________________ જાય, આત્મા શાંત થાય. ઝઘડા ન થાય.ક્રિયા કરી હોય તેમાં ધર્મ ન ભળે તો સમતા ન આવે લોકમાં ધર્મનિંદાપાત્ર બને. માટે જ સંસારના સ્વરૂપનું ભાન થાય તો તેમાં રસ ઓછો થઈ જાય અને અધ્યાત્મરૂપ સૂર્યનો ઉદય થાય. માટે 12 ભાવના રોજ ભાવવી. કુટુંબ, કાયા, કંચન, કીર્તિ અને કામિની બધું અશાશ્વત છે. તેનો સંયોગ દુઃખને આપનાર છે માટે પ્રાજ્ઞ પુરુષો મોહને નાથવાનો જ પુરુષાર્થ કરે છે. "કિયા મૂઢમતિ હૈ જન કોઈ, શાન ઔરફ પ્યારો, મિલત ભાવ રસ દોઉ ન ચાખે, તું દોનું સે હે ન્યારો." એકાંતવાદ ખોટો છે ઘણા જ્ઞાનને માને ક્રિયાને ન માને. ઘણા ક્રિયાને જમાને જ્ઞાનને ન માને તો બને પાંગળા છે. ભવસમુદ્રનેતરી ન શકે, આત્માનો ઉધ્ધાર ન કરી શકે માટે સ્યાદ્વાદથી જ્ઞાનને પકડવાનું છે. આત્મદ્રવ્યનિષ્ક્રિય નહીં પણ સક્રિય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ નિષ્ક્રિય દ્રવ્ય છે. આત્માનું પૂર્ણ કાર્ય મોક્ષમાં છે, ત્યાં પણ આત્મા નિરંતર કેવળ જ્ઞાન અને નિશ્ચય ક્રિયામાં છે. ક્રિયા એટલે આત્મવીર્યનું આત્મામાં પ્રવર્તન થવું. 0 કિયામાં કંટાળો શા માટે? વર્તમાનની ક્રિયાથી આત્મા કર્મ બાંધે છે. યોગ દ્વારા ક્રિયા કરીએ છીએ. પ્રધાનતાનિર્જરાની હોવી જોઈએ. અત્યારે અજ્ઞાનતાના કારણે પ્રધાનતા પુણ્યને આપી દીધી છે. બાહ્ય ક્રિયા એ ધર્મ નથી, ધર્મ પામવાનું સાધન છે. સીડી ઉપર ચડવાનું સાધન છે. સાધનને પકડી રાખો તો આગળ વધી ન શકો. એક એક પગથિયું છોડતાં જવું પડે. તે માત્ર ટેકારૂપે છે. સમર્થ થતાં તે તે ટેકાને છોડતાં જવું પડે. એનાથી ઉપર ઉપરનાને પકડતાં જવું પડે. આ નથી સમજાતું માટે ક્રિયા ધ્યાનયોગ નથી બનતી. કાંટો નીકળી જાય પછી સોયને છોડી દેવાની છે. આપણે ક્રિયામાં જ પડ્યા રહીએ છીએ. ક્રિયાને છોડવાની નથી પણ આગળ-આગળ વધવાનું છે. કેમ કે મંઝિલ બહુ લાંબી છે. અટકી જ્ઞાનસાર-૩ || 198