________________ 0 પરભાવ = પારકા માટે એટલે અશાશ્વત વસ્તુ માટે ક્રિયા કરવી તે. સ્વભાવ = આત્મા પોતાના માટે જ પોતાના ગુણોને પામવા માટે જે ક્રિયા કરે તે. આપણે ક્રિયા કાયા વડે કાયાવાળા માટે કરીએ છીએ. આપણને કષ્ટ ન પડે તે માટે સાચવીને કરીએ છીએ. ક્રિયાનો કર્તા આત્મા છે પણ કાયા નથી. નહિતર મડદું પણ ક્રિયા કરે. આપણને ક્રિયા કરતી વખતે આ ભાન નથી તે લાવવું જરૂરી છે. જો આત્માનો ઉપયોગ ક્રિયા સાથે ન ભળે તો તે ક્રિયા કાયા માટે જ ગણાય. આપણો આત્મા દ્રવ્યરૂપ છે. તેનું અસ્તિત્વ અનાદિથી છે. આપણી સત્તા ત્રણેય કાળમાં (ભૂત–ભાવિ–વર્તમાનમાં) છે. તેથી ક્રિયા એવી કરો કે ભાવિ ઉજળું થાય. નહિતર નરકમાં મારામારીની ક્રિયા કરવી પડશે. સવારથી જ સંસારની ક્રિયાને કાપવાની છે. માટે જ તો આવશ્યક બતાવ્યા છે. મારા આત્માનો સ્વભાવ વ્યવહાર ક્રિયા કરવાનો નથી. મોક્ષમાં કોઈ વ્યવહાર ક્રિયા નથી. માટે વર્તમાનમાં એવી ક્રિયા કરો કે ભાવિમાં વ્યવહાર કરવો જ ન પડે. સિધ્ધપણામાં કોઈ ક્રિયા નથી. આત્માનો સ્વભાવ એ જ છે. સ્વભાવરૂપી ગુણોમાં મહાલવાનું છે. પરમાનંદના ઝૂલે ઝૂલવાનું છે. ક્રિયા વખતે આ લક્ષ સાથે આવે તો એમાં અપૂર્વનિર્જરા થાય. પ્રણિધાન મજબૂત કરવાથી કાયાની માયાજાળથી છૂટી શકાય. ક્રિયા એ સાધન છે. જ્ઞાન એ સાધ્ય છે. દરેક ક્રિયા જ્ઞાનપૂર્વક– સમજણપૂર્વક કરવાની છે, દરેક જીવમાં જ્ઞાન તો અલ્પાંશે પણ હોય છે, ભલે એ જડબુધ્ધિવાળો હોય કે ગાંડો હોય, પણ એવા જ્ઞાનની વાત નથી. કેવલિ પ્રરૂપિત શુધ્ધ જ્ઞાનની પ્રાપ્તિની વાત છે. જેને પોતાના આત્માના સ્વરૂપનું ભાન હોય તેને જ જ્ઞાની કહેવાય બાકી બધા અજ્ઞાની કહેવાય. જ્ઞાનની મૂડી વિના સુખી થવાતું જ નથી. કેમ કે જ્ઞાનસાર-૩ // 174