________________ દઢ અભિલાષ થાય. સંસારના વ્યવહારમાં પણ તે કર્મનિર્જરા કરે. અનુબંધ કર્મ બાંધે નહીં. પ્રથમ અપૂર્વકરણ અતાવિક શા માટે? બીજું તાત્વિક શા માટે? સમ્યગુદર્શન વખતનું ૧લું અપૂર્વકરણ તાત્વિક નથી. ક્ષેપક શ્રેણી માંડતા જે બીજું અપૂર્વકરણ કરે તે તાવિક છે. કેમ કે તેમાં પૂર્ણ વીર્ય શક્તિ ફોરવાય છે અને વર્યાદિ ગુણોની પૂર્ણતા પ્રગટે છે. સમ્યગુદર્શન જ્ઞાન–ચારિત્રાદિ ગુણો, અરિહંતની વાણી, આગમો, જિનપ્રતિમા વિ. આલંબનો દ્વારા ગુણો પર નિમિત્તથી પ્રગટ થયા છે તે અભ્યાસદશામાં છે માટે તે અતાત્વિક અપૂર્વકરણ છે. ૮મા ગુણઠાણાથી ક્ષપક શ્રેણી મંડાય છે. આ શ્રેણીમાં બધા પર આલંબનો છૂટી જાય છે. આત્માને પકડી તેમાં પૂર્ણ રમણતા કેળવી સંપૂર્ણ મોહનો ક્ષય કરી પોતાના સ્વરૂપ અને સ્વભાવદશાને પ્રાપ્ત કરે છે. તેનું અનંત વિર્યઆત્મામાં પ્રગટ થાય છે અને તે પરભાવમાં જતું નથી. પૂર્ણ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. માટે આ બીજું અપૂર્વકરણ સ્વભાવની પૂર્ણતા ભણીનું હોવાથી તાત્ત્વિક છે. પ્રથમ અપૂર્વકરણ દ્વારા જગતનું સત્ય તત્ત્વ પ્રગટ થાય અને તેનો સ્વીકાર થઈ જાય ત્યારે તે નિર્વેદ ભાવને સ્પર્શે છે. સંસાર ભાવ પ્રત્યે કંટાળો આવે તે સમજે કે હું આ શરીરમાં રહેલો છું પણ શરીરથી વિપરીત એવો મારો આત્મા અરૂપી–અયોગી છે તે પોતાના સ્વરૂપને બરોબર ઓળખી શકે અને તેમાં ને તેમાં જ તેનો ગમો હોય. તે સમજે છે કે વર્તમાનમાં જીવ મિથ્યાત્વની પીડા ભોગવી રહ્યો છે. રાગની વ્યાકૂળતા ભોગવી રહ્યો છે. તેની તેને વેદના થાય. આત્મગૃહમાં પ્રવેશી ગયા પછી તેને બહારની ગંદકીરૂપ કષાયો ગમે નહીં. બીજા અપૂર્વકરણ વડે આત્મા સત્તાગત સત્ય તત્ત્વનું પૂર્ણ સંવેદન કરનાર બને. આત્મા પોતાના ગુણોને પૂર્ણ ભોગવનાર બને. જ્ઞાનસાર–૩ // 73