________________ સહન થાય તેટલી સહેવી. સુધાએ પરિષહ છે. સમતાના પરિણામ આત્મામાં ટકે ત્યાં સુધી વેદનાને સમભાવે સહન કરવી જોઈએ તો સુધા પરિષહ તપ કર્યો કહેવાય નહીં તો સ્વાદમાં આસક્ત થાય તો તે વિષયરૂપ થાય. 3 હે આત્માનું વેદના એ તારો સ્વભાવ નથી. આનંદનું વદન એ તારો સ્વભાવ છે.' આત્માને તેના સ્વભાવનું ભાન ન હોવાથી અને પ્રણિધાન દઢ ન હોવાથી આત્મા નબળો પડે છે અને જીવનું પતન થાય છે. માટે દઢ પ્રણિધાન અને આત્મા પ્રત્યે આદરભાવ હોય તો સાધનામાં કોઈ વિન ન નડી શકે. વિનોની હારમાળા પણ તૂટી જાય ! સર્વજ્ઞની આજ્ઞાનું બહુમાન, ગુરૂની આજ્ઞાના બહુમાનમાં અજબગજબની શક્તિ પડેલી છે. જેને આજ્ઞા પ્રત્યે બહુમાન નહીં તે પોતાની ઈચ્છાનો વિલય કયારેય કરી શકશે નહીં. આથી જ માન અને મિથ્યાત્વને જ તોડવાની સાધના કરવાની છે. જેટલું ઈષ્ટ આપવાનું મન થયું તે વિષયોની પુષ્ટિ કરાવે છે. તે તપના પરિણામમાં બાધક બને છે. તેથી જ તપનો વિશુદ્ધ આનંદ નથી સેવી શકતો. ज्ञानीनां नित्यामानंद-वृद्धिरेव तपस्विनाम् / (उतराध्ययन) જ્ઞાનીને સદા આનંદ જ હોય અને તેમાં તપ ભળે તેથી આનંદની પરમ વૃદ્ધિ થાય. જેમ જેમ વિષયોની હાનિ થાય તેમ તેમ આત્મામાં સહજાનંદની મસ્તી પ્રગટ થાય છે. यत्र ब्रह्मजिना जनार्चा च, कषायाणां तथा हतिः / सानुबंधी जिनाज्ञा च तत् तपः शुध्धमिष्यते // (જ્ઞાનસાર) જેમાં બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય, અર્થાત્ વિષયોની અને કષાયોની હાનિ થાય તેમાં જ તે વાસ્તવિક અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા રૂપ ભાવપૂજા પ્રવર્તે તે તપ શુદ્ધ કહ્યો છે. જ્ઞાનસાર-૩ || 337