________________ ક્ષાયોપથમિકભાવ ક્ષાયિકભાવનું સાધન છે. ક્ષાયોપથમિક૧૪ પૂર્વનું જ્ઞાન પણ કેવલજ્ઞાનનું સાધન છે એમાં ઉદાસીન ભાવ રાખવાનો.આમાંઆનંદ ભળે તો મરે. જે વર્તમાનમાં આત્માને મળી ગયું તે પૂર્ણ નથી.૧૪ પૂર્વનું જ્ઞાન પણ કેવલજ્ઞાન પાસે કંઈ નથી એ વિચારવાનું. અનંતા 14 પૂર્વીઓ પણ સાવધાન ન રહ્યાં તો સમકિતથી પડી નરકનિગોદમાં ગયા. આપણે આપણા આત્માને કેવલજ્ઞાનને ભૂલી ગયા છીએ. માટે રુચિનો પરિણામ પરસંપત્તિમાં ગયો. જીવે આજ સુધી અભોગ્ય વસ્તુને ભોગ્ય માનીને ભોગવી. ભોગઃ એકવાર ભોગવાય તે. ઉપભોગ વારંવાર ભોગવાય તે. નિશ્ચયથી જ્ઞાન ભોગ્ય છે, ચારિત્ર ઉપભોગ છે. જ્ઞાનનો ભોગ - સમયાંતર, એક સમયે જ્ઞાનોપયોગ અને એક સમયે દર્શનોપયોગ. સમતારૂપ ચારિત્ર નિરંતર. આત્માનાં સ્વરૂપ અને સ્વભાવ સિવાય બધું હેય છે. a વ્યવહાર માર્ગે વચન અનુષ્ઠાનની સાધનાની પરાકાષ્ઠ પહોંચ્યા પછી નિશ્ચય પ્રધાન અસંગ અનુષ્ઠાનની સિધ્ધિ માટે ત્રણ વસ્તુનો ત્યાગ :1 ઉત્સર્ગ માર્ગે 3 વસ્તુનો ત્યાગ - નિશ્ચય પ્રધાન ત્યાગની વિચારણા. (1) અરિહંત આદિદેવોનો પણ ત્યાગ કરવાનો.વીર પ્રભુ પ્રત્યેનાંરાગથી ગૌતમનું કેવલ જ્ઞાન અટક્યું. (ર) અરિહંત પરમાત્માના યોગે શુભ ભાવ પ્રગટે તેનો ત્યાગ, ધ્યાન અધ્યયન-સ્વાધ્યાયનો ત્યાગ. (3) એ નિમિત્તે પ્રગટ થતા ક્ષાયોપથમિક ભાવનો ત્યાગ કરવાનો. જ્ઞાનસાર–૩ || 14