________________ માનાદિ કષાય ભળે નહીં. મોહને આધીન નથવાના કારણે ચારિત્રગુણ પ્રગટ થાય અર્થાત સમતા આનંદની અનુભૂતિ રૂપ તૃપ્તિને આસ્વાદન તેને સહજ હોય. સ્વાત્મ વીર્ય પોતાના ગુણોમાં જ પોતે પ્રવર્તાવી રહ્યો છે તેથી શરીરાદિ બાહ્ય યોગોમાં અપૂર્વ ઉદાસીન ભાવે પ્રવર્તતો હોય. જ્યારે આત્મ ઉપયોગ પૂર્વક યોગ–ક્રિયામાં ઉદાસીન ભાવે પ્રવર્તે ત્યારે આત્મા સ્વગુણોમાં સ્થિર બની સ્વમાં તૃપ્ત થવા રૂપે આનંદ અનુભવે. 2 અધ્યાત્મની તૃતિના અભિલાષી યોગીઓ ઓમકારાદિનું ધ્યાન કરે? પ્રભુનું રૂપ "સર્વોત્કૃષ્ટ" છે છતાં પ્રભુરૂપમાં મગ્ન નથી બન્યા પરંતુ સ્વ-સ્વરૂપમાં મગ્ન બન્યાં છે. યોગીઓ સદાનિત્યનું ધ્યાન ધરે છે. ઓમના દ્વારા પંચ પરમેષ્ઠિ ભગવંતોનું અને તેમનામાં રહેલાં પ ગુણનું (જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીય) ધ્યાન ધરે છે. પરમાત્માના ગુણો આપણા માટે પણ જ્ઞયછે, જ્યારે પોતાનો આત્મા પોતાના માટે શેય અને સ્વગુણોમાં કર્તા-ભોક્તા પણ છે. જીવને જ્યારે સંસાર અસાર લાગશે એટલે આત્મામાં જ સાર લાગશે ત્યારે તે વિષ્ટાની જેમ પરની સામું જોવા પણ તૈયાર નહીં થાય અને માત્ર આત્મામાં જ લીન બની સ્વગુણોનો જ કર્તા-ભોક્તા બની પરમાનંદની પ્રાપ્તિ કરશે. આથી જ યોગીઓ ઓમકારનું ધ્યાન કરે અર્થાનિશ્ચયે પંચ–પરમેષ્ટિરૂપશાશ્વત તત્ત્વને પકડી આત્મ સ્વભાવમાં રમણ કરે. જો આત્મા સ્વ શેયમાં ભોક્તાની રુચિપૂર્વક નહીં પ્રર્વતે તો વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ - આ ત્રણેયમાં આત્માવિકારી થાય.જો નિર્મળ પ્રેમ આત્માનો આત્મામાં ઢળશે તો તે આત્મપ્રેમ સર્વ જીવો પ્રત્યે ફેલાશે આ જ જિનની સર્વ આજ્ઞાનો સાર છે. | આત્મા શા માટે દુઃખી થાય? જ્ઞાનસાર-૩ || 292