________________ ગયું છે જેનું એવું જીવ વિનાનું જે શરીર ને ભૂતકાળમાં જ્ઞાનવાળું હતું માટે જ્ઞશરીરનો આગમથી દ્રવ્ય તૃપ્તિ. (2) ભવ્ય શરીરઃ જે બાલમુનિ છે પણ ભવિષ્યમાં તૃપ્તિનું સ્વરૂપ જાણશે તે ભવ્ય શરીર. (3) તથ્યતિરિક્તઃ જે આહાર, ધનાદિ અને ઉપકરણાદિ જે પુદ્ગલ દ્રવ્ય રૂપે છે તે પ્રાપ્ત થઈ જવાથી તેના વડે થયેલી જે તૃપ્તિ તે તદ્ગતિરિક્ત દ્રવ્ય તૃપ્તિ જાણવી. બીજા અર્થમાં દ્રવ્યતૃપ્તિ "આહારથી પેટ ભરાય તે દ્રવ્ય તૃપ્તિ છે. ધનથી ઈચ્છેલું મળી જાય તે પણ દ્રવ્ય તૃપ્તિ છે. ઉપકરણ પણ જરૂરિયાત મુજબ મળી જાય તો તેને પણ દ્રવ્યતૃપ્તિ કહેવાય. (4) ભાવનિક્ષેપોઃ આગમથી તે અર્થને જાણનારો હોય અને ક્રિયા કરતાં તેના અર્થની વિચારણા ચાલતી હોય અર્થાત્ સૂત્રના અર્થમાં–પદાર્થનાં ઉપયોગમાં રમતો હોય તે આગમથી ભાવ તૃપ્તિ એટલે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલી એવી સ્વાભાવિક આત્મગુણોના અનુભવમાં જ અખંડીત રહેનારી એવી આત્મ–ગુણોના આનંદની જે તૃપ્તિ તે ભાવ-તૃપ્તિ જાણવી. સૌ પ્રથમ તો "હુંઆત્મા છું" એ સમ્યકત્વના પરિણામમાં આવવાનું છે, તો જ આત્માની સાચી આરાધના - ઉપયોગની શુધ્ધિપૂર્વકની થશે અને જ્ઞાનવિરતીપૂર્વકનું થશે અને ચારિત્ર આત્માની અનુભૂતિવાળું થાય. આત્મા પોતાનામાં રહેલા સહજ આનંદને સતત અનુભવતો હોય તો તે આત્મા 'સ્વપરિણામી છે તેથી તે 'સ્વ'માં ભાવતૃપ્તિ ને અનુભવનારો બને નહીંતર પરમાં તૃપ્ત થવા ચાલ્યો જશે. a ભાવવૃદ્ધિની ૭નયથી વ્યાખ્યા 1) મૈગમનય આ નય ઉપચારગ્રહી છે તેથી વસ્તુ કામની હોય કે ન હોય પણ જીવ કે અજીવ વસ્તુની પ્રાપ્તિ થવા માત્રથી તૃપ્તિ માને, પ્રયોજન વિના મળે કે ના મળે તો પણ ઉપચારથી સંતોષ પામનારો હોય."સંઘર્યો સાપ પણ કામ લાગે" એવી લોકોક્તિથી વસ્તુનો સંગ્રહ માત્રમાં આનંદ માણવો તે તૃપ્તિ. જ્ઞાનસાર-૩ || 240