________________ પ્રસ્તાવના ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ રૂપ પંડિત પદવીને પામેલા પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે "આગમશાસ્ત્ર" ને આત્માનુભૂતિ સાથેના સંગમથી જે આગમ સૂત્રોને તેમણે જ્ઞાનસાર ગ્રંથમાં ખોળીને પોતાની અદ્દભૂત જ્ઞાન અનુભવ કળાનો ચમત્કાર સર્યો છે. આઠમાં ત્યાગ અષ્ટકમાં ત્યાગની નવી જ કળ પ્રદર્શિત કરતા પૂ.મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ મુમુક્ષુને કહે છે 'શ્રદ્ભુદ્ધપયોગ પિતરું નિગમ' "કર્મ કૃત માતા–પિતાદિના ત્યાગની વાત પ્રથમ ન કરતા નવા માતા-પિતાના આશ્રય કરવાની વાત કરે છે. કર્મકૃત મોહજનક માતા-પિતાદિ કુટુંબનો ત્યાગ કરી - "અધ્યાત્મ કુટુંબનો સ્વીકાર કરવાની અદ્દભૂત પ્રેરણા મુમુક્ષુને કરે છે. માતા-પિતાદિ કુટુંબનો ત્યાગ પણ અધ્યાત્મ કુટુંબના સ્વીકાર વિનાનિષ્ફળ જશે– "શુદ્ધોપયોગ" રૂપપિતા અને સ્વભાવ સ્થિરતા" રૂપ માતા–આ બેના સ્વીકાર વિના સર્વતપ-ત્યાગ–ક્રિયાદિ પણ નિષ્ફળ છે, માટે તે નિર્જરાનું કારણ પણ નહીં બને. તે જ વાતને અનુભવ યોગી પૂ. ટીકાકાર દેવચંદ્રવિજયજી મહારાજ વિશેષ સ્પષ્ટ રૂપે સમજાવતા કહે છે. ''અતઃ માત્મનઃ વરૂપવિચૈત્ પરવવં ત્યર્થે સર્વેષ પરમાવ ત્યા : સુરમ્ " જ્ઞાનસાર-૩ || 3