________________ છે. સ્વાધ્યાયનું સતત પરાવર્તન કરતાં રહેવાનું છે. જેથી મોહનીયહટે. ત્યારબાદ અનુપ્રેક્ષા અને ધર્મકથા સુધી પહોંચવાનું છે ધર્મ કથા એટલે આત્મામાં રહેલો ધર્મ. તેની કથા પોતાના આત્માને કરવાની છે. કેવલી છે! તારા કેવલજ્ઞાનને પ્રગટ કરવા પુરુષાર્થ આચર. અર્થસ્ય સૂચના સત્રમ્ - સર્વજ્ઞએ કહેલા સૂત્રો આત્માના અર્થને જ સૂચવનારા હોય. 14 પૂર્વી પણ અંતે નવકારનો સ્વાધ્યાય કરે, તેમાં જ તન્મય બની જાય નહિતર વાસ્તવિક સ્વાધ્યાય નહીં થાય. જ્ઞાનાચારનું સેવન જેટલુ શ્રધ્ધાપૂર્વક જેટલા નિર્મળભાવેથાય. તેટલી દર્શનાચારની વિશેષ શુધ્ધિ થશે. સિધ્ધર્ષિ ગણિ 21 વાર બૌધ્ધો પાસે ગયા. પછી જિનશાસનની ઉત્તમતા સમજાઈ. તેથી તેના વિનાનું જીવન અનાથ લાગ્યું. દર્શનાચારમાં શંકા કક્ષાદિઅતિચારો જ્ઞાનની ઉણપના કારણે થાય. સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રાદિદેખી તેમના પર દુર્ગછા ન થવી જોઈએ. તેમ જ ગૃહસ્થના વિપરિત સ્વભાવ વર્તન જોઈને સાધુ સાધ્વીએ તેઓ પર ધૃણા દુર્ગછા કરવાની નથી. જો સમદષ્ટિનો પરિણામ આવે તો દુર્ગછાનો પરિણામ આવતો અટકી જાય. દરેક જીવાત્માની અંદરસિધ્ધાત્માના દર્શન કરવાના છે. એમાંય સાધુ સાધ્વી સિધ્ધ થવાની સાધના કરે છે. ભૂલેલો આત્મભાન આવતાં ઊંચે ચડી શકે. ગૃહસ્થને પડતા વાર નહીં અને સાધુને ચડતા વાર નહીંબધુ નિમિત્તાધીન છે. સાધુને ચડતાં વાર નહીં કારણ– સાધુ સારા નિમિત્તામાં રહે તેથી તેને ચડતાં વાર નથી લાગતી. (1) મેં રજોહરણ શા માટે લીધું છે? તે વિચાર કરતાં જાગી જવાય. (ર) શાસ્ત્ર ભણતાં–ભણતાં વિચાર આવે કે આમાં શું લખ્યું છે? હું કયાં? (3) સરવર્તિ સાધુને જોઈને પોતાની કંગાલિયત દશાનો ખ્યાલ આવે. જ્ઞાનસાર-૩ // 133