________________ પરિણામથી સર્વથા મુકત ન બન્યો માટે શરીર ધારણ કરવા આહાર ગ્રહણ કરવા પાછું આવવું પડ્યું. જેને શરીરની અભિલાષ નથી એને આહારનો અભિલાષ નથી. દઢ પરિણામ હોય તો આત્મા અપ્રમત્તભાવ કેળવી શકે તો જ આત્મા અજન્મા બનવાની સાધના કરી શકે. શરીરમાં રહેવાનો ભાવ પુગલના સંયોગવાળો માટે શાતાની શોધ માટે સમતાના ઘરમાં રહી ન શકે. અભિલાષ કરવો અને પ્રયોજન હોવું એ બંને ભિન. કેવલીના આત્માઓ પ્રયોજનરૂપે આહારદિઆપે અભિલાષથી ન આપે. વર્તમાનમાં આપણી અભિલાષાઓની મર્યાદા નથી. શરૂઆતમાં સ્નેહમાતા પર હોય પછી જુદી–જુદી વ્યક્તિ પર ફરતો જાય અને માતા પર ઓછો થતો જાય. કર્મસત્તા ગુનેગારને જ સજા આપે. મારાની મમતા કરી મારું–મારું કરી મર્યા. મોહથી સંબંધ વધાર્યા. માયા–પિય બહિ સંસારત્યેહિ પૂરિઓ લોઓ, બહુ જોરિ–નિવાસી હિં, નય તે તાણં ચ સર ચ ૧લા | (વૈરાગ્ય શતક) સંસારમાં પરિભ્રમણ કરતી વખતે કેટલી માતાઓ કરી ? 14 રાજલોક પણ ઓછા પડે, એશ્લી માતાઓ કરી. આપણે કઈમાતાના ઉપકારો યાદ કરવાનાં? પહેલાં પોતાની ઉપર ઉપકાર કરાય પછી સગા સંબંધી ઉપર ઉપકાર કરાય. માતા પિતાને શા માટે છોડવાના? માતાપિતાને વિનંતિ કરાય કે આપ મને સ્વેચ્છાએ છોડી દો. હુંકર્મકૃત પર્યાયવાળો છું. હું તમારો નથી. તમે પણ કર્મકૃત પર્યાયવાળા છો. તમે મારા નથી, તો આપણે કેમ સાથે રહીએ? મારું મારું કરી મમતા કરી પીડા આપી એના કરતાં મને સ્વેચ્છાએ છોડી દો.નિશ્ચયથી છૂટવાનાં જ છીએ તો અત્યારથી છોડી દો. જ્ઞાન સાર-૩ // 25