આવે. ઉચ્ચકુળ હોય કે નીચકુળ હોય પણ જો આત્મા ગુણ સાથે ભળે તો તે નીચ હોવા છતાં પણ નિશ્ચયદષ્ટિથી ઉચ્ચ જ ગણાય. ગમે તેટલું પુણ્ય બંધાય તેનાથી શાંતિ આવી જાય તેવો નિયમ નથી. ઉદયમાં આવે ત્યારે સામગ્રી આપે બાકી સત્તામાં પડયું રહે છે. આપણને એમ થાય કે મેં ઘણા બધા ધર્મકાર્યો કર્યા. પણ જો કોઈ કદર ન કરે તો એ ધર્મને છોડતાં વાર પણ ન લાગે. જ્ઞાનસાર–૩ // 217 Page #219 -------------------------------------------------------------------------- ________________ a આત્માએ કિયા શા માટે કરવાની છે? આત્માના 8 ગુણ છે, જે આત્માની શુધ્ધ દશાને પ્રગટાવે છે. શુધ્ધ ધર્મની શરૂઆત ક્ષયોપશમ ભાવથી કરવાની છે. ક્ષાયિકવિતરાગાવસ્થા આવે પછી ક્રિયા કરવાની નથી.દેવવંદન સમ્યગ્દર્શનની શુધ્ધિ માટે કરવાના છે. લાયોપથમિક ભાવમાંથી ક્ષાવિકભાવ પ્રગટ થાય, પશમિકમાંથી ન થાય. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ માટે શ્રુત ભણવું પડે. સાથે મોહનીયનો ક્ષયોપશમ પણ જરૂરી તોજ જ્ઞાન શુધ્ધ થાય અને શુધ્ધ જ્ઞાન થી જ એનાથી અંદર રહેલું કેવલજ્ઞાન પ્રગટ થઈ શકે. માટે વિનય વૈયાવચ્ચાદિ વિધિપૂર્વક સૂત્ર-અર્થ-તત્ત્વ ભણવાનું કહ્યું છે. જ્ઞાનનો પરિણામ શુદ્ધ કરવા જ બાહ્ય ક્રિયા કરવી પડે. જ્ઞાનાવરણ–દર્શનાવરણ દૂર કરવા શ્રુત અને મતિજ્ઞાન જરૂરી છે. કેવલીને ઊંઘ આવે જ નહિ. ઊભાં-ઊભાંઝોકાં આવે તો દર્શનાવરણનો ઉદય છે. મહાવીર પરમાત્માને છઘસ્થાવસ્થામાં ૧રા વર્ષ સાધના કાળમાં માત્ર 48 મિનિટ ઝોકારૂપ નિંદ્રા આવી. અપ્રમત્તપણે જ્ઞાન ભણ્યા જ કરો તો જ્ઞાનાવરણ દૂર થાય. તપસ્વી અને જ્ઞાનીને ઊંઘ ઓછી. પહેલાં સ્વાધ્યાય પછી તત્ત્વનો અભ્યાસ કરો પછી બહારથી થાકો. અર્થાત્ તત્ત્વ દષ્ટિ ખુલવાથી બહાર બધે અસારતાના દર્શન થવાથી સંસાર કચરા રૂપલાગે. પછી અંદર સ્થિર થવાય.અંદરનો માલદેખાતો નથી. બહારનો કચરો જ દેખાય છે. માટે મનને બહારથી ભટકતું અટકાવો. શુધ્ધ ધર્મ પ્રગટાવવા જુદી જુદી ક્રિયાઓ બતાવી છે. જેનાથી આત્મામાં શુધ્ધ ધર્મ પ્રગટ થાય. જેમ જ્ઞાન શુધ્ધ થાય તેમ આત્માનો પ્રકાશ દેખાય. ધર્મની ક્રિયા કરો અને ગુણની વૃધ્ધિ કેમ ન થાય? ધર્મની ક્રિયામાંમાત્રવિધિપૂર્વક ક્રિયા કરવાનો ઉપયોગહોય પણ-ગુણોના જ્ઞાનપૂર્વક ગુણોને પામવાનું લક્ષ ન હોવાથી ગુણની વૃદ્ધિ થતી નથી. જ્ઞાનસાર-// 218 Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચકૂળના લીધે પોતે ઉચ્ચકૂળનો જૈન છે વિ. ખબર છે પણ હું આત્મા છું તે ખબર નથી ઉચ્ચગોત્ર કર્મથી મળતી સામગ્રી નિમિત્તે એને કર્મનો બંધ થાય. : જાતિ આદિ આઠ મદઃ (1) જતિમદઃ જન્મ જ્યાં પામે છે. મનુષ્ય-દેવ બધા ઉચ્ચગોત્રવાળા, તિર્યંચ નરક નીચગોત્રવાળા. માનવને જન્મથી જ ખબર પડે કે હું માનવ છું હું પશુ નથી. આથી મનુષ્યપણાનું અભિમાન આવે. આપણા મગજમાં પણ એ હલકા તરીકે બેઠાં છે. જીવ તરીકે બધા સત્તાએ સિધ્ધ જ છે. આપણે પણ એ ગતિમાં ભમીને આવ્યા છીએ છતાં પશુ ઉપર સહજ તુચ્છ પરિણામ આવે. કોઈઢોર જેવો છે એમ કહેતો ગમે? ચંડાળ, ભંગી, કોળી આદિ નીચ જાતિપર સહજ હલકી દૃષ્ટિ જાય તે જાતિ મદનો પ્રભાવ. (2) કુળમદ - જેને મોહના ઉદયથી સત્તાગત શુધ્ધ સ્વરૂપનું ભાન ન હોય તેને ઉચ્ચગોત્રના કારણે ઉચ્ચપણું લાગે છે, ઉચ્ચપણું માનની ભાવના ઊભી કરે છે. ભગવાને પણ કુળમદ કરેલ. મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ, ચરમ તીર્થકર તેના કારણે ગુણો પર બહુમાન પ્રગટવાને બદલે કુળ પર બહુમાનથી કુળનું કદ પ્રગટ થાય. તેથી નીચગોત્ર કર્મ બંધાય. (3) બળમદઃ-શરીર, પરિવાર, રાજ્યવિ. પરિબળોથી પોતાને બળવાન સમજે. આત્માની બહારની વસ્તુથી પોતાને મહાન માને.જેનો જેનો મદ કરીએ તેમાં હીનતા આવે. (4) રૂપમદ -શુભનામ કર્મના ઉદયે શરીર રૂપાળુ–દેખાવડુ, મોભાદાર મળે તેનાથી પોતે બીજા બધા કરતાં સારો છે તેમ લાગે. સનતકુમાર ચક્રવર્તીને રૂપના મદથી ક્ષણમાં ૧૬મહારોગો પ્રગટ થયા. કૂરગડુ મુનિ પૂર્વભવમાં તપનો મદ કર્યો તેથી સંવર છરીના દિવસે પણ તપ કરી શકયા નહીં. જ્ઞાનસાર–૩ || ર૧૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ (5) તપમદઃ-બાહ્ય તપથી મદ કરે તો તપ કરી ન શકે. મારાથી તો બધું જ થાય. આ મોહનો ઉદય છે. એ ઉદય ન હોય તો આવું ન લાગે. તપનો પરિણામ નિર્મળ હોય તો નિઃસ્પૃહ (લઘુતા) ભાવ પ્રગટ થતો જાય. જો બધું દ્રવ્યથી કર્યું હોય તો મદ પ્રગટ થાય, અન્યથા નહીં. () શ્રતમદ - ભણવાનો મદ થાય કે મને આ બધું આવડે છે, એ જ અજ્ઞાનતા. જેમ જેમ શુધ્ધ જ્ઞાનનો પરિણામ આવે તેમ તેમ ગંભીરતા આવે. સાચો જ્ઞાની મીની બનતો જાય.બોલીને નબગાડે.બોલીને બગડે અને બગાડે, વિર્યનો દુરુપયોગ થાય, શક્તિ ઘટે. પ્રયોજન વગરનું અને નિરર્થક બોલે નહીં. જરૂર વગરનું બોલવું એટલે જાતને બગાડવી. શ્રુત એ વ્યવહાર છે. એના દ્વારા આત્માનું જ્ઞાન પ્રગટ કરવાનું છે, એ સાધન છે. સમર્થ બનતા તેને પકડી પછી છોડી દેવાનું છે. પરંતુ એનો મદ નથી કરવાનો. સ્થૂલભદ્ર મુનિ શ્રુત મદના કારણે ચાર પૂર્વઅર્થથી ન પામ્યા. (7) લાભમદ - સુલૂમ ચક્રવર્તીને ખંડનો લાભ થયા પછી સંતોષ ન થતા બીજા છ ખંડ જીતવા જતાં દેવોએ તેને છોડી દેતા સમુદ્રમાં પડી ૭મી નરકે ગયો. (8) ઐશ્વર્ય મદ - નગરપતિ, શ્રેષ્ઠી, રાજવી, ચક્રવર્તી આદિ પદ અને તે નિમિત્તે પુણ્યના ઉદયે મળતી બાહ્યઋધ્ધિનો મદ થયો. દશાર્ણભદ્ર રાજા વીર પરમાત્માનું સામૈયું કોઈએ ન કર્યું હોય એવું કર્યુ તેનું અભિમાન ઉતારવા ઈન્દ્ર એનાથી અનેકવિશિષ્ટ પ્રકારની ઋધ્ધિ વૈભવ નાટકાદિ કર્યું ને જોઈ રાજાનો મદ ઉતરી ગયો અને રાજાએ પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ આદર્યુ. પ.પૂ. ભદ્રંકર વિ. મ.સા.ને જ્યારે પંન્યાસ પદવી મળી ત્યારે ભક્ત જાગૃત કર્યો કે "સાહેબ! રાતોરાત પર્યાય કેવી રીતે વધ્યો?" પછી તેઓએ આચાર્યપદવીન લીધી. કેટલી નિઃસ્પૃહતા!અને કેવા તત્ત્વો સમજેલા ભક્તો? આમ કર્મનો બંધ 8 રીતે થાય છે. જ્ઞાનસાર-૩ || ર૨૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્માના ગુણોનો અનુભવ કરવા માટે ક્રિયા કરવાની છે. જેના દ્વારા મોહનું શોષણ અને સ્વભાવદશાનું પોષણ થાય છે. એ લક્ષ આત્મામાં નિરંતર રહે તો કાર્યઅવશ્ય થાય છે. આત્મભાવમાં સતત રહેવાથી કર્મના પૂંજો બળી જઈ સંપૂર્ણ શુધ્ધ એવા આત્મતત્ત્વનું પ્રગટીકરણ થાય છે. આથી ક્રિયાયોગનું મહત્ત્વ જરાય ઓછું આંકવા જેવું નથી. આત્મા અયોગી છે માટે ક્રિયા યોગ વડે આગળ વધી ક્રિયાયોગને છોડી અયોગી બનવાનું છે. બાળક જેમ ૧લું, રજું, 3 ધોરણ એસ.એસ.સી. ભણે જેમ આગળ વધે તેમ પાછળના ધોરણો છોડતો જાય. પછી ભણેલાનો Practicleઉપયોગ કરે. ભણીને ઉપયોગમાં અર્થાત્ અનુભવજ્ઞાનમાં જવાનું થાય છે. જે આત્માને સ્પર્શીને આવેલું હોવાથી જડ એવા કર્મોને બાળીને આત્માને પણ સુવર્ણમય બનાવે છે. આત્માના ગુણની અંદર પરમ તૃપ્તિ અનુભવે તે તપ. યોગ દ્વારા જો સાધ્યનું લક્ષ ન રહે તો તે ભવભ્રમણ જ વધારે છે. નદિષેણ મુનિ ચારિત્રના પરિણામથી પતિત થયા પછી સમ્યદર્શનથી નહોતા પડ્યા. તેથી ચારિત્રથી પડવાનો પશ્ચાતાપ અને ચારિત્ર કેમ પામું તે ભાવની તીવ્ર ઝંખના હતી તેથી તેમનો ભાવ વૃધ્ધિ પામે. આથી તો રોજ 10 જણને ચારિત્રના પરિણામ ઉત્પન્ન કરાવી પછી જ વાપરવું એવો અભિગ્રહ કરે છે. તેઓ અમોઘ દેશનાના સ્વામી હતા પણ પૂર્વ કર્મના કારણે તે પડ્યા હતા. 12 વર્ષ પછી 9 જણ દીક્ષિત થયા ૧૦મો તૈયાર ન થયો. ત્યારે વેશ્યાએ હસતાં હસતાં કહ્યુંઃ દસમા તમે.બસ એ જ ક્ષણે પૂર્વબધ્ધ ચારિત્રમોહનીય કર્મત્યું અને ગુરુ પાસે જઈ ફરી સંયમ ગ્રહણ કર્યું. પંચાશકમાં કહ્યું છે કે–મોહનાલયોપશમપૂર્વક દઢ પ્રયત્નવિશેષથી કરાયેલું શુભ અનુષ્ઠાન તે તે ગુણોની તેને ફરી પ્રાપ્તિ કરાવે છે. શુધ્ધ ધર્મપૂર્વકની જે ક્રિયાને શુધ્ધ ક્રિયા છે. ઔદયિક ભાવની ક્રિયા જ્ઞાનસાર–૩ // રર૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ તેવા પ્રકારના ગુણની વૃધ્ધિનું કારણ બનતી નથી. જેમ વિનયરને રાજાનું વેર વાળવા ચારિત્ર લીધું. 3 ઉચ્ચ ગોત્રના ઉદયથી શું પ્રાપ્ત થાય? પન્નવણા સૂત્રમાં જણાવેલ છે - (1) વિશિષ્ટ પ્રકારની જાતિ (2) ઉત્તમ ફળ (3) અપૂર્વ બળ (4) શ્રત રહસ્ય (5) લાભ (6) ઐશ્વર્ય (7) વિશિષ્ટ પુદ્ગલ (8) તપની પ્રાપ્તિ થાય. ઔદયિક ક્રિયાથી ઉચ્ચગોત્રાદિ કર્મ બંધાય અને તેનાથી ધર્મની સામગ્રી કરવાની તક મળે પણ સાથે મોહનો તીવ્ર ઉદય ચાલુ રહે. કોણિકે પૂર્વભવમાં માસખમણાદિ તપ તાપસપણામાં કર્યું સાથે શ્રેણિકને મારવાનું નિદાન કર્યું તો રાજપદ પામી છઠ્ઠી નરકમાં ગયો. પ્રભુ વીરે કર્મોને સમતાથી સહન કરતાં નિકાચિત કર્મોનો રસ તોડી નાંખ્યો તેથી જ્યારે કાનમાંથી ખીલા કાઢયા ત્યારે પ્રદેશોદયથી એ કર્મને ભોગવી લીધું. કર્મ ઉદયમાં આવ્યું ત્યારે સમાધિમાં રહ્યાં. કર્મકૃત અવસ્થાને જોવાથી આત્મામાં રાગ-દ્વેષ રૂપી મળ ઓગળવા માંડે છે. જન્મ કેવા સ્થળમાં થાય. જીવને જાતિને બદલે જાત યાદ આવવી જોઈએ. ગુણ પરનું બહુમાન આત્માની યાદ અપાવે છે. જીવે જે બનવાનું છે તેને જ યાદ કરવાનું છે કે હું સિધ્ધાત્મા–શુધ્ધાત્મા–સહજાનંદી–પરમાનંદી છું. આ ભાવમાં રહેનારો યોગાતીત–દેહાતીત બનવાની ભાવનામાં રમતો રહે. કાયામાં રહેવાનો ભાવ છૂટે ત્યારે જીવ અપ્રમત્ત બને છે. તેની સાધના અપૂર્વ સંવેગ-નિદવાળી હોય. સાધનામાં જે કષ્ટો આવે તેનો તેને ખેદનહોય પણ અપૂર્વ આનંદ હોય. ગુણ પ્રાપ્તિ પૂર્ણતા ન થાય ત્યાં સુધી પૂર્વ કર્મોની બહુલતાને વિચારી તેને તોડવાનો પ્રયત્ન કરે. ગમે તેટલું બળ હોય તો ય મદ કરવાની જરૂર નથી. સમ્યગ્ દષ્ટિ જ્ઞાનસાર-૩ || 222 Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્મા વિચારે કે મારા આત્મામાં તો ત્રણેય લોક (ઉર્ધ્વ–અધોતિચ્છ)ને ડોલાવાની તાકાત છે. આ બળ તો મારું કાંઈ જ નથી. પુગલરૂપે જે સામગ્રી મળી છે તેમાં જાતને મહાન ન મનાય, નહિતર ક્રિયા ઔદયિક ભાવની બની જશે તો આત્માને કશો જ લાભ નહીં થાય પણ કર્મબંધ થશે. આ જ વાત ફરી વધુ દઢ કરે છે. ગાથાઃ 7 ગુણવૃદ્ધયે તતઃ કુર્યાત, કિયામઅલનાય વા એક તું સંયમસ્થાન, જિનાનામવતિષ્ઠતે . 7 ગાથાર્થ: આ કારણથી પ્રાપ્ત થયેલા ગુણોની વૃધ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી અલિત ન થઈ જવાય તે માટે ક્ષાયોપથમિક ભાવની ધર્મક્રિયા કરવી જોઈએ. કારણ કે એક જ સંયમસ્થાન હોય એવું તો કેવલી ભગવંતોને જ બને છે. * જીવે ત્રણ કારણસર ક્રિયા કરવાની છે. (1) અપ્રગટ ગુણો પ્રગટાવવા માટે, (2) પ્રાપ્ત થયેલા ગુણો ચાલ્યા ન જાય પણ આત્મામાં ટકી રહે તે માટે અને (3) અને પ્રાપ્ત ગુણોની વૃધ્ધિ અને પૂર્ણતા માટે. જિન સિવાય સંપૂર્ણ શુધ્ધ પરિણામ કોઈના ન હોઈ શકે. તે શુધ્ધ અધ્યવસાયને પામવા માટે જ સન્ક્રિયા કરવાની છે. બૌદ્ધ સાધુગોવિંદાચાર્યને ત્રીજી વખત આચારંગ શાસ્ત્ર ભણતા–ભણતા સમકિત તથા ચારિત્રના પરિણામ પ્રગટયા. દ્રવ્ય સાધુપણુ છોડી ભાવથી સાધુપણાનો સ્વીકાર કર્યો. જ્ઞાનાદિ ગુણોની વૃધ્ધિ માટે સ્વાધ્યાયાદિમાં રકતતા જરૂરી છે. સાધુએ સ્વાધ્યાયમાં રમમાણ બનવાનું છે. 'સાધુ જાગતો આઠે જામ.'૪ કાળે સ્વાધ્યાય એવી રીતે કરવાનો છે જેથી 8 પહોર એ સ્વાધ્યાયમય હોય. જ્ઞાનસાર-૩ || રર૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ સાધુનું જીવન જ્ઞાનના ઉપયોગવાળું હોય જેથી સાધુનો દરેક વ્યવહાર નિર્જરાનું કાર્ય કરે. કાજો લેતાં–કાજો પરઠવતાં–જ્ઞાનયોગ ભળે તો અવશ્ય નિર્જરા થાય. કાજો લેતાં કોઈજીવની વિરાધના ન થાય. વાયુકાયની વિરાધના ન થાય તેટલા હલકા હાથે લેવાનો. તો પરિણામ અતિ નિર્મળ બને. નાની અલ્પકાળની ક્રિયા પણ આત્માના અનુભવવાળી બનવી જોઈએ. આહારાદિસંજ્ઞાને કાઢવા માટે ક્રિયા કરવાની છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવા માટે ગવેષણા કરે. આહારાદિના ત્યાગનું લક્ષ ન હોય, વિષય સંજ્ઞાની પુષ્ટિની પ્રધાનતા હોય તો નિર્દોષ ગોચરી પણ દોષયુક્ત બને. * દોષિત ગોચરી કોણ વાપરે? જેને જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ આદર નથી, પાપનો જેને ભય નથી, તે જ દોષિત ગોચરી વાપરે. પોતાનું સંયમજીવન–સ્વાધ્યાય-વૈયાવચ્ચ વિ. સદાય નહીં તે માટે ગોચરી વાપરવાની છે. ભિક્ષાચર્યા દ્વારા જે અષ્ટકર્મને ભેદે તે ભિક્ષુક નહિ તો ભિખારી. આહાર, ભય, મૈથુન પરિગ્રહ આ ચારની પાછળ ક્રોધાદિ આવે. જેમ જેમ શરીર પુષ્ટ બને તેમ તેમ મમતા વધે, ભય વધે. જેથી મમતા છોડે એટલી સમતા આવે નહિતર સતત ભયસંજ્ઞા સતાવ્યા કરે. વસ્તુનિર્દોષ હોવા છતાં રાગનું કારણ બનતી હોય તો તે માત્રદ્રવ્યથી જનિર્દોષ છે. ભાવથી નહીં. જૈન શાસનમાં દ્રવ્ય કરતા ભાવ–અધ્યવસાયની વિશેષ મહત્તા બતાવી છે. આહારાદિ સંજ્ઞા પુષ્ટ ન બને તે લક્ષ તથા આત્માની ગુણવૃધ્ધિનું લક્ષ હોવું જોઈએ. જેમાં વધ–ઘટન થાય એવું સંયમ–સ્થાન માત્રજિનને જ હોય. માટે જ્યાં સુધી સંયમસ્થાન સ્થિર ન થાય ત્યાં સુધી આત્માએ સન્ક્રિયા કર્યા કરવી. આત્માની અંદર સત્તામાં પૂર્ણ ગુણ રહેલાં છે. પણ વર્તમાનમાં કર્મથી આવરાયેલાં છે આથી આત્મા અસક્રિયામાં ચાલ્યો જાય છે. માટે જેમ વર્તવાનું જ્ઞાનસાર-૩ // 224 Page #226 -------------------------------------------------------------------------- ________________ હોય તેમ ન વર્તતાં વાંકોચૂકો થઈ જાય છે. આત્માનિરંતર અસત્ પ્રવૃત્તિ કર્યા જ કરે છે. ઊંઘમાં પણ વિચારો–સ્વપ્ના ચાલુ જ હોય. જે પ્રવૃત્તિમાં આત્માના ગુણોનું લક્ષ ન હોય તેમાં નિરંતર કર્મનો બંધ પડ્યા જ કરે છે. જેથી ગુણ પર કર્મનું આવરણ વધુને વધુ આવતું જાય. વધુને વધુ અશાંત થાય. સલ્કિયાથી કર્મનો ક્ષય થાય છે. માટે જ સવારે ઊઠતાં કુસુમિણદુસુમિણનો કાઉસ્સગ્ન કરીએ છીએ. ચિત્ત જો જ્ઞાનથી રંગાઈ ગયું હોય તો શરીરથી સુતા હોય પણ અંદરથી તત્ત્વની વિચારણા ચાલુ રહે અને અધ્યવસાયોની નિર્મળતાથી નિર્જરા થતી જ રહે. જીવ આહાર-ભય-મૈથુનપરિગ્રહ–શોક–લોભ ઈત્યાદિ સંજ્ઞાઓ રાતના પણ સાથે લઈ સુએછે. સ્વપ્ના પણ તેવાં જ આવે. જ્ઞાન વધે, સમજણ પડતી જાય તેમ તેમ સંજ્ઞાઓ ઘટતી જાય. ઉપવાસ આહાર સંજ્ઞા તોડવા માટે કરવાનો છે અને આયંબિલ રસની આસક્તિ તોડવા કરવાનું છે. આપણે ત્યાં બાહ્યતા વધે છે. અત્યંતર તપ નથી વધતો. સંયમસમતાને પુષ્ટ કરે તેવા સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી તેમાં વધુ નિર્જરા છે છતાં તે તપ ઓછો કરીને અને લોકોમાં તપસ્વી તરીકે ઓળખાઈએ એટલે જુદા-જુદા તપ કરીએ જેથી લોકમાં સારા દેખાઈએ. આ લોકસંજ્ઞા છે. જો સંજ્ઞા છોડો તો તપ નિર્જરાનું કારણ બને. જ્યાં સુધી મોહને વશ છીએ ત્યાં સુધી આવું થવાનું માટે સાવધાન રહેવાનું. આત્મામાં જે પરિણામ છે તેને ટકાવવાના છે. તે પરિણામ પડી ન જાય માટે એને અનુરૂપક્રિયાઓ કરવાની. દા.ત. કાઉસ્સગ્ગ ધ્યાનમાં જે પરિણામ હોય તે કાઉસ્સગ્ગ છૂટ્યા પછી ટકાવવા મુશ્કેલ છે, માટે આત્માના પરિણામને ટકાવવા મહેનત = ક્રિયા કરવાની ક્રિયા પ્રમાદપૂર્વક ન કરવી. જે વિધિ બતાવી છે તે પ્રમાણે કરો તો પરિણામ દીર્ઘકાળ ટકશે. નહિતર ક્રિયા છૂટતાં પરિણામ પણ છૂટશે. પ્રગટેલો પરિણામ નીચે ન ઉતરવો જોઈએ. જેમ ઊંચો ચઢશે તેમ શ્રેણિ મંડાશે. જ્ઞાનસાર-૩ || રર૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ 8 સમયથી અધિક સ્થિર શુધ્ધ પરિણામ થઈ જાય તો શ્રેણિ મંડાઈ જાય અને અભૂતપૂર્વ નિર્જરા થતી જાય. એ માટે સતત ક્રિયાયોગમાં રહી સર્જીયા કરવાનો પ્રયત્ન કરો. નંદનમુનિના ભવમાં પ્રભુએ 11 લાખ 80 હજાર 645 માસક્ષમણ કર્યા તેતપના પરિણામપૂર્વક કર્યા. તેના ગાઢ સંસ્કાર - અભ્યાસના કારણે તપમાં ઘોર ઉપસર્ગમાં પ્રભુનો આત્મા ડગ્યો નહિ. આપણે પણ આવા અભ્યાસપૂર્વક ઉપધાનાદિદરેકક્રિયા કરવાની છે તો ગુણની વૃધ્ધિ થશે. ફક્ત વિધિ છે માટે પૂરી નથી કરી લેવાની. આત્માભાવિત બને તો Oaa કલાકમાં 100 લોગસ્સનો કાઉસ્સગ્ન શુદ્ધ કરી શકે. તમારા ચિત્તનો ઉપયોગ કેટલો તદાકાર બને છે તે મહત્વનું છે. બાકી વધુ સમયમાં સારો અને ઓછા સમયમાં સારો નહિ એવું નથી. ક્રિયા એવી શુધ્ધ કરો કે પછી ક્રિયા કદી કરવી જ ન પડે. કેવલીને કોઈ ક્રિયા નથી. સંસ્કાર પાડશો તો જ્યારે સંઘયણ મળશે ત્યારે ઊંચે પહોંચી શકશો. સામગ્રી પણ સારી મળશે. સદુપયોગ કરશો તો શ્રેણિએ પણ ચઢી શકશો. બાકી તંદુલિયા મત્સ્ય જેવું થશે. ' જેવી ક્રિયા કરો તેવા ભાવ પ્રગટ થાય. ધર્મની ક્રિયા ધર્મમાં પ્રવેશ કરવા માટે છે. ક્રિયામાં હશો તો સાધક ભાવમાં રહેશો કે હું સાધક છું. આત્મવીર્ય ચપળતાવાળું છે. વર્તમાનમાં વીર્ય પરના સંગવાળું છે એથી ચંચળતા આવે અને મન ચકડોળે ચઢે. વિચારોની હારમાળા અને વૃત્તિઓની ચંચળતા આવ્યા જ કરશે. એકલા હો ત્યારે તમારું મન ટી.વી.વિ. નિરર્થક વસ્તુમાં જાય કે ધર્મમાં–સ્વાધ્યાયમાં જાય? ઉપવાસ થાય પણ સ્વાધ્યાય નથી થતો. જીવ તત્ત્વથી રંગાયેલો નથી માટે ગમે ત્યાં જોડાઈ જાય છે. ગમે ત્યાં અને ગમે તેવા સાથે હોતો પણ તમે તમારામાં મસ્ત રહો.ગોશાળો ગમે તેટલી ધમાલ કરે પણ પ્રભુ તો પોતાનામાં જ મસ્ત હતા. સુખી થવા જ્ઞાનની પરિણતિ જ્ઞાનસાર-૩ || રર૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે, નહિતર ચિત્તને કયાં કયાં divert કરશે? વીર્યનું પ્રવર્તમાન થવું એ ક્રિયા છે. વીર્ય દ્વારા જ સત્ અસત્ પ્રવૃત્તિ થાય. માટે વીર્યને આત્મા તરફ વાળો નહિતર એ અસક્રિયા કર્યા કરશે. જ્ઞાનદિ ગુણો પ્રગટે તે માટે સ્વાધ્યાય ખમાસણ આત્મવીર્ય વડે જિનદર્શન વડે નિજ દર્શન અને ચારિત્ર માટે સામાયિકાદિ સત્ ક્રિયા વડે સ્વ-ગુણોમાં જોડાઈ જાય. આમ સતત વારંવાર સામાયિક કર્યા કરો. બહુસો સામાઈયંકુજ્જા' જીવ અનાદિથી પર પ્રવૃત્તિમાં સહજ પ્રવૃત્તિવાળોછે માટે મન-વચન-કાયાથી અસત્ પ્રવૃત્તિમાં ચાલ્યો જાય છે, માટે એને સમ્પ્રવૃત્તિમાં જોડો. શુભ પરિણામ આવે કે તરત અમલમાં મૂકો નહિતર એને પડતાં વાર નહિ લાગે, ધ્યાન તરત બીજે જોડાઈ જશે. સન્ક્રિયામાં જોડવાથી આત્મા ગુણસ્થાનકમાં આગળ વધતો જાય, ક્રિયાનું શુધ્ધિકરણ થતું જાય અને આત્માની પ્રગતિ થાય. જે પરિણામ પ્રગટ થયાતે કદી પડે નહિ તેવા પરિણામજિન સિવાય કોઈને ન થાય. મોહના સર્વથા ક્ષયથી ક્ષાયિક પરિણામ પ્રગટે એટલે વીતરાગદશા–રાગદ્વેષનો સર્વથા અભાવ હોય તેને દેવો પણ નમે તો પણ તેને કાંઈ અસર ન થાય. 4 થી ૭મા ગુણસ્થાનક સુધી ક્ષાયિક, લાયોપથમિક કે ઔપશમિક હોઈ શકે પણ ૮માં ગુણઠાણાથી તો ઔપશમિક કે ક્ષાયિક જ હોય. અર્થાત્ ઉપશમ શ્રેણીમાં (8 થી 11) ઉપશમ અને ક્ષપક શ્રેણિમાં (8 થી ૧રમાં) ક્ષાયિક ચારિત્ર હોય. ક્ષાયિક ચારિત્ર એટલે રાગ-દ્વેષ કે રતિ–અરતિના પરિણામ ન થાય. ક્ષાયિક જ્ઞાન એટલે ૧૩મા ગુણઠાણે કેવલજ્ઞાન. સંયમની ક્રિયામાં અલના ન પામે તે માટે અઅલિતપણે અપ્રમત્ત ભાવે તેમાં પ્રવૃત્તમાન થવું જોઈએ. સંયમ લઈ પ્રભુવિચરવા લાગ્યા,"સંયમે ભીંજ ગયો એક પલ. પાણ્ડપ્રભુ વસો મેરે દિલમે". સંયમ જીવનમાં દરેક ક્રિયામાં મનવચન-કાયાની તન્મયતા સધાય જ્ઞાનસાર–૩ // ર૨૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ અને એમ લાગે કે સંયમ જીવનમાં હું નિર્મળતામાં પવિત્રતામાં સ્થાન કરી રહ્યો છું ત્યારે આત્માનુભૂતિ થયા વિના ન રહે. ક્રિયામાં સતત સ્કૂર્તિ તથા ક્રિયાનું સતત સ્મરણ અનુપ્રેક્ષા વિ. હોવું જોઈએ કે મારો કેટલો સમય એવો ગયો કે હું આત્મમય બન્યો.સ્વના આલંબન વિના ધ્યાન નથી. ધ્યાનયોગમાં ગુણમય બન્યા વિના અપૂર્વનિર્જરા ન થાય. ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ રાગાદિ એવી કિંમતી વસ્તુને પણ હેય માને. પાંચમાં ગુણસ્થાનકે સતતવિરતિની ઝંખના, ઉદાસીન પરિણામમાં વર્તે. જિનદત્ત શ્રાવક, પત્ની વ્યભિચારિણી. પોતે પૌષધમાં છે ત્યારે પરપુરુષ સાથે પત્નીને વ્યભિચાર સેવતાં જોયા, અસાર સંસારનું આ સ્વરૂપ જાણી સમ પરિણામમાં રહે છે. બારમાં દેવલોકમાં જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે શરીર અને આત્માનું ભેદજ્ઞાન થાય. ઉદા. ખંધક મુનિ- શરીરની ચામડી ઉતારનારા પર કરુણા બુધ્ધિ. પોતાની વેદનાનો વિચાર નહીં–મારી ચામડી અતિ કર્કશ છે. તપથી કઠણ થઈ ગઈ છે તેથી કોઈ તકલીફ ન પડે તે રીતે ઊભો રહું. આ તેઓની ઉત્કૃષ્ટ કરુણા બુધ્ધિ છે. કાયામાંથી સતત નીકળવાનો ભાવ ઊભો છે. જ્યારે જીવ વીતરાગ બને છે ત્યારે કરુણા જાય. કારણ કરુણા એ ભાવરૂપ છે. વીતરાગતા એ પૂર્ણ સ્વભાવરૂપ છે. આગળ આગળના ગુણસ્થાનકે કરુણા સ્વલક્ષી બનતી જાય. પોતે વિભાવમાં ન જાય તેનું સતત લક્ષ હોય. આપણને આપણા આત્મા પર કરુણા નથી, તેથી વધારે બીજાની કરુણા છે. આગળ આગળના ગુણસ્થાનકે વ્યવહાર કરુણા ગૌણ અને નિશ્ચય કરુણા મુખ્ય હોયવીતરાગતા પ્રગટ થાય ત્યારે કરુણા ક્ષાયિક બની જાય. - સાધુએ સાધના માટે વ્રત ગ્રહણ કર્યું છે માટે સાધ્વાચારની ભિન્ન-ભિન્નક્રિયાઓમાં મસ્ત બની, સ્વમાં રહેલા ગુણોને સાધવાના. જ્ઞાનાદિ પ્રબળ હોય તો તે ક્રિયા યોગ સમતા અને આનંદનું કારણ બને છે. નહિતર મિથ્યાત્વથી યુક્ત સમતા હોય.જેમ વેપારી ઘરાકના શબ્દોને પણ સહી લે છે. જ્ઞાનસાર–૩ || 228 Page #230 -------------------------------------------------------------------------- ________________ તે સમતાની પાછળ કંઈક મેળવવાનો હેતુ પડેલો છે. જ્યારે અધ્યાત્મરૂપ સમતાની પાછળ કર્મનિર્જરાનો માત્ર હેતુ હોય છે. આમ દરેકક્રિયામાંજ્ઞાનાદિ કર્મોનો ક્ષયોપશમ ચાલુ રહે. આત્મવીર્યનું આત્મભાવ સાથે જોડવા જે પ્રવૃત્તિ થાયતેક્રિયાયોગ અને જ્ઞાનમાં પ્રવૃત્ત થવું તે જ્ઞાનયોગ. જ્ઞાનસ્થ ન વિરતિ : જેમ જેમ જ્ઞાન પરિપકવ થાય તેમ તેમ તે વિરતિના આદરવાળો બને, તેમાં પ્રવૃત્ત થાય. અર્થાત્ અશુભ અશુધ્ધ ભાવોને ત્યજતો જાય અને જગતથી અસંગ બની જાય. આત્મગુણને અનુભવતો જાય અને મોહના પરિણામને નિષ્ફળ બનાવતો જાય. માટે દરેકક્રિયાયોગમાં આપણે ગુણના અર્થી બની રહેવાનું છે. ગાથા : 8 વચોકનુષ્ઠાનતોડ સકળ કિયા સગતિમકગતિ સેય જ્ઞાનકિયાડભેદ– ભૂમિરાનન્દપિચ્છલા પાટા ગાથાર્થ: વચનાનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનરૂપ ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય છે. આ વાત સંગતિને પામે છે અને તે અસંગાનુષ્ઠાનવાળી જે ક્રિયા છે તે જ જ્ઞાન અને ક્રિયાના અભેદ ભાવવાળી છે તથા સ્વાભાવિક એવા પૂર્ણ આનંદથી ભરેલી છે. ક્રિયા જ્યારે વચન અનુષ્ઠાનને અનુસરે છે ત્યારે તે અસંગની ભૂમિકામાં આવે છે. ત્યારે ભેદબુધ્ધિ અને આત્મામાં અભેદભાવની પ્રાપ્તિ થતાં અપૂર્વઆનંદ—ઉલ્લાસને અનુભવે છે. કેમ કે આત્મા જ્ઞાન અને ક્રિયામાં તદાકાર બનેલો છે. રથના બે પૈડાંની જેમ જ્ઞાન અને ક્રિયા બને જોઈએ, તો અભિમાન ટળી જાય. સંકલેશ મટી જાય. ક્રિયા એટલે શુભ કે શુધ્ધ અનુષ્ઠાનમાં જોડાવું. અનુષ્ઠાન પાંચ પ્રકારઃ (1) વિષ (2) ગર (3) અનઅનુષ્ઠાન (4) તદ્ હેતુ (5) અમૃત. (1) વિષાનુષ્ઠાન :- આ લોકના સુખની ઇચ્છાથી કરાયેલી ધર્મક્રિયા તે જ્ઞાનસાર–૩ || ર૨૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ વિષાનુષ્ઠાન. (2) ગરાનુષ્ઠાનઃ-ગર-ઝેર.પરભવમાં ઈદ્ર ચક્રવર્તી કે રાજા થાઉં ઈત્યાદિ વિચારો કરીને પરભવના સુખોની ઇચ્છાથી કરાતી ધર્મક્રિયા ગરાનુષ્ઠાન કહેવાય છે. તેમાં સંસારસુખની આશંસા હોવાથી તેનો અનુબંધ ભવભ્રમણ વધારે છે. અમુક સમય પછી ફળ આપે છે. પહેલા બે અનુષ્ઠાન આત્મા માટે હિતકર નથી, નુકશાન કારક છે. (3) અનનુષ્ઠાન -જે અનુષ્ઠાન કરે તેમાં લક્ષ કે ઉપયોગ ન હોય કે હું આ શા માટે કરું છું? સંમૂર્છાિમની જેમ ક્રિયા કર્યે જાય. માટે આ અનુષ્ઠાન પણ આત્મા માટે ઉપયોગી નથી. ઉપરના ત્રણે અનુષ્ઠાનો મોહદશાપૂર્વકનાં હોવાથી કર્મનિર્જરાનું કારણ બનતાં નથી. પણ ભવહેતુ જ બને છે તેથી તેવા પ્રકારની મોહદશાવાળા ભાવનો ત્યાગ કરવા જેવો છે. (4) તદ્હેતુ અનુષ્ઠાનઃ આ અનુષ્ઠાનને આદરનારા જીવો ઉત્તમ, કેમ કે તેમને લક્ષ હોય છે કે આ અનુષ્ઠાન હું શા માટે કરું છું? આ કરવાથી મારા આત્માને શું લાભ થાય? ભવિષ્યમાં શું લાભ થશે? તે સમજણપૂર્વક અનુષ્ઠાન કરે છે, જિનાજ્ઞા પાલનપૂર્વક કરે છે, તેનાથી શાંતિ–સમાધિની પ્રાપ્તિ થાય છે. (5) અમૃતાનુષ્ઠાન - તહેતુ અનુષ્ઠાન જ્યારે જીવનમાં વારંવાર થાય છે ત્યારે તે અમૃતાનુષ્ઠાનમાં પરિણમે છે. શરીરના રોમાંચ ખડાં થઈ જાય. મયણાને ભક્તિ કરતાં અપૂર્વભાવોલ્લાસ પ્રગટ થયો હતો. અપૂર્વ આનંદની વર્ષા આત્મા પર થયેલ–સંતોષનો અનુભવ થયેલ તેથી જ તે સાસુમાને કહે છે કે આજે જ તમારો દીકરો આવશે. ખરેખર ! તેમ જ થયું. આ અમૃતાનુષ્ઠાનથી અપૂર્વ ચિત્ત પ્રસન્નતાની પ્રાપ્તિ–પરિણામે સદ્ગતિ અને જ્ઞાનસાર–૩ || ર૩૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ સમાધિની પ્રાપ્તિ થાય છે. છેલ્લાર અનુષ્ઠાન ઉપાદેય અને પ્રથમના કહે છે. માટે વિષ–ગર અનનુષ્ઠાન તજીને શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનવાક્યોને અનુસરીને કરાતી ઉત્સર્ગ તથા અપવાદની સાપેક્ષતાપૂર્વકની જે ધર્મક્રિયા છે તે વચનાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આવી ક્રિયા કરવાથી કાળાંતરે આ જીવને અસંગક્રિયાનો સંગ આપનાર બને છે. એટલે કે આ વચનાનુષ્ઠાનની ક્રિયા આ જીવને થોડા જ કાળમાં અસંગ અનુષ્ઠાનનો મેળાપ કરાવે છે. પ્રશાંતચિત્તપૂર્વક અને ગંભીર ભાવપૂર્વક જ કરાયેલી ક્રિયા સફળ થાય છે. પરંતુ અંગારાની દષ્ટિથી કે સહસાભાવે = અનુપયોગદશાથી કરાયેલી ક્રિયા ફળ આપનારી બનતી નથી. અથવા એક જ ગુણમાં પ્રકર્ષ ભાવવાળા બનીને જે ક્રિયા કરાવે તે આસંગક્રિયા પણ ઉપકારક થતી નથી. અર્થાત્ જે ક્રિયા કરતા હોય તેને જ કેવલ ગુણપ્રકર્ષવાળી માનીને તેક્રિયા ઉપર જ અતિશય રાગવાળા બનીને તે ક્રિયામાં પ્રવર્તીએ તે આસંગદોષ કહેવાય. કોઈપણ એક ધર્મક્રિયા કરતા હોઈએ ત્યારે બીજી ધર્મક્રિયામાં ચિત્ત રાખીએ તેને અંગાર વૃષ્ટિ દોષ કહેવાય. જે ક્રિયા કરતાં હોઈએ તેમાં ઉપયોગ ન રાખીએ અને શૂન્યમનસ્કપણે કરીએ તે સહસા દોષ કહેવાય અથવા અનનુષ્ઠાન દોષ કહેવાય. 0 સાનુષ્ઠાન ક્રિયા અને નિરનુષ્ઠાન કિયા? આ ભવના કે પરભવના પૌલિક સુખોની ઇચ્છાથી અથવા ઉપયોગ શૂન્ય ચિત્તે જે અનુષ્ઠાન કરાય તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય. વિષ–ગર–અનનુષ્ઠાનરૂપ જે પ્રથમના ત્રણ અનુષ્ઠાનો છે તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય. અને પૌદ્ગલિક ભાવોનો ત્યાગ કરવાપૂર્વક આત્મતત્ત્વની શુધ્ધિ અને આત્મતત્ત્વના ગુણોની પ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને જે ધર્મક્રિયા કરાય તે નિરનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. જ્ઞાનસાર-૩ // 231 Page #233 -------------------------------------------------------------------------- ________________ સાનુષ્ઠાન ક્રિયા વિહેતુ છે અને નિરનુષ્ઠાન ક્રિયા મુક્તિ હેતુ છે. માટે જ સાનુષ્ઠાન ક્રિયા ત્યાજ્ય છે અને નિરનુષ્ઠાન ક્રિયા ઉપાદેય છે. જીવનમાં ગુણવૃધ્ધિ થાય તેમ તેમ અપૂર્વભાવોલ્લાસ પ્રગટ થાય છે. અભિનવ ભાવોનું પ્રાગટય થાય છે. એવા સંવેગસભર સાધુ નિઃસ્પૃહ અને જગતથી નિરાળો હોય છે. તેઓ મોહની-કર્મોની–સંસારી સંબંધોની ગાંઠ છોડતાં જ જાય છે. આત્મગુણોની વૃધ્ધિ કરવી હોય તો સંસાર સુખની સ્પૃહાથી નિઃસ્પૃહ બનવું પડે. આથી જ સાધુઓ સંસારીજનો વચ્ચે નહિ પણ વનાદિમાં જઈ સાધના કરે છે. તે ચાર કારણસર જ પ્રવૃત્તિ કરે છે. (1) જિનમંદિર દર્શન માટે (2) આહાર માટે (3) નિહાર માટે અને (4) ગ્રામાંતર જવા માટે. આ ચાર કારણે સાધુએ વિચારવાનું છે. હું સત્તાએ વીતરાગ છું એવું લક્ષ હોય તો વિરાગીમાંથી વીતરાગી બનતાં વાર ન લાગે. પરમાત્માનું આલંબન - ધ્યેયરૂપે લઈ તેમાં એકાકાર બને છે. પરમાત્મા કેવાં છે? પ્રમાદ રહિત ચારિત્રવાળા, ક્ષાયિક ચારિત્રના ધણી અને સર્વ ભાવોને જાણનારા છે. માટે તેમના જેવા બનવા માટે તેઓનું આલબન લેવાનું છે. કાયોત્સર્ગમાં કાયાને વીસરાવી દેવાની એટલે કાયાની મમતાનો ત્યાગ કરવાનો છે. મહર્ષિઓ વિવિધ પ્રકારની મુદ્રાઓથી શરીરનો સંકોચ કરી અનશનને ધારણ કરનારા છે. ચૈત્યવંદન–દેવવંદન આદિ સક્રિયા દ્વારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા છે. મોહરાજા મહાખતરનાક છે. પરમાં ગયા તો તેને પડતાં વાર નહીં લાગે. લોકો તરફથી મળતું દાન-સન્માન જીવને પોતાના ધ્યેયથી વિચલિત કરે છે. જિનકલ્પી આત્માઓવિશિષ્ટ સાધના દ્વારા આત્માનંદની અનુભૂતિમાં ડૂબતા જાય છે. સમતા જેને ધન લાગે તેને આત્માના ગુણો ગમે. તેથી તેમાં જ્ઞાનસાર–૩ // ર૩ર Page #234 -------------------------------------------------------------------------- ________________ રમતો થાય અને નિજાનંદની મસ્તીમાં મગ્ન બની જાય. | મોહનું આવરણ આવતાં જ આત્માના ગુણોની વૃધ્ધિ અટકી જાય છે. અનુકૂળતામાં આનંદની અનુભૂતિ થવી એ આપણા મનની નબળાઈ છે. આત્મામાં રહેલાં દોષો દુઃખરૂપ છે. ધર્મ પાસે જીવ પર વસ્તુ, પુદ્ગલવસ્તુ,વિનાશી વસ્તુને માંગતા પોતે જ વિનાશ પામે અને સાથે પુગલના અનુબંધ આવે તેથી જ અનાદિકાળથી ભવભ્રમણ ચાલુ છે. આ ભવભ્રમણથી છૂટવા શુધ્ધ ધર્મનું સેવન કરવાનું છે. નિષ્કામ ભાવે-જિનાજ્ઞા પ્રમાણે ધર્મનું સેવન કરવાથી શુધ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મની આરાધના માટે જ વચનાનુષ્ઠાન છે. આદરપૂર્વક–પ્રીતિ અને ભક્તિપૂર્વક જિનવચનોને ગ્રહણ કરવા. પ્રીતિ અર્થાત્ રુચિપૂર્વક જિનવચન ગ્રહણ થાય તો આત્માને લાભ થાય છે. આથી પ્રતિમાંથી ભક્તિ અનુષ્ઠાનમાં જાય ભક્તિ અનુષ્ઠાનમાં ત્યાગ અને સમર્પણની ભાવના આવે છે. આવા ભકિત અનુષ્ઠાનને બહુમાનપૂર્વક વારંવાર આદરતાં વચનાનુષ્ઠાનના સેવનનું બળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જિનવચનને અનુસરવાનું બળ મળે છે. વચન અનુષ્ઠાનને આદરતાં–આરાધતાં અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જીવ પરમાંથી નીકળી સ્વમાં જ રમતો થઈ જાય છે. આત્મામાં પડેલા પાંચનિધિ ભંડારને અનંતરૂપે જ્યારે આત્માઓળખે છે, ત્યારે આત્મા પ્રસન્ન બને છે અને તે અનંતને પામવાનો પુરુષાર્થ કરે છે. તહેત અનુષ્ઠાનમાં વિધિ ક્યારે? કેવી રીતે? કયા કાળે કરવાની છે? તેનું ધ્યાન રાખવાનું છે. આપણે સવારના જાગીએ ત્યારે બીજાને જગાડવાના નથી બીજા જાગીને સાવધ યોગમાં ન જોડાય તેનું ધ્યાન રાખવાનું છે. સંસારનું સર્જન ક્રિયાથી અને વિસર્જન પણ ક્રિયાથી છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન, શુભાનુષ્ઠાન છે, શુધ્ધ નહીં. જ્ઞાનસાર-૩ // 233 Page #235 -------------------------------------------------------------------------- ________________ આત્મા અસગાનુષ્ઠાન કયારે બને? પ્રીતિ આદરભાવ, સમક્તિપૂર્વક હોય તો પ્રશસ્ત યોગ છે. એટલે પુણ્ય બંધાય છે. વચન અને અસંગાનુષ્ઠાન શુધ્ધ હોય છે. વિરતિ એ સન્ક્રિયાનું કારણ છે. વિરતિપૂર્વકની ક્રિયા કરે તો કર્મની નિર્જરા કરે અને ગુણસ્થાનક પર આરૂઢ થઈ શકે. જીવ કાયા-યોગ-ઈદ્રિયોથી રહિત છે. યોગ પ્રવર્તન હોય ત્યાં સુધી યોગનિમિત્તક બંધ થાય છે. ખમાસમણની ક્રિયા પરમાત્માના કહ્યા મુજબ કરે તે વચનયોગ. તે અરૂપી ગુણોને પકડી જ્ઞાનમય બની ગુણમય બનતો જાયતો અસંગાનુષ્ઠાનમાં પ્રવર્તે. પંચાચાર ક્રિયારૂપ છે. જ્ઞાનાચારના 8 આચારોનું ક્રિયા રૂપે પ્રવર્તન કરવાનું મુહપત્તિ આદિના ઉપયોગપૂર્વક પૂજયા–પ્રમાર્જયારૂપ ઉપયોગપૂર્વક તે મય બનીને કરે. આમ કરતાં કરતાં ધ્યાનયોગમાં પ્રવેશતો જાય.પ્રથમ તેનો પુરુષાર્થ–અભ્યાસ કરવો પડે અભ્યાસ થયા પછી વિકલ્પો છૂટતાં જાય, તન્મયતા આવતી જાય. આહાર સાત્વિક અને પ્રમાણસર હોય તો અપ્રમત્તતા આવે. સાથે જ્ઞાન ભળે એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પછી દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ–તેથી નિંદ્રા અલ્પ થઈ જાય.ક્રિયા આત્મસાત્ થાય તેમ પ્રશાંતતા વધે. ક્રિયા સાથે જ્ઞાન ભળતું જાય તેમ જગતથી અસંગ બનાય. અપૂર્વ આત્મવીર્ય ઉલ્લાસિત થાય. તેમાં જ્ઞાન ભળે એટલે મોહ છૂટતો જાય અને અપૂર્વ આનંદની પ્રાપ્તિ થતી જાય. માટે તત્વજ્ઞ પુરુષો ક્રિયાનો નિષેધ કરતાં નથી. ક્રિયા એ ગુણમય બનવા માટેનું સાધન છે. જ્યારે કેવળજ્ઞાન સાધ્ય છે. માટે જ્ઞાનમય આત્માને ગુણમય બનાવવા માટે ક્રિયા જરૂરી છે. ગુણમય બનતાં ક્રિયા છૂટતી જાય અને આત્મા સ્વભાવરૂપ બનતો જાય છે. જ્ઞાનસાર-૩ || 234 Page #236 -------------------------------------------------------------------------- ________________ આપણે મોટાભાગે વ્યવહાર ધર્મ કરીએ છીએ તેમાંથી નિશ્ચયધર્મસમત્વમાં જવાનું છે. બહેનો ઊભાં ઊભાં સ્વાધ્યાય કરે. પછી અર્થનો ઉપયોગ. તેમાં તદાકારતા આવે. ઊભા રહેવાથી શરીરની જડતા દૂર થાય, લોહીનું પરિભ્રમણ બરાબર થાય. દવાખાવાની છૂટે. જ્યારે ધર્મક્રિયા હોવા છતાં તેમાં વિષયસુખોની લાલસા આદિમોહનું વિષ ભળેલું હોય ત્યારે તે ધર્મક્રિયા મુક્તિ હેતુ થવાને બદલે ભવહેતુ થાય છે. માટે તેવી ક્રિયાનો તત્ત્વજ્ઞ પુરુષો નિષેધ કરે છે. જેમ દૂધ શરીરનું પોષકતત્ત્વ હોવાથી, દૂધ પીવાનો કોઈનિષેધ કરતું નથી. પરંતુ જ્યારે તે જ દૂધ વિષથી મિશ્રિત થયું હોય ત્યારે વિશ્વના કારણે દૂધ પીવાનો નિષેધ કરાય છે. તેમ અહીંધર્મક્રિયા ઉપકારક હોવા છતાં પણ જ્યારે એમાં આ ભવના સુખોની ઇચ્છા કે પરભવના સુખો ઈચ્છારૂપ વિષ ભળ્યું હોય છે ત્યારે તે ક્રિયા વિહેતુ રૂપ બનતી હોવાથી ત્યાજ્ય બને છે. માટે સાનુબંધ અનુષ્ઠાનવાળી ક્રિયા કરવી ઉચિત નથી. આત્મામાં રહેલા ધર્મને પ્રગટ કરવો તે જ તપ છે. ઇચ્છાનો રોતે જ તપ છે. ઉપવાસ કર્યા પછી બીજા દિવસે પારણું કરવાનું મન ન થાય તો તે વાસ્તવિક તપ છે. કેમ કે 'પરિણતિ સમતા યોગે રે, વર્તે નિજ ગુણ ભોગે રે પોતાના સ્વભાવમાં સમતાની પરિણતિને ઝીલી રહ્યો છે. તો એ તપ દ્વારા ખાવા છતાં પણ કર્મની અધિક નિર્જરા કરે છે. જે ક્રિયા આત્માના સ્વભાવને જગાડે તે જ વાસ્તવિક ક્રિયાનું ફળ છે. જ્ઞાન ગંભીર આશયવાળું છે જેમ જેમ જ્ઞાન આવે તેમ તેમ વધુ નમ્ર અને વધુ ગંભીર બને. જો જ્ઞાન વધવાની સાથે અહં પણ વધે તો તે જ્ઞાન તુચ્છ અને છીછરું છે. તેનાથી આત્માને કોઈ ફાયદો થતો નથી. ઉપયોગ પૂર્વક ધર્મનું સેવન કરવાનું છે. ઉસૂત્રભાષી તો સર્વથા ત્યાજય છે જેમ ઉત્તમ મણી પણ નાગના મસ્તક પર હોવાથી ત્યાગ કરાય છે તેમ ઉત્સુત્ર ભાષાનો પણ તપાદિ બીજા ગુણો હોવા છતા તે ત્યાજ્ય છે. જ્ઞાનસાર-૩ // 235 Page #237 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે કોઈની બીકથી કરાતી ધર્મક્રિયામાં તથા ચિકિત્સા રૂપે કરાતી ધર્મક્રિયામાં આત્માનો સંયમગુણ સંભવતો નથી. જ્યાં ભય રહેલો છે ત્યાં સંયમ નથી. પાપના ભય સિવાયના બધા ભયહેય છે. કોઈપણ જ્ઞાન કેક્રિયા મોક્ષના ભાવથી નિષ્કામભાવે થવી જોઈએ. તો જ મોહન રહેતાં તે અસંગભાવને અનુભવે છે. પરમાનંદને અનુભવે છે. કાઉસ્સગ્નની ક્રિયા સર્વોત્કૃષ્ટ ક્રિયા છે. સર્વ સાવધ યોગોથી વિરામ પામીને અને સર્વસંગથી નિસંગ બનીને જીવતેમાં જ્યારે દેહાતીતરૂપે તદાકાર બને છે ત્યારે તેને સહજાનંદની–નિજાનંદની પ્રાપ્તિ થાય છે. પરમ તૃપ્તિના રસાસ્વાદને અનુભવે. આમ કરતાં કરતાં સહજ રીતે અસંગભાવમાં ચાલ્યો જાય. તત્ત્વના અર્થીઓ અસદ્ પ્રવૃત્તિને ત્યાગે છે અને આત્મગુણની પ્રાપ્તિરૂપ સન્ક્રિયાને આચરે છે તે જ ચારિત્ર છે. સ્યાદ્વાદકારિણી ક્રિયા કરે અર્થાત નિશ્ચય અને વ્યવહારને અનુસરીને ક્રિયા કરે જે વખતે જેની પ્રધાનતા હોય તેને મુખ્ય કરે. દા.ત. વહુને સામાયિકની પ્રતિજ્ઞા છે અને ઘરમાં સાસુ બિમાર છે. ત્યારે સાસુની સેવા કરવી અને તેને સમાધિ આપવી એ નિશ્ચયથી 'સમતા સામાયિક છે. આ સામાયિકથી તેને નિર્જરા થાય. જ્યારે સાસુને રોતાં રાખીને સામાયિક કરવા બેસે તો તે તેની સામાયિક જ નથી. કેમ કે તેનામાં સમતા નથી અને સમાધિ પણ અપાતી નથી. એવા સામાયિકથી આત્માને શો લાભ? જ્યારે જ્ઞાન અને ક્રિયામાં જીવ તદાકાર બને છે ત્યારે જીવને ગુણનો અભેદ થાય છે કેમ કે ત્યારે મોહનો વિગમ થયેલો હોય છે. દરેક આત્મામાં હું કંઈકબનું, કંઈક મેળવું એવો સુક્યતાનો ભાવ પડેલો છે. તે ભાવને પરમાન જવા દેતાં હું આત્માર્થી બનું. આત્માના ગુણોને મેળવું એ સૂકયતા કેળવાશે તો જ આત્માના ઘરના શાશ્વત આનંદની પ્રાપ્તિ થશે. સંસારમાં પણ જે વસ્તુની જરૂર નથી તેની પ્રવૃત્તિ બંધ કરવાની જ્ઞાનસાર–૩ // 236 Page #238 -------------------------------------------------------------------------- ________________ છે. ધર્મ કરો અને સાથે અધર્મ ચાલુ રાખો. સંવર કરો પણ સાથે આશ્રવ ચાલુ જ રાખો તો તેનું ફળ બહુ જ અલ્પ મળે છે. પશ્ચાતાપ ન હોય તો કર્મનો અનુબંધ પણ ચાલુ રહે છે. અર્થાત્ એવા ધર્મથી જે ક્રિયા કરાય તે દ્રવ્ય ક્રિયા અને તેમાં જ્ઞાન ભળે તદાકાર બનાય તો તે ભાવક્રિયા બને છે. જ્યાં સુધી ૧લું સંઘયણ ન મળે ત્યાં સુધી જિનવચનાનુસારે ક્રિયાના સંસ્કારની વારંવાર પૂર્તિ કરવાની છે. તે વારંવાર થતાં અભિનવ જ્ઞાન પ્રાપ્ત થશે અને અપ્રમત્તભાવે આત્મવીર્યથી થતી ક્રિયા દ્વારા નવા નવા અધ્યવસાય સ્થાનકોની વૃધ્ધિ થશે. તેમાં તદાકારતા–એકરૂપતાને સાધવાનો સતત પ્રયાસ કરશે. આત્માના ગુણોનું જ્ઞાન અને તેમાંથતી અપ્રમત્તભાવે ક્રિયાતે જ મોક્ષનો માર્ગ છે. પ.પૂ. યશોવિજયજી મ.સા.ને જ્યારે પૂ. આનંદધનજી મહારાજનો સમાગમ થયો ત્યારે જ તેમને અનુભવજ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનરૂપ પ્રભુતાનું માન ગયું અને પ્રભુ પાસે અને પૂ. આનંદધનજી મ.સા. પાસે અત્યંત નમ્ર બની ગયા. પરમાત્માના વચનનો સંગ જેને આલંબનભૂત લાગે અને તેને સ્વીકારી જીવનમાં આચરે તો જ અસંગદશાની પ્રાપ્તિ થાય. બાહ્યથી ચિત્તવૃતિ જ્યારે છૂટી જાય અને અંતર્મુખ દશાને પ્રાપ્ત કરે ત્યારે જ તે અસંગદશાના આનંદને અનુભવે છે. અને સહજ મસ્તીમાં અંતરમાંથી શબ્દો સરી પડે છે. "ગઈ દીનતા અબ સબ હી હમારી. પ્રભુ તુજ સમકિત દાનમેં..” "ભોર ભયો સમકિત રવિ ઊગ્યો, મીટ ગઈ રમણી (મિથ્યાત્વરૂપ રાત્રિ) અટારી.." સ્યાદ્વાદથી જીવ સત્યનો સત્યરૂપે અને અસત્યનો અસત્યરૂપે જિનવચનાનુસાર સ્વીકાર કરે. જેના દ્વારા જીવની રક્ષા થાય તે સત્ય. તે સત્ય માટે જ્યારે આત્મવીર્ય ઉલ્લાસિત થાય છે ત્યારે આત્માના ગુણો વધતાં જાય છે. સ્યાદ્વાદરૂપ ગુણને પકડવાથી આત્માના આનંદની વૃદ્ધિ થાય છે. જ્ઞાનસાર-૩ / 237 Page #239 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શિષ્યના હિત માટે ગુસ્સો કરે તો એ ક્રોધ ત્યાં ધર્મસ્વરૂપ બને છે. પ્રવૃત્તિ હંમેશા ઔચિત્યપૂર્વકની જ હોય. જે પ્રવૃત્તિમાં સ્વાર્થભાવ ન હોય અને સ્વ–પરના હિતની જ કાંક્ષા હોય તે પ્રવૃત્તિ દ્વારા જીવને કર્મની અપૂર્વ નિર્જરા પણ થાય છે. આજે તો આપણે શાસન અને આત્મહિતને બાજુએ મૂકી બીજું બધું જ કરવા તૈયાર છીએ. તો આત્મકલ્યાણ શું થશે? જેમ જેમ મોહાદિ શત્રુઓ દૂર થશે તેમ તેમ અભિનવ ગુણોની વૃધ્ધિ થશે અને તે દ્વારા પ્રતિસમય જીવ ગુણસ્થાનક રૂપ સંયમ સ્થાન પર આરૂઢ થશે. ૧થી 4 ગુણસ્થાનક દષ્ટિ પ્રધાન છે. પ થી 7 ગુણસ્થાનક આચાર પ્રધાન છે. ૮થી 12 ગુણસ્થાનકશુધ્ધ પરિણામની શ્રેણિ પ્રધાન છે. 13 થી 14 ગુણ સ્થાનક. શુધ્ધ સ્વભાવ સ્વરૂપ છે. આત્મવીર્યની આત્માના ગુણોમાં પ્રવર્તમાન થવાની ક્રિયા એ શ્રેષ્ઠ ક્રિયા છે. તે જેમ જેમ વૃધ્ધિ પામે તેમ તેમ ગુણ શ્રેણિની પણ વૃધ્ધિ થાય છે, ત્યારે જીવ આત્મામાં જ તદાકાર બની જાય છે પણ તે માટે સાધ્ય વિશુધ્ધિ જરૂરી છે. જેઓદ્રવ્યક્રિયાજિનવચનાનુસારેવિશુધ્ધ થઈકરે છે. તેમાં જ્ઞાનગુણ ભેળવી ભાવિત થઈને કરે છે તેઓ જ કેવલજ્ઞાનને વરે છે. આ પ્રમાણેદ્રવ્યક્રિયામાં ઉદ્યમવાળો જીવ ભાવક્રિયાવાળો બને છે અને ભાવક્રિયાની સિધ્ધિથી આત્મસ્વરૂપની સિધ્ધિ થાય. આ રીતે ક્રિયાનો માર્ગ જીવોને કલ્યાણકારી છે. જ્ઞાનસાર-૩ || 238 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૦મું અષ્ટક તૃપ્તિ ક્રિયા અષ્ટક પછી તૃપ્તિ અષ્ટક કહેવાનું પ્રયોજન પૂ. મહોપાધ્યાય યશોવિજયજી જણાવે છે કે અપ્રમત્ત ક્રિયા કરવા છતાં હું બધા કરતા સારી ક્રિયા કરું છું તેવું અભિમાન આવી જાય અથવા આંકડારૂપે ક્રિયાની ગણતરી વિગેરેનો લોભ જાગે તેના કારણે ઘણા પ્રયત્નપૂર્વક કરાયેલી સુંદરતમ ધર્મ પ્રવૃત્તિરૂપ પુરુષાર્થ કર્મનિર્જરા અને આનંદના અનુભવ ફળને પામવાને બદલે કષાયિકભાવને પામી અને કર્મવેદના કારણરૂપ ન બને માટે આત્માના નિર્મળ સ્વરૂપના અવલંબને આત્મા ગુણોની અનુભૂતિરૂપ તૃપ્તિ પામે તે લક્ષે આ તૃપ્તિ અષ્ટકનો આરંભ કરાવે છે. પૂ. ટીકાકારશ્રી દેવચંદ્રવિજય મહારાજ 'તૃપ્તિના સ્વરૂપને સમજાવવાના હેતુએ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચારનિક્ષેપાએ તૃપ્તિની ચારે નિપાએ વિચારણા કરતા તૃપ્તિ પદનું વિવરણ કરે છે. તે તૃપ્તિની ચાર નિપાએ વિચારણા (1) નામનિક્ષેપો કોઈ વ્યકિતનું નામ "તૃપ્તિ" હોય તો તેનામ–તૃપ્તિ. (2) સ્થાપના નિક્ષેપોઃ 'તૃપ્તિ' એવા પ્રકારના અક્ષર, કાગળ, કપડાં કે લાકડાંદિમાલખવાકે અક્ષર ન્યાસ કરવો તો તે સ્થાપના તૃપ્તિ કહેવાય. (3) દ્રવ્ય નિક્ષેપો H તૃપ્તિના અર્થને જાણે, પરંતુ ક્રિયા કરતી વખતે ઉપયોગમાં ન હોય તે દ્રવ્ય તૃપ્તિ. આગમથી તૃપ્તિ ત્રણ પ્રકારે. (1) જ્ઞશરીરઃ ભૂતકાળમાં જે શરીર તૃપ્તિના અર્થને જાણનાર હતું અર્થાત્ તે આત્મા મૃત્યુ પામવાથી જ્ઞાન ચાલ્યું જ્ઞાનસાર-૩ || 239 Page #241 -------------------------------------------------------------------------- ________________ ગયું છે જેનું એવું જીવ વિનાનું જે શરીર ને ભૂતકાળમાં જ્ઞાનવાળું હતું માટે જ્ઞશરીરનો આગમથી દ્રવ્ય તૃપ્તિ. (2) ભવ્ય શરીરઃ જે બાલમુનિ છે પણ ભવિષ્યમાં તૃપ્તિનું સ્વરૂપ જાણશે તે ભવ્ય શરીર. (3) તથ્યતિરિક્તઃ જે આહાર, ધનાદિ અને ઉપકરણાદિ જે પુદ્ગલ દ્રવ્ય રૂપે છે તે પ્રાપ્ત થઈ જવાથી તેના વડે થયેલી જે તૃપ્તિ તે તદ્ગતિરિક્ત દ્રવ્ય તૃપ્તિ જાણવી. બીજા અર્થમાં દ્રવ્યતૃપ્તિ "આહારથી પેટ ભરાય તે દ્રવ્ય તૃપ્તિ છે. ધનથી ઈચ્છેલું મળી જાય તે પણ દ્રવ્ય તૃપ્તિ છે. ઉપકરણ પણ જરૂરિયાત મુજબ મળી જાય તો તેને પણ દ્રવ્યતૃપ્તિ કહેવાય. (4) ભાવનિક્ષેપોઃ આગમથી તે અર્થને જાણનારો હોય અને ક્રિયા કરતાં તેના અર્થની વિચારણા ચાલતી હોય અર્થાત્ સૂત્રના અર્થમાં–પદાર્થનાં ઉપયોગમાં રમતો હોય તે આગમથી ભાવ તૃપ્તિ એટલે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલી એવી સ્વાભાવિક આત્મગુણોના અનુભવમાં જ અખંડીત રહેનારી એવી આત્મ–ગુણોના આનંદની જે તૃપ્તિ તે ભાવ-તૃપ્તિ જાણવી. સૌ પ્રથમ તો "હુંઆત્મા છું" એ સમ્યકત્વના પરિણામમાં આવવાનું છે, તો જ આત્માની સાચી આરાધના - ઉપયોગની શુધ્ધિપૂર્વકની થશે અને જ્ઞાનવિરતીપૂર્વકનું થશે અને ચારિત્ર આત્માની અનુભૂતિવાળું થાય. આત્મા પોતાનામાં રહેલા સહજ આનંદને સતત અનુભવતો હોય તો તે આત્મા 'સ્વપરિણામી છે તેથી તે 'સ્વ'માં ભાવતૃપ્તિ ને અનુભવનારો બને નહીંતર પરમાં તૃપ્ત થવા ચાલ્યો જશે. a ભાવવૃદ્ધિની ૭નયથી વ્યાખ્યા 1) મૈગમનય આ નય ઉપચારગ્રહી છે તેથી વસ્તુ કામની હોય કે ન હોય પણ જીવ કે અજીવ વસ્તુની પ્રાપ્તિ થવા માત્રથી તૃપ્તિ માને, પ્રયોજન વિના મળે કે ના મળે તો પણ ઉપચારથી સંતોષ પામનારો હોય."