________________ સાનુષ્ઠાન ક્રિયા વિહેતુ છે અને નિરનુષ્ઠાન ક્રિયા મુક્તિ હેતુ છે. માટે જ સાનુષ્ઠાન ક્રિયા ત્યાજ્ય છે અને નિરનુષ્ઠાન ક્રિયા ઉપાદેય છે. જીવનમાં ગુણવૃધ્ધિ થાય તેમ તેમ અપૂર્વભાવોલ્લાસ પ્રગટ થાય છે. અભિનવ ભાવોનું પ્રાગટય થાય છે. એવા સંવેગસભર સાધુ નિઃસ્પૃહ અને જગતથી નિરાળો હોય છે. તેઓ મોહની-કર્મોની–સંસારી સંબંધોની ગાંઠ છોડતાં જ જાય છે. આત્મગુણોની વૃધ્ધિ કરવી હોય તો સંસાર સુખની સ્પૃહાથી નિઃસ્પૃહ બનવું પડે. આથી જ સાધુઓ સંસારીજનો વચ્ચે નહિ પણ વનાદિમાં જઈ સાધના કરે છે. તે ચાર કારણસર જ પ્રવૃત્તિ કરે છે. (1) જિનમંદિર દર્શન માટે (2) આહાર માટે (3) નિહાર માટે અને (4) ગ્રામાંતર જવા માટે. આ ચાર કારણે સાધુએ વિચારવાનું છે. હું સત્તાએ વીતરાગ છું એવું લક્ષ હોય તો વિરાગીમાંથી વીતરાગી બનતાં વાર ન લાગે. પરમાત્માનું આલંબન - ધ્યેયરૂપે લઈ તેમાં એકાકાર બને છે. પરમાત્મા કેવાં છે? પ્રમાદ રહિત ચારિત્રવાળા, ક્ષાયિક ચારિત્રના ધણી અને સર્વ ભાવોને જાણનારા છે. માટે તેમના જેવા બનવા માટે તેઓનું આલબન લેવાનું છે. કાયોત્સર્ગમાં કાયાને વીસરાવી દેવાની એટલે કાયાની મમતાનો ત્યાગ કરવાનો છે. મહર્ષિઓ વિવિધ પ્રકારની મુદ્રાઓથી શરીરનો સંકોચ કરી અનશનને ધારણ કરનારા છે. ચૈત્યવંદન–દેવવંદન આદિ સક્રિયા દ્વારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા છે. મોહરાજા મહાખતરનાક છે. પરમાં ગયા તો તેને પડતાં વાર નહીં લાગે. લોકો તરફથી મળતું દાન-સન્માન જીવને પોતાના ધ્યેયથી વિચલિત કરે છે. જિનકલ્પી આત્માઓવિશિષ્ટ સાધના દ્વારા આત્માનંદની અનુભૂતિમાં ડૂબતા જાય છે. સમતા જેને ધન લાગે તેને આત્માના ગુણો ગમે. તેથી તેમાં જ્ઞાનસાર–૩ // ર૩ર