________________ પણ વિહારાદિ ક્રિયા કરે છે. નિમિત્તોને પામીને પણ પરિણામોની પ્રબળતા થાય છે. આથી પરમાત્મા પણ કરેમિ સામાયિક ઉચ્ચરે છે. ઉચ્ચારતાની સાથે પરમાત્માને ૪થા ગુણ સ્થાનકથી ૭માં ગુણ સ્થાનકના પરિણામ પ્રગટ થાય છે. 1 કિયા કોને કહેવાય? જે ક્રિયા આત્મવીર્યની શુધ્ધિનું કારણ બને તે ક્રિયા કહેવાય. જો આત્મામાં આત્મવીર્યનું પરિણમન થાય તો જ વાસ્તવિક ક્રિયા છે. અશુધ્ધ વીર્યનું પરિણમન થતા તે આશ્રવરૂપ કર્મબંધ કરે છે. કર્મનો બંધ અને કર્મનો ઉદય એટલે જ સંસાર. આત્માનો સ્વભાવ છે કે આત્મ પ્રદેશમાં સ્થિર બની આત્મગુણોમાં રમણતા કેળવવી, નહિતર સંસરણ કરવાના સ્વભાવવાળો બની આશ્રવને સેવે છે. દ્રવ્યાનુયોગવિના ચરણકરણાનુયોગ નિષ્ફળ છે. જીવ પરમાં ભ્રમણ કરી સ્વમાં રમણતાને ગુમાવે છે. જીવ જ્યારે ચરમાવમાં આવે ત્યારે ગુણીજનોની સેવા કરવાનું મન થાય. જેના અંતરમાં ગુણીજનોનું બહુમાન નથી તેના અંતરમાં સંસારનું બહુમાન પડેલું જ છે. પાપોથી નિવૃત્ત થતાં જઈએ એ ગુરુ સેવાનું ફળ છે. કર્મોના સમૂહોને ગ્રહણ કરવાનું કાર્ય જીવ યોગો દ્વારા કરે છે. વીર્યનું પુદગલ સાથે જોડાણ થાય ત્યારે તે યોગ કર્મબંધનું કારણ બને છે. તે યોગો જો પરમાત્માને વંદન કરવામાં, સ્વાધ્યાયમાં, અધ્યયનમાં આત્મવીર્ય દ્વારા જોડવામાં આવે તો તે યોગો કર્મબંધનું કારણ બનતા નથી. કેમ કે ત્યારે પરમાત્માના ગુણોમાં રમમાણ બને છે. આથી કર્મોને તોડવાનું કાર્ય કરે છે. યોગે બંધ ઉપયોગે નિર્જરા. શુભ યોગ પુણ્યબંધનું કારણ છે. અશુભ યોગ પાપબંધનું કારણ છે. જ્ઞાનસાર-૩ || 195