સંઘર્યો સાપ પણ કામ લાગે" એવી લોકોક્તિથી વસ્તુનો સંગ્રહ માત્રમાં આનંદ માણવો તે તૃપ્તિ. જ્ઞાનસાર-૩ || 240 Page #242 -------------------------------------------------------------------------- ________________ 2) સંગ્રહ અને (3) વ્યવહાર નયથી - ગ્રહણ યોગ્ય નિર્દોષ વસ્તુ મળી જાય તો સંતોષ અને તૃપ્તિ. સાધુએ નિર્દોષ વસ્તુ પણ પ્રયોજન વિના લેવાય નહીં. મારે આ વસ્તુ ધર્મમાં સહાયક બને તે માટે લેવાની છે તે ઉપયોગ સતત રહેવો જોઈએ. નહીંતર સ્વ આત્માને ધર્મને બદલે પ્રસાદનો લાભ થઈ જાય. ગોચરીમાં આપેલો ધર્મલાભ'અને ગોચરી પછી પ્રમાદકરો તે આત્માને ધર્મલાભને બદલે પ્રમાદનો લાભ થઈ જશે. વધુમાં વધુ ધર્મ-પુરુષાર્થ થાય તે માટે પ્રમાદન થાય તેવી ગોચરી વાપરવી જોઈએ. 4) અજુ સુત્ર નયઃ ગ્રહણ યોગ્ય વસ્તુઓમાં પણ જો ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થતી હોય તો જ ખુશી ઉપજે માટે તેને તૃપ્તિ કહેવાય. આ ચાર નો બાહ્ય પુદ્ગલાદિ - વસ્તુઓની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે, કારણ કે સ્કૂલનયો છે. 5) શબદ નય : ૭મા ગુણસ્થાનકથી ૧૨મા ગુણસ્થાનક સુધી ક્ષયોપશમાદિક ભાવના જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ અને વીર્યાદિ ગુણાત્મક સ્વ-સ્વભાવની પ્રાપ્તિ થવાથી જે આનંદ પ્રવર્તે તેને તૃપ્તિ કહે છે. માત્ર વિતરાગતાના લક્ષવાળો હોય અને આત્મ દ્રવ્યને જ પકડનારો હોય. ૭મે નિરતિચાર ચારિત્રવાળો હોય અને અનુભૂતિમાં તેને અલના નહોય. 6) સમભિરૂઢ નયઃ ૧૨મા અને ૧૩મા ગુણઠાણે જે ક્ષાયિક ભાવની પ્રાપ્તિને તૃપ્તિ કહે છે. પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિની પૂર્ણતાને અનુભવશે. 7) એવભૂત નય ઘાતી અને અઘાતી સર્વ કર્મોના ક્ષયથી આત્માની પૂર્ણ શુધ્ધ સિધ્ધાવસ્થા પ્રગટ થવાથી આત્મા નિર્વિન પોતાના સ્વભાવ અને સ્વરૂપને સદા પૂર્ણ ભોગવી શકે તેને તૃપ્તિ કહે છે. હવે તેને ગુણસ્થાનક આદિ કોઈ સ્થાનની મર્યાદા નથી. કેમ કે સિધ્ધ સ્વરૂપે પ્રગટ થઈ ગયું છે. સંપૂર્ણ નિઃસંગ અવસ્થાની પ્રાપ્તિ થઈ ચૂકી છે. હવે અમાપ-અનંત અને ગુણાતીત અવસ્થા છે. હવે આત્મા પર કોઈ ઉપદ્રવ નથી. કેમ કે તે શિવ સ્વરૂપ બની જ્ઞાનસાર-૩ || 241 Page #243 -------------------------------------------------------------------------- ________________ ગયો છે. હવે આત્મા ચલાયમાન નથી. કેમ કે અચલ સ્વરૂપે પ્રગટ થઈ ગયું છે. રાગ-દ્વેષ આદિમલથી રહિત થઈ ગયો છે. કેમ કે અમલ સ્વરૂપને પામી ગયો છે. હવે વિધ્વરહિત સ્વ-સ્વરૂપનું પ્રગટીકરણ. તેથી પોતાના આત્માનું આત્મવીર્ય- સંપૂર્ણપણે ગુણોમાં જ રમતું થઈ ગયું છે. ઘાતિ કર્મના ઉદયથી આત્માનો સ્વભાવ આવરાય છે. અઘાતિ કર્મના ઉદયથી આત્માનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. અર્થાત્ જીવ અરૂપી સ્વરૂપે ન રહે પણ શરીર સાથે રૂપી થઈ જશે. બહારની સંપત્તિમાં તૃપ્તિ ન માને પરંતુ ઘાતિ–અઘાતિ ઓછા થાય તો સ્વરૂપ અને સ્વભાવમાં આત્મા જોડાય તો જ આત્મા વાસ્તવિક શાશ્વત - તૃપ્તિ તરફ આગળ વધશે. આમ, સાધ્ય તરીકે પોતાની કાયમી પૂર્ણ અવસ્થાનો લક્ષ રાખવો જોઈએ. આ રીતે ક્ષમતા રૂપી કલ્પવૃક્ષના ફળોને ચારિત્રના આસ્વાદ દ્વારા મેળવવાનાં છે. જેમ અમૃત પીને જીવ અમર બને તેમ જ્ઞાનામૃત પીને પણ જીવ વાસ્તવિક રૂપે અમર બને છે–તૃપ્ત બને છે. તે પ્રયોજનથી કરેલી સુંદર ક્રિયાનો અભ્યાસનિષ્ફળ ન જાય અને ક્રિયાના ફળ રૂપ જે સ્વરૂપ સ્થિરતા પામી આત્મા જ્ઞાનાનંદરૂપ અમૃતપાન વડે જે નિર્જરાને પામે તે માટે સ્વમાં રહેલા આનંદના ભોગવવા રૂપ"તૃપ્તિ અષ્ટકનું અહીં આરંભ કરાય છે. ગાથા: 1 પીવા શાનામૃત ભુવા, કિયા સુરલતાફલમ સામ્યતાબૂલમાસ્વાધ, તૃપ્તિ યાતિ પરાં મુનિ 15 જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને અને ક્રિયા રૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને, સમતા–ભાવરૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. કોઈ શુભાશુભ વસ્તુ ગ્રહણ કરવી કે ન કરવી એ આત્માના સામર્થ્ય જ્ઞાનસાર–૩ || 242 Page #244 -------------------------------------------------------------------------- ________________ પર અવલંબે છે. આ સામર્થ્યને કેળવવું એ જ મોક્ષમાર્ગ છે. જે જ્ઞાનમાંમિથ્યાત્વનો પરિણામ ભળે તે જ્ઞાન જીવને મારનારુંઅર્થાત્ તેનું ભાવમરણ છે અને જ્યારે મિથ્યાત્વના પરિણામને છોડે ત્યારે તે જ જ્ઞાન અમૃત રૂપ જીવને જીવાડનારું બને. જગત પાસેથી પીડા લેવી - પણ કોઈને પીડા ન દેવી. તે માટે આત્મામાં પહેલો નિર્ણય - "આત્મા છું" - "શરીર નથી તો તેને મળતી પિડાએ પીડા રૂપે બનતી નથી, અને તે કોઈને પીડા આપવાની નથી કેમ કે તે સામેનાને પણ શરીરરૂપે નહીં પણ આત્મા રૂપે જુએ છે. પીડા બે પ્રકારે છે (1) દ્રવ્યપીડા (ર) ભાવપીડા (શાતા–અશાતા રૂ૫) પુગલનાં દ્રવ્યોને ભોગવતાં આત્માને દ્રવ્ય પીડા મળે અને તેમાં મોહ ભળે તો ભાવપીડા રૂપે થાય. દ્રવ્યપીડા-યોગને કારણે થાય. કર્મબંધ ચાર કારણે બંધાય? (1) મિથ્યાત્વ (2) અવિરતિ (3) કષાય (4) યોગ– આ ચારેય કારણોના સેવનથી આત્માને પીડા થાય.સિધ્ધોને આ ચારેય કારણો નથી માટે તેઓને દ્રવ્યપીડા કે ભાવપીડા નથી. ભાવપીડા - મિથ્યાત્વ, અવિરતી, કષાય આ ત્રણેય મોહના કારણરૂપ હોવાથી તે તે રૂપે રાગ-દ્વેષના પરિણામોનું આત્મામાં પરિણમન થતાં આત્માને ભાવપીડા થાય છે. કેમ કે રાગ-દ્વેષ કરવા એ આત્માનો સ્વભાવ નથી. આથી પ્રતીત થાય છે કે જીવ જો પોતાના સ્વભાવ પ્રમાણે નથી વર્તતો પોતાના સ્વભાવને ભોગવવામાં તૃપ્ત થતો નથી ત્યારે કર્મબંધ થાય છે અને સ્વ-સ્વભાવમાં વર્તે છે તો જથ્થાબંધ કર્મો નિર્જરી પણ શકે છે. "તપ તેહિ આત્મા વર્તે નિજગુણ ભોગે રે." 1 પ્રતિકમણ કોને કહેવાય? પાપ એટલે સ્વભાવનું અતિક્રમણ કરવું. તેનાથી પાછું ફરવું તે પ્રતિક્રમણ. આપણી બધી આરાધના પ્રતિક્રમણ રૂપે જ છે. કેવલિ સદાયે જ્ઞાનસાર-૩ || 243 Page #245 -------------------------------------------------------------------------- ________________ પોતાના સ્વભાવમાં રહે છે માટે તેઓને પ્રતિક્રમણ હોતું નથી. જેમ જેમ આત્માને 'સ્વ' નો નિર્ણય થશે તેમ તેમ આત્મા પર થી છૂટશે, નિર્ણય થાય અને સ્વની રુચિ થાય એટલે 'સ્વ' તરફનો પુરૂષાર્થ પણ થાય. જ્ઞાન અને ક્રિયામાં મોહન ભળે તો તે જ્ઞાન અને ક્રિયા આત્મામાં પરિણમન પામે તો તે આત્માની અનુભૂતિ કરાવે. સ્વમાં તૃપ્ત થાય તેમ તેમ અપૂર્વનિર્જરા થાય. સદ્ અભ્યાસવાળી ક્રિયા આત્માના ગુણોને પ્રગટ કરવા માટેનાં લક્ષવાળી ક્રિયા જોઈએ. મનવચન-કાયાની પ્રવૃત્તિ તે ક્રિયા છે અને મન-વચન-કાયાનો વ્યાપાર પુદ્ગલ રૂપે છે. ક્રિયા કરતી વખતે જો આ વસ્તુનો ઉપયોગ ન હોય તો તે ક્રિયામાં મદ અભિમાન ઉત્પન્ન થશે. તેથી ક્રિયા કરતી વખતે આત્માને પકડો.મારા આત્મા એ કાયા વડે વીર્યને ગુણોમાં પરિણમન રૂપ ધર્મને સ્વભાવનું અમૃતપાન કરવા ક્રિયા કરી રહ્યો છે, તો માન કષાય નહીં આવે નહીંતર માનરૂપ–મોહકષાય મનમાં આવશે અને પછી તે મનમાંથી બહાર પ્રગટ થશે. અભિમાન એટલે જ પર વસ્તુથી (ઔદાયિક) પોતાની વિશેષતા માનવી. અર્થાત્ નિર્મળ આનંદને ભોગવવાને બદલે માત્ર કષાયને ભોગવે. શાનામૃતરૂપ ક્યારે બને અને કિયા વડે સમતાના ફળનો સ્વાદ કયારે ચખાય? સમકિતનો ૧લો પાયો આસ્તિકય છે. તેથી જો આત્માને આત્માના અસ્તિત્વનો જ જો ઉપયોગ નથી તો આત્મા નિર્મળ બનશે ક્યાંથી? જ્ઞાન તો આત્મામાં પડેલું જ છે. પરંતુ આત્માના અસ્તિત્વનું ભાન નથી તો જ્ઞાનમાં મિથ્યાત્વનો પરિણામ છે. મિથ્યાત્વતે ઝેરરૂપ છે. સમક્તિ અમૃતરૂપ છે. જો જ્ઞાનમાંથી મિથ્યાત્વ ઝેર નીકળે તો જ્ઞાનામૃતરૂપ થાય. શુધ્ધ જ્ઞાન હોય તો તે જ્ઞાન સ્વ-પર-પ્રકાશક બને છે. અર્થાત્ આત્મા સ્વ-પરનાં શેયનો જ્ઞાતા જ્ઞાનસાર-૩ || 244 Page #246 -------------------------------------------------------------------------- ________________ બને છે. પ્ર. પ્રથમ સમક્તિ પછી જ વિરતીનો પરિણામ આવે? ઉ. હા, સમકિતના પરિણામ વિના વ્યવહારથી વિરતી આવે, પરંતુ નિશ્ચયથી ન આવે. પ્ર. કિયાનું ફળ શું? ઉ. ક્રિયાના ફળ સ્વરૂપે આત્મામાં તૃપ્તિ થવી જોઈએ. નહિતર મદ(અભિમાન) પ્રવેશી જાય. પ્ર. કિયા કોણ કરાવે છે? ઉ. આત્મામાં રહેલું આત્મ-વીર્યજ ક્રિયા કરાવે છે. જેમ જેમ વીર્યતરાય કર્મનો ક્ષયોપશમ થાય તેમ તેમ આત્મામાં વીર્યશકિત વધે. પ્ર. પુદ્ગલ ગ્રહણ, પરિણમન, અને વિસર્જન કોણ કરાવે છે? ઉ. આત્માનું આ કાર્ય નથી છતાં પોતાનો આત્મા આ કાર્ય કરી રહ્યો છે. તેનાથી પાછા વળવાનું છે. કર્મનું ગ્રહણ કરવું તે જ આત્માની અણસમજ છે. આત્માની શકિત પર'માં ગયેલી છે તે સમજ નથી તેથી આત્મા કર્મ અને કાયા સાથે જોડાઈ ગયો છે, તેથી અનાદિકાળથી તેની આ પ્રવૃત્તિ રૂપ ક્રિયા ચાલુ છે. પ્ર. સિધ્ધોમાં પણ આત્મ–વીર્ય છે. તો તેઓ કેમ અસત્ કર્મ ગ્રહણ કરતાં નથી? ઉ. તેમનું આત્મવીર્ય સર્વ આત્મપ્રદેશો અને ગુણોમાં પરિણમે છે. તેઓ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ બની ગયા છે. અર્થાત્ પૂર્ણ આનંદના ભોકતા છે. પૂર્ણ તૃપ્તિને અનુભવે છે. પરભોગ બંધ નથી તેથી હવે કર્મને ખેંચવાનું કોઈ કારણ બાકી નથી રાખ્યું. પ્ર. પરમાત્માએ તીર્થંકર નામકર્મ બાંધ્યું કે બંધાયું? જ્ઞાન સાર-૩ / 245 Page #247 -------------------------------------------------------------------------- ________________ 6. જગતના સર્વજીવો પ્રત્યે પરમાત્માનાં હૃદયમાં ઉત્કૃષ્ટ કરૂણા–રસનો ઝરો વહ્યો - ઉભરાયો, આથી બધાને શાસન રસીયા બનાવી દેવાની ભાવના જે અંતઃસ્તલમાંથી પ્રગટી તેના કારણે તીર્થકર નામકર્મ બંધાયું. તે વખતે પ્રભુ ભાવની પ્રધાનતામાં હતા. સ્વભાવની પૂર્ણતામાં ન હતાં. તેથી 'તીર્થકર—નામકર્મ બંધાયું. જો સ્વભાવમાં હોત તો બધા કર્મોને નિર્જરી નાખ્યા હોત. પ્ર. પરમાત્મા વીતરાગ થઈ ગયા, છતાં દેશનાનો વ્યવહાર કેમ કરે છે? ઉ. બંધાયેલું તીર્થકર નામકર્મવિપાકોદયમાં આવતા તે આત્મવીર્ય તેમની પાસે દેશનાનું કાર્ય કરાવે છે અર્થાત્ તીર્થકર નામકર્મ ખપાવવા પ્રભુ દેશના આપે છે. અનંતવીર્ય પ્રગટ થયા પછી કેવલજ્ઞાન વીતરાગતાની પૂર્ણતા છે. પરંતુ અઘાતી કર્મ સમયની મર્યાદાવાળા બંધાયેલા છે. તેથી તે કર્મો સંપૂર્ણ નાશ ન પામે ત્યાં સુધી આત્મવીર્ય સંપૂર્ણ આત્મ–પ્રદેશમાં પ્રવર્તમાન નહીં થાય ત્યાં સુધી વીર્ય પરગ્રહણાદિ પ્રવૃત્તિ કરે. મારા હાથની વાત એટલી છે કે "રસહીન પ્રવૃત્તિ કરવી" - જ્યાં શકય છે ત્યાં ત્યાગ પ્રવૃત્તિ આદરવી અને જેના વિના સમાધિમાં રહી શકું તેમ નથી ત્યાં રસહીન પ્રવૃત્તિ બનાવી દો.જેમ પ્રભુને અઘાતિ કર્મખપે નહીં ત્યાં સુધી પ્રવૃત્તિ કરાવશે પરંતુ નવા અઘાતી બંધાવશે નહીં. ખાવાનો વ્યવહાર અરિહંત/કેવળી કરે છે. ખાવાની ક્રિયા'અસક્રિયા છે. (નિશ્ચયથી) છતાં અઘાતી કર્મ છે ત્યાં સુધી એ ક્રિયા કરવી પડે છે. જ્ઞાનની પૂર્ણતા અને મોહનો સંપૂર્ણ અભાવ - તેથી રસબંધ નહીં. માત્ર યોગ નિમિત્તક ઈર્યાપથિક બંધ એક સમયનો બંધાય અને બીજા સમયે ઉદયમાં આવી ખરી જાય છે. જ્ઞાનસાર-૩ || 246 Page #248 -------------------------------------------------------------------------- ________________ આત્મા સિવાયના સર્વ સંયોગોથી મારા આત્માએ વિરામ પામવું જોઈએ. સમ્યગ્દષ્ટિ શકય હોય તેટલો સ્વભાવદશામાં પ્રવર્તે પરંતુ વર્તમાનમાં તે અશક્ય છે તો ત્યાં ભાવદશામાં પ્રવર્તે. છઠ્ઠા ગુણઠાણા સુધી ભાવદશા છે. તેથી જ છઠ્ઠા ગુણઠાણા સુધી પ્રમાદદશા પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિ જે નથી કરી શકતો તેનો દિલમાં તીવ્ર પશ્ચાતાપ હોય. 5. "ભાવ શ્રાવક" અમૃત જ્ઞાનના ફળ રૂપે કઈ ભાવનામાં રમતો હોય? મોક્ષે ભવે ભવિષ્ય નિર્વિશેષમતિ >> ? (યોગશાસ્ત્ર) ઉ. ભાવ શ્રાવકને 'મોક્ષ' અને 'ભવ' બંનેના ભાવથી રહિત થવાની ભાવનાવાળો હોય અર્થાત્ અપ્રમત ચારિત્ર હું ક્યારે પામું? ભવ અને મોક્ષ વિષે પણ હું નિર્વિશેષ મતિવાળો ક્યારે થઈશ? તે ભાવનામાં જ વિહરતો હોય. પ્ર. સમ્યગદર્શન એટલે શું? ઉ. સમ્યગદર્શન એટલે સંપૂર્ણ સત્યતા. જે જેવું છે તે તેવું જ સ્વીકારવું અને સ્વની આત્માની પૂર્ણતાની રુચિ કરવી. પૂર્ણાનંદથી ભરેલા આત્મામાં તૃપ્ત થવાની રુચિ. જગતનું જે સત્ય છે તે સ્વીકારવાનું અને બીજું પોતાના આત્મા માટે સત્ય સ્વીકારવાનું. જગત માટે તે સત્ય હજી સ્વીકાર્ય બને પરંતુ પોતાના આત્મા માટે સ્વીકારે ત્યારે જ સમકિતનો પરિણામ કહેવાય. આત્માની શુધ્ધ અને અશુધ્ધ બનેદશાનો (અવસ્થા) નિર્ણય થઈ જાય પછી શુધ્ધ દશાની રૂચિ થશે ત્યારે વાસ્તવિક સમકિત આવ્યું કહેવાય. આત્માની શુધ્ધ દશા (પૂર્ણતા) - સર્વ સંયોગથી રહિત છે. તેથી સર્વ–સંયોગથી મુકત થવાની તીવ્રરુચિ અર્થાત્ સંયોગોની વચમાં રહેલો આત્મા નિરાળો રહે. રુચિ સહિત તે સંબંધી આત્માને છેતર્યાવિના પ્રયત્નવાળો બને. સૂત્ર જ્ઞાનસાર-૩ // 247 Page #249 -------------------------------------------------------------------------- ________________ - અર્થ - તત્ત્વ કરી સછું. તેમાં તત્ત્વ શું? આત્માની જે શુધ્ધ દશા છે, ગુણથી પૂર્ણતા છે, તે જ તત્ત્વ છે અને તેની ઢચિતે જ સમકિત. હવે શું ગમશે? માત્રને માત્ર પોતાની કર્મ રહિત સ્વભાવ અને સ્વરૂપદશા. પોતાની સત્તાગત શુધ્ધ અવસ્થા પર આદર થશે એવો આદર બીજા કોઈ પદાર્થ પર નહીં થાય. તેથી પ્રભુની આજ્ઞાપાલનમાં સમકાતિ જીવ જીવનની સફળતા માનશે. મોહના ઉદયથી કર્મકૃત અવસ્થાના કારણે જીવને આદર તો કર્મકૃત - પર સંયોગો પર જ છે તેથી પ્રભુની આજ્ઞાને ગૌણ કરે છે. પરંતુરુચિનો પરિણામ આજ્ઞાના પાલનમાં પ્રબળ હોય. જેમ સુધાવેદનીય સહન ન કરી શકનાર કુરગડુ-મુનિ" ને "ખાવા છતાં"તપનો-પરિણામ" હતો. તેથી દ્રવ્યથી તપ ન થઈ શકે પરંતુ તેનો પરિણામ તો જોઈએ જ. તપ ન થાય તો હાડોહાડ પશ્ચાતાપ જોઈએ તો તપ જેટલો જ લાભ થશે. તપના પરિણામના કારણરૂપજબાહ્ય અને અત્યંતર તપ છે. જ્યાં સુધી આત્મતત્ત્વનો નિર્ણય ન થાય તો તપનો પરિણામ થાય? હું જે ક્રિયા કરું છું તે જ ધર્મ છે તે માન્યતા ખોટી છે. તે ધર્મ નથી થયો, ધર્મની ક્રિયા થઈ રહી છે. ક્રિયાની અંદર આત્મતત્ત્વ ભળે અર્થાત્ આત્મગુણો ભળે તો જ ક્રિયા ધર્મ–સ્વરૂપ બને. અજ્ઞાનતાના કારણે મોહનો ઉદય થાય છે. તેથી પોતે સારી ક્રિયા કરે છે એમ માનીને આત્મ સંતોષ અનુભવે છે–તે વાસ્તવમાં ખોટું છેમિથ્યાત્વ છે. મિથ્યાત્વનુંઝેર ગયા વિના વિષયોના ઝેરનું પાન છૂટશે નહીં ત્યાં સુધી અમૃતના પાનનાં અધિકારી આત્મા બનતો નથી. આત્માનો અનુભવ થાય તો જ જ્ઞાન "સ્પર્શનાવાળું" થયું કહેવાય. 'નયસાર'ના ભવમાં પ્રભુશ્રી વીરને અને શ્રેણિકને અનાથી મુનિથી જે સમકિત પ્રાપ્ત થયું તે તો કર્મ–લઘુતા છે. એના કારણે ધર્મ પર બહુમાન આવી જાય છે. પરંતુ રાજમાર્ગ તો સૂત્ર-અર્થ-તત્ત્વને ભણીને આત્મામાં પરિણમાવવાનાં છે. 14 પૂર્વીને જે પરિણામ થાય તે પરિણામ નવકાર ગણનાર સાધુને પણ થાય તેનું કારણ કર્મલઘુતા છે અને જિન વચન શ્રધ્ધાથી પૂર્ણ સ્વીકાર્ય છે તેથી સર્વસંગનો ત્યાગ છે. અર્થાત નિસંગ બનીને નવકાર ગણે તો તેના ફળ જ્ઞાનસાર-૩ // 248 Page #250 -------------------------------------------------------------------------- ________________ રૂપે સર્વ પાપ નાશ પણ થાય. મરુદેવા માતાએ પૂર્વભવમાં કોઈ સાધના નથી કરી પરંતુ નિગોદમાં "કર્મલઘુતા" કરેલ છે. સામાયિક એ ધર્મનું સાધન છે તેથી આપણે સાધનને જ ધર્મ માની બેઠા છીએ. તેથી જેટલી વધારે સામાયિક તેટલો લાભ વધારે–એમ જીવ માનવા લાગ્યો છે. લોભના કારણે જીવ વધુમાં વધુ સામાયિકને ક્રિયા કરવા લાગે છે. અહી સામાયિક રૂપી સાધન દ્વારા સમતા રૂપ સાધ્યનેસિધ્ધ કરવાનું હતું. સમતાભાવ લાવવાનો હતો, આત્મ રમણતા કેળવવાની હતી તે ભૂલી ગયા. સાધ્યને ભૂલીને કરાયેલા સાધનનો ઉપયોગ શું કામનો ? સિધ્ધિ કયાંથી અપાવે? દાદરો ચઢો તો પાછળનાં પગથીયાં છોડતાં જાવ તો ઊંચે ચઢી શકો. તે રીતે ક્રિયા કરીને ક્રિયાને છોડવાની છે અને આગળ આગળનાં ગુણસ્થાનને પામવાના છે. પરંતુ આપણે તો ક્રિયાને જ ધર્મ માની લીધો તો બહારથી જ તૃપ્ત થવાનું થશે. દા.ત.૧૦૦ સામાયિક, ૯લાખ નવકારવાળી ગણી ઈત્યાદિ, આંકડાઓમાં જ રહી જવાશે. આંકડાઓ દ્વારા પણ અંતરમાં સ્થિર થવાનું છે. નહિતર જીવનમાં આટલી આરાધના થઈ તેમ સંખ્યામાં ગણતરી થશે. તેમાં ધર્મ કર્યાનો સંતોષ–તૃપ્તિ થશે અને ધર્મના ફળરૂપે આત્મિક તૃપ્તિથી દૂર થશે. આથી ધર્મ માટે જ ક્રિયા કરવાની છે. જ્ઞાન-ક્રિયભ્ય મોક્ષ અમૃત જ્ઞાન અને અમૃત ક્રિયા બને સાથે ચાલે તો જ કેવલજ્ઞાન સાધ્ય અર્થાત્ જ્ઞાનથી જ્ઞાનની પૂર્ણતા રૂપ કેવલ જ્ઞાન ક્રિયાથી નિશ્ચયક્રિયારૂપ મોક્ષ અર્થાત્ વીર્યનું આત્મામાં પૂર્ણ પરિણમન રૂપ અખંડદશા. પ્ર. સાધનાનું લક્ષ કેવલજ્ઞાન હતું પણ તે કેમ સિદ્ધ ન થયું? ઉ. જ્ઞાનને શુદ્ધ કરવાનું હતું તેના બદલે ક્રિયામાંમોહનો પરિણામ થયો. ક્રિયાને તો તમારે છોડી દેવાની હતી એટલે કે શરીરનું મમત્વ તોડી આત્મા જ્ઞાનસાર-૩ // 249 Page #251 -------------------------------------------------------------------------- ________________ સાથે જોડાવાનું હતું તે ન કર્યું તેથી શુધ્ધ ક્રિયા ન થઈબલ્ક અશુધ્ધ ક્રિયા થઈ. અર્થાત્ નિર્જરાને બદલે આશ્રવ કર્મ બાંધ્યું. તેથી સાધનામાં સાધ્યનો ઉપયોગ ન રહેવાને કારણે તે લક્ષ સિધ્ધ ન થયું. આત્માનુભૂતિ દ્વારા નિર્જરા કરવાની હતી તે ન થઈ. a આત્માના ઉપયોગ પૂર્વક શુધ્ધ કિયા કયારે કહેવાય? દરેક ક્રિયા થવી જોઈએ. અર્થાત્ ક્રિયા કરતાં થાક, શ્રમ, ભાર, હું ક્રિયા કરું તે બધા જ પરિણામ છૂટી જાય અને તે ક્રિયા કરતાં આત્મામાં આફ્લાદક આનંદની અનુભૂતિ થાય તો જ તે આત્મા સાથે જોડાયેલો કહેવાય. તો તે જ ક્રિયા શુધ્ધ કહેવાય. તે સમતાના ફળનો આસ્વાદ કરાવનારી થાય. જ્ઞાનીઓએ કહ્યું છે કે આવશ્યકનો અધિકારી વિરતિધર જ છે. સમકીતિ તો બીજમાત્ર રૂપ છે. તેથી દેશવિરતી કે સર્વવિરતી લેનારને જ ધર્મના અધિકારી 'જ્ઞાનસારમાં કહ્યું છે. कर्मयोग द्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः વિરતેષ્યવ નિયમન, વીનમાત્ર પરેધ્વનિ (27-2) જ્ઞાનસારમાં યોગ અષ્ટકોમાં સ્પષ્ટ બતાવેલું જ છે કે સ્થાન (મુદ્રા) અને વર્ણ (સૂત્ર) તે બે ક્રિયાયોગ છે અને અર્થ આલંબન, અને એકાગ્રતા એ ત્રણ જ્ઞાનયોગ છે અને તે વિરતીવાળાને નિયમા હોય અને સમ્યગુદષ્ટિને તે બીજમાત્ર હોય. a આત્મામાં રહેલા જ્ઞાનાનંદામૃત સ્વાદને માણવાના અધિકારી કોણ? જે વિરતીધર-જ્ઞાન--ક્રિયાયુક્ત હોય તે જીવ. સ્થાન મુદ્રા = ક્રિયાયોગ. તેમાં સ્થિર થવાનું છે પછી અર્થના ઉપયોગમાં, આલંબનમાં અને એકાગ્રતા રૂપ જ્ઞાનયોગમાં જવાનું છે. "ક્રિયા પતી ગઈ" તે શબ્દ બતાવે છે કે ધર્મનો સ્વાદ ન મળ્યો પરંતુ જો ઉપરબતાવ્યા પ્રમાણે જ્ઞાન-ક્રિયા કરો તો આત્મામાંઆનંદઆસ્વાદ આવ્યા જ્ઞાનસાર-૩ // 250 Page #252 -------------------------------------------------------------------------- ________________ વિના રહે જ નહીં. જ્ઞાનથી ઓતપ્રોત થઈને મારે સામાયિક કરવી છે. તપ થોડો ભલે થાય "પરંતુ મારી ઈચ્છા તોડે" તેવો તપ કરવો છે. આવું કરો તો આત્માની અનુભૂતિ થશે અને ઉત્તર ધર્મો કરવાનું મન સહજ થશે. 2 સદ્ અભ્યાસરૂપ કિયા શા માટે? ધ્યાનથી આત્મ તૃપ્તિ થાય. આત્મામાં સ્થિરતા તે ધ્યાન. આત્મા અસત્ યોગ વડે સ્વમાં અસ્થિર થાય છે ને સ્વમાં સ્થિરતા માટે સૌ પ્રથમ અસત્ યોગ ન કરવાથી પ્રતિજ્ઞા વિરતિ જરૂરી. મુનિ જાવજીવ અર્થાત્ પાપાદિવ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરનારા અને હવે માત્ર અંદરમાં જ રમણતાના લશે બહિષ્ટિ બંધ કરી અંદર જોવામાં હોય છે. તેથી તે તૃપ્તિ પામવાના અધિકારી બની શકે. મુનિએ સાવધ ભાષા ન બોલવાની પ્રતિજ્ઞા અર્થાત્ "હું સત્ય જ બોલીશ - સત્ય જ કરીશ" અર્થાત્ મારા સત્તામાં જે છે તે જ હું કરીશ. મારા આત્માના સ્વભાવ સિવાય હું બીજું કઈ નહિ કરીશ. આથી આ પ્રતિજ્ઞાની સફળતા માટે પ્રથમ તેને અસત્ ક્રિયાથી નિવૃત્ત થઈ અને સત્ ક્રિયામાં પ્રવૃત્ત થવા માટે અને ક્રિયામાં સ્થિરતા માટે અભ્યાસ જરૂરી છે. કારણ કે વિષય-કષાયના સંસ્કાર ગાઢ છે તેને તોડવા માટે પ્રતિક્રિયા કરવી જ પડશે. તે માટે સÁઅભ્યાસ આત્મામાં પાડો તો પછી જ્ઞાનયોગથી ચિત્તવૃત્તિ કેળવાઈ જશે પછી અંતર્મુખ બની શકશો. ક્રિયા કરતી વખતે કષાયનો ત્યાગ કરવાનો છે તે લક્ષ જોઈએ અને પોતાના સ્વરૂપના આનંદનો સિદ્ધદશા) ઉપભોગ કરવાનો છે. જ્યારે આત્મા સ્વના ગુણની અનુભૂતિ કરતો હોય ત્યારે 'પર' પદાર્થ જે તુચ્છ છે તેને ભૂલી શાશ્વતાના સંગીતમાં લીન બની જતો હોય છે પણ તે માટે પ્રથમ પ્રભુએ બતાવેલા પંચાચારનું પાલન કરવું આવશ્યક છે. જ્ઞાનસાર-૩ || 251 Page #253 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઈચ્છે ! ચૈત્યવંદન–એ વંદન આવશ્યક થયું. એ વખતે ચૈત્યવંદન કરવાનું પ્રણિધાન થયું ત્યારથી જ ચૈતન્યદેવ (આત્મા) અને ચેતના (આત્મચેતના) બને એકમેક થઈ જાય ત્યારે શુધ્ધ થાય. શુધ્ધ ચેતન અને શુધ્ધ જ્ઞાનાદિ ચેતના જેમના એકમેક થઈ ગયા છે તેવા અરિહંત–સિધ્ધ ભગવંતો કે જેઓ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર છે અને આનંદ ભોગવતા પરમ તૃપ્તિને માણી રહ્યા છે. તેમને વંદનાદિકરતા આપણું પરમ લક્ષ તે પૂર્ણતા પ્રગટ કરવાનું અને પૂર્ણાનંદ સ્વભાવમાં તૃપ્ત થવાનું હોવું જોઈએ. તે માટે જ અહીં જ્ઞાનસારના તૃપ્તિ અષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમ તૃપ્તિ તે લૌકિક તૃપ્તિથી मुनि सावघाभाषी-स्वात्मा वलोकीन : / જે સાવધ ભાષાથી વિરામ પામેલો હોય અર્થાત્ સત્યનો ભાષી અને સત્યનો જ કર્તા હોય અને સ્વમાં જ લીન હોય તે જ તૃપ્તિનો પૂર્ણ અધિકારી બને. આથી જ જ્ઞાનસારમાં ધ્યાનનો અધિકારી વિરતિપૂર્વક ક્રિયા કરનારને જ કહ્યો છે. 1 મુનિ કેવો હોય? સાવધ અભાષી અર્થાત્ યથાર્થભાસી હોય. મુનિ સદા 'મૌન' માં જ રહે. જગતને સર્વજ્ઞ તત્ત્વ મુજબ જ જોનારો, સ્વીકારનારો હોય તે જગત તેને નિરાળું દેખાશે નહીંતર બંગલા–વૈભવ જોઈને ભગવાન પર અહોભાવને બદલે ભગત પર અહોભાવ વધી જશે તે ખોટું છે. તો તો સંસાર પરનો અહોભાવ થઈ ગયો. સંપત્તિ-સત્તા પર અહોભાવ મુનિ માટે નુકશાનકારક ગણાશે. સાધુને સંપત્તિવાન પ્રત્યે કરૂણા થવી જોઈએ કે કયારે આ ધનવાન પાપથી છૂટશે? મુનેઃ ભાવ મૌન. બોલવું એ આત્માનો સ્વભાવ નથી. તેથી બોલવું તે જ પાપ છે. તેમ મુનિ માને તેથી 'મૌન' રહે. કામ વગર એક પણ શબ્દ બોલે નહીં. જ્ઞાનસાર-૩ || રપર Page #254 -------------------------------------------------------------------------- ________________ મુનિ જો બહાર બોલશે નહીં તેથી તે અંદર આત્મા જોડે બોલવા માંડશે. પોતે બહાર બોલવાના રસવાળો હતો એટલે અંદર આત્માએ અબોલડાં લઈ લીધાં-હવે તે જાગ્યો એટલે બહારનાને છોડી આત્માને મનાવશે."અબોલડાં શાના લીધા છે રાજ હો આતમદેવ' માહરા". ત્યારે આતમદેવ મીનથી પણ તેની સાથે બોલવા માંડશે. બોલવાનું પ્રયોજન નથી ને જરૂર વગરનું બોલવું એ સાવદ્ય પાપ છે. જરૂર વગરના પાપ અનર્થદંડમાં ગણાય. તેથી કારણ વગરનું બોલવું તેને અનર્થ દંડનું પાપ ગણાય. બોલવાનું આવે તો પ્રભુની આજ્ઞા મુજબ મુહપત્તિના ઉપયોગ પૂર્વક જરૂરી બોલે તો પણ તે 'મૌની' ગણાય અને ત્યારે તે મુનિ બોલે તો પણ કર્મની નિર્જરા કરનારો થાય. સમકિત વિનાનું મૌન વિશેષ લાભનું કારણ નહી એકેન્દ્રિયના ભવમાં મૌન જ રહ્યો છે. મુનિ કોને કહેવાય? જે આત્મામાં જ લીન હોય તેને મુનિ કહેવાય. તે આત્માને જોનારો માત્ર ન હોય પણ તેમાં લીન બનેલો હોય. જો તે ચારિત્ર - મોહનીયના પરિણામને અનુભવે તો તે આત્મામાં લીન નથી. સમ્યમ્ દષ્ટિ આત્મા દર્શન મોહનીયનો ક્ષયોપશમથી પ્રગટ સમ્યગદર્શનના પરિણામને વેદે તો આત્મામાં લીન થવાની ભાવનાવાળો હોય. યોગબિંદુમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. કહે છે કે સમ્યમ્ દષ્ટિનું મન સદા મોક્ષમાં હોય, તે કદાચ કાયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય. મુનિ મૌની I મુનિ જગતને તત્ત્વ દષ્ટિથી જાણે છે તે ચામડાની દષ્ટિથી માત્ર ન જુએ નહીં તો મોહદષ્ટિ આવે. તત્ત્વ દષ્ટિ એટલે જીવ અને અજીવના ભેદવાળી દષ્ટિ. જીવ પ્રત્યે જ્ઞાનસાર–૩ // 253 Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પરિણામ અને અજીવ પ્રત્યે ઉદાસીન પરિણામ તો જ સંયમ, નહીંતર રાગનો પરિણામ હોય ત્યારે આત્માસમતામાં હોય? ના, કેમકે રતિ–અરતિનો પરિણામ ભળેલો છે. ઈચ્છા રોધે સંવરી (આશ્રવને આવતો અટકાવવો) સંવર નહીં આવે તો નિર્જરા નહીં થાય. માટે જ કહ્યું છે કે "આતમલાની તે શ્રમણ કહાવે - બીજા તો દ્રવ્યલિંગી". આથી જમુનિએવિચારવું રહ્યું કે હું આત્મભાવમાં છું કે સંસારભાવમાં?..બાહ્યપદ, પ્રતિષ્ઠા, માન, સન્માન મેળવવાના ભાવમાં છે તો સંસાર ભાવ અને સ્વગુણોને અનુભવમાં છે આત્મ ભાવમાં છે. આપણે બોલીએ છીએ સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સકું. અહીં 'તત્ત્વ એટલે શું? વસ્તુને મૂળથી જાણવું.તેના બે વિભાગ (1) જીવ અને (2) અજીવ. સમ્યમ્ દષ્ટિ આવ્યા પછી જ મુનિ વાસ્તવમાં મુનિ બની શકે છે. સાધુમય જીવન એટલે તત્ત્વજ્ઞાનમય અને ધ્યાનમય જીવન અર્થાત્ જીવે જીવમય જીવન જીવવું અને અજીવમય જીવનથી મુક્ત થવું. જીવ છું છતાં વર્તમાનમાં જીવાજીવ' છું. (શરીરરૂપી કર્મનો વળ ગાડ છે માટે) અને હવે મારે જીવાજીવમાંથી જીવ બનવાં પુરુષાર્થ કરવાનો છે. સચ તર્શનમ્ શુધ્ધ જ્ઞાન | સગુ દર્શનથી જ્ઞાન શુધ્ધ થાય છે. સમ્યગ્દષ્ટિએ સતત શુધ્ધ થવાનાં ભાવમાં રહેવાનું છે અને મુનીએ શુધ્ધ થવાના પ્રયત્નવાળા થવાનું છે. પણ મોટા ભાગે જીવ મોહવશ થઈ સ્વને ભૂલી-પરમાં લીન બની આત્માની દુર્દશા કરી છે. આત્માને અશુદ્ધ કર્યો છે. આત્માએ વસ્તુની શુદ્ધિ કરવાની છે. (1) સ્વભાવની શુધ્ધિ (ઘાતી કર્મના જવાથી થાય) (2) સ્વરૂપની શુધ્ધિ. (અઘાતી કર્મના જવાથી થાય) આત્મા સિવાયની બધી વસ્તુમાં ઉદાસીનતા હોવી ઘટે અશુધ્ધ એવા જ્ઞાનસાર-૩ || 254 Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અવલોકન કરી તેને જ્ઞાનયોગ દ્વારા શુદ્ધ કરવાનો છે. જે 'સ્વાત્મામાં લીન બને છે તે ઉત્કૃષ્ટ લોકોત્તર - તૃપ્તિ મેળવે છે. આહારાદિ જેવિનાશી છેતે પરમાં ઉદાસીનતા અને 'સ્વ'માં લીનતા કેળવવાની છે. આપણે તો સંયમના ઉપકરણ પ્રત્યે પણ ઉદાસીન ભાવ કેળવવાનો છે પરંતુ તેમ કેમ નથી થતું? આપણે માત્ર ક્રિયાયોગને જ માત્ર પકડી લીધો છે. તેમાં જ આત્માની પૂર્ણાહૂતિ માની લીધી છે. તેથી આત્મ–ભાવ પકડી શકાતો નથી, સમજી શકાતો નથી. ઉપકરણ એ સંયમનું પરમ સાધન છે. તેનો પણ રાગ છોડવાનો છે. અન્ય-દર્શનીઓને સાધના દ્વારા લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. તેમાં સંતોષ માનવો તે લૌકિક લબ્ધિ-ગુણ છે. જ્યારે ગૌતમસ્વામીને બધી શકિત હોવા છતાં કેવલજ્ઞાન લબ્ધિ ન મળ્યાનો અપાર ખેદ હતો. જે લોકોત્તર લબ્ધિ છે. તૃપ્તિ- સંતોષની અવસ્થા. તેના બે ભેદ પડે છે. મિથ્યા દષ્ટિની તૃપ્તિ અને સમ્યમ્ દષ્ટિની તૃપ્તિ. મિથ્યા દષ્ટિ માને કે મારે આજીવિકાથી વધારે નથી જોઈતું તે પણ તૃપ્તિ અને સમ્યગ્દષ્ટિ પણ તેમજ માને તો બંનેમાં ફરક શું? સમ્યગ્દષ્ટિની માન્યતા આત્મા અને આત્મામાં રહેલી ગુણસંપત્તિ સિવાય મારી કોઈ સંપત્તિ છે જ નહીં તેવી દઢ માન્યતા હોય. કદાચ લોભને વશ કે સત્ત્વના અભાવે નીતીપૂર્વક ન વર્તી શકે તો પણ તેને અનીતિના આચરણનું દુઃખ હોય. હું આત્મદ્રવ્ય છું - અરૂપી છું. આ દઢ ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ છે. રૂપી પુદગલ દ્રવ્યગુણ ભોગ એ મારું કર્તવ્ય નથી. સમ્યગુ દષ્ટિ એક પૈસો ય રાખવા જેવો નથી તેવું માને - વળી તે માને કે આત્મા સિવાયની સર્વ સંપત્તિ વિપત્તિરૂપ છે. તેથી પર–લબ્ધિમાં બહુમાન કરવા જેવું જ નથી. મારું ઘર, મારી પત્ની તેવું સમીતિ ન માને, ફકત ઔચિત્યવ્યવહાર જ્ઞાનસાર-૩ || 255 Page #257 -------------------------------------------------------------------------- ________________ કરે. શરીરને પોતાનું ન માને તો શરીરવાળાને પોતાના માટે ખરા? એકેય વસ્તુ મારી નથી છતાં મારાનો વ્યવહાર કરવો પડે છે. તેથી સમ્યગ્દષ્ટિનું અંતર તો રડતું જ હોય છે. (અવિરત સમ્યગુ દષ્ટિ) નીતિપૂર્વક રોજનું જરૂરીયાત મુજબ કમાવું તે પણ પાપ છે એમ સમકિતી માને તેથી આજીવિકા માટે અનીતિ તો આચરે જ નહીં. જ્યારે મિથ્યા દષ્ટિ આજીવિકા માટે અનીતિપૂર્વક કમાતાં પણ દુભાશે નહીં. કદાચ નીતિપૂર્વક આજીવિકા પ્રાપ્ત કરે તો પણ ધનને હેય ન માને, પાપરૂપ ન માને. સમકિતી અન્ય-દર્શનનાં સંન્યાસી કરતાં ઊંચો છે. કારણ માન્યતા 'Clear-Cutહોય. માટે જ યોગબિંદુ ગ્રંથના રચયિતા પૂ. હરિભદ્રસૂરિ મ. સાહેબે કહ્યું છે કે કાયાથી સમકિતી સંસારમાં હોય - ઔચિત્ય કરતો હોય પરંતુ તેમાંથી કયારે છૂટું તે જ ભાવમાં રમતો હોય તો જ તે સાચો સમકિતી. તેની કાયા સંસારમાં પણ મન તો મોક્ષમાં જ રમતું હોય. જીવે નવકારશીના પચ્ચકખાણને ધર્મ માની લીધો. જ્યારે ભગવાને કહ્યું છે ખાવું તે જ પાપ છે. ખાવું એ તારો સ્વભાવ નથી. છ મહિના સુધીનો તપ થાય છે... છેલ્લે નવકારશી કરવા બેસાય નહીં પણ બેસવું પડે છે. જો ચાલતું હોય તો નવકારશી કરવા બેસશો જ નહીં, નહીંતર આત્માને છેતરીએ છીએ તેવું થશે.” સૌથી મોટું પાપ તો આત્માને છેતરીએ છીએ તે જ છે. માયા હોય ત્યાં મિથ્યાત્વ અને મૃષાવાદ પણ હોય અને તેનાથી તે કર્મ તીવ્ર અને ચીકણા જ બંધાય. તેથી પ્રથમ સરળ બનો-માયાનકરો તો ગુણસ્થાનક ઉપર જલ્દી ચઢી શકશો. સમકિતી શું માને? ધન રખાય જ નહીં - પરિગ્રહ રખાય જ નહીં, નહીંતર જે રાખ્યું છે તેની મમતા થશે. સમજણપૂર્વક કમાવાનું બંધ ન કરો તો અહીં જે રાખ્યું છે તેના પર ગાઢ રાગ થશે. કેરી છોડોકેન છોડો પણ તેનો રાગ તો ન જ જોઈએ. રાગ પણ કદાચ ન છૂટે તો પણ કેરી સુખનું કારણ ન જ જ્ઞાનસાર-૩ || 256 Page #258 -------------------------------------------------------------------------- ________________ મનાય. આત્માને ભોગ્યન મનાય. સમજણપૂર્વક માતા-પિતાદિને છોડી દીક્ષા લીધી તો અહીં ભકત - ભકતાણી ના સંગમાં પડી જશો. - સાધુના દર્શનની મુખાકૃતિ આનંદમયજ જોઈએ અને તેનાથી જ લોકો સમ્યગુદર્શન પામી શકે. તેને બદલે ભકત–ભકતાણીના મોહમાં પડ્યાં તો તેથી સંતાપ વધે કે સંતોષ વધે? લોકોને પમાડવામાં સંતોષ માને પરંતુ પોતાની સાધુતાવિકસી અથવા સાધ્વાચારમાં કેટલું ગુમાવ્યું એની કોઈ ચિંતા નહીં કારણ? પોતાના આત્માને પમાડવાનું લક્ષ જ નથી. 0 ભાવતૃપ્તિ એટલે શું? આત્માની અનુભૂતિ થવી અને એનાજ આનંદમાં ડૂબવું તે ભાવતૃપ્તિ. તેવી તૃપ્તિ સમતા રસમાં ઝીલનાર એવા મુનિ જ ભોગવી શકે. પૃથ્વીકાયનું આયુષ્ય ર૨૦૦૦વર્ષ, એકેન્દ્રિયમાં સૌથી વધારે વિકાસ પ્રત્યેક વનસ્પતિનો હોય છે. વિકલેન્દ્રિયનાં ભાવમાં પણ જીવ બોલે તો કોઈ સમજી શકવાના નથી, તો તેવા મૌનની કોઈ કિંમત નથી. તેથી સમકિત વગર મૌન કરો તો અકામ–નિર્જરા જ થાય. "સમ્યકત્વ તત્સૌને મૌન સમ્યકત્વમેવ વા." (જ્ઞાનસાર) સમ્યગ્દર્શન એ જ મૌન અને મૌન તે જ સમ્યગ્દર્શનરૂપ છે. આથી સમ્યગ્દર્શન હોય અને સમજણ સાથે મૌન કરો તો "સકામ–નિર્જરા થાય. ભગવાનની આજ્ઞા વિરૂધ્ધ બોલવું નહીં, ભગવાનનાં તત્ત્વ વિરૂધ્ધ મનથી પણ વિચારવું નહીં અને શકિત પ્રમાણે આચરણ કરો તો તે મૌન ગણાય. તેને જ સર્વવિરતીનો ભાવ જાગે અને તે જ સ્વીકાર કરીને તે પ્રમાણે પાળી શકે. તત્ત્વરૂચિ-સમ્યગુદર્શન એટલે ગુણની રૂચિ થવી એટલે આત્મામાં જ્ઞાનસાર-૩ // 257 Page #259 -------------------------------------------------------------------------- ________________ રહેલાં ગુણો તે જ તત્ત્વ છે અને તેની જ રૂચિ થવી જોઈએ અને ત્યારે જ સમ્યગદર્શનનો પરિણામ પ્રગટ થયો કહેવાય. હું સામાયિક લઉં - સામાયિક લેવાનો ભાવ થવો તે રૂચિ છે. સામાયિકના પરિણામમાં આવી જવું એટલે કે સમતાના પરિણામને અનુભવવું તે સ્વભાવ છે. જીવ સમતામાં સામયિકમાં હોય ત્યારે કોઈ જેમ તેમ બોલી જાય ત્યારે સહેજ પણ દ્વેષ ન આવે કારણ સમતા એ આત્માનો સ્વભાવ છે. તો સમ–સામાયિક આત્મામાં પરિણામ પામ્યું કહેવાશે. તેથી જ જ્યારે આત્મા ગુણમય થાય ત્યારે ગુણની અનુભૂતિ થઈ કહેવાય. ચારિત્ર એ અનંતગુણ છે. વીતરાગતા આવે એટલે સરળતા, વિનય, સમકિત વિગેરે અનંતા ગુણ તેમાં સમાયેલા જ છે. વર્તમાનમાં વીતરાગતાની જીવ આંશિક અનુભૂતિ કરી શકે છે. પણે ગુણસ્થાનકે અલ્પ અનુભૂતિ અને–૭મે આંશિક અનુભૂતિની વૃધ્ધિ હોય, ૪થે અવિરતિ ગુણઠાણે અનુભવની માત્ર શરૂઆત તથા પૂર્ણતાની રૂચિ હોય. પમે અને છ ગુણસ્થાનકે આત્મા પોતાના આત્માના ગુણનું વિશેષથી અવલોકન કરે છે ત્યારે બહારનું જોવા-બોલવાનું સાંભળવાનું બંધ કરે. ત્યારબાદ આત્મા અંદરમાં જોશે ત્યારે આત્માને બે પ્રકારનો સંતોષ થશે. (1) લૌકિક અને (2) લોકોત્તર. - ધનની પ્રાપ્તિ થઈ–આનાથી અધિક નથી જોઈતું. દરરોજ આજીવિકા માટે 100 રૂ. ની જરૂર છે તે મળી જાય તે લૌકિક સંતોષ છે. તેનાથી અધિક મેળવવાની ઈચ્છા પ્રયત્ન ન કરે તે લૌકિક તૃપ્તિ કહેવાય. a (૧)સમકિતીની તૃપ્તિ અને (2) વિરતિધરની તૃપિ - સમકિતીમાં અનંતાનુબંધી કષાય ન હોય તેથી તે માને કે હવે ધન વિ. મેળ વવા જેવું નથી. તે માટે આખો દિવસ પ્રવૃત્તિ કરાય નહીં. લોભના ઉદયથી પ્રવૃત્તિ કરતો હોય તો પણ માન્યતા ચોખ્ખી હોય. હું ખોટું કરું છું તેનો તેને સતત અહેસાસ હોય. પ્રવૃતિ હોય પણ પરિણામ નહોય, પરિણામ નથી તેથી જ્ઞાનસાર–૩ || 258 Page #260 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાતાપ (અંતર–વલોણું) છે. મમ્મણને નિરંતર પ્રવૃત્તિનાં પરિણામ હતાં તેથી સતત પરિણામમાં કર્મબંધ કરતો તેથી મરીને ૭મી નરકગયો. સમજણ પાકી નહતી-મિથ્યાત્વી હતો તેથી ૭મી નરકમાં ગયો. | આનંદ આદિ–શ્રાવકો સમજ્યા કે પરિગ્રહ કરાય નહીં, વૃત્તિમાં બેઠું છે તો તે વખતે 8 કરોડનો પરિમાણ રાખેલો છે છતાં પરમાત્માના મહાશ્રાવક તરીકે ગણના થઈ છે. અંદરથી નિર્ણય થઈ ગયો છે કે પરિગ્રહ એ પાપ છે છેલ્લે પુત્ર-પરિવારને બધું જ સોપી અનશન કરે છે. "મિચ્છુ પરિહરહ" એ વૃત્તિમાં બેઠેલું હતું–અંદરની રૂચિ ફરે એટલે પશ્ચાતાપ થાય જ. | પ્રવૃત્તિમાં સમકિતી માન્યતાના સ્તર પર છે, ધન-રાખવું તે પાપ છે તેથી કમાવા જવાય નહીં છતાં કમાવાની પ્રવૃત્તિ કરતો હોય. જ્યારે મુનિને આચરણના સ્તરમાં પ્રવૃત્તિ હોય કે પરિગ્રહ રાખવાનો જ નથી પછી તે રાખે જ નહીં. શ્રેણિકને ક્ષાયિક–સમકિત હતું તેથી છેક સુધી પ્રવૃત્તિ ચાલુ પરંતુ અંદરથી સતત પશ્ચાતાપ હોય તેથી નરકમાં નવા કર્મબંધ નહીં કરે. 'સ્વાત્મા પર બહુમાન ભાવ જોઈએ કે મારો આત્મા સત્તાએ સિધ્ધ છે સમકિત આવે એટલે બહુમાનભાવ વધશે. મારો આત્મા સત્તાએ સિધ્ધ છે તે બહુમાનભાવ થઈ જાય તો પાપની પ્રવૃત્તિ કરી શકાય નહીં. પાપ કરવું જ દુષ્કર થશે. કોઈ નિકાચિત કર્મ એવા હોય કે ફરજીયાત પાપ કરાવે તે જુદી વાત. દા.ત. નંદિષેણ મુનિ નિકાચિત કર્મને કારણે ફરજીયાત પટકાયા છે પોતે નથી પટકાયા પરંતુ કર્મે બળાત્કારે પટકાવ્યા છે. ટૂંકમાં લોકોત્તર તૃપ્તિમાં શું આવશે? એક પણ વસ્તુ રાખવા જેવી જ નથી. સમકિતી હોય તો તેને હેય માને, જરૂર પૂરતું કમાઈલે, નવું કમાવાન જાય. જ્ઞાનસાર–૩ // 259 Page #261 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિ માટે તૃપ્તિમાં શું આવશે? ઉ. શ્રાવક માટે ધન-મકાન-વસ્ત્ર વિ.ની જરૂર પડે તેથી તે માટેની પ્રવૃત્તિ પણ કરવી પડે. પરંતુ હવે મુનિ માટે શું કરવાનું? મુનિ માટે તો મળે તો સંયમ–વૃધ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ. તેથી મુનિએ આહાર વિ.ની ચિંતા કરવાની નથી. મુનિએ પોતાના આત્મ-સ્વભાવ (કેવલજ્ઞાન) સિવાય બીજું કશું જમેળવવાનું નથી. સ્વભાવમય બની તેમાંથી પરમાનંદને મેળવવો તે જ તેની તૃપ્તિ રહેશે - જે મેળવ્યા પછી કોઈ ચિંતા નહીં. | મુનિ સ્વભાવમય બની સહજતાથી રહે છે. જ્ઞાની હોય તેને હવે ભાવ નથી કરવાના પણ આચરણમાં મૂકવાનો પુરૂષાર્થ કરવાનો છે. જેમ કે કાઉસગ્નમાં મચ્છર આદિ આવે તો - ઉડાડવાના નથી પણ સહન કરવાનું છે તે દ્વારા કર્મ-નિર્જરા કરવાની છે. જ્ઞાન રૂપી અમૃતનું પાન કરે એટલે મુનિ સ્વભાવમાં રહી શકે છે. જ્ઞાનામૃતથી વિકટ પરિસ્થિતિમાં પણ સંતોષની અનુભૂતિ થાય છે. તેનામાં નવું નવું જ્ઞાન આવતું જાય અને આનંદમાં અભિવૃદ્ધિ કરતું જાય, સર્વજ્ઞનું જ્ઞાન જ આવા પ્રકારનું છે. છે. ધન જડ છે છતાં તેમાંથી સુખ કેમ મળે છે? ઉ. જ્યારે આત્માને મિથ્યાત્વના ઉદયે ધનમાં કિંમતિપણું લાગે એટલે આદર આવે અને જ્યારે મળે ત્યારે માન–મોહનીયના ઉદય થાય. પ્રાપ્તધનમાં માલિકીપણાની, સુખની ભ્રાંતિ કરાવે બીજાથી પોતાને મોટા મનાવી ભયંકર કર્મબંધ કરાવે છે અને તેમાં આનંદ માનીએ છીએ. યથાર્થ જ્ઞાન એટલે વસ્તુ જેવી હોય તેવો બોધ થાય. બહાર કાળી હોઈએ તો કાળી કહીએ અને અંદર ધોળી હોય તો ધોળી કહીએ. આપણે બહારનું રૂપાળાપણું જોઈને તેને સારો માની સારો વ્યવહાર કરવા માંડીએ છીએ, પણ અંદર તો તે અશુચિથી ભરેલી છે તે તો આપણે જ્ઞાનસાર–૩ / ર૬૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ જોતાં જ નથી. તેથી રાગ થાય છે જ્યાં અજ્ઞાનતા છે ત્યાં મોહનો પ્રવેશ છે." મુનિને જગત બહારથી ધોળું અને અંદરથી કાળું દેખાય છે. આત્મા બહાર કર્મથી કાળો અને અંદર ગુણોથી ધોળો દેખાય છે તેથી ઔચિત્ય-વ્યવહાર શરૂ થાય છે. આપણને આપણું શરીર અંદરથી અશુચિમય છે તે વાત યાદ આવતી નથી. તેથી રૂપાળી વ્યકિત ગમી જાય છે. તેથી જ્ઞાન પૂરેપૂરું કામ નથી આવતું. ફકત ચામડાની આંખથી જોવાનું નથી પરંતુ સર્વશના વચન મુજબ સર્વજ્ઞ દષ્ટિથી જોવાનું છે. "ચરમ નયણે કરી મારગ જોવતા ભૂલ્યો સયલ સંસાર, જેણે કરી નયણ જોઈએ, નયન તે દિવ્યવિચાર." (5. આનંદઘનજી મ.) જો તે પ્રમાણે જ્ઞાન નહીં કરું તો મારું માનેલું જ હું કરીશ અને તે જ મારું મિથ્યાત્વ છે. તેથી દરેક બાબતમાં સ્વ-અતિથી વિચાર ન કરવો. પરંતુ સર્વજ્ઞ–દષ્ટિ પ્રમાણે જ વિચારવું. સર્વજ્ઞની આજ્ઞા વ્યવહારની સાથે નિશ્ચય આજ્ઞા પણ માનો તો જ્ઞાન યથાર્થ કહેવાય. જો યથાર્થ જ્ઞાન હોય તો તે "સ્વ-પર પ્રકાશક હોય. મિથ્યાત્વજ્ઞાનમાંથી જશે તો તે જ્ઞાન શુધ્ધ બની "સ્વ–પર પ્રકાશક" બનશે."આખથી હું નથી જોતો, જોનાર તો મારો આત્મા છે" તેવું યાદ આવશે તો જ્ઞાન "સન્મુખ છે તેમ કહેવાય. જો આત્મા જ ગાયબ હોય તો જડ એવી આંખો શું જોવાની? મડદું કંઈ જુએ છે. નાકેમ? આત્મા જ ગાયબ છે. આત્મા સ્વ સાથે પરને જુવે છે. આપણે જગતની ઓળખાણ ખરી પરંતુ જાતની ઓળ ખાણ નથી જેથી સ્વમાં સ્થિરતા સહજ નથી. વિરતિનો પરિણામ એટલે મોહદશામાંથી છૂટવું = ભાવપીડાથી મુક્ત બનવું. જેટલા અંશે મોહ જાય તેટલા અંશે ધર્મશુધ્ધ થાય. જ્ઞાનસાર–૩ // 21 Page #263 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યક્ દષ્ટિ વર્તમાનમાં ભાવપીડાની વેદના કેમ ભોગવી રહ્યો છે? મિથ્યાત્વી આત્મા વિષયોના ભોગમાં પોતાના આત્માને સુખી માને. મોહની પીડા-પીડા સ્વરૂપે લાગે નહીં તેથી મિથ્યાત્વીને તેમાં સુખનો ભ્રમ ઊભો થાય છે. જ્યારે સમકિતીને મોહની પીડા-પીડા રૂપે લાગે છે તેથી તે અંદરથી ખૂબ જ દુઃખી હોય છે. આ જ આત્માની ભાવ-પીડા છે. મોહમાંથી છૂટવું છે પણ છૂટી નથી શકતો. સમકિતી પોતાની પાસે રહેલ અનંત - આત્મગુણની સંપત્તિ હોવા છતાં ભોગવી શકતો નથી તેનું તેને દુઃખ હોય છે. વિરતિનો પરિણામ સમ્યક દષ્ટિને જ આવે.વિરતિબે પ્રકારે (1) દ્રવ્યવિરતિ (ર) ભાવ-વિરતિ. અભવ્યનો આત્માવિરતિ લે પણ તે ફકત દ્રવ્ય વિરતિ લેશે.