________________ સંયમમાં જેને જે જરૂરિયાત હોય તે મેળવી આપે. ઉપગ્રહકારી બને. જે વસ્ત્રાદિ શિષ્યને પૂરા પડે, સારણાદિ કરે તે ગુરુ ઉભય લોકમાં હિતકારી બને. ગુરુની ચતુર્ભગી - (1) આ લોકમાંહિતકારી-પરલોકમાં નહીં (ર) પરલોકમાંહિતકારી –આલોકમાં નહીં (3) આલોક અને પરલોકમાંહિતકારી નહોય. (4) આ લોક અને પરલોક બંનેમાં હિતકારી હોય. ગચ્છાચાર પનામાં કેવા ગુરુને છોડવાનાં છે તે વાત બતાવી છે. ભગવાનની આજ્ઞા મુજબ ગુરુ વર્તતા ન હોય તો વિધિપૂર્વક ગુરુને છોડવાનાં 1) સ્વચ્છેદાચારી ભગવાનની આજ્ઞાને નિરપેક્ષ રીતે પોતાની ઈચ્છા મુજબ આરાધના કરનાર હોય. 2) દુરાચારીઃ પંચાચારને ઓળંગનાર હોય - એનાથી વિરુદ્ધ કાર્ય કરનાર હોય, ઉભટવેષ ધારણ કરનાર, વિપરીત ક્રિયા કરનાર, આવશ્યકને ગૌણ કરનાર હોય. સાધુએ માંડલીમાં પ્રતિક્રમણ કરવાનું છે. શાસનનું વિશિષ્ટ કાર્ય ન હોય તો ગુરુએ પણ માંડલીમાં આવીને પ્રતિક્રમણ કરવાનું છે. આચાર વિપરીત થાય તો પછી પ્રરૂપણા પણ વિપરીત કરવા માંડે. 3) આરંભાદિમાં રક્ત હોયઃ પૃથ્વીકાયાદિનો આરંભ કરતાં હોય. દેરાસર બાંધવા માટે સાધુએ ફકત ઉપદેશ આપવાનો છે. શ્રાવકોનું દર્શન શુદ્ધિનું કર્તવ્ય છે. દહેરાસર કરવું જોઈએ. આટલો જ ઉપદેશ આપવાનો છે. દહેરાસર માટે પણ આરંભ-સમારંભ નથી કરવાનો. તો પછી ઉપાશ્રયાદિ કરવાની વાત કયાં આવે? નામના આદિનો મોહ આ બધું કરાવે છે. જ્ઞાનસાર-૩ || 111