________________ છે. આત્માનું સ્વરૂપ શું છે? જ. અક્ષય, અમૂર્ત (અરૂપી) અગુરુલઘુ અને અવ્યાબાધ. મારા આત્માના અસંખ્ય પ્રદેશો અખંડ છે. તે કેવા છે? અરૂપી અને કયારે પણ શસ્ત્રાદિથી ખંડિત થનારા નથી અને અવ્યાબાધ તેથી તેને કોઈ પીડા આપી શકે નહીં. આ પ્રમાણે આત્માના સ્વરૂપનું જો જ્ઞાન-શ્રધ્ધા અને રુચિ થઈ જાય તો તે આત્મા અભય ભાવને પામી જાય - તેને મરવાનો, બળવાનો માયાદિનો ભય ન રહે, સહજ સમતા રસમાં તૃપ્ત થઈ શકે. સ્વાધ્યાય રસમાં ડૂબેલાને શેની પ્રાપ્તિ થાય? जह जह सुअमवगाइह, अइयरस संजुअपुव्वं तह तह पलहाइ मुणी, नव नव संवेग सद्धाए / (ઉપદેશમાળા) જેમ જેમ શ્રુત સાગરમાં જીવ ડૂબે તેમ તેમ જ્ઞાન રસસ્વાદનો અપૂર્વ અનુભવ થાય. તેમ તેમ અન્ય રસોનો સ્વાદ છૂટતા જાય અને નવા નવા સંવેગ નવા નિર્મળ અધ્યવસાયોથી શ્રદ્ધાબળ વૃધ્ધિ પામતું જાય અને આનંદની અનુભૂતિ થાય. બીજાને ભણાવતાં–મારે જ ભણવાનું છે એનિશ્ચય-લક્ષ આત્મામાં હોવો જોઈએ. તે અપૂર્વનિર્જરા-નહીંતર મોહનો પ્રવેશ થવો સુલભ છે. જ્યારે આત્મા શુધ્ધ અનંત જ્ઞાનમય બની આત્મામાં રમણતા કરે છે ત્યારે તે આનંદ ઘન રસ પૂર" અર્થાત્ આનંદના પૂર આત્મામાં ઉમટવા રૂપ તૃપ્તિને પામે છે. પ્ર. ગુરુ ભણાવે ક્યાં સુધી? જ. પોતાના ગુણથી પૂર્ણ ન બને ત્યાં સુધી. 'સ્વ'માં કેવલજ્ઞાન ગુણ પ્રગટ થાય ત્યાં સુધી. જ્ઞાનસાર-૩ // ૩૩ર