વિરતિનો વાસ્તવિક પરિણામ પેદા નહીં કરી શકે. પુદ્ગલના સુખમાં આત્માનું સુખ મળે નહીં તેનો સમકિતીને નિર્ણય છે. પુદ્ગલ જડ છે - આત્મા - ચેતનવંતો છે. જડ વસ્તુ ચેતનને કઈ રીતે સુખ આપી શકે? વિરૂધ્ધ દ્રવ્યો ભેગા થાય તો? દૂધ અને છાસ ભેગા થાય તો ફાટી જાય તે રીતે... સમકિતીનો નિર્ણય પાકો છે કે પુદ્ગલથી આત્માને સુખ ન મળે પરંતુ પીડા જ મળે. તેથી જડ એવા પુણ્યના ઉદયમાં મળેલી સામગ્રીમાં પણ તે પીડાનો અનુભવ કરતો હોય તેથી સમકિતી જેવો બીજો કોઈ દુઃખી નહીં. માટે જ સમકિતીને આરાધનાની જરૂર પડે. સમકિતી એવા કૃષ્ણ મહારાજાને પ્રશ્ન ઊભો થયો કે 360 દિવસમાં એવો કયો દિવસ છે કે તે દિવસે વ્રતની આરાધના કરૂ તેથી વિશેષ આત્માને લાભ થાય. પોતાને સર્વજ્ઞ પરમાત્માનો યોગ મળ્યો છે છતાં પૂર્ણ આરાધના કરી શકતો નથી તેનું દુઃખ છે. ચાતુર્માસ પસાર થઈ ગયા પણ વિરતીનો પરિણામ ન આવ્યો તેનું તેમને દુઃખ છે. તમને આવું દુઃખ થાય છે ખરું? વર્તમાનમાં પોતાનો આત્મા ગુણોમાં રમી શકતો નથી તેથી કર્મનાં જ્ઞાનસાર-૩ || રડર Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉદયથી જે જે સંયોગો મળેલાં છે તે આત્માનાં ગુણોમાં બાધક છે. તેથી તેનાથી છૂટવાનો ભાવ થશે તેમ જ આત્માના ગુણોની રમણતામાં સહાયક સંયોગોને હું પડું તેવો ભાવ થશે. એક હેય તો બીજું ઉપાદેય પણ જોઈએ. સમકિતી આત્માના ગુણોને સહાયક એવા અનુબંધોમાં જોડાતો જ રહે. તેથી સમકિતી સંસારમાં રહેવાનો અનુબંધ બાંધે નહી. લોકોત્તર તૃપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? ટીકાકાર દેવચંદ્ર વિજયજી મ. લોકોત્તર તૃપ્તિનો ઉપાય બતાવતા ફરમાવે છે. જ્ઞાનામૃત પીત્વ - જ્ઞાનરૂપી અમૃત પીને અને સદ્યોગ પ્રવૃત્તિ-રૂપી ક્રિયા સ્વભાવ જ્ઞાનથી ભાવિત અને શ્રધ્ધા પૂર્વકની ચેતના સહિત ક્રિયારૂપી કલ્પવૃક્ષ વેલડીના ફળને ભોગવીને સમતારૂપ પાનના બીડાના સ્વાદને કરીને પરમ તૃપ્તિને પામે. - જ્ઞાન–અમૃતરૂપે ક્યારે? જ્યાંજ્ઞાન યથાર્થ અર્થાત્ સ્વપદાર્થ (આત્મ તત્ત્વ) અને પરપદાર્થ (શરીરાદિ પર પુદ્ગલાદિ) યથાર્થ સ્વરૂપ બોધ. સ્વ-પરનું ભેદ જ્ઞાન તે અમૃત જ્ઞાન કહેવાય. આત્માને જીવાડે, વિભાવના મૃત્યુથી બચાવે.સ્વભાવરૂપજીવન જીવતો કરે તે જ્ઞાન અમૃતનું પાન કરવાથી - સત્યોગ પ્રવૃત્તિ રૂપ ક્રિયા ફળ આવે. અર્થાત્ મુનિ દરેક અનુષ્ઠાન - પ્રવૃત્તિ–યોગમાં શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગની જ્ઞાન ધારાથી હેયોપાદેય પરિણામથી આત્મા પરિણત થાય તેથી આત્માનું અહિતનથાય અર્થાત્ આત્મા પોતાના સ્વભાવથી વિમુખ કે વિપરિત વર્તન થાય તેવું પ્રવૃત્તિ ક્રિયાયોગ (વીર્યનું પરિણમન) ન કરે. કદાચ કોઈક કારણસર પ્રવૃત્તિ અસત્ ઔચિત્ય વ્યવહારે કરવી પડે તો પણ તેમાં શુધ્ધયોગ રૂપ જ્ઞાન ધારાનું પરિણમનના કારણે - શુભાશુભ પુદ્ગલાદિ–યોગમાં પણ સમતા સ્વભાવ ખંડિત ન થાય. સમતા રૂપ તાબૂલના સ્વાદ રૂપે તેને પરમાનંદની તૃપ્તિનો અનુભવ થાય. અર્થાત્ અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં મુનિ રતિ–અરતિને પામી હર્ષ–ખેદ, હર્ષ-શોક ન કરે પણ સંયોગોથી પરિણામથી પર રહી પોતાના સહજ અમૃત જ્ઞાનસાર-૩ || 23 Page #265 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવને વેદીને પરમ સંતોષ તૃપ્તિને અનુભવે. a સમ્યફકિયા રૂપી કલ્પવૃક્ષના ફળ શું છે? કે તેમના ભોજનથી મુનિ તૃપ્તિ (સંતોષ) પામે? જે ક્રિયામાં મોહનો નાશ અને આત્મતત્ત્વ પ્રગટ થાય તે સમ્યકક્રિયા કલ્પવેલડીના ફળો છે. પૌદગલિક સુખો સંબંધી ચંચળતા ત્યજીને આત્મદશામાં લયલીન થવારૂપ આત્મતત્વનો અનુભવ કરવો તે સમ્યક્રક્રિયાનું ફળ જાણવું. ભોજન-પાન તૃપ્તિનું કારણ છે તેમ ભોજન-પાન કર્યા પછી તાંબૂલ (મુખવાસ) એ પણ તૃપ્તિનું વિશેષ કારણ છે. તેથી મુનિ સમભાવ રૂપી તાંબૂલનો આસ્વાદ શુભાશુભ પુદ્ગલના યોગમાં પણ કરે. તે સત્પરષો શા માટે વિજળી જેવી ચપળ સ્ત્રીના કામભોગને છોડે છે? પૂર્વે અનાદિ મિથ્યાત્વ જ્ઞાનની વાસનાથી કામભોગાદિ અસત્ ક્રિયામાં આસક્ત બની વિભાવદશામાં આત્માને જમાડ્યો.જગતે ભોગવીને છોડી દીધેલ એઠવાડરૂપ ભોગો સુખોમાં તૃપ્તિ- સંતોષનો આરોપ કર્યો પણ અમૃત જ્ઞાનના યોગે હવે ભાન થયું કે તે પુણ્યના યોગ પ્રાપ્ત સંયોગ-સુખ -સમૃધ્ધિ તે ઉપાધિ રૂપ છે. તેનાથી અનુકૂળ કાલ્પનીક તૃપ્તિ અલ્પકાળ થાય પણ તે તૃષ્ણાને વધારનારી થાય. તૃષ્ણા એ અસંતોષરૂપ છે. આમ સમજણ થવાથી તે પુરુષો દેવાંગના જેવી સ્ત્રીઓથી વિરક્ત બની વૈરાગ્ય ધારણ કરી તેનો ત્યાગ કરી અને પરમ તૃપ્તિ કારણ ભૂત એવા સ્વાધ્યાય યોગ વડે તત્ત્વસ્મરણ-મનન-ચિંતન-પરિશીલન વડે પરમાત્માવસ્થાને પામે છે. દરેક ક્રિયામાં સ્વભાવની અનુભૂતિનું પ્રણિધાન જરૂરી છે તો જ આત્મામાં વિર્ય સમ્યગ્ રીતે પરિણમે. ત્યારે આત્મામાં નિર્મળ આનંદની અનુભૂતિ થાય છે. સમ્યક્દર્શન એટલે આત્માની ઓળખાણ તેની ઓળખાણ વિના સમ્યક દર્શન જ નથી. "ચેતન રહે નિજ રૂપમાં - તે જ ચારિત્ર જાણ." ક્રિયા દ્વારા આત્માનાં આનંદની અનુભૂતિ કરવાની છે. જ્ઞાનસાર–૩ / 264 Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન પ્રમાણે વર્તીએ ત્યારે આત્મવીર્ય ઉદયગત મોહને નિષ્ફળ કરનારું બને છે અને તે જ ક્રિયા કલ્પવૃક્ષની વેલડી જેવી છે અને તેનું ફળ છે "સ્વમાં સ્થિરતા". ત્યારે ગુણોને ભોગવતો ચારિત્રમાં વિશેષ રસાસ્વાદ અનુભવે 5. સમતા કોને કહેવાય? ઉ. શુભાશુભમાં સમભાવ પ્રગટ થાય તો સમતાની પ્રાપ્તિ થાય. (કેમ કે મોહ ભળ્યો નથી.) સખા સામાયિ પર્વ આત્મા એ જ સામાયિક છે. પરંતુ મોહથી આચ્છાદિત થતાં તે સામાયિકની ખંડણા થાય છે. | તીર્થકરોએ આત્મામાં જે છે તેને પ્રગટ કરવાનો વ્યવહાર બતાવ્યો છે. બીજું નવું કાંઈ જ બતાવ્યું નથી. તેનાથી સમતાગુણને પ્રગટ કરવાનો છે. જેમ જેમ સમતા ગુણ આવશે તેમ તેમ પુદ્ગલવધુનેવધુહેય લાગતાં સમતા ગુણ વિશેષ વૃદ્ધિ પામે છે. શુભાશુભ દ્રવ્યમાં પણ પુદ્ગલ બુદ્ધિ હશે તો તે ગુણ નહીં આપે. પુદ્ગલ પ્રયોજનથી અધિક નહીં લેવાનું. નિર્દોષ વસ્તુ હોય તો પણ તેનો સંગ્રહ ન થાય. તૃપ્તિ= તપ શુદ્ધિ. તપસ્વ–આત્મામાં રતિ રૂપે સ્થિરતાને પામે છે તે જ તપ છે. તપથી જ નિર્જરા થાય. આથી તૃપ્તિ = સ્વ સ્વભાવમાં સ્થિરતા તૃપ્તિ એ તપ છે, જ્યારે જીવ પોતાનાં ગુણોમાં તૃપ્ત થશે પછી તેને બીજે કયાંય બહાર જવાનું મન નહીં થાય. પૌદ્ગલિક પ્રકારની કોઈપણ ઈચ્છા ન થવી, 'સ્વ'માં સ્થિર થવું તે તપ-તપ એવિરતિના પરિણામ સ્વરૂપ છે. હવે આત્માને પુદ્ગલ ગ્રહણ - પરિણમન- ભોગની વૃત્તિ છૂટી જાય તે ક્યારે થાય? શુદ્ધ જ્ઞાનમાં વર્તે તો પરમ તૃપ્તિ થાય. પ્ર. લોકો કઈ તૃપ્તિને અનુભવે? ઉ. સંસારી ઉપાધિરૂપ, પુગલનાં વિભાવરૂપ, જીવ ચંચળતાને પામશે. પુદ્ગલમાં સુખ છે એમ માની તેનાથી જીવ ભાવિત બનેલો છે. તેથી તેને પુદ્ગલનાં ભોગની રૂચિ પ્રગટ થાય અને તેમ પુદ્ગલને ભોગવે. પુદ્ગલનો સંયોગ એ જ આત્મા માટે ઉપાધિરૂપ છે તેના કારણે જીવ અસત્ ક્રિયામાં જ્ઞાનસાર–૩ || ર૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તશે. (પુગલને ભોગવવાનો ભાવ = મનની અસત્ ક્રિયા) મનની અંદર પુગલને ભોગવવાનો ભાવ સતત રમતો હોય તેથી અનુકૂળ પુદ્ગલોમાં સતત રાગ અને પ્રતિકૂળ પુદ્ગલોમાં દ્વેષ - આથી સમતાનું ખંડન થાય છે. જગતે જેને ભોગવી - ભોગવીને છોડી દીધેલું છે, તેવી એઠ જ આપણને ભોગવવી ગમે છે. પ્ર. પુદ્ગલ કેવા છે? જીવ-અજીવ, હેય કે ઉપાદેય? ઉ. અજીવ હેય સ્વરૂપે છે. તે અચિત્ત–નિર્દોષ હોવા છતાં તેમાં રાગબુદ્ધિ ન કરાય, જરૂર પૂરતું ઉદાસીન ભાવે લેવાય. મુનિ જ્ઞાનામૃત પીને કલ્પવૃક્ષની વેલડી રૂપસમતાને ધારણ કરનારો બને છે પરંતુ જો તેમાં મોહ ભળી ગયો તો તે અસક્રિયા - વિષવેલડી રૂપ કષાયને ધારણ કરનારો બને છે. સમ્યકત્વ હોય તો સ્વભાવ-પ્રાગુભાવ, વિભાવના અભાવની રુચિથી ભાવિત ચેતનાથી શ્રદ્ધાયુકત બને છે. મિથ્યાત્વહોયતોવિભાવ–સ્વભાવરૂપ થવાના કારણે સહજ પુલ સંગી રંગી, અને ચેતના સંસારથી ભાવિત બને છે. જો સંસારમાં સંસરણ ન કરવું હોય તો વિભાવનો અભાવ અને સ્વભાવને ધારણ કરનારા બનવું પડશે. સંસારનું બહુમાન એથી પુગલના સંગનું બહુમાન અને તેને ટાળવું જ પડશે. કેમ કે તે ભ્રમિત સુખ છે સાચું સુખ નથી. ગાથા: 2 સ્વગુટીરેવ તૃપ્તિશે, દાકાલમવિનચરી. શાનિનો વિષયઃ કિં તે, ચૅર્ભવેત્ તૃપ્તિરિત્વરી પારા જ્ઞાનિઓને પોતાના ગુણો વડે અવિનાશી એવી તૃપ્તિ થાય છે જ્યારે વિષયાથી પ્રાપ્ત તૃપ્તિ અલ્પકાલિન - કૃત્રિમ એવી તૃપ્તિ વિષે જ્ઞાતિઓને જ્ઞાનસાર–૩|| રદ Page #268 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષા રહેતી નથી પણ ઉપેક્ષા જ રહે! "દુર્લભો વિષયત્યાગઃ દુર્લભં તત્વદર્શનમ્ દુર્લભા સ્વભાવાસ્થા સફ્યુરોઃ કૃપા વિના." વિષય ત્યાગ વિના તત્વ દષ્ટિ ખીલવી દુર્લભ છે તે વિના સ્વભાવ અને વિભાવ અવસ્થાનો નિર્ણય નહીં થાય, ત્યાં સુધી તે વિભાવ છૂટશે નહીં, તે માટે ગુરુની જરૂર છે. માટે જ કહ્યું છે કે "બ્રુપ વિલિયણી માન કષાય જીવને મારે છે. પોતાના વ્યકિતત્વને મોટું માનતાં તે ગુરુમાં સમાઈ શકતો નથી. મારું કંઈ જ નહીં એ સમર્પણ ભાવ આવે તો ગુરુકૃપાથી બધું સુલભ બને છે. હું શબ્દ વર્ણ આદિ પુગલ વિષયોને કેમ ભોગવું છું? એવો પ્રશ્ન થાય છે? કે આ અભોગ્ય છે એમ સમજીને ખાય તો ખાતાં ખાતાં પણ કર્મનિર્જરા થાય. પ.પૂ.દેવચંદ્રજી મ.સા. ના એકએક વાકયમાં અનુભવનું અમૃત વરસતું માલુમ પડે છે. સ્વરૂપલક્ષી બનેલા આત્માને વિષ જેવા વિષયોનડી શકતા નથી. પ્ર. ગુણથી થયેલી તૃપ્તિ કેવી છે? ઉ. અવિનશ્વરી, સહજ અને આત્મા સાથે સદાયે રહેનારી છે. અત્યારે કર્મ સાથે જોડાયા હોવાથી આત્માના આનંદને મેળવવાનો પુરુષાર્થ કરવો પડે છે. પ્ર. વિપરીત તૃપ્તિ કેવી છે? પુદ્ગલ ભોગમાં સુખાભાસ રૂપ લાગે, થોડી વાર ભોગવૃત્તિ શમન થાય પણ થોડી વાર પાછી અધિક ભોગની તૃષ્ણા પ્રગટ થાય. ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો સાથે તેના વિષયનો સંયોગ થાય ત્યારે વિષયનો બોધ થાય. લકવાદિ રોગમાં સ્પર્શેન્દ્રિય બુટ્ટી થાય તો શીત, ઉષ્ણઆદિ સ્પર્શનો બોધ ન થાય. ગંધના પુદ્ગલો ધ્રાણેન્દ્રિયને સ્પર્શે તો સારા-નરસા ગંધની ખબર પડે છે.જિહ્વા બુટ્ટી થઈ જાય તો સ્વાદની ખબર ન પડે. તેવી જ રીતે આત્માના જ્ઞાનસાર-૩ // 27 Page #269 -------------------------------------------------------------------------- ________________ સુખનો નિર્ણય ન થાય ત્યાં સુધી પુદ્ગલનાવિષયો છોડી શકાતા નથી. આત્માનું સુખ પાંચે ઈન્દ્રિયથી ન જણાય કારણ તે ઈન્દ્રિયાતિત છે તે આત્માથી જ સીધો અનુભવ થાય અને મોહ રહિત અવસ્થા જેટલા અંશે થાય ત્યારે તેનો અનુભવ થાય. આથી જ પરનું સ્મરણ = આત્માનું મરણ પરમાત્માનું સ્મરણ = આત્માનું જીવન નામ-સ્થાપના–દ્રવ્ય-ભાવ એકથી પણ પરમાત્માને પકડીએ તો લાભ જ થાય. નામ–સ્થાપના-દ્રવ્ય-ભાવએચારમાંથી કોઈએકથી પણ પુદ્ગલને પકડતાં આત્માનું ભાવમરણ થાય. નામથી પણ જો પરમાત્માને પકડશું તો આપણે આપણા મોહકૃત નામને ભૂલી શકીશું અને પરમાત્માની આજ્ઞામય બની શકીશું. તે જ રીતે પત્નીને તેના નામથી બોલાવશો તો તેનો મોહ તમને સ્પર્શે અને તેના આજ્ઞામય બની જશો. વિષયો એ સુખ નથી પણ આત્માને પીડા કરનારા છે એવો નિર્ણય થશે પછી આત્માવિષયોથી પરાડમુખ બનશે. શ્રમણ કોને કહેવાય? શ્રમણ: પંન્દ્રિયાળિ મનશ્વ શ્રમન્ માનતિ તિ શ્રમUઃ | પાંચે ઈન્દ્રિયો અને મનના વિષયોથી જે થાકેલો છે તે શ્રમણ. તેવો શ્રમણ તે જ તપસ્વી જે ઈષ્ટને વાંછે નહીં પણ સંયમને સહાયક એવા આહાર, વસતિ, વસ્ત્ર/પાત્ર આદિ જે ગ્રહણ કરવા પડે તે ગવેષણા પૂર્વક ગ્રહણ કરે. આત્મા ગવેષણા પૂર્વક તેનો ઉપયોગ ઉદાસીન ભાવે કરી સંયમ–સમતાની વૃધ્ધિ કરે. સંયમની સુવાસ ઉત્તમ જીવોને વિશેષ આકર્ષે. પ્ર. વિષયોમાં સુખ કેમ નથી? ઉ. વિષયોમાં અસ્થિરતા–અનિત્યતા છે અને સ્વાત્મ ગુણોમાં સ્થિરતા જ્ઞાનસાર-૩ || 268 Page #270 -------------------------------------------------------------------------- ________________ છે. જેની સાથે આપણે જોડાઈએ તેવા આપણે થઈએ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વગેરે અસ્થિર અનિત્ય છે. તેથી તેમાં સ્થિરતા કે તૃપ્તિ થતી નથી. વળી વર્ણાદિરૂપી અને આત્મા અરૂપી આત્માના ગુણો અરૂપી તેથી રૂપાદિને ભોગવવા જાય તો આત્માને પીડા મળે. જ્યારે આત્માના ગુણ અરૂપી તેથી તેને ભોગવવામાં આનંદ મળે તો જ તૃપ્તિનો આસ્વાદ માણશે. સ્વ ગુણો વડે અવિનાશી તૃપ્તિ કેવા સ્વરૂપવાળી? ટીકાકાર–મહર્ષિ અવિનાશી તૃપ્તિનું સ્વરૂપદર્શાવતા ફરમાવે છે જે તત્ત્વજ્ઞાની છે તેવા મહર્ષિના આત્મા દ્રવ્ય સંબંધી, અર્થાત્ પોતાના આત્મ પ્રદેશોમાં રહેલા, પોતાના જ કાળે અર્થાત્ આત્માની સાથે સતત રહેલા અને પોતાના સ્વભાવભૂત તથા સ્વરુપભૂત એવા - આત્મપ્રદેશી અરૂપી, અસંગ, અનાકુળ (સ્થિર) અને પોતાના જ જ્ઞાન–આનંદની અપૂર્વ મસ્તી–સંતોષ તૃપ્તિ થતી હોય તો તેવા તત્ત્વજ્ઞાની પુરુષો પાંચે ઈન્દ્રિયના વિષયો જે વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દો વડે જે આત્માથી પર, જે આત્માથી વિપરિત સ્વરૂપે છે અને જે સતત પરિવર્તનશીલ છે. જેના સંયોગોથી સ્થિર આત્મા અસ્થિર થાય અનાકૂળ આત્મા વ્યાકુળ થાય, વિકલ્પોની જાળમાં ગુંથાય, એવા વિષયોમાં તૃપ્તિ કઈ રીતે પામે? તો તેવા વિષયોને કઈ રીતે ઈચ્છે. સ્વાધીન સુખને છોડી પરાધીનતા કોણ સ્વીકારે? સ્વ ગુણો વડે પ્રાપ્ત તૃપ્તિ અવિનાશી છે, જ્યારે પુદ્ગલ વડે પ્રાપ્ત તૃપ્તિ અનિત્ય વિનાશી છે. ઈન્દ્રિયો વડે પ્રાપ્ત તૃપ્તિ જ્યારે ઈન્દ્રિયોને ઈષ્ટ વિષયોનો સંયોગ થાય ત્યારે તેટલો કાળ તેમાં સુખાભાસ તૃપ્તિ લાગે. તે ઉપચારરૂપ અર્થાત તેમાં સુખ નહોવા છતાં સુખ આપવા રૂપ તૃપ્તિનો આરોપ કરાય છે. ગુલાબજાંબુ જ્યાં સુધી જીભ પર હોય અને તેમાં રહેલી મીઠાશ કોમળાદિ ગુણોનું જ્ઞાન જીભને થાય તેમાં ઈષ્ટપણાની કલ્પના મિથ્યાત્વનો ઉદયે અને મીઠાસ કોમળતા તે પોતાને સુખરૂપ લાગી રહ્યા છે તે ચારિત્ર મોહનીય લોભ–રતિ મોહનીયના ઉદયે સુખ લાગણી જે અનુભવાયતે મોહના ઉદય કાળ પૂરતું જ તે સુખાભાસ અનુભવાય પછી તે પણ ચાલી જાય અને વધારે આસક્તિ થવાથી જો તે ઈષ્ટ વિષયનું વધારે સેવન કરે તો તેમાં જ્ઞાનસાર–૩ || ર૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ અકળામણ અનુભવાય. સુખને બદલે અરતિના ઉદયથી દુઃખાભાસ થાય. આથી વિષયોના સેવન વડે થતી તૃપ્તિ અવિનાશી અર્થાત્ તરત ચાલી જનારી, પરિવર્તન પામનારી, આત્માને પરાધીન કરનારી છે. જ્યારે સ્વાત્મા ગુણો વડે ભોગવાતી તૃપ્તિ, આત્મા સામે દીર્ઘકાળ રહેનારી, આત્મા સહજ તેને અનુભવે ! તેમાં આત્માને કોઈ કષ્ટ-પરાધીનતા નથી અને આત્મા નિરાકૂળતા અને પ્રસન્નતાને અનુભવનારો બને તો તેનાથી વિપરીત-વિષયો પ્રાપ્ત આભાસરૂપ તૃપ્તિને કઈ રીતે ઈચ્છે? જે માત્ર આત્મા માટે કર્મબંધના માત્ર કારણરૂપ, ભારરુપ અને ભવના પરિભ્રમણ કરાવનાર તૃપ્તિને કઈ રીતે વિષયોની આભાસરૂપતૃપ્તિથી અટકવા અને આત્મગુણોની તૃપ્તિને માણવા ટીકાકાર મહર્ષિ આપણને તેના ઉપાય - ભાવના ભાવવા રૂપ બતાવતા કહે છે - અને મુક્તા તે = આ ભોગો તે અનંતી વાર ભોગવ્યા છે. "દેવિંદ ચકવહિતણાઈ, રાઈ ઉત્તમ ભોગા પતા અસંત ખુત્તો, નયહ તત્તિ ગઓ તેહિં. ૧દા (ઈદ્રિય જયાષ્ટક) ઈન્દ્રપણું અને ચક્રવર્તીપણું, તથા અનુત્તર વિમાનવાસી તથા ભાવસાધુ આટલા વાના અનંતી વાર પ્રાપ્ત ન થાય તે સિવાયના નવમાં રૈવેયકાદિ દેવઋધ્ધિ પુન્યના યોગે જીવને અનંતી વાર પ્રાપ્ત થઈ છતાં તેમાં તૃપ્તિ થઈ નહીં. દેવલોકમાં કલ્પવાસી દેવો એક વાર ભોગવે તેમાં તેના ર હજાર વર્ષકાળ પસાર થાય આવા દિવ્ય ભોગો દીર્ઘકાળ ભોગવવા છતાં તૃપ્તિ થઈ નથી. તે જ પ્રમાણે ૮માં દેવલોક સુધીના દેવો દેવલોકની દિવ્યવાવડીઓમાં સ્નાન સુખમાં સંતોષ ન થતાં તેઓ મેરૂ પર્વતની વાવડીમાં સુખ માણવા જાય અને ત્યાં આસક્ત બની દેવભવ પૂર્ણ થાય તો મરીને તંદુલ્યામચ્છ તરીકે જ્ઞાનસાર-૩ || 270 Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન થાય અને ત્યાંથી ૭મી નરકમાં પણ જાય. આથી અહીં ટીકાકાર મહર્ષિ કહી રહ્યા છે કે ઉત્તમ દેવલોકના ભોગોની પ્રાપ્તિ અનંતીવાર દીર્ઘકાળ પ્રાપ્ત થઈ છતાં તે ભોગોમાં તેને તૃપ્તિ થઈનથી તો હવે કયાંથી થવાની પણ તૃપ્તિને બદલે તૃષ્ણાની જ વૃધ્ધિ થાય. તેથી વિષયોમાં રહેલી સુખ બુધ્ધિનો ત્યાગ કરી, આત્મામાં જ સુખ છે અને આત્માનું સુખવિષયોના ત્યાગમાં જ અને સ્વ ગુણોના ભોગથી પ્રાપ્ત થાય તેવી બુધ્ધિ કરવાથી વિષયોથી મુકત થઈ આત્મામાં જ સ્થિરતા પામી આત્મ ગુણોમાં જ લીન બનવાથી પરમાનંદ તૃપ્તિના સ્વાદને તત્ત્વ જ્ઞાનીઓ સહજ માણનારા બને. સાચી તૃપ્તિ- શાંત રસના સ્વાદ રૂપ. ગાથા : 3 યા શાનૈકરસાસ્વાદા, ભવેત્ તૃપ્તિરતી ક્રિયા સા ન જિન્દ્રિય દ્વારા, પરસાસ્વાદનાદપિ / 3 શાન્ત એક રસ (સમતા સ્વભાવ) ના આસ્વાદનથી જ અતીન્દ્રીય તૃપ્તિ થાય છે. તે જિહોન્દ્રિય દ્વારા ષસના ભોજનથી પણ થઈ શકતી નથી. પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ. જ્ઞાનસારના તૃપ્તિ અષ્ટકમાં સાચી તૃપ્તિ "શાન્તરસ (સમતાને) ભોગવવું તે જ સાચી તૃપ્તિ છે તેમ જણાવી રહ્યાં છે. તે જ વાતને ટીકાકાર પૂ. દેવચંદ્રવિજય મ. તેને વિસ્તારથી સમજાવતા કહે છે કે, શાન્ત રસ રૂપ તૃપ્તિને સમતા સ્વભાવ રૂપ હોવાથી તે આત્મમાં પ્રગટ થનારી છે. તેથી તે અતીન્દ્રિય અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા ભોગવી શકાય તેમ નથી. "બરછલ્લી રસની - રસનેન્દ્રિય પાંચે ઈન્દ્રિયોમાં પ્રધાન છે. રસનેન્દ્રિય જે જીતે તે સર્વ ઈન્દ્રિયને જીતનારો બની શકે. પંચેન્દ્રિયના સુખોમાં - પર્સ સ્વાદનું સુખ મુખ્ય ગણાય છે. બીજી ઈન્દ્રિયો દ્વારા એક એક જ વિષયનું સુખ મણાય છે. જ્યારે જિલ્લેન્દ્રિય દ્વારા-સ્વાદ સુખની સાથે સ્પર્શ સુખ અને મધુર ધ્વનિ વ્યક્ત પ્રગટ કરી શ્રવણેન્દ્રિય સુખ સ્વયં માણી અને બીજાને પણ આસક્ત કરી શકે. જિહોન્દ્રિય દ્વારા મુખ્ય ષટુ રસ જે આહારના પુદ્ગલોમાં જ્ઞાનસાર–૩ || 271 Page #273 -------------------------------------------------------------------------- ________________ રહેલા તિખો, કડવો, તૂરો, ખાટો, મધુર અને લવણ રસ જાણી માણી શકે. આ પુદ્ગલ દ્રવ્યના રસરૂપ ગુણ છે. આત્માઅતીન્દ્રિય છે. પુદ્ગલના રસને ઈન્દ્રિયો વિનાતે જાણવા સમર્થ છે. કેવલીના આત્માઓ ષટ્રસ ઈન્દ્રિય વિના જ પૂર્ણ રૂપે - ચોક્કસ રૂપે જાણે છે પણ તેમને તે રસોના સ્વાદ માણવાનો ભાવ-પ્રયત્ન થતો નથી. કારણ તેમનામાં કષાય રસ નથી. કષાય રસવિના ષસમાં સુખનો ભાસ ન થાય. જેમ માત્ર ભજિયા હોય તો તેટલા સ્વાદિષ્ટ ન થાય પણ તેમાં ચટણી ભેળવવામાં આવે અથવા રસોઈમાં પણ જો મસાલા કે મીઠુંઆદિકંઈનાખવામાં ન આવે તો વિશિષ્ટ સ્વાદનો અનુભવ થતો નથી. તેમ આપણને પુદ્ગલોના પસમાં જે આસ્વાદ સુખનો ભાસ થાય છે તેનું મૂળ કારણ તેમાં ભળતો કષાય રસ (માન, રાગ, રાગાદિ) સુખ, આનંદ, આસકિત, અનુમોદન રસ રુચિ આદિ જે કંઈ લાગણીઓનો અનુભવ થાય તે બધી લાગણીઓ કષાય રસના ઉદય રૂપે છે. આથી કષાય રસના ઉદયથી ષટ્રસરૂપ વિષયમાં જે આસ્વાદસુખના આભાસરૂપ જે તૃપ્તિ છે તે તૃપ્તિનથી પણ વાસ્તવિકતૃષ્ણા છે. તૃષ્ણા એ ઠંડા અગ્નિરૂપ છે. ગુપ્તરૂપે અગ્નિ પ્રગટ થાય અને જેમ અગ્નિમાં ગમે તેટલા લાકડા, બળતણ નાખો તો તે અગ્નિ શાંત થતી નથી પણ વૃધ્ધિ પામે છે તેમ અહીં પણ તૃષ્ણા અગ્નિ વૃધ્ધિ પામે અને અધિક અધિકવિષયોની ઈચ્છા આસક્તિ કરાવે, અને આત્મા આકુળ-વ્યાકુળ અશાંત થાય. આથી કોઈપણ એક વાનગીમાં સંતોષ ન થાય. તેથી નિરાળી નિરાળી વેરાયટીની ડિમાંડ ઉભી થાય. મંગુ આચાર્ય સ્વાદ સુખમાં આસક્ત થતા વ્યંતરમાં ઉત્પન્ન થયા. આહારના રસમાં આસક્ત બનેલા "દિગ્દર્શક સત્યજીતરોય' જેઓ છેલ્લા 87 દિવસથી પથારીવશ, માત્ર નાકની નળી વડે જ પ્રવાહી અપાતું, તેવી સ્થિતિમાં અભિનેતા ચેટરજી પૂછે છે–"કંઈક ઈચ્છા રહી જાય છે?" - "હા, થોડું ગુડ સંદેશ લાવી આપો. (બંગાળી મીઠાઈ, ફાટેલ દૂધની છીણીમાંથી જ્ઞાનસાર-૩ || ૨૭ર Page #274 -------------------------------------------------------------------------- ________________ બને) મને હજી તૃપ્તિ થઈનથી. મનુષ્ય ભવદુર્લભ મળ્યો, બધા દેશોમાં ભારત દેશ મહાન. જુદા જુદા ગામ, નગરની જુદી જુદી રીત, જુદી જુદી વેરાયટી, તેનો સ્વાદ માણવા આઠ દાયકા ઓછા પડયા. હજી તો કેટલા ગામ નગરના સ્વાદો રહી ગયા હશે? કદાચ દીર્ધાયુષ્ય પૂર્વકના 7 ભવ મનુષ્યના મળે તો પણ તે ઓછા પડે. આમ અંત ઘડી ષટ્રસ સ્વાદને માણવાના અધ્યવસાયમાં જ જીવન પૂર્ણ થયું. a ષટુરસના ભોજનમાં તૃપ્તિ શા માટે ન થાય? પર્સનો (સ્વાદ) અનુભવ માટે ઈન્દ્રિયની જરૂર પડે. ષટ્રસપુદ્ગલ એ રૂપી છે અને તેનું જ્ઞાન કરનાર ઈન્દ્રિય પણ રૂપી છે. તેથી રૂપી-રૂપીને ગ્રહણ પરિણમન કરી શકે. તેથી પુદગલ-પુદગલ દ્રવ્યને ગ્રહણ કરી શકે, પુદગલ-પુદગલમાં સંયોગ સ્વરૂપે થઈ શકે પણ આત્મ દ્રવ્ય અરૂપી છે તેથી રૂપીને ગ્રહણ પરિણમન ન કરી શકે. તેથી અરૂપી આત્મા માટે રૂપી પુદ્ગલ પરમાણુઓનો સમુહ આત્મા માટે અભોગ્ય છે. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે આત્માસ્વરૂપાનુભવી પુદ્ગલગુણોનો જ્ઞાતા છે ભોક્તા નથી. આત્મા પોતાના સ્વરૂપમાં રહેલા પોતાના અરૂપીતાદાત્મ ભાવે રહેલા ગુણોનાં જ ભોક્તા છે અર્થાત્ જ્ઞાનાદિ ગુણો જ આત્માને ભોગ્ય છે પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ શબ્દાદિ રૂપી અને સંયોગ સંબંધે રહેલા પુદ્ગલ ગુણો આત્માને ભોગ્ય નથી. પણ સુધાવેદનીયના ઉદયથી વેદનાના શમન માટે આહાર પુદગલોનો પ્રયોજન છે તેનાથી આત્માને સુખ–અનુભૂતિ થતી નથી, માત્ર વેદના શમન પૂરતી છે. જેમ રોગમાં દવાનું કાર્ય રોગ શમન કરવા પૂરતું હોય છે પણ દવા ખાવાથી આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી, નહીં તો શરીરમાં રોગના અભાવમાં પણ દવાનો ઉપયોગ થાય. તો આહાર વાપરતા જે સુખની અનુભૂતિ થાય છે તે શું છે? આહાર વાપરતા - જિત્યેન્દ્રિય દ્વારા આહારમાં રહેલા પર્સનું (મધુર, ખટાશાદિ સ્વરૂ૫) જ્ઞાન થાય છે. આત્મા ષસ સ્વાદનો જ્ઞાતા બને પણ તેનો ભોક્તા જ્ઞાનસાર-૩ // 273 Page #275 -------------------------------------------------------------------------- ________________ બની શકતો નથી. પણ સ્વાદના જ્ઞાનની સાથે કષાય રસ (મોહના ઉદયથી) ભળવાથી ષટ્રેસમાં રતિ–રાગ અને માનના ઉદયથી સુખ માણવારૂપભ્રાંતિ થાય છે. આથી મોહના ઉદયથી ઈન્દ્રિયો વડે થતા જ્ઞાનમાં સ્વાદ સુખની ભ્રાંતિ તે સ્વરૂપથી સુખરૂપ-તૃપ્તિ રૂપ નથી પણ આત્મનઃ જ્ઞાનાનન્વાનુમાવ તુતિઃ | આત્માના જ્ઞાનાનુભવ સાથે આત્માનું આનંદને વેદવું તે સાચી તૃપ્તિ છે. પુદ્ગલના ભોગો અસ્થિર, અનિત્ય, વિનાશી અને પરિવર્તનશીલ છે. તેથી તેમાં સ્થિરતા કેતૃપ્તિ ન થાય પણ તેને ફરી ફરીને ભોગવવાનો ભાવ આવે છે. તેથી તૃષ્ણા વધે છે. અસ્થિરતા વધે છે. પરવસ્તુની સતત તૃષ્ણા રહેતાં આત્મા પોતાનાથી વિમુખ બનશે. આત્મા પોતાના ગુણોથી વિમુખ બને તે મોટામાં મોટો પ્રમાદ થાય છે. પુદ્ગલોમાં સુખ નથી આત્માને તે ભોગ્ય નથી પણ પીડાકારક છે. હુંઆત્મા છું તે નિર્ણય થાય. હું શરીર નથી જ એવી પ્રતીતિ થાય તો જ આત્માના ગુણોની રુચિ થાય-સમજાય કે આત્માના ગુણો એજ આત્માની શાશ્વત સંપત્તિ છે અને આત્મા તેને જ ભોગવી શકે છે. જીવ જ્યારે પોતાની આ ગુણ સંપત્તિ ભોગવે છે ત્યારે તે અભયભાવને પામે છે. જ્યારે જગતની સંપત્તિ પરાધીન છે, આત્મા તેને ભોગવી શકતો નથી પણ આત્મા જ તેમાં ભોગવાઈ જાય છે. એટલે જ કોઈ પણ ભોગ વધારે કાળ, વધારે પ્રમાણમાં ભોગવવા જાય તો અકળામણ થયા વગર રહેતી નથી. આથી તે ભોગના વિષયને થોડા સમય છોડી દે કાં બદલાવે. આ વાતની પ્રતીતિ થાય ત્યારે આત્મ–વીર્યથનગનાટવાળું બની કાર્ય કરે "ાગને કે ભવમે સોના નહીં." શ્રધ્ધા, પ્રતીતિ, રુચિ અને ઝખના આત્મગુણો પ્રત્યે ન થાય ત્યાં સુધી આત્મા મુડદાલ થઈને બેસે અને જ્યારે આત્મા જાગે છે ત્યારે સનત્તકુમારની જેમ એક ક્ષણમાં બધા વિષયવિલાસો અનુકૂળતાને છોડી દે. જ્ઞાનસાર-૩ || 274 Page #276 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞના મુખકમલમાંથી નીકળેલાં જિનવાણીના ઝરણાં - જે ઝીલે તેને સર્વજ્ઞ જ બનાવે, યોગ્યને જિનવાણી તારે. માટે જ પ્રભુ ગૌતમને વારંવાર કહેતા હતાં - સમયે યમ મા પમાયા ! ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન હોય ત્યારે મિથ્યાત્વનો પ્રદેશોદય હોય લાગે. જેમ કે તાવ હોય પણ થર્મોમીટરમાં ન પકડાય જો સાવધ ન રહીએ તો ૪-પડિગ્રી તાવ થઈ જાય. આથી પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય જ છે એવી નિર્વિકલ્પ શ્રદ્ધા દ્વારા વિશેષ તત્ત્વને જાણી તેની પ્રતિતિ કરવા વડે શ્રધ્ધા દૂઢ થવી જોઈએ. પ્ર. જીવે શું પામવાનું છે? ઉ. આત્મામાં રહેલા સત્તાગત ગુણ સંપત્તિને પામવાનો પુરૂષાર્થ કરવાનો છે પણ "આત્મા" પોતાને ભૂલી પર એવા પુદ્ગલની સંપત્તિને પ્રાપ્ત કરવામાં અસ્થિર બની ભમતો રહે છે. આથી તૃપ્તિને બદલે તૃષ્ણાની જ વૃધ્ધિ મળી, પાછી તેમાં સુખની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેથી તેમાં આસકત બની સંસાર-સાગરને તરવાને બદલે ભવસાગરમાં વધુને વધુ ડૂબતો જ રહ્યો છે. તેને ઈષ્ટવસ્તુમાં અનિષ્ટની બુદ્ધિ આવી, તેમાં કષાયવૃત્તિ તીવ્ર બની. કંડરીક મુનિ–૧૦૦૦ વર્ષનું સુંદર સંયમ જીવન પાડીને પણ 1 દિવસમાં તીવ્ર આસકિત પૂર્વક ખાવામાં મગ્ન બની મરીને ૭મી નરકે ગયો. આસકિત આત્માની શકિતને હણી લે છે, વિવેકબુદ્ધિને નષ્ટ કરે છે, દુર્ગતિનું ભાજન બનાવે છે. આપણે આત્મા અને તેના ગુણો પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ કેળવવાની હતી. આત્માએ જે વ્રતો લીધા - પછી સર્વવિરતિ ગ્રહણ કરી - સર્વ સાવધ સંયોગોથી વિરામ પામી અપ્રમતપણે આરાધના કરવાની હતી તે ન કરી તેથી તો જ્ઞાનીઓ કહે છે, અનંતા ઓઘા લીધા છતાં આત્માનું પરિભ્રમણ અટક્યું નથી તો નિશ્ચય થાય કે જીવે હજી સુધી શુધ્ધ ચારિત્રનું પાલન કર્યું નથી અર્થાત્ જ્ઞાનસાર-૩ // 275 Page #277 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં પૂર્ણ રમણતા કરી નથી. તે આત્મામાં રહેવાનું કેવી રીતે? "કાયાનો સાખીધર રહ્યો, અંતર આતમ સ્વરૂપ શું શાની" (5. આનંદઘનજી મ.) કાયા કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે કર્મ આપણો દુશ્મન છે. તેથી કાયા પણ આપણી દુશ્મન છે આપણે દુશ્મનને પકડીને બેઠા છીએ તો શું ઉદ્ધાર થાય? દુશ્મન એવી કાયા પર પણ સમત્વ ભાવ કેળવવાનો નથી. ૪થે ગુણઠાણે સમકિતી-કાયાને સાક્ષીરૂપ-સહાયરૂપ માની તેની સાથે ઉદાસીન ભાવે વ્યવહાર કરે તેથી તેને તીવ્ર પાપો બંધાતા નથી. માટે જ સૌ પ્રથમ આત્મ-તત્વનો નિર્ણય થવો જોઈએ. આત્મા–અને તેના ગુણો મારા. એમ ન થાય ત્યાં સુધી જ વિષય–ત્યાગદુર્લભ છે. નિર્ણય થતાં જ તેને વિષયો પ્રત્યે દષ્ટિ કરવાનું પણ મન નહીં થાય. 0 અત્યારે આત્મા કેવો છે? "દુઃખનો દ્વેષી અને સુખનો રાગી." दुःख द्विद्, सुख लिप्सुः, यां यां करोति चेष्टा, तया तया दुखं समादत्ते। (પ્રશમતિ) અત્યારે આત્મા દુઃખનો દ્વેષી છે અને સુખમાંલેપાયેલો છે. તેથી જે જે ચેષ્ટાને કરે છે તેમ તેમ તે ચેષ્ટા વડે દુઃખનો જ આદર કરે છે. તેથી જ... "પરલથાણ તે દુઃખ કહીએ–નિજ વસ્તે સુખ લહીએ." આત્મગુણોથી જ સુખ પામી શકાય. આથી પરમાત્માએ સર્વસંયોગો છોડી નિસંગ બનવાનું કહ્યું છે. 'ત સંગ સંબંધ, સબંતિનિખ વિિરબં જ્ઞાનસાર-૩ || 276 Page #278 -------------------------------------------------------------------------- ________________ પણ જીવ શું કરે છે? એક સંજોગ છોડી બીજા સંજોગોને પકડે છે. આપણે સંયમ લઈને સદા આત્મા સાથે રહેવાનું હતું. શુદ્ધાત્મદ્રવ્યમેવાડ શુક્રશાને મુખમમા હું સત્તાએ શુધ્ધાત્મ દ્રવ્ય છું અને જ્ઞાન મારો ગુણ છે તે જ્ઞાન ગુણની પૂર્ણતા માટે મારે સતત સ્વાધ્યાય અને સંયમ વડે આત્માની અનુભૂતિ વડે આત્મામાં મારે તૃપ્ત થવાનું છે તેને બદલે માત્ર બાહ્મક્રિયા–તપમાં ધર્મમાંની લોકોના માન સન્માન ઈષ્ટ ગોચરી આદિમાં આસક્ત બની તૃપ્તિને બદલે તૃષ્ણા વધારી. તે આપણે કેવા છીએ? વ્યવહારથી સાધુ નિશ્ચયથી સંસારી કહેવાય.આવિષય-તૃષ્ણામાંથી બહાર નીકળશું તો જ આત્માની સાધના થશે. આત્માની જે તૃપ્તિ છે તે અતીન્દ્રિય છે અને શાંત રસમાં મગ્ન કરાવનારી છે. પરસના ભોજન દ્વારા જે તૃપ્તિ પામે છે-તે વેદના આપનારી અને ચિત્તને વ્યાકુળ બનાવનારી છે. જ્યારે શાંતરસથી થતી તૃપ્તિ આત્માને પૂર્ણ સંતોષ આપનારી છે. તે માટે આત્માને આત્માનું સ્વરૂપ-જ્ઞાન જરૂરી છે. તેનું સ્મરણ કરવાથી જ મોહનો વિગમ થશે. જાણવું- એ ક્ષયોપશમથી જણાઈ જાય પણ માણવું એ જુદી વસ્તુ છે. આત્મામાં તદાકાર બની શરીરાદિ બધાને ભૂલીએ ત્યારે આત્માને માણ્યો કહેવાય. રૂપ રહિત એવા આત્માનું સ્મરણ–"હું અરૂપી છું." તો તે આત્માને કયારેય રૂપમાં મગ્ન બનવા નહીં દે. તે માટે જ કાઉસગ્ગ–ધ્યાન છે."હું શરીરથી નિરાલો છું, શાશ્વત છું. આનંદમય છું, અરૂપી છું." તેનું જ ધ્યાન તે આત્માનું ધ્યાન થયું કહેવાય. જ્યારે આત્માને પોતાના ગુણોને ભોગવવાનું મન થાય અને તેનું વેદન કરે ત્યારે તે શાંત–રસનો અમૃત સ્વાદ માણી શકે છે."વસ્તુ–વસ્તુવિચારત, દયાવતે મન પામે વિશ્રામ. રસાસ્વાદસુખ ઉપજે, અનુભવતા નામ." પુદ્ગલ વસ્તુ અને આત્મ વસ્તુ વિચારતાં પુદ્ગલની નશ્વરતા, પરિવર્તનતા અને અસારતા સમજાઈ જતાં, જે પુગલમાં મનદોડતું હતું તેનાથી જ્ઞાનસાર-૩ || 277 Page #279 -------------------------------------------------------------------------- ________________ વિશ્રામ પામી જાય અને આત્માની શાશ્વતતા અને અભેદતા સંબંધ સમજાઈ જતાં આત્માની બહાર મનનું વિચરણ બંધ કરતાં આત્મામાં રહેલાં શાંત-રસ તે માણી શકે છે. મનને પરમાં નિસારતા સમજાશે ત્યારે તે 'સ્વ' માં જશે. સ્વરૂપ અનુભવાત્ ના પદ તિઃ દા.ત. સનતકુમાર ચક્રવર્તી - 3 ભવ પૂર્વે રાજા-૫૦૦ રાણીઓ છતાં શ્રેષ્ઠિકન્યાને પરણ્યો-તેનામાં લીન થયો. તેથી બીજી રાણીઓએ ભેગા મળી કામણ પ્રયોગ કર્યો - રાજાથી વિમુખ બની - મરી ગઈ– છતાં રાજા તેને છોડતો નથી. પ્રધાનો વિચારે છે કે હવે આ રાણીને જલ્દી નહીં લઈ જશું તો રાજા ગાંડો બની જશે. તેથી રાણીના મૃતદેહને જંગલમાં મૂકી આવ્યા. શરીર શિયાળ વડે ખવાયું, હાડપિંજર પર કીડીઓના તથા માખીઓના થરના થર વ્યાપ્ત અને આંખો બખોલથી બિભત્સ બની બેડોળ અવસ્થાને ત્રીજા દિવસે રાજાએ જોતા વૈરાગ્યને પામી ગયો. શરીરની આ અસારતા પત્નીના સંબંધની નિસારતા સમજાઈ ગઈ તેથી તેના ફળ રૂપે રાજા–રાજર્ષિ બની ગયા. વસ્તુને યથાર્થ રૂપે સમજશું તો જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવશે. તો જ આત્માના ગુણોને ભોગવવાની સાચી ઝંખના ઉભી થશે. આથી જ ક્રમસર કહ્યું છે સહ્યામિ - રિયામિ - રોમિ - પાલિ - પામિ અને અનુપાનિ - વારંવાર પાલન થતાં-ક્રમસર તે રીતે અનુભવતાં કષાયથી રહિત અવસ્થા આવશે ત્યારે તે શાંતરસનો અધિકારી બનશે. પ્રતિકૂળતામાં આત્મા સાવધાન બની કષાયને છોડશે અને ગુણનું ચિંતન કરશે અને સમતાથી પ્રતિકૂળતાને વેદશે. એમ સમ્ય રીતે વારંવાર થવાથી આત્મા સમતા રસનો અર્થાત્ શાંત-રસાસ્વાદનો અધિકારી બને. "જેમ તન-મન વિષયમાં, તેમ આતમ લીન, તો શાણમાં શિવ-સંપદ વરે, ન ધરે દેહ નવીન..." (યોગસાર) જ્ઞાનસાર-૩ || 278 Page #280 -------------------------------------------------------------------------- ________________ જેવો જીવ વિષયમાં લીન બને છે તેવો જ જીવ જો આત્મામાં લીન બની જાય તો કર્મોના થોકને નિર્ભર છે - નવા કર્મો બંધાતા નથી. આવો જીવ જલ્દીથી શિવ-પટરાણીને વરે છે. સનત્કુમાર ચક્રવર્તીને કાયાનો ગર્વ થયો. આથી એક સાથે 10 મહારોગો ઉત્પન્ન થયા. રાગ-દ્વેષ સહિત ખોરાક વાપરીએ તો તેનો વિકાર થયાવિના રહે નહીં. માટે જ કહ્યું છે કે"આહાર તેવો ઓડકાર". સારા-ખોટાનું જ્ઞાન થાય પણ તેમાં રાગ-દ્વેષ ન થવા જોઈએ. સનત્કુમાર ચક્રવર્તીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતો. તેથી સોળ મહારોગોની સામું જોતા નથી. જ્ઞાતા-દષ્ટ ભાવ શરીર પ્રત્યે કેળવે છે. "ભાસ્યો દેહાધ્યાસથી, દેહ–આત્મા સમાન, પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણ પામ." (શ્રીમ) તેઓ વિચારે છે મારો કષાયનો રોગ જશે તો આ રોગો જવાના જ છે. તેમને ભાવરોગ દૂર કરવાની ઈચ્છા થઈ આથી દેહાસકિત છૂટી ગઈ. માટે જ કહ્યું છે કે "આત્મજ્ઞાની શ્રમણ કહાવે - બીજા તો દ્રવ્યલિંગી". આત્માની અરૂપી અવસ્થાને પકડશો તો દેહ પ્રત્યેની મમતા તૂટી જશે, રૂપ અવસ્થાને પકડશો તો મોહથી દુઃખી થશો. અનુકૂળતા-પ્રતિકૂળતામાં વિકલ્પ ઉભો નહીં થાય અને જો ચિત્ત 'સ્વ' માં સ્થિર બન્યું તો તે શાંતરસને માણે છે. સ્થૂલિભદ્ર મહાત્મા ષડૂસ ભોજન વાપરતાં પણ તેમાં લીન નહોતાં. તેઓ પુદ્ગલને પુદ્ગલ માનીને તેમાં રાગ નહોતાં કરતાં તેથી તેમણે ભોજન પણ પચી જતાં હતાં. ષડૂસને આરોગતાં–તેમાં કષાય રસ ભેળવવાનો નથી પણ તે કષાય રસથી દૂર રહી - નિરાગ ભાવે વાપરી લેવાનું છે. તો જ શાંત રસનો સ્વાદ જ્ઞાનસાર–૩ || 279 Page #281 -------------------------------------------------------------------------- ________________ માણી શકાય. પરમાત્માની બધી આજ્ઞા આત્મા સાથે રહેવા માટે છે. મોહની બધી આજ્ઞા શરીર-પુદગલ સાથે રહેવાની છે. આત્માને પુદ્ગલની સાથે રહેવાનું મન થાય એટલે નામ કર્મ બંધાય - શરીર એ નામકર્મની પ્રકૃતિ છે. માટે પર્યાપ્તિ' નામકર્મ ઉદયમાં આવે. શરીરયોગ્ય પુગલોનું ગ્રહણ પર્યાપ્તિનામકર્મ દ્વારા થાય. તે વખતે તેને કોઈ બોધ નથી. મારે આહાર કરવાનો છે પણ કર્મો બાંધ્યા એટલે તે ભોગવવાના થાય છે. જીવ ઉપવાસ કરે, માસક્ષમણ કરે –બધું કરે પણ આત્માનું આત્મા સાથે રહેવું બહુ દુર્લભ છે. મુનિપણામાં જ આ શકય છે. પરમાત્માની બધી આજ્ઞા જીવને પોતાના આત્મા સાથે રહેવા માટે છે. પુદ્ગલોને ગ્રહણ કરવાનો ભાવતે મોહનીયનો ઉદય-તેમાં સુખનો આભાસ તે પણ મોહનીયનો ઉદય. પુદ્ગલો આત્મા માટે ભોગ્ય નથી, છતાં તેને ભોગવું છું. તમારા સ્વભાવની વિરુદ્ધ છે તેથી તેના વિષે વિરકત થવાનો ભાવ-પ્રયત્ન કર. પુલને ગ્રહણ કરવાનો અભિલાષન થવો જોઈએ. અભિલાષ થવો તે મોહનો ઉદય છે. પુલને ગ્રહણ કરવાનો અભિલાષ મોહની કર્મના ઉદયથી થાય છે. પ્ર. ૧૩મે ગુણસ્થાનકે કેવલીને આહાર ગ્રહણ કરવા છતાં સામ્પરાયિક કર્મબંધ કેમ નહીં? ઉ. કેમકે તે આત્માને આત્મા સિવાય ક્યાંય રહેવાનો પરિણામ નથી. કેવલી ભગવંતોને આહાર–સંજ્ઞા ન હોય. શરીર પુદ્ગલ છે તેને ટકાવવા પુદ્ગલની જરૂર પડે માટે તેને ગ્રહણ કરે પણ તેમાં મોહ ભળતો નથી માટે કેવલીને આહાર કરવા છતાં સામ્પરાયિક કર્મબંધ થતો નથી. માટે જ મોહના ઉદયથી સાવધાન રહેવાની જરૂર છે. પુદ્ગલથી છૂટા થવાનું મન ન થાય તો અકામ-નિર્જરા જ થાય. જ્ઞાન સાર-૩ || 280 Page #282 -------------------------------------------------------------------------- ________________ સમકિતીને શરીર = પુદ્ગલનું અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. આથી કર્મબંધ પણ અલ્પ જ થાય છે. સર્વશની વાતનો સ્વીકાર અંતરથી કરીએ તો મિથ્યાત્વ જાય, પુદ્ગલ પ્રત્યે (શરીર) આદરભાવ જાય. માત્ર ગ્રહણ પરિણામ યોગ–નિમિત્તક છે. તેમાં જે અભિલાષ–સુખ બુધ્ધિ–આનંદતે મોહનીય કર્મ.દર્શનીય–મોહનીય–જેમાં સુખ નહોય તેમાં સુખ મનાવે. ચારિત્ર–મોહનીય જેમાં સુખ નથી તેમાં સુખાભાસ કરાવે તેથી તે ઊંધી પ્રવૃત્તિથી અટકવાનું છે, તે અટકાવનાર કોણ? અટકવાનો ભાવ સમ્યગદર્શન થી પ્રગટ થાય અને ચારિત્રનો પરિણામ પ્રગટે ત્યારે તે અટકી જાય. આત્માનો સ્વભાવ જ્ઞાતા-દષ્ટા પછી તેમાં ગ્રહણ આદિનો અભિલાષા તે મોહનીયનો ઉદય, ને મોહનીયને દૂર કરવા દ્રવ્ય-ગુણ–પર્યાયથી દરેક વસ્તુનું ચિંતન કરવું પડે તો મોહનીય દૂર થાય. 'મારા સ્વરૂપનો હું જ્ઞાતા છું તેમાં રહેલાં ગુણોનો હું ભોકતા છું. જ્યારે પુદ્ગલો ગુણોના જ્ઞાતા કે ભોકતા નથી. કેમ કે તે 'વિનશ્વર છે. પુદ્ગલ રૂપી, હું અરૂપી માટે અરૂપી એવો મારા આત્મા રૂપી એવા પુગલોને ભોગવી ન શકે તેમ શ્રદ્ધેય તો બની જવું જ જોઈએ. જેમ દવા વાપરીએ છીએ તેમ આહાર પણ ઔષધ રૂપે વાપરવાનો છે. આહારમાં થતા ગમા-અણગમાના ભાવને રોકી શકાય છે. જ્ઞાનમાં ચિત્ત ભળી જાય તો આહારાદિમાંચિત ન રહે–ચિંતનાદિમાં ડૂબી જવાય. પુદ્ગલનો સ્વાદ એ આત્મા માટે સુખરૂપ નથી પણ દુઃખરૂપ જ છે, એમ સમજાય તો જીવે બે વાત સ્મરણમાં રાખવાની છે. (1) હું સત્તાએ જિન છું (કેવલી) (2) મારે જિન થવાનું છે. જ્ઞાનસાર-૩ // 281 Page #283 -------------------------------------------------------------------------- ________________ 1 જિન કેમ થવાય? જિનના વચનથી જ જિન થવાય.જિનમય બનવાનું છે. જિનના ગુણો ગાવા અર્થાત્ જિનના તત્ત્વમય બનવું. સતત સ્મરણ કરવું. તત્ત્વમય બન્યા એટલે જ જિનમય બન્યા. જેટલા અંશે જીવ રાગ-દ્વેષથી મુકત બન્યો તેટલા અંશે તે જિન બન્યો અને એટલી જ આત્માને શાંતિ સમાધિ મળશે.આહારમાં સ્વાદ કરવો તે આત્માનો સ્વભાવ નથી પણ આત્માના ગુણોને ભોગવવાથી જ તૃપ્તિ ના રસાસ્વાદને માણી શકાશે. દેવગુરુ પ્રત્યે વીતરાગ ભાવ એટલે અસંગ- અનુષ્ઠાન, સર્વસંગ રહિત થવાનું છે. રાગાદિ ભાવોથી રહિત થવાનું છે, ત્યારે જ વીતરાગ અવસ્થાને જીવ પામશે. તેને જ વીતરાગ - સંયમ- ગુણસ્થાનક કહેવાય છે. ગાથા-૪ સંસારે સ્વપ્નનું મિથ્યા, તૃપ્તિઃ સ્યાદાભિમાનિકી ! તથ્થા તુ ભાન્તિશૂન્યસ્ય, સાત્મવીર્યવિપાકકૃત કા જેમ સ્વપ્નમાં મોદકખાવાથી કે જોવાથી વાસ્તવિક તૃપ્તિ થતી નથી તેમ સંસારમાં વિષયોથી માની લીધેલી જૂઠી તૃપ્તિ થાય છે. સાચી તૃપ્તિ તો મિથ્યા જ્ઞાનરહિત સમ્યગ્દષ્ટિને હોય. તે તૃપ્તિ આત્મવીર્યનોવિપાક = પુષ્ટિ કરનારી છે. અર્થાત્ તૃપ્તિથી આત્મવીર્યની પુષ્ટિ-વૃદ્ધિ થાય છે. સંસારમાં વિષયોથી થતી તૃપ્તિસ્વપ્નવતુ અને અભિમાનને કરનારી યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યશ્રી સંસારમાં છે તે બતાવે છેઃ अयमात्मैव संसारः, कषायैन्द्रिय निर्जितः / तमेव तद्वि जेतारं मोक्षमाहु मनीषिणः // 5 // (યોગશાસ્ત્ર) જ્ઞાનસાર-૩ || 282 Page #284 -------------------------------------------------------------------------- ________________ કષાય અને વિષયોથી જીતાયેલો આત્મા જ સંસાર છે. અર્થાત્ સંસાર, આત્મામાં છે. આત્માની બહાર નથી અને મોક્ષ પણ આત્મામાં જ છે. કષાયો અને વિષયોને જિતનાર આત્મા એ જ મોક્ષ છે. વિષય કષાય રૂપ ભાવ સંસાર જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રૂપ વિભાવરૂપ છે અને કર્મ અને તેના ઉદય રૂપ ચાર ગતિની પ્રાપ્તિતદ્રવ્ય સંસારએ અઘાતિ કર્મના ઉદયરૂપ છે. આયુષ્યનામાદિ અઘાતિ કર્મના ઉદયથી જીવને જે શરીર રૂપ, આકાર, નિરોગીપણું અનુકૂળ સંયોગો, તથા ધનાદિ બાહ્ય સંપત્તિની જે પ્રાપ્તિ થાય તેનાથી જીવ પોતાને મહાન–સુખી માને, અને પોતાને લોકમાં સુખી તરીકે જીવન જીવી રહ્યો છે તેવું લાગવું તે, ઔદયિક કર્મના ઉદયથી પ્રાપ્ત કર્મફળ અવસ્થા–બાહ્ય સંયોગ રૂપ સંપત્તિ છે. તે ઉપાધિજન્ય, મિથ્યા અભિમાનને કરનારી, સ્વપ્નની જેમ માત્ર કલ્પનારૂપ તૃપ્તિ છે. "અભિમાનીકી કેમ?" કોઈગામડિયો માણસ અથવા બાળકો રેતીના મહેલ બનાવી, રેતીમાં સૈચાદિથી પોતાને રાજા માની ખુશ થાય - તો રાજા ન હોવા છતાં પોતાને રાજા માનવું તેમિથ્યા–અભિમાન રૂપ કહેવાય. તેમ આ કર્મના ઉદયથી ભલે સંપત્તિ, ધન, વૈભવ, રાજ્યાદિ મળી જાય પણ તે કાયમી નથી, જીવ તેના સાચા માલિકનથી.ગમે તે ઘડીએ તે બધું કર્મ સત્તાવિપરિત થતાં જતા વાર ન લાગે તેથી તે સ્વપ્નવત્ છે. એક રાજા–એકનો એક પુત્રબિમાર અંતિમ અવસ્થા, રાજ્યનું સર્વ કામ છોડી પુત્રની સેવામાં, ઉજાગરા, થાકના કારણે રાજાને ઘસઘસાટ ઉંઘ આવી, સ્વપ્નમાં રાજાને પોતાના બાર પુત્રો જણાયા, પરાક્રમી-શૂરવીર, રૂપવાન બધા રાજ્યોને જીતી રાજા સમ્રાટ બન્યો. બાર પુત્રો રાજાની સેવામાં હાથ જોડી, આજ્ઞા પાળવા તત્પર, રાજા અત્યંત ખુશખુશાલ તેટલામાં રાણીનો જ્ઞાનસાર-૩ // 283 - Page #285 -------------------------------------------------------------------------- ________________ રડવાનો અવાજ આંખ ખુલી. બીમાર પુત્રની આંખ કાયમી મીંચાણી-રાજા સ્તબ્ધ - આશ્ચર્યમાં - રાજા શું તમને પુત્ર મરણનો કોઈ શોક - દુઃખ નથી લાગતું?" રાજા કહે "કોને રહું? બાર ગયા તેને કે એક ગયો તેને?" આખખોલી તોબાર પુત્રો ગયા. રાજાને સ્વપ્નમાં પ્રાપ્ત પુત્ર–રાજ્ય સમૃધ્ધિ સ્વપ્નપૂરતિ તેમ કર્મના ઉદયથી જે કંઈ પ્રાપ્ત થાય તે પણ કર્મના ઉદય પૂર્ણ થાય એટલે ચાલી જતા વાર નહીં. છતાં મિથ્યાત્વના ઉદયે તે સર્વને પોતાની માની તેના પર મમતા કરી અને હું બધાથી 'મોટો' બધાથી વધારે સુખી-સમૃધ્ધ છું આવી મિથ્યા તૃપ્તિ કલ્પના રૂપે પ્રગટ થાય અને તે દુઃખ કરનારી થાય. આથી મિથ્યાત્વ એ મુખ્ય કારણ છે. મિથ્યાત્વથી જે પોતાનું નથી તે બધામાં મારાપણું-સ્વામિપણું આવે. જીવને જ્યાં મારાપણું ત્યાં સ્વાર્થરુચિ પરિણામ આવે. આત્મામાં સ્વાર્થભાવરુચિ પરિણામ ગુણ તરીકે પડેલો છે તે મિથ્યાત્વના ઉદયે રુચિ-પરિણામ પર વસ્તુમાં જશે. દા.ત. શરીર મારું છે તો પોતાપણું આવશે તો આત્માને શરીરમાં રુચિ થશે. માતાને પોતાના બાળકમાં મારાપણાનો ભાવ સહજ પણ પાડોશીમાં નહીં. દા.