________________ પરમાત્મા– સ્વરૂપ ન પામે ત્યાં સુધી સર્વ સંગ રહિત થઈ સાધના કરવાના પ્રયત્નવાળો હોય. આથી સાધુ નિઃસંગ બનવા-નિગ્રંથ બને. આત્માને પોતાની શુધ્ધ દશાનું સતત સ્મરણ થવું જોઈએ તો જ સાધુપણું સફળ –નહીંતર નહીં. તે માટે આત્માની શ્રદ્ધા, રુચિ હોય તો જ જે કાર્ય કરવા નીકળ્યો છે તે સફળ થશે. અનુયાથી વીર્ય તો જ આત્મામાં આત્માની રુચિ થશે અને વીર્યતેતરફ જઈઆત્માની શક્તિ વધારશે."શુદ્ધાત્મ દ્રવ્યવાહ, સિદ્ધાત્મા સોડહં."શુધ્ધાત્મા દ્રવ્ય રૂપ હું સિધ્ધાત્મા સ્વરૂપ સત્તાગત મારું સ્વરૂપ છે. તે જ મારે માટે ઉપાસ્ય છે. તે લક્ષ હોવું જ ઘટે તો ઉપાસના સફળ થાય જ. 3 "ધ્યાતા - ધ્યેય - ધ્યાન" આ ત્રણે જ્યારે એકતાને પામે છે ત્યારે શરીર અને આત્માના ભેદજ્ઞાન સાથે અપૂર્વ આનંદ અને આત્માનો સ્વ સાથે અભેદ થતાં કર્મોનો છેદ થયા વિના રહેતો નથી. "આતમ સંગે વિલસતાં, પ્રગટે વચનાતીત, મહાનંદ રસ મોકળો, સકલ ઉપાધિ રહિત." (અધ્યાત્મ બાવની પૂ. ચિદાનંદ) આથી ઉપાધિ સ્વરૂપ એવા પર સંગે-રહિત બની પરમાત્મ સ્વરૂપ બનવાનું છે. તે માટે - વસ્તુ-વ્યક્તિ અને વાતાવરણથી રહિત બનવાનું છે. તો જ આત્મ સંગે આત્મા વિલાસને (જ્ઞાનાનંદ) અનુભવશે. કેમકે આત્મ-પ્રદેશો અસંખ્ય છે. વળી તે અક્ષય અને અખંડ છે. તેના એક પ્રદેશનું સુખ પણ લોકાકાશમાં સમાય નહીં તેવું હોય છે. મારા સમગ્ર યોગો સગદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુચારિત્રને પ્રાપ્ત કરવામાં પ્રવર્તે પ્રયત્નશીલ બને, તે સિવાય બીજે ક્યાંય પ્રવર્તે નહીં. યોગે બંધ - પણ શુભ યોગ સાથે શુદ્ધ ઉપયોગ ભળે તો જ કર્મની નિર્જરા થાય. દ્રવ્ય - ગુણ - પર્યાયથી ઉપયોગ શુદ્ધ થવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 331