________________ સુધી જીવે ધ્યાન કરવાનું છે. પરમાત્માને હજી કેવલજ્ઞાનના પરિણામ પ્રગટ થયા નથી. કંઈક અંશે રાગાદિ સૂમભાવ થાય છે તેથી રુક્ષ પુગલને પકડી દ્રવ્ય-ગુણ–પર્યાયથી સ્વરૂપનું નિરીક્ષણ કરે છે અને પોતાનું શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરી રહ્યા છે. શરીર તો માત્ર પરમાણુનો સ્કંધ છે. તેનો વર્ણ - ગંધ- રસ કઈ રીતે ફેરફાર થાય છે તેની વાત પરમાત્માવિચારી રહ્યા છે એટલે કે ધ્યાન કરી રહ્યાં છે. આત્મા અને દેહનો ભેદ પરિણામ થઈ જશે ત્યારે આત્મ વીર્ય 'સ્વ' તરફ જતાં એકાગ્ર થઈ જશે ત્યારે શરીરને ગમે તે થાય તો પણ તેમને કશું જ ન થાય. ગુણની અવસ્થા ફરે તે પર્યાય છે. વર્ણ રૂપી ગુણ છે પરંતુ પર્યાય લાલ-પીળો-કાળો વિ. છે. લાલ હોય તો સારું, કાળો હોય તો ખરાબ એ રીતે એમાં રતિ–અરતિ સંકલ્પ વિકલ્પ ન થાય અને વર્ણ જ છે તેવું લાગે ત્યારે જીવ સમતામાં છે તેમ કહેવાય. સામે હીરો પડ્યો હોય કે વિષ્ટા પડી હોય તો પણ તેને પુલ રૂપે જ ગણે, દ્રવ્ય દષ્ટિથી જુએ તેથી પરિણામે ફરે નહીં. પણ હીરા પ્રત્યે ગમો અને વિણ પ્રત્યે અણગમાનો પરિણામ થાય તો જીવ સમતામાં નથી. અવિરતી સવેગ દષ્ટિ ભકિતયોગ પ્રધાન, વિરતીધર આશા યોગ પ્રધાન હોય છે. પ્રશ્નઃ પ્રભુની હીરા-જડીત આગી જઈને શ્રાવક શું વિચારે? પ્રભુએ એવું શું પરાક્રમ કર્યું? જગત જેની પાછળ દોડા-દોડ કરે છે તે માટે ગમે તેવા પાપ કરતા અચકાતા નથી. દેવતાઈ અઢારશેરી હાર માટે કોણિકની પત્ની પદ્માવતી મહાયુધ્ધમાં નિમિત્ત બની જે યુધ્ધમાં 1 ક્રોડ 70 લાખ જીવો નરકગતિમાં ગયા છતાં તે દિવ્યહાર તેને મળ્યો નહીં. તેનાથી પણ કિંમતિ હીરાદિને પરમાત્માએ છોડી કદી નાશ ન પામે એવા ક્ષાયિક રત્નત્રયીની પ્રાપ્તિ કરી જે કદી પરમાત્માને છોડીને જશે નહીં તો હું પણ ક્યારે આ બધુ છોડી રત્નત્રયીનો આરાધક બનું! જ્ઞાનસાર-૩ || 37