ત. માતાને પોતાના બાળકમાં મારાપણું સહજ આવશે. પડોશીના બાળકમાં નહીં આવે કારણ? પોતાનું માનેલું છે. મિથ્યાત્વના ઉદયથી વસ્તુ પરમારાપણાનો ભાવ છે. હા, સમ્યગદષ્ટિ માતાને બહારથી ફકત રહેશે પરંતુ અંદરથી મારાપણું ન રહેવું જોઈએ. વિનશ્વર પર્યાયવાળા એવા દ્રવ્યોમાં મારાપણાનો ભાવ શું કામનો ? કેમ કે તે સદાયે સાથે રહેવાના તો નથી - તો પછી શાશ્વત એવા આત્મા સાથે જ પ્રીતિ બાંધને, જેથી માનેલા મારાના વિયોગમાં પણ દુઃખ ન થાય. શાશ્વત એવો આત્મા અને આત્માના ગુણો જ જ્ઞાનસાર–૩ || 284 Page #286 -------------------------------------------------------------------------- ________________ મારા છે. બાકી બધું આ જગતમાં સ્વપ્નવત્ છે. જગતથી છુટવા જગત સાથે ઔચિત્ય પૂર્વક જરૂર પૂરતો જ વ્યવહાર કરવાનો. | સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે સર્વ જીવો પ્રત્યે 'સમદષ્ટિ' થવી જોઈએ. કારણ દરેક આત્મા સત્તાએ સિદ્ધ છે. તે દષ્ટિ પકડો તો જબધાને સર્વસમાન માનશો. ત્યારે જ મોહનો-પરિણામ નાશ પામશે અને 'વીતરાગ' થઈ શકશે. તેથી સમ્યગ્દર્શન નિર્મળ ન થાય ત્યાં સુધી સર્વ-વિરતીના પરિણામ નહીં આવે. આત્માનો 'રુચિ પરિણામ મ્યગદર્શન ગુણ રૂપે છે. હવે જ્યાં જ્યાં આત્માનોરુચિ પરિણામ ફરી જશે. દા.ત. દીકરો મારો-તોરુચિ-આત્મવીર્ય તે તરફ જશે. જો તમે સમજો કે સર્વ આત્મા સિદ્ધ સ્વરૂપી છે તો આત્માનો રુચિ પરિણામ–આત્મ વીર્યતે તરફ જશે. શરીરને કષ્ટ આવે ત્યારે પર માનીને છૂટવું હોય તો તે માટે સતત અભ્યાસ કરવો પડે તે માટે પંચાચારના વ્યવહારો કરવા જ પડે. પંચાચારના વ્યવહારની કિંમત થવી જોઈએ અને તે માટે આચરણ તે મુજબ કરવું જોઈએ. વર્તમાનમાં પંચાચારના વ્યવહારની સાચી સમજ પડી નથી તેથી પંચાચારના વ્યવહાર વડે સંસાર–વિસર્જનને બદલે સંસારનું સર્જન થાય છે. આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રક્રિયા તરફ જવું શકય નથી. આરાધના છે તેથી કરી લો છો. જે જિનાજ્ઞા મુજબ સમજણપૂર્વક કરવી તે સમર્થ - વ્યવહાર કહેવાય જે બીજા માટે પણ ઉપાદાનનું કારણ બનવું જોઈએ. તે રીતે કરતા નથી ફકત કરવા ખાતર આરાધના કરી લઈએ છીએ તે ખોટું છે. | "તું તત્વનો પરિચય કર" સમકિતના 7 બોલમાં આ વાત પ્રથમ મુકી છે. આ વ્યવહાર સૌ પ્રથમ કરવાનો છે, પછી બધા જ વ્યવહાર બરાબર ચાલશે. આપણે તત્ત્વને જાણવા બરાબર બેસીએ છીએ. પરંતુ જાણીને સ્વ–આત્મા માટે નિર્ણય કરવાનો છે, તે 'સ્વ-નિર્ણય' અલ્પ જીવો જ કરે છે પછી તેને ગુરુની સાચી જરૂર પડશે. જ્ઞાનસાર-૩ || 285 Page #287 -------------------------------------------------------------------------- ________________ અજીવ તત્વને જાણીને અજીવમય બનેલા આત્માને જીવમય બનાવવાનો છે. હું અજીવ નથી પણ જીવ એનિર્ણય થવો જોઈએ. અજીવના સંયોગના કારણે જીવ પોતે અધિકરણ રૂપ બની જાય છે. (જો તમે જીવ છો તેવું નહીં માનો તો) દા.ત. ચોરની ભેગો શાહુકાર રહેતો હોય તો તેની ગણતરી 'ચોર'માં જ ગણાય. તે જ રીતે અજીવના સંયોગમાં જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ પોતે અધિકરણ બનશે. હું જીવ છું તે ભાન લાવી પ્રથમ જીવતા થાવ - મિથ્યાત્વ જાય તો અમર બનાય. જીવને જીવનું ભાન નથી, હું એટલે શરીર - આ ભાવ તે જ પ્રમાદ છે. શરીરની મમતાના જ કારણે "આત્માનું સત્ત્વ' જે છે તે દબાય જાય છે. તેથી આત્મા પરિષહ-ઉપસર્ગને જરા પણ સહન કરી શકતો નથી. પ્રભુએ કહ્યું છે - રર પરિષહ સહન કરવા યોગ્ય છે છતાં સહન કરવા તૈયાર નથી અને પ્રભુએ અનુકૂળતા છોડવા યોગ્ય કહી છે છતાં તે મેળવવા બધા પ્રયત્નો કરવામાં અચકાતો નથી. a આત્મા સ્વ-રક્ષાનો સ્વાર્થી છે. જે જ્ઞાનની અંદર પોતાના આત્માનું ભાન થાય અને જે સંયોગ (શરીરાદિ) સાથે રહેલો છું તે પર સંયોગથી સાવધાન થાય તો તે આત્મા પરમાં થતી તૃપ્તિ (તૃષ્ણારૂપ) અભિમાનના ઘરની છે. મોહના ઉદયથી મળતી તૃપ્તિ અભિમાનના ઘરની છે. જે આત્મા માટે ભ્રાંતિ–શૂન્ય છે.અજ્ઞાન આત્માતૃષ્ણાથી ગ્રસિત (ઘેરાયેલો) છે.અનંતાનુબંધી જેવા કષાયવાળાને+મિથ્યાત્વ ઉદયવાળાને સતત પર વસ્તુને જ મેળવવાની તીવ્ર ઝખના-આસક્તિ હોય છે. તેથી જ તે મરીને દુર્ગતિમાં જાય છે. હેય વસ્તુ એને મિથ્યાત્વના ઉદયથી મેળવવા જેવી લાગે છે. સમ્યગુ દષ્ટિ જીવને આત્મા સિવાયનું બીજું કાંઈ પણ મેળવવા જેવું લાગતું નથી. જ્ઞાનસાર-૩ || 286 Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરવી પડે તે કરે પણ તેમાં વૃત્તિ ભળેલી ન હોય, જે કરવું પડે તેનો પણ પશ્ચાતાપ હોય.મિથ્યાત્વીને પર–વસ્તુ મેળવવાના એકધારા ભાવ ચાલ્યા જ કરે છે તે રોદ્રધ્યાન. કેમ કે મેળવવાની આસક્તિ છે. ન મળે તો મેળવવા ગમે તે પાપ કરવા તૈયાર થઈ જશે. આ તૃષ્ણા તેને દુર્ગતિમાં ધકેલી દે છે. - વિ અનુયાથી વીર્ય . જ્યાં રુચિ ત્યાં આત્મ-વીર્ય જાય છે. મમ્મણે વિચાર્યું - મારે બે રત્નોવાળા બળદ બનાવવા છે. એટલે તે પોતાની કલ્પનાથી ગ્રસિત થયેલો ઈષ્ટને મેળવવા માટે તૃષ્ણાને કારણે વેદના ભોગવે છે. આ વેદના ન ભોગવવી પડે માટે સતત પોતાના સ્વભાવમાં જ રહેવું ઘટે. સંસારની સકલ સંપત્તિ એ બધી પુદ્ગલના પુંજ (ઢગલા) રૂપે જ છે તે જ્યારે મળે ત્યારે તેને સંતોષ–અહોભાવની પ્રાપ્તિ કરાવે છે. જે અહોભાવ આત્મામાં કરવાનો હતો તે કષાયને વશ જીવ પુદ્ગલ પ્રત્યે અહોભાવ કરે છે. પ્ર. સાધુ જીવનમાં ઉપકરણ કેવા જોઈએ? કેમ? જ. ઉપકરણ સાદા, નિર્દોષ અને સંયમને સાધક હોવા જોઈએ. નહીંતર આદર આત્માના ગુણોમાં જવાને બદલે કિંમતી ઉપકરણોમાં જશે અને તેનો રાગ વધશે-પર વસ્તુનું મૂલ્ય આત્મામાં વધશે, તો સંસાર વધી જશે. સાધુ બનેલા સહસ્ત્રમલને રત્નકંબળ પ્રત્યેના રાગના કારણે ઉત્સુત્ર પ્રરૂપક અને ઉન્માર્ગ સ્થાપક શાસન પ્રત્યેનીક થયો. સમ્યગ્દષ્ટિને પુણ્યના ઉદયથી પ્રાપ્ત રત્નો–સોના વિ. ઉપાધિ રૂપ લાગશે જ્યારે મિથ્યાત્વની એ જ સંપત્તિ સુખરૂપ લાગશે. પરિવાર પણ અનુકૂળ મળ્યો હોય તો તે પુગલ પર જ મમતા કરશે. માયાવાળો મધુર વચનરૂપ ચાતુર્યદ્વારા પોતાનું કાર્ય કરી લેશે. સારાએવા સ્વજનથી પરિવરેલો આત્મા–બસ આ બધાથી પોતાની જાતને મહાન માનશે અને આ મારાપણાથી જ તે સુખ પામશે- સ્વામીપણાનું સુખ માનશે પણ આ બધી સંપત્તિ જવાના સ્વભાવવાળી છે. જ્ઞાન સાર-૩ || 287 Page #289 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય ધનાદિ સંપત્તિથી પ્રાપ્ત તૃપ્તિ ઉપાધિ જન્ય શા માટે? પૂ. ટીકાકાર મહર્ષિ પૂ.દેવચંદ્ર વિજયજી મ.બાહ્ય ધનાદિ સંપત્તિથી પ્રાપ્તતૃપ્તિ ઉપાધિજન્યના કારણો બતાવતા કહે છે - कल्पनारूपत्वाद्, गत्वरत्वाद् औदयिकत्वात परत्वात्, स्वस्तारोधकाष्ट कर्मबन्ध निदान राग देषोत्यादकत्वात दुःखमेव न तथा सुख हेतु : / કલ્પનારૂપ, જવાના સ્વભાવ રૂપ, ઔદયિક રૂપ, પર રૂપ અને સત્તાગત આત્માના ગુણરૂપ પર અષ્ટ કર્મના બંધના કારણ વડે આવરણ રૂ૫ રાગદ્વેષને ઉત્પન્ન કરનાર દુઃખરૂપ તૃપ્તિ છે પણ સુખનો હેતુ નથી. (1) કલ્પના રૂ૫ - જીવ જ્યારે જ્યાં જન્મ પામે છે ત્યારે તેની સાથે કે પાસે - કર્મ સિવાય કોઈ સંપત્તિ હોતી નથી, કાર્મણ–તૈજસ શરીર સિવાય કોઈ વસ્તુ તે લઈને જતો નથી. ઔદારિક શરીર કે વૈક્રિય શરીર પણ નવું ગ્રહણ કરે છે. તે સિવાયનું બધા ધનાદિ તે ગ્રહણ કરે છે, મેળવે છે અને હવે તે બધી વસ્તુને પોતાની તરીકે માન્યતા (કલ્પના) નો આરોપ તેમાં કરી માલિકપણું અને મમતાપણું કરી મિથ્યાભિમાન–મિથ્યાત્વ અને અભિમાન અને લોભ કષાય અને બીજા પ્રત્યે તુચ્છ–તિરસ્કાર દ્વેષ કરીને ક્રોધ કષાયને પુષ્ટ કરી કર્મ ભાર વધારીને જાય છે. (2) જવાના સ્વભાવવાળી–પુણ્યોદય અર્થાત્ કર્મના ઉદય પૂર્ણ થતાં તે પ્રાપ્ત બધી વસ્તુ– જવાના સ્વભાવવાળી છે. આયુષ્ય પૂર્ણ થતા - પ્રથમ પ્રાપ્ત શરીર રૂપાદિ છોડી દેવું પડે. માતા-પિતા-પત્ની આદિ સર્વ સંયોગો પણ જેના જેના આયુષ્ય પૂર્ણ –એટલે છોડીને ચાલ્યા જાય અથવા તેવા તેવા કર્મમાં ઉદયે–વિરહ થાય. પરદેશાદિ અનેકનિમિત્તો આવી પડે અને છુટા થઈ જાય. ધનાદિ સંપત્તિ પણ પુણ્ય પૂર્ણ થતાં ગમે તે નિમિત્તે ચાલી જાય. ભુકંપ, આગ, અકસ્માત, નદી પૂરાદિનિમિત્તે નાશ પામે. રાતોરાત રાજાઓને પહેરેલ કપડે જંગલમાં ભાગવું પડે.જેની ઉત્પત્તિ તેનો વિનાશ સંયોગ–તેનો વિનાશ, જ્ઞાનસાર–૩ // 288 Page #290 -------------------------------------------------------------------------- ________________ જન્મ તેનું મરણ, સર્જન તેનું વિસર્જન આ કુદરતના અટલ નિયમો છે. (3) ઔદયિક રૂપઃ કર્મના ઉદયથી જે વસ્તુ મળે તે ઔદયિક કહેવાય. આત્માની તમામ સંપત્તિ કર્મના ક્ષયથી કે ક્ષયોપશમથી કે ઉપશમથી જ મળશે, પણ શુભ કે અશુભ કર્મના ઉદયથી ન મળે. માત્ર મનુષ્યભવ, પ્રથમ સંઘયણાદિ સામગ્રી ગુણ સંપત્તિ પ્રગટ કરવામાં સહાયક બને. પણ કર્મના ઉદયથી જે કઈ શરીર સંપત્તિ, ધનાદિ સંપત્તિ કે રાજા, ચક્રવર્તી કે તીર્થકરાદિ કોઈ પણ પદની પ્રાપ્તિ જે કોઈ પુણ્યથી મળે તે બધું અતે જીવને છોડવું ફરજિયાત છે. આથી જ્ઞાની ભગવંતોએનિશ્ચયથી સર્વઔદયિક ભાવને હેય કહ્યો છે. સંપત્તિ આદિ પણ ઔદયિક હોવાથી કર્મના ઉદય પૂર્ણ થતાં અવશ્ય જનારી છે. (4) પરાધીનરૂપ - આત્મા અને આત્મામાં રહેલા ગુણો તે જ જીવને આધીન છે. આથી તે પ્રગટ થયા પછી આત્માની સાથે ને સદા રહેનારા અને આત્મા સદા તેમાં કોઈની પણ સહાય લીધા વિના સહજ સદા રમી શકે. એ સિવાય આત્માને જે કંઈ કર્મના સંયોગ રૂપ- શરીરાદિ બધી બાહ્ય સામગ્રી, સંપત્તિ, સત્તાદિ બધી પરાધીન છે. તેથી તેના માલિક સદા બની શકતા નથી. પણ તેના માલિક બનીને જીવે પરાધીન બનવું પડે છે. તેથી રક્ષા, આદિ કરવામાં ચિત્તચિત્તાદિ ભાવને પામી પોતાના સમતારસના પાનને ગુમાવે. (5) સત્તાગત આત્મગુણ સંપત્તિ-સ્વરૂપ કર્મબંધના કારણભૂત –બાહ્ય સંપત્તિ - રાગ દ્વેષને ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત છે. જેટલી બાહ્ય સંપત્તિ, પરિવાર, પદ, પ્રતિષ્ઠા, સત્તાદિ પ્રાપ્ત થાય તેના વડે જીવ પોતાની મહત્તા, મોટાઈ, મનાવવા વડે માન કષાય અને મારા પણા વડે મમતા બાંધવા વડે લોભ કષાય, બીજા સાથે તુચ્છ–હલકાઈ ભાવ કરવા વડે– ક્રોધ અને સંપત્તિ આદિ મેળવવા, સાચવવા, માયા, મૃષાવાદનું સેવનાદિ કરવા વડે અઢાર પાપસ્થાનનું સેવન કરવા વડે આઠે કર્મના બંધ થવા વડે આત્માની ગુણ સંપત્તિ પર કર્મનું આવરણ આવે અને આત્મા જ્ઞાનસાર-૩ || 289 Page #291 -------------------------------------------------------------------------- ________________ સમૂર્છાિમ રૂપને ધારણ કરે. ભવનપતિથી સૌધર્મ સુધીના દેવો રત્નના બગીચામાં મૂચ્છિત થઈ રત્નોમાં તથા પુષ્પ, ફળ, બીજમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય. ધનના ભંડારો ઉપર મમતા મૂર્છા કરી, કોઈએકેન્દ્રિય ભવમાં નાળિયેર, આંકડાદિ વૃક્ષ તરીકે, કોઈ સર્પ તરીકે તિર્યંચ ભવમાં ઉત્પન્ન થાય. કોઈધનાદિ કરી માન પોષીને હાથીના ભાવમાં પણ ઉત્પન્ન થાય. આમ જીવ બાહ્ય સંપત્તિ આદિ વડે અભિમાની બની અનંત ઋધ્ધિને ગુમાવનાર થાય. આમ બાહ્ય સંપત્તિથી મળતી તૃપ્તિ માત્ર મિથ્યાભિમાન દ્વારા સંસાર સર્જન કરી માત્ર દુઃખના કારણભૂત છે પણ આત્મ સુખનું કોઈ કારણ નથી. 1 સાચી શાંત રસના પાનરૂપ અધ્યાત્મિક તૃપ્તિ કોને થાય? જે આત્માઓનું બોધમિથ્યાત્વથી રહિત અને સર્વજ્ઞનાતત્ત્વથી રજિત અને ભ્રાંતિથી શૂન્ય તત્ત્વ દષ્ટિ પ્રધાન જ્ઞાની, સપુરુષો જેમણે સર્વજ્ઞ તત્ત્વ વડે પોતાના આત્માના સહજ સ્વભાવનો નિર્ધાર કરી અને તે સિવાય અન્ય કોઈની રુચિ ન કરવા વડે - માત્ર સ્વાત્મ ગુણ અનુભૂતિની માત્ર રુચિ કરી તે પ્રમાણે આત્મ વીર્યને પ્રર્વતવાનો જેનો અપૂર્વ થનગનાટ છે એવા યોગી મહર્ષિઓને અમૃત તુલ્ય ગુણ તૃપ્તિની પ્રાપ્તિ થાય. a આત્માના ગુણાનુભૂતિ રૂપ અમૃત તુલ્ય તૃપ્તિ કેવી હોય? આત્મવીર્ય વિપાક કૃપા - અમૃત તુલ્ય ગુણ તૃપ્તિના અનુભવ લક્ષવાળો સાધકકોઈપણક્રિયાયોગ–અનુષ્ઠાન વખતે પોતાના આત્મવીર્યને અપૂર્વ ઉત્સાહ પૂર્વક સ્વજ્ઞાનાદિ ગુણોમાં પ્રર્વતાવા પ્રણિધાનથી કટિબધ્ધ બને. સર્વજ્ઞ–પ્રણિત સર્વ અનુષ્ઠાન - આત્માનુભૂતિરૂપ સાધક છે. તેથી દરેક અનુષ્ઠાન પ્રણિધાન પૂર્વકના બતાવ્યા છે. a "ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું?" અહીં જે સાધક નિશ્ચયથી વંદન આવશ્યકમાં પૂર્ણતા નથી પામ્યા માટે તે આવ્યવહાર અનુષ્ઠાન કરી રહ્યો છે જેનો પ્રથમ ઉપયોગ હોવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 290 Page #292 -------------------------------------------------------------------------- ________________ તેથી પૂર્ણતા માટે આ અનુષ્ઠાન કરવાનું છે. "ચૈત્ય વંદના" પૂ. મહો. યશોવિજયજી પણ જ્ઞાનસારના ૧૧માં નિર્લેપ અષ્ટકમાં આ વાતનું સમર્થન કરતા કહે છેઃ "सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङकतः / शुद्धबुद्ध स्वभावाय, तस्मै भगवते नमः // (11-8 જ્ઞાનસાર) શુદ્ધ ભાવ પૂર્વકના અનુષ્ઠાનથી આત્મા દોષથી લપાતો નથી."શુદ્ધ ઉપયોગ કયારે ઘટે?" વ્યવહારથી જે કોઈ આત્મા શુદ્ધ જ્ઞાનમય પોતાના પૂર્ણ પરમાત્મ સ્વરૂપ સ્વભાવમાં રમી રહ્યા છે તેવા આત્માને મારા નમસ્કાર છે. નિશ્ચયથી મારી સત્તાગત શુદ્ધ સિધ્ધાવસ્થા અને જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ પરમાત્માની અવસ્થાને હું તે રૂપે પૂર્ણ થવા વંદના કરું છું અર્થાત્ તે રૂપે થવા મારું આત્મવીર્ય તેમાં પૂર્ણ પ્રયત્નપૂર્વક પ્રવર્તાવું છું. આત્મવીર્યને ગુણમય બનવા ગુણોમાં પ્રવર્તાવું તે આત્મવીર્યવિપાક છે. જેમ જેમ આત્મવીર્ય ગુણોમાં પ્રવર્તે તેમ મોહને દૂર કરનારું થાય. આથી ગુણો શુદ્ધ થાય. પ્રથમ દોષથી નિવૃત્ત થાય પછી ગુણની શુદ્ધિ-વૃધ્ધિ સતત ચાલ્યા કરે અર્થાત્ અપૂર્વ નિર્જરા અને ગુણ અનુબંધ રૂપ પુણ્ય કર્મ બંધ થાય. સ્વગુણોનું આત્મા તે વખતે શું અનુભવ કરતો હોય ? સ્વભાવના અનુભવમાં શું અનુભવે? પ્રથમ જ્ઞાનનો ઉપયોગ શુદ્ધ પ્રર્વતે. પોતાના સત્તાગત શુદ્ધ અવસ્થાનું પ્રતીતિપૂર્વકનું પોતાને ભાન હોય તથા વર્તમાનમાં જેટલા અંશે કર્મના ઉદયથી અશુધ્ધાવસ્થા હોય તેમજ પોતાની સંપૂર્ણ શુધ્ધ અવસ્થાનું ભાન થવાના પરિણામ જાગ્રત થવાથી તેના માટે અપૂર્વ વીર્ય સ્વગુણોમાં પ્રવર્તમાન હોય તેથી સ્વપૂર્ણતાનું લક્ષ સતત હોય તેથી વર્તમાન પ્રગટ ગુણોમાં અટકી ન જાય. જ્ઞાનસાર–૩ // ર૯૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ માનાદિ કષાય ભળે નહીં. મોહને આધીન નથવાના કારણે ચારિત્રગુણ પ્રગટ થાય અર્થાત સમતા આનંદની અનુભૂતિ રૂપ તૃપ્તિને આસ્વાદન તેને સહજ હોય. સ્વાત્મ વીર્ય પોતાના ગુણોમાં જ પોતે પ્રવર્તાવી રહ્યો છે તેથી શરીરાદિ બાહ્ય યોગોમાં અપૂર્વ ઉદાસીન ભાવે પ્રવર્તતો હોય. જ્યારે આત્મ ઉપયોગ પૂર્વક યોગ–ક્રિયામાં ઉદાસીન ભાવે પ્રવર્તે ત્યારે આત્મા સ્વગુણોમાં સ્થિર બની સ્વમાં તૃપ્ત થવા રૂપે આનંદ અનુભવે. 2 અધ્યાત્મની તૃતિના અભિલાષી યોગીઓ ઓમકારાદિનું ધ્યાન કરે? પ્રભુનું રૂપ "સર્વોત્કૃષ્ટ" છે છતાં પ્રભુરૂપમાં મગ્ન નથી બન્યા પરંતુ સ્વ-સ્વરૂપમાં મગ્ન બન્યાં છે. યોગીઓ સદાનિત્યનું ધ્યાન ધરે છે. ઓમના દ્વારા પંચ પરમેષ્ઠિ ભગવંતોનું અને તેમનામાં રહેલાં પ ગુણનું (જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીય) ધ્યાન ધરે છે. પરમાત્માના ગુણો આપણા માટે પણ જ્ઞયછે, જ્યારે પોતાનો આત્મા પોતાના માટે શેય અને સ્વગુણોમાં કર્તા-ભોક્તા પણ છે. જીવને જ્યારે સંસાર અસાર લાગશે એટલે આત્મામાં જ સાર લાગશે ત્યારે તે વિષ્ટાની જેમ પરની સામું જોવા પણ તૈયાર નહીં થાય અને માત્ર આત્મામાં જ લીન બની સ્વગુણોનો જ કર્તા-ભોક્તા બની પરમાનંદની પ્રાપ્તિ કરશે. આથી જ યોગીઓ ઓમકારનું ધ્યાન કરે અર્થાનિશ્ચયે પંચ–પરમેષ્ટિરૂપશાશ્વત તત્ત્વને પકડી આત્મ સ્વભાવમાં રમણ કરે. જો આત્મા સ્વ શેયમાં ભોક્તાની રુચિપૂર્વક નહીં પ્રર્વતે તો વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ - આ ત્રણેયમાં આત્માવિકારી થાય.જો નિર્મળ પ્રેમ આત્માનો આત્મામાં ઢળશે તો તે આત્મપ્રેમ સર્વ જીવો પ્રત્યે ફેલાશે આ જ જિનની સર્વ આજ્ઞાનો સાર છે. | આત્મા શા માટે દુઃખી થાય? જ્ઞાનસાર-૩ || 292 Page #294 -------------------------------------------------------------------------- ________________ 'સ્વ'માં સ્થિરતા નથી અને પરમાં સાક્ષીભાવ નથી. પણ પરમાં સ્વામી ભાવ કરી પોતે દુઃખી થઈ બીજાને દુઃખી કરે. | "સ્વભાવ-વિભાવે રમતો તું ગુરુ અ૩ તું ચેલો.' - સ્વભાવમાં રમતો હોય ત્યારે તું જ તારો ગુરુ છે અને વિભાવમાં હોય ત્યારે તું ચેલો છે. વિભાવમાંથી સ્વભાવમાં જવાને ગુરુની જરૂર પડશે. નિશ્ચયથી ગુણની પૂર્ણતા આવે ત્યારે જ સંપૂર્ણ ગુરુત્વપણું આવે ત્યાં સુધી વ્યવહારે ગુરુ રાખવાના અને પોતાના સ્વભાવ પ્રમાણે જ્યારે જ્યારે વર્તે ત્યારે પોતે પોતાના ગુરુ અને જ્યારે પ્રમાદમાં હોય ત્યારે પોતે ચેલો જ છે એ લક્ષ હોવું ઘટે. માટે યથાર્થ જ્ઞાનને પામવા માટે સર્વજ્ઞ' વચન જ બરાબર છે, એ નિર્ણય પાકો થવો જોઈએ કે આત્મા મારો છે - પણ શરીર મારૂં નથી. આથી પરમાં રહી પરથી પર બની સાધના કરવાની છે, તો અવશ્ય આત્માની ગરીમા સમજાશે. આત્માની આંશિક અનુભૂતિ પણ થશે એથી બહાર જવાનું ન થાય. સ્વતત્ત્વનો નિર્ણય = સમ્યકત્વની પ્રાપ્તિ = આત્મા અને આત્મતત્ત્વનો સ્વીકાર - આથી જ સાધુએ ર૪ કલાક સ્વાધ્યાયમાં - સ્વ અધ્યાયમાં રત બનવાનું છે. જીવ હોશિયારી ક્યાં દાખવે છે? પર દોષોને જોઈ તેની નિંદા કરવામાં હોંશિયારી દાખવે છે. જીવ જ્યારે અસારમાંથી સારતત્વને ગ્રહણ કરશે, દોષોને નહીં પકડે પણ તેનામાં રહેલાં ગુણને પકડશે તો જ આત્મા ગુણીયલ બનશે, નહીંતર કર્મોથી ભારે બનશે. ગુરુ ગમે તેવા હોય તો પણ શિષ્ય અક્કડ ન રહેતાં નમી પડવું જોઈએ અને રડતાં કહે કે મારી ખામી છે કે હું આપને સમજી શકતો નથી–ગુરુજી ! મને માફ કરો. શું આવી હૃદયની નિર્દોષતાં ગુરુના અંતરને સ્પર્યાવિના રહે ખરી? ગુરુ પોતાની ભૂલ અવશ્ય સમજી જાય. જીવમાં 'વિદ્વતા' આવે ત્યારે અહં નહીં પણ વધુ નમ્ર બને તો જ તે સાચી વિદ્વત્તા છે. જ્ઞાનસાર-૩ || 293 Page #295 -------------------------------------------------------------------------- ________________ મોહના ઉદયથી જીવને અનાદિકાળથી પરતરફની દોડ અને પરમાં જ સુખનો ભ્રમ થાય છે, જે વેદના રૂપ છે. તૃષ્ણાને કારણે આ દોડ ઊભી થાય છે અને તે સંસાર દોડમાં નિમિત્ત બની ભવ–વનમાં ભાડે. આત્મામાંથી મળતું શાશ્વત અને સ્વાધીન એવું 'સ્વનું સુખ એ જ વાસ્તવિક સુખ ભવભ્રમણને અટકાવનાર બને છે. જ્ઞાનાદિ ગુણની અનંત સંપત્તિને આત્મા જ પોતાની શક્તિ દ્વારા ભોગવી શકે છે. મિથ્યાત્વ જતાં સમ્યકત્વ દ્વારા તે 'સ્વ' સન્મુખ બનતાં તે સ્વભાવ સુખનો સમતાનો આંશિક અનુભવ કરે ત્યારે તેને પોતાના ગુણોને આવિર્ભાવ કરવાનું મન થાય. વર્તમાનમાં ગુણો બીડાયેલાં છે, તેને પ્રગટ કરવાનું મન થાય અને દોષોને હટાવવાનું મન થાય. ઘાતકર્મનો બંધ આત્માના ગુણોને દબાવે તેનો ઉદય દોષોને પ્રગટ કરે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી અજ્ઞાનતા રહે છે. આત્મા પોતાના સ્વભાવમાં રહેતો પણ જ્ઞાનાવરણીયનો બંધ ચાલુ રહે છે. મોહનાં ઉદયમાં આઠ કર્મો બંધાય. તેમ ન થાય તે માટે શક્તિ હોય તો સર્વવચનને આદરી પરિણત બનાવી 'ગીતાર્થ બનો, નહીં તો ગીતાર્થના શરણે રહો. ગુણમય બનવા માટે ગુણોને મેળવવાનો ભાવ જોઈએ અને પછી તે ગુણમય બની જવું જોઈએ. વૃક્ષને પૂર્ણ બનાવવામાં બીજ એ કારણભૂત છે, એમ મોક્ષરૂપ ઘેઘૂર વડલો બનવામાં સમ્યગુદર્શન એ બીજ છે. તે પ્રમાણે આત્મામાં અનુભવવું એ વિરતી છે. જેટલા અંશે રાગ-દ્વેષ છોડે તેટલા અંશે વિતરાગતાના આનંદને અનુભવે. વિરતી એ 'અંકુર' છે, વિરતીમાં રહી વિતરાગતાની સાધના કરવી એ પાંદડા છે. ગુણમાં તન્મય બની જવું એ ફૂલ' સ્વરૂપ છે. શ્રેણિ માંડી વીતરાગતાને પામવું એ ફળ સ્વરૂપ છે. આપણે સમ્યકત્વ રૂપ બીજ પોતાના સ્વભાવના અનુભવથી ઉત્પન્ન થ છે જે તૃપ્તિ તે આત્માના સહજ વીર્ય પુષ્ટ કરનાર અર્થાત્ વર્યાન્તર કર્મનો ક્ષયોપશમ થવા વડે અપૂર્વ વીર્ય પ્રગટ થાય તેથી ક્રિયા અનુષ્ઠાનમાં ઉલ્લાસ ઉત્સાહ વૃધ્ધિ પામે શ્રમ થાક, કંટાળો, નિરસતા દૂર થાય અને ગુણ વૃધ્ધિ અનુબંધ ગુણ સાધનાનો વિકાસ થાય. આથી ગુણાનુભવ અધ્યાત્મિક તૃપ્તિના પાન માટે થાય. ટીકાકાર પૂ.દેવચંદ્રવિજયજી મ. ઉપાય બતાવતા ફરમાવે છે. જ્ઞાનસાર-૩ || ર૯૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ "અધ્યાત્મિક તૃપ્તિનો ઉપાય" अतो गुरुचरणसेवनागम श्रवणतत्त्वग्रहणादिना आध्यात्मिकी तृप्तिः विधेया "इत्युपदेश" "દુર્લભો વિષયઃ ત્યાગ દુર્લભ તત્ત્વ દર્શન દુર્લભા સ્વભાવસ્થા સદ્રો કૃપા વિના." 0 ગુરુ ચરણ સેવા શા માટે કરવાની? ગુરુમુખે તત્ત્વનું શ્રવણ દુર્લભ છે. તત્ત્વના શ્રવણ વિના તત્ત્વ સમજાય નહીં, તો તત્ત્વ ગ્રહણ નહીં થાય અર્થાત્ તત્ત્વનો રુચિપૂર્વક સ્વીકાર ન થાય. ત્યાં સુધી તત્ત્વના અનુભવરૂપ સ્વભાવ અવસ્થાની રમણતા પ્રાપ્ત ન થાય આથી તત્ત્વનું રુચિપૂર્વક સ્વીકાર, અર્થાત્ તત્ત્વાર્થશ્રધ્ધ તેનું ફળ. તત્ત્વનું અનુભવરૂપ સ્વભાવસ્થા અધ્યાત્મિકી તૃપ્તિ. અનાદિકાળથી આત્મા "પરમાં સુખ માની" જેમ રણ પ્રદેશમાં તૃષાતુરને દૂર-દૂર "ઝાંઝવાના નીર"દેખાય અને તે પ્યાસ બુઝાવવા દોડાદોડ કરે તેમમિથ્યાભ્રાંતિથી ભ્રમિત આત્મા આત્માને છોડીને કસ્તુરી મૃગની જેમ જંગલમાં કસ્તુરીની શોધમાં ચારે તરફદોડાદોડ કરે તેમ જીવ ઈન્દ્રિયોને અનુકૂળ મનોહર વિષયોમાં સુખ માની તેમાં મુઢ બની સુખાભાસ અનુભવી, આનંદ–અનુમોદના દ્વારા દીર્ઘ સંસાર સર્જન કરી દુર્ગતિમાં ભટકે. અકામ નિર્જરાદિ વડે મનુષ્ય ભવ પ્રાપ્ત કરી ફરી પરિભ્રમણ વધારે અર્થાત્ વિષય સુખ છોડાવા અત્યંત દુર્લભ છે. તેનું મૂળ જીવની અજ્ઞાનતા છે. તે દૂર કરવા શુધ્ધ જ્ઞાનની જરૂર અને તે શુદ્ધ જ્ઞાન માત્ર સર્વજ્ઞ વગર કોઈ પ્રકાશી ન શકે અને તે સર્વજ્ઞનું જ્ઞાન ગણધરો વડે આગમ રૂપે ગ્રંથિત કરાયું. તેથી તેમની ગેરહાજરીમાં શુદ્ધ જ્ઞાનનો આધાર આગમ છે. આત્મ હિત માટેનો આજ્ઞાયોગ પ્રશમ રતિ પ્રકરણ માંથી પૂ. ઉમાસ્વાતિ મહર્ષિએ ફરમાવ્યું કે જ્ઞાનસાર-૩ || 295 Page #297 -------------------------------------------------------------------------- ________________ "ગુર્વાવતા યસ્માચ્છારત્રા રશ્માભવત્તિ સર્વેડપિ; તસ્માદ્ ગુરાધન - પરેશ હિત કાડિ–ણા ભાવ્ય / 69o. સર્વજ્ઞ પ્રણિત જ્ઞાન આગમમાં અને આગમ સગુરુ (ગીતાથી ને આધિન છે તેથી જીવે આત્મહિત (આત્માનુભવ) કરવો હોય તેણે ગુરુને સમર્પિત થઈ ગુરુના ચરણોમાં વિનીત બની સેવા કરવી જોઈએ. ગુરુની સેવા મદ-માયા છોડીને નિઃસ્વાર્થ ભાવે એવી ઉપાસના કરે કે જેથી ગુરુનું ચિત્ત પ્રસન્ન થાય. ગુરુને શિષ્ય "આત્મજ્ઞાન ગ્રહણને પાત્ર છે." એવું તેમને લાગી જાય એટલે ગુરુશિષ્યમાં આત્મહિતને કરનારું આત્મતત્ત્વ આગમના માધ્યમે પ્રકાશિત કરે. જે શિષ્યની યોગ્યતાના કારણે શિષ્ય - આત્મજ્ઞાનથી મિથ્યા ભ્રાંતિ હટી જવાથી વિષયોથી સંપૂર્ણ પરાગમુખ બની આત્મ સ્વભાવમાં મગ્ન બને. વિરતિ દ્વારા વીતરાગતા ફળ સુધી પહોંચવાનું છે. "શાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા હોય કર્મ ચકચૂર.' આત્મામાં સર્વજ્ઞના જ્ઞાનનો કળશ ભરવાનો છે અને તેના દ્વારા સમતા રસની પ્રાપ્તિ કરી આત્માને વધુ નિર્મળ બનાવવાનો છે. સમક્તિ એ મોક્ષની પ્રભા છે. વિરતિ એ સૂર્યોદય અને વીતરાગતાએ મધ્યાહન કાળરૂપ સૂર્ય પ્રકાશની પરાકાષ્ટા છે. સ્વાદવાળી વસ્તુ ભોગવવાનો ભાવ એટલેમિથ્યાત્વ. સ્વાદવાળી વસ્તુ ખાતાં તેમાં સુખાભાસ જે રાગ-દ્વેષનો અનુભવ થવો એ ચારિત્રમોહનીયના ઉદયરૂપ.સમકિતીને ચારિત્ર મોહનીયનો ઉદય હોય પણ વસ્તુને હેયસ્વરૂપે માને તેમાં ઉપાદેય બુધ્ધિ ન ભળે અને ભોગમાં પશ્ચાતાપ હોય તો લાભ થાય. આત્મા પોતાના ગુણને અનુભવે ત્યારે તૃપ્તિનો અનુભવ થાય. કારણ તૃષ્ણા ન હતી. પ્રવૃત્તિ છે પણ વૃત્તિ નથી. વૃત્તિ આત્મામાં છે. આત્મા ગુણોને ભોગવે ત્યારે કર્મની નિર્જરા થાય. જ્ઞાનસાર-૩ || 296 Page #298 -------------------------------------------------------------------------- ________________ કંડરિક મુનિ ૧દિવસમાં અતિ તીવ્ર આસક્તિ રૂપખાવાનાવિભાવમાં ગયા તે વિભાવે તેમને ૭મી નરકે પહોંચાડ્યા. કુરગડુ મુનિ ખાવા છતાં સ્વભાવમાં રહ્યાં તો કેવલજ્ઞાનને વર્યા. નરકમાં ખાવાનો ભાવઃ પુદ્ગલ પરિણમતાં જાય ત્યાં વિશુચિકા (અત્યંત પીડા) ઉત્પન થાય. અશાતા બંધાઈ આથી શાતાના પુદ્ગલો અશાતામાં પલટાઈ જાય માટે દુર્ગતિને ઈચ્છવાની નથી. કેમ કે ત્યાં સમાધિન રહે અને દુર્ગતિનો અનુબંધ ચાલુ રહે. આત્મા જ્યારે પોતાના ગુણોને ભોગવે ત્યારે ગુણોમાં આત્મવીર્ય પરિણમન પામતું જાય - તેથી ગુણો પુષ્ટ થતાં જાય - દોષો હટતાં જાય. પરમાં જાય તો વીર્યાન્તરાય બંધાય. કર્મ પુષ્ટ થાય, દોષો વધે. આથી મોક્ષ માટે ગુપ્તિરૂપ નિવૃત્તિ ઉત્સર્ગ માર્ગની પ્રધાનતા અને અપવાદે–સમિતિ રૂપ માર્ગ છે. આત્માની સાથે રહેલું આત્મ–વીર્યઆત્માના સહજ આનંદ ગુણમાં પરિણમે ત્યારે આત્મા અને આત્મવીર્ય–મોહ અને કર્મોને દૂર કરે. શકિતને જેમ જેમ પ્રવર્તમાન કરે તેમ તેમ તે વૃધ્ધિ પામે. આત્મગુણોની પુષ્ટિ તે આત્માની પુષ્ટિ-આત્મા તગડો બને. તેના સામર્થ્યથી સતત વિશેષ ગુણોની પુષ્ટિ થાય–તેમ આત્મવીર્ય મોહને દૂર કરે તેથી દોષો દૂર થાય- નષ્ટ થાય. સંપૂર્ણ કર્મ નાશ ન થાય તો સાથે ગુણના અનુબંધ રૂપ પ્રશમભાવથી પુન્યાનુંબંધી કર્મબંધ પણ થાય. જ્ઞાનમાં બાધક ભાવ (1) સ્વમતિ અને (2) અહંભાવ તે દૂર કરી લઘુતા પામવા (1) ગુરુ ચરણની સેવા અને (2) સદ્ગુરુ પાસે વિનયપૂર્વક આગમનું શ્રવણ કરી તત્ત્વનું ગ્રહણ, તો તેનાથી મોહ દૂર થશે- તો પોતાના આત્મામાં ગુણની રુચિ થશે અને આત્મગુણોની પુષ્ટિ કરશે. જ્ઞાનસાર-૩ || ર૯૭. Page #299 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫ પુદ્ગલૈઃ પુદ્ગલાસ્તૃપ્તિ, યાજ્જાત્મા પુનરાત્મના પરતૃપ્તિસમારોપો, શાનિનસ્તન યુજ્યતેપા પુગલોથી પુગલો જ ઉપચય રૂપ તૃપ્તિ પામે છે તથા આત્મગુણ પરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. આથી પુદ્ગલની તૃપ્તિનો આત્મામાં ઉપચાર કરવો એ અભ્રાન્ત જ્ઞાનીને ઘટતો નથી. અન્ય દ્રવ્યના ધર્મનો અન્ય દ્રવ્યોમાં આરોપ કરે તે જ્ઞાની કેમ કહેવાય? મચતે નવતત્વ | મુનિ જગતને તત્ત્વદષ્ટિથી જુએ, માને, સ્વીકારે છતાંયે તેનાથી નિરાલો રહે તે મુનિ. છઠ્ઠ, અઠ્ઠમ તપ કરે, અરસ નિરસ આહારે, આત્માનું જે દુઃખ છે તે પર સંયોગોમાં છે તે સમજ્યા પછી તેને પરને (પુદ્ગલને) છોડતાં વાર નહીં લાગે. હું જ મારા આત્માનો કર્તા-ભોક્તા છું પર નહીં તે સમજે પછી 'સ્વ'માં જ વસે અને તેમાં જ રમે. પુગલનાં સંયોગથી પુદ્ગલ તૃપ્ત થાય છે, આત્મા નહીં. બંને સ્વરૂપ અને સ્વમાનથી ભિન્ન છે. આત્મા આકાશથી તૃપ્ત થઈ શકતો નથી. કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી શકતું નથી. વર્તમાનમાં મળેલું શાસન આત્માના અનુભૂતિના સ્વાદ માટે જ છે. પ્રતિકૂળતામાં પણ વેદવિદ્ મહાતમ્ સાધુ તો સુખીયા ભલા, દુઃખીયા નહીં લવલેશ.કેમ? એમને અશાતાનો ઉદય નહીં આવતો હોય? આવે પણ તેને વેદે નહીં પણ આત્માના આનંદને જ વેદ. સંયમ અને તપથી આત્માની સમીપે રહેતાં આત્મગુણોનાં આનંદ સાગરમાં ડૂબે છે. એક પુદ્ગલ દ્રવ્યથી બીજું પુદ્ગલ દ્રવ્ય પુષ્ટ થાય છે પણ તેસિવાયના દ્રવ્યોમાં તેમ થતું નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ત્રણે અરૂપી 14 રાજલોક પ્રમાણ અને શુધ્ધ જીવાસ્તિકાય સમાન સ્વરૂપ ધર્મવાળા હોવા છતાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ થઈ શકતો નથી. પુદ્ગલનો સ્વભાવ પૂરણ (પૂરાવાનો) અને ગલન (છૂટા થવાનો) છે. જ્યારે આત્મા જ્ઞાનસાર–૩ // 298 Page #300 -------------------------------------------------------------------------- ________________ અરૂપી શાશ્વત છે અને સ્વભાવે 'સ્વ'ના આનંદને વેદનારો છે. મોહનો ઉદય આત્મા પાસે માત્ર આત્માનો સંગ છોડાવે અને પુદ્ગલ સાથે જોડાવે. અશુધ્ધ આત્મા પુદ્ગલ દ્રવ્ય સાથે જોડાયેલું છે અને શુધ્ધ આત્મદ્રવ્ય આકાશદ્રવ્ય સાથે રહેલું છે. આકાશદ્રવ્ય સાથે કોઈલેપ નહીં અનેક સિધ્ધાત્માઓ સાથે રહેલાં છે છતાં એકસિધ્ધાત્માથી બીજા સિધ્ધાત્માને લાભ થતો નથી. જીવ 'સ્વ'માં જ રહી 'સ્વ'ના ગુણોના સુખનુંવેદન કરે છે. ૪થે ગુણ સ્થાનકે સમ્યગુદર્શનથી સ્વ પરનો ભેદ સમજાય અને સ્વ પરના ભેદ કરવાની રુચિ આવે ત્યારે તે દેશવિરતિ અથવા સર્વવિરતિને ધારણ કરે છે. આત્માનો બંધ' એ સ્વભાવ નથી, કેમકે તે પુગલનો સ્વભાવ છે. જો આત્મા પોતાના સ્વભાવમાં હોય તો 'કર્મબંધ' ન થાય. શુભ-અશુભ, રતિ–અરતિ એ આત્માનો સ્વભાવ નથી માટે બંધનું છોડવું એટલે જ મોક્ષ. અમૃતમય એવા જ્ઞાનાનંદને આત્મા તાદાભ્ય ભાવે ભોગવે છે. આપણે તો તત્ત્વસંવેદના કરવાની છે તો મોહનો વિચ્છેદ થશે. આંખ ખુલી છે ત્યાં સુધી કર્મના ઉદયથી બધું છે. આંખ મિંચાતા સ્વપ્નની જેમ બધું ચાલ્યું જશે પણ કર્મના ઉદયમાં વસ્તુને પોતાની માની તેની મમતા વધારીને સંસાર વધાર્યો તો જે સંસાર છોડવા કર્મસત્તાએ તક આપી હતી તે જતી કરી તો દુરુપયોગના કારણે તે બધી વસ્તુ ચાલી જશે અને અનેક પરાધીનતા ઉભી થશે. જીવ જો સ્વ આત્મામાં વધારે આનંદિત થાય તો શરીરની વેદનામાં વધુ કર્મનિર્જરા થશે. અરૂપીપણું વધુ નિકટ આવશે. શરીર પર જેટલી મમતા વધુ તેટલું આત્મવીર્ય નહીં ખીલે. મોહ મરશે તો આનંદની અનુભૂતિ થશે. આત્મા અને શરીરને નિરાલા માનીને ચાલો, અનુકૂળતાથી વેગળા થઈશરીરને પ્રતિકૂળતા આપો. આ અભ્યાસ પાડયો હશે તો આત્મામાં એ અભ્યાસ સ્થિર થશે. મયણાએ કોઢિયા પતિનો પ્રેમથી સ્વીકાર કરી લીધો કેમકે કર્મથી મળ્યો હતો પણ એનો આત્મા તો સિદ્ધનો હતો. આત્માને નબળો પકડો તો નબળો થાય સબળો પકડો તો સબળો થાય. આપણો આત્મા તો સિદ્ધનો આત્મા છે. જ્ઞાનસાર-૩ // ર૯૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાવસ્થાનું આલંબન લેવામાં આવે તો અપૂર્વ શક્તિઓ પ્રગટ થશે. ગમે તેટલો બિમાર હોય પણ હું બિમાર છું જ નહીં એમ માને તો માનસિક રૂપે અડધો રોગ ચાલ્યો જાય. જે આત્માને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી થયું તેનો આત્મા ગમે તેટલો ભણેલો હોયવિદ્વાન હોય, સાધુ હોય તો પણ અજ્ઞાની જ છે. ભેદજ્ઞાનવિનાનું જ્ઞાન અશુધ્ધ ને તે જ્ઞાન આત્માને લાભકારક ન થાય. વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી આત્મ–વીર્ય-આત્મગુણોમાં પ્રવૃત્ત થાય. આત્મામાં જે પ્રગટ થાય તે અરૂપી ગુણ જ પ્રગટ થાય. ગુણોનો બે પ્રકારે સંબંધ (1) તાદાભ્ય ભાવે () સંયોગાત્મક (આત્માના ગુણો) આત્માસિવાયનું બધું આત્મા સાથે સંસાર એટલે સંયોગાત્મક સંબંધે. દરેક દ્રવ્યના પોતાના જે વિશેષ ગુણ રૂપે છે તે દરેક દ્રવ્યના ગુણો તાદાભ્ય સ્વરૂપે જ હોય. આથી એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં પ્રવેશી શકે નહીં. સંસાર એટલે પર સંયોગ એ જ સંસાર–અને મોક્ષ એટલે સ્વઆત્મ દ્રવ્ય અને તેમાં રહેલા ગુણોની પૂર્ણતાના રૂપ થવું તે. આમ સંસાર અને મોક્ષનો નિર્ણય સ્વાત્મામાં નહીં થાય ત્યાં સુધી આત્મા સાથે સંયોગરૂપે રહેલો કર્મો કષાયો–કાયાદિ છુટયા પછી પણ મોક્ષ સાધના બને નહીં. "જ્યાં લગે પર સંયોગી આત્મા, તિહાં લગે સંસારી કહેવાય." (પૂ. આનંદઘનજી) પર સંયોગ એવિયોગના સંબંધવાળું છે માટે પર સંયોગી વસ્તુ સાથે આત્મા ન રહી શકે માટે તાદાભ્ય સંબંધવાળી વસ્તુ સાથે જ સંબંધ કરાય. આત્મા અને આત્મામાં રહેલ ગુણો શાશ્વત છે. ગુણોની શાશ્વતતાના નિર્ણય જ્ઞાનસાર–૩ // 300 Page #302 -------------------------------------------------------------------------- ________________ માટે મુનિપણું સાધવાનું છે, નહીંતર મુનિપર્ણ નિષ્ફળ જશે. જ્ઞાન-દર્શનાદિ પાંચ ગુણો આત્મા સાથે તાદાભ્યભાવે રહેલાં છે. જ્ઞાન કર્મના સંપૂર્ણ આવરણ હટી જાય ત્યારે તે ગુણો પૂર્ણ પ્રગટ થાય. માટે પૂર્ણ ગુણોને પ્રગટ કરવા પુરુષાર્થ કરવાનો છે. જો જ્ઞાન દષ્ટિવિપરીત હોય તો આચાર ગમે તેટલા ઊંચા હોય તો શું કામના? તે ગુણસ્થાનક પર આરોહણ કઈરીતે કરાવે? અર્ણિકાપુત્ર આચાર્ય માટે સાધ્વી વરસતા વરસાદમાં ગોચરી લાવ્યા. તરત પૂછ્યું "શું તમને જ્ઞાન થયું? પ્રતિપાતી કે અપ્રતિપાતી?" અપ્રતિપાતી જ્ઞાન સાંભળતા જ અર્ણિકા પુત્ર આચાર્ય ભગવતે કેવલીની આશાતનાની ક્ષમા માંગી. તે વખતે એમ ન વિચાર્યું કે હું આચાર્ય છું" આ સાધ્વી છે તેની પાસે કેમ ક્ષમા મંગાય? તે ન વિચાર્યું પણ કેવલી છે તેની અશાતનાન કરાય. આથી તેઓ પણ કેવલી બની ગયા. તૃપ્તિ બે પ્રકારની - પુદ્ગલથી થતી તૃપ્તિ અને આત્માથી થતી તૃપ્તિ. આત્માથી થતી તૃપ્તિ તે જ કહેવાય જે આત્માને તાદાભ્ય સ્વરૂપે પ્રાપ્ત કરાવે. (ગુણોની એકતા સધાવે) પુદ્ગલ વડે જે આત્મા તૃપ્ત થાય છે તેમાં આરોપ કરે તે જ્ઞાનીઓને ઘટતો નથી. પુદ્ગલનો નિયમ પૂરણ–ગલના સ્વભાવનો છે. શરીરને હંમેશા પુદ્ગલોની જરૂર પડે પણ પુદ્ગલનો નિયમ છે પૂરણ–ગલના સ્વભાવ. શરીર હંમેશા પુદ્ગલોની અપેક્ષા કરશે. કારણ આહાર પુગલોથી જ તેનું સર્જન થયું છે અને આહારથી પુષ્ટ થયું છે. પુદ્ગલ રૂ૫ શરીર છે તેથી પુગલના પૂરણ સ્વભાવને કારણે શરીરને જેમ જેમ પૌષ્ટિક આહારના પુગલો આપો તેમ તેનો ઉપચય થવાના કારણે શરીર તગડુ બનતું જાય અને આહાર - પાણીના પુદ્ગલો આપવાનું જોનિરંતર બંધ કરો તો શરીરનો અપચય–શરીર ઘટવા માંડે. કારણ પુદ્ગલનું ગલન સ્વભાવ છે. ઉપચય રૂપે જોડાયેલા પુદ્ગલ પરમાણુ ધીમે ધીમે બધા છુટા પડે. ગમે તેટલું તગડુ શરીર હોય પણ તેમાંથી આત્મા નીકળી જાય પછી તે શરીરમાંથી ધીમે ધીમે બધા પુદ્ગલો છુટા પડતા શરીર રૂપે કંઈ અસ્તિત્વ પણ નહીં રહે. આથી શરીરાદિ પુદ્ગલ પર્યાયો જ્ઞાનસાર-૩ || 301 Page #303 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય કહેવાય. શરીર નામ પણ સાર્થક છે. શક્તિ તિ શીરા જે ક્ષય પામે તે શરીર. શરીરમાંથી ફુવારાની જેમ પરમાણુઓનો પ્રવાહ છુટો પડતો હોય છે. જે છાયા, ફોટાદિમાં જણાય છે. ઉપવાસાદિતપમાં આહારાદિ પુદ્ગલો ન મળતા શરીર કૃશ પામતું જાય. છ માસ ઉપવાસ કરવાથી શરીર કૃષ થાય છતાં મૃત્યુ થતું નથી. જો શરીરને સંપૂર્ણ આહાર અને શ્વાસોચ્છવાસના પુદ્ગલો બંધ કરવામાં આવે તો માણસ મૃત્યુ પામે. છતાં માસ ચોવિહાર ઉપવાસ કરવા છતાં મૃત્યુ ન પામે તેનું કારણ શરીરના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી લોમાઆહાર અને શ્વાસોચ્છવાસના પુદ્ગલો ગ્રહણ કરી લે. આથી આહારાદિ પુદ્ગલથી શરીરાદિ પુષ્ટ તગડુ થાય પણ આત્મા અરૂપી હોવાથી તે પુદ્ગલથી પુષ્ટ ન થાય. આત્મા પુદ્ગલને શા માટે ન ભોગવી શકે? સહુથી વધારે રાગનું કારણ શરીરનો સંયોગ છે. શરીર રૂપ પુગલમાંથી ભોગ્ય ભાવ કાઢી નાખવો. કેમકે તે આત્મા માટે હેય છે. ભોગવવાનો પરિણામ તે જ મોહ છે. પુદ્ગલ આત્માને ભોગ્ય નથી. કેમકે તે આત્માથી પર છે તેથી તે આત્મામાં પ્રવેશ પામી શકતું નથી. કારણ કે આત્મા અરૂપી છે અને શરીર રૂપી છે. આથી અરૂપી કયારેય રૂપીનો ભોગવટો ન કરી શકે. a પરમાત્માનું આલંબન શા માટે? પરમાત્માનું આલંબન લેવાનું કારણ તેઓએ પોતાના ગુણોને પ્રગટ કર્યા છે. આપણા આત્માના ગુણોને પ્રગટ કરવા તેઓનું આલંબન લેવાનું છે. એટલે આત્મામાં નિશ્ચય ઘટે કે આપણો આત્મા અરૂપી છે તે અરૂપી એવા ગુણોને જ ભોગવી શકે. પ્રભુએ સાધના દ્વારા સિધ્ધિ મેળવી છે તો મારે પણ સાધના દ્વારા ગુણો પ્રગટ કરવાના છે. પ્રભુના આત્મદ્રવ્યમાં આપણું આત્મદ્રવ્ય પ્રવેશી ન શકે. એટલે આપણે જ આપણા આત્મામાં રહેલાં ગુણોને સ્વયં પ્રગટ કરવાના છે. જ્ઞાનસાર-૩ || ૩૦ર Page #304 -------------------------------------------------------------------------- ________________ સર્વ સંયોગો આત્મા માટે દુઃખરૂપ છે. સંયોગોને પર તરીકે સ્વીકારે નહીં ત્યાં સુધી સર્વજ્ઞ–વચનનો સ્વીકાર નહીં, સ્વ સ્વરૂપનો ય સ્વીકાર નહીં માટે સમ્યગદર્શન નહીં અને જ્યાં સુધી સમ્યગદર્શન નહીં ત્યાં સુધી દુઃખ છે. કેવલીને અનંત જ્ઞાન પ્રગટ થયું. તેમાં અનંત વીર્ય ભળ્યું એટલે વીર્યજ્ઞાનમાં સતત પરિણમન પામે. તેથી જ્ઞાનમાં તેમનો ઉપયોગ મૂકવો ન પડે. આત્મવીર્યનિરંતર જ્ઞાનનું કાર્યકરાવે. અનંત ગુણો પ્રગટ થવાથી પૂર્ણાનંદ સ્વભાવ પ્રગટ થયો એટલે સહજાનંદ ગુણ પ્રગટ થશે. કેવલીને દરેક આત્મા સિધ્ધસ્વરૂપે જોવાય-જણાય. પર વસ્તુથી જાતને મહાન માનવી તે અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા પર વસ્તુ કિંમતી છે મહાન છે એવી માન્યતા તે જ મિથ્યાત્વ. આ જગતમાં કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો તે આત્માની સંપત્તિ જ છે પરમાં કિંમતીપણાનો આરોપ તે મિથ્યાત્વ છે. a આત્મા–આત્માંથી કેમ ખસી જાય છે? કેમકે હું આત્મા જ છું એવો નિર્ણય સર્વજ્ઞ તત્ત્વથી નથી થયો માટે. સર્વજ્ઞ તત્ત્વથી જે નિર્ણય થાય તે જ સાચો જ્ઞાની. બાકી બધા અજ્ઞાની. મુહપત્તિના ૧લા બોલમાં 'સ્વ' માટે સાધના કરવાની છે જે શુધ્ધિ કરવાની છે અને આત્મગુણોમાં વૃધ્ધિ કરી પરમાનંદને પામવાનું છે. સૂત્ર-અર્થ-તત્વ કરી સદ્દમાં આવી જાય છે. તેનો રુચિ પરિણામ જાગી જવો તે જ સમ્યગદર્શન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી. સ્વતંત્ર અસ્તિત્વ છે. પોતાના અસ્તિત્વને ગુમાવતાં નથી. સ્વદ્રવ્ય જો પરદ્રવ્યમાં અસ્તિત્વ ગુમાવી તે મય બની જાય તો વાંધો ન આવે. જ્યારે તાંબુ સુવર્ણમય બની જાય તો સુવર્ણના અસ્તિત્વમય બની જાય છે. લોઢું / અગ્નિ બને એકમેક બની જાય છે પણ પોતાનું અસ્તિત્વ ગુમાવતાં નથી. એક પુદ્ગલ દ્રવ્ય પોતાનું પરિણમન આત્મામાં કરે છે તે પણ ભ્રાંતિ સ્વરૂપે છે. આથી નક્કી થાય છે કે પરદ્રવ્ય આત્મમય બની શકતું નથી. જ્ઞાનસાર-૩ // 303 Page #305 -------------------------------------------------------------------------- ________________ જેમ પુદ્ગલ દ્રવ્ય આત્માથી ભિન્ન છે. એક રૂપી અને બીજું અરૂપી છે. બંને સ્વભાવ અને સ્વરૂપથી ભિન્ન હોવાથી પુદ્ગલદ્રવ્ય આત્મ-દ્રવ્યમાં ભળી શકતું નથી. તે જડ છે આથી જો તે આત્મામાં પ્રવેશી જાય તો જડ પણ ચેતનામય બની જાય, પણ એ ઘટના ઘટવાની નથી. એક આત્માના કર્મો બીજા આત્મામાં સંક્રમી ના જાય. a એક આત્માના કર્મો બીજા આત્મામાં સંકમી ન શકે. આત્મામાં રહેલાં કર્મો પણ બીજા આત્મામાં પ્રવેશી શકતા નથી. જ્યારે આત્મા ક્ષપકશ્રેણિ માંડે ત્યારે શુકલ ધ્યાનાગ્નિમાં બધા જીવોનાં કર્મો ખપી જાય તેવી શુકલધ્યાનની અગ્નિની શક્તિ હોય છતાં પણ આવું થતું નથી, થશે નહીં અને થવાનું પણ નથી. ભગવાન 'સવિ જીવ કરૂં શાસનરસી' ભાવના ભાવે છે. તેઓ પણ બધાં આત્માનાં કર્મો બાળી શકયાં નથી. આથી દરેકે પોતાના કર્મો પોતે ખપાવવા પડે. 7 કોઈના ગુણ કે દોષ કોઈમાં પ્રવેશી શકે નહીં. એક આત્મામાં રહેલાં ગુણો–બીજા આત્મામાં રહેલાં દોષો તે પણ એકબીજામાં પ્રવેશી શકતાં નથી. ગોશાળાની સોબતની અસર પરમાત્મા પર ન પડી. જે આત્મા અસર લે તેને થાય ન લે તેને ન થાય. આ આત્મતત્ત્વનો નિર્ણય થઈ જાય તો આ અસર ન થાય. પર તિ સમાપ, જ્ઞાનીન ન યુજ્યતે | પર તૃપ્તિનો સમારોપ જ્ઞાનીઓ યોજતાં નથી. બીજા પણ આરોપ ન મૂકાય કેમ? કોઈ આપણા પરચોરાદિ ખોટો આરોપ મૂકે તો આપણને ન ગમે? કેમ? આપણને જગતમાં સારા થઈને રહેવું છે. સાચા નથી થવું. અર્થાત્ જેમ આપણને ખોટો આરોપ નથી ગમતો તો બીજાને કેમ અપાય? અર્થાત્ પુદ્ગલથી મને તૃપ્તિ થાય છે તે આરોપ કઈ રીતે કરાય? 0 પુદ્ગલોથી તૃપ્તિ થાય તેવો આરોપ કોણ કરી શકે? જ્ઞાનસાર-૩ || 304 Page #306 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલાનંદી જીવોને જ પુદ્ગલના સંયોગ વડે તૃપ્તિ થાય છે તેવી ભ્રાંતિ થશે.અંતે પુલાદિપર પદાર્થોમાં ખોટો આરોપ–"આ ઘર મારું, આ શરીર મારું, ધન મારું, ઈત્યાદિ પરમાં મારાપણાના ખોટા આરોપ કરશે પણ જે સાચા તત્વજ્ઞાની છે તેઓને આવા ખોટા આરોપ કરવો ઘટે નહીં. જેમ પર સ્ત્રીને પોતાની સ્ત્રી તરીકે મનાતી નથી. પર ધનને પણ પોતાનું ધન મનાતું નથી. બીજાના પુત્રાદિને પણ પોતાના પુત્રાદિમનાતા નથી. તેમતત્ત્વજ્ઞાનીઓને પણ ઘર, ધન, વસ્ત્ર, ભોજન, સ્વજન વગેરે પર પદાર્થોમાં મારાપણાની માન્યતા રૂપ ભ્રમ કે તેના દ્વારા તૃપ્તિ અથવા આનંદ હોતો નથી. સમ્યગુ જ્ઞાની–ગુરુના ચરણ-શરણ વિના સમ્યગુ જ્ઞાનનો અધિકારી બની શકતો નથી. પ્રથમ સેવા પછી સમ્યગુ જ્ઞાનનો અધિકારી બની શકે અર્થાત્ તત્ત્વને પામી આત્મામાં પરિણમન કરી શકે તે માટે ગુરુના ચિત્તની પ્રસન્નતા કરવી જોઈએ. બાહ્ય કોઈ વ્યગ્રતા ન હોય અને જ્ઞાનમાં રહે તેવી અનૂકળતા કરી આપે તો ચિત્તની પ્રસન્નતા મેળવી શકે. ગુરુના ચિત્તની વ્યગ્રતાને દૂર કરે તે સાચો શિષ્ય ગુરુને પરમાત્મા માની સેવા કરવી જોઈએ. 1 મોલની બાત– અને વાટ ગુરુ વિના કોણ બતાવે? | "ગુરુ બિન કૌન બતાવે બાત, ગુરુ બિન કૌન બતાવે વાટ, બડા કઠિન હૈ યમઘાટ.' ગુરુ સાગરમાં ડૂબેલા શિષ્યને પણ બહાર કાઢી શકે છે. ગુરુની પ્રસન્નતા ગુમાવી–તો આપણું કરેલું ગમે તેટલું સારું તે સારૂં બધું અશુભમાં જ પલટાઈ જાય છે. સદ્દગુરુની જરૂર શા માટે? સંપૂર્ણ સત્યના સ્વીકાર રૂપ સમ્યગુદર્શન વિના આત્માના હિતની શરૂઆત નથી. સંપૂર્ણ સત્ય સર્વજ્ઞ વિના શક્ય નથી અને સર્વજ્ઞ વર્તમાનમાં જ્ઞાનસાર-૩ || 305 Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ નથી, પણ સર્વજ્ઞ કથિત આગમ છે અને તે આગમ ગુરુની સહાય વિના શક્ય નથી. તેથી ગુરુનું શરણ જરૂરી. ગુરુ શરણ માટે અહમ્ વિસર્જન જરૂરી અને તે માટે તેની સેવા જરૂરી. ગુરુની કૃપાથી જ અનાદિમિથ્યાત્વમંદ પડે તો જ સર્વજ્ઞ વચન પર રુચિ થાય, તો સર્વજ્ઞના વચન ભણવા સમજવા અને સ્વીકારવા પ્રયત્ન થાય. "આપે આપ વિચરતા–મન પામે વિશ્રામ...' રસા સ્વાદ સુખ ઉપજે અનુભવ તાકો નામ.' (અધ્યાત્મબાવની) મનમાં મોહ આવે એટલે વિકલ્પોની હારમાળા ચાલે, મન અશાંત થઈ જાય, ગુરુની સેવાથી પ્રાપ્તકૃપાબળે સર્વજ્ઞ વચન પ્રમાણે તત્ત્વનો નિર્ણય થાય ત્યારે વિકલ્પોનું શમન થાય.જ્ઞાન–નિર્મળ બનશે તેમ તેમ તે સ્વભાવનું આલંબન સ્વીકારશે તેમ તેમ આત્માનુભૂતિ પણ થશે. કેવળ આતમ બોધ હૈ - પરમાર્થ શિવપંથ– તામે જિન્દી મગનતા, સો હિ ભાવ નિગ્રંથ. (સમાધિશતક) જે દષ્ટિ તત્ત્વથી રંગાઈ આત્મ ધર્મમાં જ સ્થિર થાય તેને પોતાના આત્મા સિવાય કયાંય દષ્ટિ જતી નથી અને તેમાં જ મગ્ન બની જાય છે તે જ સાચો નિગ્રંથ છે. આવા મહર્ષિ જ વાસ્તવિક આત્મ રમણતા માણી શકે. જો મોક્ષ માર્ગના મુસાફર બનવું હોય તો દઢ–નિર્ણય કરવો પડશે કે આત્મના ઉપયોગમાં જ રહીશ 'પર' ભાવમાં નહીં જાઉં. આવો દઢ નિર્ધાર સભ્ય જ્ઞાની યથાર્થ તત્ત્વ બોધ જેને હોય તે જ કરી શકે તે જ આત્મગુણોને આત્મ ધર્મ તરીકે સ્વીકારે છે. આત્મામાં રહેલાં જ્ઞાનાદિ ગુણોને ધર્મ તરીકે સ્વીકારવાનાં છે. જ્ઞાનસાર-૩ || 306 Page #308 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં પરમાત્માની વ્યવહાર–આજ્ઞાને જ ધર્મ તરીકે સ્વીકાર્યો છે. નિશ્ચય આજ્ઞાનો પણ ભેગો સ્વીકાર થવો જોઈએ તો યથાર્થ થાય નહીંતર વ્યવહારથી વ્યવહાર નીપજે. પુણ્ય બંધાય, નિર્જરા તેમજ આત્માના આનંદની અનુભૂતિ ન થાય. પરંપર વેરિ - પરને પર તરીકે જ જાણે - તે વ્યવહાર યોગ દ્વારા નિપજે નિશ્ચય એ આત્માના ધર્મરૂપે છે તેને તે રૂપે પરિણમે માટે વ્યવહારધર્મ થાય. મન-વચન કાયાના યોગો પર છે. પરંતુ તેમાં નિશ્ચય ભળે તો સાધના રૂપ થાય નહીંતર માત્ર સાધન રૂપે જ રહે. જો વિશિષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય તો પણ સર્વજ્ઞને સર્વજ્ઞના વચન પર અત્યંત બહુમાન-આદરભાવ હોવો જોઈએ. મોહથી છૂટી ગુણમય બનવાનું છે. ધ્યાન, ધ્યેય શુધ્ધતા, ધ્યાતા હોવે એકતાર', ધ્યેય-અનંતર - પરંપર (આત્માની સ્વભાવ–સ્વરૂપની પૂર્ણતા એ ધ્યેય) સાધના - વર્તમાનમાં ક્ષયોપશમથી પ્રગટેલા ગુણોના અંશને યોગમાં ભેળવી દેવા... દા.ત. ખમાસમણ કાયાથી નમનની કિયા, કાયાને નમાવનાર આત્મવીર્ય કાયામાં પરિણમન થાય છે. નમાવે છે કોણ? આત્મવીર્ય કાયાને નમાવે છે તેવો જ્ઞાનોપયોગ તો 'જ્ઞાન શુધ્ધ થયું. મારે મારા પૂર્ણ આત્મવીર્યને પ્રગટાવવાનું છે એ ભાવથી નમન થાય તો જ્ઞાન શુધ્ધ થયું. કાયયોગ દ્વારા ક્રિયા કરતા છતાં કાયાથી છૂટી ગયા - આત્મામાં જોડાઈ ગયા. વચનથી નમનની ક્રિયા - આત્મવીર્ય ભાષાવર્ગણા ગ્રહણ કરી વચનરૂપે પ્રવર્તાવે છે. મારું આત્મવીર્યમાત્ર સ્વગુણોમાં અને આત્મપ્રદેશોમાં જ પૂર્ણ પ્રવર્તે તે માટે અસત્ વચનયોગ પૂર્ણ બંધ અને પંચપરમેષ્ઠિના જ કિીર્તન કે સત્ય વચન યોગરૂપ પ્રવર્તન એ જ વચન યોગ રૂપ નમન છે. જ્ઞાનસાર-૩ || 307 Page #309 -------------------------------------------------------------------------- ________________ મનથી નમનની ક્રિયા–આત્મવીર્યમનોવર્ગણા ગ્રહણ કરી વિચારરૂપે પ્રર્વતાવે. પુદ્ગલ ગ્રહણ પરિણમન એ આત્મસ્વભાવ નથી તેથી મનોવર્ગણા પણ ગ્રહણ ન કરાય. તે બંધ કરવા સંપૂર્ણવિચાર બંધ ન થાય ત્યા સુધી સર્વજ્ઞા તત્ત્વરૂપ જ માત્ર વિચારણા તે મનોયોગરૂપ આત્મવીર્યનું નમન ક્રિયા છે. મોક્ષે યોગનાત્ યT I જે આત્મા મોહથી છૂટે ત્યારે આત્માનું સ્વગુણ સાથે જોડાણ થાય તે મોક્ષમાર્ગ છે. पर धर्म पर स्थापेति / स्व धर्म 'स्व' स्थापेति / પર પુદ્ગલના વર્ણગંધાદિ ગુણોમાં આધિન થાય તે આત્મા પરમાં સ્થાપિત થાય અને જે આત્માના જ્ઞાનાદિ ગુણમય બને તેનો આત્મા સ્વમાં સ્થાપિત થાય. મહર્ષિ–"મેં બે ખાતા રાખ્યા છે" એક સ્વનું બીજું પરનું". આત્મા સિવાયની જે કોઈ વાત વિકલ્પ, જે કંઈ પણ આવે તે બધાને પરના ખાતામાં નાખી દઉં છું. તેથી ચિત્ત તેમાંથી નિવૃત્ત થાય."કોઈમારી પાસે આવીને ગોચરી, સંબંધી, વાતાવરણ સંબંધી હમણા તાવ ઘણો છે તો તે બધાને "પુગલ–પર ખાતામાં નાખી દઉં અને આત્માના ગુણોની વાત આવે તેને મારા આત્માના ખાતામાં જમા કરી દઉં. તેમાં લીન થઈ જાઉં. અસ્થિર, અનિત્ય, પરિવર્તન પુગલની સાથે રહેતો આપણે અસ્થિર થઈએ. સ્થિર, શાંત, શાશ્વત,નિત્ય સાથે રહીએ તો શાંત સ્થિર રહીએ. સમ્યમ્ દષ્ટિને શુભ મુગલ સમૂહ પુણ્યથી પ્રાપ્તિ થાય છે. તેમાં તેને આનંદન આવે. કારણ તેને પરરૂપે માને, સ્વ પરનો વિભાગ કરવામાં તે નિપુણ થયા છે. સિધ્ધ-ક્ષેત્ર એ જ આપણું ક્ષેત્ર છે તેને મેળવવાનો પુરૂષાર્થ હોય કે પર ક્ષેત્ર માટે લડવાનું હોય? કલેશ પામવાનો હોય, સંયમને યોગ્ય મળ્યું હોય તો પણ તેમાં ઉદાસીન હોય-કેમ? પોતે સર્વ પર સંયોગોથી પર છે એમને સમજે છેપુદ્ગલમાં તેનારતે આનંદને પામતો નથી, ગુણસમુદાયને જ્ઞાનસાર-૩ // 308 Page #310 -------------------------------------------------------------------------- ________________ પામીને જ આનંદ અનુભવે છે. પુદ્ગલમાં જો રાગ પામે છે તો તે જ્ઞાનનો પરિણામ મિથ્યા–ભાવવાળો છે. પુદ્ગલથી આત્માને સુખ મળે જ નહીં. ચારિત્ર મોહનીયના ઉદયે પુગલમાં સુખનો અનુભવ થવો તે આભાસ માત્ર છે એ ઉપયોગ હોવો જોઈએ. જે સુખાભાસ લોભ મોહની સ્પર્શના માત્ર છે. જેમ ઊંઘેલા પુરુષના પગને ઉંદરડી ફૂંક મારતો જાય અને પગને ફોલતો જાય ફૂંકના કારણે પગમાં વેદના થવા છતાં અનુભવાય નહીં તેમ મોહના ઉદયરૂપ સુખાભાસ પણ વિભાવ રૂપે પરિણમેલું છે. સંમૂર્છાિમ એકેન્દ્રિય વિ.ને અવ્યક્ત બોધ હોય, પછીનાને બોધ વિશેષ પણ વિભાવ સ્વરૂપે હોય છે. પતંગિયું–રૂપની આસક્તિ-દીવાનું તેજ ગમે પછી ભલેને તે તેને મારનારું બને પણ રૂપ સારૂં તેવો બોધ તે દર્શન મોહનીય, મોહ વિપર્યાસ કરાવે છે. ભોગવતી વખતે ચારિત્ર-મોહનીયને કારણે વિપર્યાસ કરાવે છે. પવનમાં સુખનો અનુભવ પણ તેમાં કેટલી હિંસા?તે જીવોના શરીર આપણા શરીરને સ્પર્શે તેની ગરમીથી નાશ પામી જાય તેનો ઉપયોગ તો હોવો જોઈએ. ઉપયોગ જેટલો વધારે–તેટલુંમોહનીયનું જોર ઓછું. જે બાહ્ય તપને તપે છે, કષ્ટમય ચારિત્રને આદરે છે અને પૂર્વનું જ્ઞાન ભણે છે પણ જો પરમાં સુખ માને તો તેનું જ્ઞાન મિથ્યા છે. પૂ.હરિભદ્રસૂરિ ફરમાવે છે –વૃતવાન, શીલવાન અને મોક્ષમાર્ગમાં રત હોય પણ જો પરીને અને પરસંગને ધર્મ માને તો તેવો આત્મા જડ છે. સર્વ પર સંયોગોમાં રાગાદિ ભાવથી રહિત થવાનું છે. દેવ-ગુરુ, ધર્મ પ્રશસ્ત આલંબન પણ વ્યવહારથી ઉપાદેયનિશ્ચયથી હેય, નિશ્ચયથી સ્વાત્મા જ માત્ર ઉપાદેય. જે વર્તમાન પ્રશસ્ત સંયોગો દેવ-ગુરુ ધર્મ આલંબન નિશ્ચયથી હેય પણ વ્યવહારથી ઉપાદેય જ્યાં સુધી ઔચિત્ય પૂર્વક આચાર રૂપ વ્યવહાર ધર્મ આત્મામાં ગુણરૂપ રહેલા નિશ્ચય ધર્મ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી જ્ઞાનસાર-૩ // 39 Page #311 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેય પછી હેય કેવલી ભગવંતને પાંચ પ્રકારના સ્વાધ્યાય ન હોય, એક પણ આવશ્યક ન હોય. અત્યંતર તપમાં (ઉચિત વ્યવહાર) સહાયક બને તેટલો જ બાહ્ય તપ કરવાનો, ધ્યાનમાં સ્થિરતા માટે તે આલંબન રૂપ છે. હું મારા આત્માના સ્વરૂપનો જ્ઞાતા અને ગુણનો ભોક્તા છું અને પુદ્ગલમાં રહેલાં ગુણોનો માત્ર જ્ઞાતા છું પણ ભોક્તા નથી, કેમકે બંનેના સ્વભાવ ભિન્ન છે, એક રૂપી છે અને બીજું અરૂપી છે. એટલે અરૂપી એવો મારો આત્મારૂપી એવા પુદ્ગલને ભોગવીન શકે એમ પહેલાં શ્રધ્ધાથી સ્વીકાર થઈ જવો જોઈએ. જ્યારે વ્યવહારથી વાપરવાનો સમય આવે ત્યારે વ્યવહારથી વિચારણા કરવી પડે. આહારમાં રહેલાં રસનો સ્વાદ આવ્યો તે મોહના ઉદયથી આવ્યો. આપણે તો માત્ર વસ્તુમાં સ્વાદ છે તેટલું જ જ્ઞાન કરવાનું હતું. વસ્તુમાં સ્વાદ છે પણ વસ્તુ સ્વાદિષ્ટ લાગે તે મોહનો ઉદય છે. વસ્તુનું જ્ઞાન કરવાનો મારો સ્વભાવ છે ત્યારે કર્મન બંધાય. જેમ દવા વાપરો તેમ આહાર પણ દવા રૂપે વાપરો. કોઈ પણ વસ્તુ પ્રમાણથી અને સ્વાદ વગર વાપરે. પૂ. રાજશેખરસૂરિ મહારાજા દૂધમાં પાણી નાખીને વાપરે જેથી પચવામાં હલકુ પડે અને દૂધ વિગઈનો રાગ ન થાય. અપ્રમત્તતા જીવનમાં આવે ત્યાં કર્મ નહીં બંધાય. કેમકે રાગનો પરિણામ નહીં પણ સાધનાનો પરિણામ છે. ઈચ્છાના રોધનો પરિણામ સાક્ષાત્ દેખાય.બાહ્ય પ્રવૃત્તિમાં ચિત્ત નહીં, જ્ઞાનની ગરીમા હતી.જીવનને તેની સાથે ઓતપ્રોત કર્યું હતું. વિદ્વાન તો હતા જ, શરીરનું પુણ્ય બિલકુલ નહીં પણ શાસનની અપૂર્વ સેવા કરી છે. સંસારમાં આ અવસ્થામાં હોત તો મહાદુઃખી હોત. અહીંયા સંયમમાં છું તો મને ઘણી સમાધિ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય અને સંયમનાં પ્રભાવે શરીરની વેદના પણ ઘણી વખત ભૂલી જવાય છે. જ્ઞાનસાર-૩ || 310 Page #312 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ સુખરૂપે લાગે તેમાં રતિનો પરિણામ ભળ્યો. વાપરતી વખતે આવતા સ્વાદને રોકી શકવાના નથી પણ ત્યારે જ્ઞાનના વિચારમાં, સૂત્ર અને અર્થના ચિંતવનમાં ડૂબી જઈને તે વિષયને ટાળો અને જ્ઞાનના રસાસ્વાદને માણો. સર્વજ્ઞ વચનનું સ્મરણ કરો. પુદ્ગલના સ્વાદનો આત્મા જ્ઞાતા છે પણ ભોક્તા નથી. પુદ્ગલનો સ્વાદ સુખરૂપે નહીં પણ દુઃખરૂપે છે તો ત્યાંમોહની તીવ્રતા બંધ થઈ જશે. 2. તત્ત્વનું સ્મરણ અને વાગોળવું એ જિનગુણ ગાવારૂપ. પુગલનાંગમા રૂપે આનંદ થયો ત્યારે સર્વજ્ઞવચન યાદકરો પુગલ જડ છે આથી તે હેય છે ખાવા જેવું નથી પણ વર્તમાનમાં વાપરવું પડે છે, તો રાગ-દ્વેષ રહિત થઈ વાપરવું. જિનના તત્ત્વનું સદાયે સ્મરણ કરવું–તત્ત્વનું વાગોળવું એટલે તત્ત્વમય બન્યા કહેવાઈએ. 'વાગોળવું - એ જિનના ગુણ ગાવા બરોબર છે. તત્ત્વમય બન્યા એટલે રાગ–ષથી મુક્ત થયા તેટલે અંશે તેજિન-વિતરાગ બન્યો. શરીર પરનો રાગ-ખાવા પરનો રાગ છોડશે એટલા અંશે આત્માજિન બનશે– રાગ-દ્વેષથી મુક્તિ તેનાથી આત્માને સમતા સમાધિ મળશે. ' મિચ્છ–પરિહરહધરહ સમ્મત્ત એ સત્યનો તું સ્વીકાર કરી લે. જિનનું વચન છે માટે, આહારમાં સુખની બુધ્ધિ થવી તે મોહનો ઉદય, પણ જો આત્મા જ્ઞાનાદિ ગુણોના સ્વાદને અનુભવશે તો તૃપ્તિ આવશે પણ જો પુદ્ગલના સ્વાદને અનુભવશે તો તૃષ્ણા વધશે. સંસારમાં મળેલી તૃપ્તિ એ તો સ્વપ્નવત્ છે. ઘણું બધું મળ્યું એવું લાગે તે આત્માની ભ્રાંતિ.જે પૂર્વે કર્મો બાંધ્યા છે માટે કર્મ તેમ તે પ્રમાણે કરાવે છે. સંસાર - દ્રવ્યથી - ચતુર્વિધ ગતિ રૂપ સંસાર–આત્મા તેમાં સ્થિરતા ન રાખી શકે જીવ એકગતિમાં સ્થિર નથી રહી શકતો માટે કર્મ અનુસાર ભ્રમણ કર્યા કરે છે. ચારે ગતિ કર્મના વિપાકવાળી છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થનારી છે અર્થાત્ સંસરણ કરાવનાર - પરિભ્રમણ સ્વરૂપ છે. જ્ઞાનસાર-૩ || 311 Page #313 -------------------------------------------------------------------------- ________________ 5. ભાવથી ગતિ કોને કહેવાય? જ. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના કારણે જે કર્મબંધાય તે પરિભ્રમણ કરાવે. આથી મિથ્યાત્વાદિ મોહ એ ભાવથી ગતિ છે અર્થાત્ આત્માની વિભાવદશા એ ભાવથી સંસારરૂપ ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર છે. માત્ર યોગથી રસવાળુ કર્મનબંધાય. ઊર્ધ્વ–અધો આદિદિશામાં ગતિએ દ્રવ્યગતિ છે. (દ્રવ્ય-ગતિનું મૂળ કારણ ભાવ જ છે મોહનો પરિણામ જ 4 ગતિના કારણરૂપ છે. ચારે ગતિ વિભાવ-સ્વરૂપ છે. પ્ર. ચારે ગતિથી શું મળે? જ. આત્માનું જે હોય તે ન મળે - પણવિપરીત મળે એ કર્મનું કારણ છે. પ્ર. આત્માને કર્મસત્તા આત્માથી વિપરીત વસ્તુ શા માટે આપે? જ. પૂર્વે આત્માએ મોહના કારણે આત્માથી પર વસ્તુની ઈચ્છા કરી છે. સંગ્રહનો ભાવ, તેના રક્ષણનો ભાવ, તે તે ભાવને કારણે તેવા કેવા કર્મની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુ ઈચ્છી હોય તે જ આત્માને પ્રાપ્ત થાય છે. આત્મા જો ન ઈચ્છે તો કર્મસત્તા આપણને કોઈ વસ્તુ આપવા સમર્થ થતી નથી. 0 આત્મા કઈ ઈચ્છા કરે તો તેને કંઈ મળે નહીં. મળેલું બધું ચાલ્યું જાય? આત્મા મોક્ષની ઈચ્છા કરે અને સર્વ કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન શરૂ કરે તો ભવિષ્યમાં મળે તેવા કર્મનો બંધ થતો નથી. માત્ર કર્મ ખપાવાનું જ કાર્ય ચાલે એટલે કર્મે આપેલ બધું એને છુટી જાય. મારા આત્માએ પૂર્વે ઈચ્છેલું છે એટલે કર્મસત્તાએ મને આપ્યું છે. એમ આપણને પૂરેપૂરી શ્રધ્ધા થઈ જાય તો કોઈપણ નિમિત્તમાં આપણે બીજા પરદોષારોપણ ન કરીએ. મિથ્યાત્વઅજ્ઞાનના કારણે આપણે આપણી સમાધિ ગુમાવીએ છીએ માટે નવા કર્મ–બંધ બાંધીએ છીએ. જો સમ્યગુદર્શન જ્ઞાનસાર-૩ // 312 Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં પ્રગટ થાય તો ગમે તેવા દુઃખોમાં કે પ્રતિકૂળતામાં પણ સમાધિ રહે. નરકના ભયંકર દુઃખમાં પણ સમકિતના પરિણામને કારણે નવા ભવનું અનુબંધ કર્મનું સર્જન ન કરે. અહીં તો આત્મામાં વસવાના પણ આલંબનો છે, પણ નરકમાં તો માત્ર સમકિત રૂપી ધર્મ છે. દેવ-ગુરુ કે ધર્મનું આલંબન નરકમાંન મળે–નરકમાં નવું સમકિત પ્રગટ થઈ શકે છે. ચારે ગતિમાં સમકિત પ્રગટ થઈ શકે. પ્ર. આપણે વર્તમાનમાં આરાધના કરીએ તો શું સાથે લઈ જઈ શકીએ ? જ. સમ્યગદર્શનનો પરિણામ સાથે લઈ જઈ શકીએ તેથી નવા સંસારનું અનુબંધ સર્જન નહીં થાય ને કર્મના વિપાકમાં સમાધિ જળવાશે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટે તત્ત્વજ પ્રધાન છે. એમાં આપણે પ્રમાદ કરાય નહીં. અહીં સાધુપણામાં સમ્યગ્ગદર્શન સુલભ છે. મિથ્યાત્વ-અવિરતિ અને કષાયના ઉદયે આત્માઅસ્થિર–ચંચળ પરિણામી બને છે. તેને ભાવસંસાર કહ્યો છે. સંકલ્પ, વિકલ્પ, વિહ્વળતા લાગણીઓ પ્રગટ થઈ કેમ? મોહના કારણે. એમાં પ્રધાન કારણવિપર્યાસ છે. મિથ્યાત્વ મનમાં ચંચળતા લાવે, આથી મનમાંથી મિથ્યાત્વનીકળવું જોઈએ.તે માટે પરમાં પરપણું અને સ્વમાં સ્વપણું સ્થાપિત થવું જોઈએ. આખા જગત સાથે બંધાવાનું કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને કારણે મમતાની તીવ્રતા આવી. મમતાની તીવ્રતાને કારણે જીવ પરની સાથે એકમેક થાય છે. તે પરનો મારા તરીકે સ્વીકાર કર્યો એટલે આત્માનો આત્મા તરીકે સ્વીકાર નહીં થાય આ મોટામાં મોટું નુકશાન થશે. a આત્મા અસ્થિર શા માટે થાય? આત્માપરને પોતાનો માને અને પરમાં અસ્થિરતાનો ગુણ હોવાથી તે અસ્થિર થઈને રહેશે. જ્ઞાનસાર-૩ || 313 Page #315 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ સંયોગ બંધન લાગે છે? જેજે સંયોગમળ્યા છે તે બંધન લાગે છે ખરા? જેલમાં રહેલી વ્યકિતને જેમ જેલમાંથી છૂટવાનું મન થાય તે રીતે જો બંગલો ખરાબ લાગે તો તેનાથી હું જલ્દી છૂટી ઉપાશ્રયમાં આત્માના ઘરમાં કયારે પહોંચે એમ થાય. પણ જો બંધન–બંધન સ્વરૂપે લાગે તો તેનાથી હું કયારે છૂટું તેવો ભાવ આવે પણ મોહનું બંધન બંધન રૂપ લાગતું નથી. તેથી પીડાનો અનુભવ થતો નથી. સભ્ય દષ્ટિની દષ્ટિ ફરી છે તેથી જે પીડા-પીડારૂપે લાગતી ન હતી તે હવે પીડા તરીકે લાગવા માંડે છે. કારણ અનુકંપાનો પરિણામસ્પર્શયો. પીડાની અનુભૂતિ કરવી હોય તો ચામડાની આંખથી ન જોવાય પરંતુ સર્વજ્ઞની આંખથી સર્વજ્ઞના વચન વડે જોવું પડે. અર્થાત્ વચન વડે નિર્ણય કરવો પડે અને તે વચન આત્મામાં પરિણામ પામતા સમ્યગુ દર્શનની સંવેદના રૂપ અનુકંપાદિ પરિણામો સ્પર્શે. પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન.' પ્રવચન = પ્રકૃષ્ટ વચન તે જ પ્રવચન-જગતમાં કોઈ કહી શકે નહીં તેવું વચન અર્થાત્ સર્વજ્ઞ સિવાય કોઈ આવું વચન કહી શકે જ નહીં. મિથ્યાત્વના કારણે બહારના સંયોગો મેળવવાની મહેનત કરી રહ્યા છીએ તેને બદલે તેને છોડવાની મહેનત કરવાની છે. મોક્ષમાર્ગમાં ફકત છોડવાની જ મહેનત કરવાની છે. જે જે પુગલો ગ્રહણ કરેલાં છે જે કર્મો આપેલાં છે તેને છોડતાં જાવ તો મોક્ષમાર્ગમાં આગળ વધી શકશો. પ્ર. ઉપાય શું? જ. સંયમ અને તપ - આ બે ઉપાય છે. સંયમથી કર્મો અટકશે અને તપથી પૂર્વ સંચિત કર્મથી મુક્ત થઈ શકાશે. સંયમ પછી જ તપનો પરિણામ આવશે. બાર પ્રકારનો તપ વ્યવહારે આવશે. વ્યવહાર તપના અભ્યાસથી અર્થાત્ નિશ્ચયના લક્ષ પૂર્વક વ્યવહાર તપ સંયમ પૂર્વક કરાશે ત્યારે નિશ્ચય જ્ઞાનસાર-૩ || 314 Page #316 -------------------------------------------------------------------------- ________________ તપનાં પરિણામ પ્રગટ થશે. સંયમ (ચારિત્ર) કયારે આવશે? સમકિત વિણ ચારિત્ર નહીં - સમકિતના પરિણામ વિના સંયમનો ભાવ નહીં - સંયમ વગર તપનો પરિણામ નહીં તપ વિના નિર્જરા નહીં તેના વિના આત્માની અનુભૂતિ ન થાય. તપના પરિણામ છે કે નહીં કેમ ખબર પડે? "ઈચ્છા રોધે સંવરી, પરિણતી સમતા યોગે રે, તપ તેહિ જ આત્મા વ નિજ ગુણ ભોગે રે.' ઉપવાસ કર્યો તો બાહ્યતપ પણ દ્રવ્ય તપ છે તપનો પરિણામ થાય એટલે કાયાને કષ્ટ કે પ્રતિકૂળતાં હોવા છતાં આનંદ-આનંદ થાય. આ શેનો આનંદ? હાશ, ખાવાનું છૂટયું –પરમ શાંતિ તો એ ઉપવાસનો આનંદ છે. આજે હું મારા ઘરમાં છું એવું લાગવું જોઈએ. ખાવાનો સ્વભાવ આત્માનો નથી. તેથી ઉપવાસ કરવાથી પોતાના સ્વભાવમાં આવ્યો - તેનો આનંદ હોય - બીજા દિવસે પારણું કરવાનું મન નહોય- હાશ! ગઈકાલે કેટલી શાંતિ હતી. આજે પાછું ખાવાનું ચાલુ કરવાનું એમવેદના હોય. જો ખાવાની ઈચ્છા રોકો તો વિષય-કષાયના પરિણામ પાતળા પડે. ખાવું એ પાપ શા માટે કીધું છે? અણાહારી અને અવ્યાબાધ સ્વભાવ પોતાનો હોવા છતાં પીડાજનક એવા ખાવાનાં પુગલોને ગ્રહણ કરીએ છીએ માટે તે પાપ–સ્વરૂપ છે. વળી આત્મા કેવો છે? અરૂપીછે, નિઃસંગ છે અને રાગરહિત છે તેથી પુદ્ગલનો સંગ આત્માને કરાવવો તે પાપ છે અને પુગલ ગ્રહણાદિમાં આત્મા વીર્યભરપૂરથી વપરાય છે તથા પુગલ ગ્રહણાદિમાં ક્રિયાદિવ્યાપાર વડે આત્મવીર્યવાપરવા વડે કર્મબંધ થાય અને આત્મવીર્યસ્વઆત્મગુણોમાં ન પ્રવેશે તો આત્મા બળવાન ન બને નબળો થાય. 1 કોને છોડવાના? પોતાનો છોકરો છે. પોતાનું કહેલું માનતો નથી અને કષ્ટ આપે છે તો પોતાનો સ્વાર્થ સધાતો ન હોવાથી પોતાના સંયોગરૂપ છોકરાને વ્યવહારમાં જ્ઞાનસાર-૩ // 315 Page #317 -------------------------------------------------------------------------- ________________ છોડી દો છો. તે જ રીતે ધર્મમાં જિનેશ્વર ભગવંતની વાત ન માને તે મારા નહીં. આવું કેમ કરતાં નથી. પોતે જ પ્રભુની વાત નથી માનતાં તો છોકરાની વાત કયાં કરશો! સંયમ = જિનનું માને તે જ મારા તે નક્કી કરો અને પછી આત્માના સ્વભાવમાં બાધક બનતાં સંયોગોનો આત્માએ ત્યાગ કરવો જોઈએ તે જ સંયમ છે. કાયાની સાથે બહારના સંજોગો છોડવા પડે તેથી જ ઈદ્ર મહારાજા પોતાનાં સિંહાસન પર બેસે ત્યારેવિરતિધરને વંદન કરે. કારણ? પોતે સમકિતી છે તેથી પોતાની હિતની જ રુચિ હોય. તેને પોતાનો આત્મા જ ઉપાદેય હોય તેથી વિરતીધરને વંદના કરે છે. - છ ખંડના અધિપતિ ભરત મહારાજાને પોતાનો આત્મા જ ઉપાદેય લાગે છે. તેથી આત્મહિત જ ઉપાદેય લાગતું હોવાથી માહણ શ્રાવકો યાદ કરવામાં કે પુણ્યનો ઉદય થતાં ભય વધી રહ્યો છે. માટે કોઈને તમેયહણોમા! હણોમાં! અર્થાત્ તમે બીજાથી હણાઓ નહીં! a મારૂં ન માને તે પાપોદય નથી પરંતુ જિન વચન ન માને તે જ પાપોદય છે. મારૂં માનતા થાય તેને પુણ્યોદય માનીએ છીએ તે ખોટું છે. સમ્યગુ દર્શન હોય ત્યાં સમજણ હોય, ધમાલ નહોય.ધમાલ કરવાથી બીજા આત્મા અધર્મ પામે. ધમાલ કરે અને પોતાની જાતને શાસન ભક્તો, ગુરુભક્તો કહેવરાવે તે મિથ્થા સમજણ છે. છે. જ્યાં સુધી સંયોગો પૂર્ણ છૂટી ન શકે ત્યાં સુધી શું કરવાનું? જ. મૂંઝાવાનું નથી. સિદ્ધ ન થઈએ ત્યાં સુધી સંયોગો તો રહેવાના છે. જે સંયોગો આત્માના હિતને પ્રેરક છે - સાધક છે, 'સ્વાને જાગૃત કરે છે તેવા સંયોગોમાં રહો એટલે કે 'સત્સંગ'માં રહો. સત્ત્વશાશ્વત એવા આત્માને પોતાની જાગૃતિ કરાવે તેવા સંગમાં. સત્તાએ હું નિઃસંગ છું અને નિઃસંગ જ્ઞાનસાર–૩ // 316 Page #318 -------------------------------------------------------------------------- ________________ થવાનું છે. તે લક્ષે આત્માએ રહેવું જોઈએ. પ્ર. "સત્સંગ' કોનો કરવાનો? જ. જેને આત્મા સાથે લેવા-દેવા નથી આત્માની અનુભૂતિ નથી તેવા વેશધારી એવા મહાવ્રતધારી જોડે પણ સત્સંગ કરવાનો નથી. કેમકે તેઓ દ્રવ્યલિંગી છે. 'આત્મજ્ઞાની શ્રમણ કહાવે–બીજ તો દ્રવ્યલિંગી રે (પૂ. આનંદઘનજી મહારાજ) ખમાસમણો = ક્ષમા અને શ્રમણ = ક્ષમાને ધારણ કરનાર એવો શ્રમણ ક્ષમાને (સમતાને) ધારણ કરવા માટે તપ કરે. સુખ સંયમ જાત્રાનિર્વહો છો ?' સાધુખાય તો પણ ઉપવાસી છે. પાંચેય ઈદ્રિયોના અને મનનાવિષયોથી જે પરાડભુખથયેલાં છે અર્થાતુવિષયોથી જે થાકી ગયા છે– વિષયો જેને વિષ જેવા- નારકીની વેદના આપનાર લાગે તેવા સાધુ ખાય છતાં (ઉપવાસી) તપસ્વી કહેવાય છે. સમતા એ સાધ્ય છે. ક્ષમા = કષાયોનો ત્યાગ. કષાયોના ત્યાગ માટે વિષયોનો ત્યાગ જરૂરી. તે માટે અનુકૂળ સંજોગોનો ત્યાગ કરવો પડશે. સારો આકાર/સારૂં રૂપ/સારા શબ્દો - આ જ જીવને જોવું ગમે છે તેથી જ તે વિષય કહેવાય. બે ઘડી સામયિકમાં બેઠા, સંયોગોનો ભાવથી ત્યાગ કરીને બેઠા તો જ સમતાનો સાચો અનુભવ થશે. a "સુવ્રત શેઠને અનિનો ભય નહીં." સુવ્રત શેઠે ઘરમાં પૌષધ લીધો તો તેઓ આગ લાગવા છતાં સમતામાં રહ્યાં. કારણ? સમજણપૂર્વક સંજોગો છોડી દીધાં હતાં. આ બધા સંયોગો શા જ્ઞાનસાર-૩ // 317 Page #319 -------------------------------------------------------------------------- ________________ માટે છોડી દેવાના છે? કેમકે તે બધા આત્મા સાથે રહેવાના જ નથી. તેથી જ છોડવાનાં છે. સર્વસંયોગોને સદા માટે છોડવાની શક્તિ નથી. તો પર્વતિથી છે તો આઠ પ્રહર પ્રાપ્ત સંજોગોને છોડીને રહું. 'હવે પૌષધમાં છું - સર્વ સંયોગો છોડયા તેથી જે બળે છે એ મારૂં નથી અને મારૂં છે તે બળતું નથી. તેની શુધ્ધ માન્યતા છે તેથી ત્યાં અગ્નિ પણ આવતા થંભી ગયો. જેમ સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો છે ત્યાં શીલના પ્રભાવે સીતા અગ્નિમાં જતાં–અગ્નિ શાંત થઈ જાય છે. હવે જે આત્મા શીલ પાળે છે તે 'વિરતિમાં રહે તો તેનો પ્રભાવ કેટલો બધો હોઈ શકે? તેથી સમકિત પામવું જ પડશે. ઝાડને પાણીના સિંચનની ક્રિયા શા માટે? જેમ પાણીનું સિંચન થાય તેમ ઝાડ વિકાસ પામે છે. તેવી જ રીતે જ્ઞાનના વિકાસ માટે ક્રિયાયોગ રૂપી નીર જરૂરી છે. જ્ઞાન-ક્રિયાપામ્ મો: નિશ્ચયથી જ્ઞાનથી ક્રિયા અને વ્યવહારથી ક્રિયાથી જ્ઞાન આવે છે. જ્ઞાન સ્વપર પ્રકાશ છે. જ્ઞાન વડે યથાર્થ થતાં રુચિ પરથી ખસી સ્વ તરફ વળે-રુચિ અનુયાયી વીર્ય. જ્ઞાનની સમજ રુચિ પ્રમાણે ભાવ ક્રિયામાં જોડાશે. જ્ઞાનીની ક્રિયા સત બને અજ્ઞાનીની ક્રિયા અસત્ બને. 1 અસત્ કિયા શેનાથી થાય? વ્યવહાર અનાદિથી છે તો ક્રિયા પણ અનાદિથી છે. હવે જે ક્રિયા વર્તમાનમાં છે તે અસત્ ક્રિયા છે. તેથી અસત્ છોડી સત્ ક્રિયા કરવાની છે. સક્રિયા શાનાથી થશે? સમ્યગુજ્ઞાન ભળવાથી જે ક્રિયા થશે તે જ સક્રિયા થશે. જ્ઞાનના ઉપયોગનો અભાવ આત્માને નથી. નિગોદમાં પણ અંશ જ જ્ઞાન છે.નિગોદથી વિકાસ કરતો આત્મા પંચેન્દ્રિયાદિજાતિમાં આવે અને ત્યાં મનથી જે વિચારે અને વચનથી જે કંઈ બોલે તે બધું જ્ઞાન રૂપ અને કાયા રૂપ જ્ઞાનસાર-૩ || 318 Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ તે ક્રિયા રૂપ છે. સમકિત વિના તે પણ જ્ઞાન મિથ્યા છે તેથી ક્રિયા મિથ્યા છે, અસત્ છે. હવે જ્ઞાનને સમ્યક્ બનાવો - જ્ઞાનને અમૃત કહ્યું છે, મૃતઃ મરણ - મરવા પડયો હોય ત્યારે સમ્યગ જ્ઞાન તેના માટે સંજીવની રૂપ બની જાય છે, મૃત્યુ વખતે સમાધિને આપનાર અને પરલોકમાં સદ્ગતિને અપાવનાર થાય છે. મરણના બે પ્રકાર છે. (1) દ્રવ્ય મરણ અને (2) ભાવ મરણ. દ્રવ્ય મરણમાં દશ પ્રાણોથી આત્મા છૂટો પડે છે. ભાવ મરણમાં રાગ-દ્વેષાદિવિભાવદશામાં જવું અથવા સગુણોના પરિણામથી છુટા પડવું તે ભાવમરણ છે. મિથ્યાત્વનો પરિણામ કાઢવો પડે, જે જ્ઞાનમાંથી મિથ્યાત્વ નીકળે તેજ સમ્યગુજ્ઞાન થશે.જે અમૃતતુલ્ય છે. જે ભાવ–પ્રાણોને જીવાડવાના સ્વભાવવાળું છે. આત્માને પોતાના ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણ સ્વભાવ છે. તે પ્રમાણે જીવવાનું વર્તવાનું મન થાય તે જ સમ્યગ્દર્શન. a વ્યવહારની જરૂર શા માટે? જ્ઞાનને પ્રગટ કરવા વ્યવહાર જરૂરી છે. પરમાત્માને કેવલજ્ઞાન થયું તે જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર ફેલાય તે માટે વાણી વ્યવહાર કર્યો છે. સાધનામાં ચારિત્રના પરિણામ પ્રગટાવવા પણ સામાયિકદંડક વ્યવહારથી ઉચ્ચાર્યું ત્યારે મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું અને મનના આલંબન વ્યવહાર વડે શ્રુતજ્ઞાનના અવલંબે શુકલધ્યાન પર ચઢી શ્રેણી માંડી મોહનો વિચ્છેદ કરી કેવલજ્ઞાન પ્રગટાવે. નિશ્ચય આત્મામાં છે, વ્યવહાર બહાર છે. આત્મા અશુધ્ધ વ્યવહારમાં ફસાયો છે તેથી શુદ્ધ વ્યવહાર કરવા માટે મિથ્યાત્વ કાઢવું પડે. સમકિત આવે એટલે સર્વજ્ઞ વચનમાં દઢતા આવે. સર્વજ્ઞ બતાવેલો વ્યવહાર તારક છે. તેથી સર્વજ્ઞના પંચાચાર રૂપ કોઈપણ વ્યવહારમાં ઉપેક્ષા ભાવ ન રખાય. કદાચ અપવાદ સેવે તે પ્રભુની આજ્ઞા મુજબ જસેવે નહીંતર જ્ઞાનસાર-૩ // 319 Page #321 -------------------------------------------------------------------------- ________________ સમકિત છે જ નહીં. કદાચ પ્રભુની આજ્ઞા પાળી ન શકો તો પણ સમકિતના કારણે પશ્ચાતાપ થશે જ. 5. જિનાજ્ઞા ન પાળવામાં કારણ શું હોઈ શકે? જ. શરીરની અવસ્થા કે એવા સંયોગો જ હોય કે તેના કારણે મોહનો ઉદય હોય તેથી ઉત્સાહ– પરિણામ ન થઈશકે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમન હોય તો પણ આવું બની શકે છે. જે ન કરી શકે તેનો ઉપયોગ હોય તેથી પશ્ચાતાપ પણ થાય. વળી પાછું મોહનું જોર ઓછું થાય એટલે આત્મા પ્રબળ બની જશે અને તે યોગને–વ્યવહારને કરવા માંડશે. અપવાદ કાયમી અપવાદ ન સેવાય, તે ટેમ્પરરી જ હોય. ઉમરના કારણે નવકલ્પી વિહાર ન કરી શકે તે એક જ નગરમાં રહે, છેલ્લે ઉપાશ્રયનાં ખૂણા પણ ફેરવે તો તે પ્રભુની આજ્ઞા મુજબ જ અપવાદ સેવ્યો કહેવાય. જ્ઞાનના ઉપયોગપૂર્વક ક્રિયામાં આત્મા ચઢશે ત્યારે તે આત્માના ગુણોને પ્રગટાવવા તીવ્ર પુરૂષાર્થ કરે અને તે ક્રિયા દ્વારા ગુણપ્રાપ્તિવડે તૃપ્તિનો અનુભવ કરશે. 1 યથાર્થ શાન થવાં છતાં સમકિત હોય એવો નિયમ નહીં. શેયનાં બે વિભાગ-જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. હવે જો મિથ્યાત્વનો પરિણામ નહીં હોય તો આગળનો પરિણામ - હેય-ઉપાદેય પરિણામ પ્રગટ થશે. મિથ્યાત્વ અને સમકિત બંનેની હાજરીમાં હેય-પરિણામ આવી શકે. મિથ્યાત્વની હાજરીમાંદ્રવ્યથી હેય લાગે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે મિથ્યાત્વનો ઉદય હોય તો અજીવને તથા સમગ્ર સંસારને હવે જાણે. અભવ્યના આત્માને નવ તત્ત્વનું જ્ઞાન છે. સર્વજ્ઞ જે રીતે જણાવે તે જ પ્રમાણે જગતને જણાવે છે. કારણ જ્ઞાનાવરણીયનાલયોપશમના કારણે જ્ઞાન યથાર્થ થઈ શકે. જ્ઞાનસાર-૩ || 320 Page #322 -------------------------------------------------------------------------- ________________ જેવું છે તેવું તે કહી શકે છે. મોક્ષ જેવો છે તેવો જ જણાવી શકે છે પરંતુ મિથ્યાત્વનો પરિણામ ઊભો છે તેથી જ્ઞાનથી જે જણાય અને જણાવવા છતાં પણ સંસારના ત્યાગની અને સ્વઆત્મગુણોને અનુભવવાની સદા માટેની રુચિ અભવ્ય જીવને પોતાના આત્મામાં ન થાય. દા.ત. ચારિત્ર લેવા જેવું છે. જાણીએ છીએ - જણાવીએ છીએ પણ બીજા લે તો ગમે. પણ પોતાને ચારિત્ર લેવાની રુચિ ન થાય. તેથી આપણામાં પણ મિથ્યાત્વ ઊભું છે. જે વસ્તુની શ્રદ્ધા થઈતો તે પ્રતીતિ કરાવે છે. પ્રતીતિના કેમ સારભૂત લાગે છે? તેનો નિર્ણય કરશે - પ્રભુની જે વાત સ્વીકારશો તેને તરત જ રુચિ થશે. તેની વૃત્તિ અને પ્રવૃત્તિને ફેરવ્યા વિના રહેશે જ નહીં. હા, શક્તિ મુજબ પ્રયત્ન કરે જ. દા.ત. સર્વવિરતી ગ્રહણ ન કરી શકે તો દેશવિરતીને ગ્રહણ કરવાનો પયત્ન તો કરે અને લક્ષ તો સર્વવિરતીનું જ હોય કે સર્વવિરતી ચારિત્ર હું લઈ શકતો નથી. આમ સર્વવિરતીની જેટલી રુચિ તીવ્ર અને ન લેવાનો પશ્ચાતાપ ઊભો હોય તો અનુબંધ સર્વવિરતિનું જ પડે. આંકડાથી થયેલા ધર્મમાં સંતોષ નહીં માને. સર્વવિરતી તરફ જ લક્ષ પછી કેવલજ્ઞાનનું લક્ષ થશે. અભવ્યના જીવો આઠતત્ત્વને માને છે પણ એક મોક્ષતત્ત્વને જ માનતા નથી. તેને સર્વજ્ઞ પર શ્રધ્ધાછેજ. સર્વજ્ઞ કહ્યું તે મુજબહું કહીશ તો જ'પુણ્યબંધ' થશે તેની ખાતરી છે. તેથી તે સર્વજ્ઞ બતાવેલા તત્ત્વો જ બતાવશે. પરંતુ પોતાને રુચિ પરિણામ મોક્ષનો નથી, ૯મા ગ્રેવેયકનો જરુચિ પરિણામ છે. તે જાણે છે કે સર્વ કહ્યા મુજબ પ્રરૂપણા નહીં કરું તો ઉત્કૃષ્ટ પુણ્યબંધ નહીં થાય તો નવ ગ્રેવેયક નહીં મળે તેથી તેને પુણ્યબંધમાં જ રુચિ છે. તેથી પ્રભુએ જેવું કહ્યું તેવું બતાવે છે. પરંતુ તેને પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરા થશે નહીં. અભવ્યના જીવે જયણા પાળી અને પ્રભુએ કહ્યું તે મુજબદેશના આપે. તેથી શાતાવેદનીય બાંધ્યું અને તે ભોગવવા માટે દેવલોકની પ્રાપ્તિ અને જ્ઞાનસાર-૩ // ૩ર૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ દેવલોકના સુખને ભોગ્ય માનશે. પ્ર. અભવ્યનો જીવ લઘુકર્મી કઈ રીતે થાય છે? જ. અકામ–નિર્જરાથી દ્રવ્યથી લઘુકર્મી થશે અર્થાત્ યથાપ્રવૃત્ત કરણ અંત:કોડાકોડિ કર્મની સ્થિતિ થશે. ગ્રંથિ દેશે આવે પણ સકામ નિર્જરા તો તે કરી જ ન શકે અર્થાત્ ગ્રંથિભેદન જ કરી શકે. અંગાર મઈકાચાર્યને જયણાનો પરિણામ નહતો તેથી રાતના કોલસી પર ચાલતાં મહાવીરનાં જીવડાચૂં–ચૂંકરે છે. છતાં પગ મૂકે છે તેથી જયણાનો ભાવ નથી તેથી મરીને ઊંટ થાય છે. તેથી બધા જ અભવ્યો માં ગ્રેવેયકમાં જાય તેવો નિયમ નહીં, દુર્ગતિમાં પણ જઈ શકે. પ્ર. અભવ્યનો પણ આત્મા દ્રવ્યથી ચારિત્ર ક્યારે પાળી શકે? અનંતાનુબંધી કષાયના પ્રકારો (1) અનંતાનુબંધી - અનંતાનુબંધી જેવો (ર) અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય જેવો (3) અનંતાનુબંધી - પ્રત્યાખ્યાનય જેવો (4) અનંતાનુબંધી - સંwવલન જેવો અભવ્યનો આત્મા અનંતાનુબંધી સંજવલના ઘરમાં આવે ત્યારે જ તે દ્રવ્યથી નિરતિચાર જેવું ચારિત્ર પાળી શકે. આપણે પણ અચરમાવર્તમાં ચારિત્ર પાળ્યું પરંતુ તેનો લાભ ન થયો. આત્મતત્વની વાણી સાંભળવી ગમે છે તો તે ભવ્ય છે. અભવ્યને અનુકંપા, સંવેગ કે નિર્વેદના પરિણામ આવે જ નહીં. ગુણનું બહુમાન અને દોષ પ્રત્યે પશ્ચાતાપ ન આવે. તે આત્મતત્ત્વની વાણી રુચિપૂર્વક સાંભળવી ગમે છે તેથી ચરમાવર્તિમાં આપણે આવી ગયા છીએ તે નક્કી થઈ ગયું. જ્ઞાનસાર–૩|| ૩રર Page #324 -------------------------------------------------------------------------- ________________ ચરમાવર્તના લક્ષણોઃ (1) પાપભય - તીવ્ર ભાવે પાપન કરે, ભવનો તીવ્ર રાગ નહીં. (2) પરોપકાર–ઔચિત્યનું પાલન (3) ગુણનો અર્થાત્ મુક્તિનો અદ્વેષ ૯ભે ગુણઠાણે દ્વેષ જશે અને ૧૦મે રાગ જશે. પ્રથમ ટ્વેષ અને પછી રાગ જશે. ચરમાવર્તમાં જીવ આવે એટલે દ્વેષ જવાની પ્રથમ શરૂઆત થશે અને પછી રાગ ઘટશે. જીવ પર દ્વેષ છે અને અજીવ પર રાગ છે તેમાં ફેરફાર થશે. ચરમાવર્તમાં આવ્યા પછી ચાર ભાવના સમકિતની સાધક છે. (1) સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ લાવવાનો છે. જેથી જીવ પ્રત્યેનો દ્વેષ જશે. (2) શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા જીવોને જોઈ કરુણા ભાવ પ્રગટે આત્માની કઠોરતા જશે અને કોમળતા પ્રગટશે. (3) ગુણથી સુખી જીવોને જોઈ પ્રમોદભાવના એથી ઈર્ષા ભાવ જશે. (4) અયોગ્ય ભારી કર્મી જીવોને જોઈ મધ્યસ્થ ભાવના પ્રગટ થશે તેથી તેના પ્રત્યે તિરસ્કાર ભાવ જશે. સમકિતની સાધના ચાર ભાવના છે. આથી સમકિતિને ચાર ભાવના પ્રગટ થવી જ જોઈએ. સમતા આત્માના સ્વભાવ રૂપે છે. પ્રશસ્ત ભાવ પછી સ્વભાવમાં જવાય. તેથી મૈત્યાદિ ચાર ભાવના ભાવો પછી સ્વભાવમાં (સમતામાં) જઈશકશો. ટૂંકમાં મુક્તિ પ્રત્યે અદ્વેષ પરિણામ આવશે તો જ દ્વેષ જશે તો જ ગુણ પ્રત્યે રાગ આવશે. ચકખુદયાણં તત્ત્વ પર દૃષ્ટિ કરવી, ગુણી પ્રત્યે તો જ બહુમાનભાવ આવશે. હૈયામાં હેયનો પરિણામ થશે તો તે તેને ધારણ કરશે જ નહીં હવે કદાચ છોડી શકતો નથી તો પશ્ચાતાપ થશે. દા.ત. હાજત લાગી છે, તીવ્રતા છે છતાં ગમે ત્યાં તો નહીં જ કરી જ્ઞાનસાર–૩ || ૩ર૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ શકો. યોગ્ય સ્થળ (સ્થાન) આવે નહીં ત્યાં સુધી છોડી શકશો નહીં. સ્થાન શોધવામાં જ દષ્ટિ જશે. બીજે દષ્ટિ જશે જ નહીં–બીજી પ્રવૃત્તિ પણ નહીં કરો જ્યાં સુધી ન છોડો ત્યાં સુધી. ઉપાદેયનો પરિણામ નથી તેથી યોગ્ય ક્ષેત્ર-કાળ શોધી રહ્યા છો તેથી ચિત્તમાં જે ઉપાદેયનો ભાવ સાથે રસ રુચિ જે વસ્તુ વિષયક પ્રવૃત્તિ હોય તે સંબંધી કર્મબંધ નિરંતર બંધ થઈ જશે. પ્રભુએ જ્યાં જ્યાં હેય કહ્યું છે ત્યાં ત્યાં હેયરની અંદર 'હેયનો પરિણામ થઈ જવો જોઈએ. તે જ તત્ત્વથી સમકિત પામ્યાની નિશાની છે. કદાચ ઉદાસિન ભાવ રાખો તો રાગાદિભાવની પ્રવૃત્તિ નહીં માત્ર નિરસ પ્રવૃત્તિ. તેથી કર્મનો અલ્પ બંધ અને નિર્જરા કરે તેથી સમકિતીને અપ્પોસિ હોઈ બધોનું ઉપનામ મળેલું છે. દર્શન મોહનીયના ક્ષયોપશમથી જ હૈયામાં હેયનો પરિણામ થશે. જ્યારે અભવ્યને તો જ્ઞાનાવરણીયનો જ ક્ષયોપશમ છે, તેથી તેનું જ્ઞાન થાય છે પણ હેયની રુચિ થતી નથી. જ્ઞાન અમૃતમય બને ત્યારે જ ક્રિયાનું કારણ બનશે. દ્રવ્ય–પ્રાણ રૂપે જીવન જીવવાના ભાવવાળો છે ત્યારે તે મરવાના ભાવવાળો જ છે અને દ્રવ્ય-પ્રાણરૂપે જીવન જીવી રહ્યો છે ત્યારે મરેલો જ છે. જ્યારે ભાવપ્રાણ રૂપે જીવન જીવવાની ઈચ્છાવાળો આત્મા બને ત્યારે જીવી રહ્યો છે કેમ કે સ્વભાવમાં છે. ભાવમરણ એટલે આત્માનું વિભાવદશામાં જવું તે. a જીવ-જીવન અને જીવવું જ્ઞાનમાંથી મિથ્યાત્વનો ભાવ નીકળી જાય એટલે જીવવાનો ભાવ આવે એટલે કે સમ્યગુદર્શન આવે. સમતામાં જ્યારે આવે ત્યારે આત્મા જીવતો થયો કહેવાય. જ્ઞાની હંમેશા ક્રિયાવાન બનતો જાય, આત્માને કાયાનો સંયોગ છે જ્ઞાનસાર-૩ || 324 Page #326 -------------------------------------------------------------------------- ________________ તેથી વર્તમાનમાંઅસ–ક્રિયાવાળો છે. જ્યારે જ્ઞાની બને ત્યારે સક્રિયાવાળો બને છે. જ્ઞાનનો આસ્વાદ મેળવ્યો એટલે જ્ઞાનાદિ ગુણની વૃધ્ધિ–સક્રિયામાં થાય છે. જ્ઞાન આવ્યું એટલે 'હેય કે ઉપાદેય'નો વિવેક આવશે. તો સમ્યગ્રજ્ઞાન સ્વ પરના ભેદ સાથે યથાર્થરૂપે પ્રગટ થયું. તેથી તે જ્ઞાનની ધારાથી વસ્તુનું અવલોકન કરે. (નિર્ણયકરે.) જ્ઞાનનું કાર્ય પ્રકાશ ફેંકવાનું છે. વસ્તુ જે સ્વરૂપ છે તે સ્વરૂપે બતાવી પ્રકાશે છે. તે વસ્તુને સારી-નરસી બતાવતું નથી. દા.ત. જીવ છે કે અજીવ (પુદ્ગલ) તેનો નિર્ણય કરાવે છે. હેય-ઉપાદેયનો નિર્ણય પણ જ્ઞાન જ કરાવે છે. પ્ર. મિથ્યા દષ્ટિ અને સમન્ દષ્ટિ બને ઝેરને ઝેર માને છે તો ફરક શું છે? જ. વિષયોને વિષ કરતાં પણ ભયંકર કહ્યાં છે. વિષયો દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંનેને હણે છે. વર્તમાનમાં ભાવપ્રાણ હરી લે છે. ઝેર તો ફક્ત દ્રવ્ય પ્રાણ જ હણે છે. સમકિતી માને છે કે વિષયો મારા આત્માના અહિતને કારણે ઝેરરૂપ હોય છે અને ભવોભવ મને મારશે. મિથ્યાત્વી શરીર સંબંધી વિષ ને હેય માને છે. વર્તમાન દ્રવ્ય પ્રાણ હરી લેશે તેવું માને છે. મિથ્યાત્વી જગતને કહે છે - સંસાર હેય અને મોક્ષ ઉપાદેય છે પરંતુ તેના આત્મા માટે તેની રુચિ કરે નહીં તેથી તેનું હેયપણું માત્ર જાણકારી રૂપે છે. સમકિતના પરિણામવાળું હેય નથી. તેથી પોતાને રુચિનો પરિણામ નથી તો તેને લાભદાયી શું? કાંઈ જ નહીં. - જ્યારે સમકિતી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કાર્ય હેય સુધી જાણે છે અને દર્શન–મોહનીયનાં ક્ષયોપશમના કારણને પણ હેય સુધી જાણે છે અને પોતાના આત્માને હેયમાં હેયની રુચિ કરાવે છે. મિથ્યાત્વી અજીવને હેય માને, આશ્રવને હેય માને પણ તે દ્રવ્યથી જ માને છે.નિશ્ચયથી પુણ્ય કે પાપ બંને આશ્રવતત્ત્વો હેય છે. પાપને હેય તરીકે માને–પાપ છોડે છતાં ભાવથી હેય-પરિણામ ન આવે. આથી પાપને છોડવા જ્ઞાનસાર-૩ // ૩રપ Page #327 -------------------------------------------------------------------------- ________________ છતાં પાપની વૃત્તિ છૂટતી નથી. સમ્યગૂ દ્રષ્ટિને વીતરાગતા અનુભવવાની રુચિ ભાવરૂપ છે, મિથ્યાત્વી પુણ્યને ઉપાદેય માની લેશે. પુણ્યાનુબંધી પુણ્ય પણ નિશ્ચયથી હેય જ છે કારણ કે તીર્થકરના આત્માને જ્યાં સુધી ભોગાવલી કર્મ-પુણ્યાનુબંધી પુણ્ય કર્મ છે ત્યાં સુધી સંસારમાં ૪થે ગુણસ્થાનકે રહે છે અને જેવું પુણ્યાનુબંધી પુણ્ય છોડે ત્યારે સીધા જૅ ગુણ સ્થાનકે પહોંચી જાય છે. આપણે પમે કેછદ્દે વ્યવહારથી સંભવે પરિણામે તો વિરલ જીવો આવે. . આપણે સકિયાના અધિકારી ક્યારે બની શકીએ? જ. આત્મા અને આત્માના ગુણો જ ઉપાદેય છે. બાકી બધું જ આત્મા માટે હેય છે. તેવું માનનારો સક્રિયાનો અધિકારી બનશે. આત્મા પોતાના સ્વભાવરૂપે નથી તો ત્યાં 'અસક્રિયા છે. સર્વજ્ઞ પરમાત્માએ આત્માને સ્વભાવમાં જવા માટે પંચાચાર રૂપક્રિયા બતાવી છે. તેથી સર્વજ્ઞનાં વચનમાં શ્રધ્ધા થતાં પહેલાં પંચાચાર પાળે. 1 આચાર્ય કોને કહેવાય? આચાર્ય- આ = આત્માચર્ય= રમવું, પંચાચાર રૂપી વ્યવહાર દ્વારા જે આત્મા ગુણોમાં રમે તે આચાર્ય, પોતે પંચાચાર પાળે અને પળાવે તો જ ભાવાચાર્ય કહેવાય, નહીંતર દ્રવ્યથી આચાર્ય કહેવાય. n જે કર્મને તપાવે તે જ જ્ઞાનતપરૂપ છે. હાડકાને-શરીરને માત્ર તપાવે તે તપની વાત નથી. વર્તમાનમાં બાહ્ય તપનો મહિમા વધતો દેખાય છે. જ્ઞાનપૂર્વક તપ કરવાનું તો તપનું ફળ આનંદની પ્રાપ્તિ અને નિર્જરા થાય. "જ્ઞાનાચારમાં ચોખ્ખું લખેલું છે કે તત્ત્વની રુચિપૂર્વક હેય છે કે ઉપાદેય તે નિર્ણય થાય તો પરિણતી ફરી જાય. અર્થાત્ પુદ્ગલભોગની રુચિ જાય અને આત્માના ગુણાનુભવ સ્વાદની રુચિ પ્રગટ થાય તો નિશ્ચયથી તપની રુચિ થઈ કહેવાય. સ્વગુણને ભોગવવાનો પુરુષાર્થ શરૂ થાય. જ્ઞાનસાર-૩ || ૩ર૬ Page #328 -------------------------------------------------------------------------- ________________ દા.ત.વિષ્ટા, કાદવ, કચરો પડ્યો હોય તો તેના વિષે બીજી ક્ષણે કાંઈ વિચારતાં નથી કેમકે પાકો નિર્ણય છે કે તે વિષ્ટા છે. તેની સામે યે જોવાનું ન હોય કે તેનાવિષે કાંઈવિચારવાનું પણ નહોય. તેવો નિર્ણય સર્વસંયોગોમાં, સર્વજ્ઞેયમાં, હેય છે કે ઉપાદેય તેનો નિર્ણય કરવાનો. જો વસ્તુ હેય છે તો મને આ સારૂં - આ ખરાબ કેમ થાય છે? મારો નિર્ણય ખોટો છે તેથી હેયમાં ઉપાદેયની બુધ્ધિ થાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને સંસારત્યાગ કર્યા પછી જ્યારે ખબર પડી કે રાજખટપટને કારણે મારા છોકરાને મારી નાખવાના છે એ વાત પર વિકલ્પ ચઢતાં એવિકલ્પની જાળે રૌદ્રધ્યાને–સાતમી નરક-સુધીનાંદળીયા બંધાવ્યાપોતે એને હેય માનીને છોડી દીધેલો તે હેયમાંથી ઉપાદેય પરિણામ આવી ગયો તો રોદ્રધ્યાને ૭મી નરકનાં દળિયા બંધાવ્યા પણ સાધુતાનો ઉપયોગ આવતા પાછા વળી પૂર્ણતાને પામ્યા. ૧૦માં ગુણ સ્થાનક સુધી મોહ છે, ૧રમે વીતરાગતા આવે એટલે સંપૂર્ણ વિકલ્પ જાય અને ૪થા ગુણસ્થાનકથી વિકલ્પો ઓછા થતાં જાય. જેમ જ્ઞાનમાંથી મિથ્યાત્વ–મોહ ઓછો થતો જાય તેમ તેમ વિકલ્પ ઓછા થતા જશે. સમકિત આવે એટલે મોટા ભાગનાં ખોટા વિકલ્પો જતાં રહેશે. કેમકે ખોટી માન્યતાઓ ચાલી જવાથી ખોટા વિકલ્પો પણ જશે. તેથી જ ૪થા ગુણસ્થાનકે ખંડ શ્રેણિની શરૂઆત થઈ જશે. તેમ અખંડ શ્રેણી ૮માંથી શરૂ થાય. સમતાની પૂર્વભૂમિકા સમાધિ આત્મામાં શરૂ થઈ જશે. ગાથા મધુરાજ્યમહાશાકા, ગ્રાહે બાલે ચ ગોરસાત્ | પરબ્રાહ્મણિ તૃપ્તિર્યા, જનાસ્તા જાનતેડપિ ના દા મનોહર રાજ્યની મોટી આશાવાળાઓથી ન અનુભવી શકાય અને વાણીથી ન કહી શકાય તેવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી તો અનુભવે ક્યાંથી? જ્ઞાન સાર-૩ || ૩ર૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ અથવા સાકર, ઘી અને ઉત્તમ શાકથી ન અનુભવી શકાય તથા દૂધ-દહીં, ઘી આદિ ગોરસથી ભિન્ન એવા પર બ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી તો અનુભવે ક્યાંથી? જગતનાં જીવો આત્મામાં જ તૃપ્તિ છે એવું જાણતા નથી. તેઓ તો દૂધ, ઘીમાં જ તૃપ્તિ છે તેવું માને છે તેથી તેની જ મધુરતા ગમે છે. તેને જ પ્રધાનતા આપીએ છીએ. શરીરની મજબૂતાઈ માત્ર અન્નમાં જ છે. (રોટલી, દાળ, ભાત, શાક વિ.) શરીરની મજબૂતાઈનો આધાર અન છે. આત્માની તૃપ્તિ અબાહ્ય–અગ્રાહ્ય છે તેબહારમાં મળતી નથી. આત્માના સ્વાદને માણવા પુદ્ગલના સ્વાદને છોડવો જોઈએ. શુધ્ધ આત્મા એટલે જે પર સંયોગોથી પર થઈને રહેલાં છે તે પરમ બ્રહ્મ - a આત્માની ચાર અવસ્થા: (1) બહિરાત્મા = પર સંયોગોને જ પકડીને બેઠા હોય. (ર) અંતરાત્મા : પર સંયોગોને પરમાની તેનાથી સદા છૂટવાની તીવ્રમાં તીવ્ર ઝંખના સહિત શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરનારા. (3) પરમાત્મા : શરીરમાં હોવા છતાં શરીરાદિ પરથી સંપૂર્ણ ભાવથી પર થયેલા તે પરમાત્મા અર્થાત્ ભાવાતિત થયેલા વીતરાગ કેવલી. (4) સિધ્ધાત્મા : સર્વ સંયોગોના સદા માટે દ્રવ્ય-ભાવથી પૂર્ણ મુકત થયેલા. આત્માની અનુભૂતિ કઈ રીતે થાય? શુધ્ધાત્માના આલંબનથી આત્માનુભૂતિ થાય. જ્ઞાનસાર-૩ // 328 Page #330 -------------------------------------------------------------------------- ________________ આકાશ–દ્રવ્યથી આત્માની પ્રતીતિ થઈ શકે. કેમકે આકાશ–દ્રવ્યમાં ચેતના સિવાય બધું જ સ્વરૂપ સમાન રહેલું છે. અક્ષયપણું–અરૂપીપણું, અગુરુ લઘુપણું અને અવ્યાબાધપણું આ ચારેયને પકડીએ તો આત્માની અનુભૂતિ થાય. "રૂપાપીત સ્વભાવ છે, કેવલ–દસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણખાણી રે." જો આત્મા સ્વરૂપ અવસ્થાના ઉપયોગમાં નહોઈ તો તે સ્વભાવમાં સ્થિર ન રહી શકે અને વિભાવદશામાં પરમાં જાય એટલે તેને ઘાતિ કર્મનો અને અઘાતિ કર્મ બન્નેનો સતત બંધ થાય. સ્વભાવમાં જેટલો સ્થિર તેટલા ઘાતિ અઘાતિ ન બંધાય પણ નિર્જરા થાય. પ્રથમ આયુષ્ય કર્મ ઉદયમાં આવશે પછી નામકર્મ ઉદયમાં આવે બાય = આત્મા ઉસ = વસવું તે (વનું રૂસ) માટે આયુષ્ય કર્મ. દેહમાં હોવા છતાં દેહાતીત બનવાનું છે. ક્રિયાવાનું હોવા છતાં ક્રિયાતીત બનવાનું છે. રૂપવાન હોવા છતાં રૂપાતીત થવાનું છે. આત્મા અવ્યાબાધ = પીડારહિત છે પણ તેના વિકાર રૂપે વ્યાબાધા (પીડા) આવે છે. શાતા પીડા ન લાગે ત્યાં સુધી સમતાના પરિણામ ભોગવાય નહીં. અગુરુલઘુ સ્વ કે પર આત્મા વિશે નાના-મોટા પણું ન લાગે સ્વ પર જીવ વિશે સમાન સ્થિતિ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી સર્વ જીવો "આત્મવત્ સર્વ ભુતેષુ લાગે નહીં. જેમ જેમ આત્મા ગુણોથી મોટો બને તેમ તેમ તેનામાં લઘુતા' આવતી જાય છે તેમ આત્માની સત્તાગત શુદ્ધ અવસ્થારૂપ પ્રભુતા પ્રગટતી જાય. | "મતિ ભમ" ટાળવાનો ઉપાય જ્ઞાનસાર-૩ || ૩ર૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ "આત્માર્પણ વસ્તુ વિચારતાં, મતિયામ ભેદ ટળે સુશાની" - આત્મા પોતાને ઓળખવા-સમજવા, સર્વજ્ઞ વચન પકડી ઉહાપોહ કરે તો મિથ્યામોહ ખસી જવાથી શરીર જ હું, ભ્રાંતિ ખસી જાય અને પોતાને સ્વમાં રહેલી અનંત સંપત્તિના દર્શન થાય અને તે પ્રગટાવવા તે ઉચિત વ્યવહાર કરે - વસે દેહમાં પણ રમે આત્મામાં. અરૂપી આત્મામાં 'આનંદઘન રહેલો છે. જ્ઞાન સાથે આનંદને વેદે ત્યારે તે અવર્ણનીય આનંદને પ્રાપ્ત કરે. સમતા રૂપી પત્ની - રૂ૫ - ચામડાથી રહિત - નિર્મળ ચેતનાને વહન કરનારી, તેના આલિંગનથી શમનું સુખ– અવર્ણનીય એવું સમાધિનું સુખ પ્રગટ થાય છે. માટે જ યોગી પુરુષો–શમના જ સહવાસને ઝંખતા હોય છે. શરીર પર નહીં પણ "જીવનાં આત્મ પ્રદેશો પર પડે તે સાચી પત્ની. સમતા રૂપ પરિણામ હોય ત્યારે સચ્ચિદાનંદ આનંદની પ્રાપ્તિ થાય છે. તેના સુખ આગળ પુદ્ગલનું સુખ સાવ તુચ્છ લાગે. "સચ્ચિદાનંદ-આનંદઘન સ્વરૂપને પામવા બાહ્યરૂપને નહીં પણ સિદ્ધ અવસ્થાને પકડી ચાલવાનું છે. તપધર્મથી શમનું સુખ પ્રાપ્ત થાય છે. તપસાનિર્જરા (તપનાં 12 પ્રકાર) તપનો પરિણામ પ્રાપ્ત થાય ત્યારે મલિનતા નિર્જરી જશે, તેટલા આત્મ પ્રદેશો શુધ્ધ બનશે પણ અશુધ્ધ ન થાય અર્થાત્ તપમાં મોહન ભળે તે માટે સાવધાન રહેવું પડે. લોકોની સુખની માન્યતા મધુર દૂધ, ઘી, લીલાં શાકભાજી, ફળો વિગેરે ખવાથી સુખી થવાય. પણ તે પુદ્ગલના ભાગમાં આત્માને પીડા આપ્યા વિના દેહનો સુખાભાસ સુખથતું નથી અને પીડા આપવાથી પીડા જ મળે છે. જ્યારે શુધ્ધ આત્મામાં જે શમરસનું સુખ રહેલું છે તેની આગળ પુલનું સુખ અસાર નિસાર છે. સુખ નહીં પણ માત્ર સુખાભાસ છે. આ નિર્ણય થઈ જાય તો જીવ પુદ્ગલથી પર થઈને અર્થાત્ જેટલા અંશે પુદ્ગલ દ્રવ્યથી અને તેના ભાવથી પર થાય એટલા અંશે શમ–રસના સુખને અનુભવે. માટે જ સાધુ સંયોગોને છોડી નીકળેલો છે અને સંયોગોથી સંપૂર્ણ પર થવા પ્રયત્ન કરે. જ્યાં સુધી જ્ઞાનસાર-૩ || 330 Page #332 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા– સ્વરૂપ ન પામે ત્યાં સુધી સર્વ સંગ રહિત થઈ સાધના કરવાના પ્રયત્નવાળો હોય. આથી સાધુ નિઃસંગ બનવા-નિગ્રંથ બને. આત્માને પોતાની શુધ્ધ દશાનું સતત સ્મરણ થવું જોઈએ તો જ સાધુપણું સફળ –નહીંતર નહીં. તે માટે આત્માની શ્રદ્ધા, રુચિ હોય તો જ જે કાર્ય કરવા નીકળ્યો છે તે સફળ થશે. અનુયાથી વીર્ય તો જ આત્મામાં આત્માની રુચિ થશે અને વીર્યતેતરફ જઈઆત્માની શક્તિ વધારશે."શુદ્ધાત્મ દ્રવ્યવાહ, સિદ્ધાત્મા સોડહં."શુધ્ધાત્મા દ્રવ્ય રૂપ હું સિધ્ધાત્મા સ્વરૂપ સત્તાગત મારું સ્વરૂપ છે. તે જ મારે માટે ઉપાસ્ય છે. તે લક્ષ હોવું જ ઘટે તો ઉપાસના સફળ થાય જ. 3 "ધ્યાતા - ધ્યેય - ધ્યાન" આ ત્રણે જ્યારે એકતાને પામે છે ત્યારે શરીર અને આત્માના ભેદજ્ઞાન સાથે અપૂર્વ આનંદ અને આત્માનો સ્વ સાથે અભેદ થતાં કર્મોનો છેદ થયા વિના રહેતો નથી. "આતમ સંગે વિલસતાં, પ્રગટે વચનાતીત, મહાનંદ રસ મોકળો, સકલ ઉપાધિ રહિત." (અધ્યાત્મ બાવની પૂ. ચિદાનંદ) આથી ઉપાધિ સ્વરૂપ એવા પર સંગે-રહિત બની પરમાત્મ સ્વરૂપ બનવાનું છે. તે માટે - વસ્તુ-વ્યક્તિ અને વાતાવરણથી રહિત બનવાનું છે. તો જ આત્મ સંગે આત્મા વિલાસને (જ્ઞાનાનંદ) અનુભવશે. કેમકે આત્મ-પ્રદેશો અસંખ્ય છે. વળી તે અક્ષય અને અખંડ છે. તેના એક પ્રદેશનું સુખ પણ લોકાકાશમાં સમાય નહીં તેવું હોય છે. મારા સમગ્ર યોગો સગદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુચારિત્રને પ્રાપ્ત કરવામાં પ્રવર્તે પ્રયત્નશીલ બને, તે સિવાય બીજે ક્યાંય પ્રવર્તે નહીં. યોગે બંધ - પણ શુભ યોગ સાથે શુદ્ધ ઉપયોગ ભળે તો જ કર્મની નિર્જરા થાય. દ્રવ્ય - ગુણ - પર્યાયથી ઉપયોગ શુદ્ધ થવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 331 Page #333 -------------------------------------------------------------------------- ________________ છે. આત્માનું સ્વરૂપ શું છે? જ. અક્ષય, અમૂર્ત (અરૂપી) અગુરુલઘુ અને અવ્યાબાધ. મારા આત્માના અસંખ્ય પ્રદેશો અખંડ છે. તે કેવા છે? અરૂપી અને કયારે પણ શસ્ત્રાદિથી ખંડિત થનારા નથી અને અવ્યાબાધ તેથી તેને કોઈ પીડા આપી શકે નહીં. આ પ્રમાણે આત્માના સ્વરૂપનું જો જ્ઞાન-શ્રધ્ધા અને રુચિ થઈ જાય તો તે આત્મા અભય ભાવને પામી જાય - તેને મરવાનો, બળવાનો માયાદિનો ભય ન રહે, સહજ સમતા રસમાં તૃપ્ત થઈ શકે. સ્વાધ્યાય રસમાં ડૂબેલાને શેની પ્રાપ્તિ થાય? जह जह सुअमवगाइह, अइयरस संजुअपुव्वं तह तह पलहाइ मुणी, नव नव संवेग सद्धाए / (ઉપદેશમાળા) જેમ જેમ શ્રુત સાગરમાં જીવ ડૂબે તેમ તેમ જ્ઞાન રસસ્વાદનો અપૂર્વ અનુભવ થાય. તેમ તેમ અન્ય રસોનો સ્વાદ છૂટતા જાય અને નવા નવા સંવેગ નવા નિર્મળ અધ્યવસાયોથી શ્રદ્ધાબળ વૃધ્ધિ પામતું જાય અને આનંદની અનુભૂતિ થાય. બીજાને ભણાવતાં–મારે જ ભણવાનું છે એનિશ્ચય-લક્ષ આત્મામાં હોવો જોઈએ. તે અપૂર્વનિર્જરા-નહીંતર મોહનો પ્રવેશ થવો સુલભ છે. જ્યારે આત્મા શુધ્ધ અનંત જ્ઞાનમય બની આત્મામાં રમણતા કરે છે ત્યારે તે આનંદ ઘન રસ પૂર" અર્થાત્ આનંદના પૂર આત્મામાં ઉમટવા રૂપ તૃપ્તિને પામે છે. પ્ર. ગુરુ ભણાવે ક્યાં સુધી? જ. પોતાના ગુણથી પૂર્ણ ન બને ત્યાં સુધી. 'સ્વ'માં કેવલજ્ઞાન ગુણ પ્રગટ થાય ત્યાં સુધી. જ્ઞાનસાર-૩ // ૩૩ર Page #334 -------------------------------------------------------------------------- ________________ "નિયય દ્રષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રનો પાર...' (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી) ધર્મના વ્યવહારમાં મોહજ વધારે ફાવે છે પણ જો નિશ્ચય દષ્ટિ હૃદયમાં હોય તો મોહનો પ્રવેશ શક્ય જ નથી. નવ ઝવેયકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ દેવો છે બંનેમાં તફાવત સમ્યગુ દષ્ટિ મિથ્યા દષ્ટિ જે મળ્યું તેમાં સંતોષ અધિક મેળવવાનો ભાવ અધિક મેળવવાનો ભાવ નહીં. (તૃષ્ણા વધે છે.) ભોગવતી વખતે પણ શુકલ ભોગવતી વખતે પરિણામ સંકલિષ્ટ પરિણામ અનંતાનુબંધી મોહનો ઉદય નથી. મોહનો તીવ્ર ઉદય હોય (4) મળેલામાં આદર નથી. મળેલાં પ્રત્યે અપૂર્વ આદર ભાવ અને કયારે છુટે તેવો ભાવ છૂટી ન જાય તેની ચિંતા નહીં મળેલામાં મેળવવાની જે નથી મળ્યું તે મેળવવામાં અધિક વૃત્તિ નથી. વૃત્તિ. () અનંતાનુબંધી-મિથ્યાત્વનો અભાવ અનંતાનુબંધી + મિથ્યાત્વનો ઉદય અથવા પ્રદેશોદય હોય. વિપાકોદય હોય વિપાકોદય ન હોય. શમરસની સમાધિ અનુભવે તૃષ્ણાને કારણે પીડા જ અનુભવે મનુષ્ય ગતિમાં જાય. તિર્યંચગતિમાં જાય. દ્રવ્યથી શુધ્ધ દેશના અને શુદ્ધ આચરણ ૮માં રૈવેયકનું પુણ્ય બંધાવે જ્ઞાનસાર-૩ // 333 Page #335 -------------------------------------------------------------------------- ________________ છે. અનુત્તરમાં તત્ત્વ વિચારણા છે, આચરણ નથી સંતોષનું પરમ સુખ છે. માટે જ સાધનામાં સ્વ લક્ષ નિર્ણિત થવું જોઈએ. મારે મારા શુદ્ધ અનંત જ્ઞાન ગુણને પ્રગટ કરી તેનાં આંશિક આનંદને અનુભવવો છે. 0 મુનિ કેવો હોય ? ગના લોકો કેવા છે? જેને સર્વજ્ઞ–દષ્ટિ મળી નથી - જ્યારે આપણને તો મળી છે. તેથી મિથ્યાત્વમાંથી બહાર નીકળી આત્મામાં રહેલું આત્માએ સાધવાનું છે. સાધુની દષ્ટિ કેવી હોય? તત્ત્વ- રમણતામાં લીન બની આત્માનુભવના આનંદને વેદતો હોય અને જગતવિષે મૌન હોય તે મુનિ. મુનિએ તત્વનું સંવેદન કરી સ્વભાવને માણવાનો છે. સર્વ શેયનો જ્ઞાતા બની સ્વગુણના જ ભોગી બનવાનું છે. બાકી બધું જીવ માટે અભોગ્ય. આ તત્ત્વન સમજાય ત્યાં સુધી પરમાં જીવ આસક્તિ પૂર્વક રહેવાના પ્રયત્નવાળો થશે તો વિશેષથી પ્રયત્નવાળા બની ઉદાસીન ભાવે રહેવાનું છે અને આત્મ દ્રવ્ય પર પ્રેમ કેળવવાનો છે. માત્ર પ્રવૃત્તિથી મૌન નહીં પણ વૃત્તિથી મૌન કેળવવાનું છે. વર્લૅનિજ ગુણ ભોગે અર્થાત્ પરમાં ઉદાસીનતા. પરભાવનો અભાવ થાય તો નિજગુણનો ભોગી થાય. પ્ર. આત્મા સ્વરૂપે કેવો છે? જ. પરિણમન સ્વભાવવાળો છે. આત્મગુણોમાં આત્મવીર્યનું જવું એટલે નિજ ગુણને ભોગવવા તો સમતા-સુખનો અનુભવ થશે. "આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી.." (પૂ આનંદઘનજી મ.) ચેતન કો પરખ્યો નહીં, ક્યા હુઆ વ્રતધાર શાલ-વિહોણી ખેત મેં, વૃથા બનાઈ વાડ." (અધ્યાત્મ બાવની) જ્ઞાનસાર–૩ // 334 Page #336 -------------------------------------------------------------------------- ________________ સ્વને ઓળખ્યો નહીં તે જ મોટી અજ્ઞાનદશા, તેમાંથી બહાર નીકળી અને સ્વને ઓળખીને વ્યવહાર - ઔચિત્યપૂર્વકનો કર. ૧રમે ગુણઠાણે મુનિને સર્વથા વિકલ્પ રહિત–મોહ રહિત– શુદ્ધ અત્યંત એકાંતે અધ્યાત્મ સ્વભાવને જ ભોગવવાની વૃત્તિ છે. વૃત્તિક્ષય છે. અર્થાત્ આત્મવીર્ય આત્માના પૂર્ણ આનંદને ભોગવવામાં પરિણમન પામે છે. ઈચ્છાયોગને કાઢવા પ્રશસ્ત ઈચ્છાયોગ જોઈએ. તે પ્રશસ્ત ઈચ્છાયોગ સ્વભાવ સન્મુખ બનતાં તે પ્રશસ્ત ઈચ્છાયોગ પણ ચાલી જાય છે. સાધુ માટે નિરાલંબન ધ્યાન છે. તે માટે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિચયનું ધ્યાન જરૂરી. ધર્મધ્યાન અને શુકલધ્યાનનો વર્તમાનમાં અભ્યાસ પાડવાનો છે. જેથી બીજા ભવમાં મોક્ષમાર્ગમાં આગળ વધવું સરળ થાય. સર્વજ્ઞ વચન પ્રમાણે-સમ્યદર્શન આવ્યા પછી ધ્યાનનો અધિકારી બનાય છે. કેમકે વસ્તુનો નિર્ણય આ જ છે. અર્થાત્ ભેદજ્ઞાન થાય પછી પરથી અભેદ રૂપે થયેલા આત્માનો ભેદ કરવાની રુચિને કારણે આગળ વધશે. ધ્યાનનો અધિકારી બને. ત્યારબાદ ધ્યાન ભેદ–પ્રક્રિયા કરશે. પર સાથેનો મોહ સંબંધ છોડશે અને 'સ્વ'માં સ્થિર થશે. ત્યવતીય મતિયામ વસતા પ્રથો સ્વતઃ પર સંયોગ સંબંધથી જેમ મમતા છૂટી જશે તેમ સમતા આપમેળે આવી જશે. રાગમાં દ્વેષની છાયા પડેલી છે. શરીર એ હું છું એ મમતા જ શરીર પર રાગ કરાવે છે. સમતામાં જવા માટે ઉચિત–વ્યવહાર અને ભાવનાઓ ઉત્કૃષ્ટ સાધન છે. લોકો જેને તૃપ્તિ માની સંસારમાં દોડી રહ્યા છે તે વાસ્તવમાં તૃપ્તિ નથી પણ તૃષ્ણા છે તેને દૂર કરવા પરબ્રહનિશુધ્ધ એવા–આત્મામાં રમણતા કરવી જોઈએ. પોતાના જ ગુણ પોતાની પાસે હોવા છતાં જીવ સુખની શોધ બહાર કરે છે એ જ મોતનું કાર્ય છે. જે પરમાં અભિલાષ કરાવે છે તેનું મૂળ કારણ લોભ છે. મિથ્યાત્વ મોહ પુગલમાં આદર કરાવી લોભ મોહનીય જ્ઞાનસાર-૩ || 335 Page #337 -------------------------------------------------------------------------- ________________ પુદગલમાં સુખાભાષનો ભ્રમ કરાવી જીવને તેમાં મૂઢ બનાવી ભવભ્રમણ કરાવે છે. અનાદિથી શરીર વળગેલું હોવાથી શરીર સંબંધી તૃષ્ણા વધારી શરીરની આળપંપાળમાં જ પડયો રહે છે અને પુદ્ગલ પિંડમાં જ સુખની અનુભૂતિ કરે છે. પણ શરીરને જે ગ્રાહ્ય છે તે આત્મા માટે અગ્રાહ્ય છે પણ મિથ્યાત્વ તેને શરીરમાં જ ગ્રાહ્ય–બુદ્ધિ કરાવે છે. જીવદૂધ-ઘી વિ.માં મધુરતાનો સ્વાદ માને અને માણે છે. વિગઈઓ કરતાં ફૂટ વધારે મારે છે. કેમકે તેમાં રાગ વધારે થાય છે. માટે તે આત્માના સત્ત્વને હણનારું છે. વિગઈઓ વિકાર કરે છે અને ફૂટ રાગ વધારે છે. પ્ર. આયંબિલની મહત્તા શું? જ. આયંબિલનું ભોજન મહાસત્ત્વને પ્રગટાવે કારણ વાપરતા સ્વાદને મારવો પડે રાગ તોડવો પડે. આયંબિલમાં સ્વાદનો લક્ષ છૂટી જાય તો શુભ-શુદ્ધ ધ્યાનને પ્રગટાવવામાં નિમિત્ત બને. રાગાદિ ભાવ સત્ત્વની હાનિ કરાવે છે. અર્થાત્ પર-પુદ્ગલ સાથે રહેવા માટે પરવશ બની જાય છે. તે પરવશતા છૂટે તેટલી આત્મ-વીર્યશક્તિ પ્રગટે તો આત્માને પોતાના ગુણમાં મોજ કરાવે. આહારનો રસ–તેમાં રાગન ભળે તો તે રસ છ ધાતુ રૂપે વિકાર રહિત થઈ પરિણમતાં આત્મામાં સ્વ-શક્તિનું ઓજસ પાથરશે. 0 60,000 વર્ષ સુંદરી ચારિત્રનાં ભાવમાં કેવી રીતે ટકી શકી? તે ભાવ 60 હજાર વર્ષ આયંબિલ દ્વારા ટકયો. આયંબિલ તપથી મોહની સામે લડવાનું સત્વ પ્રગટ થાય અને આત્મા વિષયને આધીન ન થાય પણ વિષયોને જીતી લ્ય. આત્મામાં સુખનો અભિલાષ સદાયે રહેવાનો છે. કેમકે તે આત્મામાં જ રહેલો છે પણ મોહનો વિકાર તેને પરમાં લઈ જાય છે. પરમાં સુખની ભ્રાંતિ ઊભી કરે અને વિષયોનો યોગ મળતા તેમાં સુખ મળ્યાના ભ્રમથી આસક્ત થાય તે જ પ્રમાણે સુધા વેદનીયને દૂર કરવા સુધાને જેટલી જ્ઞાનસાર-૩ || 336 Page #338 -------------------------------------------------------------------------- ________________ સહન થાય તેટલી સહેવી. સુધાએ પરિષહ છે. સમતાના પરિણામ આત્મામાં ટકે ત્યાં સુધી વેદનાને સમભાવે સહન કરવી જોઈએ તો સુધા પરિષહ તપ કર્યો કહેવાય નહીં તો સ્વાદમાં આસક્ત થાય તો તે વિષયરૂપ થાય. 3 હે આત્માનું વેદના એ તારો સ્વભાવ નથી. આનંદનું વદન એ તારો સ્વભાવ છે.' આત્માને તેના સ્વભાવનું ભાન ન હોવાથી અને પ્રણિધાન દઢ ન હોવાથી આત્મા નબળો પડે છે અને જીવનું પતન થાય છે. માટે દઢ પ્રણિધાન અને આત્મા પ્રત્યે આદરભાવ હોય તો સાધનામાં કોઈ વિન ન નડી શકે. વિનોની હારમાળા પણ તૂટી જાય ! સર્વજ્ઞની આજ્ઞાનું બહુમાન, ગુરૂની આજ્ઞાના બહુમાનમાં અજબગજબની શક્તિ પડેલી છે. જેને આજ્ઞા પ્રત્યે બહુમાન નહીં તે પોતાની ઈચ્છાનો વિલય કયારેય કરી શકશે નહીં. આથી જ માન અને મિથ્યાત્વને જ તોડવાની સાધના કરવાની છે. જેટલું ઈષ્ટ આપવાનું મન થયું તે વિષયોની પુષ્ટિ કરાવે છે. તે તપના પરિણામમાં બાધક બને છે. તેથી જ તપનો વિશુદ્ધ આનંદ નથી સેવી શકતો. ज्ञानीनां नित्यामानंद-वृद्धिरेव तपस्विनाम् / (उतराध्ययन) જ્ઞાનીને સદા આનંદ જ હોય અને તેમાં તપ ભળે તેથી આનંદની પરમ વૃદ્ધિ થાય. જેમ જેમ વિષયોની હાનિ થાય તેમ તેમ આત્મામાં સહજાનંદની મસ્તી પ્રગટ થાય છે. यत्र ब्रह्मजिना जनार्चा च, कषायाणां तथा हतिः / सानुबंधी जिनाज्ञा च तत् तपः शुध्धमिष्यते // (જ્ઞાનસાર) જેમાં બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય, અર્થાત્ વિષયોની અને કષાયોની હાનિ થાય તેમાં જ તે વાસ્તવિક અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા રૂપ ભાવપૂજા પ્રવર્તે તે તપ શુદ્ધ કહ્યો છે. જ્ઞાનસાર-૩ || 337 Page #339 -------------------------------------------------------------------------- ________________ વિષયોથી જ કષાયોની વૃદ્ધિ થાય છે - આ સામાન્ય કષાય છે પણ માન કષાય વધવો એ વિશેષ કષાય છે. વૈક્રિયાદિલબ્ધિ જે શક્તિરૂપે પ્રગટે તેમાં માનકષાય ન થવું જોઈએ. દા.ત. મુનિ સ્થૂલિભદ્રએ પ્રગટેલી શક્તિનો ઉપયોગ પોતાની મહત્વકાંક્ષા માટે કર્યો તો ચાર પૂર્વઅર્થથી ન મળ્યા. પ્ર. મહત્વકાંક્ષા શું કરે? જ. પોતાને જે અલ્પ-શક્તિ મળી તેમાં જ પૂર્ણતાનો આરોપ માની લે પોતાને બધા કરતા મહાન માને તેથી આત્માનો વિકાસ થતો અટકી જાય. છે. શાનની મહત્વકાંક્ષા–જિજ્ઞાસા તે કેવી છે? તે પૂર્ણતા તરફ લઈ જનારી છે. માટે તેની મહત્વકાંક્ષા આત્માને તારનારી બને છે. જે જે સત્તામાં ગુણો છે તે મોહના ઉદયમાં વિકાર રૂપે પરિણમે છે અનેવિપરિત પ્રવૃત્તિ કરાવે છે અને જે આત્માકર્મથી મળેલી શક્તિનો ઉપયોગ બહારની પ્રાપ્તિ માટે કરે છે તો તે મહા-અનર્થનું કારણ બને છે. દા.ત. સુભૂમ ચક્રવર્તી જેને મિથ્યાત્વનો તીવ્ર ઉદય, તેની સાથે પુણ્યના ઉદયે, પ્રથમ સંઘયણ– રાજ સત્તાની પ્રાપ્તિ, તે જીવને માટે મહા અનર્થ રૂપ બને માટે આપણે પણ જો આત્માને આત્મા તરીકે નહીં સમજીએ અને મળેલી સામગ્રીનો ઉપયોગ આત્મહિત માટે નહીં કરીએ તો આત્મા માટે પણ તે મહાઅનર્થકારી બનશે. મોટા ભાગના જીવો શરીરમાં જ સુખ માની તેમાં જ તૃપ્તિને માને છે પણ તે 'મિથ્યા–ભ્રાંતિ છે. કેમકે કર્મનાં સંયોગોને જ પોતાનું માની તેમાં સુખ માની બેઠો છે. શરીર પુદ્ગલોનું બનેલું છે અને તેના માટે અનુકૂળ પુગલોની શોધમાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. આથી આત્માના સુખથી વંચિત રહી જ્ઞાનસાર-૩ || 338 Page #340 -------------------------------------------------------------------------- ________________ જાય અને ભવભ્રમણને ઘટાડવાના બદલે વધારશે. કેમકે વિગઈઓ ઘી, દૂધ, આદિ મધુર રસને લોકો ઈચ્છે છે, પણ તે સમજતા નથી કે તેમાં આસક્ત થવાથી દૂરગતિમાં ધકેલાઈ જઈશ.આત્મા પોતે સત્તાએ ગુણોથી પૂર્ણ છે માટે પૂર્ણતાને ઈચ્છે છે પણ પુદ્ગલની સાથે રહેવાથી તે જે પોતાનું નથી એવા વિનાશીના સુખમાં અંજાઈ જઈ તે મય બની જાય છે. 0 સિદ્ધપદ સિવાયના બધા પદો ઔદયિકઃ સિદ્ધ પદસિવાયના બધા પદો કર્મથી ઔદાયિક ભાવના છે. કારણ કે તે બધા કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી તે પદ કાયમી નથી માટે એકપણ પદ ઈચ્છવા જેવા નથી. વાસ્તવમાં તો તેને જ ઈચ્છિએ કે જે મળ્યા પછી જવાનું ન હોય. તે સિવાય બીજું બધું છોડી દઈએ તો થોડાક કાળમાં મુક્તિ પામી જીવ સ્વ-પદને વર્યા વિના નહીં રહે. તેને માટે સંપત્તિ, સત્તા, પદ, રાજ્ય, રાજાદિ પદો માટેનો પુરુષાર્થ છોડવાનો છે અને સ્વ આત્મ રાજ્ય અને આત્મામાં રહી તેના ગુણવૈભવને આત્મામાં અનુભવવાનો છે. વ્યવહારે પ્રવૃત્તિ બહાર હોવા છતાં પક્ષપાત ગુણનો જ. ભરત મહારાજાએ છ ખંડ જીતીને તેને ભોગવવાનું મન ન થયું. પોતાની આત્મ–જાગૃતિ વધે તેવા માણસો પોતાની પાસે રાખતા હતાં. અર્થાત્ માહણ (બ્રાહ્મણોને) આત્મ જાગૃતિ માટે ગોઠવ્યા. જતિ-કુલ-રૂપબળ લાભ–બુધ્ધિ–વાલ્લભ્યક ઋતમદાન્ધાઃ . કલીબાઃ પરત્ર ચેહ ચ, હિતમપ્યર્થ ન પડ્યુનિ. (પ્રશમરતિ–૮૦) જાતિ–કુલ-રૂપ—બળ—લાભ, બુધ્ધિ, બીજાને વ્હાલા થવારૂપ અને શ્રતમદ આઠ મદોને વશ બનેલા જીવો નપુંસકપણાને પામી આલોક કે પરલોકમાં સ્વહિતને જોતા નથી અર્થાત્ અનર્થ ગણકારતા નથી. તે લોકો પોતાની પ્રગતિ આમા જ માને છે તે જ મોટામાં મોટી આત્માની મૂર્ખતા છે. જ્ઞાનસાર-૩ || 339 Page #341 -------------------------------------------------------------------------- ________________ કેમકે ત્યારે સ્વ-સ્વભાવને પામવાનો ભાવ ભૂલાઈ જાય છે. ક્ષત્રિય બચ્ચો પોતાના સત્વથી જ બહાદુર બને. કોઈના નામથી બહાદુર તરીકેની ઓળખાય. સારા ઓળખાવું એ આત્મા સાથે કરેલી છલના છે જ્યારે આપણને આપણા સત્તાગત પ્રભુ ગમવા જોઈએ. આથી તે મય બનીએ તો બીજું બધું સ્વેચ્છાએ છુટતું જાય છે. પ્રભુની ગમતી વાત પકડવા બધાને ગમતી વાત આત્માએ છોડવી પડે. માન કષાયના ઉદયથી બીજાઓથી પોતાને મોટા માને આથી હું કોણ? હું ચક્રવર્તી સમ્યમ્ દષ્ટિ જાણે છે કે આ બધી મોટાઈઓમાં જો હું આસક્ત બનીશ તો વાસ્તવમાં પ્રભુતા રૂ૫ મારા આત્માના ગુણવૈભવને નહીં માણી શકું તેથી તે બહારમાં આસક્ત નહીં બને. "ધ્રુવપદ–રામી સ્વામિ હો માહરા, નિકામી ગુણરાય". (પૂ. આનંદઘનજી) નિત્ય એવા ધ્રુવપદને પામવા સ્વાત્માના ગુણપદનાં સ્વામી બનવાનું છે. આથી જો ધ્રુવપદ રૂપ નિશ્ચયનો ખ્યાલ નહીં હોય તો તે પહેલાં પોતાની આત્માની પૂર્ણતા બહારમાં અર્થાત્ કર્મકૃત ભાવોમાં માનશે. (ચક્રવર્તી ખંડનો સ્વામી પોતાને માનશે.) જે સાધુ ૭માં ગુણઠાણે સતત જવાના લક્ષવાળા હોય તે વ્હે ગુણઠાણે સ્થિરતા પામે. નહીંતર અહીં પણ બહારના ક્ષેત્રોને સર કરવામાં પ્રભુત્વમાનશે. પોતે અસ્થિરબનશે બીજાને પણ અસ્થિર બનાવી દુર્ગતિમાં ચાલ્યો જશે.આમ જો જીવને આત્માનો નિશ્ચયનો હોય તો તે શાસનનો પ્રત્યનિક (વૈરી) બનશે. કેમકે સ્વ–આત્માની અનંત જ્ઞાનાદિ સંપતિની પૂર્ણતાને બદલે બાહ્ય શિષ્ય ભક્તાદિ સંપત્તિનો સ્વામી બનવાનો પ્રયત્ન કરશે. જીવ મિથ્યાત્વની વાસનાથી વિષયોમાં તૃપ્તિ માની બેઠો છે વિષયો રૂપીવાસનાનાં સંસ્કારથી ઘેરાયેલા પુગલો ભોગવવામાં મૂઢબની વિષયોમાં જ્ઞાનસાર–૩ // 340 Page #342 -------------------------------------------------------------------------- ________________ આશક્ત થવા વડે તૃષ્ણાને ગાઢ બનાવે. વિષયની વાસનામાં અનુબંધ સંસ્કારરૂપ નિકાચિત અનુબંધ કર્મ બંધાય, જે અનેક ભવો સુધી ચાલે. હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુદ્ગલે ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે' અનાદિથી જીવ પોતાના સ્વભાવમાં નરમવાના કારણે તે વિષયોમાં સહજ રમે છે તેથી હવે નિજને પકડી આત્માએ પરને છોડવું પડે. મિચ્છ રદરદા મિથ્યાત્વરૂપી વાસનાના જે સંસ્કાર આત્મામાં પડેલા છે તેનો સંપૂર્ણ પરિહાર થયા પછી સમ્યકત્વ ગુણને ધારી રાખવો. અર્થાત્ સર્વજ્ઞ વચન રૂપ જે આલેખન છે તેને તું ધારી રાખ. તું સત્તાએ સિદ્ધ છે, એ વચન ધારી રાખવાનું છે અને તું શરીર નથી પણ આત્મા છે એ ઉપયોગથી આત્મામાં ધારવાનું છે. શરીરની મમતા–આસક્તિ તોડવાની છે અને આત્માને તરવા માટે જિનવચન એ જ આધાર છે તે માટે સ્વાધ્યાયમાં રત બનવાનું છે. શરીર સારું બનાવવાનું શોભાવવાનું મન થાય આથી સતત પુદ્ગલના સાધનોની ઝંખના થાય તેથી તૃષ્ણા વધતી જાય. સાધુને મેલા કપડાં - મલ પરિષહ - એ એનો શણગાર છે લોક કરતાં તેનો માર્ગ વિરૂધ્ધ છે. ધાર તલવારની સોહિલી, દોહિલી ચૌદમાં જિનતણી ચરણસેવા (5. આનંદઘનજી) તલવારની ધાર પર ચાલવું હજી સહેલું છે પણ પરમાત્માના માર્ગે તેમની આજ્ઞાનું પાલન કરવું અત્યંત અઘરું છે. (દોહિલું) પરમાત્માના આજ્ઞાનાં ચાહક જ જિનશાસનને પામવાના અધિકારી છે. તે માટે જડ ચલણ ન અપનાવવું. સામાને પણ આપણો સુંદર પ્રતિભાવ પડે એવું સરળ અને નિખાલસવર્તન હોવું જોઈએ. ઔચિત્યવ્યવહારથી સામેના પર સુંદર છાપ પાડી શકે છે. જ્ઞાનસાર-૩ || 341 Page #343 -------------------------------------------------------------------------- ________________ જિનવચન અનુસાર રે" સર્વત ચિત્ત અનુમોદીએ સમકિત બીજ નિરધાર રે" (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) સભૂત ગુણોની અનુમોદના–કોઈપણ જીવબાકાત રહેવા ન જોઈએ એ જ ગુણાનુરાગનું લક્ષણ છે. વિષયો રૂપી સંસ્કાર = ઈદ્રિયોનો વિલાસ ઈદ્ર = આત્મા. આત્માને જણાવે તે ઈદ્રિય. તે ઈદ્રિય તુર્ત જ પુદ્ગલોને પકડી વિકારભાવ પામી જાય છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે. તેમાં સારા કે ખોટાપણું માનવું તે મોહનો વિકાર છે. - તત્ત્વદષ્ટિથી જે નિર્ણય થાય છે તે વાસ્તવિક નિર્ણય કહેવાય. - તત્ત્વદષ્ટિ વિના જે નિર્ણય થાય છે તે પર્યાય દષ્ટિનો નિર્ણય પ્રમાણભૂત ન ગણાય. તત્ત્વદષ્ટિ -સ્વને સ્વ તરીકે રુચિ પૂર્વગ્રહણ કરવું પરને પરતરીકે ઉદાસીન ભાવે જોવું પણ તેમાં ડૂબવું નહીં. પરપુગલમાં ડૂબવું એટલે જ ઈદ્રિયોનો વિલાસ જે રાગ-દ્વેષરૂપે આત્મામાં પરિણમે છે. પરમાં જે તટસ્થતા રાખવાની છે તે છૂટી જતાં કર્મો દ્વારા રાગ-દ્વેષનાં ગાઢ સંસ્કાર ભેગા થાય. જેમ અપચો થતાં ખરાબ ઓડકાર આવે છે તે જ રીતે રાગ-દ્વેષ ભાવ ઈદ્રિયો પર દબાણ કરશે કંપની શોધશે પછી કથા કરશે. આત્મા સિવાયની કથા એ વિકથા છે. જેનો રસ તેની વાતો બહાર આવે તેવા જ ઉદ્દગાર (વિષયોના) વ્યક્ત થશે. ઈષ્ટના સંયોગોના ઉદ્દગાર બહાર પડશે પણ આત્માએ આત્માની જ વાતો કરવાની છે. એકબીજાનાં અનુભવ લેવાના છે તેને બદલે વિકથા જ થાય છે. કેમકે આત્માના સ્વભાવ અને સ્વરૂપને જાણતા નથી. આત્માનો ખોરાક તત્ત્વ છે તે તત્ત્વ જેમ-જેમ પરિણમતો થાય તેમ તે બહાર મૌન બને તો આત્માની અંદરના પરમતત્ત્વબહાર આવશે. જ્ઞાનસાર-૩ || 342 Page #344 -------------------------------------------------------------------------- ________________ આમ જે પુદ્ગલને ઈષ્ટ–અનિષ્ટ બુધ્ધિથી ગ્રહણ કરે તેના દ્વારા વિષય-કષાયની વૃધ્ધિ થાય.વિષયોની કામી-કામની વૃધ્ધિ વધતાં જેવચમાં આવે તેને દૂર કરતાં પણ વાર નથી લાગતી. કામી સો ક્રોધી, આમ વિષયો વધતાં આસક્તિ કષાયની તીવ્રતારૂપે પરિણમે છે. જે વિષયોથી વિરક્ત છે અને વીતરાગતાને ચાહે છે તે તો આવિષયોને સો ગજના નમસ્કાર કરે અર્થાત્ તેનાથી તે દૂર જ રહે છે. તેથી જ હેય-ઉપાદેયનો નિર્ણય મજબૂત થશે તેટલી સક્રિયા થશે. યોગ પ્રવૃત્તિમાં જ્ઞાનાદિ ગુણો ભળશે ત્યારે સદ્યોગ નિમિત્તક પ્રવૃત્તિ થશે. સક્રિયા યોગમાં જતાં પહેલા શ્રધ્ધા આવશે. વર્તમાનમાં વિભાવમાં રમતાં હતાં તેનો અભાવ થશે.ચેતના શુધ્ધ જ્ઞાનથી વાસિત થશે અને ચિત્ત પણ શુધ્ધ ભાવથી ભાવિત થશે. ચિત્ત મૈત્યાદિ 4 ભાવના યુક્ત બનશે. ટૂંકમાં ધ્યાનયોગમાં જતાં પહેલાં મૈત્યાદિ૪ ભાવના ભાવવાની છે. 3 આત્મવિકાસના પાંચ પગથિયા (1) અધ્યાત્મ (2) ભાવના (3) ધ્યાન (4) સમતા અને (5) વૃત્તિક્ષય.એમ પાંચ ક્રમ યોગબિંદુ ગ્રંથમાં બતાવ્યા છે. અધ્યાત્મ= મૈત્રાદિ૪ ભાવના, જીવો સાથેનો ઔચિત્ય વ્યવહાર તેના પરિણામે ધ્યાન આવે અને પછી સમતા આવે અને પછી વૃત્તિનો ક્ષય થશે. અનાદિકાળથી લેષ' તો બધા જીવો પ્રત્યે છે તે દૂર કરવા મૈચાદિ–૪ ભાવના કરવાની છે. ઈરિયાવહિયા' સૂત્ર દ્વારા દરેક જીવો સાથે ક્ષમાપના પ્રથમ માંગીએ છીએ પછી જ ધ્યાનમાં જવાનું છે. ધર્મ ધ્યાન એટલે સ્વ પર પીડા ત્યાગ મૈત્રીએ ભાવ છે જ્યારે ધ્યાનમાં મૈત્રીનું સ્વભાવરૂપે પરિણમન છે. સ્વમાં સ્થિરતા જે બીજાને પીડારૂપ ન થાય. જ્ઞાનસાર-૩ || 343 Page #345 -------------------------------------------------------------------------- ________________ કોઈ જીવ પીડા ન પામે તેમ હું પણ કોઈ જીવને મારા તરફથી પીડા ન આપનારો થાઉં, તે મૈત્રીભાવ છે. કોઈ પાપ ન કરો તેવી જીવ ભાવના ભાવે છે. આત્મા ધ્યાનમાં જશે ત્યારે પોતાનો આત્મા બીજાની પીડામાં નિમિત્ત ન બને તેવી 'વીર્ય-પ્રવૃત્તિ આદરશે અર્થાત્ પોતાનું આત્મવીર્ય સ્વગુણોમાં પરિણમન પામશે. જેનાથી સામેનાને પીડા થાય તેવી પ્રવૃત્તિનો ત્યાગ થશે. આ રીતે સાચા અર્થમાં તે મૈત્રીનું કાર્ય કરે છે. સંયમ જીવનમાં જ એ વિશેષ રૂપે થઈ શકે છે. દા.ત. ગજસુકુમાલ મુનિને માથે સસરાએ ખેર'ના અંગારા મૂક્યા "ધ્યાન'નો ભાવ હતો તેથી અંગારાને જમીન પર ન મૂક્યાં નહીંતર અંગારાને પણ હલાવ્યાં કહેવાય અને જમીન પર જીવો હોય તેને પણ નુકશાન થાય. તેથી જેમ છે તેમ જ રહેવા દીધાં. - મૈત્રાદિ 4 ભાવો જીવ સંબંધી' છે. - અનિત્યાદિ ભાવો 'અજીવ સંબંધી' છે. - અજીવ પ્રત્યેનો રાગ અનિત્યાદિ ભાવથી રોકવાનો છે. - જીવ પ્રત્યેનો દ્વેષ મૈત્યાદિ ભાવથી રોકવાનો છે. આત્માને પોતાના અશુધ્ધ આત્મા પર જ કરૂણાનો પરિણામ પ્રગટ થવો જોઈએ. તે પ્રગટ થતો નથી તેથી અનાદિકાળથી આત્મા ભ્રમણ કરી રહ્યો છે તેથી આત્માને વેદના-પીડા સહન કરવી પડે છે. જિનની આશા સિવાયનું સર્વબંધન રૂપ લાગવું જોઈએ. શાલિભદ્રના આત્માને પુણ્યનો ઉદય છે શરીરનું સુખ પણ સારૂ છે છતાં જે ક્ષણે આત્માને ભાન થયું કે મારા માથે માલિક, તે તેને બંધન રૂપ લાગ્યું. જિનેશ્વર-ભગવંત સિવાય કોઈની પણ આજ્ઞા માનવી પડે તે બંધન છે. આપણને આ જાતનો અનુભવ નથી. મિથ્યાત્વના કારણે આત્માને ભાન ન જ્ઞાનસાર-૩ || 344 Page #346 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યાં સુધી સંવેગનો પરિણામ નથી. નિર્વેદ થાય તો જ સંવેગ થાય. નિર્વેદ - મિથ્યાત્વ, અવિરતિ–પરની આસક્તિ-કષાય દોષની વેદનાથી રહિત થવાનો ભાવ (વેદ-વેદના) અનુકંપા - વર્તમાનમાં મોહની પીડા છે તેથી સહનશીલતા ખૂટે છે માટે 'નર્વસ થઈ જઈએ છીએ. આત્માને જ્યારે આત્માનું ભાન થાય ત્યારે તે પહેલાં કરુણા, પોતાના 'આત્મા' પર આવે ત્યારે–આત્માને પોતાના આત્માની અનુકંપા થશે કે અહો! અનંત-શક્તિનો માલિક એવો મારો આત્મા કર્મોને કારણે કેવો પરવશ બની ગયો છે? જે શુભ કર્મના ઉદયથી જે જે આત્માને મળ્યું છે તે છોડવાનું છે. સુધર્મા સ્વામી, જંબુસ્વામીને અનાદિના બંધનોને તોડવાનો ઉપાય બતાવી રહ્યાં છે. સંયમ અને તપ. ૯૯ક્રોડ સોનામહોર એને વગર મહેનતે મળેલા છે છતાં જંબુસ્વામીને છોડવાનું મન થઈગયું શા માટે? પૂર્વભવમાંઅનુબંધ પાડેલો, પૂર્વમોહદશામાં ભાઈના સ્નેહથી ચારિત્રનો સ્વીકાર કર્યો, પણ પત્ની નાગલાનું ધ્યાન નછૂટયું. તેથી બાર વર્ષ ચારિત્રવેશમાંરહેવા છતાં ચારિત્રમોહનીયનિકાચિત કર્મબંધાયું. પછીના શીવકુમારના ભવમાં તે વાત સમજાઈ ગઈ હતી. તેથી 12 વર્ષ ગૃહાવસ્થામાં છઠ્ઠને પારણે નિર્દોષ આયંબિલ કર્યા. પૂર્વના નિકાચિત અનુબંધ તપ વડે તોડ્યા અને ચારિત્રના અનુબંધ પાળ્યા. જંબૂસ્વામીને પુણ્યના કારણે સુધર્માસ્વામીનો યોગ મળ્યો, પરંતુ પુરુષાર્થ તો પોતે જ કરવો પડે. પુણ્યથી સામગ્રી મળે પણ પુરુષાર્થ થાય જ તેવું એકાંતે નથી. તેથી પુરુષાર્થ તો સ્વયં કરવો પડે, ભગવાન પણ માર્ગ બતાવે પણ પુરુષાર્થ તો સ્વયં કરવો પડે. પુરુષાર્થનથવાનો પરિણામ અને પુરુષાર્થ કરવો તે બને ભિન્ન છે. પુરુષાર્થ કરવાનો ભાવ પરિણામ તો જોઈએ જ. નંદીષેણ મુનિએ ઘોર પુરુષાર્થ કર્યો, છઠ્ઠ–અટ્ટમ વિ. નો તપ કર્યો પણ નિકાચિત કર્મનો ઉદય હતો તેથી નિકાચિત કર્મનાં ઉદયના કારણે દીક્ષા લીધી પછી પડયા પોતાનો પુરુષાર્થ તો જ્ઞાનસાર-૩ || 345 Page #347 -------------------------------------------------------------------------- ________________ ચાલુ જ રાખેલો છે.વેશ છૂટયો પણ પુરુષાર્થ છુટયો નથી. ચારિત્ર મોહનીયનો ઉદય આવ્યો તેથી વેશ છૂટી ગયો. પરંતુ પુરુષાર્થ હતો તેથી અભિગ્રહ કરીને રહ્યા કે દરરોજ ૧૦ને પ્રતિબોધ કરવા. વેશ્યાના સ્થાનમાં પ્રતિબોધ કરવા એ નાની–સૂની વાત નથી. આવા સ્થાનમાં આવનારા પુરુષો કેવા હોય!૧૨ વર્ષ સુધી રોજ ૧૦ને પ્રતિબોધ કર્યા તેથી પુરુષાર્થને રોકવાની તાકાત કર્મની નથી તે સાબિત થાય છે. શિવભૂતિનાંભવમાં ચારિત્રના ભાવથયા પરંતુ માતા-પિતાએ રોકતા તે તો નિમિત્ત કારણ છે. પોતાનું ચારિત્ર–મોહનીય ઉદયમાં છે. તેથી માતા-પિતા રોકી રહ્યાં છે. પૂર્વે બાંધેલું નિકાચિત છે તે ભાન થયું એટલે તે નિકાચિત કર્મને તોડવા પુરુષાર્થ શરૂ કરી દીધા. ટૂંકમાં... પુરુષાર્થ આત્માએજ કરવો પડે. પશ્ચાતાપનો પરિણામ પણ આત્માનો પુરુષાર્થ છે. તેનાથી નવા કર્મોહબંધાતા નથી અને ઉદયમાં આવેલાં કર્મોની નિર્જરા કરી શકે છે. પશ્ચાતાપ અત્યંતર તપ રૂપ હોવાથી તપ કર્મ નિર્જરાનું કારણ બને. | સર્વજ્ઞ–તત્ત્વનો સ્વીકાર થાય તો વસ્તુ તત્ત્વનો નિર્ણય પાકો થશે - જે આપણને શિવભૂતિમાં દેખાય છે કે તેમને પરબ્રહ્મની તૃપ્તિ જ જોઈતી હતી. પુદ્ગલની તૃપ્તિ ખપતી ન હતી. તે માટે તેમણે 12 વર્ષ છઠ્ઠને પારણે છઠ્ઠ તપ કર્યા. અર્થાત્ અનુકૂળ પુદ્ગલના ભોગને છોડીને વિશુધ્ધ બાહ્ય તપનો ભોગ કર્યો જેથી ચારિત્ર મોહનીય કર્મના રસનો નાશ કર્યો, જુવ અનુયાયી વર્ષ: જબૂસ્વામિનાં ભવમાં ચારિત્રના પરિણામ રૂપ પૂર્ણાનંદની પરમ તૃપ્તિ કરી. a ભવ કોને કહેવાય? આત્માનું જે ન હોય અને કર્મે આપ્યું અને આપેલાનો સ્વીકાર કર્યો તે જ 'ભવ' કહેવાય. પ્ર. પહેલાં ત્યાગ કોનો કરવાનો? માતા-પિતા એકબાજુ ઉપકારી જ્ઞાનસાર-૩ || 346 Page #348 -------------------------------------------------------------------------- ________________ બન્યા છે તો તેનો જ પહેલો ત્યાગ શા માટે કરવાનો? જ. સૌથી પહેલુંમોહનું બંધન માતા-પિતા છે. માતા-પિતાનો આત્મા તરીકે સ્વીકાર કરવાનો માતા-પિતા તરીકે નહીં. પરંતુ તેઓ પણ આત્મા છે તે સ્વીકારો. મારી માતા તે રીતે સ્વીકારશો તો તેમના બંધનમાં બંધાશો અને મોહમાં ફસાશો. તેને બદલે માતાને આત્મારૂપે જુઓ. માતાને મોહના બંધનમાંથી છોડાવી અને આપણે પણ મોહનાં બંધનમાંથી છૂટી જઈએ તો જ માતા પ્રત્યે અને સ્વાત્મા ઉપર ઉપકાર કર્યો કહેવાય. મોહના બંધનમાંથી આત્માને છોડાવવો તે પરમ ઉપકાર, ઋષભદેવ પરમાત્માએ મોહના પૂર્ણબંધનથી પોતાના આત્માને છોડાવી પ્રથમ ઉપકાર કર્યો પછી પોતાની માતા મરુદેવી પર ઉપકાર કર્યો. પુત્રના સ્નેહમાં આંધળી બનેલી માતા પર ઋષભે, સ્નેહથી જોયું પણ નહીં. તેથી માતા મોક્ષમાં ગયા... કેવું કલ્યાણકારી છે આ જિનશાસન! મહાવીર સ્વામી ભગવાનને ત્રણ જ્ઞાન હતા, સમ્યગદર્શન છે તેથી વિવેક પ્રગટ થયો કે મારા તરફના મોહના કારણે જો હું દીક્ષા લઈશ તો કદાચ માતાનું અકાળે મૃત્યુ થશે અને વર્તનમાં મોહનું પરિણામ પણ જોયું કે ગર્ભનું હલનચલન બંધ થતાં માતાની આ દશા થઈ તો હું દીક્ષા લઉં તો માતાની શું સ્થિતિ થશે? તેથી જ વિવેકપૂર્વક ઔચિત્ય જાળવવાનું છે. માતા-પિતાનું પણ ઔચિત્ય તો જાળવવાનું જ છે. સમકિતિથી રુચિનો પરિણામ જ્યાં સુધી પૂર્ણતા નથી, વીતરાગતા નથી આવી ત્યાં સુધી જ રહે, પેટ ભરાઈ ગયા પછી ભુખ નથી, તે રીતે હેય-ઉપાદેયના ભાવવિતરાગ સર્વજ્ઞનબને ત્યાં સુધી હોય પછી વસ્તુ માત્ર શેયરૂપે લાગે. ભવદેવના ભવમાં ભાઈ પ્રત્યેનાં સ્નેહનાં કારણે 12 વર્ષ સુધી ચારિત્ર પાળેલું પરંતુ મનની અંદર 'નાગીલા'નું ધ્યાન ચાલતું. સમકિત વિના જ્ઞાનસાર-૩ || 347 Page #349 -------------------------------------------------------------------------- ________________ સંયમ ગ્રહણ કર્યું હોય માટે રુચિતો સંસારની જ છે. તેથી જીવને રખડાવનાર થાય. સાધનામાં અનુકૂળતા ગમે છે તો સંસાર જ ગમે છે. સહન ન થાય અને પ્રતિકૂળતા સહન ન કરી શકે તે વાતભિન્ન છે. પરંતુ પ્રતિકૂળતાથી દુર જવાનું કે દૂર થવાનો ભાવ ન થવો જોઈએ નહીંતર સંસાર જ લલાટે લખાયેલો છે. સમ્યગુદર્શન હોય એટલે મોક્ષની રુચિ હોય જ, સંસારની રુચિ ન જ હોય બને તલવાર એક મ્યાનમાં સાથે ન રહી શકે. અચર્ભાવર્તિવાળને મોક્ષની રુચિ ન હોય તેથી સંસારની જ રુચિ હોય. મોક્ષ પર બહુમાન આવે ત્યારે અનુમાન થાય કે સમકિત છે. ભવદેવનાં ભવમાં અજ્ઞાનતા હતી. ભાઈના સ્નેહના કારણે તાજી પરણેલી નાગીલાને છોડી ભાઈ–મહારાજને મૂકવાં જાય છે. મોહની હાજરીમાં આત્મા ગમે તેવો ત્યાગ કરી શકે છે. પત્નિ અને ભાઈ બંને પર મોહ હતો. સાધુતા પર મોહ નહતો. મારો ભાઈ તે સ્નેહરાગ જ હતો. કર્મકૃત સંબંધ પર રાગ હતો તેથી ભાઈ કાળ પામતાં જ નાગલા પાસે પહોંચ્યા. પ્ર. મરિચિને વાંધો શું આવ્યો? જ. કર્મકૃત પર્યાયથી કુળનો રાગ થયો માટે નીચકુળમાં જન્મ લેવો પડયો ગુણકૃત રાગ આવે તો પ્રશસ્ત રાગ કહેવાય. રાગના પ્રમાણમાં ઘટાડો થતો જાય તો પ્રશસ્ત ઘટે. તેથી આત્મા ગુણની અભિમુખ બનતો જશે. પ્ર. રાગની માત્રા વધે તો ગુણ વધે જ નહીં ને? જ. ન જ વધે. પણ રાગ ગુણ કે ગુણી સન્મુખ રૂપે થાય તો જેમ ગૌતમ સ્વામીને પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ હતો તે ધીમે-ધીમે પાતળો થતો ગયો અને પ્રભુ જતાં જ કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભવદેવને ગુણમાં બહુમાન ન હતું. કર્મકૃત જ રાગ હતો તેથી મોટાભાઈ ભવદત મુની સ્વર્ગે જતા નાગલા પાસે પહોંચ્યા. જો ગુરુ પ્રત્યે જ્ઞાનસાર-૩ || 348 Page #350 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ હોત તો નાગલા પાસે ન જાત. તેથી 12 વર્ષ ચારિત્ર પાળવાં છતાં 12 વર્ષનું નિકાચિત કર્મ બંધાયું છે. તે તોડવા હવે ૧ર વર્ષ સુધી છઠ્ઠના પારણે આયંબિલ કરે છે. શિવભૂતિના ભવમાં ભવમાંથી છૂટવા દીક્ષાની પ્રાપ્તિ માટે શિવભૂતિ અત્યંત સંવેગપૂર્વકની સાધના આરંભે છે. હવે માતા-પિતાનું બંધન ન ચાલે. એકનો એક છે. રજા મળે તે માટે ચારેય આહારનો ત્યાગ કર્યો છે. તે જ સાચો નિર્વેદ છે. નીકળવા માટેના પુરુષાર્થમાં કમીના નથી તે જ સાચો સંવેગ. આવા સંવેગવાળા મુમૂલ્લુ દીક્ષા લઈને મોક્ષમાર્ગની સાધના કરી શકશે. અમદાવાદના મિલમાલિક જેસિંગભાઈ બીજા શાલિભદ્ર કહેવાતા. પૂ. પ્રેમસૂરિ મ.સા.ની ટકોર થઈ કે જેસિંગભાઈ દીક્ષા લે તો તમારે બધાયે લેવી. 5-6 મિત્રો પૌષધમાં હતાં ત્યારે આ ટકોર કરી. પૂ. પ્રેમસૂરિ મ.સા. રત્નના પારખુ હતા. ૫મિનિટ વિચાર કરી જેસિંગભાઈએ કહ્યું, કારતક સુદ પૂનમ પછી પહેલું મૂહૂર્ત આવે અને દીક્ષા ન લેવાય તો ચારેય આહારનો ત્યાગ. આ સાંભળી પત્ની બેહોશ બની ગઈ, છતાંનિર્ણયમાં ફેરફાર નહીં આને નિર્વેદ કહેવાય.નિર્વેદવાળો આત્મા દીક્ષા લીધા પછી સંવેગ કરી શકે. શ્રીમંત ઘરમાંથી આવી ગુરુ પાસે નાના બાળક જેવું બની જવું તે નાની વાત નથી. દીક્ષા લઈને મહારાષ્ટ્રમાં દેવદ્રવ્યનાં ભક્ષણનાં સ્થાનો શુધ્ધ કરી આપ્યા. ગામની બહાર રહીને ચણાવિ. ફાકીને ગોચરી વાપરેલ છે. ત્યાર પછી જ મહારાષ્ટ્ર સમૃધ્ધ થયો છે અને ભકિત એવી કરે કે વાત ન થાય. ગોચરીમાં પણ નિર્દોષ વાપરતાં. મહારાષ્ટ્રમાં પૂ.યશોવિજય મ. ભગવાનની જેમ પૂજાતા. તત્વનિર્ણય અર્થાતુનિર્વેદ પાકો થવો જોઈએ. દોષોનો કંટાળો આવે તો જ સાચો સંવેગ થશે. એક સામાયિકમાં પણ આંશિક અનુભૂતિ કરી શકાશે. સમાધિ પામવી હોય તો સમકિત જોઈએ. કાર્યની સિધ્ધિ માટે પુરુષાર્થ જરૂરી, કાર્યની સફળતામાં બળવાન એવું જ્ઞાનસાર–૩ // 349 Page #351 -------------------------------------------------------------------------- ________________ નિકાચિત કર્મ હોય તોન પણ થાય. માનસિક સમાધિ પામવા માટે પણ સમ્યગ્દર્શન જોઈશે. શરીરની અનુકૂળતા નથી પરંતુ આંશિક અનુભૂતિ કરવી હોય તો સંયમ અનેતપ જોઈશે. પરમાં થાય તે જ મિથ્યાત્વ અને સ્વના ગુણની રુચી થવી તે જ સમકિત. સ્વપૂર્ણતાની રુચિ તે જ સમ્યકત્વ. છે. અપ્રમત્ત દશામાં મોક્ષની ઈચ્છા શા માટે ન હોય? જ. અપ્રમત્ત દશામાં તે સ્વભાવમાં રહેતો હોય અર્થાત્ આત્મા મોહને આધીન નથી એટલે સ્વ ગુણમય થવાના પૂર્ણ પ્રયત્નમાં હોવાથી અને ગુણનો અનુભવ કરતો હોવાથી તેને મોક્ષનો ભાવ ન આવે. મોક્ષ અને ભવ વિષે સમબુધ્ધિ પ્રગટ થાય. પ્ર. કર્તાભાવ કયાં સુધી રહે? જ. મોહના આધીનપણાને કારણે પરના કર્તા થવાનાં ભાવ થાય તે મિથ્યાત્વ અને તે મુજબ પરની ક્રિયા કરી તે ચારિત્રય મોહનીય અને જો સમકિતની હાજરી હશે તો જીવ 'સ્વ'ના કર્તા ભાવ થશે અને 'સ્વ' આત્માની ક્રિયા કરશે અને સ્વનો અનુભવ કરે ત્યારે ચારિત્ર. 0 કર્તા અને કર્તાભાવનું રહસ્ય જ્યાં સુધી જીવ પૂર્ણ-સ્વરૂપે નહીં બને ત્યાં સુધી સ્વનો કર્તા ભાવ રહેશે. પૂર્ણ સ્વરૂપે બનવાનો ભાવ પ્રશસ્ત–ભાવ છે, પોતે પોતાનો કર્તાન બને ત્યાં સુધી જ કર્તાભાવ રહે. પૂર્ણપણું આવે એટલે કર્તાભાવ જતો રહેશે. ગુણમય બનીયે, તાદામ્ય ભાવ આવે ત્યારે અનુભવ થશે કે હું કરી રહ્યો છું તે કર્તાભાવ મોહનો પરિણામ.મોહના પરિણામ જશે ત્યારે ચારિત્રના પરિણામ પ્રગટ થશે. ત્યારે આત્મામાં કર્તાભાવ ન હોય- શા માટે? ત્યારે તે પોતાના સ્વભાવનુંવેદન કરે છે તેથી અને પોતે અત્યારે નિજગુણમય છે તેથી કર્તાભાવ નથી, પણ ગુણનો કર્તા છે અને ગુણનો ભોકતા છે. જ્ઞાનસાર–૩ || 350 Page #352 -------------------------------------------------------------------------- ________________ કર્તા = કરવાનું કરી રહ્યો છે પછી કરવાનો ભાવ ન જ હોય તે ગુણોનો કર્તા છે. - કર્તાભાવ વિભાવમાં છે ત્યાં સુધી જ રહેશે. - કર્તાભાવમાં શુભભાવ છે તો પુણ્ય બંધાશે. - કર્તાભાવમાં અશુભભાવ છે તો પાપ બંધાશે. - ક્રિયા સંબંધી કષ્ટ સહન કરે પણ ગુણમય ન હોય તો અકામ નિર્જરા થશે. - ક્રિયા સહિત સ્વગુણમય, ગુણનો અનુભવ કરતો હોય ત્યારે જ સકામ–-નિર્જરા. વર્તમાનમાં અનુષ્ઠાન થતાં હોય તેમાં શુભભાવ હોય છે પરંતુ આંશિક સ્વ-ગુણમાં જતો હોય છે તેથી સકામ-નિર્જરા થશે. જો આંશિક ન થાય તો સકામ નિર્જરા ન થાય. કષ્ટ નિમિત્ત અકામ–નિર્જરા થાય. ક્રિયાયોગમાં આત્માનો ઉપયોગ આવે તો સકામ-નિર્જરા. ગાથા-૭ વિષયોર્મિવિષગારા, ચાદતૃપ્તસ્ય પુદ્ગલેઃ. શાનતૃપ્તસ્ય તુ ધ્યાન, સુધોદ્દગારપરંપરા || 7 || પુગલના સુખો વડે અતૃપ્ત એવા આત્માને પાંચ ઈન્દ્રિયોના વિષયોના કલ્લોલ રૂપી વિષના જ ઓડકાર હોય છે. પરંતુ જ્ઞાનમાં તૃપ્ત આત્માને ધ્યાનરૂપી અમૃતના ઓડકારની પરંપરા હોય છે. જહ જહપુગલભોગો, તરહ તરહ વહઈ વિસય પિ કસાય. ઈ દિય સુહા દુહા ખલુ, અજિઝા તઓ વિરતાણાના પુદ્ગલાનંદી જીવોને જેમ જેમ અનુકૂળ પુદ્ગલ વિષયોનો ભોગ મળે તેમ સુખ માની તેને આશક્તિ પૂર્વક ભોગવે તેથી તેમના વિષય-કષાય ભાવની વાસના તૃષ્ણા રૂપે થઈ જીવને સદા અતૃપ્ત-અશાંત વ્યાકુળ બનાવે, જ્યારે પાપથી વિરામ પામેલા જીવો ઈદ્રિય સુખોને દુઃખરૂપ માને છે. જ્ઞાનસાર-૩ // 351 Page #353 -------------------------------------------------------------------------- ________________ આત્માનંદી જીવો જ્યારે આત્મધ્યાનમય બનશે, શુદ્ધાત્માનું ધ્યાન પકડીને આત્મા શુદ્ધ બને છે ત્યારે આત્મામાં રહેલા પરમાનંદને જીવ પામી શકે છે. અશાંત નિર્ભય રીતે સહજ આત્માનંદને ભોગવે. પ્ર. અરિહંતના શુદ્ધ સ્વરૂપને પકડી આપણો આત્મા કેવી રીતે શુધ્ધ બને? જ. તેના અને આપણા સત્તાગત શુદ્ધ આત્મામાં કોઈ ભેદનથી માટે તેમને પકડવાથી–તેમના શુધ્ધાત્માનું ધ્યાન કરવાથી આપણને આપણા શુદ્ધ આત્મા પર બહુમાન-ઉપાદેય-રુચિ આવે. વર્તમાનમાં જે અશુદ્ધ આત્મા છે, તેમાંહેય-ઉપાદેયના પરિણામ આવે તો તેને શુદ્ધ કરવાનો પુરુષાર્થ અરિહંતના આજ્ઞાયોગ મુજબ થાય. આત્મતત્વનો અવબોધ આત્માને પૂરેપૂરો હોવો જોઈએ. નહીંતર એકતને પકડી લેશે. સત્તાગત શુદ્ધ અવસ્થા અને વર્તમાન મલિન અવસ્થામાં ઉપાદેય-હેય અવસ્થાનું ભાન થવું જોઈએ. આત્મવીર્યને બેવિભાગમાં પ્રવર્તમાન કરવાનું છે. આત્માની સત્તાગતા શુધ્ધ ઉપાદેય અવસ્થામાં ધ્યેયની ધારણા કરવાની છે તો ધ્યાન પ્રાપ્ત થશે અને ઉદયગત આત્માની અશુધ્ધ હેય અવસ્થામાં આત્મવીર્ય ઉદાસીનભાવે પ્રવર્તશે. આત્મવીર્ય યોગ કાયામાં પ્રવર્તમાન છે. કાયામાં ગૌણરૂપે અર્થાત્ ઉદાસીન ભાવે પ્રવર્તમાન થાય અને આત્માના ગુણમાં વીર્યને અપૂર્વ ઉલ્લાસપૂર્વક ફોરવાવનું છે અર્થાત્ આત્મામાં જ્ઞાન ઉપયોગની પ્રધાનભાવે વીર્યપ્રવર્તે ત્યારે તે કાયામાં હોવા છતાં કાયાથી નિરાળા રહેવા અનિત્યભાવના મય બને. પુદ્ગલથી ચેતન ન્યારો છે. વર્તમાનમાં પુદ્ગલોને જ્ઞાતા-દષ્ટારૂપે જાણે છે. પુદ્ગલ એ હું નથી, હું તો નિરંજન-નિરાકાર શુદ્ધ આત્મદ્રવ્ય છું. તે ધ્યાન લાગતાં ભેદ–પ્રક્રિયા થશે અને શરીર અને આત્માને વેગળા જાણશે. જ્ઞાનસાર-૩ || ૩પર Page #354 -------------------------------------------------------------------------- ________________ આત્માને આનંદ ભોગવવા ધ્યાન-તપ જરૂરી.તે માટે યોગસ્થિરતા અને ઉપયોગ સ્થિરતા જરૂરી. યોગસ્થિરતા માટે (1) મુદ્રા - (જિનમુદ્રાદિ) સૂત્ર-વર્ણ-શુદ્ધ ઉચ્ચાર શુદ્ધિ આબેક્રિયાયોગરૂપ. (2) અર્થ-આલંબન - એકાગ્રતા-ત્રણ જ્ઞાનયોગ ઉપયોગની સ્થિરતા માટે. આત્મવીર્યને સ્થિર મુદ્રામાં પ્રવર્તમાન કરવાનું છે. જેટલો મોહ ભળશે તેટલો કાયયોગવિશેષ ચંચળ બનશે. માટે પહેલાં યોગ સ્થિરતા પછી ઉપયોગસ્થિરતા. યોગ સ્થિરતા વિના ઉપયોગ સ્થિરતા નહીં આવે. દરેક ક્રિયાયોગ સ્થિરતા માટે છે. જિનપ્રણિત મુદ્રા કરવાથી સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટ થાય છે. અર્થાત્ ગુણની પૂર્ણતા પર આદરભાવ પ્રગટે છે. ગુણની પૂર્ણતા માટે જ જિનપ્રણિત વચન છે. માટે તે વચન પ્રમાણે જ આગળ આત્મામાં વધવાનું છે. ગુણની રુચિવાળી સક્રિયાથી ચારિત્ર મોહનીય દૂર થશે. અર્થ : સૂવથતિ રૂતિ સૂત્ર | આત્માના અર્થને સૂચવે તે સૂત્ર - આત્મતત્વના નિર્ણય માટે જ હોય. સૂત્રના અર્થને આત્માના અર્થ (ગુણ) સાથે જોડવામાં આવે ત્યારે તે ધ્યાનરૂપ બને તે જ્ઞાન–અમૃતના પાનથી આત્મા આનંદની તૃપ્તિને પામે. - પુગલાનંદી– પુદ્ગલના સુખને વિચારશે-કર્મ બાંધશે. આત્માનંદી-આત્માને કેન્દ્રમાં રાખી વિચારશે-કર્મો છોડશે. તત્ત્વની વિચારણાથી લાભ શું? આત્માની સ્પર્શના થાય. છે. આત્માની સ્પર્શના એટલે? જ. પોતાના આત્મગુણોને અનુભવવાની ઝંખના. સમ્યગુદર્શનનો પરિણામ કર્મની લઘુતા થાય તો જિનવચન પર આદર આવે તો સર્વજ્ઞ તત્ત્વ જ. અ જ્ઞાનસાર-૩ || 353 Page #355 -------------------------------------------------------------------------- ________________ વડે વસ્તુનો નિર્ણય થશે. તેની રુચિ પરિણામ થશે. તે માટે અદમ્ય ઝંખના ઊભી થાય. તેની ઝંખનામાં બાકી બધું ગૌણ બની જાય અને આત્મામાં જ સ્થિરતાનો ભાવ થશે પછી તે અપૂર્વ પુરુષાર્થ કરશે. રુચિ વધતી જશે. ભૂખ વધતી જાય તે પ્રમાણે રુચિ પ્રવર્તમાન થાય. જેટલી તીવ્ર ભૂખ તેટલી ઝંખના પણ તીવ્ર બનશે. 1 તત્ત્વથી પરમાત્માના દર્શનથી પાપ નાશ ક્યારે? પરમાત્માની શુદ્ધ અવસ્થાનું અર્થાત્ ગુણાવસ્થાનું ધ્યાન સ્વાત્મામાં તે ગુણો પ્રગટ થાય અને તેની રુચિ પૂર્વક કરવામાં આવે તેટલા અંશે પાપનાશ થાય. આત્મા નિર્મળ બને, મિથ્યાત્વનો નાશ થાય, શુધ્ધ ગુણોમાં જીવ આત્મા–રમણતાને પામે અને પરમાત્માના આંતર–વૈભવનું દર્શન થાય. "ભાસ્યો આત્મ-સ્વરૂપ-અનાદિનો વિસર્યો હો લાલ..." સ્વ-પરમાત્માની દોષરૂપ અશુદ્ધ દશા જોઈજિર્ણોદ્ધાર કરવાનું મન થાય છે? જીવ જ્યારે પુગલમાં રમે છે ત્યારે રાગાદિભાવની સ્પર્શના થાયત્યારે જે સુખની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે ત્યારે તે "વિષોર્મિ" અર્થાત્ વિષની લહરીઓના ઉદ્ધાર (ઓડકાર)ને અનુભવે છે. જેમ તૃષાતુર માનવી પાણી-પાણીના પોકાર કરે છે તે રીતે સતત પુલને ઝખતો આત્મા જીવનમાં અપૂર્ણરહી દુર્ગતિ તરફ ઢસડાઈ જાય છે. જે આત્માના જ્ઞાનામૃત પર આવરણ લાવે છે તે તોડવા માટે સર્વજ્ઞ વચનનો અવબોધ પૂર્ણ થાય, સત્તાગત શુધ્ધ અવસ્થા અને વર્તમાન મલિન અવસ્થાનો બોધ થાય અને તે તરફ શુધ્ધ-સત્તાગત અવસ્થા આત્મ-વીર્યનો પુરુષાર્થ થાય તો જ આત્માની અશુધ્ધદશા જોઈજિર્ણોધ્ધાર કરવાનું મન થાય. સમ્યગ્દર્શન આવે એટલે પોતાની વીતરાગ દશાને અનુભવવાની જ્ઞાનસાર-૩ // 354 Page #356 -------------------------------------------------------------------------- ________________ લગન આવે અને તેમાં જે બાધક તત્ત્વ છે અર્થાત્ જે જે આશ્રવો છે તેને છોડતો જાય. મિથ્યાત્વની હાજરીમાં પરને ભોગવવાનો અભિલાષ રહે છે. પુલના ભોગો હેય છે અને વર્તમાનમાં જરૂરી હોય તેટલા ઉપાદેય છે. પણ તે આત્માને માટે ભોગ્ય નથી. શ્વાસોચ્છવાસ, ભાષા, મન આદિના પુદ્ગલો નિશ્ચયરૂપીયેય છે. વ્યવહારથી જરૂર પૂરતાંઉપાદેય છે તે વિવેકહોવો જોઈએ. આત્માનું હિત-અહિત શાનાથી થાય તેનું ભાન તે વિવેક. યોગ નિશ્ચયથી હેય છે માટે તો જીવે અયોગી - યોગાતીત બનવાનું છે. "સમકિત ગુણઠાણે સાધ્ય અયોગી ભાવ." જ્યાં સુધી યોગમાં રહેવું પડે ત્યાં સુધી તેને ભારરૂપ માની પરયોગમાં ઉદાસીન ભાવે રહે તો અહં ભાવ ન પ્રગટે અને તે યોગ અપ્રમત્ત રૂપે અને ઉપયોગમાં પ્રેમભાવે રહેવું. - પુદ્ગલનું સ્મરણ મોહ દશાનું કાર્ય છે તે કર્મબંધ કરાવે છે. - આત્માનાં સ્મરણમાં મોહની વિસ્મૃતિ થાય છે–પાપનાશ કરાવે છે. - સત્=સમ્યગ્દર્શન. સ્વના શાશ્વત-અસ્તિત્વપણાનું સ્વીકાર. - ચિત્ = સભ્ય જ્ઞાન. સ્વના શાશ્વતપણાનું ભાન થાય. - આનંદ = સમ્યગું ચારિત્ર. ચારિત્રપણાથી આનંદને અનુભવે. જ્ઞાન શેયને જ્યારે શુદ્ધ સ્વરૂપે જાણે ત્યારે આનંદ પ્રગટે અર્થાત્ સચ્ચિદાનંદની પ્રાપ્તિ થાય. જ્ઞાન આનંદમય બની જાય. યમાં મોહ ભળે તો જ્ઞાન વિકાર થાય અને નહીંતર આનંદ સ્વરૂપે બને. શેય = વસ્તુ - જ્ઞાન = જાણવાનું સાધન - જ્ઞાતા = તેને જાણનારો. "જ્ઞાનાનંદે પૂરણ પાવનો - વર્જિત સકલ ઉપાધિ." જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શેયની જાણકારી થાય સાથે મિથ્યાત્વનો ઉદય હોય તો જ્ઞાનની અશુદ્ધ અવસ્થા 'સ્વ'નું સતત વિસ્મરણ જ્ઞાનસાર-૩ || ૩પપ Page #357 -------------------------------------------------------------------------- ________________ કરાવે અને "પર"નું સતત ચિંતન કરાવે. જ્ઞાનમાં આત્મવીર્ય ભળે ત્યારે તે જ્ઞાનની પ્રાપ્તિ થાય. મોહ નીકળતાં જ્ઞાન શુધ્ધ બની જાય- સ્વ પર યથાર્થ પ્રકાશ થાય. ધર્મ શું? આત્મ-સ્વભાવને પ્રાપ્ત કરવા માટે થતી પ્રક્રિયા તે વ્યવહાર ધર્મ. મારા આત્માનો જ્ઞાનગુણ એ સ્વભાવ છે. જ્ઞાનગુણને શેયરૂપે મારા આત્માને જાણનાર અને જ્ઞાનના આનંદને માણનાર બનું ત્યારે જ્ઞાનગુણના સ્વભાવમાં છું. સ્વ-સ્વભાવમાં રહેવું અર્થાત્ શેયને જાણવુંએ જિનની પ્રથમ આશા છે તે ન હોય તો બીજી આજ્ઞા ગમે તેટલી પાળો તો તે નિરર્થક છે. પુદ્ગલમાં હેય-પરિણામ ન પ્રગટે તો તે જ્ઞાનમાં રહેલું શેય અશુદ્ધ છે, તો તે મોહના ઉછાળાવાળું છે નહીંતર જ્ઞાન સાગરવર ગંભીર છે. "નિશ્ચય દષ્ટિ હદય ધરી, પાળે જે વ્યવહાર પુણ્યવત તે પામશે, ભવસમુદ્રનો પાર." જ્ઞાનની રુચિ પ્રગટતા પોતાને પોતાનામાં તૃપ્ત થવાનો ભાવ તે જ ધ્યાનની પૂર્વઅવસ્થા. ધ્યાન તત્ત્વ એકત્વ.તત્ત્વમય બનવુંએ આત્મા માટે અમૃત–ધ્યાન છે. તત્ત્વરૂપ ધ્યાનની સુંદર શ્રેણિઓ આત્મામાં સતત ચાલ્યા જ કરે. તે નિરોગી - નિરામય દ્રવ્યથી અને ભાવથી બને. ધ્યાનમાં તદાકાર બને એટલે સતત ચિત્તની પ્રસન્નતા પ્રગટે. શારીરિક રોગનું કારણ માનસિક અપ્રસન્નતા છે. વર્તમાનમાં અધ્યાત્મ જગતનું મહત્વ ઘટી જવાને કારણે શારીરિક-માનસિક રોગો વધી ગયા છે. ધર્મના મર્મને ન જાણે અને ધર્મ કરે તેને ડીપ્રેશન આવે તેમાં નવાઈ નહીં. જિનવચનનો પ્રભાવ - સમાધિ અને સમતા પ્રાપ્તિ. સમકિત આવે તો જ સમાધિ મળે. જિનનું વચન એ જ સમાધિનું જ્ઞાનસાર–૩ || ૩પદ Page #358 -------------------------------------------------------------------------- ________________ કારણ બને છે. સનતકુમાર ચક્રવર્તીને રોગોને દૂર કરવાને બદલે રોગના મૂળ કર્મને દૂર કરવાનો ભાવ પ્રગટયો. આથી આર્તધ્યાનથી બચી ધર્મ ધ્યાનમાં લીન બન્યા. ધ્યાનના પ્રભાવે રાગ વૃદ્ધિ પામ્યો. રોગને દૂર કરવાનો વિચાર ગયો ને તેના પ્રભાવે લબ્ધિઓ પ્રગટ થઈ. ચિત્તની પ્રસન્નતા આત્મામાં જોડાઈ ગઈ પોતે આત્મામાં રસવાળા બન્યા હવે પરની અપેક્ષા નહીં, જેને સમતા પત્નીમાં રસ નહીં તેને શાતા મેળવવા અનેક જગ્યાએ ભટકવું પડે અને બાંધે અશાતા. પોતાના આત્મામાં શુદ્ધ ધ્યાનની જેટલે અંશે પ્રાપ્તિ થઈ તેટલી પરમાત્મ દશાની જ પ્રાપ્તિ થઈ છે, તેટલો નિરવધિ આનંદ અનુભવશે જ. આત્મા સદાયે પરમાત્મા સ્વરૂપે લાગે ત્યારે તેના જ્ઞાનમાં અમૃતની પરંપરા રૂપ સ્પંદનો ચાલે છે અને અંશથી તૃપ્તિનો અનુભવ થાય છે. પુરુષાર્થ રુચિ તે તરફની હશે. a આત્મા પુદ્ગલમાં રમે ત્યારે વિકલ્પોની હારમાળા ચાલે તે શું છે? પર ઈષ્ટ પ્રાપ્તિની અભિલાષામાં રમતો હોય ત્યારે તેનાથી તેને પીડા (દુઃખ) જ મળે. કારણલોભ મોહના કારણે ઈષ્ટ પ્રાપ્તિની દષ્ટિ અભિલાષા થાય અને તે ભાવ પીડારૂપ છે. પુદ્ગલનો સ્વભાવ જ છે. સડા પણ વિધ્વસ સડવું પડતું વિનાશ પામવું. આમ અસ્થિરદ્રવ્ય આત્માને સ્થિરતા કે તૃપ્તિ ક્યાંથી આપી શકે? પરંતુ જીવ જ્યારે જિન વચન વડે આત્માના ચિંતનમાં ડૂબે ત્યારે તે આત્મ દ્રવ્યની શાશ્વત અને પુદ્ગલ દ્રવ્યની અવિનાશીતાના નિર્ણયથી સ્વમાં સ્થિરતા પામે અને તે (તત્ત્વ-એકત્વ) તત્ત્વમાં વિશ્રામ પામે છે. અર્થાત્ તેમાં લયલીન બની જતાં તે જ તત્ત્વ ધ્યાનપણાને પામી જાય પણ તેમાં મોહનો અંશ પણ ભળેલો હોવો જોઈએ. ત્યારે તેને તે દેહ સ્વરૂપે નથી પણ આત્મા સ્વરૂપે છે તેની પ્રતીતિ થાય. આમ સુખપરમાં ક્યારેય મળી શકતું નથી પણ આત્મામાં જ વાસ્તવિક સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનસાર-૩ || ૩પ૭ Page #359 -------------------------------------------------------------------------- ________________ પ. હું આત્મા છું એવી ખબર ક્યારે પડે? જ. જ્યારે મિથ્યાત્વના વિગમથી જ્ઞાન શુધ્ધ થાય ત્યારે દેહ–આત્માની ભિન્નતાની પ્રતિતિ થશે. આત્માના જ્ઞાનાદિ ગુણ શક્તિ એ દેહથી ભિન્ન છે અને હવે શુધ્ધ આંશિક પ્રગટેલી શક્તિથી મોહની વેદનાનો અનુભવ થશે. જે અત્યાર સુધી સુખાભાસ લાગતો હતો તે જ સુખાભાસ વેદનારૂપ લાગશે અને તેના પ્રતિપક્ષ પોતાના આનંદગુણની પ્રતિતિ થવાથી મોહની વેદનાથી છુટવારૂપ નિર્વેદ અને સ્વ આત્માનંદ ગુણને ભોગવવા રૂ૫ રૂચિ પ્રગટ થશે. જ્યારે આત્માને આત્મ-શક્તિની ખબર પડશે ત્યારે તે શક્તિ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્યા વિના રહેશે નહીં. દેહ એ હું નથી એવો નિર્ણય થશે ત્યારે દેહની વેદના તે ગણકારશે નહીં. અત્યારે આપણે દેહભાવને મજબૂત કર્યો છે. તેથી થોડુંક પણ કષ્ટ કે પ્રતિકૂળતા સહી શકતા નથી. ચિત્તની પ્રસન્નતા દ્રવ્ય - ભાવ રોગને હરનારી છે. આત્મા પોતાના સ્વભાવનો (ગુણોનો) અનુભવ કરતો હોય ત્યારે તે નિરામય પ્રસન્ન ચિત્તવાળો હોય છે. ચિત્તની પ્રસન્નતા જેટલી વધુ– તેટલા રોગો પણ નાશ પામે. ચિત્ત વિષાદમય, ભયમય બની જાય એટલોવિકારભાવ આત્મામાં પ્રવેશવાથી રોગો ન હોય તો પણ પ્રગટ થાય છે. મોહનો ઉદય ચિત્તની સહજ પ્રસન્નતા હણી શરીરાદિ અનેક ચિંતા પ્રગટાવે તેથી આર્તધ્યાન રૂપ પીડા અને ચિત્તની પ્રસન્નતાના અભાવે પાચકરસો નઝરવાના કારણે ખાવાની રુચિ ઉડી, ખાધેલું પચે નહીં આદિ અનેકવ્યાધિથી શરીર ગ્રસ્ત થાય. ભયના કારણે વીર્યોત્સાહમંદ પડે, તેમ જ યોગ્યવિચારણા પણ નહીં કરી શકે. જ્યારે ચિત્ત સમતામાં હોય ત્યારે સારૂ નરસું કોઈ વિકલ્પ જ ન હોય. સમતા હોય ત્યારે આકૂળતા-વ્યાકુળતા–વિકટ પ્રસંગોમાં પણ નહોય. જેમ જેમ દોષો પ્રત્યે પશ્ચાતાપ જાગે ત્યારે તે વિરૂધ્ધ કર્મોનો પણ ધીરે ધીરે હાસ (નાશ) થતો જાય છે અને તે દ્વારા તે પાછો સ્વભાવમાં આવી જાય છે. જ્ઞાનસાર-૩ || 358 Page #360 -------------------------------------------------------------------------- ________________ આત્માએ સ્વભાવમય બનવું એ જ સમ્યગુ ચારિત્ર છે. 2. તત્ત્વ ભાવનાનું ફલ તત્ત્વજ્ઞાન, અને તત્ત્વજ્ઞાનનું ફલ તત્ત્વ ધ્યાન. ધ્યાન કરતાં પહેલાં ભાવના કરવી પડે. અનિત્યાદિ–૧૨, મૈત્યાદિ-૪ ભાવના ભાવવી જોઈએ. તે ભાવના તત્ત્વથી વાસિત થયેલી હોય તો પોતાના આત્માના ગુણોથી વાસિત બનવા આ ભાવના જરૂરી છે. સ્વ-તત્ત્વનો નિર્ણય આત્મા માટે કરવાનો છે. પ્ર. સર્વમાં પોતાનો આત્મા–'સ્વ' પહેલો કે પછી? જ. 'સ્વ'ને ભૂલી સર્વમાં જાય તો પાયા વિનાની ઈમારત રચી કહેવાય. ઘરનો વ્યકિત ઘરના 10 સભ્યોની ચિંતા પોતાના માનીને કરશે. પણ પોતાના આત્માની ચિંતા નહીં કરે. આત્માની 10 સભ્યોમાં સભ્ય તરીકે પણ માન્યતા નથી. (1) કાયા (2) કામિની (3) કુટુંબ (4) કંચન અને (5) કીર્તિ - આ પાંચેય અનિત્ય અને વિનાશી છે. માટે તેના પ્રભાવની છાયામાં અવાય નહીં. આમેય અત્યારે જીવ ભાડાના ઘરમાં રહ્યો છે છતાં તેના પર મમત્વ કેવું? "શેય વિનાશે - જ્ઞાન વિનેશ્વરે તે કાલ પ્રમાણે થાય." શેય પ્રમાણે દર્શનોપયોગ-જ્ઞાનોપયોગ- ફર્યા જ કરે પણ જ્ઞાનગુણ નાશ પામતું નથી. આત્મા એ પુરુષ છે. હે પુરુષ! તું કેમ બીજાને ઈચ્છે છે? તું તારું પૌરુષત્વતને (આત્માને) જાણવામાં - માણવામાં ફોરવ તો તને મળેલું તારું પૌરુષત્વ સફળ થશે. બાકી તારું નામનું જ પુરુષપણું રહેશે. મોહનું કાર્ય - મોક્ષમાર્ગમાં ચાલવા ન દે માટે તત્ત્વભાવના રૂપ અમૃતનું ચિંતન આત્મા માટે જરૂરી છે. 'ઉપદેશપદ-પૂ. હરિભદ્રસૂરિ મ.સા. કહ્યું કે ઔચિત્યવિનાનાવ્રતાદિ આત્માનું કાર્ય સફળ કરી શકતા નથી. પરમાત્માનો નિશ્ચય માર્ગ બરાબર નહીં સમજાય તો વ્યવહારમાં માર્ગ પણ બરાબર નહીં ચાલે. જ્ઞાનસાર-૩ // 359 Page #361 -------------------------------------------------------------------------- ________________ વંદન શા માટે? આત્મા આત્માના ગુણો વડે પૂર્ણ આત્માને પૂર્ણ થવા વંદન કરે તો વંદન આત્માથી થયું કહેવાય. જેનામાં તત્ત્વ ભાવના આવે તેનામાં તત્ત્વજ્ઞાનરૂપ ફળ થાય જ. હમણાં મતિ–શ્રુતની પ્રભા (સૂર્યોદય) છે તો હવે કેવલજ્ઞાન રૂ૫ સૂર્ય પણ પ્રકાશી શકે ખરો. જો પુરુષાર્થ થાય તો, નહીંતર કેવલજ્ઞાનાવરણીય વધી પણ જાય. જેમાં અંશ શુધ્ધ છે તેની પૂર્ણતા હોય જ, આનિશ્ચય થવો જોઈએ. સર્વજ્ઞનું વચન અતિક્રિય છે. તે વચનનો સ્વીકાર કરવો જ રહ્યો કેમકે આત્મા માટે તે જ હિતકર છે. જ્યાં પરમાત્માના વચનનો સ્વીકાર ત્યાં મોહરાજાનું નિર્ગમન... " મિચ્છ પરિહરહ, ધરહ સમ્મત માટે શાસ્ત્રમતિની પ્રધાનતા જોઈએ. દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ સંયોગો મળે તેમાં તે જાતને સુખી અનુભવે છે. મુમુક્ષુએ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે રહેવું જોઈએ. કુરગડુ મુનિને વાપરતાં કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, કેમકે હેય-ઉપાદેયની વૃત્તિ જોરદાર હતી. ઔચિત્ય વ્યવહાર એટલે સ્વ-પરના હિતને લક્ષ કરી જ્યાં રાગ-દ્વેષની પરિણતી ઘટે પણ વધે નહીં તેવો જે વ્યવહાર–તે ઔચિત્ય વ્યવહાર. શરીરમાંથી ઈદ્રિયોનું નિર્માણ - ઈદ્રિય = ઈદ્ર = આત્મા. રૂપાદિને = ઓળખાવે અને જેના દ્વારા આત્મા જણાયતે ઈદ્રિય. અરૂપી એવી મહા અષ્ટ ઋદ્ધિ-નિધિથી ભરેલો આત્મા જોઈ શકતો નથી પણ ઈદ્રિયો દ્વારા આત્માના જ્ઞાનલક્ષણની પ્રતીતિ થવા વડે આત્માનું અસ્તિત્વ સ્વીકારાય છે પણ આત્માના શુધ્ધાનંદને ભોગવતો ઈક્રિયાતિત જ્ઞાનસાર-૩ || 36o Page #362 -------------------------------------------------------------------------- ________________ થઈ આત્મા વડે જ તે આત્માને અનુભવે. ઈદ્રિયે આત્માને જણાવી દીધું તે આત્માએ માત્ર જાણી લીધું. તેથી તે વિષયનું સાધન બનશે નહીં. ઈદ્રિયોને માત્ર જ્ઞાનનું સાધન બનાવી દોતોવિષયનું સાધન નહીં બને. તો ઈદ્રિયો સામાયિકનું સાધન બને. વિરતીપૂર્વક એક સામયિકમાં સમતાનો લાભ થાય જ પણ તેને સામાયિકમાં આત્માનો ઉપયોગ હોય તો. પરંતુ આત્માનો ઉપયોગ ન હોય તો તે લાભ તમને માત્ર પુણ્યબંધનો થાય. શાલિભદ્રને શું લાગ્યું? મારા માથે સ્વામી? જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુ સિવાય મારા માથે કોઈ સ્વામી ન હોઈ શકે. આત્માની કર્મલઘુતા થઈ હોય ત્યારે જ લાગી આવે. મોહની પરિસ્થિતિમાં તે વાત સાવ સામાન્ય લાગે અને ક્યારેક જીવને લાગી આવે તો આત્મહત્યા પણ કરી લે છે. જેમાં સ્નાત્રફળ બીજા કરતાં પોતાને છેલ્લે આવતા પોતાનું અપમાન લાગતા ફાંસો ખાવા મહારાણી કૌશલ્યા તૈયાર થઈ. અહીં શાલિભદ્રને મોહનો પરિણામ પ્રશસ્ત છે, કર્મલઘુતા છે, તેથી દીક્ષા લેવા નીકળી પડે છે. શ્રેણિકને પણ નાથ/અનાથનો સમ્યગુ બોધ થતાં કર્મલઘુતાને કારણે ઉહાપોહ થાય છે અને સમકિત પામે છે. ટૂંકમાં વિચારીને વાત મૂકી દેવી નહીં. ચિંતન કરો, ઉહાપોહ કરો. તંદુલિયો મત્સ્ય મિથ્યાત્વી જ્ઞાન પ્રગટ થયું. માછલાને જ્ઞાન પ્રગટ થયું છે. તેથી વિચારે છે હું એકને પણ ન છોડું તેમાં ખાવાના પરિણામ, ભોગવવાના પરિણામ, મિથ્યાત્વ જ્ઞાન થયું પણ જ્ઞાનમાંથી મોહનો પરિણામ થયો. તેથી ખાવાના ભોગવવાના પરિણામ થયા તેમાં તીવ્ર આસકિત ભળી તેથી મારીને ૭મી નરકગયો. જુઓ પુદ્ગલના તૃષ્ણાનોવિપાકકેવાદારૂણ ફળને આપવા સમર્થ થાય છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન જેટલું વધારે તેટલો આત્માને અનર્થ વધારે. જ્ઞાનસાર-૩ || 361 Page #363 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીમાં મિથ્યાત્વ તો છે જ પરંતુ જેમ જ્ઞાન વધુ તેમ મિથ્યાત્વનો પરિણામ વધુ, તેથી 'સજા' વધારે થાય છે. ટૂંકમાં જ્ઞાન વધારે પ્રગટ થાય અને તેમાં મિથ્યાત્વ છે તો નુકશાનકારી અને સમકિત છે તો લાભકારી. જ્ઞાનનું ફળ જ વિરતી છે. જેમ-જેમ જ્ઞાનાવરણના ક્ષયોપશમ થાય ત્યારે આત્માને વર્યાન્તરાયનો પણ ક્ષયોપશમ થશે. તેથી જો મિથ્યાત્વરૂપ પરનું જ્ઞાન હશે તો વીર્યને તે પરમાં (પુદ્ગલમાં) લઈ જશે અને સ્વાત્માનું જ્ઞાન હશે તો વીર્યને 'સ્વમાં (આત્મામાં) લઈ જશે. જ્ઞાન પરીક્ષક છે. વસ્તુ હેય છે કે ઉપાદેય તેને જણાવે છે. હેયમાં હેયની રુચિ થવી અને ઉપાદેયમાં ઉપાદેય બુધ્ધિ થવી તે કાર્ય સમકિતનું છે. રુચિ થવી એટલે આત્મવીર્યમાં હેય–ઉપાદેય મુજબ પ્રવૃત્તિ થવી જોઈએ. ખાવાનો પરિણામ ન હોય પરંતુ પ્રવૃત્તિ હોય-૧લા નંબરમાં ખાવું એ પાપ છે એમ માનતો હોય પણ હવે રહી શકતો નથી તો પોરિસી, સાઢ પોરિસી પુરિમઠ્ઠ આદિ કરશે પણ સીધો નવકારશી કરવા બેસશે નહીં. શક્તિ છે - પરિણામ નથી તેમ બોલીએ છીએ પરંતુ સરળ બનો તો વ્યવહારથી જ નવકારશીના પચ્ચકખાણનું ફળ ઉપવાસનું ફળ આપે અને સ્વભાવમય બનવાના ઉપયોગમાં દઢ થાય તો નવકારશી કેવલજ્ઞાન આપવા સમર્થ થાય. આથી જો નવકારશી વિના સમાધિ રહેતી હોય તો નવકારશી છોડો. શ્રુતનું શક્ય પાલન કરવું, અશક્યમાં પણ કરવાનો ભાવ રાખો. જે આત્મા પ્રભુ આજ્ઞા મુજબ પોતાની શક્તિગોપવ્યા વિના કરી રહ્યા છે, ભૂતકાળ માં કરેલું છે અને ભવિષ્યમાં કરવાના છે તેઓની અનુમોદના કરો. 4 વાગ્યા સુધી મારી સમાધિ ટકી શકે છે પણ તેની આગળ વધારે જ્ઞાનસાર-૩ || ૩ર Page #364 -------------------------------------------------------------------------- ________________ સમાધિમાં રહી શકતો નથી. ભુખનું દુઃખ સહન કરી શકતો નથી. બધા બે વાગે વાપરે છે તો મારે તે મુજબ વિવેક કરી બધાની સાથે વાપરી લેવું જેથી બીજાને અસમાધિન થાય. પરંતુ પરિણામ તો 4 વાગ્યાનાં જ છે તેથી તેને તે પરિણામનો લાભ મળે જ. આત્માને પોતાના આત્મહિતની રુચિ અંદરથી થવી જોઈએ. જગતને જે રીતે કરવું હોય તે રીતે કરે મારે તે જોવાનું નથી. જગત અનાદિથી તેવું જ છે. મારે સુધરવું છે તો બહાર દષ્ટિ કરવી જ નહીં. કારણ પ્રાયઃ કરીને મોટાભાગનાં જીવો આલંબનલક્ષી હોય છે. સમુહમાં આરાધના થતી હોય તો આરાધના કરવાનો ઉલ્લાસ જાગે પણ કોઈ કરતું ન હોય તો કરવાનો ઉત્સાહ ન જાગે. પરમાત્માનાં સાધનાકાળમાં ગોશાળો ભેગોહતો. પરમાત્માના નામે ગોશાળો ગરબડ કરતો છતાં પરમાત્મા 'સ્વ' તરફ જ ધ્યાન આપી સાધના કરતા. છોકરાએ ખોટું કર્યું તેથી સમાજમાં મારું નામ બદનામ થશે. તેથી તમે દુઃખી થશો એના બદલે છોકરો હવે સુધરે તે તરફ લક્ષદાખવવું જોઈએ. પોતાની બદનામી–મોહના કારણેદુઃખકરાવશે પોતાનું નામ બગડવાની ચિંતા છે પરંતુ આત્માની ચિંતા નથી તેથી ઘણા અજ્ઞાની જીવો આપઘાતાદિ કરી આત્મહત્યા જેવું મહા પાપ કરે. પૂ. આત્મહિત કરવાનું પ્રબળ સાધન કયું? જ. સર્વજ્ઞ વચન મુજબ ગુરુનો વિનય–વૈયાવૃત્ય કરવું જોઈએ. કારણ શાસ્ત્ર-સર્વજ્ઞનું વચન સદ્ગુરુ જ આપી શકશે. તેથી જ સદ્ગુરુનો વિનય અને ભક્તિ કરવાની છે, જેનાથી પોતાનું આત્મહિત થાય. ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ વિનય અધ્યયનનું જો બરોબર અભ્યાસ જ્ઞાનસાર-૩ || 33 Page #365 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે તો પ્રશાંત થઈને ગુરુ પાસે મૌન થઈને જે શિષ્ય રહે અને ગુરુને પ્રસન્ન કરીને જ્ઞાન મેળવે તો તેનું કામ થઈ જાય છે, પરિણતી રૂપ તેનું જ્ઞાન બને છે. મૌન રહેવું એટલે હું કશું જ નથી 'અબુધ છું. તેમ માનીને જ શિષ્ય રહેવાનું છે, પછી ગુરુ નહીં ભણાવે તો પણ ગુરુની કૃપા તેના પર ઉતરશે. કારણ ગુરુ પ્રત્યે બહુમાનભાવ છે તેથી જ તેઓની કૃપા ઉતરશે. સર્વજ્ઞ કથિત પંચાચારરૂપ વ્યવહાર જ મોક્ષ પ્રગટ કરવાનું સમર્થ ઉપાય છે. છતાં મોક્ષને માનનારા બધા વ્યવહારને માન્યાવિના ફક્ત નિશ્ચયને પકડી આત્મધ્યાનમાં મગ્ન છે તે સમાધિને પામી શકતા નથી. નિશ્ચયના ઉપયોગ પૂર્વકકરાતો વ્યવહાર પણ શુધ્ધ થાય તેનાવિના વ્યવહાર પણ અશુધ્ધ ન થાય. નિશ્ચયના લક્ષ વિના સર્વજ્ઞ કથિત વ્યવહાર સામાયિક-પૌષધપ્રતિક્રમણમાં પણ ઘાલમેલ ઊભી કરે છે. તેથી સામાયિકના ફળરૂપ સમતા સ્વભાવમાં રહેવાની વાત ઊડી ગઈ અને તેમાં ખોટી પ્રવૃત્તિ થવા લાગી. મંડળ ની સામાયિકમાં હાજરી પૂરાય, દંડ લેવાય પૈસાનો વ્યવહાર થાય તેથી સામાયિકનો લાભ જાય. - કોઈ પણ જીવ હણવા યોગ્ય નથી. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્રવ્ય-હિંસા તો છે જ. કેવલિભગવંતને પણ દ્રવ્ય-હિંસા લાગે છે. તેનાથી બચવાનો ઉપાય શું? ભાવ-હિંસા બંધ કરી શકાય તેમ છે. વર્તમાનમાં ભાવહિંસા બંધ કરીશું તો દ્રવ્ય-હિંસા બંધ થશે જ. જીવને જીવ તરીકે અને અજીવને અજીવ તરીકે સ્વીકારીએ નહીં ત્યાં સુધી સમકિતનો પરિણામ ન આવે. જીવતરીકે પોતાના સ્વભાવનું ભાન હોય તો પોતાના આત્માને ખબર પડે કે હું વિભાવમાં છું અને મારે સ્વભાવમાં આવવાનું છે તેની ભાવના ભાવવાની છે. જ્ઞાનસાર-૩ || 364 Page #366 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ પરમાત્માએ જીવને સત્તાએ સિધ્ધ કહ્યો છે તે મુજબ સ્વીકારો. અભવ્યનો જીવ પણ સત્તાએ તો સિધ્ધ છે પણ યોગ્યતા નથી તેથી સિધ્ધપણું પ્રગટ થશે નહીં. તીર્થકર ભાવ તીર્થકર ન બને ત્યાં સુધી દ્રવ્ય તીર્થકર હોય તો પણ પૂજ્ય બને છે. દા.ત. મરીચિના આત્માને ભરત મહારાજાએ પ્રદક્ષિણા આપી વંદન કરેલાં પૂજ્ય માનેલા ને! દરેક બાબતમાં પરાને સામે રાખીએ છીએ પરંતુ પોતાને સ્વયંને લક્ષમાં લઈને વાત કરવાની છે. ગણધરો પણ પોતે કેવલી ન થાય ત્યાં સુધી જ વાચના આપે છે. પોતાનો પરિવાર જ નથી એવું આત્માથી વિચારે છે અને પરિવાર છદ્મસ્થને સોંપી દે છે. શિષ્ય બરાબર ન સાંભળતો હોય તો કડક શબ્દોમાં પણ કહેવું પડે જેથી રાગ-દ્વેષ ઊભા ન થાય. પ્ર. ગૌચરી છઘસ્થ લાવે તે જ કેવલી વાપરે કારણ? જ. બાહ્ય વ્યવહારમાં સૂત્ર પ્રમાણે છઘDો સૂત્રને આશ્રયી વ્યવહાર કરે તેથી ગોચરી છઘસ્થ જ લાવે. કેવલિઓનું જીવન જ્ઞાનપ્રધાન કેવલજ્ઞાન રૂપ અને પૂર્ણવીતરાગરૂપ હોવાથી વ્યવહાર ગચ્છ–વ્યવસ્થા ન કરે. પૂર્ણતા ન આવે અર્થાત્ વીતરાગ સર્વજ્ઞ ન બને ત્યાં સુધી વ્યવહારે ગણધરો શિષ્યને દેશના આપે પરંતુ નિશ્ચયથી પોતાના આત્માને જ આપે. ગણધર વીતરાગ સર્વજ્ઞ થાય એટલે તે પોતાનો જીવસ્થ ગણધરને સોંપી દે. સદ્ભાવના સ્વ—ઉપકાર' પ્રધાન છે. કેમકે તેમાં આત્માના ગુણની વૃધ્ધિની પ્રધાનતા છે. પ્રશસ્ત ભાવ છે ત્યાં સુધી પુણ્યાનુબંધી-પુણ્ય બંધાશે અનુબંધ ગુણ–સન્મુખતાનો જ બને. હવે જ્યારે આત્માના ગુણની વૃધ્ધિ થશે ત્યારે ગુણ પ્રગટ થશે અને દોષો જશે તેથી કર્મની નિર્જરા થશે. સરલતાનો ભાવ હોય ત્યારે પ્રશસ્ત પુણ્ય બંધાશે ત્યારે ઊંચા દેવલોકનું પુણ્ય બંધાશે હવે જે ફળ આવે તે 'સ્વ-અનુભવ'નું ફળ મળશે. જ્ઞાનસાર-૩ // 365 Page #367 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાવનાથી ભાવિત થયેલો આત્મા જેમ જેમ સ્થિર થતો જશે તેમ તેમ સ્વભાવમાં આવતો જશે અને ભાવથી છૂટતો જશે તેથી સ્વ આત્માનો અનુભવ થશે. સમતાનો અનુભવ કરશે. કેમકે સમતા એ આત્માનો સ્વભાવ છે. આત્મા પોતે જ સામયિક છે તેથી જ સામયિકનો વ્યવહાર મુકેલો છે કારણ તેનાથી આત્માની સમતા પ્રગટ થશે અર્થાત્ તેની અનુભૂતિ થશે. સમતાનો પરિણામ પ્રગટ થશે ત્યારે આત્મામાં કયા પરિણામ પ્રગટ થશે? આ શુભઅશુભ પુદ્ગલ છે તેવું જ્ઞાન થાય. વ્યવહાર કદી શાશ્વત ન હોય. વ્યવહાર ફરતો જ રહે. જે પુલને શુભ કહીએ તેને પણ અશુભરૂપ કહી દઈએ.દા.ત. ધોળો વર્ણ શુભ કહીએ અને કાળો અશુભ કહીએ તે રીતે કોઢીયાનો ધોળો રંગ અશુભ કહીએ, કાળા વાળ શુભ કહીએ એમ ધોળા વાળને અશુભ કહીએ. વ્યવહાર ધર્મ બધા માટે એક જ આવે નહીં તેથી જ સમાચારી ભેદ વ્યવહારથી જુદા–જુદા જ હોય - તત્ત્વથી એક હોય. વર્તમાનમાં રાગ-દ્વેષને દૂર કરવાની વાત જતી રહી છે અને વ્યવહારથી સમાચારી ભેદ દૂર કરવા મથીએ છીએ. તત્ત્વથી જે સાચો ધર્મન સમજે તે જ ધમાલ કરશે અને પોતાનું તથા અનેક આત્માઓનું બોધિ-દુર્લભ કરશે. પુદ્ગલને દ્રવ્ય-ગુણ–પર્યાયથી પકડો તો જ તમને સત્ય તત્ત્વ સમજાશે. પુદ્ગલ દ્રવ્યના અંતિમ પર્યાય તો માત્ર પરમાણુ જ છે અને તેનાથી નાનો-મોટો સ્કંધ થાય છે. તેના વર્ણ - ગંધ - રસ - સ્પર્શ વિ બધું જ પરાવર્તના સ્વભાવવાળું છે તે ફરે એમ આપણે ફરીએ છીએ. દ્રવ્ય–ગુણ– પર્યાયથી પકડશો તો જ યથાર્થ-જ્ઞાન દ્વારા 'સ્વ'માં સ્થિરતાને પામી શકશો. પરમાત્મા મહાવીર ભગવાનસંગમના ઉપસર્ગવખતે રુક્ષ પુદ્ગલનાં ધ્યાનમાં હતાં. જ્યાં સુધી સ્વઆત્માના પૂર્ણ જ્ઞાતા સહજ ન બને ત્યાં સુધી જીવે ધ્યાન કરવાનું અર્થાત્ જ્ઞાનાદિગુણો સંપૂર્ણ પરિણામે પ્રગટ ન થાય ત્યાં જ્ઞાનસાર–૩ || 36s Page #368 -------------------------------------------------------------------------- ________________ સુધી જીવે ધ્યાન કરવાનું છે. પરમાત્માને હજી કેવલજ્ઞાનના પરિણામ પ્રગટ થયા નથી. કંઈક અંશે રાગાદિ સૂમભાવ થાય છે તેથી રુક્ષ પુગલને પકડી દ્રવ્ય-ગુણ–પર્યાયથી સ્વરૂપનું નિરીક્ષણ કરે છે અને પોતાનું શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરી રહ્યા છે. શરીર તો માત્ર પરમાણુનો સ્કંધ છે. તેનો વર્ણ - ગંધ- રસ કઈ રીતે ફેરફાર થાય છે તેની વાત પરમાત્માવિચારી રહ્યા છે એટલે કે ધ્યાન કરી રહ્યાં છે. આત્મા અને દેહનો ભેદ પરિણામ થઈ જશે ત્યારે આત્મ વીર્ય 'સ્વ' તરફ જતાં એકાગ્ર થઈ જશે ત્યારે શરીરને ગમે તે થાય તો પણ તેમને કશું જ ન થાય. ગુણની અવસ્થા ફરે તે પર્યાય છે. વર્ણ રૂપી ગુણ છે પરંતુ પર્યાય લાલ-પીળો-કાળો વિ. છે. લાલ હોય તો સારું, કાળો હોય તો ખરાબ એ રીતે એમાં રતિ–અરતિ સંકલ્પ વિકલ્પ ન થાય અને વર્ણ જ છે તેવું લાગે ત્યારે જીવ સમતામાં છે તેમ કહેવાય. સામે હીરો પડ્યો હોય કે વિષ્ટા પડી હોય તો પણ તેને પુલ રૂપે જ ગણે, દ્રવ્ય દષ્ટિથી જુએ તેથી પરિણામે ફરે નહીં. પણ હીરા પ્રત્યે ગમો અને વિણ પ્રત્યે અણગમાનો પરિણામ થાય તો જીવ સમતામાં નથી. અવિરતી સવેગ દષ્ટિ ભકિતયોગ પ્રધાન, વિરતીધર આશા યોગ પ્રધાન હોય છે. પ્રશ્નઃ પ્રભુની હીરા-જડીત આગી જઈને શ્રાવક શું વિચારે? પ્રભુએ એવું શું પરાક્રમ કર્યું? જગત જેની પાછળ દોડા-દોડ કરે છે તે માટે ગમે તેવા પાપ કરતા અચકાતા નથી. દેવતાઈ અઢારશેરી હાર માટે કોણિકની પત્ની પદ્માવતી મહાયુધ્ધમાં નિમિત્ત બની જે યુધ્ધમાં 1 ક્રોડ 70 લાખ જીવો નરકગતિમાં ગયા છતાં તે દિવ્યહાર તેને મળ્યો નહીં. તેનાથી પણ કિંમતિ હીરાદિને પરમાત્માએ છોડી કદી નાશ ન પામે એવા ક્ષાયિક રત્નત્રયીની પ્રાપ્તિ કરી જે કદી પરમાત્માને છોડીને જશે નહીં તો હું પણ ક્યારે આ બધુ છોડી રત્નત્રયીનો આરાધક બનું! જ્ઞાનસાર-૩ || 37 Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ સાધુ ભગવંતને તો પ્રતિ સમય પરમાત્માના વચન અને અસંગ આજ્ઞાયોગની જ પ્રધાનતા છે. તેમના માટે આજ્ઞા યોગની પૂજા એટલે જ "ચિદાનંદકેરી પૂજા નિર્વિકલ્પ ઉપયોગ રે, આત્મપરમાત્મની અભેદે, નહિ જ્યાં જડનો જોગરે." (પૂ. માનવિજયજી) સાધુએ સામાયિક-દંડક જાવજજીવ માટે ઉચ્ચર્યું છે. વીતરાગ થવાની પ્રતિજ્ઞા કરી છે તેથી હવે સમતાના પરિણામમાં જ રહેવાનું છે. માત્ર ભાવના ભાવવાની નથી પરંતુ સમતાનો પરિણામ ખંડિત ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. આથી કુતુહલ વૃત્તિથી આંગીના દર્શન કરવા સાધુથી જવાય નહીં.ખાસ આંગીના દર્શન કરવા સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જવાનો વ્યવહાર આજ્ઞા સાપેક્ષ જણાતો નથી. પસંદગી નહીં - આજ્ઞા વિચય આલંબન ધ્યાન - ગૃહસ્થોને પ્રધાનતા નિરાલંબન ધ્યાન - સાધુને પ્રધાનતા. સાધુએ તો ભગવાને જે કીધું છે તે જ કરવાનું, નહીં કીધેલું નહીં કરવાનું. તરવા માટે ફક્ત પરમાત્માના વચનનું આલંબન લેવાનું છે અને પછી નિરાલંબન ધ્યાનમાં જતું રહેવાનું છે. બંધ સ્વભાવ પુદ્ગલનો છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાય છે તેથી બંધાવાનો સ્વભાવ પુદ્ગલનો છે. આત્મા કોઈની સાથે બંધાતો નથી તે નિઃસંગ છે. ઉપન્નઈવા, વિગઈ વા, ધૂઈ વા. પર્યાય અવસ્થા એટલે જે નાશ પામવાનું છે અને બીજું સ્વરૂપ ધારણ કરવાનું છે તે જ પર્યાય, તેથી ઉપન્નઈ વા અને વિગમેઈવા પર્યાય અવસ્થા છે. જો ધ્રુવના તારાની જેમ સ્થિર થઈ ગયા તો ધ્રુવેઈવા (મોક્ષ). અર્થાત્ ધુવેઈ એટલે જ્ઞાનસાર–૩ || 368 Page #370 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય અને દ્રવ્યના ગુણ પરંતુ પર્યાયને ધુવેઈ–વા માની બેઠા છીએ તે ખોટું છે. દ્રવ્યાવસ્થા, દ્રવ્યશાશ્વત- તેમાં રહેલા ગુણો પણ શાશ્વત પણ ગુણોની અવસ્થા બદલાય તે પર્યાય. અનાદિકાળથી આત્માને સંયોગનો સંબંધ થયેલો છે - "સંગ છોડો અને આત્માને સંયમથી બાધો.' પરમાં પુદ્ગલ– સંયોગો જ લેવાનાં છે. વર્તમાનમાં આપણે માતા-પિતા, ભાઈ–બહેન, સાથે કર્મના સંબંધે અર્થાત્ પુગલનાં સંબંધ સાથે બંધાઈએ છીએ. અઘાતીના ઉદયથી આ બંધન આવ્યું. પ્રથમ આયુષ્ય કર્મ છે. કારણ કે આત્માને કર્મના કારણે શરીરમાં રહેવું પડે છે. તેથી શરીરમાંથી છૂટવું ગમતું નથી. જગતના જીવોને ભયનું પ્રથમ સ્થાન આયુષ્ય છે અને આયુષ્ય ટકાવવા છેલ્લામાં છેલ્લા પ્રયત્ન કરીશું. જીવને કર્મના ઉદયથી આયુષ્ય, રૂપ, દ્રવ્ય, પ્રાણરૂપ જીવન મળ્યું તેને પકડી રાખવું તે જ જીવનું મહામિથ્યાત્વ છે. મોઃ સર્વસંગથી રહિત એવી નિસંગ અવસ્થા. મોક્ષની ઈચ્છા બધાને છે અને પાછા સંયોગો છોડવા નથી. આ વિરૂધ્ધ વાત કેમ બને? તેથી અહીં ઓઘથી મુક્તિ ગમે છે. પરંતુ જિનવચન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્ય દર્શન નહીં અને સમ્યગુ દર્શન આવશે એટલે મોક્ષની રૂચિ થયા વિના રહેશે નહીં. જેને આત્માનું ભાન નથી તે ઓઘ દષ્ટિમાં એટલે કે - અચરમાવર્તમાં છે. મિત્રાદષ્ટિ અનાદિકાળથી આત્મા પોતાનો જ દુશ્મન થયો છે કારણ પોતાને ઓળખતો નથી અને પોતાનું નથી એવા દેહને ઓળખીને જીવે છે. તેથી હવે આત્માની મિત્રતા કરવાની છે તે મિત્રાદષ્ટિ. પોતાના આત્મા પર જે દ્વેષ કરે તે બીજા પર તો કરશે જ તેથી ત્યાં મિત્રાદષ્ટિ નથી. ઘાસનું તણખલું સળગે અને જેટલો પ્રકાશ આવે તેટલો જ પ્રકાશ પ્રગટવા રૂપ કાળ જીવ 'મિત્રાદષ્ટિ'માં આવ્યો કહેવાય. જ્યારે વિકાસ કરતાં કરતાં 5 મી દષ્ટિ - સ્થિરાદષ્ટિમાં આવે ત્યારે જ જ્ઞાનસાર–૩ / 39 Page #371 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન આવે. જીવ-અજીવનું ભેદજ્ઞાન પકડાશે ત્યારે સ્વ-પરનો ભેદ સમજાશે. અન્ય દર્શનો આત્માને, મોક્ષને માને પરંતુ દરેકની માન્યતા જુદી-જુદી છે. આવું કેમ બને છે? જૈનોમાં પણ સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર.... પરંતુ મોક્ષ સંબંધી માન્યતા એક જ, કારણ જિનવચન મળેલું છે. અન્ય દર્શનકારોને જિનવચન નથી મળ્યું તેથી મોક્ષ સંબંધી જુદી-જુદી માન્યતા છે. વર્તમાનમાં મારા કામમાં આવે તે જ આપણા - બાકીના પારકા તે માન્યતા જે છે તે ખોટી છે. સમક્તિ આવે એટલે મારો પોતાનો આત્મા અને સમગ્ર જીવનસૃષ્ટિના આત્મા કે જેઓ જોડે મારે 'મૈત્રીભાવ કરવાનો છે એ ભાવ પ્રગટશે. અન્ય દર્શનો તો પૃથ્વીકાય-વનસ્પતિકાય વિ.ને જીવ તરીકે પૂર્ણરૂપે માનતા નથી. વળી જે જીવો ઉપદ્રવ કરે તેનો તો તેઓ નાશ કરવામાં સમજે છે. ટૂંકમાં જીવતત્ત્વનું જ્ઞાન સર્વજ્ઞ દ્રષ્ટિ પ્રમાણે પૂર્ણ જ નથી તેથી અન્ય દર્શનોમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ વાસ્તવિક નહીં ઘટે, તેથી તેમની મોક્ષની માન્યતા ભિન્ન પડે છે. | સર્વ જીવો પ્રત્યે સમાન પરિણામ આવે તો જ નિરતિચાર સામાયિક છે તેમ કહેવાય. તે પરિણામ આઠ સમયથી અધિક ટકી જાય તો શ્રેણી મંડાય. સમ્યગ્દષ્ટિનું લક્ષણ "અપરાધી શું પણ ચિત્ત થકી, નવિ ચિંતવીએ પ્રતિકૂલ." કોઈ જીવ બીજાના (જીવ) પોતાના શરીરને હેરાન કરે કાપે મારે તો તેવા જીવ પ્રત્યે પણ કરુણાનો પરિણામ રાખવાનો તેના પ્રત્યે દ્વેષ નહીં કરવાનો કારણ એ પણ સત્તાએ સિધ્ધના જીવો છે અને મારે પણ સિધ્ધ જ થવાનું છે તેવી સમદષ્ટિ કેળવવી પડશે. વળી મારાં પૂર્વનાં કર્મનાં કારણે આવું બને છે. તો તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા સંયમ સામાયિકમાં આવવું જ જોઈએ. જ્ઞાનસાર-૩ // 370 Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્ર. સંયમ શા માટે? જ. અજીવ પ્રત્યે એટલે કે સંયોગો પ્રત્યે રાગ છે અને જીવ પ્રત્યે દ્વેષ છે તેને દૂર કરવા માટે જ સંયમ લેવાનું છે. સ્કંધકમુનિ ચામડી ઉતારનારને કષ્ટ ન પડે તે માટે તેને અનુકૂળ થઈને રહ્યા પણ દ્વેષ ન કર્યો તો વીતરાગ બન્યા. સંયમના સ્વીકાર પછી તપનો પરિણામ લાવી તપ કરી કર્મની નિર્જરા કરવાની છે. હવે જીવને અપ્રશસ્ત બંધને સંયોગો છોડવાના છે અને વ્યવહાર પ્રશસ્ત બંધનમાં આવવાનું છે. ગુરુના બંધનમાં જે ગુણના આદરથી રહે તે આત્માને પ્રશસ્ત શુભ પરિણામો આવ્યા વિના રહેતાં નથી અને પછી તે શુધ્ધ ભાવમાં લઈ જવા સમર્થ બને છે અને વિરતીધર્મને આવરી આત્માનું કલ્યાણ સાધનારો બને છે. નિકટના ભાવોમાં ગુણશ્રેણિએ ચઢી સિધ્ધનાં શાશ્વતા સુખોને ભોગવનારો બને છે અને તે માટે જ સામાયિક સંયમ લેવાનું છે. સમ્યગુ દષ્ટિ દેવ સમાધિમાં સહાય કરે છે તે માટે જ સમ્યમ્ દષ્ટિ દેવોની ઉપાસના મૂકી છે. વર્તમાનમાં સમાધિભાવ ગૌણ અને બાહ્ય સંપત્તિની પ્રધાનતાના લક્ષે દેવોની ઉપાસના કરવામાં આવે છે. મનની અંદર સર્વાના વચનનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી મનની સમાધિ થશે જ નહીં. પૂરતી સંપત્તિ હોય, બધી જ અનુકૂળતા હોય અને છોકરો માનતો ન હોય, તો સમાધિ નહીં રહે. જેટલી સંપત્તિ વધારે, તેનો રક્ષક ન હોય તો વધારે અસમાધિ થશે. કારણ જિન વચન નથી મળ્યું. તેથી જ અસમાધિ વધારે થાય છે. મળેલું જવું ન જોઈએ તે માન્યતા જિનવચનની નથી. આયુષ્યનો ઉદય થયો એટલે દેહ રૂપી પિંજરમાં, શરીર રૂપી ઘરમાં રહેવાનું મન થશે. પુણ્યના ઉદયથી જે જે સંપત્તિ મળી છે તે સંપત્તિ તેમજ પર સંયોગોમાં રહેવાનું મન થશે અને તેનાથી અસમાધિ વધવાની. જ્ઞાનસાર-૩ || 371 Page #373 -------------------------------------------------------------------------- ________________ મયણાને પાપનો ઉદય હતો તેથી જ પતિ કોઢીયો મળ્યો પરંતુ જિનવચન હતું તેથી સમાધિ હતી. વર્તમાનમાં કોઢનો ઉદય તે અશાતાનો ઉદય છે. આપણે કર્મમાં માનતા નથી તેથી દુઃખી થઈએ છીએ જ્યારે મયણા સર્વજ્ઞના વચન પ્રમાણે કર્મને સમજતી હતી તેથી પ્રતિકૂળતા આવી, કોઢીઓ પતિ મળ્યો તો પણ મયણાને એક વિકલ્પ ન આવ્યો. શ્રીપાળે સામેથી કહ્યું કે તું તારી માતા પાસે જતી રહે તે બીજા ઈચ્છિત વરને પ્રાપ્ત કર. કર્મનાં ઉદયને માનનારી અને શીલમાં દૂઢ મયણા આ શબ્દો સાંભળી ન શકી, કારણ તે સુશીલ હતી. જિનવચનના સારને પામેલી એક ભવમાં બે પતિ ન કરાય. આર્યબાળા મનથી એક વરને વર્યા પછી બીજો મનમાં પણ ન લાવે. બીજો મન મંદિર લાવું નહિ, એ અમ કુલવટ રીત". કર્મનાં ઉદયથી મળેલી પુદ્ગલની અવસ્થાને સ્વીકારીએ છીએ તેની સાથે રહેવું ગમે છે. પણ જો આત્માની વાત નથી તો બધું નકામું. સંયોગ તો કર્મ થકી છે. કર્મનાં સંયોગ જોડે રહેવા જેવું નથી તેથી જ સંયોગોથી છૂટવું જોઈએ. તેમાં તે સુખનો ભ્રમ પણ ખોટો કરે છે અને સુખની આશામાં જીવે છે અને સુખ મળે ત્યારે રાજી થાય છે. લગ્ન ન થતાં હોય અને બરાબર થઈ જાય તો પોતાના આત્માને સુખી માને છે. ટૂંકમાં જીવે સુખ કયાં માન્યું? સંયોગોમાં જ સુખ માન્યું તે જ ખોટું છે, સંયોગોમાં સુખ નથી. "સંજોગમૂલા જીવેણ, પત્તા દુઃફબી પરંપરા પ્ર. સુખી થવાનો, માનસિક સમાધિનો ઉપાય શું? જ. સર્વજ્ઞની વાતનો સ્વીકાર કરે તેને સમક્તિ અને સમાધિ સહજ મળી જ જાય કારણ જિનવચન પ્રમાણે જગતની સ્થિતિ રહેવાની જ છે તેથી વિકલ્પ ન આવે. સમક્તિીને અંદરથી સમાધિ—પરંતુ બહારથી ન પણ હોય. દા.ત. સુલતાના એક સાથે ૩ર પુત્રો મરી ગયા, પરંતુ સુલસાએ પુત્રની ઈચ્છા કરી ન હતી. કારણ નિર્મળ સમ્યકત્વને ધારણ કરનારી હતી. પતિની ઈચ્છા હતી તેથી જ્ઞાનસાર-૩ // ૩૭ર Page #374 -------------------------------------------------------------------------- ________________ પુત્રો કર્યા. અંદરથી તો પુત્ર ન હતા ત્યારે પણ જિનવચન પાસે હતું તેથી સમાધિ જ હતી. સંયોગો કરવા જેવા નથી તે સમક્તિી સુલતાની માન્યતા હતી. પુત્રની ઈચ્છા તે સંયોગની ઈચ્છા - તે સંસારની જ ઈચ્છા છે. કર્મનાં ઉદયથી સંયોગની પ્રાપ્તિ થાય પણ તેને ઉપાદેય તો ન જ માને. પ્ર. સુલસાને ૩ર પુત્રો મરી જતાં આઘાત કેમ લાગે છે? જ. પતિની ઈચ્છાથી સમક્તિી દેવની સાધના કરી હતી. ૩ર ગુટીકા પ્રાપ્ત થઈ ૩ર પુત્રો થયા હતા. સમક્તિીને અનંતાનુબંધી 4 કષાયો ગયા. પરંતુ અપ્રત્યાખ્યાનના 4, પ્રત્યાખ્યાનના 4 અને સંજનલના 4 ક્રોધાદિ કષાયો તો ઊભા જ છે. અપ્રત્યાખાનીય આદિ કષાયો-લાગણી ઊભી કરે છે. મનુષ્યભવ પામીને જીવે મુક્તિ પામવાની હતી. પુત્રોને સંયમ ન આપી શકી - તેમાં પોતે નિમિત્ત ન બની શકી તેનો આઘાત છે. સુલતાને પોતાના પુત્રો કદાચ દુર્ગતિમાં ગયા હશે તો? તેનું દુઃખ છે. સમક્તિને મારાપણાનો આઘાત ન હોય પણ તેના આત્માની ચિંતા હોય. વર્તમાનમાં વીતરાગ બનવાના નથી, પરંતુ આપણે સમક્તિ પામી પ્રથમ સંઘયણ બાંધવાના અધિકારી તો છીએ જ. તેથી સંયોગો છોડો - આત્મા સાથે રહો તો કામ થઈ જશે. આત્મા સાથે રહેશો તો જ્ઞાનથી તૃપ્તિ પામશો અને ધ્યાનના રસાસ્વાદને માણી શકશો. ગાથા-૮ * સુખિનો વિષયાતૃપ્તા, નેનોપેન્દ્રાદયોડયહો ! ભિક્ષુક સુખી લોકે, શાનતૃનો નિરજ્જનઃ | 8 | કેવું આશ્ચર્ય! વિષયોથી અતૃપ્ત ઈ-કૃષ્ણ વિગેરે પણ સુખી નથી. આ જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ અને કર્મરૂપ અંજનની મલિનતાથી રહિત સાધુ જ સુખી છે. જ્ઞાનસાર-૩ || 373 Page #375 -------------------------------------------------------------------------- ________________ હું શુધ્ધ આત્મ દ્રવ્ય છું એમ જાણે નહીં ત્યાં સુધી તે આત્મામાં રહેલા અનુપમ સુખને માણી શકશે નહીં અને દેહ એ હું નહીં એમ સમજે નહીં ત્યાં સુધી તે દુઃખની પરંપરામાંથી મુક્ત થઈ શકશે નહીં. મુનિપણામાં પણ જ્યાં સુધી આત્મામાં રહેલા સુખને જ હું માણી શકું છું એ નિર્ણય થાય તો જ મુનિ પણાને સાર્થક કરી શકે છે. देहात्माधविवेकोऽयं, सर्वदा सुलभो भवे / भव कोटयापि, तद्भेद-विवेकस्त्वतिदुर्लभ : // (જ્ઞાનસાર 15-2) દેહ એ હું છું આવો વિવેક સદા સુલભ છે પણ જોડો ભવોથી હું આત્મા છું એ વિવેક અતિ દુર્લભ છે. ક્રોડ ભવો એ વિવેક શૂન્ય દશામાં ગયા! વિવેક શુન્ય બની પુણ્યના ઉદયને ભોગવવામાં સુખ માની પસાર કર્યું અર્થાત્ - એ પાપમાં પસાર કર્યો. પુણ્યના ઉદયે મળેલી સામગ્રીનો આત્માર્થે સદુપયોગ કર્યો તથા પુણ્યના ઉદયનો ભોગવટો કર્યા વિના છોડ્યો તો નિર્જરાની પ્રાપ્તિ થાય. પ્ર. કયો જીવ આત્માના સુખને ભોગવી શકે છે? જ. જે ભિક્ષુક સર્વસંયોગોથી રહિત અલિપ્ત થઈ વિષય-કષાયભાવને સ્પર્શતો નથી અને શુધ્ધતપાદિ ચર્યા વડે જે લબ્ધિઓ પ્રાપ્ત થાય તેમાં પણ જે નિરંજન (નિસ્પૃહ) રહે તેવા સાધુઓ આત્મ સુખ ભોગવી શકે. પ્રબળ પુણ્યના યોગે મળેલ ચક્રવર્તીપણાને છોડી સંયમ સ્વીકારે તેઓ નિયમા સદ્ગતિ કે સિધ્ધગતિને પામે. પ્ર. મનોશ અમનો ભાવ પુદ્ગલ દ્રવ્ય સંબંધી જ કેમ થાય? જ. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે ને આત્માના સ્વભાવ અને સ્વરૂપથી વિરૂધ્ધ છે. પુદ્ગલ દ્રવ્યને પર-દ્રવ્ય કહ્યું છે. જેમાં જીવને મોહનો પરિણામ થાય છે એ પુદ્ગલ મોહ પણ પુદ્ગલરૂપ છે તેથી તે પુદ્ગલ દ્રવ્ય સંબંધી જ મોહ થાય, જ્ઞાનસાર-૩ || 374 Page #376 -------------------------------------------------------------------------- ________________ અરૂપી દ્રવ્ય વિષે ન થાય. પુદ્ગલના વર્ણ ગંધાદિને વિષે રતિનો પરિણામ થાય ત્યારે પુદ્ગલ આત્મા માટે વિષયરૂપ બને અને જ્યારે રતિરૂપ ન થાય માત્ર પુદ્ગલ શેયરૂપે બને. જો તેમાં માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવરૂપે જુએ પણ તેમા ડૂબે નહીં તો તે વિષયરૂપ ન બને. જિનના તત્ત્વનો સ્વીકાર થાય તો જ દષ્ટિ સમ્યગુ બની જાય અને મોહથી મુક્ત બની શકે. મિથ્યામોહ અને ચારિત્ર મોહનીય રૂ૫ વિષ આત્મામાં કેવા ભાવ જગાવે છે ? (1) પુદ્ગલમાં સુખ છે. (2) પુદ્ગલમાંથી સુખ મળી રહ્યું છે. (3) પુદ્ગલમાં સુખ ભોગવી રહ્યો છું. પુદ્ગલમાં તૃપ્તિ માની બેઠો છે. અનેક સ્ત્રીઓ સાથે વિલાસ કરવા છતાં પણ જીવને તૃપ્તિ થતી નથી. વનિતા - વિલાસ કેમ મૂક્યું? પાંચેય ઈદ્રિયોના વિષયો ભોગવાય છે. સ્પર્શેન્દ્રિયનો વિલાસ મહા ભયંકર છે. ષટ્રસ ભોજન - તેમાં આસક્તિ તે વિનાશને નોતરે છે. સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિયનો વિષય બ્રહ્મચર્યના પાલનમાં બાધક છે તેથી બ્રહ્મચર્યના સહજ પાલન માટે નિરસ આહાર વાપરવાનું વિધાન છે. વસ્તુ-વસ્તુ વિચારતાં - જીવ પામે વિશ્રામ. સ્વમતિને તોડવા સર્વજ્ઞ સ્વાધ્યાય- સ્વાત્મ સ્વરૂપને સમજવાના હેતુથી કરવામાં આવે તો સ્વમતિ તુટે. સર્વજ્ઞ તત્ત્વથી વસ્તુ વિચારતાં મિથ્યાત્વ જતાં મન શાંત થઈ જાય છે. અનાદિકાળથી આત્મા સ્વમતિથી સ્વચ્છેદ બનેલો છે. જે સર્વજ્ઞ તત્ત્વ સમજે, સ્વાધ્યાય સંયમ રતાનામ બને તો જ સ્વચ્છેદ મતિ જતાં સ્વ= આત્માની મતિ પ્રગટે છે. સ્વાધ્યાયથી પોતે કેવો છે તેનું ભાન થાય છે. આપણે સ્વાધ્યાયથી સ્વ નો નિર્ણય નથી કરતાં જગતનો જ વિચાર કરીએ છીએ અને જગતને સુધારવાનો જ પ્રયત્ન કરીએ છીએ માટે ભટકીએ છીએ. જ્ઞાનસાર-૩ // 375 Page #377 -------------------------------------------------------------------------- ________________ ભોજન હેય છે, તેનો વિચાર જ ન કરાય. સિંહ પણ જ્યારે તેને ભૂખ લાગે ત્યારે જ ભોજનનો વિચાર કરે છે. પ્ર. શ્રાવક પણ ધનનો વિચાર ક્યારે કરે ? જ. આજીવિકા સમાધિપૂર્વક ચાલતી હોય તો પણ વધારે હું કમાઉ અને ધર્મમાં વાપરું એ મોહરાજાની કરામત છે અર્થાત્ શ્રાવક ધર્મરૂચિ વાળો હોય તેથી સંતોષી હોય. સંસારનો વ્યવહાર સમાધિપૂર્વક ચાલતો હોય તો અધિક ધનની ઈચ્છા ન કરે. પુરુષાર્થ શરીરમાં સૂતેલો પુરુષ - તેનો અર્થ = પુરુષાર્થ (પુર-શરીર) 0 જ્ઞાનલબ્ધિ ગંભીરતા ગુમાવે તો મુનિને પશુ બનાવે. વિષય વૈરાગ્ય કરતાં ગુણ વૈરાગ્યને પચાવવો અઘરો છે 84 ચોવીશી સુધી જેનું નામ અમર રહેશે તેવા સ્થૂલિભદ્રજી વિષયોને જીતી ગયા પણ લબ્ધિને ન પચાવી શક્યા સિંહનું રૂપ ધારણ કરવાનું મન થયું. માનવમાંથી પશુ બનવાનું મન થયું. તેના કારણે જ્ઞાન વિકાસ અટકી ગયો. વધારે દ્રવ્યોના સંયોગ સાથે ન રહેવાય વૃત્તિસંક્ષેપ કરો. રાગ ન પોષાય અને સંયમની વૃધ્ધિ થાય એ રીતે વાપરવાનું છે. જે પોતાના આતમ દેવને સમર્પિત ન થયો તે બધાને ઠગનારો થશે. જીવ સુગંધના વિષયોમાં રમ્યો, શબ્દોની મીઠાશને ઝખે છે. ગુપ્તિનું પાલન ન કરીને પોતાના ધર્મનો (આત્મ-સ્વભાવનો) પોતે જ નાશ કરે છે. આજ સુધી મેં ઉચિત વિનય નથી કર્યો માટે પૂર્ણ ન બન્યો. હવે મારે ઔચિત્ય પૂર્વક એવો વિનય કરવો છે કે જેથી ફરી માટે વિનય કરવાનો ન આવે પૂર્ણ બની જવાય કેવલીને એકે વિનય નથી માટે હવે વિનય બરાબર કરવો છે. 3. સિધ્ધના સુખોનો આંશિક આસ્વાદ કોણ માણી શકે? જે પૂર્વનાં મહર્ષિઓ જ્ઞાનધારામાં વહી જઈને એ ભાવધારામાં આત્માની જ્ઞાન સાર-૩ || 376 Page #378 -------------------------------------------------------------------------- ________________ અનુભૂતિ કરતાં હોય છે અને વીતરાગતાની કેડી પર વહેતાં હોય છે, જેને આત્માનો અનુભવ કરવાની ઈચ્છા હોય છે તેને અવશ્ય અનુભવ થયા વિના રહેતો નથી. તેઓ પર (પુગલ)નાં સ્વાદને અનુભવવાનું છોડે પણ પરમપદનાં સ્વાદને અર્થાત્ આત્માના ગુણોને અનુભવવામાં સર્વશક્તિ કેન્દ્રિત કરે, તો તેઓ સિધ્ધનાં સુખોનો આંશિક આસ્વાદ અહીં પણ અનુભવી શકે. પ્ર. આ લોકમાં સુખી કોણ? જ. ભિક્ષુક–નિરંજન–જે જ્ઞાનમાં ડૂબેલો હોય - મસ્ત હોય તે સુખી હોય. પાંચેય ઈદ્રિયોના સુખ સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ભોગવી શકાય, જ્યારે સિધ્ધોનું સુખ અનંત છે અમર્યાદ છે. શાશ્વત, સહજ, પ્રયત્ન વિના અપેક્ષા વિનાનું વ્યાપ વિનાનું અખૂટ ખૂટે નહીં તેવું છે. અસંખ્યાત કાળના આયુષ્યવાળો દેવ કે યુગલિક, આત્માના અનંતના સુખને પણ ભોગવી શકે નહીં, કેમ કે વિરતિ નથી. નિશ્ચિત ભોગાવલી કર્મના ઉદયવાળા છે. સંખ્યાત કાળના આયુષ્યવાળો મુનિ આત્માના અનંતના સુખને ભોગવી શકે છે - કેમ કે સર્વવિરતિરૂપ પરસંગથી પર થવાનું પરમ સાધન છે. તે પ્રમાણે પુરુષાર્થ કરે તો નિઃસંગ રૂપે થઈ સુખ ભોગવે. આથી સંખ્યાત કાળના આયુષ્યવાળો મુનિ આત્માના અનંતના સુખને ભોગવી શકે છે. પ્રભુ વિરે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડ્યું, જેનાથી નિકાચિત કર્મ બંધાયું. તે નંદન ઋષિના ભવમાં 11 લાખ 80 હજાર 645 માસક્ષમણની ઉગ્ર તપ સાધના અપૂર્વ સંવેગ પૂર્વક કરી નિકાચિત કર્મના રસનો અનુબંધ તોડી નાખ્યો અને 'વરબોધિ' (બીજા કરતાં વિશેષ હોય તેવું સમ્યકત્વ)ની હાજરીમાં તીર્થકર—નામ કર્મ બાંધ્યું. સીસું રેડયું તેનું પ્રદેશોદયથી જે કર્મ બાકી રહ્યું તે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું. કાનમાં ખીલા ઠોક્યાની વેદના દ્રવ્યથી અને ભાવથી સહી જ્યારે ખીલા બહાર કાઢયા ત્યારે જ્ઞાનસાર-૩ // 377 Page #379 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યથી ચીસ પડી ગઈ. અઘાતી કર્મએના કાળે જ ખપે તે પુરુષાર્થથી ઉદીરણા કરવા વડે ખપાવી શકાતું નથી. માત્ર સંયોગો છૂટવાથી નહીં, પરંતુ સંયોગો પ્રત્યેના રાગ-દ્વેષના પરિણામ છૂટવાથી જીવ આત્મસુખનું વેદન કરી શકે છે. દેવલોકાદિમાં સંખ્યાત અસંખ્યાતકાળના જીવે સુખ ભોગવ્યા છતાં પદગલિક સુખમાં સુખબુધ્ધિ કરાવીને ચારિત્રમોહનીયના ઉદયે તૃપ્તિ આપવાને બદલે તૃષ્ણા જ વધારી, લાવો–લાવોની જ માંગ વધારી. વસ્તુ મેળવવા માટે બધા અનર્થકારી પ્રયત્નો આચર્યા. આવું આત્મામાં ચાલ્યું જ આવે તો તેને તૃપ્તિ મળે ક્યાંથી ! જ્યારે સદ્ગુરૂ મળે અને સમજાવે કે કર્મથી જે મળ્યું છે તે બધું છોડવાનું છે. એમ સમજીને છોડીશ તો સંતોષ અને તૃપ્તિને પામીશ. છોડીશ નહી અને કર્મસત્તા જો લઈ લેશે તો તૃષ્ણાની માંગ અંતરમાં તો ઊભી જ છે તે વૃધ્ધિ પામશે. પણ આ વિવેક ઉત્પન્ન કરાવનારું તત્ત્વ કર્યું? સમ્યગ્ દર્શન તે જ્યાં સુધી આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી છાર ઉપર લીંપણ જેવી ક્રિયા થશે. લોકો અસતુ આરોપ કરે છે મિથ્યાત્વ મોહનીયને લીધે. જ્યારે સર્વજ્ઞ–વચનનો આદર સમાં પ્રવૃત્તિ કરાવે છે અને અસથી નિવૃત્ત કરાવે છે. "Lok is Fok" લોકની વાતમાં આવવું નહીં. ભ્રાંતિ એ મોહનો પરિણામ છે. પુદ્ગલમાં સુખ નથી છતાં ભ્રાંતિથી એમાં સુખ માની બેઠો છે અને આત્મામાં અનંત સુખ પડેલું છે છતાં જીવને તેની ઓળખ પણ નથી. આત્મા ક્યારેય બાહ્ય પદથી મહાન બનતો નથી - પદ એ બહારની વસ્તુ છે. આત્મા સ્વ ગુણથી જ મહાન બને છે. જે આત્માની અંદર રહેલાં છે. પુણ્યના ઉદયે પ્રાપ્ત વિષયસુખો તેને માટે વિષ જેવાં છે. કેમકે તે મોહનું જ્ઞાનસાર-૩ || 378 Page #380 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરનારા છે અને સ્વભાવ ધર્મને વિસરાવનારા છે. આ મોહે તો આત્માની શી અવદશા કરી છે તે તો સર્વજ્ઞ–વચનથી જ સમજાય તેમ છે. 14 રાજલોક ઉપર સિધ્ધાત્માનું અનંત સુખ અનુભવવાની યોગ્યતા ધરાવનાર આત્મા–મોહને કારણે કીડી કે હાથી જેવા શરીરમાં પૂરાય. નરક નિગોદમાં અકથ્ય વેદના સહન કરે. કર્મવશ આ આત્માની કેટલી દયનીય સ્થિતિ બની જાય છતાં પણ એ સુધરી શકતો નથી એ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આમ વિષયો વિષ જેવા - આત્મામાં વિકાર ઉત્પન કરાવનારા છે. જેમ જેમ જ્ઞાન વધે અને તે સ્વગુણોમાં પરિણામ પામે તો શુધ્ધ જ્ઞાન કહેવાય. મોહથી મલિન બનેલું જ્ઞાન અશુધ્ધ કહેવાય છે. મન્યતે નાતતત્ત્વ | મુનિ જગતને તત્ત્વ-દષ્ટિથી જુએ-જાણેસ્વીકારે પણ મૌન રહે. કેમકે જગતનું તેને યથાર્થ જ્ઞાન થયેલું છે. ગુરુના વિનય–વૈયાવૃત્ય દ્વારા- સત્સંગ દ્વારા તેમના મનની પ્રસન્નતાને પામી તેમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાનું છે. શિષ્ય ગુરુ પાસે શા માટે આવે ? તત્ત્વનો પરિચય કરવા આવે પણ તત્ત્વ પરિચય સિવાય બીજા પરિચયોની અર્થાત્ ભકતોની પરિચયાદિની પ્રધાનતા જોવા મળે તો સાચા શિષ્યને ભાગી જવાનું મન થાય છે કે જે ઈચ્છાથી હું આવ્યો હતો તે ઈચ્છા અહીં સફળ નહીં થાય! રાજાને, વાસુદેવને, ચક્રવર્તીને જે સુખ ન હોય તેટલું સુખ મુનિને હોય છે. કેમકે તે લોક–વ્યાપારથી રહિત છે. ઘર વિ. છોડીને તું આવ્યો છે અને જેટલો સંયોગ છોડી શક્યો નથી તેનો અહીં આવીને છોડવા અત્યંતર સાધના કરવાની - જેથી અત્યંતર સંયોગો ક્રમે-કષાયાદિ છૂટી જાય અને સાચા અર્થમાં અણગાર' બની શકે. અર્થાત્ અત્યંતર ઘર રૂપ ઔદાયિકાદિ ત્રણે દેહ ઘરમાંથી સદા છૂટી જાય. જ્ઞાનસાર-૩ // 379 Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ભિક્ષુક કોને કહેવાય? જ. ભિક્ષુચર્યા વડે કર્મોને ભેદે તે ભિક્ષુક. કર્મને ભેદવા માટે અર્થાત્ ભિક્ષાચર્યા કરે તો તે સકારણ કરે બાકી આત્મામાં જ રમતો હોય. શરીરને ટકાવવા સાધુએ જીવવાનું નથી પણ સંયમ દેહની રક્ષા માટે જ જીવતો હોય. જે યોગમાં નિર્જરા થાય તે તપ. સાધુ આહારમાં ગૃધ્ધિવાળો ન હોય. સંયમ-યાત્રાના નિર્વાહ માટે આહાર ગ્રહણ કરવો પડે તે કરે. તેમાં સારા-નરસાની વિચારણા ન કરે, ભિક્ષા ગ્રહણ કરતાં પહેલાં તે વિચારે કે શું અત્યારે ખરેખર ભિક્ષાની જરૂર છે? ભિક્ષામાં કેટલા પ્રમાણ આહારની જરૂર છે? કયો આહાર શરીરની સમાધિમાં હિતકારી છે? સાધુના ભાવપ્રાણ નિર્દોષ ભાવચર્યા પર ટકશે. આજ્ઞાયોગના ઉપયોગમાં આત્મા ટકે તે સાચી ભક્તિ છે. પુણ્યા શ્રાવકે પોતાનું એક ટંકનું ભોજન છોડી શ્રાવકની ભક્તિ કરી હતી. - સાધુ નિષ્પરિગ્રહી ક્યારે કહેવાય? જેમાં મારાપણાનો ભાવ - મમતાનો ભાવ શરીર પર આવે તો તે સાધુ નિષ્પરિગ્રહી ન કહેવાય, અરસ-નિરસ આહાર સાધુ લે અને મમતાનો ત્યાગ કરે તો તે સાધુ છે. જે તપ દ્વારા મમતા વધે તેવો તપ નહીં કરનારો સાધુનિષ્પરિગ્રહી હોય. પોતાના ગુણોને ભોગવવાની તીવ્ર ઈચ્છા તે સાધુ. આત્માના ગુણોને ભોગવવાનો ભાવ નથી તો પુદ્ગલને ભોગવવાનો ભાવ છે. 0 પરિગ્રહ કોને કહેવાય? મૂચ્છ એ જ પરિગ્રહ. જયણા - જ્ઞાનની વૃધ્ધિ - સંયમનું પાલન ગુણોની અનુભૂતિ, આ લક્ષણ સાધુમાં હોવા જ જોઈએ. તો અવશ્ય સાધુ સમાધિને પામી પૂર્ણ સમતાના અભાવમાંવિશ્રાંતિ માટે દેવલોકમાં જાય કારણ "સરાગ સંયમે દેવલોક વીતરાગ સંયમે મોશ." જ્ઞાનસાર-૩ || 380 Page #382 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી, તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે સાખી. (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) સ્વાધ્યાય કોને કહેવાય? આત્માના લક્ષપૂર્વક વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા દ્વારા જે સ્વાધ્યાય થાય છે તે શેરડીના રસ જેવો મધુર છે. કેમકે તેમાંથી અભૂત એવા આત્માના રસની પ્રાપ્તિ થતી જાય છે. પુદ્ગલ–ભાવને ભોગવવાની જે વૃત્તિ પડેલી છે તેનો છેદ થઈ સ્વ-સ્વરૂપ પકડાય અને સ્વ-સ્વભાવ રમણતાભિમુખ જીવ અને તેને જ વાસ્તવિક સ્વાધ્યાય કહેવાય. પુદ્ગલનો સંયોગ = તે યોગમાં શુધ્ધ ઉપયોગ ભળે ત્યારે તે સાધના બને છે. સા = સાચુ = ધના = આત્માનું ધન બને છે. જ્ઞાનાનંદે પૂરણ પાવનો - જે જ્ઞાનનાં આનંદમાં ડૂબે છે તે પૂર્ણ અને પવિત્ર બને છે. જ્ઞાનમાં પુગલ પ્રત્યે મોહ ભળવાથી ઝાંઝવાનાં નીરની જેમ તેમાં સુખ અનુભવે છે. પરંતુ પરિણામે ભારે દુઃખને પામે છે. પુદ્ગલના સંયોગોથી જ જીવોમાં ભેદ પડે છે. - જ્યારે સિધ્ધોમાં પુલ સંયોગનો સંપૂર્ણ અભાવ તેમજ તેઓ પૂર્ણ જ્ઞાની અને કૃતકૃત્ય હોવાથી ત્યાં બધા જ સરખા છે. માટે ત્યાં જીવનો ભેદ પડતો નથી. સ્વભાવ અવસ્થા જેટલી શુધ્ધ થાય તેટલી સ્વભાવની રૂચિ અને આસ્તિકય બને દઢ બનશે. મિથ્યાત્વનો પરિણામ જાય નહીં ત્યાં સુધી જ્ઞાન સ્વ પર પ્રકાશક નહીં બને. પ્ર. શરીર સાથે કામ લેવાનું છતાં તેને પર તરીકે કેવી રીતે મનાય? જ. ચશ્મા પર ને તેનો ઉપયોગ કરી પાછા કાઢી નાખો છો ને? બસ તે જ રીતે શરીરને 'પર' માની જરૂર પૂરતો ઉપયોગ કરી લેવાનો છે. સમ્યકત્વ આવે એટલે સ્વભાવની રૂચિ પ્રગટ થાય. સંયોગોનો ત્યાગ ન થવો એ જ રાગ-દ્વેષની નિશાની છે. જ્યાં સુધી સર્વજ્ઞનું તત્ત્વ દિલમાં સ્થપાશે જ્ઞાનસાર–૩ || 381 Page #383 -------------------------------------------------------------------------- ________________ નહીં ત્યાં સુધી સમ્યગુ દર્શન પ્રગટ થશે નહીં. કેમકે સંપૂર્ણ તત્ત્વ સર્વજ્ઞમાં જ પ્રગટ થયેલું છે. પૂર્ણ સત્ય તત્ત્વના પ્રકાશક માત્ર સર્વજ્ઞ છે અને મારો સ્વભાવ પણ તે પૂર્ણ સત્યને જાણી સ્વીકાર કરવો. મિથ્યાત્વના ઉદયથી પર નો 'સ્વ' તરીકે સ્વીકાર કરેલો છે જ. પરમાં તેની રૂચિ છે જો 'સ્વ' નો આત્મામાં રૂચિ પરિણામ જાગી ગયો છે તો તેને ત્યાગનો પરિણામ આવશે અને જ્યાં સુધી ન ત્યારે ત્યાં સુધી ઉદાસીન પરિણામ આવશે. સંયોગ એ વિભાવ અવસ્થા છે તો તે અવસ્થામાં જીવે રહેવાય? કર્મકૃત પર્યાય બધા પર છે મારે એ પરથી પર થવાનું છે. મુનિપણામાં પર થવાની સાધના પ્રત્યેક યોગમાં કરવાની છે. ત્યારે જ નિર્જરા થાય છે. 'fમ રે ભુલી તો જ્ઞાનતૃપ્તો નિરંજન , (જ્ઞાનતીર-૧૧) જે ભિક્ષા દ્વારા પર–મોહને છેદે છે. પ્રત્યેક ચર્યામાં પરને ભેદે ત્યારે ભિક્ષુક જ્ઞાનથી આત્મા–પોતાનામાં દઢ નિર્ધાર કરે છે. હું પર–સંગથી નિરાલો છું મનવચન-કાયાનો યોગ એ પુદ્ગલ યોગ છે પણ એ મારુ સંપૂર્ણ સ્વરૂપ નહીં જ. યોગમાં રહી અયોગની સાધના કરવાની છે. - સાધુ કેવો હોય ? નિરજન. નિરંજન કોને કહેવાય? રાગાદિ અંજન અરૂપી એવા આત્માને રૂપી બનાવે છે. આપણે દેહમાંથી નિર્દેવીપણાનું લક્ષ રાખવાનું છે. વચનમાંથી વચનાતીત બનવાનું લક્ષ રાખવાનું છે. બોલવું એ મારા આત્માનો સ્વભાવ નથી મુનિભાવ–મૌન ! મુનિપણામાં પોતાનો ધર્મ મૌન છે. હુંસિધ્ધ-સ્વરૂપ છું તેનું જ સ્વરૂપ એ જ મારુ સ્વરૂપ છે. મૌની, જરૂર વગર બોલવાદિની પ્રવૃત્તિ ન કરે. જરૂર પડે તો હિત–મિત અને પથ્ય વચન જ બોલે પણ મિથ્યા વચન ન જ બોલે. બોલવાના કારણે મોટાભાગના જીવોને સંયોગ ગમે છે, પણ નિઃસંગતા ગમતી નથી. પર સાથેના સંગમાં જીવ સમય પસાર કરે છે. મુનીના વચનમાં જિનવચનનો જ પ્રધાન ઉપયોગ હોય. જિન રાગ-દ્વેષથી રહિત અને તેનું વચન પણ રાગ-દ્વેષથી જ્ઞાનસાર-૩ // 382 Page #384 -------------------------------------------------------------------------- ________________ રહિત કરનારું છે તો રાગ-દ્વેષથી રહિત થવાના ઉપયોગ પૂર્વક બોલતા વચન યોગના વ્યવહારમાં મુનીને નિર્જરા થાય. બોલવાદિ સર્વ વ્યવહાર સ્વ પરના ઉપકારના લક્ષવાળા જ હોવા જોઈએ. સાધુ પોતે બાહ્ય સંગથી નિસંગ છે અને અધ્યેતર સંગથી તરવાનું છે તે ઉપયોગવાળો સાધુ જ નિર્જરા કરે. તેવા સાધુને 'તપસી' પણ કહ્યાં છે. સાધુ સ્વભાવના અનુભવને માટે નીકળ્યો છે. શ્રાવકે જિન વચનના સંપૂર્ણ પાલન રૂપ શ્રમણ ધર્મ પ્રાપ્ત થાય તે માટે જિનભકિત ગુરુસેવા આદિ યોગની ઉપાસના કરવાની છે અને તેના ફળરૂપે જિનના વચન અવધારવા માટે સદગુરુની જરૂર પડે. મુકુ નિષ્ઠા પરમ તપ : I ગુરુ-નિષ્ઠા નથી તે શિષ્ય નજીક હોવા છતાં પણ દૂર છે. જો શિષ્યમાં નિષ્ઠાપણું નહીં હોય તો શિષ્ય નજીક હોવા છતાં અસમાધિને આપનાર બનશે. સ્વઈચ્છાથી રહિત અને ગુરુની ઈચ્છામય જીવન તે ગુરુ નિષ્ઠા રૂપ તપ છે. गुरो : निवेदनम् कार्य : / 1 ગુરૂના ચિત્તની પ્રસન્નતા એ જ શિષ્ય માટે મહાતપ સ્વરૂપ છે. ભિક્ષુકનિરજન હોય - રાગાદિ ભાવથી લેપાય નહીં, સંયોગોમાં રહેવા છતાં પણ તેમાં મગ્ન થતો નથી તે તપ છે. સાધુ માટે ન બોલવું એ સંયોગનો ત્યાગ છે, જે સાધુ માટે હિતકર છે. જરૂર વિનાનું ન બોલે, તો બોલતી વખતે પણ નિર્જરા થાય. આત્માનો મુખ્ય ગુણ સ્વ–સ્થિરતા એ જ ચારિત્ર છે. તે મય બન્યો એટલે તપ તેના દ્વારા તૃપ્તિ પામ્યો. - સર્વશ કથિત વચનને અનુસરે તે સમ્યગુ દર્શન. - સર્વ કથિત વચનને અનુભવે તે સમગુ ચારિત્ર. સર્વજ્ઞ કથિત સર્વ વ્યવહાર નિશ્ચથી હેય પણ સર્વજ્ઞ ન બને ત્યાં સુધી સર્વજ્ઞ કથિત સ્વ ભૂમિકાને ઉચિત સર્વ વ્યવહાર ઉપાદેય જ છે. અર્થાત્ વ્યવહાર જ્ઞાનસાર-૩ || 383 Page #385 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેય પણ ઉદાસિન ભાવે અને નિશ્ચય જ્ઞાનાદિ પરિણામો પ્રધાનરૂપ આરાધના વખતે હોવા જોઈએ તો તે આરાધના નિર્જરાના કારણરૂપ બને. ભિક્ષુક સિવાય કોઈ વાસ્તવિક સુખી થાય નહીં કેમકે તે સર્વ સંયોગથી સદા માટે પર થવાને ઈચ્છે છે અને ભિક્ષા આદિ ચર્યા દ્વારા તે કર્મને ભેદનારો બને છે. શક્ય સંયોગોનો ત્યાગ કરે તે પરમ સુખી છે. વૈરાગ્યનું ફળ વિરતિ, વિરતિનું ફળ વિતરાગતા તે જ સુખરૂપ છે. જે સુખ સદા માટે પાસે રહેનારુંઅને શાશ્વતું છે અને જે ક્યારેય આપણને છોડીને જવાનું નથી એવા આતમરાજા, જે સદા તાજા–માજા છે. તેમાં રહેલા ગુણો પણ તાજા છે તો જે પોતાનું છે તેને પામવા માટે પુરુષાર્થ નહીં કરવાનો? મોહનીય એ તો તાલ–પુટ ઝેર છે. જેમાં મીઠાશ સુખ લગાડી આત્માને મારનારું બને અને સંસારને વધારનારું છે - તો પછી શુધ્ધ એવા જ્ઞાનાનંદમાં મોહનીય ને કેમ ભેળવાય? જે આત્માને મલિન કરનાર છે. શાતા અને અશાતા બંને વેદનીય કર્મના સ્વરૂપ છે તો શાતા - અનુકૂળતામાં મજા કઈ રીતે મનાય? સાયીસાયં પુર્વ | શાતા અને અશાતા બને આત્માને દુઃખકારી જ છે. પુદ્ગલનો સંયોગ એ આત્માને પીડાકારી છે. ચાર અઘાતિ કર્મ ઔદયિક ભાવના છે. ઉપાધિ સ્વરૂપ છે. સિધ્ધોમાં છે કોઈ ઉપાધિ?કેમકે ત્યાં નિરૂપાધિક સુખ છે. શાતા અને અશાતા બને વિપાક સ્વરૂપ શાતાનો ઉદય થયો એટલે શું? અનુકૂળ પુગલોનો સંયોગ થવો. શાતા અને અશાતાના ઉદયથી આત્માના ગુણો ઢંકાતા નથી પણ આત્માનું જે અવ્યાબાધ સુખ રૂપ ગુણ છે તેને વેદવામાં તે બાધક થાય છે. પોતે પીડા ન પામવી અને બીજાને પીડાન પમાડવી અને તેમાં નિમિત્ત ન બનવું તે માટે ધર્મ છે. તે માટે જ સાચો સુખી ભિક્ષુક સાધુ જ છે કેમ કે તે જ્ઞાનgો નિરંજન I હવે તેનામાં કોઈ પણ જાતની ઈચ્છા નથી. જે આત્મા ક્રિયા દ્વારા કર્મને ભેદે તે ભિક્ષુક જે જ્ઞાનતૃપ્ત બને તે જ્ઞાનયોગમાં સદા નિર્જરા જ્ઞાનસાર-૩ // 384 Page #386 -------------------------------------------------------------------------- ________________ કરનારો બને. જેમ જેમ જ્ઞાનમાં તૃપ્ત થવાય તેમ તેમ આત્મા પર–પુદ્ગલથી હટતો જાય છે. પર પુદ્ગલ એવિષય સ્વરૂપ છે. આત્મસુખ એ સ્વભાવ–સ્વરૂપનું સુખ છે. જે પ્રવૃત્તિની અંદર આત્માના ગુણ પ્રાપ્તિનું લક્ષ છે તેઓને પુણ્ય બંધાય અને તે ગુણમાં સહાયક બનનારું થાય. મિથ્યાત્વ અશુભના અનુબંધ ખેંચી લાવે છે. કોણિક પૂર્વે તાપસના ભવમાં મિથ્યાત્વના ઉદયે "શ્રેણિકને મારનારો બનું." આવું નિદાન કર્યું હતું. જે પુણ્યના ઉદયમાં આત્માના ગુણોનો ઘાત થાય તેવા પુણ્યના ઉદયને કયો જ્ઞાની ઝંખે? પુણ્યના ઉદયે શરીર સારું મળ્યું છે લૂખો રોટલો ને પાણી પણ પચી જાય ત્યારે અનુકૂળ ભોગ ભોગવવાનો વિચાર આવે કે આયંબિલ કરવાનું મન થાય કે શરીરને તગડું બનાવવાનું મન થાય? "શ્રી ચંદ્ર-કેવલિનું નામ 800 ચોવીશી સુધી અમર રહેવાનું છે. પૂર્વ ભવમાં નગરશેઠ છે. એવા પુણ્યના ઉદયમાં પણ વર્ધમાન તપની 100 વિશુધ્ધ ઓળી કરેલી છે. પરવસ્તુ ભોગ્ય લાગવી એ મિથ્યાત્વનો ઉદય છે. પ્ર. ભોગ્ય ન લાગે તો કેવી રીતે વાપરે ? જ. અત્યંત કડવી દવા જેમ વાપરવી ગમે નહીં છતાં વાપરવી પડે તેમ ઉદાસીન ભાવે નવા અનુબંધ કર્મ ન બંધાય. જાગૃતિ સાથે આત્માના ગુણોનો ઉપયોગ જોઈએ. પૂ. શાનમાં આનંદ ક્યારે અનુભવાય? જ. જ્ઞાનમાં શેય સમજાય, હેય- ઉપાદેય સમજી ઉપાદેયને પકડી હેયને છોડી દે તો જ્ઞાનમાં તે આનંદ અનુભવી આગળ-આગળના ગુણસ્થાનકનાં આનંદને વેદતો જાય છે. જ્ઞાનસાર-૩ || 385 Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્ર. વીતરાગની પૂજા શા માટે? જ. વીતરાગનું સુખ પામવા માટે વીતરાગતાની માંગ નાભિમાંથી આવે, જો તે સુખ આપણને ગમતું હોય તો!સમજી શકાય તેવી વાત છે કે રાગ-દ્વેષમાંથી કયું સુખ મળે છે? કલહ-ચિંતા-કલ્પનાના તરંગો તે સિવાય બીજું મળે શું? છતાંયે ભેંસને કાદવમાં અને ડુક્કરને વિષ્ઠામાં અને મનુષ્યને સ્ત્રીની અશુચિ કાયામાં જ આળોટવાનું મન થાય છે તે કમનસીબી છે. વીતરાગતામાં તો રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ છે. એના એક અંશને પણ પામીએ તો પણ આત્માના આનંદની સીમા ન રહે પણ આ ડુક્કરની વિષ્ઠા જેવા નિરસ રસમાંથી બહાર આવીએ તો તે વીતરાગતાના રસનો આસ્વાદ થાય. પ્ર. વીતરાગના ગુણ ગાવાનો સાચો અધિકારી કોણ? જ. સમ્યગદષ્ટિ આત્મા જ સાચા અધિકારી છે કેમ કે તેનું લક્ષ એ છે કે હું તે ગુણોમય કેમ બનું? વીતરાગના મુખ પર પ્રસન્નતાનું સુખ કેવું વિલસી રહ્યું છે. આવું નિરૂપમ સુખ હું ક્યારે પામીશ? ' મહો. યશોવિજયજી મ.સા. કહે છે કે દેશવિરતીધર પણ સામાયિક પૌષધ દ્વારા આત્માના સુખોને આંશિક અનુભવે છે. સાધુ પાલેમિ અને અનુપાલેમિ દ્વારા સમતાના સુખને અનુભવનારો બને છે. પૂ. મુનિને વર્તમાનમાં ધર્મનું સુખ શું? જ. ધર્મની શુધ્ધિ અને વૃધ્ધિ દ્વારા આત્માના આનંદને વેદનારો મુનિ, તે સુખ અનુભવવા પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે. પૂર્વે સેવેલા પાંચ આશ્રોને તોડવા ભીષ્મ એવા તપને આદરી તે દ્વારા આત્મસુખને અનુભવે છે. રાત્રિ, જંગલ, કડકડતી ઠંડી, તેમાં મુનિ વસ્ત્ર રહિત બની કાઉસગ્નમાં રહી આગમ યુક્ત સ્વાધ્યાય કરે અને મોહનો આત્મામાંથી વિલય કરવા દ્વારા ગુણશ્રેણિ પર આરોહણ કરે છે. તત્ત્વની સમાધિ અર્થે યોગો–આસનો કરવા દ્વારા તત્ત્વને પરિણમન જ્ઞાનસાર–૩ || 386 Page #388 -------------------------------------------------------------------------- ________________ કરનારો બને છે અને આ રીતે સમતાના સુખને વેદતા વેદતા કૈવલ્ય-શ્રી ને પામનારો બને છે. આમ સ્વભાવના અને સ્વરૂપનાં સુખને પામવા જે પુરુષાર્થ થાય તેમાંથી જ સાચી તૃપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે. અઘાતિ કર્મરૂપે ચાર અવસ્થા રૂપે થવાનો ભાવ સતત ચાલ્યા જ કરે છે. ચાર અવસ્થા વિચારો આયુષ્ય કર્મના ઉદયથી દેહમાં રહેવાનો સતત ભાવ છે પણ દેહાતીત થવાનો ભાવ નથી આવતો. દેહમાંથી છૂટા થવાનો ભાવ નહીં આવે ત્યાં સુધી ધર્મક્રિયા આત્માના હિતનું કારણ નહીં બને. સમકિત હાજર હશે ત્યારે જે ક્રિયા થશે તે વિરતિપૂર્વકની ક્રિયા ધ્યાનરૂપ થશે. વિરતિ વિના ધ્યાન આવે જ નહીં. વિરતિ એટલે વિભાવ દશાથી વિરામ પામવો. જેટલા અંશે વિરામ પામો તેટલા અંશે દેશવિરતિ કે સર્વવિરતિ દેશવિરતિમાં લિમીટેડ કાળ સંયોગોને છોડો છો, સર્વવિરતિમાં સાવદ્ય યોગને કાયમ માટે પૂર્ણ રૂપે છોડો છો. - સર્વવિરતિ આત્મા સિવાયનું બીજું જે કાંઈ આપણી પાસે છે તેને છોડી દેવું છે. - દેશવિરતિઃ સામાયિક-પૌષધમાં છે ત્યાં સુધી જેટલાં અંશે છૂટે તેટલું. દા.ત. સુવ્રત શેઠ, ઘર આગથી બળી રહ્યું છે ત્યારે વિચારે છે કે જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી. બૌધ્ધ દર્શન તો વસ્તુમાં માનતું જ નથી, ક્ષણિકવાદમાં જ માને છે. બધું ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જેન-દર્શન એમ કહે છે કે જે શાશ્વતું છે, જે તારી સાથે રહેનાર છે (આત્મા) તેને માન અને જે તારી સાથે સદા રહેનારું નથી તેને તારું ન માન અર્થાત્ તેનો સ્વીકાર ન કર તેનો તું ત્યાગ કર. વચન અનુષ્ઠાન સ્વભાવને પ્રગટ કરવાનું પરમ સાધન છે અને અસંગ અનુષ્ઠાન સ્વરૂપને પ્રગટ કરવાનું પરમ સાધન છે. 1 ઉત્તરાધ્યયનમાં 5 પ્રકારે ક્ષમા બતાવી છે. જ્ઞાનસાર-૩ || 387. Page #389 -------------------------------------------------------------------------- ________________ (1) ઉપકાર ક્ષમા (2) અપકાર ક્ષમા (3) વિપાક ક્ષમા (4) વચન ક્ષમા (5) સ્વભાવ ક્ષમા. ગૃહસ્થ માટે પ્રથમ ત્રણ ક્ષમા છે અને સાધુ માટેની છેલ્લી બે ક્ષમા છે, વચન ક્ષમા અને સ્વભાવ ક્ષમા. ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ ન કરવો તે વચનને પકડી ક્રોધ ન કરવો - એટલે તે વચન ક્ષમા થઈ જશે. પરંતુ અહીં તો વિકલ્પ આવ્યો કે પ્રભુની આજ્ઞા છે. હવે ક્રોધ એ મારો સ્વભાવ જ નથી. મારે ક્રોધ કરાય જ નહીં તો સ્વભાવમાં આત્મા આવશે એટલે ક્ષમા એને સહજ બની જાય અને સમતા રૂપ -સ્વભાવ પ્રગટ થતો જાય. જિનનું વચન (આશા) સ્વ આત્માને જિન બનાવે છે. પ્રભુના વચનથી સ્વભાવમાં આવ્યા તેથી સાધુ માટે ગુરુએ કહ્યું એટલે કરી જ લેવાનું તે જ વચન ક્ષમા. વચનક્ષમા થાય ત્યારે સાધુને અશાંતિ રહે જ નહીં. પ્રથમ પોતાના હિતનો નિર્ણય દઢ હોય પછી તે હિતને માટે ગુરુને પકડે. આ રીતે પોતાના હિતનો નિર્ણય કરે. ગુરુ ભલે કડક હોય પરંતુ તે મારા હિતને કરનાર છે તે વિચારો અને તેમને ગુરુ બનાવો. કદાચ જિનવચન અનુસાર ગુરુ નથી તો સ્વ મર્યાદામાં રહીને ગુરુને માર્ગે લાવવા પ્રયત્ન કરો પછી જો તે શક્ય ન હોય તો આત્મહિત–સમાધિ અર્થે ગીતાર્થ જ્ઞાની ભગવંતોએ તે માટે જેમ કહ્યું હોય તેમ કરવું. a ગૃહસ્થો માટે 3 મા: (1) ઉપકાર ક્ષમા - માતા-પિતા–ગુરુ આદિ આપણા ઉપકારી છે તેથી તેઓની સામે બોલાય નહીં. ગમે તેટલો અન્યાય થતો હોય એક પુત્રને બધું જ આપે, તમને કંઈ ન આપે તો પણ ન બોલાય. પરંતુ જો તેઓ જિન-વચન વિરૂધ્ધ હોય તો ગુરુની જેમ જ તેમને લાગુ પડશે. માતા-પિતાએ જન્મ આપી ભરણ-પોષણ કર્યું છે તે ઉપકાર છે. સાથે ધર્મના સંસ્કાર આપ્યા છે તો તે મહા–ઉપકાર છે. સહેલામાં સહેલી આ ક્ષમા છે. (ર) અપકાર ક્ષમા આપણા પર અપકાર કર્યા હોય તો પણ તેને ઉપકારી જ્ઞાનસાર-૩ || 388 Page #390 -------------------------------------------------------------------------- ________________ માનો. કેમકે તે અપકાર કરે છે પણ મને મારા સ્વભાવ ધર્મ પ્રગટાવવામાં તે બાધક નથી અને તેના વિભાવ સ્વભાવના કારણે તેઓ દુઃખી થાય છે તો હું પણ મારા સ્વભાવ ધર્મમાં સ્થિર થઈ જાઉં તો તેઓ પણ મારા ઉપકારી બને છે. (3) વિપાક મા - જો હું ક્ષમા નહીં આપું તો મારે કર્મના વિપાકો ભોગવવા પડશે. તેનાથી ભય પામીને ક્ષમા રાખે તે વિપાક ક્ષમા. તે પણ તેટલાં અંશે ઉપાદેય છે જેટલા અંશે સ્વભાવમાં આવે છે. તેમજ પાપનો ડર આત્મામાં છૂપાયેલો છે. (4) વચન ક્ષમા :- આગમના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનાર સાધુને વચનક્ષમા હોય."વને વત્તરિ તો છતો હિય મMળો વિશા" આત્માનો સ્વભાવ સમતા છે, તેના પ્રતિપક્ષ ક્રોધાદિ ચાર કષાયો છે તે સ્વભાવમાં પ્રતિબંધ ઊભો કરે છે. તેથી જિનાજ્ઞા છે કે તું તારા હિતને (સ્વભાવને) ઈચ્છતો હોય તો તારે ક્રોધાદિ ચારે કષાયોનો ત્યાગ કરવો જોઈએ. "વોર્ડ સર્વ સુવિઝા, ધારિના ઉપયમ" (ઉતરાધ્યયન). ક્રોધને નિષ્ફળ કર અને પ્રેમ ધારણ કર. આમ જિનવચનનું આલંબન લઈ સાધુ ક્ષમા ધારણ કરે. અનુકુળતા પ્રતિ રાગ અને પ્રતિકૂળતા પ્રતિ દ્વેષ ન કરે. (5) ધર્મામા (સ્વભાવશમા) - વચન ક્ષમાના નિરતર સેવનથી જીવના સ્વભાવભૂત જે સહજ ક્ષમા (સમતા) પ્રગટે તે ધર્મક્ષમા. જેમ ચંદનને કાપો, બાળો છતાં તે સુગંધ અને શીતળતા આપે તેમ ધર્મક્ષમાને ધારણ કરનારો મુનિ અપકારી પર પણ ઉપકાર કરે. દા.ત. અંધક મુનિ 'રાય સેવકને કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે, બાધા રખે તુમ હાથે પાય, કહો કિમ રહીએ ભાયા.'મરણાંત કષ્ટમાં પણ અપકારીને પીડા ન થાય તેની કાળજી. સાધુ માટે તો વચનક્ષમા જ કર્તવ્ય છે વિકલ્પ જ નહીં. સાધુ જીવન એ તો સ્વભાવમાં જીવવા માટેનું જીવન છે. પોતાનો જે સ્વભાવ છે તે મુજબ જ જીવન જીવવાનું છે. સર્વજ્ઞ પરમાત્માએ પણ જે કાંઈ આજ્ઞા ફરમાવી છે તે બધી સ્વભાવમય બનવા માટે જ છે. તેથી જિનવચન પાલનથી આત્મ સ્વભાવ પ્રગટ થાય. જ્ઞાનસાર-૩ // 389 Page #391 -------------------------------------------------------------------------- ________________ શમા રાખવાથી શું લાભ થશે? સત્તામાં સિધ્ધપણું છે તે મુજબ જ મારે થવું છે. મારે મારું સિધ્ધપણું પ્રગટ કરવું છે અને તેના માટે જ ક્ષમા રાખી સમતા ધર્મને પ્રગટ કરવાનો છે. (સ્વભાવને) પરમાત્માનું આલંબન લઈને સત્તામાં જે પરમાત્મ સ્વરૂપ પડ્યું છે તેને જ પ્રગટ કરવાનું છે. મોક્ષમાર્ગની સાધના એટલે અઘાતિકર્મના ઉદયથી વિભાવરૂપ પ્રગટેલી સ્વરૂપાવસ્થાથી અતિત થવાનું છે. (1) આયુષ્ય કર્મ - આયુષ્ય કર્મના ઉદયથી મનુષ્યાદિ ભવરૂપી જેલમાં આત્માં બંધાય છે. પરાધીન થઈ જાય છે તેમાંથી છૂટવાનો લક્ષ સતત જરૂરી. (2) નામકર્મ :- નામકર્મના ઉદયથી શરીરની જે રચના થઈ રૂપાળો કાળો વિ. અરૂપી એવા આત્માને રૂ૫માં ગોઠવવાનું કાર્ય થયું તેથી અરૂપી અવસ્થા ગમતી નથી. રૂપી પણું જ આત્માને ગમે છે. આરાધના સાધના દ્વારા અરૂપી ગુણમય થવાનો ભાવ કરવાનો છે. આત્મા ગુણમય બનશે ત્યારે અરૂપી થશે ત્યારે કાયામાં રહેલો આત્મા કાયાતીત થશે. ધર્મધ્યાનમાં આત્મા જ્ઞાન પરિણામથી પોતે રૂપી સ્વરૂપમાંથી ભાવ-અરૂપી સ્વભાવમાં આવશે અને તે રૂપે પરિણમશે ત્યારે જ તે વાસ્તવિક ધ્યાનયોગ થશે. (3) ગોત્ર કર્મ - ઊંચ-નીચ ગોત્ર જ્યારે ગોત્રકર્મનો છેદ કરી અગુરુલઘુ બનવાનું છે. નાનામાં નાના બાળકને પણ થોડાક ઊંચા બનવાનો ભાવ થશે. બીજાથી હું ઊંચો સારા દેખાવાનો ભાવ થાય છે તે ગોત્રકર્મ. 'સ્વથી સર્વને સમદષ્ટિથી જોવા, તે પ્રમાણે માનવા અને તે જ પ્રમાણે તેમની સાથે વર્તવું તે સમતા. જ્ઞાનસાર-૩ // 390 Page #392 -------------------------------------------------------------------------- ________________ (4) વેદનીય-કર્મ - શાતા અને અશાતાના પરિણામમાં આત્મા મૂંઝાશે. અશાતા છોડવાના અને શાતા મેળવવાના પરિણામ થશે. આ ચાર અવસ્થાને પકડવાનું કાર્ય મોહનું થશે. તેથી આત્મ-સ્વભાવમાં રહી શકશે નહીં. આત્માને જોય રૂપે જાણો, રૂપી અવસ્થા તે પર–અવસ્થા છે તેને અરૂપી કરવાની છે. જો નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે જે આંખોથી દેખાય છે તે બધું રૂપી અને મારો આત્મા અરૂપી તો મારે અરૂપી જ થવાનું છે. ટૂંકમાં અઘાતિ કર્મના ઉદયથી જે ચાર અવસ્થા મળી છે તેમાંથી છૂટીને સત્તામાં પડેલી સિધ્ધ-અવસ્થાને પ્રગટાવવાનું અને સ્વભાવને અનુભવવાનું તે જ ધ્યાન છે, મોક્ષ માર્ગ છે. ચાર અવસ્થામાંથી છૂટવાનો પરિણામ આવે તો જ ધ્યાનમાં આત્મા સ્થિર થશે. ખાતા–પીતા-બેસતાં–ઉઠતાં પણ તમે આ રીતે ધ્યાનમાં રહી શકો છો. ધ્યાનમાં ભેદ કરવાની પ્રક્રિયા છે અર્થાત્ અભેદ પરિણામ છે. જે પુગલ સાથેનો પરિણામ તે ટાળવાનો છે. માટે પુગલનો શક્ય એટલો ત્યાગ કરવો જોઈએ અને બાકી ઉદાસીનતા કેળવવી પડે અને 'પશ્ચાતાપ જોઈએ. શક્ય સંયોગો હેય-માનીને છોડો અશક્ય છે તે છોડવાના પરિણામમાં રહેવું અને ન રહી શકો તેના માટે ઉદાસીનતા કેળવવી જોઈએ. સંસારના સુખ જોઈએ તો તે પરની ઢચિ છે. તેથી પરના સુખ સરળતાથી ભોગવી શકાય છે. તેથી 'માયા' કરીને પર'ના સુખ ભોગવીએ છીએ તે જ સંસાર છે. હવે તે ખોટું છે તે લાગવું જોઈએ તે માટે સરળતા કેળવો પછી પરિણામ કેળવો અને પ્રવૃત્તિ વ્યવહાર યથાશક્તિ' કરો. વસ્તુને શેયરૂપે જાણવું તે આત્માનો સ્વભાવ છે. પરંતુ વર્તમાનમાં શુધ્ધ જ્ઞાતા નથી તેથી વસ્તુ સારી છે કે ખરાબ છે તેવું આપણને થાય છે. શુભાશુભ પુગલ - વસ્તુ શુભ છે કે અશુભ તેવું શા માટે થાય છે? જ્ઞાનસાર-૩ || 391 Page #393 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ જ્ઞાન નથી તેથી થાય છે. કેવલી ફક્ત શેયને જાણે, જેવી છે તેવી જુવે સારીખરાબ, શુભ-અશુભ વિ. કેવલીને ન થાય. પૂર્ણ પર્યાયને જૂએ. ખરાબ અને સારું આ તો રાગ-દ્વેષનો પરિણામ છે. કેવલી તો 'વીતરાગ' છે તેથી સારું ખરાબ વિ. ભાવ હોય જ નહીં ને. આત્માનો સ્વભાવ 'સ્વ'નો ભોગ ભોગવવાનો છે પરંતુ વર્તમાનમાં પરનાં–પુગલનાં ગુણો ભોગવવા યોગ્ય લાગે છે. હવે સમકિત પામે તો નક્કી થાય કે ભોગવવા જેવો સ્વ–આત્મા જ છે. પુદ્ગલ-પરથી ભોગવૃત્તિ ઉઠશે અને તેના પર કંટાળો આવશે જ. જ્ઞાનને અમૃતરૂપે ઘટાવ્યું છે, હેય-ઉપાદેયનો નિર્ણય થશે એટલે ગુણની ઢચિ થશે. ગુણની ઢચિ ન થાય ત્યાં સુધી ધર્મનો વ્યવહાર સફળ ન થાય. ક્રિયાયોગમાં સદ્યોગ રૂપે ક્રિયા થશે નહીં. આત્મા સત્તાએ ગુણથી ભરેલો છે અને ગુણ ભોગવવા યોગ્ય છે. દોષ ન જાય ત્યાં સુધી આત્માને ગુણ ભોગવવા મળશે નહીં અને ગુણ ભોગવવામાં સુખ છે તે નક્કી થતાં 'તપ' ધર્મનો પરીણામ પ્રગટ થશે. ટૂંકમાં ગુણ ભોગવવાનો નિર્ણય પછી જ સાચો તપ પરિણામ તે જ સકામ– નિર્જરા કરાવશે અને નિજ ગુણ ભોગવે ત્યારે જ તૃપ્તિ. જ્યારે 'પરમાં કરેલો તપ - તે ખાલી કહેવાતો તપ ફક્ત અકામ-નિર્જરા કરાવે. બહારની વસ્તુ વધારે ન જોઈએ તેને સંતોષ કહેવાય. તૃપ્તિમાં બહારની વસ્તુ જોઈએ જ નહીં. ફક્ત ગુણના ભોગવટામાં જ તૃપ્તિ થાય. તેથી પર વસ્તુના સંયોગોની ઈચ્છા કરશે નહીં. ઈચ્છા રોધે સંવરી, પરિણતી સમતા યોગે રે, તપ તેહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે વીર...' તપઃ સર્વ પર પુદ્ગલ સંયોગોના ભોગની ઈચ્છાનો અભાવ અને સ્વ ગુણમાં જ ભોગ-પરિણામ તે શુધ્ધ તપ, તે જ સમતા સ્વભાવ છે. જ્ઞાનસાર-૩ // 392 Page #394 -------------------------------------------------------------------------- ________________ કેવલી પણ સુધાવેદનીયના ઉદયે આહાર વાપરે છતાં તપનો પરિણામ તો કહેવાય જ. આહાર કરતાં હોય તો પણ તપનો પરિણામ પૂર્ણ છે. પ્રયોજન થવું એટલે જ સુધા વેદનીયનો ઉદય થયો એટલે આપી દે - કેવલી ઈચ્છે નહીં. હા! કેવલીને સર્વ સંયોગોના ભાવનો અભાવ છે. તેથી નિશ્ચયથી સંયોગોમાં રહેતાં હોવા છતાં રહેવાનો પરિણામ નથી તેથી વ્યવહારે યોગી અને નિશ્ચયથી અયોગી છે. આપણે પણ ઈચ્છાપૂર્વકનું નહીં, પ્રયોજન પરિણામને કારણે હેય માનીને ખાવાનું અપાય તો ખાતાં–ખાતાં પણ કેવલજ્ઞાન થાય. ખાવા જેવું નથી, ભોગવવા જેવું નથી. ભોગવવા જેવા તો માત્ર એક આત્માના ગુણો જ છે એ નિર્ણય દઢ થઈ જવો જોઈએ. દા.ત. કૂરગડુ મુનિ(ખાતાં ખાતાં કેવલજ્ઞાન) પુદ્ગલને માત્ર પરમાણુના જથ્થા તરીકે માનશે. બૌધ્ધ પાસે એક શ્રેષ્ઠિ આવ્યો - પૂછ્યું - મારી પુત્રી આવી હતી ? ત્યારે બૌધ્ધ કહ્યું રૂપના પુદ્ગલનું પિંડ આવીને ચાલ્યું ગયું. પુત્રીને–પુદ્ગલનું પિંડમાને તેથી પુદ્ગલનું જ્ઞાન કરાય પરંતુ પુગલને ધારી રખાય નહીં. મતિજ્ઞાનના ચાર ભેદઃ અવગ્રહ-ઈહા–અપાય-ધારણા–મતિજ્ઞાનના ભેદ છે. - અવગ્રહ: કોઈપણ વસ્તુ જુઓ એટલે અવગ્રહ થાય. કંઈક છે તેનું અસ્પષ્ટ જ્ઞાન થશે. - ઈહા તે શું છે? તેનો ઉહાપોહ મનમાં ચાલે અને જેમાં આપણને રસ છે તેમાં ઉહાપોહ થશે. જો કચરાનો ઢગલો રસ્તામાં મળશે તો ત્યાં રસ નથી તેથી ઉહાપોહ નહીં થાય. જેમાં આપણને રસ છે તેમાં 'ઉહાપોહ' થશે, જ્યાં રસ હશે ત્યાં જ્ઞાન તીવ્ર થશે. ઉહાપોહ જેટલો જોરદાર થાય તેટલો નિર્ણય પાકો થશે. આત્મામાં જો જ્ઞાનસાર–૩ // 393 Page #395 -------------------------------------------------------------------------- ________________ રસ કે રૂચિ નથી તો અવગ્રહ નથી, ઈહા નથી, અપાય નથી તો ધારણા શાની કરો? સંસારમાં રસ છે તેથી તેની ધારણા તરત કરો છો. રસ હોય ત્યાં તો તૂર્ત જ ઓતપ્રોત થઈ જઈએ છીએ. વ્યવહારમાં-પોતાના શરીરમાં–પોતાના માનેલામાં (માનીતામાં) રસ છે પરંતુ પોતાનું જે છે તે આત્મામાં જ રસ નથી. આત્મામાં રસ થાય તે માટે જ ધર્મતીર્થની સ્થાપના થઈ છે અને તે જ પરમાત્માનો આશા-યોગ છે. 'મિર્ઝ રિહર, ધરદ સન્મત્ત એમ પ્રભુએ પ્રથમ મુક્યું છે. નવકારશી, પૂજા કરવી જ જોઈએ, રાત્રિભોજન તો ના જ કરાય, તે ન કરો તો ધર્મ કરતાં નથી તેવું લાગે છે. પરંતુ મિશ્વ પરહદ ધર૯ સન્મત્ત !' એ આજ્ઞાયોગને તો પકડતાં જ નથી, જે આજ્ઞાને પકડવાથી જ ધર્મમાં પ્રવેશ શક્ય છે તે સુખખય આજ્ઞાને ગૌણ કરી બીજું બધું કરીએ તો આત્માને શો ફાયદો !!! આથી મિથ્યાત્વની હાજરીમાં જે કોઈપણ નિર્ણય થાય છે તે ખોટો છે. - અપાય - (નિર્ણય) શેય એટલે તે શું છે તેનો સતત નિર્ણય થવો. નિર્ણય થયા પછી જ તેની ધારણા થશે. - ધારણા - 3 પ્રકાર (1) અવિસ્મૃતિ (ર) વાસના (3) સ્મૃતિ (1) અવિસ્મૃતિ - અંતમૂહૂર્ત સુધી શેયનો નિર્ણય થયા પછી તે મુજબ જ્ઞાન રહે. (ર) વાસના - સંસ્કાર આત્મામાં પડે જે શેયનો બોધરૂપે નિર્ણય થયો તેના સંસ્કાર પડે. તે સંસ્કારથી આત્મા વાસિત થાય તે વાસના. (3) સ્મૃતિ - તે પહેલાં વાસનારૂપ સંસ્કાર વસ્તુ સામે આવે એટલે પાછા જાગૃત થશે. આ રીતે જ જાતિ–સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ–દષ્ટિ પ્રમાણે યનો નિર્ણય થાય નહીં ત્યાં સુધી ગુણમાં સ્થિરતા કરવાની છે તે થશે નહીં. વસ્તુ શુભ-અશુભ લાગી તે મુજબ રતિ–અરતિ થયા કરશે અને જ્ઞાનસાર-૩ || 394 Page #396 -------------------------------------------------------------------------- ________________ સમતાનો પરિણામ પ્રગટ થશે નહીં. તેથી જ સૌ પ્રથમ સાધનામાં ઉપયોગશુધ્ધિ રૂપ જ્ઞાન થશે અને તે પછી તે સંબંધી પ્રવૃત્તિ રૂપ ક્રિયા થશે. તેથી જ જ્ઞાન શિયાખ્યમ્ મોકા: કહ્યું છે. પ્રવૃત્તિ કરે કે ન કરે પરંતુ ઉપયોગ પહેલાં કરવો જોઈએ. ઉપયોગ શુધ્ધ થશે તો રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ થશે અને આત્મા સ્વગુણ ભોગમાં તૃપ્ત થશે. પછી સંયોગોની ઈચ્છા રહેશે જ નહીં. ધ્યાનની પ્રવૃત્તિમાં પણ આવું જ બને.તે દુનિયાથી અલિપ્ત થતો જશે અને 'સ્વ'માં ઊંડો ઊતરતો જશે. અંદર જ આનંદની ધારા વરસતી હોવાથી બહાર જવાની ઈચ્છા જ થશે નહીં. અંદરનો આત્મગુણ સાથેનો ભોગવટો જેમ જેમ થશે તેમ તેમ પરભાવની ઈચ્છા સહજ રીતે નિવૃત્ત થશે. વર્તમાનમાં બહાર સુખનો ભાસ દેખાય છે તેથી બહાર રખડીએ છીએ. પરંતુ પરલક્ષણમાં સુખનો છાંટો નથી પરંતુ આત્માને પર' વસ્તુમાં પીડા જ છે તે દઢ થશે. પછી પર'માં વ્યવહાર કરે પરંતુ રસવૃત્તિથી તેમાં સ્થિરતા ન કરે. રસવૃત્તિ તેમાંથી ખેંચાઈ જતાં ઉપયોગ–શુધ્ધિ થશે. a આત્મા સિવાય બહાર બધે ઉપાધિ જ છે. સાંસારીક ઉપાધિ-પુદ્ગલના સંયોગથી જે મળ્યું તે બધી જ વસ્તુ ઉપાધિ છે. વિભાવ પરિણામ રૂપ છે. પણ મિથ્યાત્વના ઉદયવાળા આત્મા ને આત્મા સિવાયની વસ્તુઓની પ્રાપ્તિમાં હવે બરોબર થઈ ગયું કે આપણું બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયાનો સંતોષ થાય. જેમ કે, લગ્ન થઈ જાય એટલે બરાબર, ઘર થઈ જાય એટલે શાંતિથી રહેવાનું આમ નવી નવી ઈચ્છા થતી જાય અને લોભ-સંજ્ઞા વધતી જવાની તેથી પરમાં જ તૃપ્તિ મેળવવા અનાદિકાળથી તેનો પુરુષાર્થ જારી રહ્યો છે. ટૂંકમાં બહારની વસ્તુમાંથી સુખ મળશે તેમાં જ તૃપ્તિ મળશે એવો ભાસ થયા જ કર્યો છે. કેમ કે અનાદિકાળથી પ્રીતિ પુદ્ગલમાં જ રહી છે તે તૂટશે તો જ આત્મા સાથે પ્રીતિ જોડાતાં તે વધશે ત્યારે પુદ્ગલની સામે નજર પણ નહીં કરે. જેમ કૂતરો હાડકાં ચૂસે અને પોતાના પેઢામાંથી લોહી નીકળે અને તૃપ્તિ માનતો જાય છતાં તે પીડામાં તેને આનંદ આવે છે તે જ રીતે પુગલમાં છે. પોતે જ્ઞાનસાર–૩ || 395 Page #397 -------------------------------------------------------------------------- ________________ પુગલને ભોગવતો નથી પણ પુદ્ગલથી ભોગવાતો જાય છે છતાં યે તેમાં તૃપ્તિ રૂપ સુખાભાસ થાય છે. આથી (1) પરમાં સુખ તે મિથ્યા પ્રતીતિ છે - મિથ્યાત્વ મોહનીય અસંતોષ વધારે (2) પરમાં સુખનો અનુભવ થઈ રહ્યો છે તે ચારિત્ર મોહનીય તૃષ્ણા–વધારે. ભૂખ લાગે છે ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. ભૂખનું દુઃખ ઊભું થયું પછી તેને કાંઈક આપતાં સુખરૂપ ભાસ થાય છે. ટૂંકમાં ભૂખનાં દુઃખનું કાયમી નિવારણ આહાર નથી પણ સુધા–વેદનીયનો ઉદય નિષ્ફળ કરવો તે છે. ક્ષુધા વેદનીય વખતે તેમાં માત્ર જ્ઞાતા-દષ્ટ બની જોયા કરો તો સુધા વેદનીયનો ઉદય ખપતો જશે. મૂળિયાને પકડો.આત્માનો સ્વભાવ ખાવાનો નથી તો ભૂખ લાગી કેમ? પૂર્વેઆત્માને જોઈતું ન હતું અને આપ્યું, વધારે આપ્યું તેથી ક્ષુધા-વેદનીયનો ઉદય આવ્યો. કિંડરીકે એક દિવસનો આહાર આસક્તિપૂર્વક કર્યો છે તેથી તેની સજા કેટલી? 33 સાગરોપમ સુધી નરકની જાલિમ વેદના. પર-પુદ્ગલનો ભોગવટો - તેમાં પશ્ચાતાપ નહીં પરંતુ ભયંકર આસક્તિ, તો પછી આત્માને પીડા સિવાય મળે શું? કંડરીકે શરીરને જરૂર ન હતી તેનાથી અધિક આપ્યું તથા ખાવાથી સુખ મળે એ ઊંધી માન્યતા હતી. તેથી આત્માને પીડા આપી તેથી નરકની પીડા મળી. કર્મસત્તાની તાકાત નથી કે તમને પીડા આપી શકે. તમે જે પીડા આત્માને આપી તે પીડા કર્મસત્તા તમને વ્યાજ સહિત આપશે. તેથી ખાવું એ સુખ છે એ માન્યતા કાઢી નાખો અને હવે સુધા–વેદનીય સહન થતું જ નથી તો આપવું પડે તેમ છે તો તેને 'હેય માનીને આપો. ટૂંકમાં સાર એ છે કે સાચી તૃપ્તિ આત્માના ગુણોના ભોગવટામાં જ છે. પર-પુદ્ગલમાં તો તૃપ્તિ રૂપ સુખાભાસ છે માટે સુખાભાસને છોડી સાચા સુખને પકડી દરેક જીવો પરમ તૃપ્તિને પામો... જ્ઞાનસાર-૩ || 396 Page #398 -------------------------------------------------------------------------- ________________ અનેક ગ્રંથોના ભાવાનુવાદક અધ્યાત્મયોગી પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીજી મહારાજાના વિનય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરાવિશેખરસૂરીજી મહારાજ 'પ્રકાશીત પ્રકાશનો 5જ જ્ઞાનસાર ભાગ-૧ જ્ઞાનસાર ભાગ-ર જીવવિચાર આગામી પ્રકાશનો આ 'નવતત્વ ભાગ-૧ (જીવતત્ત્વ) નવતત્વ ભાગ-ર (અજીવતત્ત્વ) :: પ્રકાશક :: શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર.